Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

આર.ડી. કેલ્ક્યુલેટર

અમારા રિકરિંગ ડિપોઝિટ કેલ્ક્યુલેટરની સહાયથી તમારી બચત કેવી રીતે વધે છે તે શોધો

રિકરિંગ ડિપોઝિટ કેલ્ક્યુલેટર

રિકરિંગ ડિપોઝિટ્સ (આર.ડી.) બચત ખાતાઓ અને ફિક્સ્ડ ડિપોઝિટ્સના લાભને જોડે છે, જ્યારે થાપણ ખાતાઓમાં લવચિકતા પૂરી પાડે છે. રિકરિંગ ડિપોઝિટ (આર.ડી.) કેલ્ક્યુલેટર એક અનુકૂળ ઓનલાઇન ટુલ છે, જે વ્યક્તિને તેમના આર.ડી. રોકાણની પાકતી રકમની ગણતરી કરવામાં સહાય કરે છે. તે અનુશાસિત બચતકારો માટે આદર્શ છે, જે લઘુત્તમ જોખમ સાથે સ્થિર વળતર પૂરા પાડે છે. 
 

તમારા ફાયનાન્સને વધુ સારી રીતે આયોજન કરવા માટે જટીલ ગણતરીઓને સરળ બનાવે છે અને વળતરનો ચોક્કસ અંદાજ આપે છે.

about-us-image2

આર.ડી. કેલ્ક્યુલેટર શું છે ?

આર.ડી. કેલ્ક્યુલેટર ઓનલાઇન ટુલ છે, જે વપરાશકારોને તેમના રિકરિંગ ડિપોઝિટનાં રોકાણની પાકતી મુદ્દતની રકમને નિર્ધારિત કરવામાં સહાય કરે છે. તેના માટે વપરાશકારે નીચે જણાવેલી મુખ્ય વિગતો દાખલ કરવાની જરૂર હોય છેઃ

  • જાતે ગણતરી કરવા પર લાગતા સમયની બચત કરે છે.

  • વિભિન્ન આર.ડી. યોજનાઓની તુલના કરે છે.

  • અવધિ અને થાપણ રકમ તમારા વળતર પર કેવી રીતે અસર કરે છે તેની સમજ આપે છે.

આ ટુલ પ્રમાણભૂત આર.ડી. ગણતરીનાં સૂત્રનો ઉપયોગ કરીને કુલ પરિપક્વતા મૂલ્યની ગણતરી કરે છે, જેમાં મુખ્ય રકમ અને ઉપાર્જિત વ્યાજ સામેલ છે.


ઉદાહરણ તરીકે, જો તમે 6%ના વાર્ષિક વ્યાજદરે 2 વર્ષ માટે માસિક ધોરણે રૂ. 5,000 જમા કરો છો તો કેલ્ક્યુલેટર પરિપક્વતા મૂલ્યની આપમેળે ગણતરી કરશે. તે ઉપાર્જિત વ્યાજની ગણતરી પણ આપમેળે કરશે.

આર.ડી. કેલ્ક્યુલેટર ખાસ કરીને નીચેની બાબતો માટે ઉપયોગી છેઃ

  • Saving time on manual calculations.

  • Comparing different RD schemes.

  • Understanding how tenure and deposit amounts impact your returns.

આર.ડી. કેલ્ક્યુલેટર તમને કેવી રીતે સહાય કરી શકે છે ?


આર.ડી. કેલ્ક્યુલેટર ઘણા લાભ આપે છે, જેનાથી તમને તમારા ફાયનાન્સને અસરકારક રીતે સંચાલિત કરવામાં સહાય મળે છેઃ

ચોક્કસ પરિણામો

આર.ડી. કેલ્ક્યુલેટર ત્રુટીઓને દૂર કરે છે, જે તમારી પાકતી મુદ્દતની રકમ અને ઉપાર્જિત વ્યાજની ચોક્કસ ગણતરીઓ પૂરી પાડે છે.

calci

સમયની બચત

જાતે ગણતરી કરવી કંટાળાજનક હોઇ શકે છે અને તેમાં ભૂલો પડી શકે છે. આર.ડી. કેલ્ક્યુલેટર્સ ત્વરીત પરિણામો આપે છે અને મૂલ્યવાન સમયની બચત પણ કરે છે.

