₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
નોમિનીને મૃત્યુ લાભ તરીકે ₹2 કરોડનું પેઆઉટ આપતી ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીના ઉલ્લેખનો આ સીધો રસ્તો છે. આ પેઆઉટ પોલિસીની શરતોને અને ક્લેઈમની પરિસ્થિતિને આધીન છે.
ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન્સ પ્રમાણમાં ઓછા ખર્ચે તેમાં મળતા ઉચ્ચ કવરેજ માટે સારા પ્રમાણમાં જાણીતા છે. આ પ્લાન્સ વિશે યાદ રાખવા જેવી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે પ્લાનની સૌથી પાયાની આવૃત્તિ મૃત્યુ લાભ આપે છે. સિવાય કે તમે કસ્ટમાઈઝેશન માટે પસંદ કર્યું હોય, લેવલ ટર્મ પ્લાન્સ સાથે કોઈ મેચ્યોરિટી લાભ અથવા અન્ય કોઈ અતિરિક્ત ક્લેઈમ ઉપલબ્ધ નથી. જો તમે તેમ કરો તો, તે તમારી પ્રીમિયમ રકમમાં દેખાશે.
₹કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે ખરીદવો જોઈએ?
₹2 કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન આરક્ષિત વ્યક્તિના અકાળ મૃત્યુની સ્થિતિમાં તમારા પરિવારને નોંધપાત્ર નાણાંકીય સુરક્ષા આપે છે.
તમારો પરિવાર તેમની જીવનશૈલી જાળવી શકે છે, દૈનિક ખર્ચા પૂરા કરી શકે છે અને નાણાંકીય તણાવ વગર શિક્ષણ અને લગ્ન જેવા ભવિષ્યના લક્ષ્યાંકો પૂરા કરી શકે છે તેની તે ખાતરી કરે છે.
આ પ્રકારનું કવર ઉચ્ચ જોખમવાળી પરંતુ ઉંચા પગારની નોકરીઓ, અથવા ખર્ચાળ જીવનશૈલી જેવી પરિસ્થિતિઓમાં ખાસ કરીને લાભદાયી છે. તેને ધ્યાનમાં લેતાં ₹2 કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ સમ એશ્યોર્ડની પસંદગી એક સારો નાણાંકીય નિર્ણય બને છે
₹2 કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે કામ કરે છે?
₹2 કરોડનો ટર્મ પ્લાન સંપૂર્ણ સુરક્ષાના સિદ્ધાંત પર કામ કરે છેઃ
- પોલિસીધારકનું પ્રીમિયમઃ તમે ઈન્શ્યોરન્સ કંપનીને નિયમિત રૂપે પ્રીમિયમ ચૂકવો છો
- કવરેજ ગાળોઃ પોલિસી ટર્મ તરીકે ઓળખાતા નિર્ધારીત સમય માટે કવરેજ આપે છે.
- મૃત્યુ લાભઃ જો આરક્ષિત વ્યક્તિ ટર્મ દરમ્યાન મૃત્યુ પામે તો, નોમિનીને ₹2 કરોડનો મૃત્યુ લાભ મળે છે.
- મેચ્યોરિટી લાભ નહીઃ અન્ય લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત, ટર્મ પ્લાન આરક્ષિત વ્યક્તિ ટર્મ સમાપ્તિ સુધી જીવિત હોય તો કોઈ મેચ્યોરિટી લાભ આપતા નથી
₹2 કરોડના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનના શું ફાયદા છે?
- કિફાયતી પ્રીમિયમઃ અન્ય ઈન્શ્યોરન્સ ઉત્પાદનોની તુલનામાં ટર્મ પ્લાન કિફાયતી હોય છે.
- ઉચ્ચ કવરેજઃ પ્રમાણમાં ઓછા પ્રીમિયમે તે નોંધપાત્ર કવરેજ આપે છે.
- નાણાંકીય સુરક્ષાઃ તમારી બિનહયાતીમાં તમારા પરિવાર માટે નાણાંકીય સ્થિરતા આપે છે.
યોગ્ય ₹2 કરોડના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની પસંદગી કેવી રીતે કરવી?
₹2 કરોડના સમ એશ્યોર્ડ સાથેના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની પસંદગી ઘણાં બધા પરિબળો પર વિચાર માંગી લે છે. યોગ્ય પોલિસીની પસંદગીની વાત હોય તો નીચેના સૂચનો તમારા માર્ગદર્શક તરીકે કામ કરી શકે છેઃ
- 1.તમારી જરૂરીયાતોનું મૂલ્યાંકન કરોઃ તમારા પરિવારની નાણાંકીય જરૂરીયાતો, જવાબદારીઓ અને ભવિષ્યના લક્ષ્યાંકોનું મૂલ્યાંકન કરો.
-
- 2.પ્લાન વચ્ચે તુલના કરોઃ પ્રીમિયમ, લાક્ષણિકતાઓ અને ફાયદાઓને આધારે વિવિધ ટર્મ પ્લાન્સ સરખાવવા માટે ઓનલાઈન તુલના કરતાં ટૂલ્સનો ઉપયોગ કરો.
-
- 3.ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો તપાસોઃ તમારા પરિવારનો ક્લેઈમ ત્વરીત પાસ થાય છે તેની ખાતરી કરવા માટે ઉંચો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો ધરાવતો ઈન્શ્યોરર પસંદ કરો.
-
- 4.રાઈડર્સ અને એડ ઑન્સઃ તમારી પોલિસીને બહેતર બનાવવા માટે ક્રિટીકલ ઈલનેસ કવર, એક્સિડેન્ટલ ડેથ બેનીફિટ અથવા પ્રીમિયમના વેઈવર જેવા અતિરિક્ત રાઈડર્સ વિચારો.
-
- 5.પોલિસી અવધિઃ તમારા નાણાંકીય લક્ષ્યાંકો અને જવાબદારીઓને અનુરૂપ હોય તેવી પોલસી અવધિ પસંદ કરો.
-
-
- 6.પ્રીમિયમ ચૂકવણી વિકલ્પોઃ તમારા નાણાંકીય આયોજનને અનુરૂપ અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો તપાસો.
-
તમારા ₹2 કરોડના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન માટે પ્રીમિયમની રકમની ગણતરી કરવા ઈચ્છો છો? ઓનલાઈન કેલ્ક્યૂલેટર સાથે તે અહીં જ કરો!
શું ₹2 કરોડના ટર્મ ઈન્શ્યોરન્સના પે આઉટ પર ટેક્સ લાગશે?
ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 10(10ડી) અંતર્ગત ₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન અંતર્ગત પેઆઉટ સામાન્ય રીતે ટેક્સથી મુક્ત હોય છે. એનો અર્થ એ છે કે મૃત્યુ લાભ ઈન્કમ ટેક્સને આધીન નથી. તેમ છતાં, આ બાકાતી માટે પાત્રતા મેળવવા માટે ચૂકવેલા પ્રીમિયમ સમ એશ્યોર્ડના 10% વધુ ન હોય તેની ખાતરી કરવી જરૂરી છે.
શા માટે ₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પાસેથી ખરીદવો જોઈએ
₹2 કરોડ ઈન્શ્યોરન્સ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફની પસંદગી સાથે ઘણાં ફાયદા જોડાયેલા છેઃ
- સઘન કવરેજઃ તમારા પરિવારના ભવિષ્યને આરક્ષિત કરવા માટે સઘન કવરેજ આપે છે.
- સ્પર્ધાત્મક દરે પ્રીમિયમઃ ઉચ્ચ મૂલ્યના કવરેજ માટે કિફાયતી પ્રીમિયમ દર આપે છે.
- અતિરિક્ત રાઈડર્સઃ તમારી પોલિસીને કસ્ટમાઈઝ કરવા માટે વિવિધ રાઈડર્સની ઉપલબ્ધતા.
- ઉંચો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયોઃ ઉંચા ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો સાથે અડચણમુક્ત ક્લેઈમ કાર્યવાહીની ખાતરી આપે છે.
- અનુકૂળ ચૂકવણી વિકલ્પોઃ તમારા નાણાંકીય પ્લાનને અનુકૂળ અનેક પ્રીમિયમ વિકલ્પો.
- ગ્રાહક સહાયઃ પોલિસીના પ્રબંધન અને ક્લેઈમ સેટલમેન્ટ માટે સબળ ગ્રાહક સહાય
વારંવાર પૂછાતા પ્રશ્નો
₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટેના પાત્રતા માપદંડ શું છે?
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે, તમે જે સમ એશ્યોર્ડ આરક્ષિત કરવા ઈચ્છતા હોય તેને ધ્યાનમાં લીધા વગર, તમારી વય કમ સે કમ 18 વર્ષ હોવી જરૂરી છે. તમે પ્લાન લઈ શકશો કે નહીં તેની ખાતરી કરવા માટે તમારે જે ટર્મ પોલિસી લેવી હોય તેનો પાત્રતા માપદંડ તપાસો.
અલબત્ત અંતિમ મંજૂરી અન્ડરરાઈટિંગ ટીમની હોય છે પરંતુ, રેગ્યુલર ટર્મ પ્લાન માટે પાત્રતા ધરાવનાર દરેક વ્યક્તિ ₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે અરજી કરી શકે છે.
મને કેવી રીતે ખબર પડશે કે ₹2 કરોડ સમ એશ્યોર્ડ મારા માટે પર્યાપ્ત છે?
લાઈફ ઈન્શ્યોરન્સ માટે આદર્શ સમ એશ્યોર્ડ એવું મૂલ્ય છે જેમાં તમારા વાર્ષિક આવકના 10ગણા વત્તા તમારી તમામ જવાબદારીઓ સામેલ હોય. ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરના ઉપયોગથી તમે મેન્યુઅલી પણ આ ગણતરી કરી શકો છો, અથવા નિષ્ણાતને તમારા માટે કરવા કહી શકો છો.
₹2 કરોડનું કવરેજ આપતા પ્લાન માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેટલું છે?
₹2 કરોડના ટર્મ ઈન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ વય, અને આરક્ષિત વ્યક્તિના લિંગ તેમ જ સમ એશ્યોર્ડ જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે. તમે ક્યાં તો ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો અથવા તેમા તમારી સહાય માટે ઈન્શ્યોરરના પ્રતિનિધિની સલાહ લઈ શકો છો.
જો લાઈફ એશ્યોર્ડ પોલિસીની અવધિ બાદ જીવિત હોય તો શું થશે?
જો તમે લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી પસંદ કરી હોય અને પોલિસીની અવધિ બાદ જીવિત રહો તો, ટર્મ ઈન્શ્યોરન્સના કોઈ મેચ્યોરિટી લાભ ક્લેઈમ કરવાના રહેતા નથી. જો કે, જો તમારા પ્લાનમાં રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ હોય તો, પ્લાનની મેચ્યોરિટી બાદ તમે પ્રીમિયમ પરત મેળવવાનું ક્લેઈમ કરી શકો છો.
₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે કયા રાઈડર ઉપલબ્ધ છે?
રાઈડરની ઉપલબ્ધતા પસંદ કરેલ પ્લાન પર આધારીત છે. તમારી પસંદગીના પ્લાનમાં કયા રાઈડર્સ ઉમેરી શકાય છે તે તમે તપાસી શકો છો.