પ્રવેશ સમયે વય(છેલ્લા જન્મદિવસે)
- Answer
-
- લઘુતમઃ 18 વર્ષ
- મહત્તમઃ 65 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
પોલિસી અવધિને સમાન
પોલિસીની શરૂઆતમાં વન-ટાઈમ ચૂકવણી
• લઘુતમઃ 5 વર્ષ
• મહત્તમઃ 40 વર્ષ
વાર્ષિક, અર્ધવાર્ષિક, માસિક, સિંગલ
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ જીવન વીમા પ્લાન નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, વ્યક્તિગત પૂર્ણ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી આકસ્મિક ઘટનાઓમાં તમારા પરિવારની નાણાંકીય સુખાકારીને આરક્ષિત કરે છે. જીવન સરલ બીમા અંતર્ગત આરક્ષિત એવા તમને કંઈ થાય તો, તમારા પ્રિયજનોને ઉચ્ચક લાભ મળશે, જે તેમને જરૂરી એવો નાણાંકીય આધાર પૂરો પાડશે.
અકસ્માત દ્વારા મૃત્યુ સિવાય રિસ્ક શરૂ થવાની તારીખથી 45 દિવસનો વેઇટિંગ ગાળો હોય છે. વેઇટિંગ ગાળા દરમ્યાન અકસ્માત દ્વારા આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, દર્શાવ્યા અનુસાર મૃત્યુ લાભ ચૂકવવામાં આવશે.
અકસ્માત સિવાય અન્ય કારણોસર આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, જો કોઈ ટેક્સ હોય તો તેને બાદ કરતાં તમામ પ્રીમિયમના 100% જેટલી રકમ, મૃત્યુ લાભ તરીકે ચૂકવવામાં આવશે અને પોલિસી સમાપ્ત થશે.
i) વેઇટિંગ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, જો પોલિસી અસરમાં હોય તો, ઉચ્ચક તરીકે ચૂકવવાપાત્ર મૃત્યુ લાભની રકમ છેઃ
(1) અકસ્માત દ્વારા મૃત્યુના કિસ્સામાં, રેગ્યુલર પ્રીમિયમ અથવા મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી પોલિસી માટે, મૃત્યુ પર સમ એશ્યોર્ડને સમકક્ષ, નીચેનામાંથી જે પણ વધુ હોય તેઃ
(એ) એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 10ગણા, અથવા
(બી) મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ તમામ પ્રીમિયમના 105%, અથવા
(સી) મૃત્યુ પર ચૂકવવાપાત્ર નિશ્ચિત સંપૂર્ણ રકમ જે પોલિસીધારક દ્વારા પોલિસીની શરૂઆતમાં પસંદ કરવામાં આવી હોય
(2) અકસ્માત દ્વારા મૃત્યુના કિસ્સામાં, સિંગલ પ્રીમિયમ પોલિસી માટે, મૃત્યુ પર સમ એશ્યોર્ડ તરીકે નીચેનામાંથી જે પણ વધારે હોય તેઃ
(એ) સિંગલ પ્રીમિયમના 125%, અથવા
(બી) મૃત્યુ પર ચૂકવવાપાત્ર નિશ્ચિત સંપૂર્ણ રકમ જે પોલિસીધારક દ્વારા પોલિસીની શરૂઆતમાં જ નક્કી કરવામાં આવી હોય
(3) અકસ્માત સિવાય અન્ય કારણોસર મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ લાભ ટેક્સને બાદ કરતાં, ચૂકવેલ તમામ પ્રીમિયમના 100% જેટલો છે
(ii) વેઈટિંગ ગાળાની સમાપ્તિ બાદ પરંતુ મેચ્યોરિટીની નિયત તારીખ પહેલાં, જો પોલિસી અસરમાં હોય ત્યારે, આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર ઉચ્ચક તરીકે ચૂકવવાપાત્ર મૃત્યુ લાભની રકમ છેઃ
(1) રેગ્યુલર પ્રીમિયમ અથવા મર્યાદિત પ્રીમિયમ પોલિસી માટે, “મૃત્યુ પર સમ એશ્યોર્ડ” નીચેનામાંથી જે પણ વધારે હોય તેઃ
(એ) એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 10ગણા; અથવા
(બી) મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ તમામ પ્રીમિયમના 105%; અથવા
(સી) મૃત્યુ પર ચૂકવવાપાત્ર નિશ્ચિત સંપૂર્ણ કમ જે પોલિસીધારક દ્વારા પોલિસીની શરૂઆતમાં પસંદ કરવામાં આવી હોય
(2) સિંગલ પ્રીમિયમ પોલિસી માટે, “મૃત્યુ પર સમ એશ્યોર્ડ” નીચેનામાંથી જે વધારે હોય તેઃ
(એ) સિંગલ પ્રીમિયમના 125% અથવા
(બી) પોલિસીના શરૂઆતમાં પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ મૃત્યુ પર ચૂકવવાપાત્ર નિશ્ચિત સંપૂર્ણ રકમ. અન્ડરરાઇટિંગ નિર્ણય અને રાઈડર પ્રીમિયમ(પ્રીમિયમો) જો કોઈ હોય તો, તેને કારણે પોલિસી અંતર્ગત કોઈપણ અતિરિક્ત ચાર્જને પાત્ર રકંમમાં કોઈ પ્રીમિયમ ગણવામાં આવશે નહીં.
