વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
યુવાન વ્યક્તિઓના નાણાંકીય પોર્ટફોલિયો માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન એક મહત્વપૂર્ણ ઉમેરો છે. તે ઉપરાંત, પ્રમાણમાં ઓછી પ્રીમિયમ રકમ માટે ટર્મ ઈન્શ્યોરન્સ જીવનમાં બને તેટલો વહેલો લેવાની ભલામણ કરવામાં આવે છે. આમ જોવા જોઈએ તો આ નિવેદનો ખૂબ સાચા છે, પરંતુ એવું માનવું તદ્દન અયોગ્ય ગણાશે કે વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ ઉપલબ્ધ નથી કે તે વ્યર્થ છે.
ભારતમાં, “વરિષ્ઠ નાગરિક અથવા સીનિયર સિટીઝન” શબ્દ 60થી ઉપરની વયના વ્યક્તિઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એવું વ્યાપકપણે ધારવામાં આવે છે કે આ વ્યક્તિઓ નિવૃત્ત છે અને માસિક પગાર જેવો આવકના પ્રાથમિક સ્ત્રોત ધરાવવાને બદલે પેન્શન કે રોકાણની આવક પર આધાર રાખે છે.
વરિષ્ઠ નાગરિકો માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ વિશિષ્ટરૂપે વૃદ્ધ વ્યક્તિઓની નાણાંકીય જરૂરીયાતોની પૂર્તિ કરે છે. પૂર્વ-નિર્ધારીત અવધિ માટે તેઓ કવરેજ આપે છે, જે પોલિસીની ખરીદી અને તેમની વાસ્તવિક નિવૃત્તિ વયના સમયે વરિષ્ઠ નાગરિકની વયના આધારે પસંદ કરવામાં આવે છએ. આ પ્લાન નોમિની/લાભાર્થીને મૃત્યુ લાભ આપે છે જેનો ઉપયોગ બાકી કરજ અથવા ખર્ચ(મરણોત્તર વિધિનો ખર્ચ)ની ચૂકવણી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ તેમના આશ્રિતો માટે વારસો મૂકી જવાનો એક ઉપાય છે. તે સુનિશ્ચિત કરી શકે છે કે તેમની કોઈપણ જવાબદારી, તેમના પ્રિયજનો એટલે કે જીવનસાથી કે સંતાનો માટે બોજ ન બની જાય.
ઉચ્ચ સમ એશ્યોર્ડ સાથેનો ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન તપાસો છો? ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન અને બીજા અનેક પ્લાન વિશે વધુ જાણકારી માટે અહીં ક્લીક કરો.
વરિષ્ઠ નાગરિકો માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
વરિષ્ઠ નાગરિકો માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન નિયમિત ટર્મ પ્લાનની જેમ જ કામ કરે છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ, જો કોઈપણ નિયમિત ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી માટે માન્ય હોય તો, તમે પણ ખરીદી શકો છો.
60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે એક સામાન્ય સંશય એ હોય છે કે તેઓ પોલિસી માટે વયના પાત્રતા માપદંડની પૂર્તિ નહીં કરી શકે. ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે એક મહત્વપૂર્ણ વિચારણા એ છે કે આ પ્લાન કોઈ ચોક્કસ વય, સામાન્ય રીતે 65 વર્ષથી ઉપરની વયની વ્યક્તિઓ માટે ઉપલબ્ધ ન પણ હોઈ શકે. તેમ છતાં, પ્લાનદીઠ આ માપદંડ બદલાય છે. પ્લાનની નિર્દિષ્ટતાઓ અનુસાર, આપવામાં આવતા કવરેજની અવધિ 75 વર્ષ સુધી લંબાઈ શકે છે.
જ્યારે વરિષ્ઠ નાગરિક ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદે છે ત્યારે, તેઓ તેમના આશ્રિતો માટે નાણાંકીય આધારનો સ્ત્રોત મેળવે છે. આરક્ષિત વ્યક્તિની મૃત્યુની દુઃખદ ઘટનામાં, તેમના નોમિની મૃત્યુ લાભ ક્લેઈમ કરી શકે છે અને આરક્ષિત વ્યક્તિ દ્વારા છોડી જવાયેલ જવાબદારીઓ સંભાળવા માટે રકમ મેળવે છે.
