₹1.5 કરોડ સમ એશ્યોર્ડ સાથેનો ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવાની તમારી સફરમાં તમારા ટર્મ ઈન્શ્યોરન્સ માટે યોગ્ય સમ એશ્યોર્ડ રકમની પસંદગી સૌથી મહત્વપૂર્ણ પગલાંમાંનું એક છે. આ એ રકમ છે જે તમે તમારા પ્રિયજનો માટે છોડીને જવાના છો જેથી તેમનો નાણાંકીય તણાવ ઓછો થાય. ₹1.5 કરોડ સમ એશ્યોર્ડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ₹1.5 કરોડના લાઈફ કવરેજ સાથે આવે છે. આ એક નોંધપાત્ર મૂલ્ય છે જે તમારા નોમિનીટ મૃત્યુ લાભ માટે ક્લેઈમ કરી શકે છે.
તમે ₹1.5 કરોડ સમ એશ્યોર્ડ પ્લાન માટે પસંદગી કરો તે પહેલાં ખાતરી કરો કે ટર્મ ઈન્શ્યોરન્સ શું છે તેનાથી, અને તમારા નાણાંકીય આયોજનમાં તે કેવી રીતે બંધ બેસે છે તે વિશે તમે સારી રીતે માહિતગાર છો. આ ઉપરાંત, ₹1.5 કરોડ તમારા માટે યોગ્ય સમ એશ્યોર્ડ છે કે નહીં તેની પણ ખાતરી કરો.
₹1.5 કરોડ સમ એશ્યોર્ડ સાથેનો ટર્મ ઈન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
સમ એશ્યોર્ડ કોઈપણ હોય, લગભગ બધા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન એક જ ઢબે કામ કરે છે. મોટાભાગના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનનો પાયાનો ઉદ્દેશ્ય તમારી બિનહયાતીમાં તમારા નોમિની અથવા લાભાર્થી માટે નાણાંકીય આધારનો સ્ત્રોત બનવાનું છે.
ઉદાહરણ તરીકે, તમારી ગેરહાજરીમાં તમારા બાળકના ભાવિ શિક્ષણને સુરક્ષિત કરવાનું તમે વિચારી રહ્યા હો તો, ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સનું સમ એશ્યોર્ડ ખૂબ લાભદાયી બની શકે છે.
ખરીદી કરતાં પહેલાં યોગ્ય સમ એશ્યોર્ડની પસંદગી વિચારવાલાયક પરિબળોમાંનું એક છે. એકવાર તમે ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ કવર નક્કી કર્યા બાદ, પ્રીમિયમની રકમ, ટર્મની અવધિ, રાઈડર સમાવિષ્ટી અને બીજા અન્ય પરિબળો ધ્યાનમાં લો.
પ્રીમિયમની રકમ તમારા બજેટ કરતાં વધુ નથી તેની ખાતરી કરવા માટે, ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો. તે તમને તમારી વ્યક્તિગત વિગતો, પ્લાનની જરૂરીયાત અને પસંદ કરેલ કસ્ટમાઈઝેશનના આધારે અંદાજ લગાવવામાં મદદ કરે છે.
એકવાર પ્લાનની ખરીદી કર્યા બાદ, પ્લાન શું ધરાવે છે અને તેઓ કેવી રીતે ક્લેઈમ કરી શકે છે તે વિશે તમારા નોમિની સંપૂર્ણપણે માહિતગાર છે તેની ખાતરી કરો. જો તમે રાઈડર્સ પસંદ કર્યા હોય તો, તેના વિશે પણ તેઓ સમજૂતી ધરાવે છે તેની ખાતરી કરો.
નવો ટર્મ પ્લાન ખરીદવાનું વિચારો છો? ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની શ્રેણીમાંથી પસંદ કરો. તેમને અહીં ઓનલાઈન ખરીદો.
₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કોણે ખરીદવો જોઈએ?
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન લગભગ દરેક વ્યક્તિ માટે, અને ખાસ કરીને આશ્રિતો ધરાવતી વ્યક્તિઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. નીચેના પ્રકારના લોકોને માટે ₹1.5 ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઉપયોગી લાગી શકે છેઃ
- જો આ રકમના મૂલ્યની આસપાસની જવાબદારીઓ તમારી પર હોય તોઃ તમારી પર સંપૂર્ણપણે આર્થિક રીતે આશ્રિત હોય પરિવારજનોની સંખ્યા વધારે ન હોય. તેમ છતાં, તમારા આકસ્મિક મૃત્યુની ઘટનામાં, તમને તેમની પર ભારણ ન નાખવું હોય તેવી હોમ લોન પણ તમને હોઈ શકે છે.
