સ્ત્રીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
ઈન્શ્યોરન્સ પોલિસીના સ્વરૂપે ટર્મ ઈન્શ્યોરન્સ લઈ શકાય છે. આ પોલિસી અણધારી પરિસ્થિતિમાં આરક્ષિત વ્યક્તિની મૃત્યુ થાય તો પરિવારને મૃત્યુ લાભ આપે છે. આ મૃત્યુ લાભ નિયતત ગાળા માટે માન્ય હોય છે, જેને પોલિસી અવધિ કહેવામાં આવે છે. પોલિસીધારક અને આરક્ષિત વ્યક્તિના લિંગને ધ્યાનમાં લીધા વગર, ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન મોટેભાગે સમાન રીતે કામ કરે છે.
સ્ત્રીઓ માટેના ટર્મ પ્લાનનું મુખ્ય કેન્દ્ર લાઈફ કવરેજ હોય છે. જ્યારે તમે સ્ત્રીઓ માટે ટર્મ પ્લાન ખરીદો છો ત્યારે આરક્ષિત વ્યક્તિના હયાત વ્યક્તિ માટે ભાવિ અનિશ્ચિતતાઓ સામે નાણાંકીય સુરક્ષા મેળવો છો. આ પ્લાનની રચનાને ધ્યાનમાં લેતાં, અન્ય પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ કવરેજની તુલનામાં તે પ્રમાણમાં ઓછા ખર્ચે આવે છે.
ઉદાહરણ તરીકે, જો તમે સંબંધિત પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો, તો તમે જાણશો કે ₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી તે જ સમ એશ્યોર્ડ કરતાં કિંમતમાં અને યુલિપ જેવા પ્લાન કરતાં અવધિમાં ઓછી છે.
એ પણ ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે કે લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ભાગ્યે જ કોઈ અતિરિક્ત પાયાનો લાભ આપે છે અને રાઈડર જેવા વિકલ્પો દ્વારા તેને વધારી શકાય છે. વય, સમ એશ્યોર્ડ, ટર્મની અવધિ અને વધુ જેવી નિર્દિષ્ટતાઓને આધારે પ્રીમિયમનો અંદાજ મેળવવા માટે તમે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. તમારી સુવિધા અને ઉપલબ્ધ વિકલ્પોને આધારે તમે પ્લાનની ખરીદી ઓનલાઈન કે ઓફલાઈન કરી શકો છો. જો પોલિસીમાં આવરીત કોઈપણ ઘટના ભવિષ્યમાં થાય તો, તમારા નોમિની ક્લેઈમ શરૂ કરી શકે છે અને લાભ મેળવી શકે છે.
પ્રીમિયમ માટે બેંક ખાલી કર્યા વગર ઉચ્ચ સમ એશ્યોર્ડ શોધી રહ્યા છો? ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ મેળવવા માટે અહીં ક્લીક કરો અને તમારા પરિવારના ભવિષ્ય માટે તમારી ચિંતા ઓછી કરો, જે તમે તેમના ભવિષ્યના ઘડતર પર ધ્યાન આપી શકો.
સ્ત્રીઓએ શા માટે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ લેવું જોઈએ?
કોઈપણ વ્યક્તિ માટે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ નો પ્રાથમિક ઉદ્દેશ્ય ભવિષ્યમાં તેમના પ્રિયજનો માટે નાણાંકીય સુરક્ષાની ખાતરી હોઈ શકે છે. પ્રસ્તુત છે કેટલાંક કારણો કે શા માટે સ્ત્રીઓએ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે લાઈફ કવરેજ મેળવવું જોઈએ.
શા માટે તમામ વયસ્કોએ, ખાસ કરીને સ્ત્રીઓ ટર્મ પ્લાન લેવું જોઈએ તેનું સૌથી સરળ કારણ ભવિષ્ય માટે તેમની ચિંતાઓ ઓછી કરવા માટેનું છે. ઘણાં ટર્મ પ્લાન અકસ્માતી વિકલાંગતા લાભ અને પ્રીમિયમનું વેઈવર જેવા રાઈડર સાથએ કસ્ટમાઈઝ કરી શકાય છે. અનિશ્ચિતતાઓનો સામનો કરતી વખતે તે તમને સુરક્ષાનો અહેસાસ મેળવવામાં મદદ કરે છે.