calci

નાણાકીય આયોજન

થાપણ રકમ, અવધિ અને રિકરિંગ ડિપોઝિટનાં વ્યાજદરને સમાયોજિત કરીને તમે તમારા રોકાણનું વધુ સારી રીતે આયોજન કરવા માટે વિભિન્ન પરિસ્થિતિઓ શોધી શકો છો.

calci

ટી.ડી.એસ. કપાતોની સમજ

જો ઉપાર્જિત વ્યાજ રૂ. 40,000 (અથવા વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50,000)થી વધે તો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટી.ડી.એસ.) લાગુ થાય છે. કેલ્ક્યુલેટર તમને આ ડિડક્શનની અપેક્ષા કરવામાં સહાય છે, જે વધુ સારા વેરાનું આયોજન કરવા સક્ષમ બનાવે છે.

calci

અનુકૂળતા

કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે એક્સેસ થઈ શકતું આ રિકરિંગ ડિપોઝિટ કેલ્ક્યુલેટર તમારા રોકાણને ડિજિટલી સંચાલિત કરવા અને આયોજન માટે સરળ બનાવે છે.

calci

યોજનાઓની તુલના

રિકરિંગ ડિપોઝિટ કેલ્ક્યુલેટર્સનો ઉપયોગ કરીને તમે સૌથી શ્રેષ્ઠ વળતર કોણ આપે છે તે ઓળખવા માટે ઘણી આર.ડી. યોજનાઓની તુલના કરી શકો છો.

calci

How do Retirement Calculators work?

આર.ડી. વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે ?

આર.ડી. પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજનાં સૂત્રનો ઉપયોગ કરીને થાય છેઃ

A = P(1 + r/n)^nt

જ્યાં:

  • A n વર્ષો પછી વ્યાજ સાથે એકત્રિત નાણાંની રકમ છે
  • P મુખ્ય રકમ છે
  • r વાર્ષિક વ્યાજદર છે (ડેસિમલ)
  • n વર્ષદીઠ ચક્રવૃદ્ધિ વ્યાજની સંખ્યા છે
  • t વર્ષોમાં સમય છે, જેના માટે નાણાનું રોકાણ કરવામાં આવે છે

 

આ આર.ડી. કેલ્ક્યુલેશન સૂત્ર સંપૂર્ણપણે જટીલ નથી. કોઇ પણ વ્યક્તિ જ્યારે પણ તેમને તેમના આર.ડી. રોકાણ પર વળતરનો અંદાજ મેળવવા માગતા હોય ત્યારે તેને લાગુ કરી શકે છે. જો કે, એ બાબતનો ઇન્કાર કરી ન શકાય કે મોટા ભાગના લોકો માટે આ સમય માગી લેતો વિકલ્પ છે.

આર.ડી. કેલ્ક્યુલેટર આ ગણતરીઓને સરળ બનાવે છે, જે જટીલ સૂત્રો માટેની જરૂરિયાત વિના ત્વરીત પરિણામો પૂરા પાડે છે.

bmi-calc-mob
bmi-calc-desktop

IndiaFirst Life આર.ડી. કેલ્ક્યુલેટરનો ઓનલાઇન ઉપયોગ કેવી રીતે કરવો ?

IndiaFirst Life આર.ડી. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે આ પગલાં અનુસરો.

પગલું 1

ઓનલાઇન IndiaFirst Life આર.ડી. કેલ્ક્યુલેટર ટુલ વેબસાઇટ પર ખોલો

choose-plan

પગલું 2

તમે નિયમિતપણે જમા કરવા માગતા હોય તે રકમ દાખલ કરો.

choose-plan

પગલું 3

તમે રોકાણ કરવા માગતા હોય તે અવધિ પસંદ કરો.

choose-plan

પગલું 4

લાગુ થવા પાત્ર વાર્ષિક વ્યાજદર દાખલ કરો

choose-plan

પગલું 5

તમારી પાકતી મુદ્દતની રકમ અને કુલ ઉપાર્જિત વ્યાજને જોવા માટે “કેલ્ક્યુલેટ” પર ક્લિક કરો.

