ગ્રૂપ રિટાયરમેન્ટ અને ફંડ આધારિત પ્લાન

કારણ કે ખુશાલ લોકો સમગ્ર માહોલને ખુશાલ બનાવી દે છે

એક એવો પ્લાન જે આપના કર્મચારીઓ માટે ગ્રેટ્યૂઇટી, સુપરએન્યુએશન અને રજાઓના ભોગવટા જેવા નિવૃત્તિના ઉપાયોની આવશ્યકતાને પૂર્ણ કરવામાં આપને મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમને જીવનવીમા કવચનો વધારાનો લાભ પણ પૂરો પાડે છે.

આ કેટેગરી હેઠળ આવનારા ઉત્પાદનો અહીં નીચે આપવામાં આવ્યાં છેઃ

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતા ગ્રૂપ રિટાયરમેન્ટ અને ફંડ પ્લાનને શા માટે પસંદ કરવા જોઇએ?

 • વૈધાનિક અને નિવૃત્તિની જરૂરિયાતોને પૂર્ણ કરે છે

  આ પ્લાનમાં રોકાણ કરીને આપના કર્મચારીઓ પ્રત્યેની આપની જવાબદારીઓને પૂરી કરવા માટે નાણાંની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરો

 • કામગીરી અને નાણાંનું વ્યવસ્થાપન તદ્દન સરળ

  ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આપના નાણાંનું સંચાલન ખૂબ જ સરળ અને પારદર્શક રીતે કરે છે

 • કર્મચારી/ગ્રૂપના સભ્યોને આર્થિક સ્થિરતા પૂરી પાડો

  આપના કર્મચારીઓને આર્થિક સ્થિરતા પૂરી પાડી તેમને વધુ સારો કાર્યદેખાવ આપવા માટે પ્રોત્સાહિત કરો

 • આપની જરૂરિયાત મુજબ રોકાણ સંબંધિત ઉત્પાદનો પસંદ કરો

  આપના સંગઠનના લક્ષ્યો પર આધાર રાખી યુનિટ-લિંક્ડ અથવા પરંપરાગત પ્લાનમાંથી કોઈ એકને પસંદ કરો

 • કરબચતના લાભ

  આવકવેરા સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, આપના દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમ અને મેળવવામાં આવેલા ફાયદાઓ પર કરબચતનો લાભ મેળવો

ધ્યાન પર લેવાના કેટલાક પરિબળો

 • નિયોક્તા-કર્મચારીને થતાં ફાયદા

 • સંતુલિત રીતે વર્તો

 • વીમાકંપનીના ટ્રેક રેકોર્ડ અંગે સંશોધન કરો

Know More

નિયોક્તા-કર્મચારીને થતાં ફાયદા

ગ્રેટ્યૂઇટી, સુપરએન્યુએશન અને રજાનો ભોગવટો આપના કર્મચારીના કુલ વળતરના એક મોટા હિસ્સાની રચના કરે છે અને તેમાં નિયમિત યોગદાન આપવાથી આપ આપના સભ્યોની કાળજી લેવાનું સુનિશ્ચિત કરો છો.

સંતુલિત રીતે વર્તો

આપ કરમાં છૂટછાટો મેળવી શકો છો અને આપની કંપનીમાં શ્રેષ્ઠ કર્મચારીઓને જાળવી શકો છો. આપના કર્મચારીઓ તેમની કમાણીને વધારી શકે છે અને આર્થિક સ્થિરતાને માણી શકે છે. આ બાબત બંને પક્ષો માટે લાભકારક સ્થિતિનું નિર્માણ કરે છે.

વીમાકંપનીના ટ્રેક રેકોર્ડ અંગે સંશોધન કરો

ગ્રૂપ પ્રોડક્ટમાં રોકાણ કરતાં પહેલાં પૉલિસીના ફાયદાઓને તથા માર્કેટમાં ઉપલબ્ધ અન્ય વીમાકંપનીઓ સાથે જે-તે કંપનીના કાર્યદેખાવને ચકાસવો અને સરખાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

FAQs