આશ્રિતો માટે નાણાંકીય સુરક્ષા
જો તમારી પર બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન કે જીવનસાથી જેવા આશ્રિતો હોય તો, યોગ્ય સમ એશ્યોર્ડ સાથેના યોગ્ય ટર્મ પ્લાનની પસંદગી તમારી બિનહયાતીમાં ભવિષ્યમાં તેમના માટે નાણાંકીય સુરક્ષાનું ઘડતર કરવામાં મદદ કરી શકે છે. ટર્મ ઈન્શ્યોરન્સમાં મળતા લાભ દ્વારા તેઓ વધુ સ્વ-નિર્ભર બની શકે છે.
જો તમારી પર કોઈ પ્રકારનું દેવુ હોય તો, તમારા મૃત્યુ પર, તમારા ત્વરીત કુટુંબીને તે મળવાની સંભાવના છે. તમારા તેમને મળનાર સંપત્તિને અસર થયા વગર, તેમને આ બોજથી સુરક્ષિત રાખવા માટે, ટર્મ ઈન્શ્યોરન્સ ઉપયોગી થઈ શકે છે.
ભારતમાં જૂની પ્રણાલી અંતર્ગતના ટેક્સદાતાઓ માટે, તમારા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવાયેલ પ્રીમિયમ છૂટ આપી શકે છે. તે ઉપરાંત, જો લાભ તમારા નોમિનીએ ક્લેઈમ કરવાનો હોય તો, તેઓ પણ ટેક્સ લાભનો ક્લેઈમ કરી શકે છે.
દેશમાં સ્ત્રીઓ પસંદ કરી શકે તેવા તમામ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન માંથી સ્ત્રીઓ માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ તેના સરળ અભિગમ અને કિફાયતી માળખાને કારણે સૌથી આદર્શ વિકલ્પ તરીકે ઉભરે છે. તમે ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ જેવો ઉચ્ચ સમ એશ્યોર્ડ ઈચ્છતી કામકાજી મહિલા હો કે, કિફાયતી કવરેજ ઈચ્છુક હો, ટર્મ ઈન્શ્યોરન્સ તમારા માટે યોગ્ય પસંદ હોઈ શકે છે.
સ્ત્રીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ?
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ એક મહત્વપૂર્ણ વચન છે જે તમારા પરિવાર પર ગંભીર અસરો છોડવાની સંભાવના ધરાવે છે. પ્રસ્તુત છે કેટલાંક મુદ્દાઓ જે સ્ત્રીઓ પોતાના માટે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ.
અલબત્ત, તે જરૂરી નથી કે સંપૂર્ણપણે પ્રચલિત નથી, પરંતુ કેટલાંક ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન સ્ત્રીલક્ષી હોય છે, જેમાંથી તમે પસંદ કરી શકો છો. તમે નિયમિત ટર્મ પ્લાન પણ લઈ શકો છો જે બધા માટે ઉપલબ્ધ છે. કોઈપણ સ્થિતિમાં, તમારી જરૂરીયાત અને ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં લઈને પોલિસી પસંદ કરો.
કવરેજની અવધિ તે પ્રીમિયમને અસર કરતી હોવાના કારણે જ નહીં તે કવરેજ કેટલાં સમય સુધી ચાલુ રહેશે તે પણ નક્કી કરતી હોવાથી તે મહત્વપૂર્ણ પસંદગી છે. તમારા માટે જે યોગ્ય છે તેને આધાર અવધિ પસંદ કરો.