choose-plan

રિકરિંગ ડિપોઝિટ કેલ્ક્યુલેટરના લાભ

તમામ વપરાશકારો માટે સરળ અને સહજ ઇન્ટરફેસ.

calci

ઝડપી નિર્ણય લેવા માટે ત્વરીત ગણતરીઓ.

calci

પરિણામોની ચોક્કસાઇ

calci

વિભિન્ન થાપણ રકમ અને અવધિનું પરીક્ષણ કરવાની સુવિધા.

calci

મુશ્કેલી રહિત વપરાશ માટે ઓનલાઇન ઉપલબ્ધતા.

calci

તમારા વળતર પર ટી.ડી.એસ.ના સૂચિતાર્થોનો અંદાજ.

calci

વિભિન્ન આર.ડી. યોજનાઓની તુલના.

calci

આર.ડી. (રિકરિંગ ડિપોઝિટ) પર વેરાના લાભ

રિકરિંગ ડિપોઝિટ્સ સેક્શન 80સી હેઠળ વેરાની છૂટ માટે પાત્ર નથી, અહીં નોંધવા માટેના કેટલાક બિંદુઓ આપેલા છેઃ

  • ટી.ડી.એસ. કપાત

    નાણાકીય વર્ષમાં રૂ. 40,000 (અથવા વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50,000)થી વધુનું ઉપાર્જિત વ્યાજ 10%ના દરે ટી.ડી.એસ.ને આધિન છે.

  • ફોર્મ 15G/15H

    જો તમારી કુલ આવક વેરાપાત્ર મર્યાદાથી નીચે હોય તો ટી.ડી.એસ. કપાતને ટાળવા માટે તમારી બેંકમાં આ ફોર્મ સબમિટ કરો.

    વેરાના સૂચિતાર્થોની સમજ વધુ સારા નાણાકીય આયોજનને સુનિશ્ચિત કરે છે અને આશ્ચર્ય ટાળે છે.

શું આર.ડી. વ્યાજદર સ્થાયી હોય છે ?

હા, રિકરિંગ ડિપોઝિટના વ્યાજદર સામાન્યપણે ખાતું ખોલતી વખતે સ્થાયી હોય છે અને અવધિ દરમિયાન સ્થિર રહે છે. આ સ્થિરતા રોકાણકારોને તેમના વળતરની ચોક્કસ આગાહી કરવા સક્ષમ બનાવે છે, જે આર.ડી.ને વધુ સુરક્ષિત રોકાણ વિકલ્પ બનાવે છે.

આર.ડી. માટે લઘુત્તમ અવધિ કઈ છે ?

આર.ડી. ખાતા માટે લઘુત્તમ અવધિ સામાન્યપણે 6 મહિના હોય છે, જ્યારે મહત્તમ અવધિ 10 વર્ષ સુધી જઈ શકે છે. ટૂંકી અવધિ ઝડપી વળતર મેળવવા માગતા હોય એવા લોકો માટે યોગ્ય છે, જ્યારે લાંબી અવધિ ચક્રવૃદ્ધિના લાભને મહત્તમ કરે છે.

આર.ડી. ખાતા માટે પાત્રતા માપદંડ

 

ભારતમાં રિકરિંગ ડિપોઝિટ (આર.ડી.) ખાતું ખોલવા માટેનો પાત્રતા માપદંડ મોટા ભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં સમાન હોય છે.