- જો કોઈ નિશ્ચિત જરૂરીયાત ધરાવતા લોકો તમારી પર આશ્રિત હોયઃ જો તમે પરિવારમાં કોઈ સતત બિમાર રહેતી વ્યક્તિની સંભાળ લેતા હોય, અથવા જો તમને સંતાન હોય જે ઉચ્ચ શિક્ષણ લેવા ઈચ્છતું હોય.
- જો તમારી ઉચ્ચ-જોખમવાળી પરંતુ નોંધપાત્ર આવકવાળી નોકરી હોયઃ જો તમને જોખમી સ્થિતિમાં કામ કરતાં હો તો, લાઈફ કવર હોવું ઉપયોગી છે જેના દ્વારા તમારી બિનહયાતીમાં પણ તમારો પરિવાર તેમની જીવનશૈલી જાળવી શકે છે.
- જો તમને ફુગાવા કે વધતા ખર્ચની ચિંતા હોય તોઃ જો તમને તમારા પરિવારની જરૂરીયાતો આવનારા વર્ષોમાં વધવાની સંભાવના હોય તો, ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી ભાવિ આયોજનમાં મદદ કરી શકે છે.
₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનના કેટલાક સંભવિત લાભ કયા છે?
₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની પસંદગી પોલિસીધારકો અને તેના પરિવારો માટે અનેક લાભ પૂરા પાડે છે. પ્રસ્તુત છે કેટલાંક પ્રમુખ લાભઃ
- 1.નાણાંકીય સુરક્ષાઃ ₹1.5 કરોડ સમ એશ્યોર્ડ સાથેનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન તમારા પ્રિયજનોને નોંધપાત્ર નાણાંકીય સુરક્ષા આપે છે.
- 2.કિફાયતી પ્રીમિયમઃ ₹1.5 કરોડ પોલિસી માટેના પ્રીમિયમ સામાન્ય રીતે સમાન કવરેજ આપતા અન્ય લાઈફ ઈન્શ્યોરન્સ ઉત્પાદનોની તુલનામાં ઓછા હોય છે.
- 3.ટેક્સ લાભઃ ચૂકવેલ પ્રીમિયમ, ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી અંતર્ગત કપાતને પાત્ર હોય છે, જે તમારી ટેક્સપાત્ર આવક ઓછી કરે છે. આ ઉપરાંત, લાભાર્થી દ્વારા પ્રાપ્ત થતો મૃત્યુ લાભ કલમ 10(10ડી) અંતર્ગત ટેક્સમાંથી મુક્ત છે.
- 4.અનુકૂળતાઃ ઘણાં ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પોલિસીની અવધિ અને પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો પસંદ કરવામાં અનુકૂળતા આપે છે.
- 5.રાઈડર વિકલ્પોઃ નજીવા ખર્ચે તમારી ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીમાં વિવિધ કટોકટી માટે સઘન કવરેજ આપતા રાઈડર્સ ઉમેરી શકાય છે.
યોગ્ય ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરી શકાય છે?
તમે પસંદ કરેલ પ્લાન તમારા માટે યોગ્ય છે તે સુનિશ્ચિત કરવા માટે નીચેના પરિબળો ધ્યાનમાં લો.
યોગ્ય સમ એશ્યોર્ડની પસંદગી
₹1.5 કરોડ તમારા માટે યોગ્ય સમ એશ્યોર્ડ છે તે સુનિશ્ચિત કરવા માટે તમે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. યોગ્ય સમ એશ્યોર્ડ રકમ નક્કી કરવા માટે તમારી આવક તેમ જ તમારી જવાબદારીને ઉમેરવા જરૂરી છે.
યોગ્ય ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરની પસંદગી યોગ્ય પોલિસી અને સમ એશ્યોર્ડની પસંદગી જેટલું જ મહત્વપૂર્ણ છે. ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો ઈન્શ્યોરરના ક્લેઈમની પતાવટના વલણનો ચિતાર આપે છે. વિચારણામાં લેવા માટે તે ઉપયોગી માપદંડ બની શકે છે.
રાઈડર્સની ઉપલબ્ધતા અને ખર્ચમાં તે કેટલો ઉમેરો કરે છે તે તપાસો. જો તે તમારા બજેટમાં બંધ બેસતા હોય અને તમારી જરૂરીયાતોને અનુરૂપ હોય તો તેમને ઉમેરો.
₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની ખરીદી અમારી પાસેથી કેમ કરવી જોઈએ?
₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ કવર માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ યોગ્ય પસંદગી છે. ચાલો જોઈએ, અમારા તરફથી શું મળે છેઃ
- પસંદગી માટે પ્લાનની વિશાળ શ્રેણી
- ઉપયોગી ગ્રાહક સેવા ટીમ
- અવરોધ રહિત ક્લેઈમ સેટલમેન્ટ કાર્યવાહી
- પોલિસીના નિર્ણયોમાં તમને મદદ કરવા માટે નિષ્ણાતોની સલાહ
- 98.04% ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પાસેથી ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે ખરીદી શકાય છે?
