Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરંટીડ મંથલી ઇન્કમ પ્લેનના ફાયદા શું છે?

નિશ્ચિત માસિક આવક

નાણાકીય સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરીને પ્રીમિયમ ચૂકવણીના વર્ષો પછી તરત જ દર મહિને નિયમિત આવકનો આનંદ માણો.

secure-future

બોનસ સંચય

જો બોનસ જાહેર કરવામાં આવે તો, તમારા રોકાણ પરના વળતરમાં વધારો કરીને, પોલિસીની સમગ્ર મુદત દરમિયાન વધારાનું બોનસ પ્રાપ્ત કરો.

low-premium

આજીવન કવરેજ

કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તમારા અને તમારા પ્રિયજનો માટે માનસિક શાંતિ સુનિશ્ચિત કરીને, પોલિસીના સમગ્ર સમયગાળા માટે લાઈફ કવર મેળવો

protect-asset

ચુકવણીના વિવિધ વિકલ્પો

તમારી નાણાકીય જરૂરિયાતોને અનુરૂપ, 5, 10 અથવા 15 વર્ષ માટે માસિક આવક તરીકે લાભો મેળવો.

protect-lifestyle

તમે જે ચૂકવો છો તેના કરતાં વધુ મેળવો

નિયમિત માસિક ચૂકવણીના સ્વરૂપમાં વાર્ષિક ધોરણે તમારા પ્રીમિયમના 105% થી 125% સુધી મેળવો.

life-certainties

કસ્ટમાઇઝ કરેલ પ્લાન

પ્રીમિયમ ચૂકવણીના વિવિધ વિકલ્પો, પોલિસીની મુદત અને ચુકવણીની રીતોના વિકલ્પો સાથે તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાન બનાવો.

cover-covid-claim

વીમા રકમમાં વધારો

વધુ પ્રીમિયમ ચૂકવીને ઉચ્ચ વીમો મેળવો જે ઉચ્ચ બોનસ (જો જાહેર કરવામાં આવે તો) અને વધુ નાણાકીય લાભો પ્રદાન કરે છે.

cover-covid-claim

કર લાભો

તમારી કરોનું શ્રેષ્ઠ આયોજન કરીને, પ્રવર્તમાન કર કાયદા અનુસાર તમે ચૂકવો છો તે પ્રીમિયમ અને કરમુક્ત માસિક આવક પર કર કપાતનો આનંદ માણો

cover-covid-claim

How to buy IndiaFirst Life Guaranteed Monthly Income Plan?

Step 1

Provide Basic Information

Enter your name, mobile number, and other essential details.

choose-plan

Step 2

Select Income Options and Policy Tenure

Choose your preferred income payout terms and policy duration ranging from 16 to 27 years according to your requirements.

premium-amount

Step 3

Review Your Quote

Receive a generated quote for your review and consideration.

select-stategy

Step 4

Consult with Our Experts

Our sales representatives are available to guide you through the process and answer any questions you may have.

make-payments

Step 5

Complete Payment

Finalize your application by making the payment through the provided channels.

make-payments

પાત્રતાના માપદંડ

પ્રવેશ સમયે ઉંમર

Answer

ન્યૂનતમ

  • 18 વર્ષ

મહત્તમ

  • 50 વર્ષ

મેચ્યોરિટી પર ઉંમર

Answer

ન્યૂનતમ

  • 34 વર્ષ

મહત્તમ

  • 75 વર્ષ

પ્રીમિયમ ભરવાની મુદત (PPT)

Answer
  • પ્રવેશ સમયે 18-35 વર્ષની ઉંમર માટે: 8 થી 11 વર્ષ
  • પ્રવેશ વખતે 36-45 વર્ષની ઉંમર માટે: 9 થી 11 વર્ષ
  • પ્રવેશ સમયે 46-50 વર્ષની ઉંમર માટે: 9 થી 10 વર્ષ

પૉલિસીની મુદત

Answer
  • 8 વર્ષની પ્રીમિયમની ચુકવણીની મુદત માટે: 16/19/21 વર્ષ
  • 9 વર્ષની પ્રીમિયમની ચુકવણીની મુદત માટે: 18/21/23 વર્ષ
  • 10 વર્ષની પ્રીમિયમની ચુકવણીની મુદત માટે: 20/23/25 વર્ષ
  • 11 વર્ષની પ્રીમિયમની ચુકવણીની મુદત માટે: 22/25/27 વર્ષ

ગેપ વર્ષ

Answer

0, 3, અથવા 5 વર્ષ માટે વિકલ્પો

વીમાની રકમ

Answer

ન્યૂનતમ

  •  ₹75,000

મહત્તમ

  • કોઈ મર્યાદા નથી (વીમાને આધીન)

ન્યૂનતમ પ્રીમિયમ

Answer

માસિક

  • ₹2,088 

ત્રિમાસિક

  • ₹6,216

અર્ધવાર્ષિક

  • ₹12,286 

વાર્ષિક

  • ₹24,000

પ્રીમિયમના વિકલ્પો

Answer

લિમિટેડ પ્રીમિયમ

પ્રીમિયમ ચુકવવાની રીત

Answer

માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરંટીડ મંથલી ઇન્કમ પ્લાન શું છે?