વય

Question
વય
Answer
  • ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ.
  • સગીરો માતા-પિતા કે કાયદેસરના ગાર્ડિયનની સહાયથી આર.ડી. ખાતું ખોલાવી શકે છે (સગીરનાં ખાતાઓ જ્યાં સુધી તેઓ પુખ્તવય સુધી ન પહોંચે ત્યાં સુધી ગાર્ડિયન દ્વારા સંચાલિત થાય છે).
Tags

રાષ્ટ્રીયતા

Question
રાષ્ટ્રીયતા
Answer
  • ભારતીય નિવાસી.
  • બિન-નિવાસી ભારતીયો (એન.આર.આઇ.) એન.આર.ઓ. અથવા એન.આર.ઇ. આર.ડી. ખાતા ખોલાવી શકે છે.
Tags

આવશ્યક ઓળખના દસ્તાવેજો

Question
આવશ્યક ઓળખના દસ્તાવેજો
Answer
  • પાન કાર્ડ.
  • આધાર કાર્ડ અથવા અન્ય કોઇ સરકાર દ્વારા માન્ય ઓળખનો પુરાવો (પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ).
Tags

આર.ડી. ખાતું ખોલવા માટે આવશ્યક દસ્તાવેજો

  1. ઓળખનો પુરાવોઃ આધાર, પાન અથવા પાસપોર્ટ.

  2. સરનામાનો પુરાવોઃ યુટિલિટી બિલ, આધાર, અથવા મતદાત ઓળખપત્ર.

  3. ફોટોગ્રાફ્સઃ પાસપોર્ટ સાઇઝના ફોટો.

એનઆરઆઇ માટેઃ વધારાના દસ્તાવેજો દેવા કે પાસપોર્ટ અને વિઝાની વિગતો.

આર.ડી. ખાતું (ઓનલાઇન અને ઓફલાઇન) કેવી રીતે ખોલી શકાય

ઓનલાઇન

 તમારી બેંકની વેબસાઇટ અથવા એપમાં લોગિન કરો.

રિકરિંગ ડિપોઝિટ વિભાગમાં નેવિગેટ કરો.

આવશ્યક વિગતો જેવી કે થાપણની રકમ, અવધિ અને વ્યાજદર દાખલ કરો.

અરજી સબમિટ કરો અને પ્રથમ ડિપોઝિટ બનાવો.

ઓફલાઇન

નજીકની બેંકની શાખાની મુલાકાત લો.

આર.ડી. અરજી ફોર્મ ભરો.

આવશ્યક દસ્તાવેજો પૂરા પાડો

ખાતાને સક્રિય કરવા માટે આરંભિક ડિપોઝિટ બનાવો.

 

તમારા નાણાકીય લક્ષ્યાંકોને પૂરા કરવા માટે આર.ડી. કેલ્ક્યુલેટરના લાભ લો, વેરાનાં સૂચિતાર્થો સમજો અને યોગ્ય અવધિ અને થાપણ રકમ પસંદ કરો.

અમારા કેલ્ક્યુલેટર સાથે તમારા નાણાકીય ભવિષ્યનું નિર્માણ કરો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

રિકરિંગ ડિપોઝિટ શું છે ?

Answer

રિકરિંગ ડિપોઝિટ (આર.ડી.) બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી નાણાકીય પ્રોડક્ટ્સ છે, જ્યાં તમે વિશિષ્ટ અવધિ માટે દર મહિને સ્થાયી રકમ જમા કરી શકો છો. તે ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફ.ડી.)ને સમાન વ્યાજ ઉપાર્જિત કરે છે અને પાકતી મુદ્દતની રકમમાં મુખ્ય રકમ તથા એકત્રિત વ્યાજ સામેલ હોય છે.

શું આર.ડી. એફ.ડી. કરતા વધુ સારી હોય છે ?

Answer

પસંદગી તમારી નાણાકીય પરિસ્થિતિ પર આધાર રાખે છે. આર.ડી. અનુશાસિત બચતનું નિર્માણ કરવામાં સહાય કરે છે, જ્યારે એફ.ડી. મોટી રકમના ત્વરીત રોકાણ માટે આદર્શ હોય છે.

આર.ડી.માં પાકતી મુદ્દતની રકમ શું હોય છે ?

Answer

પાકતી મુદ્દતની રકમ આર.ડી.ની અવધિના અંતે તમે પ્રાપ્ત કરો તે કુલ રકમ હોય છે, જેમાં મુખ્ય થાપણ અને એકત્રિત વ્યાજ સામેલ છે.

5 વર્ષની આર.ડી.માં મહિનાદીઠ રૂ. 5,000 માટે પાકતી મુદ્દતની રકમ કેટલી હોય છે ?