ટર્મ ઈન્શ્યોરન્સની સમ એશ્યોર્ડ માટે એક પ્રચલિત ધારણા એ છે કે તે તમારી વાર્ષિક આવક અને તમે પાછળ મૂકતા જાઓ તેવી કોઈપણ જવાબદારીના 10ગણાં મૂલ્યનું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જોવી ગણતરીથી તમારું તારણ નીકળે કે ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ તમારા માટે યોગ્ય છે તો, તે ખરેખર તમારા બજેટમાં બંધબેસે છે કે નહીં તે નક્કી કરવા માટે તમે ઓનલાઈન પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.
આ રેશિયો કે ગુણોત્તર આ પોલિસી વિશે તમારા નોમિની કે લાભાર્થીને થયેલા અનુભવને અસર કરતો એક નિર્ણય છે. ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો એક મૂલ્ય છે જે ક્લેઈમ સેટલ કરવામાં ઈન્શ્યોરર કેટલાં સફળ છે તેનો સૂચક માનવામાં આવે છે. ઉચ્ચ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયોવાળા ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરની પસંદગી યોગ્ય પસંદગી છે.
સ્ત્રીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સના પ્રકાર
સ્ત્રીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ તપાસતી વખતે, તમારી નિશ્ચિત જરૂરીયાતો અને નાણાંકીય લક્ષ્યાંકોની પૂર્તિ કરતાં પ્લાન ખરીદવા મહત્વપૂર્ણ છે.
તમારા માટે સૌથી યોગ્ય પ્લાન ખરીદવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનના આ પ્રકારો ધ્યાનમાં લો.
લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન
આ પ્લાન પોલિસીની અવધિ દરમ્યાન તમારી મૃત્યુ થાય તો, તમારા લાભાર્થીને સમ એશ્યોર્ડ આપે છે. ટર્મને અંતે કોઈપણ અતિરિક્ત લાભ વગર આવશ્યક નાણાંકીય સુરક્ષા આપતો આ એક સીધો વિકલ્પ છે.
ટર્મ ઈન્શ્યોરન્સ વિથ રીટર્ન ઑફ પ્રીમિયમ (ટીઆરઓપી)
ટીઆરઓપી સાથે, તમને ફક્ત કવરેજ નથી મળતું પરંતુ ખાતરી પણ મળે છે કે જો તમે પોલિસી અવધિ બાદ જીવિત હો તો ચૂકવેલ તમામ પ્રીમિયમ તમને પરત કરવામાં આવશે. આ પ્લાન સુરક્ષા અને બચત – એમ બંને ઘટકો ઈચ્છતી સ્ત્રીઓ માટે આદર્શ છે.
સંયુક્ત ટર્મ ઈન્શ્યોરન્સ કવર
પોતાના જીવનસાથી સાથે લાઈફ કવરેજ ઈચ્છતી સ્ત્રીઓ માટે, સંયુક્ત ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઉત્કૃષ્ટ વિકલ્પ છે. કોઈપણ એક સાથીદારની મૃત્યુના કિસ્સામાં, હયાત જીવનસાથીને સમ એશ્યોર્ડ મળે છે. આ પ્લાન ઘરની બંને વ્યક્તિ માટે વિસ્તૃત કવરેજ આપે છે.
વધતો ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન
આ પ્લાન ખાતરી કરે છે કે તમારું કવરેજ વાર્ષિક ધોરણે વધી રહ્યું છે, જે ફુગાવો અને વધતી નાણાંકીય જવાબદારીઓ સાથે કદમ મિલાવવામાં તમને મદદ કરે છે. ભવિષ્યમાં વધતી નાણાંકીય જવાબદારીઓની અપેક્ષા રાખતી સ્ત્રીઓ માટે આ કાબેલ પસંદગી છે.
ઘટતો ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન
જો તમે તમારી નાણાંકીય જવાબદારીઓ જેવી કે મોર્ગેજ ચૂકવણી વગેરે સમય સાથે ઘટવાની અપેક્ષા રાખતા હો તો, ઘટતો ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન યોગ્ય હોઈ શકે છે. આ પ્લાન નિશ્ચિત કવરેજની રકમ આપે છે જે, તમારી દૂર થતી જરૂરીયાતોને અનુરૂપ પૂર્વનિર્ધારીત દરે ઘટે છે.