વરિષ્ઠ નાગરિકો માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે?
સામાન્ય રીતે વૃદ્ધ નાગરિકો માટે કોઈપણ પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ વધુ ભાર મૂકવામાં આવતો નથી. તેમ છતાં, 65 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકો માટે શા માટે ટર્મ ઈન્શ્યોરન્સ મહત્વપૂર્ણ છે તેના અનેક કારણો છો.
જો તમે જીવનસાથી સાથે રહેતા હો કે, માતા-પિતા, ભાઈ-બહેન, સંતાન કે પૌત્ર-પૌત્રી જેવા અન્ય આશ્રિતો સાથે રહેતા હો તો, તમારી બિનહયાતીમાં તેમના નાણાંકીય ભવિષ્ય માટે તમે ચિંતિત હોઈ શકો છો. વરિષ્ઠ નાગરિકો માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ આ ચિંતાના સમાધાનનો એક ઉપાય છે.
જો વરિષ્ઠ નાગરિક તેમના પરિવાર માટે કંઈક વારસો મૂકી જવાનો ઉપાય ઈચ્છતા હોય તો, તેઓ ટર્મ ઈન્શ્યોરન્સનો ઉપયોગ કરી શકે છે, અને એક કરતાં વધુ નોમિનીના નામ આપી શકે છે.
રાઈડર્સ દ્વારા આરોગ્યસંબંધી સહાય
ક્રિટીકલ ઈલનેસ અને અકસ્માતી કાયમી વિકલાંગતા લાભ જેવા રાઈડર્સ ટર્મ ઈન્શ્યોરન્સ દ્વારા અન્યો પર તમને તમે હો તેના કરતાં પણ વધુ પરાધીન કરતી જીવનની અનિશ્ચિતતાઓ નાણાંકીય આધારનો સ્ત્રોત ઉભો કરવામાં સહાય કરે છે.
જો તમે રીટર્ન ઑફ પ્રીમિયમ પ્લાન ટર્મ ઈન્શ્યોરન્સ માટે પસંદ કર્યો હોય તો, તમે કોઈપણ લાગૂપાત્ર ચાર્જને બાદ કરતાં પ્લાનમાં તમે ચૂકવેલ કોઈપણ રકમ મેળવવાની આશા રાખી શકો છો.
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની ખાસિયતો
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ પ્લાન ખરીદતી વખતે, પ્રસ્તુત છે કેટલીક મહત્વપૂર્ણ ખાસિયતો જે તમારી પોલિસી સાથે આવી શકે છે.
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની મૂળભૂત લાક્ષણિકતા પોલિસી અંતર્ગત ઈન્શ્યોર થયેલ વ્યક્તિ માટેનું લાઈફ કવર છે. તેના દ્વારા આરક્ષિત વ્યક્તિને તેમના મૃત્યુ બાદ પાછળ રહેલ હયાત વ્યક્તિ માટે તેમના દ્વારા બાકી રહેલ જવાબદારીઓ વિશે નિશ્ચિંત રહેવાનું શક્ય બને છે.
જો પોલિસીધારક જૂની ટેક્સ પ્રણાલી અંતર્ગત કરદાતા હોય તો, ચૂકવેલ પ્રીમિયમ માટે તેઓ છૂટ ક્લેઈમ કરી શકે છે. પોલિસીમાંથી મળેલ લાભ પ્રવર્તમાન ટેક્સ નિયમો અંતર્ગત છૂટને પાત્ર હોઈ શકે છે.
ટર્મ પ્લાન પોલિસીધારક દ્વારા પસંદ કરેલ મર્યાદિત ગાળા માટે કવરેજ આપવા માટે જાણીતા છે. આથી, જો આરક્ષિત વ્યક્તિ પર નિયત સમય માટે જવાબદારીઓ હોય તો, તેઓ તેને અનુરૂપ કવરેજ પસંદ કરી શકે છે.
લેવલ ટર્મ ઈન્શ્યોરન્સને આજના સમયમાં સૌથી કિફાયતી લાઈફ કવર વિકલ્પોમાંના એક માનવામાં આવે છે. મર્યાદિત આવકના સ્ત્રોત પર આધારીત વરિષ્ઠ નાગરિકો માટે, કિફાયતી દરે મૂળભૂત કવરેજ આપતા પ્લાન પસંદ કરવા આદર્શ નિર્ણય છે.
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સના લાભ
પ્રસ્તુત છે વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સના કેટલાંક લાભ.
સંપૂર્ણ લાઈફ ઈન્શ્યોરન્સની તુલનામાં, ટર્મ ઈન્શ્યોરન્સ વધુ કિફાયતી છે, જે તેને વરિષ્ઠ નાગરિકો માટે લેવા યોગ્ય બનાવે છે.
ટર્મ ઈન્શ્યોરન્સનો પારદર્શક વ્યવહાર – મૃત્યુ લાભ સાથે નિયત ગાળા માટે કવરેજ – તેને સમજવામાં અને સંચાલન કરવામાં સરળ બનાવે છે.
કેટલીક અન્ય લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની વિપરીત, ટર્મ ઈન્શ્યોરન્સમાં કોઈ માર્કેટ-લિંક્ડ રોકાણ, ઘટતા જોખમ સંકળાયેલા નથી.
ટર્મ ઈન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ લાગૂપાત્ર ટેક્સ કાયદા અંતર્ગત ટેક્સ કપાતને પાત્ર હોઈ શકે છે, જે અતિરિક્ત નાણાંકીય રાહત આપે છે.
પોલિસીધારક આત્મવિશ્વાસ ધરાવે છે કે તેમની ગેરહાજરીમાં તેમના પ્રિયજનો કોઈ નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરશે નહીં.
યોગ્ય સીનિયર સિટીઝન ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી કેવી રીતે પસંદ કરી શકાય છે?
જો તમે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન મેળવવા ઈચ્છતા વરિષ્ઠ નાગરિક છો તો, નીચેની કેટલીક બાબતો યાદ રાખો.
કવરેજની જરૂરીયાતનું મૂલ્યાંકન કરો
કવરેજની રકમ પસંદ કરતી વખતે વર્તમાન દેવું, નાણાંકીય જવાબદારીઓ અને આશ્રિતોની જીવનશૈલી સંબંધિત જરૂરીયાતોને ધ્યાન લો.
પોલિસીની શરતો તમારી વય અને આરોગ્ય સ્થિતિ સાથે મેળ ખાય છે કે નહીં તે સુનિશ્ચિત કરો. ટૂંકી અવધિ વૃદ્ધ નાગરિકો માટે વધુ યોગ્ય હોઈ શકે છે.
અલગ ઈન્શ્યોરરના પ્રીમિયમ સરખાવવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર નો ઉપયોગ કરો અને તમારા બજેટને અનુરૂપ હોય તે પસંદ કરો.
ઈન્શ્યોરરની પ્રતિષ્ઠા તપાસો
વિશ્વસનીયતા માટે સારો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો અને સકારાત્મક ગ્રાહક પ્રતિભાવ ધરાવતા ઈન્શ્યોરર પસંદ કરો.
આરોગ્યસંબંધી જરૂરીયાતો ધ્યાનમાં લો
કેટલીક પોલિસીઓમાં તબીબી પરિક્ષણ જરૂરી હોઈ શકે છે, જ્યારે અન્ય તેના વગર કવરેજ આપે છે. તમારી આરોગ્યની સ્થિતિને આધારે આધારે આ વિકલ્પો તપાસો.
તમારા કવરેજમાં વૃદ્ધિ માટે ક્રિટીકલ ઈલનેસ રાઈડર કે અકસ્માતી મૃત્યુ લાભ જેવા અતિરિક્ત રાઈડર તપાસો.
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ માટે કયા રાઈડર ઉપલબ્ધ છે
ક્રિટીકલ ઈલનેસ રાઈડરઃ જો પોલિસીધારક કેન્સર કે હૃદય રોગ જેવી સંગીન બિમારીનું નિદાન ધરાવે તો ઉચ્ચક પેઆઉટ મેળવો.
અકસ્માતી મૃત્યુ રાઈડરઃ જો પોલિસીધારક અકસ્માતને કારણે મૃત્યુ પામે તો અતિરિક્ત મૃત્યુ લાભ આપે છે.
વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડરઃ જો પોલિસીધારક કાયમી રીતે વિકલાંગ કે બિમાર હોય તો ભવિષ્યના પ્રીમિયમ માફ કરી દે છે.
