
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન વીમાકવચ તેમજ સંપત્તિના સર્જન એમ બંનેના સંયોજનનો લાભ પૂરો પાડે છે. આપની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખી આપને વ્યવસ્થિત રીતે બચત કરવામાં અને આપનો વેલ્થ પોર્ટફોલિયો તૈયાર કરવામાં મદદરૂપ થવા માર્કેટ-લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટનો ઉપયોગ કરે છે.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન ખરીદવા માટેના કારણો
વિવિધ ફંડમાં રોકાણ કરી વ્યવસ્થિત રીતે બચત કરો.
વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં જીવન વીમાકવચ.
એક ફંડમાંથી બીજામાં આપના પ્રીમિયમને સ્વિચ કરી અથવા રીડાયરેક્ટ કરી આપના રોકાણમાં વધારો કરો.
પ્લાનના છેલ્લાં 3 વર્ષમાં આપના રોકાણોને લિક્વિડ ફંડમાં ટ્રાન્સફર કરી આપની બચતની સુરક્ષા કરો.
કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને મેળવવામાં આવેલા લાભ પર કરબચતનો લાભ ઉપલબ્ધ થઈ શકે છે
પાત્રતાના માપદંડો કયા છે?
પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 5 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 65 વર્ષ છે
પૉલિસીની મુદતના અંતે મહત્તમ વય 75 વર્ષ હોવી જોઇએ
પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક રીતે ચૂકવી શકાય છે
રેગ્યુલર (નિયમિત) રીતે ચૂકવવામાં આવતાં પ્રીમિયમ હેઠળ આપની પૉલિસીની મુદત 10થી 70 વર્ષ સુધી રાખવાની સ્થિતિસ્થાપકતા
સિંગલ (એક જ વખતમાં) રીતે ચૂકવવામાં આવતાં પ્રીમિયમ હેઠળ આપની પૉલિસીની મુદત 5થી 20 વર્ષ સુધી રાખવાની સ્થિતિસ્થાપકતા
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન
વર્ષ 1971માં ભારતના માર્કેટમાં રજૂ કરવામાં આવેલ યુલિપ કે યુનિટ-લિંક્ડ વીમા પ્લાન એ એક નાણાંની બચત કરનારો પ્લાન છે, જે જીવન વીમાકવચ પણ પૂરું પાડે છે. દરેક યુલિપ આ બંને ફાયદા પૂરાં પાડતાં હોવા છતાં તમામ યુલિપ પ્લાન એક જ પ્રકારે રચવામાં આવતાં નથી. ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન એક યુલિપ છે, જેની રચના તમને જીવન વીમાકવચ હોવાની મનની શાંતિ આપવાની સાથે માર્કેટ સાથે જોડાયેલું વળતર પૂરું પાડી તમારા ભંડોળમાં વધારો કરવામાં મદદરૂપ થવા માટે કરવામાં આવી છે.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની મદદથી પ્રથમ જ દિવસથી પદ્ધતિસર રીતે બચત કરો, તમારા નાણાકીય લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતાને અનુરૂપ ફંડના વિકલ્પ પસંદ કરો તથા તમારા દ્વારા કરવામાં આવેલા ચતુરાઇભર્યા નાણાકીય આયોજનના મીઠાં ફળ ભવિષ્યમાં મેળવો.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન શું છે?
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન એ એક યુનિટ-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યોરન્સ એન્ડોવમેન્ટ મની સેવિંગ્સ પ્લાન છે. જીવન વીમાકવચ પૂરું પાડવાની સાથે-સાથે આ મની સેવિંગ્સ પ્લાન તમારી જોખમ લેવાની ક્ષમતા મુજબ તૈયાર કરવામાં આવેલા ફંડના ચાર વિશિષ્ટ વિકલ્પો દ્વારા તમને માર્કેટ સાથે જોડાયેલું વળતર પણ પૂરું પાડે છે.