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પાસેથી ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીઓ આરામદાયક રીતે ઓનલાઈન ખરીદી શકાય છે.
શરૂ કરવા માટે નીચેના પગલાં અનુસરોઃ
- 1.તમારી જરૂરીયાતોને અનુરૂપ પ્લાન પસંદ કરો અને ખરીદી પેજ પર આગળ વધો
- 2.પ્લાનની વિગતો દાખલ કરો અને તમારી વ્યક્તિગત જાણકારી આપો.
- 3.પ્લાનની વિગતોનું મૂલ્યાંકન કરો અને મંજૂર કરો.
- 4.જરૂરી દસ્તાવેજો જમા કરો અને પ્રીમિયમ ચૂકવો.
- 5.તમને તમારા પોલસી દસ્તાવેજો પ્રાપ્ત થશે.
વૈકલ્પિક રીતે, તમારા ઈન્શ્યોરન્સ એજન્ટનો અથવા ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સલાહકારનો ખરીદી કાર્યવાહી દરમ્યાન માર્ગદર્શન માટે સંપર્ક કરો.
યોગ્ય લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવામાં મદદ જોઈએ છે? અમને 8828840199 પર કૉલ કરો અથવા કોલ બેક માટે here વિનંતી કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
₹ 1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ માટે પાત્રતા માટે લઘુતમ આવકની આવશ્યકતા કેટલી છે?
પસંદ કરેલ સમ એશ્યોર્ડ માટે કોઈ ચુસ્ત લઘુતમ આવકની જરૂરીયાત નથી. સમ એશ્યોર્ડ માટેની મંજૂરી અન્ડરરાઈટિંગ ટીમ દ્વારા મંજૂરીને આધીન છે. પોલિસીની ખરીદી સાથે કોઈ સમસ્યા ટાળવા માટે, પસંદ કરેલ સમ એશ્યોર્ડ માટેનું પ્રીમિયમ તમને પોસાય તેવું છે કે નહીં તે સુનિશ્ચિત કરો.
₹1.5 કરોડ ટર્મ પ્લાન માટે કોણ પાત્ર છે?
તમે કોઈપણ સમ એશ્યોર્ડ આરક્ષિત કરવા ઈચ્છતા હો તે ધ્યાનમાં લીધા વગર, ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારી વય કમ સે કમ 18 વર્ષ હોવી ફરજીયાત છે. તમારા માટે પ્લાન લેવાનું શક્ય છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે તમે લેવા ઈચ્છતા હો તે ટર્મ પોલિસીનો પાત્રતા માપદંડ તપાસો.
જો આરક્ષિત વ્યક્તિ પોલિસીની અવધિ સુધી જીવિત રહે તો શું થશે?
જો તમે લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીની પસંદગી કરી હોય અને પોલિસી અવધિ સુધી જીવિત રહો તો, ટર્મ ઈન્શ્યોરન્સના કોઈ મેચ્યોરિટી લાભ ક્લેઈમ કરવાના રહેતા નથી. તેમ છતાં જો તમારા પ્લાનમાં રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ હોય તો, પ્લાનની મેચ્યોરિટી પર તમે પ્રીમિયમ પરત મેળવવાનો ક્લેઈમ કરી શકો છો.
₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન માટે પ્રીમિયમની રકમ શું છે?
પ્લાન માટે પ્રીમિયમની રકમ તમારી વય અને લિંગ, તેમ જ પસંદ કરેલ સમ એશ્યોર્ડ જેવા વિવિધ પરિબળો પર આધારીત છે. તમારી વ્યક્તિગત વિગતોને આધારે, પસંદ કરેલ પ્લાન માટે અને સમ એશ્યોર્ડ માટે અંદાજ મેળવવા માટે તમે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.
હું કેવી રીતે ₹1.5 કરોડ ટર્મ પ્લાન ખરીદી શકું છું?
તમે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેબસાઈટ પર લોગ ઓન કરી શકો છો અને તમે ખરીદવા ઈચ્છતા હો તે પ્લાન પસંદ કરી શકો છો. જો, તમે જરૂરી દસ્તાવેજો જમા કરાવવા અને પ્રીમિયમની રકમ ચૂકવવા માટે સક્ષમ હો તો ખરીદીની પ્રક્રિયા ઓનલાઈન પૂરી શકાય છે. વૈકલ્પિક રીતે તમે ઈન્શ્યોરન્સ એજન્ટની પણ મદદ લઈ શકો છો. .