આવક લાભ રાઈડરઃ પોલિસીધારકના મૃત્યુ બાદ નિયત ગાળા માટે પરિવારને નિયમિત આવક આપે છે.
હૉસ્પિટલ કેશ રાઈડરઃ હોસ્પિટલમાં રોકાણ દરમ્યાન, તબીબી ખર્ચને આવરવા માટે દૈનિક રોકડ લાભ આપે છે.
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ પ્લાન ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
આરોગ્યઃ ટર્મ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ અને પાત્રતા નક્કી કરવામાં આરક્ષિત થવા ઈચ્છતી વ્યક્તિનું આરોગ્ય નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
પોલિસી અવધિઃ તમારી નાણાંકીય જવાબદારીઓ અને જીવનની અપેક્ષા સાથે એકરૂપ હોય તેની અવધિ પસંદ કરો.
સમ એશ્યોર્ડઃ સમ એશ્યોર્ડ દેવા, તબીબી ખર્ચ અને દૈનિક જીવનનિર્વાહના ખર્ચ સહિત તમારા પરિવારની જરૂરીયાત માટે પર્યાપ્ત છે કે નહીં તે સુનિશ્ચિત કરો.
કિફાયતી પ્રીમિયમઃ તમારી બાંધી આવક અથવા નિવૃત્તિની બચતને ધ્યાનમાં લેતાં પ્રીમિયમ વ્યાજબી છે કે નહીં તે સુનિશ્ચિત કરો.
ઈન્શ્યોરરની વિશ્વસનીયતાઃ ઈન્શ્યોરરની વિશ્વસનીયતા તપાસવા માટે ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો અને ગ્રાહક રીવ્યૂ તપાસો.
પોલિસીમાંથી બાકાતીઃ તમારા કવરેજને અસર કરતા કોઈપણ બાકાતી કે સ્થિતિ, જેમ કે પૂર્વ-સ્થાપિત આરોગ્ય સ્થિતિ વિશે માહિતગાર રહો.
અમારા ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર સાથે પ્રીમિયમનો અંદાજ મેળવવા અહીં ક્લીક કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યૂ)
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવાની મહત્ત વય શું છે?
ઈન્શ્યોરરને આધારે તે સામાન્ય રીતે 65થી 75 વર્ષ વચ્ચે હોય છે.
જરૂરી લાઈફ કવર તમે કેવી રીતે નક્કી કરી શકો છો?
તે તમારી નાણાંકીય જવાબદારીઓ, વર્તમાન દેવા અને તમારા આશ્રિતોની ભાવિ જરૂરીયાત પર આધારીત હોવું જોઈએ. યોગ્ય સમ એશ્યોર્ડનો અંદાજ મેળવવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે ખરીદી શકાય છે?
પ્રીમિયમ, કવરેજ, પોલિસી અવધિ અને અતિરિક્ત લાભને આધારે વિવિધ પ્લાન સરખાવો. સઘન વિશ્લેષણ માટે ઓનલાઈન તુલનાત્મક ટૂલ્સનો ઉપયોગ કરવા વિશે વિચારો.
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતાં કેટલાં મુખ્ય પરિબળો કયા છે?
મુખ્ય પરિબળોમાં વય, આરોગ્ય સ્થિતિ, જીવનશૈલી સંબંધિત આદતો(જેવી કે ધૂમ્રપાન), અને પસંદ કરેલ સમ એશ્યોર્ડનો સમાવેશ થાય છે. તબીબી પરિક્ષણ પણ પ્રીમિયમને પ્રભાવિત કરી શકે છે.
શું સીનિયર સિટીઝન ટર્મ પ્લાન નિયમિત પેઆઉટ વિકલ્પ સાથે મળી શકે છે?
હા, કેટલાંક સીનિયર સિટીઝન ટર્મ પ્લાન નિયમિત પેઆઉટ વિકલ્પ આપે છે, જે હપ્તામાં મૃત્યુ લાભ આપીને, લાભાર્થીઓ માટે નાણાંકીય આધાર ચાલુ રહેવાનું સુનિશ્ચિત કરે છે.
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાની મહત્તમ વય કેટલી છે?
વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ લેવાની મહત્તમ વય સામાન્ય રીતે 75 વર્ષ છે જે ઈન્શ્યોરર દ્વારા બદલાઈ શકે છે.