Answer

ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ગેરંટીડ મંથલી ઇન્કમ પ્લાન, એક વ્યાપક બચત અને વીમા યોજના છે. આ નોન-લિંક્ડ, પાર્ટીસિપેટિંગ યોજના, મર્યાદિત પ્રીમિયમ, જીવન વીમા યોજના નાણાં બચાવવાની યોજના તરીકે કાર્ય કરે છે, જે તમારી પ્રીમિયમની ચુકવણીની મુદત અને ગેપ વર્ષ (જો પસંદ કરેલ હોય તો) પૂર્ણ કર્યા પછી રિસ્ક કવર અને નિશ્ચિત માસિક આવક, બંને ઓફર કરે છે. તમને પોલિસીની મુદતના અંતે, જો જાહેર કરવામાં આવે તો, સંચિત સિમ્પલ રિવર્ઝનરી બોનસ અને ટર્મિનલ બોનસના સ્વરૂપમાં ઉન્નત લાભો પણ પ્રાપ્ત થાય છે.

ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી રજૂ કરવાના કિસ્સામાં શું થાય છે?

Answer

છેતરપિંડી/ખોટી નિવેદન સામે સમય સમય પર સુધારેલ વીમા અધિનિયમ 1938 ની કલમ 45 ની જોગવાઈઓ અનુસાર વ્યવહાર કરવામાં આવશે.

સમય-સમય પર સુધારેલ વીમા અધિનિયમ 1938 ની કલમ 45 કહે છે કે:

  1. પૉલિસીની તારીખથી ત્રણ વર્ષની મુદત પૂરી થયા પછી, એટલે કે, પૉલિસી જારી કરવાની તારીખથી અથવા જોખમની શરૂઆતની તારીખથી અથવા રિવાઇવલની તારીખથી અથવા પોલિસીના રાઇડરની તારીખથી, જે પણ પછીથી હોય, કોઈપણ આધાર પર જીવન વીમાની પૉલિસી પર કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવશે નહીં.

  2. પૉલિસી જારી કર્યાની તારીખથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે જીવન વીમાની પૉલિસી અથવા જોખમ શરૂ થવાની તારીખ અથવા રિવાઇવલની તારીખ, પૉલિસીની અથવા પૉલિસીના રાઇડરની તારીખથી, બેમાંથી જે પણ પછીથી હોય, છેતરપિંડીના આધાર પર,  કોઈપણ સમયે પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે: જો કે વીમાદાતાએ વીમાધારકને લેખિતમાં અથવા વીમાધારકના કાનૂની પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇનીઓને તે આધારો અને સામગ્રીઓ કે જેના પર આવો નિર્ણય આધારિત છે, તેની જાણ કરવી પડશે.

  3. પેટા-કલમ (2) માં સમાવિષ્ટ કંઈપણ હોવા છતાં, જો વીમાધારક સાબિત કરે છે કે ભૌતિક હકીકતનું ખોટું નિવેદન અથવા તેને છુપાવવાનું, તેની જાણ અને માન્યતા મુજબ શ્રેષ્ઠ હતું અથવા તે હકીકતને છુપાવવાનો કોઈ ઈરાદાપૂર્વકનો ઈરાદો ન હતો અથવા કોઈ ભૌતિક તથ્યનું આવું ખોટું નિવેદન અથવા તેને છુપાવવાની બાબતની જાણ વીમાદાતાના છે, તો કોઈ પણ વીમાદાતા છેતરપિંડીનાં આધારે જીવન વીમા પૉલિસીનો અસ્વીકાર કરશે નહીં. જો કે છેતરપિંડીના કિસ્સામાં, પોલિસીધારક જીવિત ન હોય તો, આ સાબિત કરવાની જવાબદારી લાભાર્થીઓ પર રહે છે.

  4. જીવન વીમાની પૉલિસી પર પૉલિસી જારી કર્યાની તારીખથી અથવા જોખમની શરૂઆતની તારીખથી અથવા પૉલિસીના રિવાઇવલની તારીખથી અથવા પૉલિસીમાં રાઇડરની તારીખથી, જે પછીથી હોય, ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે, વીમાધારકના જીવનની અપેક્ષા અંગેની હકીકત સંબંધિત કોઈપણ નિવેદન અથવા તેને છુપાવવું એ પોલિસી જારી કરવામાં આવી હોય અથવા તેને રિવાઇવ કરવામાં આવી હોય અથવા રાઇડર જારી કરવામાં આવ્યું હોય તેવા પ્રોપોસલ અથવા અન્ય દસ્તાવેજમાં ખોટી રીતે કરવામાં આવ્યું હતું, તે આધાર પર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે:
    પરંતુ વીમાદાતાએ વીમાધારકને અથવા વીમાધારકના કાનૂની પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇનીઓને તે આધારો અને માહિતી વિશે જણાવવું પડશે કે જેના પર જીવન વીમાની પોલિસીને રદ કરવાનો આવો નિર્ણય આધારિત છે. વધુમાં, ખોટા નિવેદન અથવા ભૌતિક હકીકતને છુપાવવાના આધારે, અને છેતરપિંડીના આધારે નહીં, પોલિસીના અસ્વીકારના કિસ્સામાં, અસ્વીકારની તારીખ સુધી પોલિસી પર એકત્રિત થયેલ પ્રીમિયમ, આવા અસ્વીકારની તારીખથી નેવું દિવસની અંદર વીમાધારકના પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇની અથવા કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે.

  5. આ અનુભાગમાં કંઈપણ બાબત વીમાદાતાને કોઈપણ સમયે ઉંમરના પુરાવા માંગવાથી અટકાવશે નહીં, જો તે આમ કરવા માટે હકદાર હોય, અને પોલિસીની શરતો, જીવન વીમાધારકની ઉંમર પ્રોપોસલમાં ખોટી રીતે જણાવવામાં આવી હતી, તેવા અનુગામી પુરાવા પર સમાયોજિત કરવામાં આવી છે, તેવા કારણે કોઈપણ પોલિસી પ્રશ્ન ઉઠાવવામાં નહીં આવે. 

શું આ પોલિસીમાં કોઈ વધારાના લાભો છે?

Answer

આ પૉલિસીમાં ઉચ્ચ પ્રીમિયમ પસંદ કરવાથી તમે વીમાની વધુ રકમ માટે પાત્ર બનો છો, તે તમને વધુ બોનસ મેળવવામાં મદદ કરશે. વાર્ષિક બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો) વીમાની વધુ રકમ પર લાગુ થાય છે. વીમાની મૂળ રકમની ટકાવારી તરીકે વધારવામાં આવેલ વીમાની રકમનો પરિબળ, લાગુ પડતા કર અને વધારાના પ્રીમિયમ પહેલાં વાર્ષિક પ્રીમિયમના આધારે બદલાય છે.

  • રૂ.36,000 કરતાં ઓછું: 0% વૃદ્ધિ
  • રૂ.36,000 થી ₹60,000 થી ઓછું: 3% વૃદ્ધિ
  • રૂ.60,000 થી ₹96,000 થી ઓછું: 6% વૃદ્ધિ
  • રૂ.96,000 થી ₹1,20,000 થી ઓછું: 8% વૃદ્ધિ
  • રૂ.1,20,000 અને તેથી વધુ: 10% વૃદ્ધિ

શું મને આ પોલિસીમાં લોન મળી શકે છે

Answer

ના, આ પોલિસીમાં લોનની મંજૂરી નથી.

શું તમે તમારી પોલિસી પરત કરી શકો છો?

Answer

હા, તમે ફ્રી લુક અવધિમાં તમારી પોલિસી પરત કરી શકો છો;

જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે સંમત ન હોવ તો, તમારી પાસે પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર તેના કારણો દર્શાવીને અમને પોલિસી પરત કરવાનો વિકલ્પ છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા ખરીદવામાં આવેલી પોલિસી માટે ફ્રી-લુકની અવધિ 30 દિવસનો રહેશે.

શું તમે તમારી પોલિસી પરત કરો ત્યારે તમને કોઈ રિફંડ મળે છે?  

હા. અમે ચૂકવેલ પ્રીમિયમની બરાબર રકમ પરત કરીશુ, જેમાંથી

i. પોલિસી અમલમાં હતી તે સમય માટે પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ

ii. ચુકવવામાં આવેલ કોઈપણ સ્ટેમ્પ ડ્યુટી

iii. તબીબી તપાસ પર કરવામાં આવેલ ખર્ચ, જો કોઈ હોય તો, બાદ કરી દેવામાં આવે છે

શું તમે તમારી પોલિસી સરેન્ડર કરી શકો છો?

Answer

તમારી પોલિસીનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારી પોલિસી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કે, અમે સમજીએ છીએ કે અમુક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા માગી શકો છો. આ પૉલિસી પર સંપૂર્ણ 2 વર્ષના પ્રીમિયમની ચૂકવણી કર્યા પછી નિશ્ચિત સરેન્ડર વેલ્યુ પ્રાપ્ત થશે. સરેન્ડર સમયે ગેરંટીડ સરેન્ડર વેલ્યુ (જીએસવી) અથવા સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ (એસએસવી) માંથી જે વધુ હોઈ તે ચૂકવવાપાત્ર રહેશે. જીએસવી એ પ્રીમિયમ માટે જીએસવી પરિબળ* લાગુ પડતા કર અને વધારાના પ્રીમિયમ સિવાય ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ, જો કોઈ હોઈ તો, વત્તા સિમ્પલ રિવર્ઝનરી બોનસ માટે જીએસવી પરિબળ * ઉપાર્જિત સિમ્પલ રિવર્ઝનરી બોનસ, જો હોઈ તો, માંથી સરેન્ડરની તારીખ સુધી ચૂકવવામાં આવેલી તમામ નિશ્ચિત નિયમિત આવકની રકમમાંથી બાદ કરવામાં આવેલ રકમ છે. એસએસવી (ચુકવેલ પ્રીમિયમની કુલ સંખ્યા/ પોલિસીની મુદત પર ચૂકવવાપાત્ર પ્રીમિયમની કુલ સંખ્યા)*(વાર્ષિક નિશ્ચિત નિયમિત આવક* નિશ્ચિત નિયમિત આવકની મુદત) વત્તા સરન્ડર વત્તા ટર્મિનલના સમયે એસએસવી પરિબળ દ્વારા ગુણાકાર કરેલ સિમ્પલ રિવર્ઝનરી બોનસ, જો કોઈ હોય* સરેન્ડરની તારીખ સુધી ચૂકવેલ તમામ નિશ્ચિત નિયમિત આવકમાંથી બાદ કરવામાં આવેલ રકમ છે. સરેન્ડર સમયે *ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો, તે શરતને આધીન લાગુ થશે કે પોલિસી સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવી છે. જીએસવી અને એસએસવી પરિબળો પરિશિષ્ટ I સાથે જોડાયેલા છે.

આ પોલિસીના કર લાભો શું છે?

Answer

કર* લાભો ચૂકવેલ # પ્રિમીયમ પર ઉપલબ્ધ હોઈ શકે છે અને લાભો પ્રવર્તમાન આવકવેરા કાયદા મુજબ મળવાપાત્ર હોઈ છે. સરકારના કરવેરા કાયદા મુજબ આમાં સમયાંતરે ફેરફાર થાય છે. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લો.

આ પોલિસીમાં વીમાની મૂળ રકમ શું છે

Answer

પૉલિસીમાં વીમાની મૂળ રકમ એ કાલ્પનિક વીમાની રકમ છે જેનો ઉપયોગ બોનસની રકમની ગણતરી કરવા માટે થાય છે અને મેચ્યોરિટી સમેયે ચૂકવવામાં આવતી નથી. વીમાની મૂળ રકમની ગણતરી તમારી (જીવન વીમાધારકની) ઉંમર, લિંગ, વાર્ષિક પ્રીમિયમ, પ્રીમિયમ ચુકવણીની મુદત અથવા પોલિસીની મુદત અને પસંદ કરેલ ગેપ વર્ષને આધારે કરવામાં આવશે.
 

વીમાની ન્યુનતમ મૂળ રકમ વીમાની મહત્તમ મૂળ રકમ
રૂ. 75,000બોર્ડ દ્વારા માન્ય વીમા પોલિસીને આધીન કોઈ મર્યાદા નથી

પોલિસીમાં પાત્રતાના માપદંડ શું છે?

Answer

પોલિસી માટે પાત્રતાના માપદંડ નીચે મુજબ છે –
 

 ન્યૂનતમ ઉંમર (છેલ્લા જન્મદિવસની મુજબ)મહત્તમ ઉંમર (છેલ્લા જન્મદિવસની મુજબ)
પ્રવેશ 18 વર્ષ50 વર્ષ
મેચ્યોરિટી34 વર્ષ 75 વર્ષ

શું ચૂકી ગયેલા પ્રીમિયમ માટે કોઈ ગ્રેસ પીરિયડ છે?

Answer

ગ્રેસ પીરિયડ પ્રદાન કરવામાં આવે છે જે પ્રીમિયમની નિયત તારીખ પછી પ્રીમિયમની ચુકવણી માટે આપવામાં આવેલ સમય છે જે દરમિયાન પોલિસી રિસ્ક કવર સાથે અમલમાં હોવાનું માનવામાં આવે છે. આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક આવર્તન માટે 30 દિવસ અને પ્રીમિયમની નિયત તારીખથી માસિક આવર્તન માટે 15 દિવસનો ગ્રેસ પીરિયડ છે. આ સમયગાળા દરમિયાન વીમાધારકના મૃત્યુના કિસ્સામાં, બાકી પ્રિમીયમ બાદ કરીને મૃત્યુ લાભ નોમિની/અપોઈન્ટી/કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે.

આ પોલિસીમાં લઘુત્તમ/ મહત્તમ પ્રીમિયમ કેટલું છે?

Answer

તમે તમારી જરૂરિયાત મુજબ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કરી શકો છો. પ્રીમિયમ મર્યાદા નીચે દર્શાવેલ છે:
 

આવર્તનન્યુનતમ પિરમિયમ મહત્તમ પ્રીમિયમ
વાર્ષિકરૂ. 24,000બોર્ડ દ્વારા માન્ય વીમા પોલિસીને આધીન કોઈ મર્યાદા નથી
અર્ધવાર્ષિકરૂ. 12,286
ત્રિમાસિકરૂ. 6,216
માસિકરૂ. 2,088


પ્રીમિયમની રકમ વધારાના પ્રીમિયમ (જો કોઈ હોય તો) અને લાગુ પડતા ટેક્સ સિવાયની છે.

આ પોલિસીમાં કયા બોનસ ઉપલબ્ધ છે?

Answer

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરંટીડ મંથલી ઇન્કમ પ્લાન હેઠળના બોનસમાં કંપનીની જાહેર કરાયેલી બોનસ પોલિસી મુજબ સિમ્પલ રિવર્ઝનરી બોનસ (SRB) અને ટર્મિનલ બોનસ (TB)નો સમાવેશ થાય છે.

  • સિમ્પલ રિવર્ઝનરી બોનસ (SRB): આ બોનસની ગણતરી દરેક નાણાકીય વર્ષના અંતે કરવામાં આવે છે. તેની ગણતરી પોલિસીની વીમા રકમના ટકાવારી અથવા પ્રતિ 1000 ના આધારે ગણવામાં આવે છે. જો તમારી પોલિસી સંપૂર્ણ વીમાની રકમ માટે અમલમાં રહે છે, તો બોનસની ઘોષણા પછી તેની વર્ષગાંઠની તારીખે ઘોષિત SRB ઉમેરવામાં આવશે. એકવાર ઉમેર્યા પછી, SRB નિહિત થઈ જાય છે અને મૃત્યુ, મેચ્યોરિટી અથવા સરેન્ડરના લાભોના ભાગ રૂપે ચૂકવવામાં આવશે.

  • ટર્મિનલ બોનસ (TB): ટર્મિનલ બોનસ, જો જાહેર કરવામાં આવે તો તે કંપનીના રોકાણના અનુભવ પર આધારિત છે અને તે કંપનીના વિવેકબુદ્ધિથી આપવામાં આવે છે. તે  પોલિસીની શરતો અનુસાર એક સામટી રકમ તરીકે મૃત્યુ, મેચ્યોરિટી અથવા સરેન્ડર પર ચૂકવી કરી શકાય છે.

પૉલિસીમાં પ્રીમિયમ ભરવાના કઈ રીતો ઉપલબ્ધ છે?

Answer

જીવન વીમાધારક પાસે પોલિસીમાં માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ છે.

જો તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો શું થાય છે?

Answer

ગ્રેસ પીરિયડ પછી પૉલિસી હેઠળ બાકી પ્રીમિયમની ચૂકવણી ન થવાની સ્થિતિમાં, જો પૉલિસીએ નિશ્ચિત સરેન્ડર વેલ્યુ પ્રાપ્ત કરી ન હોય તો પૉલિસી બંધ થઈ જશે. રિસ્ક કવર બંધ થઈ જશે અને લેપ્સ થયેલ પોલિસીના કિસ્સામાં કોઈ વધુ લાભો ચૂકવવાપાત્ર રહેશે નહીં. જો સંપૂર્ણ બે વર્ષથી ઓછા સમય માટે પ્રિમીયમ ચૂકવવામાં આવ્યા હોય તો પોલિસી બંધ થઈ જશે

જો કે, તમે રિવાઈવલ સમયગાળામાં તમારી લેપ્સ થયેલ પોલિસીને રિવાઈવ કરી શકો છો. વધુ માહિતી માટે તમે રિવાઇવલ પર નીચે આપેલ વધુ વિભાગો જોઈ શકો છો.

જો તમે પૉલિસીએ નિશ્ચિત સરેન્ડર વેલ્યુ પ્રાપ્ત કર્યા પછી પ્રિમીયમ ભરવાનું બંધ કરો છો, તો તમારી પોલિસી ગ્રેસ પિરિયડના અંતે પૈડ અપ થઇ જશે.

એકવાર પોલિસી પૈડ અપ થઈ જાય:

તમારી પોલિસી ઓછા લાભો સાથે ચાલુ રહેશે - જો ઓછામાં ઓછા બે સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોય  

  • મૃત્યુ લાભ: મૃત્યુ પર ચૂકવેલ વીમા રકમ એ મૃત્યુ પર ચૂકવેલ વીમાની ઓછી રકમ વત્તા ઉપાર્જિત સિમ્પલ રિવર્ઝનરી બોનસ, (જો કોઈ હોય તો) વત્તા પોલિસી પૈડ અપ બને તે તારીખ સુધીનું ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો* હશે, જ્યાં, મૃત્યુ પર પર ચુકવેલ વીમાની ઓછી રકમને પોલીસ પૈડ અપ બની હોઈ તે તારીખ * (ચુકવેલ પ્રીમિયમની કુલ સંખ્યા)/(પોલીસીની મુદત પર ચૂકવવાપાત્ર પ્રીમિયમની કુલ સંખ્યા) ને મૃત્યુ પરની વીમા રકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  • સર્વાઈવલ બેનિફિટ: તમને નીશચિત નિયમિત આવકના સમયગાળા દરમિયાન ઘટાડેલ ગેરંટીડ ઈન્કમ બેનિફિટ પ્રાપ્ત થશે. ઘટાડેલી માસિક નિશ્ચિત નિયમિત આવક એ ((ચૂકવામાં આવેલા પ્રીમિયમની કુલ સંખ્યા)/(પોલીસીની મુદતમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમની કુલ સંખ્યા)* વાર્ષિક નિશ્ચિત નિયમિત આવકનો લાભ)/12 છે.
  • મેચ્યોરિટી બેનિફિટ: તમને તમારી ઘટાડેલી નિશ્ચિત માસિક આવકનો છેલ્લો હપ્તો (ઉપર સમજાવ્યા પ્રમાણે) અને પેઇડ અપની તારીખ સુધી ઉપાર્જિત સિમ્પલ રિવર્ઝનરી બોનસ અને ઉપાર્જિત ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો પ્રાપ્ત થશે*
  • પેઇડ-અપ પોલિસી પર વધુ બોનસ પ્રાપ્ત થશે નહીં.

*ટર્મિનલ બોનસ, જો મૃત્યુ/મેચ્યોરિટી પર કોઈ હોય તો તે એ શરતને આધીન લાગુ થશે કે ઓછામાં ઓછા પાંચ વર્ષનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે.  

પોલિસીને રિવાઇવ કરવા માટે તમારી પાસે કયા વિકલ્પો છે?  

તમે તમારી પોલિસીને નિર્દિષ્ટ સમયગાળાની અંદર, નીચે મુજબ કરીને રિવાઇવ કરી શકો છો -

  • માત્ર પ્રથમ અવેતન પ્રીમિયમની નિયત તારીખથ વ્યાજ/લેટ ફી સાથે બાકી પ્રીમિયમ ચૂકવીને

તમે પ્રથમ અવેતન પ્રીમિયમની નિયત તારીખથી પાંચ વર્ષની અંદર પરંતુ મેચ્યોરિટી પહેલાં તમારી પોલિસીને રિવાઇવ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન મૃત્યુના કિસ્સામાં પેઇડ-અપ વેલ્યુ સિવાયના કોઈપણ લાભો, જો કોઈ હોઈ તો, ચૂકવવાપાત્ર રહેશે નહીં. જો પોલિસી રિવાઇવ કરવામાં આવે છે, તો પોલિસી તમામ બાકી બોનસ, જો કોઈ હોય તો એકત્ર કરશે. વ્યાજ સમય સમય પર બદલાઈ શકે છે. રિવાઇવલ સંતોષકારક તબીબી અને નાણાકીય બાયંધરીને આધીન છે.

પૉલિસીમાં પૉલિસીની મુદત અને પ્રીમિયમ ચુકવવાની મુદત શું છે?

Answer

તમારી જરૂરિયાત મુજબ, તમે પોલિસીની મુદત તરીકે 16 વર્ષથી 27 વર્ષની વચ્ચે પસંદ કરી શકો છો. પૉલિસીની મળત એ પ્રીમિયમની ચુકવણીની મુદત, ગેપ વર્ષ અને નિશ્ચિત નિયમિત આવકની મુદતનો સરવાળો છે. એ નોંધનીય છે કે તમારી પ્રીમિયમ ચૂકવણીની મુદત(વર્ષ) હંમેશા નિશ્ચિત નિયમિત આવકની મુદત(વર્ષ) જેટલી જ રહેશે. જ્યારે પ્રીમિયમ ચુકવણીની મુદત એ કુલ વર્ષોની સંખ્યા હશે કે જેના માટે તમે પ્રીમિયમ ચૂકવો છો, જ્યારે નિશ્ચિત નિયમિત આવકની મુદત એ કુલ વર્ષોની સંખ્યા હશે જેના માટે તમે નિશ્ચિત માસિક ચૂકવણીઓ પ્રાપ્ત કરશો. 0, 3 અથવા 5 વર્ષનો ગેપ પિરિયડ એ પ્રીમિયમ ચુકવણીની મુદ્દત પૂર્ણ થવા અને પ્રથમ આવકની ચુકવણીની શરૂઆત વચ્ચેના વર્ષોનો સમય હશે. આ સમયગાળા દરમિયાન, કોઈ નિશ્ચિત નિયમિત આવક ચૂકવવામાં આવશે નહીં, જો કે મૃત્યુ લાભ ચાલુ રહેશે અને અમલી પોલિસી માટે બોનસ એકત્ર થશે.
 

પ્રવેશ સમયે ઉંમર (વર્ષ)પ્રીમિયમ ચુકવણીની મુદત (વર્ષ)
18-35 8 થી 11
36-45 9 થી 11
46-509 થી 10

 

પ્રીમિયમ ચુકવણીની મુદતગેપ વર્ષનિશ્ચિત નિયમિત આવકની મુદતપોલિસીની મુદત
80816
83819
85821
90918
93921
95923
1001020
1031023
1051025
1101122
1131125
1151127

પોલિસીની મુદતના અંતે તમને શું મળે છે?

Answer

પૉલિસીની મુદત પૂરી થયા પછી, જો જાહેર કરવામાં આવે તો તમને કોઈપણ ઉપાર્જિત સિમ્પલ રિવર્ઝનરી અને ટર્મિનલ બોનસની સાથે નિશ્ચિત માસિક આવકનો તમારો અંતિમ હપ્તો પ્રાપ્ત થશે. આને મેચ્યોરિટી બેનીફીટ તરીકે ઓળખવામાં આવે છે.

મેચ્યોરિટી બેનીફીટ પ્રાપ્ત કર્યા પછી, પૉલિસી બંધ થઇ જાય છે અને વધુ લાભો આપવામાં આવશે નહીં.

આ પોલિસીમાં વીમાધારકની મૃત્યુના કિસ્સામાં શું થાય છે?

Answer

પૉલિસીની મુદત દરમિયાન વીમાધારકની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુની ઘટનામાં, નોમિની(ઓ)ને નીચેનામાંથી જે વધુ હશે તે મળશે:

  • મૃત્યુ પર વીમાની રકમ + ઉપાર્જિત સિમ્પલ રિવર્ઝનરી બોનસ, + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો*, અથવા  
  • મૃત્યુની તારીખ સુધી, લાગુ પડતા કર અને વીમા પર વધારાના પ્રીમિયમ સિવાય ચૂકવેલ કુલ પ્રિમિયમના 105%

જ્યાં મૃત્યુ પર વીમાની રકમ નીચેનામાંથી વધુ હશે તે હશે:

  • વાર્ષિક પ્રીમિયમના 10 ગણા, અથવા  
  • મૃત્યુ પર ચૂકવવામાં આવશે તેવી કોઈ ચોક્કસ રકમ
  • મેચ્યોરિટી પર વીમાની ન્યુનતમ નિશ્ચત રકમ

જ્યાં મૃત્યુ પર ચૂકવવામાં આવશે તેવી ચોક્કસ રકમ એ વીમાની મૂળ રકમ છે અને મેચ્યોરિટી પર ન્યુનતમ નિશ્ચિત રકમ શૂન્ય છે.

