ઈ-ઈન્શ્યોરન્સ શું છે?
- Question
- ઈ-ઈન્શ્યોરન્સ શું છે?
- Answer
-
ઈ-ઈન્શ્યોરન્સનો અર્થ શું છે?
ઈ-ઈન્શ્યોરન્સ ઈન્શ્યોરન્સ રિપોઝીટરી સાથેનો ડિમેટ ખાતા જેવો ઈન્શ્યોરન્સ છે. તે તમારી તમામ ઈન્શ્યોરન્સ પોલિસીઓને ઈલેક્ટ્રોનિક/ડીમટેરિયલાઈઝ્ડ સ્વરૂપે રાખવા માટેની ભરોસેમંદ સુવિધા આપે છે. ઈન્શ્યોરન્સ પોલિસીઓમાં સરળતાથી સુધારા કરવાનું શક્ય બનાવતું આ એકમેવ માધ્યમ છે. તમારે ફક્ત ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ ખોલવાનું છે અને આ ખાતામાં તમારી તમામ ઈન્શ્યોરન્સ પોલિસીઓને ટેગ કરવાની છે.
ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ એક નિઃશૂલ્ક, ખોલવામાં અને સંચાલનમાં સરળ, અતિ સુરક્ષિત અને ઓનલાઈન ઉપલબ્ધ એકાઉન્ટ છે. તમામ ઈન્શ્યોરરની તમારી તમામ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓ તમે એક જ ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટથી સંચાલિત કરી શકો છો. જે તમને ખરા સમયે તમારા ઈન્શ્યોરન્સ પોર્ટફોલિયોની સ્થિતિ જોવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરે છે.
ઈ-ઈન્શ્યોરન્સ ખાતા સાથે દરેક ખરીદી માટે તમે કેવાયસી શરતો(સરનામું અને ઓળખનો પુરાવો)થી કામ ચલાવી શકો છો.
ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટના શું ફાયદા છે?
- સુરક્ષાઃ ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ સાથે કોઈ જોખમ કે નુકસાન જોડાયેલું ન હોવાથી આ ઈલેક્ટ્રોનિક ફોર્મ ખાતરી કરે છે કે પોલિસીઓ સુરક્ષિત કસ્ટડીમાં છે
- સગવડતાઃ એક જ ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ અંતર્ગત તમામ ઈન્શ્યોરન્સ પોલિસીઓ ઈલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરી શકાય છે. પોલિસીની નકલ ડાઉનલોડ કરી શકાય છે અને સાથે કોઈપણ પોલિસીની વિગતો ઈન્શ્યોરન્સ રિપોઝીટરીના ઓનલાઈન પોર્ટલ પર લોગ ઈન કરીને ગમે તે સમયે એક્સેસ કરી શકાય છે.
- એક જ સ્થળે બધી સેવાઃ ફક્ત એક વિનંતીથી અનેક ઈન્શ્યોરરની પોલિસીઓ સાચવી શકાય છે. કોઈપણ ઈન્શ્યોરન્સ રિપોઝીટરીના સર્વિસ પોઈન્ટ પર સર્વિસ વિનંતી જમા કરાવી શકાય છે. ઉદાહરણ તરીકે, ઈન્શ્યોરન્સ રિપોઝીટરીને કરેલ સરનામામાં ફેરફારની વિનંતી વિવિધ ઈન્શ્યોરરો દ્વારા ફાળવવામાં આવેલી પોલિસીઓને અપડેટ કરી શકે છે. આ સેવા વિનંતી માટે તમારે અલગ અલગ ઈન્શ્યોરરોની અલગ અલગ ઑફિસોની મુલાકાત લેવાની જરૂર નથી.
- સમય બચાવો અને પ્રકૃતિની જતન કરોઃ દરેક વખતે નવી પોલિસી લેવાય ત્યારે તમારે કેવાયસી વિગતો જમા કરાવવાની જરૂર નથી. અને તમારી તમામ લેવડદેવડ પેપરરહિત હોવાથી, તમે પર્યાવરણના રક્ષણમાં પણ હિસ્સો આપો છો.
- એકાઉન્ટનું સ્ટેટમેન્ટઃ દર વર્ષે કમ સે કમ એકવાર, ઈન્શ્યોરન્સ રિપોઝીટરી તમારી તમામ પોલિસીઓની વિગતો સાથેનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમને મોકલશે.
- સિંગલ વ્યૂ: ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટધારકોની મૃત્યુના કિસ્સામાં અધિકૃત વ્યક્તિને તમામ પોલિસીઓનો સિંગલ વ્યૂ ઉપલબ્ધ કરાવવામાં આવશે.