સ્ત્રીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ દ્વારા કોણ આવરીત થવા જોઈએ?
પરિવારના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છતી લગભગ દરેક સ્ત્રી માટે ટર્મ ઈન્શ્યોરન્સ આવશ્યક છે. તેમના પરિવાર માટે સ્ત્રીઓનું યોગદાન હંમેશા આર્થિક ના પણ હોય, પરંતુ પ્રિયજનોના જીવનમાં તે નિશંકપણે સંગીન ભૂમિકા ભજવે છે.
આજના સમયમાં લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદતી સ્ત્રીઓની સંખ્યા નિશ્ચિતપણે નાનીસૂની નથી. આઈઆરડીએઆઈના વર્ષ 2022-23ના વાર્ષિક અહેવાલ અનુસાર, ભારતમાં 97.38 લાખ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી સ્ત્રીઓને ફાળવવામાં આવી હતી. આ હિસ્સો આ ક્ષેત્રમાં થયેલ કુલ વેચાણના લગભગ 34.2% છે, જે લગભગ 2.84 કરોડ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન હતા. આથી, લિંગને ધ્યાનમાં લીધા વગર દરેક વ્યક્તિ માટે લાઈફ કવરેજના મહત્વ વિશે હવે બહેતર જાગૃતતા છે.
સ્ત્રીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ લેવાનું કોણ વિચારવું જોઈએ તેના કેટલાંક ઉદાહરણો.
સ્વ-રોજગાર ધરાવતી સ્ત્રીઓ – તેમને અનિયમિત આવક સાથે કામ ચલાવવું પડે છે. નાણાંકીય સ્થિરતા અને કરજ અને ખર્ચને આવરી લઈને વેપારની સાતત્યતાની ખાતરી માટે તે ટર્મ ઈન્શ્યોરન્સને મહત્વપૂર્ણ બનાવે છે.
પગારદાર સ્ત્રીઓ – ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી સાથે પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરીને તેઓએ મહામારી કે નોકરીમાંથી બરતરફી જેવી અનિશ્ચિતતાઓ સામે સુરક્ષાકવચ લેવું જોઈએ.
ગૃહિણીઓ – પરિવાર માટે તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે, અને તેમના દ્વારા હાથ ધરાતી જવાબદારીઓ અને સેવાઓ માટે અતિરિક્ત ખર્ચને કારણે તેમની બિનહયાતી પરિવાર પર નાણાંકીય બોજ મૂકી શકે છે. ટર્મ ઈન્શ્યોરન્સ આ નાણાંકીય તણાવને ઓછો કરી શકે છે.
એકલી માતાઓ – ભાવનાત્મક અને નાણાંકીય આધાર આપવાની બેવડી જવાબદારી તે નિભાવે છે. માતાની મૃત્યુના કિસ્સામાં, આવશ્યક નાણાંકીય સહાય આપીને, આશ્રિતોના ભવિષ્યની સુરક્ષા નિશ્ચિત કરવામાં ટર્મ ઈન્શ્યોરન્સ મહત્વપૂર્ણ છે.
તમને ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પોસાઈ શકશે કે નહીં તે વિશે ચિંતિત છો? અમારું ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર તપાસો અને તમને જરૂરી કવરેજ માટે આવશ્યક પ્રીમિયમની રકમ માટે સમજૂતી મેળવો.
સ્ત્રીઓ અને પુરુષો માટે ટર્મ ઈન્શ્યોરન્સ વચ્ચે તફાવત
પુરુષો માટે ખરીદવામાં આવતી ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓ સ્ત્રીઓ માટે પણ ખરીદી શકાય છે. મૂળભૂત રીતે, આરક્ષિત વ્યક્તિના લિંગના આધારે પોલિસીની વિશિષ્ટતાઓમાં કોઈ તફાવત નથી. તેમ છતાં, પોલિસીની વિગતો, જેવી કે પ્રીમિયમની રકમ, સ્ત્રીઓ માટે બદલાઈ શકે છે. સામાન્ય રીતે પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું આયુષ્ય લાંબુ માનવામાં આવે છે, જે સંભવત તેમના માટે ઓછા પ્રીમિયમ દર તરફ દોરી શાય છે. જો તમે પ્રીમિયમના દર સરખાવવા ઈચ્છતા હો તો, ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર સાથે અંદાજ મેળવવું યોગ્ય છે.
આ ઉપરાંત, વધુ નિયત પરિસ્થિતિઓ જે ફક્ત સ્ત્રીઓ માટે જ છે જેમકે પ્રસૂતિમાં સમસ્યા, પોલિસીમાં કવર થઈ શકે છે, ખાસ કરીને જો રાઈડર સમાવવામાં આવ્યા હોય. તે પોલિસી પ્રમાણે બદલાઈ શકે છે, આથી તમારા ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર સાથે તપાસ કરવું હિતાવહ છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યૂ)
સ્ત્રીઓ કઈ વયમાં ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવો જોઈએ?
સ્ત્રીઓ 18 વર્ષ જેટલી વયમાં પણ ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદી શકે છે, જો તેઓ પાત્રતા માપદંડની પૂર્તિ કરતા હોય અને જો તે તેમના નાણાંકીય આયોજનમાં બંધ બેસતા હોય. ટર્મ ઈન્શ્યોરન્સ જીવનમાં વહેલાં ખરીદવા હિતાવહ છે કેમ કે તેનાથી નીચા પ્રીમિયમ દર મળવામાં મદદ મળે છે.
સ્ત્રીઓને કેટલાં ટર્મ ઈન્શ્યોરન્સ કવરેજની જરૂર છે?
તમારી વિશિષ્ટ પરિસ્થિતિને આધારે તમને જરૂરી સમ એશ્યોર્ડ બદલાઈ શકે છે. યોગ્ય સમ એશ્યોર્ડ ગણવાની સામાન્ય પદ્ધતિ છે {(તમારી વાર્ષિક આવક x 10) + જવાબદારીઓ}. તમે આ અંદાજ મેળવવા માટે હ્યુમન લાઈફ વેલ્યૂ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો અથવા નાણાંકીય નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.
શું સ્ત્રીઓ માટેના ટર્મ ઈન્શ્યોરન્સ દરેક પ્રકારના કેન્સરને આવરે છે?
ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન હેલ્થ ઈન્શ્યોરન્સને બદલે લાઈફ કવરેજને આધારે ઘડવામાં આવ્યા છે. કેન્સરના કારણે આરક્ષિત વ્યક્તિની મૃત્યુ આ પ્લાન અંતર્ગત આવરીત હોઈ શકે છે. જો ક્રિટીકલ ઈલનેસ રાઈડર ઉમેરવામાં આવ્યું હોય તો, રાઈડર અંતર્ગત આવરવામાં આવેલ સંગીન બિમારીઓની યાદી તપાસો.
શું મારે મારી પત્ની માટે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવો જોઈએ?
તમારી પત્ની, પરિવારની કમાતી વ્યક્તિ હોય કે ન હોય, પરંતુ તે તમારા જીવનમાં તેમ જ તમારા પરિવારજનોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા પરિવારની સારી સંભાળ લેવાઈ રહી છે તેની તેણીને ખાતરી આપવા માટે તમારા માટે તેણીના માટે લાઈફ કવરેજ લેવું યોગ્ય છે.
ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર સ્ત્રીઓ કેવી રીતે પૈસા બચાવી શકે છે?
ઓછા પ્રીમિયમ સુનિશ્ચિત કરવાનો એ સૌથી સરળ ઉપાય છે જીવનના પ્રારંભિક વર્ષોમાં પોલિસીની ખરીદી. આ ઉપરાંત, તંદુરસ્ત જીવનશૈલી પણ તમને નીચા પ્રીમિયમ મેળવવામાં મદદ કરે છે.