નોમિની(ઓ) પાસે પૉલિસીની શરૂઆતના સમયે પસંદ કરેલ 5, 10 અથવા 15 વર્ષના સમયગાળામાં મૃત્યુ લાભ એક સામટી રકમ તરીકે અથવા માસિક હપ્તામાં મેળવવાનો વિકલ્પ છે. હપ્તામાં મૃત્યુ લાભ મેળવવામાં કિસ્સામાં; માસિક હપ્તાની રકમની ગણતરી મૃત્યુ લાભને પરિબળ દ્વારા ગુણાકાર કરીને કરવામાં આવશે, જ્યાં પરિબળની ગણતરી, દરેક નાણાકીય વર્ષના અંતે સમીક્ષાને આધીન, એસબીઆઈ સેવિંગ્સ બેંકના પ્રવર્તમાન વ્યાજ દરના આધારે કરવામાં આવશે. એકવાર હપ્તાની ચુકવણી શરૂ થઈ જાય, પછી આ ચુકવણી હપ્તાના સમગ્ર સમયગાળા દરમિયાન સમાન પર રહે છે.

અમને મૃત્યુની જાણ કરવામાં વિલંબના કિસ્સામાં મૃત્યુની તારીખ પછી ચૂકવવામાં આવેલ કુલ નિશ્ચિત નિયમિત આવકનો લાભ, મૃત્યુ પર ચૂકવવાપાત્ર મૃત્યુ લાભમાંથી વસૂલ કરવામાં આવશે.

* ટર્મિનલ બોનસ, જો મૃત્યુ પર કોઈ હોય તો તે શરતને આધીન લાગુ થશે કે ઓછામાં ઓછા પાંચ વર્ષનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે 

જો જીવન વીમાધારક આત્મહત્યા કરે તો શું થાય છે?

Answer

પૉલિસી હેઠળ જોખમ શરૂ થયાની તારીખથી અથવા પૉલિસીના રિવાઇવ થાય તે તારીખથી 12 મહિનાની અંદર આત્મહત્યાને કારણે મૃત્યુના કિસ્સામાં, લાગુ પડતાં, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રિમીયમના ઓછામાં ઓછા 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરેન્ડર વેલ્યુ, બેમાંથી જે વધારે હોય, તેના માટે હકદાર રહેશે પરંતુ પોલિસી અમલમાં હોવી જોઈએ.

વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઇટ www.indiafirstlife.com નો સંદર્ભ લો

આ પોલિસીમાં સર્વાઈવલ બેનીફીટ શું છે?

Answer

તમને, એટલે કે વીમાધારકને આ પૉલિસીમાં સર્વાઇવલ બેનીફીટ તરીકે નિશ્ચિત નિયમિત આવક પ્રાપ્ત થશે. આ માસિક આવકની ચૂકવણી વીમાધારકની ઉંમર, લિંગ, ગેપ વર્ષ અને શરૂઆતના સમયે પસંદ કરાયેલ પ્રીમિયમ ચુકવણીની મુદતના આધારે વાર્ષિક પ્રીમિયમના 105% થી 125% વચ્ચે હશે. પૉલિસીમાં તમારી પ્રીમિયમ ચુકવણીની મુદત પૂરી થયા પછી સર્વાઇવલ બેનિફિટની ચુકવણી શરૂ થાય છે. તમને તમારી પોલિસીના છેલ્લા મહિના અથવા મૃત્યુની તારીખ, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી સર્વાઇવલ બેનિફિટ મળશે.

નીચે આપેલ કોષ્ટક વાર્ષિક આવકની ટકાવારી દર્શાવે છે. માસિક નિશ્ચિત નિયમિત આવક માટે, વાર્ષિક નિશ્ચિત નિયમિત આવકના લાભને 12 વડે વિભાજિત કરવામાં આવશે.
 

પ્રવેશ સમયે ઉંમરપ્રીમિયમ ચુકવવાની મુદતગેપ વર્ષએક વાર્ષિક પ્રીમિયમના % તરીકે વાર્ષિક નિશ્ચિત નિયમિત આવક
18-3510, 110118% 
3120%
5125%
8, 90110%
3120%
5125%
36-459,10,11 0110%
3115% 
5115%
46-509,100105% 
3110%
5115% 

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Fortune Plus Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન

Dropdown Field
સેવિંગ્સ
Product Description

આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).

Product Benefits
  • 6, 7, 8, 9 અથવા 10 વર્ષની ટૂંકી ચૂકવણીનું વચન
  • મેળવો નિશ્ચિત સર્વાઈવલ લાભ
  • વ્યાજ સાથે લાભ એકઠું કરો
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો.
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail