ઈન્ડિયાફર્સ્ટ લાઈફમાં, અજોડ ગ્રાહક અનુભવ પૂરો પાડવાની અમારી કટિબદ્ધતા, આવિષ્કારી ટેકનોલોજીમાં અમારા વ્યૂહાત્મક રોકાણમાં પ્રકટ થાય છે. અમારા તમામ કાર્યોમાં ડિજીટલ પ્રગતિને ખામીરહિત સંકલિત કરીને, ગ્રાહકો અને ડિસ્ટ્રીબ્યૂટર્સને સરળ અને કાર્યક્ષમ સફર પર લઈ જવાની ખાતરી કરી છે.
1. ગ્રાહક એક્વીઝીશન અને અનુભવ માટે ડિજીટલ વૃદ્ધિ(એન્હાન્સમેન્ટ)
તેના કામ પ્રમાણે “સિમ્પ્લીફાય” તરીકે ઓળખાતી અમારી સમર્પિત કસ્ટમર એક્વીઝીશન સિસ્ટમનો અમને ગર્વ છે. તાજેતરના વર્ષોમાં, 92.94% થી 99.13% એપ્લિકેશન્સ ટેબ્લેટ દ્વારા ખામીરહિત પ્રોસેસ થાય છે. આ આવિષ્કારી સિસ્ટમ અમારા માનવંતા ગ્રાહકોને સરળ અને કાર્યક્ષમ ઓનબોર્ડિંગ અનુભવ આપવાની ખાતરી આપે છે.
2. સિમ્પ્લીફાયઃ એક સમર્પિત કસ્ટમર એક્વીઝીશન સિસ્ટમ
અમારી આવિષ્કારી સિસ્ટમ, “સિમ્પ્લીફાય” કસ્ટમર એક્વીઝીશનની આખી પ્રક્રિયાનેએ એકસૂત્રે બાંધવા માટે તૈયાર કરવામાં આવી છે. આ સમર્પિત પ્લેટફોર્મ અમારા ગ્રાહકો માટે યુઝર-ફ્રેન્ડલી અનુભવ પૂરો પાડવા માટે એક સીમાસ્તંભ રૂપ બની ગઈ છે.
3. અન્ડરરાઈટીંગ પ્રક્રિયાનું ઑટોમેશન
ડિજીટલાઈઝેશનની લહેરને ઉમળકાથી સ્વીકારીને, અમે અમારી અન્ડરરાઈટીંગ પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઑટોમેટ કરી છે. જૂન 30, 2022ના રોજ પૂરા થતાં 3 મહિનામાં, 64.75% કેસમાં નિર્ણયો ઑટો-અન્ડરરાઈટીંગ દ્વારા આપવામાં આવ્યા છે.
4. અમારી વેબસાઈટ પર ખામીરહિત ડિજીટલ અનુભવ
અમારી વપરાશકર્તા-કેન્દ્રિત વેબસાઈટ વન-સ્ટૉપ ડેસ્ટીનેશન છે. તે ગ્રાહકો માટે સરળ અભિગમન આપે છે. સઘન ઉત્પાદન જાણકારીથી લઈને યોજનાના બ્રોશર, પ્રીમિયમ કેલ્ક્યૂલેટર્સ, ઓનલાઈન ખરીદી પ્રક્રિયા અને શાખા લોકેટર્સ સુધી, અમે એવું ડિજીટલ વિશ્વ ખડું કર્યું છે કે અમારા ગ્રાહકોની દરેક જરૂરીયાતની પૂર્તિ કરે છે.
5. કેન્દ્રિત કોમ્યુનિકેશન(સંવાદ) માટે ડેટા એનાલિટીક્સ
ડેટા એનાલિટીક્સની શક્તિનો ઉપયોગ કરીને, દરેક કોમ્યુનિકેશન (સંવાદ) યોગ્ય ગ્રાહકો સુધી પહોંચે છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમે કોમ્યુનિકેશનને અંગત બનાવીએ છીએ. આ પ્રોએક્ટીવ અભિગમ અમને અમારી સંકલનકારી વ્યૂહરચનાઓને જરૂરીયાત મુજબ તૈયાર કરવામાં અને ગ્રાહકોને યોગ્ય સમયે તેમને જરૂરી જાણકારી પૂરી પાડવામાં મદદ કરે છે.
6. ત્વરીત ફાળવણી અને હોશિયાર ચકાસણી
કાર્યક્ષમતા પરત્વેની અમારી કટિબદ્ધતા અમારી ત્વરીત ફાળવણી અને ‘સ્માર્ટ સ્ક્રૂટિની(હોશિયાર ચકાસણી)’ પ્રક્રિયાઓમાં ઝળકે છે. ટેકનોલોજીના ઉપયોગથી, અમે ઝડપી અને વધુ ખામીરહિત કસ્ટમર ઓનબોર્ડિંગ હાંસલ કર્યું છે. જેના પરિણામે ખરીદીના અનુભવમાં વધારો થયો છે.