મૃત્યુ પર ચૂકવવાપાત્ર નિશ્ચિત સંપૂર્ણ રકમ બેઝિક સમ એશ્યોર્ડને સમકક્ષ રહેશે.
ના, આ પોલિસીમાં લોનની મંજૂરી નથી.
રેગ્યુલર/મર્યાદિત પ્રીમિયમ પોલિસી અંતર્ગત પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી 5 વર્ષ સુધી અથવા પોલિસી અવધિની સમાપ્તિ પહેલાં જે પણ પહેલાં હોય તે.
બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસીને આધીન જરૂર હોય તો, આરોગ્યના સંતોષકારક પુરાવા રજૂ કરવાને આધીન પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી પાંચ વર્ષની અંદર અથવા પોલિસી અવધિની સમાપ્તિ પહેલાં જે પણ પહેલાં હોય તે દરમ્યાન કોઈપણ વ્યાજ ચૂકવ્યા વગર તમામ એરીયર પ્રીમિયમ ચૂકવીને તમે પોલિસી રીવાઈવ કરી શકો છો.
બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસી અનુસાર રીવાઈલ માટેની આવી વિનંતીઓ નકારવાનો હક હંમેશા ઈન્શ્યોરન્સ કંપની પાસે રહેશે. અન્ડરરાઈટિંગ/મેડિકલનો ખર્ચ, જો કોઈ હોય તો, તે તમારા દ્વારા ભોગવવાનો રહેશે.
નોંધઃ રીવાઈવલ વ્યાજ દરની ગણતરીના આધારમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈ દ્વારા પૂર્વ મંજૂરીને આધીન રહેશે. પોલિસીના રીવાઈવર પર વેઈટિંગ ગાળો લાગૂપાત્ર રહેશે નહીં. પોલિસીના રીવાઈવલ પર વેઈટિંગ ગાળો લાગૂપાત્ર નથી.
હા, ફ્રી-લુક ગાળા અંતર્ગત તમે તમારી પોલિસી પરત કરી શકો છો;
પોલિસી દસ્તાવેજ મળ્યાની તારીખથી 15 દિવસના સમયમાં(ઈલેક્ટ્રોનિક પોલિસી અને ડિસ્ટન્સ માધ્યમથી મેળવેલ પોલિસીના કિસ્સામાં 30 દિવસ) તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરવા માટે ફ્રી લુક ગાળો હોય છે અને જ્યાં તમે(પોલિસીધારક) તેમાંના કોઈપણ નિયમ અથવા શરત સાથે અસહમત હો તો, તમારી પાસે, આ અસહમતિનું કારણ જણાવીને કંપનીને પોલિસી કેન્સલ કરવા માટે પરત મોકલવાનો વિકલ્પ છે. કવરના સમયગાળાને સમપ્રમાણ રિસ્ક પ્રીમિયમના કપાત અને પ્રસ્તાવકના તબીબી પરિક્ષણ માટે કંપનીને ભોગવવા પડેલ ખર્ચ અને સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જને બાદ કર્યા બાદ ચૂકવેલ પ્રીમિયમ તમને મળવાપાત્ર છે.
