શા માટે તમારે તમારી ત્રીસીના તબક્કામાં ટર્મ ઈન્શ્યોરન્સ પસંદ કરવો જોઈએ?
ત્રીસીના તબક્કામાં પહોંચેલા સ્ત્રી હોય કે પુરુષ, ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાનું પસંદ કરે તેમાં કશું આશ્ચર્યજનક નથી. તે તમારા જીવનસાથી માટે હોય કે, સંતાનો માટે, કે માતા-પિતા કે ભાઈ-બ્હેનો માટે, ટર્મ ઈન્શ્યોરન્સ ત્રીસીમા રહેલાં લોકો માટે ઉપયોગી છે.
તમારા પરિવાર માટે સુરક્ષા
ત્રીસીના તબક્કામાં ટર્મ ઈન્શ્યોરન્સ લેવાનું એક પ્રમુખ કારણ તમારા પરિવારની સુરક્ષા છે. જેવા તમે જીવનના આ તબક્કામાં પ્રવેશો છો કે સંતાનનો ઉછેર, ઘરેલુ ખર્ચ, અને લોનની ભરપાઈ જીવનની અગ્રીમતા બની જાય છે. તમારી સાથે કંઈ અજુગતી ઘટના બને તેવી સ્થિતિમાં ફેમિલી ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી તમારા પરિવારજનો કોઈ નાણાંકીય તણાવનો સામનો કરશે નહીં તે નિશ્ચિત કરી શકે છે.
કિફાયતી પ્રીમિયમ
ત્રીસીના તબક્કામાં તમારું પ્રીમિયમ 20ના તબક્કા કરતાં સહેજ ઉંચુ રહેશે, પણ તે છતાં, 40ના કે 50ના દાયકામાં પ્રવેશવા સુધી રાહ જોવા કરતાં તે પ્રમાણમાં કિફાયતી રહે છે. 30ના દાયકામાં ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઓછા પ્રીમિયમમાં લાંબા ગાળાનું કવરેજ આરક્ષિત કરવાનો લાભ આપે છે.
સ્ત્રીઓ માટે નાણાંકીય સુરક્ષા
ત્રીસીના તબક્કામાં રહેલી સ્ત્રીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ તેણીના પ્રિયજનો માટે આવશ્યક નાણાંકીય સુરક્ષા છે, જેથી તેઓ તેમના ભવિષ્ય ઘડતર પર ધ્યાન આપી શકે. સ્ત્રીઓ માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ લાંબા આયુષ્યને કારણે ઓછઉં પ્રીમિયમ આપે છે અને સ્ત્રીના આરોગ્ય સંબંધિત કવરેજ વિકલ્પોનો સમાવેશ કરે છે.
આવકમાં ફેરબદલ
તમારો ત્રીસીનો તબક્કો સામાન્ય રીતે આવકમાં વૃદ્ધિનો ગાળો છે જે તમારી આવકની ક્ષમતાને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ છે. ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન એક કવચનું કામ કરે છે જે તેમનું ધ્યાન રાખવા માટે તમારી ગેરહાજરી છતાં, મોર્ગેજ ચૂકવણી અને દૈનિક જીવનનિર્વાહના ખર્ચ જેવી નાણાંકીય જવાબદારીઓને પૂર્તિત તમારો પરિવાર કરી રહ્યો છે તે સુનિશ્ચિત કરે છે.
કવરેજમાં અનુકૂળતા
તમારા નાણાંકીય લક્ષ્યાંકો અને જીવનશૈલીને અનુરૂપ તમે અનુકૂળ કવરેજ વિકલ્પો પસંદ કરી શકો છો. તમે પગારદાર વ્યક્તિ હોય કે સ્વ-વ્યવસાયિક, ટર્મ ઈન્શ્યોરન્સ તમારી જરૂરીયાતોને અનુરૂપ તૈયાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સ્વ-વ્યસાયિકો માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ એવા કવરેજ વિકલ્પો આપે છે જે અનિયમિત આવકને ધ્યાનમાં લઈને તમારા પરિવાર સુરક્ષિત રહે છે તે સુનિશ્ચિત કરે છે.
ટેક્સ લાભ
અન્ય પોલિસીઓની જેમ, ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી અંતર્ગત ટેક્સ લાભ આપે છે. તમારા દ્વારા ચૂકવવામાં આવતું પ્રીમિયમ તમારી કરપાત્ર આવકમાંથી કપાઈ શકે છે, જે મૂલ્યવાન કવરેજ મેળવવાની સાથે તમને ટેક્સમાં પણ બચત કરવામાં મદદ કરે છે.
ત્રીસીમાં રહેલા લોકો માટે ઉપલબ્ધ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો
યોગ્ય પ્લાનની પસંદગી તમારા પ્રીમિયમ અને કવરેજ અવધિનો શ્રેષ્ઠ ફાયદો મેળવવામાં મદદ કરી શકે છે. પ્રસ્તુત છે કેટલાંક સામાન્યપણે ઉપલબ્ધ વિકલ્પો જે તમે ધ્યાનમાં લઈ શકો છો.
લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ
ટર્મ ઈન્શ્યોરન્સનો આ સૌથી સામાન્ય પ્રકાર છે જેમાં સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન કવરેજની રકમ અચળ રહે છે. ત્રીસીમાં રહેલા લોકો માટે આ આદર્શ વિકલ્પ છે કેમ કે તે સાતત્યપૂર્ણ સુરક્ષા આપે છે અને મોર્ગેજ અથવા શિક્ષણના ખર્ચ જેવી મોટી આર્થિક જવાબદારીઓને પહોંચી વળવામાં મદદ કરે છે.
વધતો ટર્મ ઈન્શ્યોરન્સ
આ પ્લાનમાં, સમ એશ્યોર્ડ નિયમિત અંતરાલે વધે છે જે, સમયાંતરે નાણાંકીય જવાબદારીઓ વધવાની અપેક્ષા રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. ફુગાવો અને તમારા પરિવારની વધતી જરૂરીયાતો માટે વધતા ખર્ચને પહોંચી વળવા માટે તમારું કવરેજ પર્યાપ્ત છે તે સુનિશ્ચિત કરે છે.
ઘટતું ટર્મ ઈન્શ્યોરન્સ
આ પ્રકારનો પ્લાન મોટેભાગે નિશ્ચિત આર્થિક જવાબદારીઓ જેવી કે લોનને આવરી લેવા માટે વપરાય છે. ઘટતા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનનું સમ એશ્યોર્ડ ઘટતા દેવા, કે મોર્ગેજ અનુસાર સમય સાથે ઘટે છે જે 30ના તબક્કામાં મોટી લોન આવરી લેવાનું વિચારતા લોકો માટે કિફાયતી વિકલ્પ બને છે.
પ્રીમિયમના રીટર્ન સાથે ટર્મ ઈન્શ્યોરન્સ
પરંપરાગત ટર્મ પ્લાનથી વિપરીત, આ વિકલ્પ પોલિસીધારક અવધિથી વધુ જીવિત રહેવાની સ્થિતિમાં ચૂકવેલ પ્રીમિયમનું રીફંડ આપે છે. આ વધુ મોંઘો પ્લાન છે પરંતુ જેઓ સુરક્ષા અને રોકાણ વચ્ચે સંતુલન સાધવા ઈચ્છે છે તેમના માટે આકર્ષક વિકલ્પ છે.
સંયુક્ત ટર્મ ઈન્શ્યોરન્સ
આ પ્લાન તમને અને તમારા જીવનસાથીને એક જ પોલિસી હેઠળ આવરી લે છે. જો બંને જીવનસાથી નાણાંકીય જવાબદારી સંયુક્ત રીતે વહેંચતા હોય તેમના માટે ખાસ, નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આ કિફાયતી ઉપાય છે.
ત્રીસીના તબક્કામાં ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે વિચારવાલાયક મુદ્દાઓ
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ એક મહત્વપૂર્ણ ખરીદી છે. પ્રસ્તુત છે કેટલાંક વિચારવાલાયક મુદ્દાઓ.
કવરેજની રકમ
તમારી નાણાંકીય જવાબદારીઓ જેવી કે લોન, સંતાનોનું ભણતર અને અન્ય ભાવિ ખર્ચના આધારે યોગ્ય કવરેજ નક્કી કરો. તમારી નાણાંકીય જરૂરીયાતને આધારે શરૂઆતમાં ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ or ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પસંદ કરવાનું વિચારો. જેમ તમારી જવાબદારીઓ વધે તેમ પર્યાપ્ત સુરક્ષાની ખાતરી માટે તમે ₹1.5 કરોડ, ₹2 કરોડ, કે ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પણ તપાસી શકો છો.
પોલિસી અવધિ
તમારી પોલિસી અવધિ તમારા લાંબા-ગાળાના નાણાંકીય લક્ષ્યાંકો સાથે મેળ ખાય તેવી હોવી જોઈએ. આદર્શ રીતે, તમારા સંતાનો આર્થિક રીતે પગભર બને ત્યાં સુધી અથવા તમારું નોંધપાત્ર દેવું ચૂકવાઈ જાય ત્યાં સુધી તમારો પ્લાન કવરેજ આપતો હોવો જોઈએ. તમારી જવાબદારીઓની પૂર્તિ માટે તમારો પ્લાન કેટલો સમય તમને કવરેજ આપતો હોવો જોઈએ તે તપાસવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.
વૃદ્ધિત સુરક્ષા માટે રાઈડર
રાઈડર એક પ્રકારના એડ-ઑન છે જે તમારી પોલિસીનું કવરેજ વધારે છે. તમારી ત્રીસીના તબક્કામાં ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે, સંગીન બિમારી, અકસ્માતી મૃત્યુ અને પ્રીમિયમનું વેઈવર જેવા રાઈડર ઉમેરવાનું વિચારો. આ રાઈડર મૃત્યુ ઉપરાંત, અણધારી ઘટનાઓ જેવી કે મોટી બિમારી કે વિકલાંગતામાં અતિરિક્ત નાણાંકીય સુરક્ષા આપે છે.
વ્યવસાય અને આરોગ્ય
પ્રીમિયમ નક્કી કરવામાં તમારો વ્યવસાય અને આરોગ્ય નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. જો તમે અતિ-જોખમી વ્યવસાયમાં હો અથવા પહેલેથી આરોગ્ય સમસ્યાઓ ધરાવો છો તો, તમારું પ્રીમિયમ ઉંચુ જઈ શકે છે. તેમ છતાં, આ પરિબળો સામાન્ય રીતે ઓછા ચિંતાજનક છે, અને તમે હજુ પણ કિફાયતી દરે સઘન પોલિસી મેળવી શકો છો.
અલગ અલગ સમુદાયો માટે ખાસ વિચારણા
ગૃહિણીઓ, વરિષ્ઠ નાગરિકો અને સ્વ-વ્યવસાયો જેવા વિશિષ્ટ જૂથો માટે, ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીઓ તેમની વિશિષ્ટ નાણાંકીય પરિસ્થિતિઓ અનુસાર તૈયાર કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ગૃહિણીઓ માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ ઘરે રહેતાં જીવનસાથી માટે નાણાંકીય કવરેજ આપે છે. એજ રીતે, વરિષ્ઠ નાગરિકો, નિવૃત્તિની વયની આગળ કવરેજ આપતી પોલિસીઓ તપાસી શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું મારે ત્રીસીના તબક્કામાં ટર્મ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ?
હા, તમારી ત્રીસીના તબક્કામાં ટર્મ ઈન્શ્યોરન્સની ખરીદી આવશ્યક છે. તે તમારા પરિવારને નાણાંકીય સુરક્ષા આપે છે અને મોર્ગેજ, સંતાનોનું ભણતર અને અન્ય જવાબદારીઓ જેવી વધતી જવાબદારીઓ પૂરી કરવામાં મદદ કરે છે.
તમારા ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ માટે તમારે કેટલી ચૂકવણી કરવી જોઈએ?
આ રોકાણ તમારી આવક અને જવાબદારીઓ પર આધારીત હોવું જોઈએ. સામાન્ય નિયમ એ છે કે તમારા પરિવાર માટે વિસ્તૃત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમારી વાર્ષિક આવકના 10-15 ગણી કવરેજની રકમ પસંદ કરવી જોઈએ.
ટર્મ પ્લાન માટે શ્રેષ્ઠ અવધિ કઈ છે?
ટર્મ પ્લાન માટેની આદર્શ અવધિ તમારી નાણાંકીય આશ્રિતતા રહે ત્યાં સુધી અથવા નોંધપાત્ર જવાબદારીઓની પૂર્તિ થાય ત્યાં સુધી રહેવી જોઈએ. ત્રીસીમાં રહેલા લોકો માટે 20-30 વર્ષની અવધિ મોટેભાગે યોગ્ય હોય છે.
શું તમારી ત્રીસીમાં તમે રાઈડર સાથે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો?
હા, ક્રિટીકલ ઈલનેસ, અકસ્માતી મૃત્યુ, અને પ્રીમિયમનું વેઈવર જેવા રાઈડર તમારા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનમાં ઉમેરી શકાય છે. આ રાઈડર અતિરિક્ત સુરક્ષા પૂરી પાડી શકે છે અને બિમારી અને વિકલાંગતા જેવી નિયત ઘટનાઓમાં નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
શું ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની ખરીદી ટેક્સ બચાવવામાં મદદ કરે છે?
ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની ખરીદી ઈન્કમટેક્સ એક્ટની કલમ 80C અંતર્ગત ટેક્સ લાભ આપે છે. ચૂકવેલા પ્રીમિયમ તમારી કરપાત્ર આવકમાંથી કાપવામાં આવે છે જે તમને તમારા પરિવારનું ભાવિ સુરક્ષિત કરવાની સાથે ટેક્સમાં બચત કરવામાં મદદ કરે છે.