તમે ફંડના કયા વિકલ્પમાં રોકાણ કરવા માંગો છો તે પસંદ કરવાની સાથે-સાથે તમે જોખમને ફેલાવી દેવા માટે આ પ્રત્યેક ફંડમાં તમારા પ્રીમિયમની ટકાવારી ફાળવી પણ શકો છો. તમારી અનુકૂળતા મુજબ વિવિધ ફંડ્સની વચ્ચે તમારા પ્રીમિયમને સ્વિચ કરી અને પુનઃનિર્દેશિત કરી તમારી બચતમાંથી મહત્તમ વળતર મેળવો.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની વિશેષતાઓ કઈ છે?
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન જેવો યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન એ એક વિશિષ્ટ નાણાકીય સાધન છે, જેની મદદથી તમે તમારા રોકાણની તકોને મહત્તમ સ્તરે લઈ જઈ શકો છો અને જીવન વીમાકવચને પણ માણી શકો છો. એક જ પ્રોડક્ટની અંદર આ યુલિપ તમને અનેકવિધ નાણાકીય ફાયદા આપે છે.
બેવડો ફાયદો
તમે જ્યારે આ મની સેવિંગ્સ પ્લાનમાં રોકાણ કરો છો ત્યારે પ્રીમિયમના એક હિસ્સાને જીવન વીમાકવચની ચૂકવણી કરવા તરફ ફાળવવામાં આવે છે. બાકીના પ્રીમિયમને ફંડના વિવિધ વિકલ્પમાં રોકવામાં આવે છે, જેથી કરીને તમે નાણાકીય લાભ રળી શકો. આ પ્રકારે તમે કોઇપણ કમનસીબ ઘટનાના કિસ્સામાં તમારી પાસે જીવન વીમાકવચ હોવાની મનની શાંતિની સાથે પદ્ધતિસર રીતે ભવિષ્ય માટે ભંડોળ ઊભું કરી શકો છો.
ફંડના વિકલ્પો
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની મદદથી તમે તમને ઉપલબ્ધ કરાવવામાં આવતાં ફંડના બહુવિધ વિકલ્પોનો ઉપયોગ કરી તમારી બચતનું પદ્ધતિસર રીતે નિર્માણ કરી શકો છો. આ મની સેવિંગ્સ પ્લાન હેઠળ પૉલિસીધારક રોકાણ કરવા માટે ચાર યુનિટ-લિંક્ડ ફંડ્સમાંથી કોઇને પણ પસંદ કરી શકે છે. ફંડનો દરેક વિકલ્પ જોખમ અને વળતરના અલગ-અલગ સ્તર ધરાવે છે.
ઇક્વિટી1 ફંડમાં જ્યારે લાંબાગાળા માટે રોકાણ કરવામાં આવે ત્યારે તે તમારા ફંડ્સને ઇક્વિટી ઇન્સ્ટ્રૂમેન્ટ્સમાં રોકીને ઊંચા વાસ્તવિક દરનું વળતર પૂરું પાડે છે. જોકે, તેમાં નકારાત્મક વળતરની પણ ઊંચી સંભાવના રહેલી છે, ખાસ કરીને ટૂંકાગાળામાં. આ ફંડમાં તમારું 80-100% રોકાણ ઇક્વિટી ફંડમાં કરવામાં આવે છે, જ્યારે બાકીનું 0-20% રોકાણ મની માર્કેટમાં કરવામાં આવે છે.
ડેટ1 ફંડ દ્વારા આપવામાં આવતું વળતર લાંબાગાળે ફુગાવાના દરથી વધી જાય તેવી અપેક્ષા હોય છે. આ મધ્યમ જોખમની પ્રોફાઇલ ધરાવતા ફંડના વિકલ્પમાં ટૂંકાગાળે નકારાત્મક વળતર પ્રાપ્ત થાય તેની સંભાવના ઓછી છે. તમારા 70-100% રોકાણને આ ફંડમાં ડેટ એસેટ્સમાં મૂકવામાં આવે છે, જ્યારે 0-30%ને મની માર્કેટમાં ફાળવવામાં આવે છે.
બેલેન્સ્ડ1 ફંડ મધ્યમ જોખમની પ્રોફાઇલ ધરાવે છે, જેમાં 50-70% ફંડને ઇક્વિટી ફંડમાં, 30-50%ને ડેટમાં અને 0-20%ને મની માર્કેટમાં મૂકવામાં આવે છે. લાંબાગાળે ફુગાવાના દરને માત આપવા તમારા ભંડોળને મદદરૂપ થવા માટે આ ફંડ ટૂંકાગાળામાં નકારાત્મક વળતર આપે તેની સંભાવના મધ્યમ છે.
વેલ્યૂ ફંડ લાંબાગાળે મૂડીલાભ પૂરાં પાડવાની સંભાવના ધરાવતાં ઇક્વિટી શૅર્સમાં મોટા હિસ્સાનું રોકાણ કરી લાંબાગાળે ઊંચા વાસ્તવિક દરનું વળતર પૂરું પાડે છે. આ ફંડમાં 70-100% એસેટને ઇક્વિટી ફંડ્સમાં ફાળવવામાં આવે છે, જ્યારે બાકીની 0-30% એસેટને મની માર્કેટમાં ફાળવવામાં આવે છે. આ વેલ્યૂ ફંડ ટૂંકાગાળામાં નકારાત્મક વળતર આપે તેની સંભાવના ઘણી વધારે છે.
તમારા ફંડના મૂલ્યનું રક્ષણ કરો
આ મની સેવિંગ્સ પ્લાનના છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન પૉલિસીધારકો તેમના ફંડ્સને લિક્વિડ1 ફંડમાં ટ્રાન્સફર કરી શકે છે. આમ કરીને તમે માર્કેટ સંબંધિત ચઢાવ-ઉતાર સામે તમારા ફંડના વર્તમાન મૂલ્યને સુરક્ષિત બનાવી શકો છો. જો આ વિકલ્પ પસંદ કરવામાં આવે તો, પૉલિસીની મુદત પૂરી થાય તે પહેલાંની પ્રત્યેક છેલ્લી છત્રીસ માસિક એનિવર્સરીના રોજ તમારી પૉલિસીના દરેક ફંડના મૂલ્યની 3% રકમ આપોઆપ લિક્વિડ1 ફંડમાં ટ્રાન્સફર થઈ જશે.
પ્રીમિયમની ચૂકવણી કરવાના સ્થિતિસ્થાપક મૉડ્સ
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન માટે તમે નિયમિત પ્રીમિયમ, મર્યાદિત પ્રીમિયમ અથવા તો એક જ વારમાં સંપૂર્ણ પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો. નિયમિત અને મર્યાદિત મૉડમાં તમે માસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક રીતે પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો. સિંગલ પ્રીમિયમના વિકલ્પમાં તમારે ફક્ત એક જ વારમાં સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી દેવાનું રહે છે.
આ મની સેવિંગ્સ પ્લાનમાં નિયમિત મૉડ માટેનું લઘુત્તમ પ્રીમિયમ માસિક રૂ. 1,000 છે, અર્ધ-વાર્ષિક રૂ. 6,000 છે અથવા વાર્ષિક રૂ. 12,000 છે. મર્યાદિત પ્રીમિયમના મૉડમાં લઘુત્તમ પ્રીમિયમ માસિક રૂ. 1,250 છે, અર્ધ-વાર્ષિક રૂ. 7,500 છે અથવા વાર્ષિક રૂ. 15,000 છે. સિંગલ પ્રીમિયમના મૉડમાં તમારે એક જ વાર કરવાની લઘુત્તમ ચૂકવણી પેટે રૂ. 45,000 ચૂકવવાના રહે છે. અંડરરાઇટિંગને આધિન રહી પ્રીમિયમની મહત્તમ કોઈ મર્યાદા નથી.
આંશિક ઉપાડની જોગવાઈ
લૉક-ઇનનો સમયગાળો પૂરાં થયાં બાદ જો કોઈ નાણાકીય કટોકટીની સ્થિતિ સર્જાય તો, તમે આંશિક ઉપાડની સુવિધાનો લાભ લઈ તમારા નાણાંનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારે આંશિક ઉપાડ કરવા પર કોઈ ચાર્જ લાગતો નથી.
ઓનલાઇન ખરીદી
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનને ખરીદવા માટે તમારે અમારી શાખાની મુલાકાત લેવા માટે કે અમારા એજન્ટને મળવા માટે ઘરની બહાર નીકળવાની જરૂરત નથી. આ મની સેવિંગ્સ પ્લાનને ખરીદવાની અને તેને શરૂ કરવાની પ્રક્રિયા ઓનલાઇન મૉડ મારફતે તમે ઘરે બેઠાં-બેઠાં તમારી અનુકૂળતાએ પણ કરી શકો છો.
કર સંબંધિત લાભ
તમે જ્યારે ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનમાં રોકાણ કરો છો ત્યારે તમે લાગુ થતાં કાયદા હેઠળ કર સંબંધિત લાભ અને છૂટછાટો મેળવી શકો છો. પૉલિસીધારકો કલમ 80સી હેઠળ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર અને ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ પ્રાપ્ત થયેલા પાકતી મુદતના/મૃત્યુ સંબંધિત લાભ પર કર સંબંધિત લાભ અને છૂટછાટો મેળવી શકે છે.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનને ખરીદવાના લાભ કયા છે?
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન એ સૌ કોઈના નાણાકીય પોર્ટફોલિયોમાં ઉમેરવા યોગ્ય પ્લાન છે. એક યુનિટ-લિંક્ડ પૉલિસી તરીકે આ મની સેવિંગ્સ પ્લાન વીમા અને રોકાણનો બેવડો ફાયદો પૂરો પાડે છે. તમે એક નોંધપાત્ર ભંડોળનું નિર્માણ કરવાની આશા રાખવાની સાથે-સાથે આ મની સેવિંગ્સ પ્લાન હેઠળ ઉપલબ્ધ ફંડ્સના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી તમે જોખમને શક્ય એટલું ઘટાડી પણ શકો છો.
સંપૂર્ણ સમાનતા
ઇન્ડિયાફર્સ્ટ લાઇફની અન્ય પૉલિસીઓની જેમ જ, ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન પણ તમારી સમક્ષ સંપૂર્ણ પારદર્શકતાની સાથે રજૂ કરવામાં આવે છે. આ પ્લાન કેવી રીતે કામ કરે છે, તેની દરેક મહત્વની વિગતો, ચાર્જિસના માળખાં, ફંડમાં રોકાણ કરવાની પદ્ધતિઓ, સંભવિત વળતરનો દર અને NAV ટ્રેકરને તમારી સાથે શૅર કરવામાં આવે છે, જેથી કરીને તમે તમારા નાણાકીય સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સૂચિત રહીને વિકલ્પ પસંદ કરી શકો તેની ખાતરી થઈ શકે. ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન એ સમજદાર રોકાણકારો માટેની એક ઇન્ટેલિજેન્ટ પૉલિસી છે.
તમારી જોખમ લેવાની ક્ષમતા મુજબ તૈયાર કરવામાં આવેલો પ્લાન
સૌ કોઈ મૂડી બજારમાં રોકાણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. જોકે, તમે લાંબાગાળે ફુગાવાને માત આપવા માટે પૂરતી બચત અને રોકાણ કરવાની આશા રાખતા હો તો, તમારે માર્કેટમાંથી મળી શકતી તમામ મદદ મેળવી લેવાની જરૂર છે.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની મદદથી તમે માર્કેટની અનિશ્ચિતતાઓ અને ચઢાવ-ઉતાર સામે સુરક્ષા મેળવવાની સાથે-સાથે મૂડી બજારના સંપત્તિનું સર્જન કરવાના લાભને પણ માણી શકો છો. ફંડના વિવિધ વિકલ્પોની વચ્ચે સ્વિચ કરવાનો વિકલ્પ પસંદ કરી અને આ પ્રકારે સ્વિચ કરી તમારા રોકાણ પરના જોખમને ઘટાડી દો. એક મહિનામાં બે વખત વિનામૂલ્યે સ્વિચ કરી અને પ્રીમિયમને પુનઃનિર્દેશિત કરવાની સુવિધા દ્વારા તમે કોઇપણ પ્રકારનો વધારાનો ખર્ચ કર્યા વગર જ્યાં તમારા નાણાંનું રોકાણ કરો છો, તેને બદલી શકો છો.
જીવન વીમાકવચ અને મૃત્યુ સંબંધિત લાભ
જો વીમાકૃત વ્યક્તિનું અકાળે અવસાન થઈ જાય તો, ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન જીવન વીમાકવચ પૂરું પાડે છે. નિયમિત અને મર્યાદિત પ્રીમિયમના પ્લાન માટે લઘુત્તમ વીમાકૃત રકમ વાર્ષિક પ્રીમિયમના સાત ગણી છે. સિંગલ પ્રીમિયમની પૉલિસી માટે લઘુત્તમ વીમાકૃત રકમ સિંગલ પ્રીમિયમની રકમ કરતાં 125% છે.
જોકે, મૃત્યુ સંબંધિત લાભ કોઇપણ સમયે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 105% કરતાં ઓછો નહીં હોય. મહત્તમ વીમાકૃત રકમનો આધાર પ્રીમિયમની ચૂકવણીના મૉડ અને પૉલિસીધારકની વય પર રહેલો છે.
પાકતી મુદતના લાભ
પૉલિસીની મુદતના અંતે તમને તે સમયે ફંડનું જે મૂલ્ય હશે, તે પ્રાપ્ત થશે. પૉલિસીધારક એકસામટી ચૂકવણી તરીકે સમગ્ર રકમને સ્વીકારવાનું પસંદ કરી શકે છે અથવા તો સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળના સેટલમેન્ટના વિકલ્પમાં તમે તમારી ચૂકવણીઓને 5 વર્ષના સમયગાળા માટે માસિક હપ્તાઓના સ્વરૂપે મેળવી શકો છો.
તમારે ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની જરૂરત શા માટે છે?
આપણું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. તમારો બચત પ્લાન તમારા વર્તમાનને સુરક્ષિત બનાવી તમારા ભવિષ્યનું આયોજન કરવામાં મદદરૂપ થતો હોવો જોઇએ. ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની મદદથી તમે આ સપનાને સાકાર કરી શકો છો.
જીવન વીમાકવચ + રોકાણ
જ્યારે તમે તમારા પરિવારની કમાણી કરનારી વ્યક્તિ બની જાઓ છો, ત્યારે તમને અનેક અધિકારો પ્રાપ્ત થવાની સાથે તમારા ખભા પર અનેક જવાબદારીઓ પણ આવી પડે છે. આ પ્રકારની જવાબદારીઓ પૈકીની એક એટલે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારની તમામ જરૂરિયાતોની કાળજી લેવામાં આવે તેની વ્યવસ્થા કરવી.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન એ ફક્ત રોકાણનું સાધન નથી, તે જીવન વીમાની પણ પ્રોડક્ટ છે. માર્કેટના ચઢાવ-ઉતાર સામે તમારા રોકાણનું અને કોઈ કમનસીબ ઘટનાની સામે તમારા પરિવારજનોનું રક્ષણ કરવાની સાથે-સાથે મૂડી બજારમાં રોકાણ કરવાના લાભ મેળવો.
ફુગાવાને માત આપવા માટે પદ્ધતિસરની બચત
કપરી પરિસ્થિતિઓ માટે બચત કરવાનો ગુણ તો ભારતીયોના લોહીમાં છે. જોકે, તમારા નાણાંને ફિક્સ્ડ ડીપોઝિટમાં કે તમારા બેંક ખાતામાં મૂકી રાખવાથી આ લક્ષ્ય હાંસલ થઈ શકશે નહીં. 21મી સદીમાં તમારે કપરી પરિસ્થિતિ માટે બચત કરવાથી પણ વિશેષ કરવું જરૂરી બની જાય છે, તમારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાની જરૂર છે. ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની મદદથી તમે નાણાંની પદ્ધતિસર રીતે બચત કરવાની ટેવ કેળવી શકો છો અને તેને તમારા માટે કામે લગાડી શકો છો.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનને ખરીદવાના માટેના પાત્રતાના માપદંડો કયા છે?
- ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ પ્રવેશની લઘુત્તમ વયમર્યાદા 5 વર્ષ છે, જ્યારે પ્રવેશની મહત્તમ વયમર્યાદા 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.
- પાકતી મુદતે લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઇએ જ્યારે પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા 75 વર્ષ છે.
- પ્રીમિયમની ચૂકવણીના નિયમિત વિકલ્પ માટે પ્રીમિયમની ચૂકવણીની સમાન મુદતની સાથે પૉલિસીની મુદત 10થી 70 વર્ષ સુધી લંબાય છે.
- આ મની સેવિંગ્સ પ્લાનમાં પ્રીમિયમની મર્યાદિત ચૂકવણીના વિકલ્પ માટે પ્રીમિયમની ચૂકવણીના 5/7 વર્ષની સાથે પૉલિસીની મુદત 10થી 25 વર્ષ સુધી લંબાય છે.
- ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનના સિંગલ પ્રીમિયમમાં એક જ વખતની ચૂકવણીના વિકલ્પની સાથે પૉલિસીની મુદત 5થી 20 વર્ષ સુધી લંબાય છે.
- આ પ્રીમિયમને માસિક, અર્ધ-વાર્ષિક, વાર્ષિક કે એક જ વારમાં સંપૂર્ણ ચૂકવણી તરીકે ચૂકવી શકાય છે.
ઉત્પાદન માર્ગદર્શિકા
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન શું છે?
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન એ એક યુનિટ-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યોરન્સ એન્ડોવમેન્ટ પ્લાન છે, જે જીવન વીમાકવચની સુરક્ષાની સાથે-સાથે માર્કેટ સાથે જોડાયેલું વળતર પણ પૂરું પાડે છે. પૉલિસીની મુદતના અંતે ઓછું જોખમ ધરાવતા લિક્વિડ1 ફંડમાં તમારા નાણાંને ટ્રાન્સફર કરવાનું પસંદ કરી તમારું રોકાણ જાળવી રાખીને તમારી પાસે માર્કેટના ચઢાવ-ઉતાર સામે તમારા નાણાંની સુરક્ષા કરવાનો વિકલ્પ રહે છે. આ મની સેવિંગ્સ પ્લાનમાં તમને પદ્ધતિસરની બચત કરવાના, માર્કેટ સાથે જોડાયેલા રોકાણના મૂલ્યના તથા આવશ્યક જીવન વીમાકવચના લાભ પ્રાપ્ત થાય છે.
-
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ ફંડના કયા વિકલ્પ પ્રાપ્ત થાય છે?
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ તમને ફંડના ચાર વિકલ્પ પ્રાપ્ત થાય છે. તમે દર મહિને બે વખત વિનામૂલ્યે એક ફંડમાંથી બીજા ફંડમાં સ્વિચ કરી શકો છો. તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમારા પ્રીમિયમને પુનઃનિર્દેશિત કરો.
- ઇક્વિટી1 ફંડઃ 80-100% ઇક્વિટીમાં, 0-20% મની માર્કેટમાં રોકાણ કરે છે - ઊંચું જોખમ ધરાવતી પ્રોફાઇલ
- બેલેન્સ્ડ1 ફંડઃ 50-70% ઇક્વિટીમાં, 30-50% ડેટમાં, 0-20% મની માર્કેટમાં રોકાણ કરે છે - મધ્યમ જોખમ ધરાવતી પ્રોફાઇલ
- ડેટ1 ફંડઃ 70-100% ડેટમાં, 0-30% મની માર્કેટમાં રોકાણ કરે છે - મધ્યમ જોખમ ધરાવતી પ્રોફાઇલ
- વેલ્યૂ ફંડઃ 70-100% ઇક્વિટીમાં, 0-30% મની માર્કેટમાં રોકાણ કરે છે - ઊંચું જોખમ ધરાવતી પ્રોફાઇલ
- લિક્વિડ1 ફંડઃ 0-20% ડેટમાં, 80-100% મની માર્કેટમાં રોકાણ કરે છે - ઓછું જોખમ ધરાવતી પ્રોફાઇલ છે. માર્કેટના ચઢાવ-ઉતાર સામે તમારા ફંડના મૂલ્યનું રક્ષણ કરવા માટે તમારા નાણાંને તમારી પૉલિસીના છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન લિક્વિડ1 ફંડમાં ટ્રાન્સફર કરો.
-
હું લિક્વિડ1 ફંડનો ઉપયોગ ક્યારે કરી શકું?
લિક્વિડ1 ફંડ એ ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનનો એક વિશિષ્ટ વિકલ્પ છે. આ વિકલ્પ હેઠળ, તમે તમારી પૉલિસીની મુદતના છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ફંડના મૂલ્યને લિક્વિડ1 ફંડમાં ટ્રાન્સફર કરીને તમારા ફંડનું માર્કેટના ચઢાવ-ઉતાર સામે રક્ષણ કરી શકો છો. તમારી પૉલિસીની મુદત પૂરી થાય તેના ત્રણ વર્ષ પહેલાં તમને આ વિકલ્પ અને તેના અંગેની વધારાની વિગતોની સાથે એક રીમાઇન્ડર મોકલવામાં આવશે.
પૉલિસીની મુદત પૂરી થાય તે પહેલાંની પ્રત્યેક છેલ્લી છત્રીસ માસિક એનિવર્સરીના રોજ તમારી પૉલિસીના દરેક ફંડના મૂલ્યની 3% રકમ આપોઆપ લિક્વિડ1 ફંડમાં ટ્રાન્સફર થઈ જશે. જ્યારે ફંડ્સને લિક્વિડ1 ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે તમારા બાકીના ફંડ જે ગુણોત્તરમાં ફાળવવામાં આવ્યાં હોય તે પ્રભાવિત થતાં નથી.
-
શું ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ આંશિક ઉપાડની સુવિધા પૂરી પાડવામાં આવે છે?
હા, તમે નાણાકીય કટોકટીની સ્થિતિમાં તમારા ફંડને આંશિક રીતે ઉપાડી શકો છો. જો તમે પ્રથમ પાંચ વર્ષ માટે તમારી ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનના તમામ પ્રીમિયમ ચૂકવી દીધાં હોય તો, નિયમિત અને મર્યાદિત પ્રીમિયમની પૉલિસીના કિસ્સામાં તમે પૉલિસીનું પાંચમું વર્ષ પૂરું થયાં પછી તમારા નાણાંને આંશિક રીતે ઉપાડી શકો છો.
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનના સિંગલ પ્રીમિયમના કિસ્સામાં તમે પૉલિસીનું પાંચમું વર્ષ પૂરું થયાં પછી તમારા નાણાં ઉપાડી શકો છો. જો પૉલિસીધારક સગીર હોય તો, તેના 18 વર્ષ પૂરાં થાય તે પછી જ તે તેના નાણાં આંશિક રીતે ઉપાડી શકે છે.
ઉપાડની લઘુત્તમ મર્યાદા રૂ. 5,000 છે. નિયમિત અને મર્યાદિત પ્રીમિયમની પૉલિસીઓ માટે ઉપાડની મહત્તમ મર્યાદા ફંડના મૂલ્યના 25% સુધી છે, પરંતુ જો તમારા ફંડનું ઓછામાં ઓછું બેલેન્સ આંશિક ઉપાડ બાદ તમારા વાર્ષિક પ્રીમિયમના 110%ને સમકક્ષ બાકી બચતું હોય તો જ. સિંગલ પ્રીમિયમની પૉલિસીઓ માટે ઉપાડની મહત્તમ મર્યાદા નાણાં ઉપાડ્યાં બાદ ફંડનું મૂલ્ય રૂ. 45,000થી ઘટી ન જાય એટલી રકમની હોવી જોઇએ. આંશિક ઉપાડ માટે કોઈ ચાર્જિસ લગાવવામાં આવતાં નથી.
-
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ કર સંબંધિત કોઈ લાભ પ્રાપ્ત થાય છે?
યુલિપ પ્લાન કરની બચત કરનારા ઉત્તમ સાધન તરીકે જાણીતા છે. ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ કર સંબંધિત લાભ ભારતમાં પ્રવર્તમાન આવકવેરાના કાયદા મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ય લાભ પર મળી શકે છે. તે સમયાંતરે સરકારના કર સંબંધિત કાયદા મુજબ બદલાઈ શકે છે.
-
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ કયા ચાર્જિસ ચૂકવવા પડે છે?
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન એ એક પારદર્શક અને સ્થિતિસ્થાપક યુલિપ પૉલિસી છે, જેની રચના જીવન વીમાકવચ, નાણાંની બચત કરનારા પ્લાન અને સંપત્તિના સર્જનની જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈ છે. ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનની સાથે કેટલાક નિશ્ચિત ચાર્જિસ સંકળાયેલા છે, જેમાં સમાવિષ્ટ છેઃ
- પ્રીમિયમની ફાળવણીના ચાર્જિસ (રોકાણ કરતાં પહેલાં કપાઈ જાય છે)
- ફંડનું મેનેજમેન્ટ કરવાના ચાર્જિસ (NAVની ગણતરી કરતાં પહેલાં દરરોજ કપાઈ જાય છે)
- પૉલિસીનો વહીવટ કરવાના ચાર્જ (દર મહિને કપાય છે)
- મોર્ટાલિટીના ચાર્જિસ (યુનિટને રદ કરીને દર પૉલિસી માસના પ્રથમ કાર્યદિવસે કપાઈ જાય છે)
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી સેવાઓ પર આધાર રાખી અન્ય જે ચાર્જિસ લાગુ થાય છે, તે આ મુજબ છેઃ
- બંધ કરવા સંબંધિત ચાર્જ (પૉલિસીના પાંચમા વર્ષથી આ ચાર્જ લાગુ થતો નથી)
આ પૉલિસી હેઠળ સ્વિચિંગ કે આંશિક રીતે નાણાં ઉપાડવાના કોઈ ચાર્જ વસૂલવામાં આવતાં નથી. જો સ્વિચિંગના ચાર્જ પાછળથી લાગુ કરવામાં આવે છે, તો તેના માટે IRDAI પાસેથી અગાઉથી મંજૂરી મેળવવામાં આવશે.
-
જો હું મારા ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનનું પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જઉં તો શું?
આ મની સેવિંગ્સ પ્લાનમાં પ્રીમિયમની ચૂકવણીના અર્ધ-વાર્ષિક અને વાર્ષિક મૉડ હેઠળ તમામ પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો અને ચૂકવણીના માસિક મૉડ માટે 15 દિવસનો છૂટછાટનો સમયગાળો આપવામાં આવે છે. આ સમયગાળો પ્રીમિયમની પ્રત્યેક ચૂકવણીની નિયત તારીખથી શરૂ થાય છે. આ છૂટના સમયગાળા દરમિયાન તમારા ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનના તમામ લાભ ચાલું રહે છે.
-
શું ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન હેઠળ કોઈ ફ્રી-લૂકનો સમયગાળો આપવામાં આવે છે?
હા, જો તમે ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાનના નિયમો અને શરતો સાથે સંમત ન હો તો, આ ફ્રી-લૂકના સમયગાળાની અંદર તમે આ પૉલિસી વીમાકંપનીને પરત કરી શકો છો. આ ફ્રી-લૂકના સમયગાળાની ટોચમર્યાદા પૉલિસી પ્રાપ્ત થયાંની તારીખથી 15 દિવસની નિર્ધારિત કરવામાં આવી છે. જો પૉલિસીને ડિસ્ટન્સ માર્કેટિંગ કે ઇલેક્ટ્રોનિક મૉડ મારફતે ખરીદવામાં આવી હોય તો, ફ્રી-લૂકનો સમયગાળો 30 દિવસનો રહેશે.