Answer

પાકતી મુદ્દતની રકમ ઓફર કરવામાં આવતા વ્યાજદર પર આધાર રાખે છે. ઓનલાઇન આર.ડી. કેલ્ક્યુલેટર તમને રિકરિંગ ડિપોઝિટ ખાતું વિભિન્ન રિકરિંગ ડિપોઝિટના વ્યાજદરો પર રૂ. 5,000ની થાપણ સાથે 5 વર્ષમાં ઉપાર્જિત કરી શકે એવા પરિણામો માટે અંદાજ મેળવવામાં સહાય કરી શકે છે.

રિકરિંગ ડિપોઝિટનાં વળતરની ગણતરી કેવી રીતે કરવી ?

Answer

ગણતરીઓ ચક્રવૃદ્ધિ વ્યાજનાં સૂત્ર સાથે જાતે કરી શકાય છે. આ કરવાની સરળ અને ઝડપી પદ્ધત્તિ આર.ડી. કેલ્ક્યુલેટરની સહાય લેવી છે.

આર.ડી.ની અવધિની શ્રેણી કેટલી હોય છે ?

Answer

સામાન્યપણે, આર.ડી.ની અવધિ 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધીની હોય છે, જે બેંક પર આધાર રાખે છે.

શું હું મારી આર.ડી.ને પાકતી મુદ્દત પહેલા તોડી શકું છું ?

Answer

હા, પરંતુ દંડ લાગુ થઈ શકે છે, અને તમે ઉપાર્જિત વ્યાજનો ભાગ પણ ગુમાવી શકો છો.

શું આર.ડી. પર ટી.ડી.એસ. લાગુ થવા પાત્ર હોય છે ?

Answer

હા, જો એક નાણાકીય વર્ષમાં વ્યાજ રૂ. 40,000 (વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50,000)થી વધે તો ટી.ડી.એસ. આર.ડી.ની વ્યાજની આવક પર લાગુ થાય છે. વ્યાજ પર તમારા આવકવેરાના સ્લેબ પ્રણામે વેરો લાગુ થાય છે.

શું વરિષ્ઠ નાગરિકો માટે કોઇ વધારાનું વ્યાજ પૂરું પાડવામાં આવે છે ?

Answer

હા, મોટા ભાગની બેંકો વરિષ્ઠ નાગરિકો માટે 0.25%થી 0.50%નાં ઊંચાં રિકરિંગ ડિપોઝિટના વ્યાજદરો ઓફર કરે છે.

જો હું મારા આર.ડી. હપ્તાઓ ન ચુકવું તો શું થાય છે ?

Answer

જો તમે હપ્તો ચૂકી જાઓ તો બેંક દંડ વસૂલી શકે છે. ઘણા હપ્તાઓ ચૂકી જવાથી ખાતું બંધ થઈ શકે છે. નિર્દિષ્ટ નીતિઓ માટે તમારી બેંકમાં તપાસ કરો.

શું આર.ડી. પર ચુકવવામાં આવતા વ્યાજ ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ થાય છે ?

Answer

હા, મોટા ભાગની બેંકો ત્રિમાસિક ધોરણે આર.ડી. વ્યાજની ગણતરી અને ચક્રવૃદ્ધિ માટેના વિકલ્પ માટે મંજૂરી આપે છે.

જો મારે ટી.ડી.એસ. ટાળવું હોય તો મારે કયું ફોર્મ સબમિટ કરવું જોઇએ ?

Answer

જો તમારી કુલ આવક વેરાપાત્ર મર્યાદાથી નીચી હોય તો તમે ફોર્મ 15જી (60 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓ માટે) અને ફોર્મ 15એચ (વરિષ્ઠ નાગરિકો માટે) સબમિટ કરી શકો છો.

શું મારે માસિક થાપણમાં વિલંબ થાય તો દંડ ચુકવવાનો રહેશે ?

Answer

હા, બેંકો સામાન્યપણે મોટી થાપણો માટે દંડ વસૂલે છે. દંડની રકમ બેંક પ્રમાણે અલગ અલગ હોય છે.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail