ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનીફિટ પ્લાન

એકથી વધુ લક્ષ્યોનો, એક જ ઉપાય. બાંયધરીપૂર્વક

રજૂ કરી રહ્યાં છીએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનીફિટ પ્લાન, જે બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડી આપના સપનાને સાકાર કરવામાં સહાયરૂપ થાય છે અને આપના ભવિષ્યનો દોરીસંચાર આપના હાથમાં સોંપે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનીફિટ પ્લાન ખરીદવા માટેના કારણો

  • આપના ભવિષ્યના લક્ષ્યો હાંસલ કરો! આપની જરૂરિયાત મુજબ, આવકનો લાભ અથવા ઉચક લાભના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો

  • પૉલિસીની એકથી વધુ મુદત તથા પ્રીમિયમની ચૂકવણીની મુદતના વિકલ્પો વડે આપની પૉલિસીને અનુકૂળ બનાવો

  • આપની લાંબાગાળાની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા 5, 6 અથવા 7 વર્ષની પ્રીમિયમની ચૂકવણીની ટૂંકી મુદતના વિકલ્પો

  • આપના આવકના લાભના વિકલ્પોમાં ત્રણ અલગ-અલગ રીતે વધારો મેળવો - માસિક, વાર્ષિક આવક પ્રાપ્ત કરો તેમજ પાકતી મુદતે લાભ મેળવો

  • ઉચક લાભના વિકલ્પ વડે આપની બચતને વધારાનું પ્રોત્સાહન આપો

  • આપ એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો પણ આપનું જીવનવીમા કવચ ચાલુ રહેશે (આપે બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી દીધા બાદ જ લાગુ થાય છે)

  • આપની બેઝ પૉલિસીના લાભને વધારવા માટે પ્રીમિયમની છુટની અનુવૃદ્ધિ ને પસંદ કરો

  • મૃત્યુ સંબંધિત લાભ માટે એક જ વારની ચૂકવણી અથવા તો 5, 10 અથવા 15 વર્ષના સમયગાળાના હપ્તાઓમાં ચૂકવણી કરવા મારફતે આપના પ્રિયજનોને સહાયરૂપ થાઓ

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ કરબચતના લાભ ઉપલબ્ધ થઈ શકે છે.

  • Click here to download Product Premium Rate Table

પાત્રતાના માપદંડો કયા છે?

  • ઉચક લાભના વિકલ્પ માટે અરજી કરવાની લઘુત્તમ વયમર્યાદા 8 વર્ષ અને આવકના લાભના વિકલ્પ માટે 4 વર્ષ છે

  • ઉચક લાભના વિકલ્પ માટે અરજી કરવાની મહત્તમ વયમર્યાદા 60 વર્ષ અને આવકના લાભના વિકલ્પ માટે 55 વર્ષ છે

  • બંને વિકલ્પો માટે પ્રીમિયમની ચૂકવણીની મુદત 5/6/7 વર્ષ છે

  • ઉચક લાભના વિકલ્પ માટે - પૉલિસીની લઘુત્તમ મુદત 10 વર્ષ અને પૉલિસીની મહત્તમ મુદત 16 વર્ષ છે

  • આવકના લાભના વિકલ્પ માટે - પ્રીમિયમની ચૂકવણીની મુદત પર આધારિત 4 પ્રકારોમાંથી પસંદગી કરવાની સ્થિતિસ્થાપકતા - અંતરાલનો સમયગાળો - આવકનો સમયગાળોઃ 5-5-5, 6-6-6. 7-7-7 અથવા 7-8-6

  • લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 5,00,000 છે અને મહત્તમ વીમાકૃત રકમ પર કોઈ મર્યાદા નથી

  • લઘુત્તમ પ્રીમિયમ રૂ. 50,000 (વાર્ષિક), રૂ. 25,595 (અર્ધવાર્ષિક), રૂ. 12,950 (ત્રિમાસિક) અને રૂ. 4,350 (માસિક) છે અને મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન



ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનની મદદથી આપના ભવિષ્યના લક્ષ્યાંકોને હાંસલ કરવાનું હવે ખૂબ સરળ બની ગયું છે. એક એવો પ્લાન જે આપની અનેક જરૂરિયાતોને પૂરી કરવા માટે કસ્ટમાઇઝ થઈ શકે છે. ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાન પરંપરાગત વીમાકવચ અને બાંયધરીપૂર્વકના બચત પ્લાન એમ બંનેના લાભ ધરાવે છે. એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, મર્યાદિત પ્રીમિયમ, એન્ડોવમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન આપના પ્રિયજનો માટે આર્થિક સુરક્ષાનો માર્ગ મોકળો કરી આપે છે.

પોતાના લક્ષ્યો પૂરાં કરવાની લાગણી કંઈ અનોખી હોય છે. જોકે, જીવનમાં કોઇપણ સમયે આપની સમક્ષ વિકલ્પો આવીને ઊભા રહેતાં હોય છે - આપે કયા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, આપની પાસે કયા સંસાધનો છે અને આપ ચોક્કસ લક્ષ્યોને હાંસલ કરવા માટે કેટલા સંસાધનોને કામે લગાડી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન પરંપરાગત વીમાકવચની મદદથી આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખવાની સાથે-સાથે આપની જરૂરિયાતો મુજબ પોતાને ઢાળે પણ છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન આપને કયા લાભ આપે છે?


 

ગેરેન્ટી શબ્દ સુરક્ષાની ભાવના પેદા કરે છે. તે આપને કંઇક નક્કર આપે છે, જેની પર આપ ભરોસો કરી શકો છો. ભૂતકાળમાં પરંપરાગત બચત સાધનો આપની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ હતાં પરંતુ ઝડપથી વધતાં અર્થતંત્ર, વધતી જઈ રહેલી કિંમતો અને ફુગાવો (મોંઘવારી), ભવિષ્યમાં આર્થિક સ્થિરતાને જાળવવા માટે એકાદ બે ફિક્સ્ડ ડીપોઝિટ (બાંધી મુદતની થાપણ) પૂરતી નથી. સમયે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન આપના નાણાંનું યોગ્ય રીતે રોકાણ કરવામાં મદદરૂપ થાય છે.

જોખમ નહીં લેવા માંગતા રોકાણકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન ખાતરીપૂર્વકની આવક પૂરી પાડવા માટેનું એક સાધન છે, પાકતી મુદતના લાભ, કૅશબૅક, સમયાંતરે એન્ડોવમેન્ટ્સ અને પરંપરાગત વીમાકવચ બાંયધરીપૂર્વક આપે છે. એક લાક્ષણિક ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં આપ આપની પૉલિસીની મુદતને પસંદ કરી શકો છો, જે દરમિયાન આપને જીવન વીમાકવચ પૂરું પાડવામાં આવે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન મર્યાદિત ચૂકવણીનો વિકલ્પ તથા પ્રીમિયમની મર્યાદિત સમયગાળા માટે ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડે છે. ત્યારબાદ આપ થોડા વર્ષોના અંતરાલને માણી શકો છો, જે દરમિયાન આપે કરેલ રોકાણમાં વૃદ્ધિ થતી રહેશે અને ત્યારબાદ આપના પસંદ કરવામાં આવેલા મૉડમાં આપને નિયમિત આવકની ચૂકવણી પ્રાપ્ત થાય છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં આપ એકસામટી ચૂકવણી મેળવવાનો વિકલ્પ અથવા તો આવકના બીજા સ્થિર પ્રવાહની ખાતરી કરવા માટે 5, 10 કે 15 વર્ષના સમયગાળામાં હપ્તાઓ મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

માર્કેટ-લિંક્ડ પૉલિસીઓ ફંડ્સમાં આવતાં ઉતાર-ચઢાવ પર આધિન છે. જોકે, નોન-લિંક્ડ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન માર્કેટમાં આવતાં-ચઢાવ ઉતારથી જરાયે પ્રભાવિત થતો નથી. આપની બચત ભેગી થવાની ચાલું રહેશે, તેની પર વ્યાજ મળતું રહેશે અને આમ તે વધતી રહેશે. સાથે , ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં આપના નાણાં અને નાણાકીય સુરક્ષા ક્યારેય જોખમાતા નહીં હોવાની ખાતરી હોવાથી આપને મનની શાંતિ પ્રાપ્ત થાય છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન આવકના બીજા પ્રવાહ તરીકે ઉપયોગી થાય છે, જેની પર આપ વિશ્વાસ મૂકી શકો છો, કારણ કે, આપે તેનું નિર્માણ કર્યું છે. એન્ડોવમેન્ટ એશ્યોરેન્સ પૉલિસીમાં કોઇપણ પ્રકારની અટકળો લગાવવામાં આવતી નથી. પૉલિસીની મુદત દરમિયાન અને પૉલિસીની શરૂઆતથી માંડીને પાકતી મુદત સુધીમાં આપને કેટલું વળતર મળશે તેની ચોક્કસ રકમની જાણકારી મળે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનને પસંદ કરીને આપ મનની શાંતિ અને ભવિષ્યની આર્થિક સ્થિરતાને પસંદ કરો છો. એન્ડોવમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીના અઢળક લાભ, જેમ કે, બાંયધરીપૂર્વકની આવક, પરંપરાગત જીવન વીમાકવચ, ચૂકવણીનો ટૂંકો સમયગાળો અને સંપૂર્ણ સ્થિતિસ્થાપકતાનો લાભ લેવા માટે આજે આયોજન કરો.

શું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન મારા માટે યોગ્ય છે?


 

એક સમય એવો હતો જ્યારે એક વ્યક્તિની આવક પર આખું ઘર ચાલતું હતું. આજના અત્યંત ઝડપી અને ઉપભોગી વિશ્વમાં આપને મળતી તમામ પ્રકારની મદદો લઈ લેવાની જરૂર છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન આવકના બીજા પ્રવાહ તરીકે કામ કરે છે, જે ત્યારે શરૂ થાય છે, જ્યારે આપને તેની સૌથી વધુ જરૂરિયાત હોય છે. એન્ડોવમેન્ટ એશ્યોરેન્સ પ્લાન બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડશે તેની નિશ્ચિતતાને કારણે આપનું ભવિષ્ય સુરક્ષિત હોવાની ખાતરી પ્રાપ્ત થતાં આપ આપના વર્તમાનને માણી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન આપના માટે સૌથી યોગ્ય છે, જો આપઃ

  • આપના ભવિષ્ય માટે કાર્યક્ષમ રીતે બચત કરવા માંગતા હો.
  • વૃદ્ધાવસ્થામાં આપની નાણાકીય સુરક્ષા અંગે ચિંતિત હો અને તેના માટેની જોગવાઈ આજથી જ કરવા માંગતા હો.
  • સમજતા હો કે, જીવન અનેક અનિશ્ચિતતાઓથી ભરેલું છે અને આ પ્રકારની અનિશ્ચિતતાઓ અવશ્યપણે આવવાની જ છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાંથી પ્રાપ્ત થતાં બાંયધરીપૂર્વકના લાભ મનની શાંતિ આપે છે, કોઇપણ અપ્રિય આશ્ચર્યોને દૂર રાખે છે તથા આપે રોકાણ કરેલા ભંડોળ પર કોઈ જોખમ રહેતું નથી.
  • આપ આવકનો બીજો પ્રવાહ સર્જો છો, જે આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જાય ત્યારે તેનું સ્થાન લેવાની ક્ષમતા ધરાવે છે.
  • પદ્ધતિસરની બચત કરવાની સાથે-સાથે પરંપરાગત વીમાકવચની સુરક્ષા મેળવવા માંગતા હો. પૉલિસીની મુદત દરમિયાન આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પરિવારની નાણાકીય જરૂરિયાતોને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન દ્વારા પૂરાં પાડવામાં આવતાં જીવન વીમાકવચની વીમાકૃત રકમ દ્વારા પૂરી કરવામાં આવશે.
  • ફ્લેક્સિબલ પ્લાન મેળવવા માંગતા હો, જે કોઇપણ સમયે આપની જરૂરિયાતોને પૂરી કરવા માટે કસ્ટમાઇઝ થઈ શકે.
  • આપની બચતને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનના અંતે પ્રાપ્ત થતાં જીવન વીમાકવચના લાભ તથા જીવિત રહેવા સંબંધિત/પાકતી મુદતના લાભની મદદથી વધારવા માંગતા હો.
  • આપે રોકેલા ભંડોળ પર કર સંબંધિત લાભ મેળવવા માંગતા હો.
  • એવું સ્માર્ટ અને સલામત બચત સાધન મેળવવા માંગતા હો, જે માર્કેટના મૂલ્યોની અસ્થિરતા સાથે જોડાયેલ ન હોય, જેથી કરીને આપને ક્યારેય આપના નાણાં ગુમાવાની ચિંતા ન રહે

પોતાની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં કેવી રીતે ફેરફાર કરી શકાય?


 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટી બેનિફિટ પ્લાન આપને સમયાંતરે બાંયધરીપૂર્વકની ચૂકવણી કરનારા જોખમથી મુક્ત સાધન મારફતે પદ્ધતિસરની બચત કરવાની તક પૂરી પાડે છે. પ્લાનનું પરંપરાગત જીવન વીમાકવચનું ઘટક આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારની જરૂરિયાતોની કાળજી લેવાની ખાતરી આપી એક પ્રકારનું સુરક્ષાકવચ અને મનની શાંતિ આપે છે. અહીં નીચે જણાવેલ પરિબળોને ધ્યાન પર લો, જેથી કરીને આપ આપની આર્થિક જરૂરિયાતોને અનુરૂપ આવે તે પ્રકારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં ફેરફાર કરી શકો.

આપની સમયમર્યાદા

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં આપને ચૂકવણીની મર્યાદિત મુદતના બહુવિધ પ્રકારો પ્રાપ્ત થાય છે. આપ વિચારણા કરી શકો તે માટે આપને સમયમર્યાદાના ત્રણ અલગ-અલગ વિકલ્પ પ્રાપ્ત થાય છે - આપની પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત, અંતરાલના સંભવિત વર્ષો તથા પૉલિસીની સમગ્ર મુદત. આપનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં આવનારા આપના બાળકના શિક્ષણના ખર્ચાઓને પૂરું કરવાનું હોય તો, આપ પ્રીમિયમની ચૂકવણી કરવાની પાંચ વર્ષની મુદત પસંદ કરી શકો છો. પ્રકારે આપ સમયગાળા દરમિયાન બચત કરી શકો છો અને આપના બાળકને જરૂરિયાત વખતે નાણાં મળી રહેશે. વળી, આપને પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન જીવન વીમાકવચ તો પ્રાપ્ત થાય છે.

આપની ચૂકવણીની જરૂરિયાતો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન આપને ચૂકવણીના વિવિધ વિકલ્પો પૂરાં પાડે છે. આપ આવર્તક માસિક ચૂકવણી (નિવૃત્તિ બાદ આવકનું સ્થાન લેવા માટે શ્રેષ્ઠ)માં, એકસામટી રકમ તરીકે (ભવિષ્યમાં આવનારા નિશ્ચિત ખર્ચાઓને પહોંચી વળવા માટે ઉત્તમ) કે વાર્ષિક આવક તરીકે આપના નાણાંને પરત મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. કેટલાક લોકોને એકસામટી રકમની ચૂકવણી વધુ યોગ્ય લાગે છે, તો કેટલાકને માસિક રીતે આજીવન પ્રાપ્ત થતી ચૂકવણીઓ વધુ આકર્ષક લાગી શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં આપ ચૂકવણીઓ માટે આવકના લાભ અને એકસામટી રકમના લાભમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો.

આપની પર પ્રભાવ પાડનારા પરિબળો

આપની દિમાગમાં એક ચેકલિસ્ટ રમતું હોય છે અને આપ કોઇપણ નાણાકીય સાધનમાં રોકાણ કરો તે પહેલાં જે-તે નાણાકીય સાધન, ચેકલિસ્ટમાં રહેલી જરૂરિયાતો પૂરી કરે છે કે નહીં, તેની ખાતરી કરી લેવી જોઇએ. આપની કઈ જરૂરિયાતો પૂરી થવી જોઇએ તેને સમજવા માટે આપને કયા પરિબળો પ્રભાવિત કરે છે, તે સમજી લેવું મહત્વનું છે. આપની આવક, ખર્ચાઓ અને બચતને સંતુલિત કરવા માટે આપનું બજેટ તૈયાર કરવું પણ ઘણું જરૂરી છે. આપના વર્તમાન જીવનધોરણ, ભવિષ્યમાં આપની અંદાજિત આર્થિક જરૂરિયાતો, આપના બજેટ, સંભવિત કરબચતના મહત્વ, પરંપરાગત જીવન વીમાકવચમાંથી પ્રાપ્ત થતી મનની શાંતિ અને આવનારા વર્ષોમાં ફુગાવાને માત આપવા માટે આર્થિક વિકાસ જેવા પરિબળોને ધ્યાન પર લો. આપને એકવાર તમામ ઉત્તરો મળી જાય તે પછી આપ આપના ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનને આપની અપેક્ષાઓ અને આશા મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન શું છે?


 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, મર્યાદિત પ્રીમિયમ ધરાવતી એન્ડોવમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી છે. ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન ટૂંકાગાળા (5-7 વર્ષ) માટે ચૂકવણી કરવાનો વિકલ્પ આપે છે, પૉલિસી દરમિયાન જીવન વીમાકવચ પૂરું પાડે છે તથા ચૂકવણીના બહુવિધ વિકલ્પો પણ આપે છે.

નોન-લિંક્ડ એન્ડોવમેન્ટ એશ્યોરેન્સ પૉલિસી

એક નોન-લિંક્ડ પૉલિસી હોવાને કારણે ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન સ્વતંત્ર રીતે સંચાલન કરે છે અને તે માર્કેટના ફંડના મૂલ્યો સાથે જોડાયેલ છે. એન્ડોવમેન્ટ પૉલિસી બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડી શકે છે, કારણ કે, તેના દ્વારા પૂરાં પાડવામાં આવતાં લાભ બજારના ચઢાવ-ઉતારથી પ્રભાવિત થતાં નથી.

નોન-પાર્ટિસિપેટિંગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન

Iએક નોન-પાર્ટિસિપેટિંગ પૉલિસીમાં કોઈ ડિવિડન્ડ, બોનસ કે નફામાં હિસ્સેદારીના વિકલ્પ મળતાં નથી. પાર્ટિસિપેટિંગ પૉલિસીઓની સરખામણીએ નોન-પાર્ટિસિપેટિંગ પ્લાનમાં વધારે સુરક્ષા મળે છે, પ્લાન ખરીદવાના દિવસે આપને જણાવી દેવામાં આવે છે કે, આપને બાંયધરીપૂર્વકનું કેટલું વળતર મળશે તથા તેના પ્રીમિયમના દર પ્રમાણમાં ઓછા હોય છે.

મર્યાદિત ચૂકવણીનો એન્ડોવમેન્ટ પ્લાન

મર્યાદિત ચૂકવણી ધરાવતો ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન હોવાથી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં આપે પ્રીમિયમની ચૂકવણી ટૂંકા સમયગાળા માટે કરવાની રહે છે. આપ 5-7 વર્ષ માટે પ્રીમિયમની ચૂકવણી કરવાનું પસંદ કરી શકો છો અને ત્યારબાદ પ્લાનની મુદત પૂરી થાય ત્યાં સુધી એક નિશ્ચિત સમયગાળા માટે આપના ઇચ્છિત મૉડમાં ચૂકવણીઓ મેળવી શકો છો. આપ ટૂંકા સમયગાળા માટે તો ચૂકવણી કરો છો પરંતુ તેની સાથે-સાથે અંતરાલના વર્ષોની મદદથી આપની ચૂકવણીને વિલંબિત પણ કરી શકો છો, પૉલિસીની મુદતના અંત સુધી જીવન વીમાકવચનો લાભ મેળવો છો તથા પૉલિસીના વિતરણના સમયગાળા દરમિયાન આપને સમયાંતરે નાણાં પરત પણ મળે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન કેવી રીતે કામ કરે છે?


 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં આપની પૉલિસીની મુદતનો આધાર આપના દ્વારા પસંદ કરવામાં આવેલા લાભના વિકલ્પ પર રહેલો છે.

એકસામટી રકમનો લાભઃ એકસામટી રકમના લાભ વિકલ્પ હેઠળ આપ 10-16 વર્ષની પૉલિસીની સમગ્ર મુદતની સાથે 5, 6 કે 7 વર્ષની પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદતને પસંદ કરી શકો છો. વિકલ્પમાં આપને પૉલિસીના અંતે એકસામટી રકમ પ્રાપ્ત થતી હોવાથી તે આપના લાંબાગાળાના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

આવકનો લાભઃ આવકના લાભ વિકલ્પ હેઠળ, પૉલિસીની સમયમર્યાદા ત્રણ હિસ્સાઓમાં વહેંચાઈ જાય છે - પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત, અંતરાલના વર્ષોનો સમયગાળો તથા આવક પ્રાપ્ત થવાનો સમયગાળો. વિકલ્પમાં આપની પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 5-7 વર્ષની વચ્ચે રહે છે, અંતરાલના વર્ષોનો સમયગાળો 5-8 વર્ષ હોય છે અને આવક પ્રાપ્ત થવાનો સમયગાળો 5-7 વર્ષનો હોય છે. આમ, આવકના લાભ વિકલ્પ હેઠળ પૉલિસીની સંપૂર્ણ મુદત 15થી 21 વર્ષની વચ્ચે રહે છે. વિકલ્પમાં આપને આવકના સમયગાળા દરમિયાન નિશ્ચિત માસિક આવક પ્રાપ્ત થતી હોવાથી, તે આપને આપના નાણાની પ્રવાહિતાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ થશે. આપ પ્રતિ માસ ઓછામાં ઓછા રૂ. 10,000ને આધિન રહી ઇચ્છો એટલી માસિક ચૂકવણી મેળવી શકો છો.

આપ પ્રીમિયમને માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક ફ્રીક્વન્સીમાં ચૂકવી શકો છો. આપ 6 અને 7 વર્ષની પ્રીમિયમની ચૂકવણીની મુદત માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેવર ઑફ પ્રીમિયમ (WOP) રાઇડરને પણ ઉમેરી શકો છો. રાઇડરમાં પૉલિસીધારકના મૃત્યુ થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ, આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવા પર કે ગંભીર બીમારીનું નિદાન થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ તથા મૃત્યુ અથવા આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા કે ગંભીર બીમારી આવી જવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિનો સમાવેશ થાય છે.

અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેથી આપ પૉલિસીને વધુ સારી રીતે સમજી શકોઃ

શ્રી કુમાર 35 વર્ષની વયે 7-8-6 એટલે કે પ્રીમિયમની ચૂકવણીની મુદત-અંતરાલનો સમયગાળો-આવક મેળવવાનો સમયગાળો પ્રમાણેના સંયોજનની સાથે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન ખરીદે છે. રૂ. 35,000ની માસિક આવક મેળવવા માટે તેઓ 7 વર્ષની પ્રીમિયમની ચૂકવણીની મુદત માટે રૂ. 35,138નું માસિક પ્રીમિયમ ચૂકવે છે. 8 વર્ષના અંતરાલના સમયગાળા બાદ તેમને 6 વર્ષના આવકના સમયગાળા માટે રૂ. 35,000ની માસિક આવક મળવાની શરૂ થાય છે. ઉપરાંત, તેમને પૉલિસીની મુદતના અંતે પ્રાપ્ત થતી રકમ સિવાય આવકના સમયગાળાના દરેક વર્ષે રૂ. 1,92,500ની વાર્ષિક આવક પણ પ્રાપ્ત થશે.

પાકતી મુદતે શ્રી કુમારને રૂ. 22,75,000 પ્રાપ્ત થશે. આમ તેમના દ્વારા પ્લાનમાં ચૂકવવામાં આવેલ પ્રીમિયમની કુલ રકમ કરતાં 1.95 ગણી રકમ પ્રાપ્ત થશે. 14 વર્ષની પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકના અણધાર્યા નિધનના કિસ્સામાં તેમના પ્રિયજનોને રૂ. 44,42,746ના મૃત્યુ સંબંધિત લાભનું સુરક્ષાકવચ પ્રાપ્ત થશે. તેમના નોમીની() એકસામટી રકમ તરીકે અથવા તો 5, 10 અને 15 વર્ષના સમયગાળા દરમિયાન આવક તરીકે મૃત્યુ સંબંધિત લાભ મેળવવાનું પસંદ કરી શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?


 

  • આપની જરૂરિયાત મુજબ આવકના લાભ અથવા તો એકસામટી રકમના લાભમાંથી કોઈ એકને પસંદ કરી આપના ભવિષ્યના લક્ષ્યો પૂરાં કરો.
  • આપ આવકના લાભ વિકલ્પ હેઠળ પૉલિસીની મુદતના અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદતના બહુવિધ વિકલ્પોમાંથી પસંદગી કરી શકતા હોવાથી આપની જરૂરિયાતોને સૌથી યોગ્ય રીતે અનુકૂળ હોય તે રીત આપના પ્લાનમાં ફેરફાર કરો.
  • આપની લાંબાગાળાની મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે 5, 6 કે 7 વર્ષની પ્રીમિયમની ચૂકવણીની ટૂંકી મુદત પસંદ કરો.
  • આવકના લાભના વિકલ્પમાં આપના નાણાંમાં ત્રિવિધ પ્રકારે વધારો કરો. માસિક આવક મેળવો, વાર્ષિક આવક મેળવો તથા પૉલિસીની મુદતના અંતે પાકતી મુદતે પણ આવક મેળવો.
  • એકસામટી રકમના લાભ વિકલ્પ હેઠળ આપની બચતને ઔર વધુ પ્રોત્સાહન આપો.
  • સમગ્ર મુદત માટે આપની પૉલિસીમાંથી લાભ મેળવવાની સાથે-સાથે ફક્ત મર્યાદિત સમયગાળા માટે જ પ્રીમિયમ ચૂકવો.
  • આપ જો એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો પણ સંપૂર્ણ એક વર્ષ માટે જીવન વીમાકવચ ચાલું રહેવાનો લાભ મેળવો (આપે બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી દીધાં હોય તે પછી જ લાગુ થાય છે).
  • પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિનું રાઇડર મેળવીને આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવો. મૃત્યુ થવાના, આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવાના કે નિર્ધારિત કરવામાં આવેલ કોઇપણ ગંભીર બીમારી થવાના કિસ્સામાં પ્રીમિયમની ચૂકવણી કરવાના ભારણમાંથી તેમને મુક્તિ અપાવો અને સાથે-સાથે ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પૉલિસીના લાભ મેળવવાનું ચાલું રાખો.
  • એક જ વારમાં ચૂકવવામાં આવતાં અથવા તો 5, 10 કે 15 વર્ષના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવતાં મૃત્યુ સંબંધિત લાભ મારફતે આપના પ્રિયજનોને સહાયરૂપ થાઓ.
  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત થયેલા લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે.

 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન ખરીદવા માટેના પાત્રતાના માપદંડો કયા છે?


 

  • આ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાનમાં એકસામટી રકમના લાભ વિકલ્પ માટે અરજી કરવાની લઘુત્તમ વય 8 વર્ષ તથા આવકના લાભ વિકલ્પ માટે લઘુત્તમ વય 4 વર્ષ છે.
  • આ એન્ડોવમેન્ટ પૉલિસીમાં એકસામટી રકમના લાભ વિકલ્પ માટે અરજી કરવાની મહત્તમ વય 60 વર્ષ તથા આવકના લાભ વિકલ્પ માટે મહત્તમ વય 55 વર્ષ છે.
  • આ એન્ડોવમેન્ટ એશ્યોરેન્સ પૉલિસી હેઠળના બંને વિકલ્પ માટે પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 5/6/7 વર્ષ છે.
  • એકસામટી રકમના લાભ વિકલ્પ હેઠળ પૉલિસીની લઘુત્તમ મુદત 10 વર્ષ છે અને પૉલિસીની મહત્તમ મુદત 16 વર્ષ છે.
  • આવકના લાભ વિકલ્પ હેઠળ આ ગેરેન્ટી ઇન્કમ પ્લાન આપને પ્રીમિયમની ચૂકવણીની મુદત-અંતરાલનો સમયગાળો-આવકના સમયગાળાના સંયોજન (5-5-5, 6-6-6, 7-7-7 અથવા 7-8-6)ના 4 પ્રકારોમાંથી પસંદગી કરવાની સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.
  • આ બચત પ્લાનમાં લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 5,00,000 રાખી શકાય છે. જ્યારે મહત્તમ વીમાકૃત રકમ પર કોઈ મર્યાદા નથી.
  • આ એન્ડોવમેન્ટ પ્લાનમાં પ્રીમિયમની લઘુત્તમ વાર્ષિક રકમ રૂ. 50,000, અર્ધ-વાર્ષિક રકમ રૂ. 25,595, ત્રિમાસિક રકમ રૂ. 12,950 અને માસિક રકમ રૂ. 4,350 છે, જ્યારે મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી.
  • પ્રીમિયમના કોષ્ટકને જોવા માટે અહીં ક્લિક કરો.

 

 

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન હેઠળ મને પાકતી મુદતે કયા લાભ બાંયધરીપૂર્વક મળવાપાત્ર છે?

    આપ એન્ડોવમેન્ટ એશ્યોરેન્સ પૉલિસીમાં પાકતી મુદતના લાભ તરીકે પૉલિસીની મુદતના અંતે પાકતી મુદતે બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમ મેળવવા માટે હકદાર ગણાઓ છો. પાકતી મુદતના લાભની ચૂકવણી થઈ જતાં પૉલિસી બંધ થઈ જાય છે અને ત્યારબાદ વધારાના કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેતા નથી.

    એકસામટી રકમના લાભ વિકલ્પમાં પાકતી મુદતે પ્રાપ્ત થતી બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમની ગણતરી વય અને પાકતી મુદતના મુદતવાર લાભના પરિબળને વાર્ષિક પ્રીમિયમની સાથે ગુણીને કરવામાં આવશે.

    આવકના લાભ વિકલ્પમાં પાકતી મુદતે વીમાકૃત રકમ માસિક આવકના X ગણી છે, જ્યારે X, પ્રીમિયમની ચૂકવણી કરવાની વિવિધ મુદત પર આધાર રાખી 42-65ની વચ્ચે રહેશે.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનમાં કોઈ રાઇડર્સ ઉપલબ્ધ છે?

    હા, આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેવર ઑફ પ્રીમિયમ રાઇડરની મદદથી આપની પૉલિસમાં વધારો કરી શકો છો (મૃત્યુ થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ, આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવા પર કે ગંભીર બીમારીનું નિદાન થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ તથા મૃત્યુ અથવા આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવા કે ગંભીર બીમારીનું નિદાન થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ જેવા વિકલ્પોની સાથે).

  • શું હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાન પર લૉન મેળવી શકું?

    હા, એન્ડોવમેન્ટ પ્લાન હેઠળ પર્સનલ લૉનની સુવિધા પ્રાપ્ત થાય છે. આપના દ્વારા કોઇપણ સમયે પ્રાપ્ત થઈ શકતી પર્સનલ લૉનની રકમનો આધાર સરેન્ડર વેલ્યૂ પર રહેશે તથા તે ઉપલબ્ધ સરેન્ડર વેલ્યૂના 70% સુધી હોઈ શકે છે. પર્સનલ લૉનની ઓછામાં ઓછી રકમ રૂ. 1,000 હોવી જોઇએ.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનિફિટ પ્લાનની પૉલિસીની મુદત દરમિયાન વીમાકૃત વ્યક્તિનું અકાળે અવસાન થઈ જવાના કિસ્સામાં શું થાય છે?

    પૉલિસીની મુદત દરમિયાન અથવા તો જ્યારે પૉલિસીની સંપૂર્ણપણે ચૂકવણી થઈ ગઈ હોય ત્યારે વીમાકૃત વ્યક્તિનું નિધન થઈ જાય, તો તેમના નોમીનીને મૃત્યુ સંબંધિત લાભ ચૂકવવામાં આવે છે.

    એકસામટી રકમના લાભ વિકલ્પ હેઠળ, પૉલિસીધારક/નોમીની() દ્વારા પસંદ કરવામાં આવ્યાં મુજબ, મૃત્યુ સંબંધિત લાભ એકસામટી રકમ તરીકે અથવા તો આગામી 5, 10 કે 15 વર્ષના સમયગાળા દરમિયાન માસિક આવક તરીકે ચૂકવવામાં આવે છે. મૃત્યુ સંબંધિત લાભની રકમ વીમાકૃત રકમથી વધારે હોય છે અથવા તો મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 105% જેટલી હોય છે. મૃત્યુ થવા પર પ્રાપ્ત થતી વીમાકૃત રકમ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવેલા પ્રીમિયમથી 10 ગણી હોય છે.

    આવકના લાભ વિકલ્પ હેઠળ પૉલિસીધારક/નોમીની() દ્વારા પસંદ કરવામાં આવ્યાં મુજબ, મૃત્યુ સંબંધિત લાભ એકસામટી રકમ તરીકે અથવા તો આગામી 5, 10 કે 15 વર્ષના સમયગાળા દરમિયાન માસિક આવક તરીકે ચૂકવવામાં આવે છે. મૃત્યુ સંબંધિત લાભની રકમ વીમાકૃત રકમથી વધારે હોય છે અથવા તો મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 105% જેટલી હોય છે. મૃત્યુ થવા પર પ્રાપ્ત થતી વીમાકૃત રકમ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવેલા પ્રીમિયમથી 11 ગણી હોય છે. આવકના સમયગાળા દરમિયાન વીમાકૃત વ્યક્તિનું નિધનના કિસ્સામાં મૃત્યુ સંબંધિત લાભ પૉલિસી હેઠળ પહેલેથી ચૂકવી દેવામાં આવેલા કોઇપણ માસિક કે વાર્ષિક આવકને કાપ્યાં વગર ચૂકવવાપાત્ર રહે છે.

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK