અમારા વિશે


ગ્રાહકોને સેવા પૂરી પાડવાની ઉત્કટતાની સાથે અમે માનીએ છીએ કે, અનિશ્ચિતતાઓ કરતાં નિશ્ચિતતાઓનું પલડું હંમેશા ભારે જ રહે છે અને અમે ઇચ્છિએ છીએ કે આપ આવી ક્ષણો માટે સજ્જ રહો. અમને આનંદ છે કે, આપે અમને વધુ સારી રીતે જાણવા માંગો છો.

મુંબઈમાં વડુંમથક ધરાવતી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) રૂ. 663 કરોડની ભરપાઈ થયેલી શૅર મૂડીની સાથે દેશની સૌથી નવોદિત વીમાકંપનીઓ પૈકીની એક છે. યોગ્ય કિંમત ધરાવતા અને કાર્યક્ષમ સેવા પૂરી પાડનારા અમારા સરળ, સમજવામાં સુગમ ઉત્પાદનો અમને અન્ય કંપનીઓ કરતાં અલગ પાડનારા મુખ્ય પરિબળો છેે.

અમારું નિર્માણ વિશ્વાસના પાયા પર થયું છે


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે અમે દરરોજ એવા લક્ષ્ય સાથે કામ પર આવીએ છીએ કે, દરેક ભારતીય પરિવારને વીમો ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય. વર્ષ 2009ના અત્યંત મહત્વના દિવસે જ્યારે જીવન વીમા ઉદ્યોગમાં પ્રવેશનારી ખાનગી ક્ષેત્રની 23મી કંપની તરીકે જ્યારે અમે અમારી પ્રથમ પૉલિસી વેચી હતી, તે દિવસથી આજે 31 માર્ચ, 2020સુધીમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ નાણાકીય વર્ષ 2020 માટે વ્યક્તિગત એનબી એપીઈમાં ખાનગી ક્ષેત્રમાં 12મા ક્રમે છે.રૂ. 3,360 કરોડની કિંમતનું કુલ પ્રીમિયમ એકત્રિત કરવાની સાથે અને રૂ. 14,723 કરોડના એયુએમની સાથે નાણાકીય વર્ષ 2020 અમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થયું હતું.

બેંક ઑફ બરોડા, આંધ્રા બેંક (હવે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા) અને લીગલ એન્ડ જનરલ એ અમારા સ્થાપક સભ્યો છે. અમારા વિકાસના વર્ષો દરમિયાન અમારી સાથે કદમથી કદમ મિલાવ્યાં બાદ લીગલ એન્ડ જનરલએ ફેબ્રુઆરી 2019માં તેનો હિસ્સો કાર્મેલ પોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને વેચી નાંખ્યો હતો, જે મોરેશિયસના કાયદા હેઠળ સંસ્થાપિત થયેલી અને યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ યોર્ક સ્થિત વૉરબર્ગ પિનકસ એલએલસી દ્વારા સંચાલિત થતાં પ્રાઇવેટ ઇક્વિટ ફંડ્સની માલિકીની બૉડી કૉર્પોરેટ છે. આ પહેલી એવી ડીલ છે, જેમાં એક પ્રાઇવેટ ઇક્વિટી ફંડએ એક જીવન વીમા કંપનીમાં રસ દાખવ્યો છે. એપ્રિલ 2020માં આંધ્રા બેંકનું યુનિયન બેંક ઑફ ઇન્ડિયામાં એકીકરણ થઈ ગયું.જેથી અમારી કંપનીની શૅરહોલ્ડિંગ પેટર્ન હવે આ મુજબ છેઃ બેંક ઑફ બરોડા - 44%, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા - 30% અને કાર્મેલ પોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ - 26%.

અમારો તદ્દન નોખો અનુભવ મોટો તફાવત સર્જે છે


અમે ગ્રાહકોની વિવિધ શ્રેણીઓનો સમાવેશ કરતી 42 જરૂરિયાત-આધારિત પ્રોડક્ટ્સનો (31મી માર્ચ 2021ના રોજ) વૈવિધ્યસભર સમુહ પૂરો પાડીએ છીએ, વિતરણની અનેકવિધ ક્ષમતાઓનો લાભ ઉઠાવીએ છીએ અને રોકાણના વિવિધ વિકલ્પોમાં વૃદ્ધિ કરીએ છીએ. એકંદર રીતે, વીમાકવચ, બાંયધરીપૂર્વકની બચત, સંપત્તિ, પેન્શન, સ્વાસ્થ્ય અને કર્મચારીઓની જવાબદારી ઉઠાવવા માટેના ગ્રૂપ ફંડ જેવી કેટેગરીઓ હેઠળની યોજનાઓ સુવિધાઓના એક સંપૂર્ણ સમુહની રચના કરે છે, જે અમારા ગ્રાહકોને જીવનની નિશ્ચિતતાઓ માટે સજ્જ બનાવે છે. અમારી પ્રોડક્ટ્સને સમજવી ખૂબ જ સરળ છે અને પ્રમાણમાં પરવડે તેવી છે તથા જોખમનું વ્યવસ્થાપન એ અમારી મૂળભૂત ક્ષમતા છે.

જનતા જનાર્દન છે


અમે શ્રેષ્ઠ લોકોને જ કામે રાખીએ છીએ, જેથી અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડી શકીએ. અમેવૈવિધ્યતાને સ્વીકારીએ છીએ, અમેયોગ્યતા દ્વારા સંચાલિત થઇએ છીએ, નવીનીકરણ દ્વારા ઇજન મેળવીએ છીએ અનેઅમારા કર્મચારીઓના મંતવ્યોને મહત્વ આપીએ છીએ, જે લોકોના વ્યવહારો, પ્રક્રિયાઓ અને નીતિઓ વધુ સારી રીતે ઘડવામાં મદદરૂપ થાય છે. અમારી ટીમ વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવનારા તેજસ્વી લોકોનું મિશ્રણ ધરાવે છે.અમે કામના પ્રોત્સાહક માહોલમાં નવીન નાણાકીય ઉપાયોનું સર્જન કરવા સહયોગ સાધીએ છીએ. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ તેના કર્મચારીઓને ખુશ અને ઉત્સાહી તથા કાર્યસ્થળે કાર્ય મગ્ન રાખવામાં વિશ્વાસ ધરાવે છે.

સતતછેલ્લાં બે વર્ષ (2019 અને 2020)થી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીને બીએફએસઆઈ સેગમેન્ટમાં કામ કરવા માટેના ટોચના 25 સ્થળોમાં સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે.તે વિશ્વના કોઇપણ સંગઠન માટે સૌથી પ્રતિષ્ઠિત સિદ્ધિઓ પૈકીની એક છે.આ માન્યતા એ અમારા સંગઠનની પ્રતિબદ્ધતાનું વસિયતનામું છે અને #કસ્ટમરફર્સ્ટઅને#એમ્પ્લોયીફર્સ્ટ જેવી અમારી મૂળ વિચારધારાને આત્મસાત કરનારા કર્મચારીઓ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના હાર્દની રચના કરે છે. અમારા કર્મચારીઓ એ અમારું પ્રેરકબળ છે, અમારી મૂળભૂત શક્તિ છે, અમને અન્યોથી અલગ પાડે છે અને અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. #એમ્પ્લોયીફર્સ્ટનોઅમારો મંત્ર #કસ્ટમરફર્સ્ટના અમારા લક્ષ્યને વધુ સારી રીતે હાંસલ કરવામાં મદદરૂપ થયો છે.

ગ્રાહકને પ્રાથમિકતાની વિચારસરણી


નવા યુગની સાહજિકતા એ અમારી સ્પર્ધાત્મક પ્રાધાન્યતા છે, જે સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલામાં ડિજિટલાઇઝેશનની અત્યાધુનિક પહેલ મારફતે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરે છે, જે અમારી #કસ્ટમરફર્સ્ટઆઈડીયોલોજીમાંથી ઉદભવેલ છે. અત્યંત સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા ધરાવતા અમારા અભિગમના કેન્દ્રમાં ગ્રાહકને રાખીને શ્રેષ્ઠ પરિણામો આપવાની અમારી નીતિ અમને સતત વિકાસ સાધવામાં મદદરૂપ થઈ છે. અમે ગ્રાહકોની જે રીતે સેવા કરીએ છીએ તે ફિલસૂફીનું પુનરાવર્તન કરવા માટે અમારા ‘વિશ્વાસના વર્તુળ’નો સિદ્ધાંત અમે અમારું આચરણ કેવી રીતે કરીએ તેની દીવાદાંડી તરીકે કામ કરે છેઃ અમારી દરેક વર્તણૂક ભરોસો જીતવા માટેના ઇરાદાથી માર્ગદર્શિત છે.

અમારી મેનેજમેન્ટ ટીમ વિશે વધુ જાણકારી મેળવો અથવા અમારી સાથે રહો. અમે આપને અમારી સેવા પૂરી પાડવા તત્પર છીએ અને અમને આપની સફળતાની ખાતરી છે.

*નોંધઃ આ રેન્કિંગ ખાનગી ક્ષેત્રના સંબંધમાં છે (એલઆઇસી સિવાય).