ગુપ્તતા સંબંધિત નીતિ
ગુપ્તતા સંબંધિત આ નીતિ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ) (www.indiafirstlife.com)ની આ વેબસાઇટના ઉપયોગને નિયંત્રિત કરે છે.
કૃપા કરીને તેના ઉપયોગ સંબંધિત નિયમોને કાળજીપૂર્વક વાંચો. આ વેબસાઇટ અને તેના પેજ (સામુહિક રીતે, આ ‘વેબસાઇટ’) પર પહોંચીને કે તેનો ઉપયોગ કરીને આપ તેના ઉપયોગના નિયમો સાથે બાધ્ય થવા માટે સંમત થાઓ છો અને તેને સંપૂર્ણપણે સ્વીકારો છો. ઇન્ડિયાફર્સ્ટ આ નિયમો અને શરતોને સમયાંતરે બદલી શકે છે અને આ ફેરફારને વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે. આ પ્રકારના ફેરફારોને પોસ્ટ કર્યા બાદ આ સાઇટ સુધી પહોંચવાનું અને તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે આપે આ પ્રકારના ફેરફારોને સ્વીકારી લીધા હોવાનું માનવામાં આવશે. વેબસાઇટ પર વર્ણવવામાં આવેલ ઉત્પાદનો અને સેવાઓ માટે તમામ વપરાશકર્તાઓ પાત્ર ઠરશે નહીં અને અમે કોઇપણ ઉત્પાદન કે સેવા માટે આપની પાત્રતા નક્કી કરવાનો અધિકાર અમારી પાસે અનામત રાખીએ છીએ.
અમે આપની માહિતી કેવી રીતે મેળવીએ છીએ અને તેમાં શેનો સમાવેશ થાય છે?
આપ જ્યારે અમારી વેબસાઇટ પર નોંધણી કરાવો છો, અમારા ન્યૂઝલેટરને સબસ્ક્રાઇબ કરો છો, અમારા સરવેનો પ્રત્યુત્તર આપો છો કે ફૉર્મ ભરો છો ત્યારે અમે આપની પાસેથી માહિતી મેળવીએ છીએ.
અમે આપ જ્યાંથી ઇન્ટરનેટને ઍક્સેસ કરો છો તે ડોમેઇન અને હૉસ્ટ, કમ્પ્યૂટરના ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ અથવા આપના દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટ સેવાપ્રદાતા સંબંધિત માહિતી, અનામી આંકડાંકીય માહિતી અને આપની પાસેથી મેળવવાની જરૂરી હોય તેવી કોઇપણ અને તમામ માહિતી મેળવીએ છીએ.
આપ જો ભારતની બહારથી અમારી વેબસાઇટની મુલાકાત લઈ રહ્યાં હો તો, આપની આ પ્રકારની મુલાકાત અનિવાર્યપણે આંતરરાષ્ટ્રીય સરહદો પાર માહિતીના સ્થાનાંતરણમાં પરિણમશે, જેની આપ અમારી આ વેબસાઇટનો ઉપયોગ કરીને સંમતિ આપો છો અને આપે આમ કરવાની સંમતિ આપી હોવાનું માનવામાં આવે છે.
આપના દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ માહિતી અને દસ્તાવેજો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા સાચા, સચોટ અને સંપૂર્ણ હોવાનું માનવામાં આવશે અને આમ હોવા પણ જોઇએ. આપ જો આ વેબસાઇટની મુલાકાત આપની ઓળખ છુપી રાખીને (અનામી તરીકે) લેવા માંગતા હો તો, અમારી વેબસાઇટ આપને ઉપલબ્ધ થશે નહીં.
અમે આપની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ?
અમારા દ્વારા આપની પાસેથી મેળવવામાં આવતી કોઇપણ માહિતી અહીં નીચે જણાવેલ કોઈ રીતે ઉપયોગમાં લેવાઈ શકે છેઃ
આપના અનુભવને વૈયક્તિક બનાવવા માટેઃ આપના દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અમને આપની વ્યક્તિગત જરૂરિયાતોને વધુ સારી રીતે સંતોષવામાં મદદરૂપ થાય છે.
વેબસાઇટને સુધારવા માટેઃ અમે આપની પાસેથી પ્રાપ્ત થતી માહિતી અને પ્રતિક્રિયાના આધારે અમારી વેબસાઇટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને સતત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
ગ્રાહકસેવાને સુધારવા માટેઃ આપના દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અમને આપની ગ્રાહકસેવા વિનંતીઓને તેમજ સહાયની આવશ્યકતાઓને વધુ અસરકારક રીતે પ્રતિક્રિયા પૂરી પાડવામાં તથા જરૂરિયાત મુજબ આપની સાથે જોડાવામાં અમને મદદરૂપ થાય છે.
ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા હાથ ધરવાઃ આપની જાહેર કે ખાનગી માહિતીને ખરીદવામાં આવેલા ઉત્પાદન કે વિનંતી કરવામાં આવેલ સેવાને પહોંચાડવા માટેના વ્યક્ત હેતુ સિવાય આપની સંમતિ વગર કોઇપણ કંપનીને કોઇપણ કારણોસર વેચવામાં, આદાનપ્રદાન કરવામાં, સ્થાનાંતરિત કરવામાં કે આપવામાં આવશે નહીં.
સ્પર્ધા યોજવા, પ્રચાર કરવા, સરવે હાથ ધરવા કે અન્ય સાઇટ પર દર્શાવવા માટે.
સમયાંતરે ઈ-મેઇલ મોકલવા માટેઃ (એ) ઓર્ડર પર પ્રક્રિયા હાથ ધરવા માટે આપના દ્વારા અમને આપવામાં આવેલ ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ ફક્ત આપને તેના સંબંધિત માહિતી અને અપડેટ મોકલવા માટે કરવામાં આવશે.
(બી) આપ જો અમારા મેઇલિંગના લિસ્ટમાં જોડાવાનો નિર્ણય લો છો તો, આપને કંપનીના સમાચાર, અપડેટ્સ, સંબંધિત ઉત્પાદનો અથવા સેવાઓની માહિતી વગેરેનો સમાવેશ કરતા ઈ-મેઇલ પ્રાપ્ત થશે.
આપ જો ભવિષ્યમાં આવા ઈ-મેઇલ મેળવવામાંથી અનસબસ્ક્રાઇબ કરવા માંગતા હો તો, કૃપા કરીને અમારા ઈ-મેઇલના તળિયાના ભાગે દેખાતા અનસબસ્ક્રાઇબિંગ માટેના વિગતવાર સૂચનોનો સંદર્ભ લો.
અમે આપની માહિતીને કેવી રીતે સુરક્ષિત રાખીએ છીએ?
આપ જ્યારે ઓર્ડર આપો છો કે અમારી વેબસાઇટ પર રહેલી આપની અંગત માહિતી સુધી પહોંચો છો ત્યારે અમે આપની અંગત માહિતીને સુરક્ષિત રીતે જાળવી રાખવા માટે સુરક્ષા સંબંધિત વિવિધ પગલાંઓ અમલી બનાવીએ છીએ.
અમે સુરક્ષિત સર્વરનો ઉપયોગ કરીએ છીએ. પૂરી પાડવામાં આવેલી તમામ સંવેદનશીલ/ક્રેડિટ સંબંધિત માહિતીને સિક્યોર સૉકેટ લેયર (એસએસએલ) મારફતે પ્રસારિત કરવામાં આવે છે અને ત્યારબાદ તે અમારા પેમેન્ટ ગેટવે પ્રદાતાઓના ડેટાબેઝમાં ઇન્ક્રિપ્ટ થઈ જાય છે, જેનો ઉપયોગ ફક્ત એવા લોકો જ કરી શકે છે, જેઓને આ પ્રકારની સિસ્ટમ સુધી પહોંચવાના વિશેષાધિકાર આપીને અધિકૃત કરવામાં આવ્યાં હોય છે અને તેમણે આ પ્રકારની માહિતીને ગુપ્ત રાખવી જરૂરી છે.
ટ્રાન્ઝેક્શન થઈ ગયાં બાદ આપની ખાનગી માહિતી (ક્રેડિટ કાર્ડ, સોશિયલ સિક્યોરિટી નંબરો, નાણાકીય, વગેરે) અમારા સર્વર પર સંગ્રહિત થશે નહીં.
શું અમે કુકિઝનો ઉપયોગ કરીએ છીએ?