કંપનીને પોલિસીના ફ્રી-લુક કેન્સલેશન માટે મળેલ વિનંતીને પ્રોસેસ કરવામાં આવશે, અને ઉપર જણાવ્યા અનુસાર વિનંતી મળ્યાની તારીખથી 15 દિવસમાં પ્રીમિયમ પરત કરવામાં આવશે.
આ રકમની ચૂકવણી બાદ પોલિસી રદ ગણાશે અને આ પોલિસી અંતર્ગત તમામ હક, લાભ અને હિત સમાપ્ત થશે. ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ (i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.
હા, તમારી પાસે પોલિસી કેન્સલ કરવાની અનુકૂળતા છે. પોલિસી કેન્સલ કરવા પર નીચેના લાભ ચૂકવવાપાત્ર રહેશેઃ
રેગ્યુલર પ્રીમિયમ | પોલિસી કેન્સલેશન મૂલ્ય ચૂકવવાપાત્ર નથી |
---|---|
મર્યાદિત પ્રીમિયમ | લિમિટેડ પ્રીમિયમ પોલિસી અંતર્ગત અને મેચ્યોરિટીની નિયત તારીખ પહેલાં અથવા પોલિસી રીવાઈવ ન કરવામાં આવી હોય તો રીવાઈવલ ગાળાના અંતે, જો સતત બે વર્ષનું સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોય તો પોલિસી કેન્સલેશન મૂલ્ય ધારણ કરે છે. તેને નીચે પ્રમાણે ગણવામાં આવે છે 70% X ચૂકવેલ કુલ પ્રીમિયમ** X (સમાપ્ત ન થયેલ અવધિ)/(મૂળભૂત પોલિસી અવધિ) |
સિંગલ પ્રીમિયમ | સિંગલ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોય તે પછી(જો કોઈ અતિરિક્ત પ્રીમિયમ હોય તો તે સહિત) અને મેચ્યોરિટીની નિયત તારીખ પહેલાં સિંગલ પ્રીમિયમ પોલિસી માટે પોલિસી તરત જ કેન્સલેશન મૂલ્ય ધારણ કરે છે. તેને નીચે મુજબ ગણવામાં આવે છે. 70% Xચૂકવેલ સિંગલ પ્રીમિયમ X (સમાપ્ત ન થયેલ અવધિ)/ (વાસ્તવિક પોલિસી અવધિ) |
**પોલિસી કેન્સલેશન મૂલ્યની ગણતરી માટે ચૂકવેલ કુલ પ્રીમિયમમાં કોઈ અતિરિક્ત પ્રીમિયમ હોય તેનો સમાવેશ થવો જોઈએ.
સિંગલ પ્રીમિયમમાં જો કોઈ અતિરિક્ત પ્રીમિયમ હોય તો તે સામેલ છે
આ સંપૂર્ણ સુરક્ષા પોલિસી હોવાથી આમાં કોઈ મેચ્યોરિટી લાભ લાગૂપાત્ર નથી.
પ્રવર્તમાન ઈન્કમટેક્સ# કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ# લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. આ પોલિસી ખરીદતાં પહેલાં તમારા ટેક્સ#સલાહકાર સાથે ચર્ચા કરો.
રેગ્યૂલર પ્રીમિયમ અને મર્યાદિત પ્રીમિયમ પોલિસીના કિસ્સામાં, આ પોલિસીના સંદર્ભમાં પ્રથમ બે સંપૂર્ણ વર્ષોનું પ્રીમિયમ ચૂકવવામાં ન આવ્યું હોય અને ત્યારબાદનું પણ પ્રીમિયમ સંપૂર્ણ રીતે ચૂકવવામાં ન આવ્યું હોય તો, પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી ગ્રેસ ગાળાની સમાપ્તિ બાદ તમામ લાભ સમાપ્ત થશે અને કોઈપણ ચૂકવવાપાત્ર રહેશે નહીં અને તે તારીખ સુધી ચૂકવેલ પ્રીમિયમ જે પણ હોય તે, પણ રિફંડ કરવાને પાત્ર રહેશે નહીં. સળંગ બે વર્ષના પૂરા પ્રીમિયમની ચૂકવણી બાદ, કલમ 12માં દર્શાવ્યા અનુસાર પોલિસી કેન્સલેશન મૂલ્ય ચૂકવવાપાત્ર રહેશે.
ફક્ત રેગ્યૂલર અને મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી પોલિસીઓ માટે જ અમારા દ્વારા ગ્રેસ ગાળો આપવામાં આવે છે. જ્યાં ચૂકવણીનું માધ્યમ વાર્ષિક અથવા અર્ધવાર્ષિક હોય ત્યાં 30 દિવસનો અને માસિક હોય તો 15 દિવસનો ગ્રેસ ગાળો પ્રત્યેક રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માટે માન્ય કરવામાં આવે છે. જો ગ્રેસ ગાળાની સમાપ્તિ પહેલાં પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો, પોલિસી રદ થાય છે.
ગ્રેસ ગાળાની અંદર, ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી પહેલાં જો આરક્ષિત વ્યક્તિની મૃત્યુ થાય તો, પોલિસી તો પણ માન્ય ગણાશે કથિત ન ચૂકવેલ પ્રીમિયમ અને મૃત્યુની તારીખથી અને ત્યાર પછીની પોલિસીની વર્ષગાંઠ પહેલાં બેલેન્સ પ્રીમિયમ, જો કોઈ હોય તો, તેની કપાત બાદ લાભ ચૂકવવામાં આવશે,
આ ગ્રેસ ગાળા દરમ્યાન તમામ પોલિસી લાભ ચાલુ રહેશે અને પોલિસી અસરમાં ગણાશે.
એ) રેગ્યુલર/મર્યાદિત ચૂકવણી પોલિસીઓઃ
જીવન સરલ બીમા અંતર્ગત જો આરક્ષિત વ્યક્તિ દ્વારા રિસ્ક અથવા રીવાઈવલ તારીખ શરૂ થવા પહેલાં, પોલિસી અસરમાં હોય ત્યારે, આત્મહત્યા કરવામાં આવે તો, પોલિસી શૂન્ય થઈ જશે. આવા કિસ્સાઓમાં, મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ પ્રીમિયમના 80% (અન્ડરરાઇટિંગ નિર્ણયો, ટેક્સ અને રાઈડર પ્રીમિયમ જો કોઈ હોય તો તેને કારણે અતિરિક્ત ચાર્જને બાદ કરતાં) રિફંડ કર્યા સિવાય કંપની દ્વારા અન્ય કોઈ ક્લેઈમ પર કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કલમ રદ પોલિસીઓને લાગૂ પડતી નથી, કેમ કે તેમના માટે કોઈ ચૂકવણી કરવામાં આવી નથી.
બી) સિંગલ પ્રીમિયમ પોલિસીઓ માટેઃ
આ જીવન બીમા પોલિસી શૂન્ય થઈ જાય છે જો રિસ્કની શરૂઆતના 12 મહિનાની અંદર આરક્ષિત વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોય. આવા કિસ્સાઓમાં, અન્ડરરાઈટિંગ નિર્ણયો અને જો કોઈ રાઈડર પ્રીમિયમ હોય તો તેના અતિરિક્ત ચાર્જને બાદ કરતાં, ચૂકવેલ સિંગલ પ્રીમિયમના 90% રિફંડ આપ્યા સિવાય, કંપની દ્વારા અન્ય કોઈ ક્લેઈમ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
તમારા તૈયાર સંદર્ભ માટે રૂ।. 10,00,000ના સમ એશ્યોર્ડ અને 25 વર્ષની પોલિસી અવધિ માટે કેટલીક નમૂનારૂપ વાર્ષિક ચૂકવણીની રકમ અમે નીચે આપેલ છે -
વય/પોલિસી અવધઇ | વાર્ષિક પ્રીમિયમ |
---|---|
25 | 3,160 |
30 | 4,040 |
35 | 5,750 |
40 | 8,460 |
45 | 12,620 |
સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર છેતરપિંડી/ખોટી રજૂઆતનો ઉકેલ લાવવામાં આવશે.
સમયે સમયે સુધારાપાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45 દર્શાવે છે કે,
1) પોલિસીની તારીખથી ત્રણ વર્ષની સમાપ્તિ બાદ કોઈપણ કારણોસર લાઈફ ઈન્શ્યોરન્સની કોઈ પોલિસીને પૂછપરછ માટે બોલાવાશે નહીં દા.ત. પોલિસીની ફાળવણીની તારીખ અથવા રિસ્ક શરૂ થવાની તારીખ અથવા પોલિસીના રીવાઈવલની તારીખ અથવા પોલિસીના રાઈડરની તારીખ, જે પણ પછી હોય તે.
2) છેતરપિંડીના આધાર પર પોલિસીની ફાળવણીની તારીખથી અથવા રિસ્ક શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખ જે પણ પછી હોય તેનાથી ત્રણ વર્ષની અંદર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છે એ શરતે કેઃ ઈન્શ્યોરરે ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિને અથવા કાનૂની પ્રતિનિધિને અથવા ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિના નોમિનીને અથવા એસાઈનીને આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તેનો આધાર અને મટિરીયલ જણાવીને લેખિતમાં જાણ કરવાની રહેશે.
3) પેટાવિભાગ (2) માં સામેલ કંઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર, કોઈપણ ઈન્શ્યોરર છેતરામણીના આધાર પર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને નકારી શકશે નહીં જો આરક્ષિત વ્યક્તિ દ્વારા સાબિત કરવામાં આવે કે મટિરીયલ સંબંધી ખોટું નિવેદન અથવા તેને દબાવવાનું કૃત્ય તેમની શ્રેષ્ઠ જાણ અને વિશ્વાસ અનુસાર હોય અથવા તથ્યને દબાવવાનો કોઈ વિચારેલો ઈરાદો ન હોય અથવા આવું ખોટુ નિવેદન અથવા મટિરિયલ સંબંધી તથ્યને દબાવવાનું કૃત્ય ઈન્શ્યોરરની જાણમાં હોયઃ છેતરામણીના કિસ્સામાં જો પોલિસીધારક જીવિત ન હોય તો, જૂઠાણાંને નકારવાની જવાબદારી લાભાર્થીઓની હોય છે.
4) પોલિસી જેના આધાર પર ફાળવવામાં આવી હોય અથવા રીવાઈવ કરવામાં આવી હોય અથવા રાઈડર ફાળવવામાં આવ્યું હોય તે પ્રપોઝલ અથવા અન્ય દસ્તાવેજમાં આરક્ષિત વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સી વિશે કોઈ નિવેદન અથવા તથ્ય સંબંધી મટિરીયલ દબાવવાનું કાર્ય અયોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો પોલિસી ફાળવ્યાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ બાદમાં હોય તેનાથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છેઃ એ શરતે કે ઈન્શ્યોરર દ્વારા આરક્ષિત વ્યક્તિને અથવા તેમના કાનૂની પ્રતિનિધિને અથવા આરક્ષિત વ્યક્તિના નોમિની અથવા એસાઈનીને લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને નકારવાનો નિર્ણય લેવા પાછળની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ વિશે લેખિતમાં જાણ કરવામાં આવેઃ વધુ એ પણ શરતે કે પોલિસીનો નકારના કિસ્સામાં, તે ખોટુ નિવેદન અથવા તથ્યો દબાવવાના કૃત્યના આધાર પર કરવામાં આવ્યું હોય અને છેતરામણીના આધાર પર ન કરવામાં આવ્યું હોય તો, નકારની તારીખ સુધી પોલિસી પર એકત્ર કરેલ પ્રીમિયમ આરક્ષિત વ્યક્તિ અથવા કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને આ પ્રકારના નકારની તારીખથી 90 દિવસની અંદર ચૂકવવામાં આવશે.
5) Nothing in this section shall prevent the insurer from calling for proof of age at any time if he is entitled to do so, and no policy shall be deemed to be called in question merely because the terms of the policy are adjusted on subsequent proof that the age of the Life Insured was incorrectly stated in the proposal.
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
નિશ્ચિત લાભ, ટૂંકા ચૂકવણી ગાળા અને વીમા કવચ સાથે તમારા પરિવારની નાણાંકીય સુરક્ષા માટે એક સઘન બચત પ્લાન.
નોલેજ સેન્ટર
બધુ જુઓ
ડિસ્ક્લેઈમર
ચૂકવેલા પ્રીમિયમ પર અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર સમયાંતરે બદલાવને આધીન છે. આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.