ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે, સંસ્થાના મૂલ્યો પ્રતિ કર્મચારીઓના સમર્પણ અને પ્રતિબદ્ધતાની અમે ખૂબ કદર કરીએ છીએ. વર્ષ 2019માં અમે અમારી એમ્પ્લોયી વેલ્યૂ પ્રોપોઝીશન(ઈવીપી) સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવાની સફરની શરૂઆત કરી અને અમારા કર્મચારીઓ વચ્ચે ખૂબ જ વિચારણા અને ચર્ચાને અંતે, અમે તેને ‘આપો અને મેળવો’ના સંયોજન તરીકે નક્કી કરી છે જેમાં, “આપો” અમારા નિર્ધારીત મૂલ્યો – પ્રામાણિકતા, મદદ, નવીન વિચારો, વધુ કાર્યક્ષમતા – વગેરેના પ્રદર્શન અને સ્વીકાર દ્વારા કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તે સૂચવે છે જ્યારે “મેળવો” ઈન્ડિયાફર્સ્ટ લાઈફના સી.એ.આર.ઈ. – સેલિબ્રેટીંગ પીપલ એન્ડ સક્સેસ, એક્સીલરેટીંગ ગ્રોથ, રેકોગ્નાઈઝીંગ એચીવમેન્ટ્સ અને એમ્પાવરીંગ એમ્પ્લોયીઝના સ્વરૂપે કર્મચારીઓ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પાસેથી શું આશા રાખી શકે છે તે દર્શાવે છે.