5 કરોડ ટર્મ ઈન્શ્યોર્ન્સ પ્લાન શું છે?
₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન એક નાણાંકીય બેકઅપ વિકલ્પ છે જે સમજવામાં ખૂબ સરળ છે. આ ₹5 કરોડનું સમ એશ્યોર્ડ આપતી ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી છે. આજે તમારા માટે માનસિક શાંતિ સુનિશ્ચિત કરવાની સાથે તે, ભવિષ્યમાં તમારા પરિવાર માટે બહેતર સુરક્ષા આપવાનું તમારા માટે શક્ય બનાવે છે.
₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેમ ખરીદવો જોઈએ?
શા માટે ગ્રાહકોએ ₹5 કરોડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવી જોઈએ તેના અનેક કારણો છેઃ
- ઉચ્ચ-આવક ધરાવતા પરિવારોને તેને અનુરૂપ જીવનશૈલી માટે તેઓ પૂરું પાડે છે.
- તેમની પાસે હોમ લોન જેવી જવાબદારી હોય છે, જે વ્યક્તિના અકાળ મૃત્યુની સ્થિતિમાં તેમના પરિવાર માટે બોજ બની જાય છે.
- તેઓ કોઈ નિશ્ચિત જરૂરીયાત ધરાવતા આશ્રિતો ધરાવે છે, જેમ કે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપના જોતા સંતાન અથવા તબીબી જરૂરીયાતો ધરાવતા માતાપિતા.
- આ તમામ પરિબળોમાંથી કોઈનું પણ સંયોજન પણ તેમને ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી લેવા તરફ દોરી શકે છે.
- ઉચ્ચ સમ એશ્યોર્ડ સાથેનો ટર્મ પ્લાન ખરીદવા જેવા મહત્વપૂર્ણ નાણાંકીય નિર્ણયો લેતી વખતે તમારી નાણાંકીય જરૂરીયાતો અને બજેટસંબંધી નિયંત્રણોને ધ્યાનમાં લો.
₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાના ફાયદાઓ?
ચાલો જોઈએ કેટલાંક ફાયદા જેની ₹5 કરોડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાંથી તમે અપેક્ષા કરી શકો છો.
- તમારા પરિવારને અનેક નાણાંકીય જરૂરીયાતો પાર પાડવામાં સહાય મળે તેટલી નોંધપાત્ર કવરેજ રકમ તમને મળે છે.
- ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ અન્ય પ્રકારની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓ માં રહેલ એજ સમ એશ્યોર્ડ માટેના પ્રીમિયમ કરતાં ઓછી હોવાની સંભાવના છે.
- ચૂકવેલ પ્રીમિયમ તેમ જ પ્રાપ્ત થયેલ મૃત્યુ લાભ માટે તમે ટેક્સ મુક્તિનો ક્લેઈમ કરી શકો છો.
- એડ-ઓન અને રાઈડર સાથે ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીને કસ્ટમાઈઝ કરીને તમે તમારા કવરેજનો વ્યાપ વધારી શકો છો.
- પરિવારને ટેકો આપવા માટે તમારી હાજરી હોય કે ન હોય, તમારા પરિવાર માટે નોંધપાત્ર કવરેજ તમારા માટે તેમના ભવિષ્ય વિશે નિશ્ચિંત થવાનું શક્ય બનાવે છે.
₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સને અસર કરતાં પરિબળો કયા છે?
₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતાં પરિબળો લગભગ અન્ય કોઈપણ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમને અસર કરતાં પરિબળો જેવા જ હોય છે. તમારી સમ એશ્યોર્ડ રકમ સિવાય, પ્રસ્તુત છે કેટલાંક પરિબળો જે ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે.
ટર્મની અવધિ
તમારું કવરેજ માટે તમે પસંદ કરેલ અવધિ તમારી પ્રીમિયમની રકમને અસર કરી શકે છે. પોલિસીન અવધિ કેવી રીતે તમારી પ્રીમિયમની રકમને અસર કરે છે તે ધ્યાનમાં લેવાને બદલે તમારી જરૂરીયાતના આધારને પોલિસીની અવધિ નક્કી કરવી તે વધુ હિતાવહ છે.
વય
તમારે કેટલું પ્રીમિયમ ચૂકવવું જરૂરી છે તે માટે આરક્ષિત વ્યક્તિની વય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટીં ઉમરની વ્યક્તિઓને મૃત્યુનું જોખમ વધુ હોય છે. આથી, ટર્મ પ્લાન હંમેશા જીવનમાં વહેલા લઈ લેવાની સલાહ આપવામાં આવે છે.
તબીબી ઈતિહાસ
જો તમે કોઈપણ તબીબી સ્થિતિ સાથે જીવતા હો અથવા કોઈ નોંધપાત્ર તબીબી ઈતિહાસ ધરાવતા હો તો, સામાન્ય તબીબી ઈતિહાસ ધરાવતા તમારા સહઆરક્ષિતોની તુલનામાં તમારી પાસેથી વધુ પ્રીમિયમ ચાર્જ કરવામાં આવી શકે છે. પછીથી જટિલતાઓ ઓછી થાય તેની ખાતરી કરવા માટે, તમારા તબીબી ઈતિહાસનું સ્પષ્ટ ચિત્ર તમારા ઈન્શ્યોરરને આપવું હિતાવહ છે.
પ્રીમિયમ ચૂકવણી પુનરાવર્તિતા અને અવધિ
પ્રીમિયમ ચૂકવણી પુનરાવર્તિતા અને પસંદ કરેલ અધિ પણ તમારી કુલ પ્રીમિયમની રકમ વધારી કે ઘટાડી શકે છે. બહેતર ચિતાર મેળવવા માટે તમે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરમાં ઉપલબ્ધ પ્રીમિયમ ચૂકવણી પુનરાવર્તિતાના વિકલ્પો પસંદ કરી શકો છો, જ્યાં તમારી બાકીની વિગતો પણ કેપ્ચર થયેલ છે.
જીવનશૈલી
ધૂમ્રપાનની આદત મૃત્યુના જોખમને પ્રભાવિત કરતું ગણાય છે, આથી પરિણામરૂપે તે પ્રીમિયમની રકમને પણ અસર કરે છે. તે ઉચ્ચ પ્રીમિયમની રકમ ચાર્જ કરવા તરફ પણ દોરી શકે છે.
લિંગ અને સ્થળ
પુરુષોની તુલનાએ સ્ત્રીઓ મૃત્યુનું ઓછું જોખમ ધરાવે છે. ઉપરાંત, તેઓ શહેરી વિસ્તારમાં રહે છે કે તંદુરસ્ત જીવનશૈલી શક્ય બનાવતા શાંત વિસ્તારમાં રહે છે તે પણ પ્રીમિયમના દરને અસર કરે છે.
એડ-ઓન વિશિષ્ટતાઓ
જો તમે રાઈડર ઉમેરી રહ્યા હો અથવા કેટલાંક અતિરિક્ત વિશિષ્ટતાઓ સાથેનો પ્લાન પસંદ કરી રહ્યા હોત, તે તમારી પોલિસીને અસર કરે છે.
ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરની ઓનલાઈન સરળ ઉપલબ્ધિ દ્વારા તમે ફક્ત થોડા ક્લીક્સમાં અંદાજ મેળવી શકો છો.
યોગ્ય ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે ખરીદવો?
તમે ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદો, ઓછા સમ એશ્યોર્ડની કે વધુ સમ એશ્યોર્ડની, યોગ્ય પ્લાન પસંદ કરવો મહત્વપૂર્ણ છે. પ્રસ્તુત છે કેટલાંક પરિબળો જે યોગ્ય ટર્મ ઈન્શ્યોરન્સ પસંદ કરવામાં તમારી મદદ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
એડ-ઓન વિકલ્પો
શું તમારી પોલિસી કોઈ રાઈડર વિકલ્પ આપે છે અથવા તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે કોઈ અતિરિક્ત વિશિષ્ટતા આપે છે? એડ-ઓન્સ પ્રીમિયમની રકમને પ્રભાવિત કરે છે પરંતુ, તે બહેતર કવરેજ મેળવવામાં તમને મદદ કરી શકે છે. કેટલાંક પ્રચલિત રાઈડર વિકલ્પોમાં પ્રીમિયમનું વેઈવર અને ટર્મ રાઈડર સામેલ છે.
ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો
તમારી પોલિસી પર ક્લેઈમ સફળતાના સેટલમેન્ટની વધુ સારી તક મેળવવા માટે, કંપનીનો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો સૌથી પહેલાં તપાસવો જોઈએ. આ મૂલ્ય તમને ગયા વર્ષમાં સફળતાથી સેટલ થયેલ ક્લેઈમની ટકાવારી આપે છે.
બાકાતી
ખરીદી કરતાં પહેલાં, પોલિસીની બાકાતી વિશે તપાસ કરવી આદર્શ છે. તમારી પોલિસી શેના માટે કવરેજ આપવાની છે તેની સ્પષ્ટ સમજ મેળવવી શ્રેષ્ઠ છે.
પ્રતિક્ષા ગાળો
કેટલાંક પ્રકારના કવરેજ પ્રતિક્ષાગાળા સાથે આવી શકે છે. ખરીદી કરતાં પહેલાં આ તપાસવાની ખાતરી કરો.
તમારા ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો
ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ તમારા ₹5 કરોડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પર પ્રીમિયમની ગણતરી કરવાનો સૌથી સરળ, ઝડપી અને સૌથી ઉપલબ્ધ ઉપાય છે.
પ્રીમિયમનો અંદાજ લેવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર તપાસો.
શા માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સની પસંદગી કરવી?
- અમે આપીએ છીએઃ
- તમારી વિવિધ જરૂરીયાતોને અનુરૂપ પ્લાનની શ્રેણી
- વિશ્વસનીય ગ્રાહક સેવા
- સરળ ક્લેઈમ સેટલમેન્ટ કાર્યવાહી
- નિષ્ણાત સલાહની ઉપલબ્ધિ
- 97.04% ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો
યોગ્ય ટર્મ પ્લાન પસંદ કરવામાં મદદ જોઈએ છે?
તમારો ટર્મ પ્લાન પસંદ કરવામાં નિષ્ણાતની સલાહ લેવા માટે અહીં કૉલ બુક કરો. તમે 1800 209 8700 પર અમને કોલ કરી શકો છો અથવા +91 22 6274 9898 પર અમને વૉટ્સએપ મેસેજ કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
₹5 કરોડ ટર્મ પ્લાન ખરીદવા માટેનો પાત્રતા માપદંડ શું છે?
અન્ય કોઈ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનના પાત્રતા માપદંડ જેવો જ તે હોય છે. 18 થી 65 વર્ષની વચ્ચેની વયના કોઈપણ ભારતીય નાગરિક, અન્ડરરાઈટિંગ ટીમની મંજૂરીને આધીન માન્ય થઈ શકે છે. બિનનિવાસી ભારતીયો માટે ટર્મ ઈન્શ્યોરન્સની ઉપલબ્ધિ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર અને પસંદ કરેલ પ્લાનના પ્રકાર પર આધારીત છે.
₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પર મને ટેક્સ લાભ મળી શકે છે?
હા, ચૂકવેલ પ્રીમિયમ તેમ જ પ્રાપ્ત કરેલ લાભ ટેક્સ મુક્તિ માટે માન્ય હોઈ શકે છે. કૃપા કરીને યાદ રાખો કે વર્તમાન ઈન્કમ ટેક્સ નિયમો અનુસાર, ફક્ત એજ ટેક્સદાતાઓ જેમણે જૂની ટેક્સપ્રણાલી પસંદ કરી છે તેઓ જ ક્લેઈમ કરી શકે છે.
જો હું પોલિસી અવધિ સુધી જીવિત રહું તો શું થશે?
જો તમે લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી પસંદ કરી હોય અને પોલિસી અવધિ સુધી જીવિત હો તો, કોઈ મેચ્યોરિટી લાભ ક્લેઈમ કરવાના રહેતા નથી. તેમ છતાં, જો તમારા પ્લાનમાં રીટર્ન ઑફ પ્રીમિયમ વિકલ્પ હોય તો, પ્લાનની મેચ્યોરિટી પર તમે પ્રીમિયમ પરત મેળવવાનો ક્લેઈમ કરી શકો છો.
શું ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ફ્રી-લુક ગાળા સાથે આવે છે?
પ્રમાણમાં ઉંચા સમ એશ્યોર્ડ સિવાય, ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સના મોટાભાગના અન્ય પરિબળો રેગ્યુલર ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન જેવા જ રહે છે. આથી, ફ્રી-લુક ગાળા સહિત ટર્મ ઈન્શ્યોરન્સના મોટાભાગની વિશિષ્ટતાઓ અને લાભ ઉપલબ્ધ હોવાની અપેક્ષા રાખી શકો છો.
શું હું ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઓનલાઈન ખરીદી શકું છું?
હા, આ પોલિસીઓ ઓનલાઈન ખરીદવી શક્ય છે. જો તમારા તમામ દસ્તાવેજો તૈયાર હોય તો, તમે અવરોધરહિત અને ત્વરીત કાર્યવાહીની અપેક્ષા રાખી શકો છો.