હા, અમે કરીએ છીએ. કુકિઝ એ નાનકડી ફાઇલ હોય છે, જેને સાઇટ કે તેના સેવાપ્રદાતાઓ આપના વેબ બ્રાઉઝર મારફતે આપના કમ્પ્યૂટરની હાર્ડ ડ્રાઇવમાં ટ્રાન્સફર કરે છે (જો આપ સંમતિ આપો તો), જેની મદદથી સાઇટ અથવા સેવાપ્રદાતાની સિસ્ટમ આપના બ્રાઉઝરને ઓળખી શકે છે અને કેટલીક માહિતીને મેળવી અને તેને યાદ રાખી શકે છે.
અમે આપના શોપિંગ કાર્ટમાં રહેલી ચીજોને યાદ રાખવા અને તેની પર પ્રક્રિયા હાથ ધરવા, ભવિષ્યમાં આપના દ્વારા લેવામાં આવતી મુલાકાતો માટે આપની પ્રાથમિકતાઓને સેવ કરી રાખવા તથા સાઇટ અને તેના ટ્રાન્ઝેક્શન અંગેના કુલ ડેટાનું સંકલન કરવામાં અમને સહાય મળી રહે તે માટે કુકિઝનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને અમે ભવિષ્યમાં વધુ સારી સેવા અને સાધનો પૂરાં પાડી શકીએ.
અમે અમારી સાઇટના મુલાકાતીઓને વધુ સારી રીતે સમજવા માટે થર્ડ-પાર્ટી સેવાપ્રદાતાઓનો સંપર્ક કરી શકીએ છીએ. આ સેવાપ્રદાતાઓને અમારા વતી એકઠી કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી નથી, સિવાય કે, અમારા વ્યવસાયને હાથ ધરવા અને તેને સુધારવા માટે અમને મદદની જરૂર હોય.
આપ ઇચ્છો તો આપનું કમ્પ્યૂટર આપને જ્યારે-જ્યારે પણ કુકિઝ મોકલવામાં આવશે ત્યારે-ત્યારે આપને ચેતવશે અથવા તો, આપ આપના બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈ તમામ કુકિઝને બંધ કરી શકો છો. મોટાભાગની વેબસાઇટ મુજબ, આપ જો આપની કુકિઝને બંધ કરશો તો, અમારી કેટલીક સેવાઓ યોગ્ય રીતે કામ ન કરે તેમ બની શકે. જોકે, આપ હજુ પણ અમારી વેબસાઇટ પર રહેલા સંપર્કના પેજ મારફતે અમારી ગ્રાહકસેવાનો સંપર્ક કરી ઓર્ડર આપી શકો છો.
અમારી વેબસાઇટ દ્વારા મૂકવામાં આવેલી કુકિઝમાં કોઇપણ અંગત માહિતીને એકઠી કે સંગ્રહિત કરવામાં આવતી નથી અને તેના પરિણામસ્વરૂપ આવી કોઇપણ માહિતી કોઇપણ થર્ડ પાર્ટીને હસ્તાંતરિત કરવામાં આવતી નથી.
શું અમે કોઇપણ માહિતીને બહારની પાર્ટી સમક્ષ ઉજાગર કરીએ છીએ?
અમે બહારની પાર્ટીને આપની વ્યક્તિગત ઓળખને છતી કરનારી કોઇપણ માહિતી વેચતા, તેનો વ્યાપાર કે અન્ય કોઈ રીતે હસ્તાંતરિત કરતા નથી. તેમાં ભરોસેમંદ થર્ડ પાર્ટીઓનો સમાવેશ થતો નથી, જેઓ અમને અમારી વેબસાઇટનું સંચાલન કરવામાં, અમારો વ્યવસાય હાથ ધરવામાં કે આપને સેવા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે, જ્યાં સુધી આવી પાર્ટીઓ આવી માહિતી ગુપ્ત રાખવા માટે સંમત થાય છે ત્યાં સુધી.
નિયમો અને શરતો તથા ગુપ્તતા સંબંધિત નીતિ સાથે સંમત થઇને આપ અમને થર્ડ પાર્ટી સાથે આપની માહિતીનું આદાનપ્રદાન કરવા અધિકૃત કરો છો, જેઓ આપને વધુ સારી સેવા પૂરી પાડવા અમારા દ્વારા એકઠી કરવામાં આવેલી માહિતી પર પ્રક્રિયા હાથ ધરે છે. જ્યાં સુધી અહીં નીચે જણાવ્યાં મુજબ આવશ્યક ન હોય ત્યાં સુધી અમે આપની અંગત માહિતીને બહારની કોઈ પાર્ટી સમક્ષ ઉજાગર કરીશું નહીં:
- અમારા અધિકારો, હિતો, પ્રતિષ્ઠા અથવા સંપત્તિનું રક્ષણ કરવા; અથવા
- લાગુ થતાં કાયદાનું પાલન કરવા; અથવા
- જો આવી માહિતી ન્યાયિક કે લવાદી ચુકાદા કે આદેશ હેઠળ પૂરી પાડવી જરૂરી હોય; અથવા
- અમારા ઉત્પાદનો કે સેવાના નિયમો અને શરતો અથવા નિયમો અને શરતોનું અમલીકરણ કરવા.
અમે આપની વ્યક્તિગત ઓળખ છતી કરનારી માહિતીનું રક્ષણ કરવા માટે તમામ યોગ્ય અને વાજબી પગલાં લઇશું તથા આપ સ્પષ્ટપણે એ બાબતને સ્વીકારો છો અને સંમત થાઓ છો કે, અમારી વેબસાઇટ મારફતે અમને પ્રસારિત કરવામાં આવતી કોઇપણ માહિતી થર્ડ પાર્ટીની દખલથી સુરક્ષિત ન હોય તેમ બની શકે તથા આ પ્રકારની દખલગીરી માટે અમે જવાબદાર ગણાઇશું નહીં અથવા તો અમને જવાબદાર ઠેરવી શકાશે નહીં.
આપ અમને કોઇપણ સમયે ઈ-મેઇલ મારફતે જણાવી આપની માહિતીને થર્ડ પાર્ટીને પૂરી નહીં પાડવા અંગે વિનંતી કરી શકો છો. અમે અમારી મનુસફી મુજબ જેમની ઓળખ વ્યક્તિગત રીતે છતી થતી ન હોય તેવા મુલાકાતીઓની માહિતીને માર્કેટિંગ, જાહેરખબર અથવા અન્ય ઉપયોગો માટે અન્ય પાર્ટીઓને પૂરી પાડી શકીએ છીએ.
આવશ્યક ખુલાસો
અહીં ઉપર વર્ણવવામાં આવેલી પરિસ્થિતિઓ ઉપરાંત, ઇન્ડિયાફર્સ્ટ જો કાયદા, કોર્ટના આદેશ દ્વારા માંગવામાં આવે, અન્ય સરકાર કે કાયદાનું અમલીકરણ કરનારી સત્તા દ્વારા વિનંતી કરવામાં આવે અથવા તો આ પ્રકારનો ખુલાસો કરવો જરૂરી છે કે સલાહભર્યો છે એ મુજબની સદભાવના વ્યક્ત કરવામાં આવે તો તેના સહિત, કોઇપણ મર્યાદા વગર, અમારા અધિકારો કે સંપત્તિઓ કે અમારા સહયોગીઓ, સાથીઓ, કર્મચારીઓ, ડિરેક્ટરો કે અધિકારીઓમાંથી કોઈ કે તેઓ તમામની રક્ષા કરવા માટે અથવા તો અમારી પાસે જ્યારે એવું માનવાને કારણ હોય કે, આ પ્રકારની માહિતીની ઉજાગર કરવી એ અમારા અધિકારો અથવા સંપત્તિઓમાં આંતરરાષ્ટ્રીય રીતે કે અન્ય કોઈ રીતે હસ્તક્ષેપ કરનારી કોઈ વ્યક્તિની ઓળખ કરવા, તેનો સંપર્ક કરવા કે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે જરૂરી છે કે પછી આવી પ્રવૃત્તિને કારણે અન્ય કોઈ વ્યક્તિને નુકસાન પહોંચી શકે તેમ છે ત્યારે તે સભ્યની માહિતીને ઉજાગર કરી શકે છે. આ ઉપરાંત, જો ઇન્ડિયાફર્સ્ટ કે નોંધપાત્ર રીતે તેની તમામ સંપત્તિને હસ્તગત કરવામાં આવે તો વપરાશકર્તા દ્વારા પૂરી પાડવામાં આવેલી અંગત માહિતી પણ મોટાભાગે આ પ્રકારના હસ્તગતના સંબંધમાં હસ્તાંતરિત થઈ શકે છે.