બાળકો માટેના પ્લાન

આપના બાળકના ભવિષ્યની સાથે-સાથે તેના સપનાંઓને પણ અભયવચન પ્રદાન કરો

ચાઇલ્ડ પ્લાન આપને આપના બાળકના સપનાઓને સાકાર કરવા જરૂરી નાણાંની વ્યવસ્થા કરવા નિયમિત રીતે બાંયધરીપૂર્વકની ચૂકવણી પૂરી પાડે છે. વળી, તે વ્યાપક નાણાકીય સુરક્ષા દ્વારા આપની ગેરહાજરીમાં પણ તેના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે.

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં ચાઇલ્ડ પ્લાનને શા માટે પસંદ કરવો જોઇએ?

 • તેમના સપના સાકાર કરવાની ક્ષમતા

  અમે એવા પ્લાનની રચના કરીએ છીએ જે વિવિધ પ્રકારના લાભ પૂરાં પાડવાની સાથે-સાથે આપે અને આપના સંતાને ભેગા મળીને નક્કી કરેલા સીમાચિહ્નોને હાંસલ કરવા આપને ક્ષમતાવાન બનાવે છે.

 • આપના પ્રિયજનોની સલામતી

  અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે, અણધારી ઘટનાના કિસ્સામાં તેઓ જીવનવીમા કવચની મદદથી સુરક્ષિત રહે.

 • બાળકના લક્ષ્યો પ્રભાવિત થતાં નથી

  પ્રીમિયમને માફ કરી દેવાની અંતર્નિહિત વિશેષતા (વીમાકૃત વ્યક્તિના મત્યુ થવાના/વિકલાંગતા આવી જવાના કિસ્સામાં)ની મદદથી અમે આપના બાળકના લક્ષ્યોને સુરક્ષા પ્રદાન કરીએ છીએ.

 • યોગ્ય નાણાકીય સહાય

  અમે આપને સ્થિતિસ્થાપક પૉલિસી અને ચૂકવણીની શરતોની સાથે અનેકવિધ વીમાકવચો અને ચૂકવણીના વિકલ્પો પૂરાં પાડીએ છીએ, જે આપને ઉત્તમ નાણાકીય સહાય પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે

 • કર સંબંધિત લાભ

  કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ આપના દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમ અને મેળવવામાં આવતાં લાભ પર કરબચત સંબંધિત લાભ મેળવો.

કેટલીક ધ્યાનમાં લેવા જેવી બાબતો

 • આપના બાળકના લક્ષ્યો નિર્ધારિત કરો

 • વહેલી શરૂઆત કરો

 • યોગ્ય પ્લાન પસંદ કરો

Know More

આપના બાળકના લક્ષ્યો નિર્ધારિત કરો

દરેક લક્ષ્યને તેના સ્પષ્ટ રોડ મેપની સાથે નિર્ધારિત કરવું જોઇએ અને પ્રત્યેક લક્ષ્યને હાંસલ કરવા માટેની એક સમયરેખા હોવી જોઇએ. આમ, એક ચતુરાઇભર્યા આયોજનની મદદથી, ખાસ કરીને આપના બાળકના ભવિષ્યના કિસ્સામાં આપ લાંબી મજલ સરળતાથી કાપી શકશો.

વહેલી શરૂઆત કરો

આપ આપના બાળકની જરૂરિયાતો માટે જેટલું વહેલું આયોજન કરવાનું શરૂ કરશો એટલો જ વધુ સમય આપને તેના લક્ષ્યો હાંસલ કરવા એક ભંડોળની રચના કરવા માટે મળી રહેશે. આથી આપની આયોજનની પ્રક્રિયામાં વિલંબ કરવાનું ટાળો. આજે જ અમારો સંપર્ક કરી આયોજનનો પ્રારંભ કરો.

યોગ્ય પ્લાન પસંદ કરો

દરેક બાળક અદ્વિતીય હોય છે અને આથી જ તેમના સપનાંની આવશ્યકતાઓ પણ એટલી જ વિભિન્ન હોય છે. આથી અમે આપને સૂચવીએ છીએ કે, આપ આપના સપનાની જરૂરિયાતો અને તેને સંબંધિત નાણાકીય લક્ષ્યોને અનુરૂપ વીમા પ્લાનને ખરીદો. આ પ્રકારે આપ આપના બાળકના સપનાને સાકાર કરવા માટે શ્રેષ્ઠ નાણાકીય આયોજન કરી શકશો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ચાઇલ્ડ પ્લાન્સ


આપના બાળકના ભવિષ્ય માટે નાણાં પ્રવાહનું સર્જન કરો, કારણ કે ઇન્ડિયાફર્સ્ટ લાઇફની સાથે આપને પ્રાપ્ત થાય છે જીવન વીમાકવચ અને ચાઇલ્ડ સેવિંગ પ્લાનના લાભ, જે આપને આપે છે, સૌથી અમૂલ્ય ભેટ... મનની શાંતિ. બાળકોનો ઉછેર એ આપના જીવનની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી છે. એક સફળ બાળઉછેરના ઘણાં ઘટકો છે. આપે આપના બાળકના શારીરિક સ્વાસ્થ્યની સુરક્ષા કરવાની સાથે-સાથે તેમનું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પણ સ્થિર રહે તેની કાળજી લેવાની હોય છે.

એક વાલી તરીકે આપ ફક્ત વર્તમાનનું જ વિચારી શકો નહીં. આપના બાળકના ભવિષ્ય માટે નાણાકીય આયોજન કરવું, ખાસ કરીને જ્યારે આપ તેની સાથે ન હો, એ સફળ બાળઉછેરનો એક મહત્વના હિસ્સાની રચના કરે છે. એક ચાઇલ્ડ પૉલિસી આપને વિવિધ સીમાચિહ્નો માટે સહાયરૂપ થઇને આપના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે, આપની ગેરહાજરીમાં પણ.

ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન એ એક નાણાકીય આયોજનનું સાધન છે, જે બચત-કમ-વીમા ચાઇલ્ડ પૉલિસી તરીકે કામ કરે છે. આપના બાળકની આર્થિક સુરક્ષાની ખાતરી કરવા માટે એક વિસ્તૃત સમયગાળા માટે સાતત્યપૂર્ણ રીતે બચત કરો અને આગામી વર્ષોમાં તેમના સપનાંઓને સાકાર થતાં જુઓ.

એક ચાઇલ્ડ પ્લાનની રચના આપના વૃદ્ધિ પામી રહેલા બાળકોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈ છે, જેમાં સ્કુલમાં એડમિશન અને ઉચ્ચ શિક્ષણના ખર્ચથી માંડીને આખરે લગ્ન અને અન્ય જરૂરિયાતોને ધ્યાન પર લેવામાં આવે છે. આપ આપના બાળકને આપની આંખોની સામે વૃદ્ધિ પામતાં અને ખીલતાં જુઓ છો, એક ચાઇલ્ડ પ્લાન આપની બાકીની તમામ મથામણો સરળ બનાવી દે છે, કારણ કે, તેની મદદથી આપ આપના ભૂલકાંઓ માટે શક્ય એટલી શ્રેષ્ઠ જોગવાઇઓ કરો છો.

બાળઉછેરમાં આપના બાળક માટે એક એવા રનવેની રચના કરવાનો સમાવેશ થાય છે, જેની પરથી તેઓ ઊંચી ઉડાન ભરી પોતાના સપનાઓનાં આકાશને સર કરી શકે છે. આપ એ બાબતની ખાતરી કરો છો કે, આપના બાળકને આજે તમામ શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થાય. જોકે, આપની જવાબદારીઓ અહીં પૂરી થઈ જતી નથી. એક ચાઇલ્ડ પૉલિસી કે ચાઇલ્ડ સેવિંગ પ્લાનમાં આજથી પદ્ધતિસરનું રોકાણ કરવાનો અર્થ એ છે કે, આપ નિરંતરપણે લેવામાં આવેલા નાના-નાના પગલાંઓની મદદથી ભવિષ્યના મોટા સીમાચિહ્નો હાંસલ કરી શકો છો.

આપ કોઈ ચાઇલ્ડ પ્લાનને પસંદ કરો તે પહેલાં આપના બાળકના જીવનમાં કયા સીમાચિહ્નો આવી શકે તેમ છે, તેને ઓળખી લો, જેમ કે શિક્ષણથી માંડીને લગ્ન સુધી. આ પ્રકારનું આયોજન કરવાથી આપના બાળકના ભવિષ્ય માટે આપે કેટલી બચત કરવી જરૂરી છે, તેનો ખ્યાલ આવી શકશે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ચાઇલ્ડ પ્લાન્સની રચના એ ખાતરી કરવા માટે કરવામાં આ છે કે, આવા દરેક સીમાચિહ્ન પર આપ આપના બાળકની જરૂરિયાતો પૂરી કરી શકો. ભારતમાં એવી ચાઇલ્ડ પૉલિસી પસંદ કરો, જે આપને ચાઇલ્ડ સેવિંગ પ્લાનના લાભ આપવાની સાથે-સાથે આપના બાળકને જીવન વીમાકવચ પણ પૂરું પાડે.

ચાઇલ્ડ સેવિંગ પ્લાનની મદદથી આપના બાળકો પ્રત્યેની આપની જવાબદારીઓ પૂરી કરો. આપ તેની સાથે હો કે ન હો, એક ચાઇલ્ડ પ્લાન પૉલિસી આપના વ્હાલસોયા બાળકને જીવન વીમાકવચ પૂરું પાડશે અને સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડવા સજ્જ બનાવશે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ચાઇલ્ડ પ્લાન્સની થોડી મદદથી આપના બાળકને સફળતાનું શિખર સર કરતાં જુઓ.

ચાઇલ્ડ પ્લાન શા માટે મહત્વનો છે?


ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સના લાભને સમજવા માટે ચાઇલ્ડ પ્લાન શું છે, તે સમજવું જરૂરી છે. શું બાળક/બાળકો માટે જીવન વીમો લેવાના કોઈ લાભ છે? આપ કદાચ એમ વિચારતા હશો કે, બાળકોને વળી વીમા પૉલિસીની શું છે પરંતુ આ વિચારસરણી તદ્દન ખોટી છે. એક ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન એક ઇન્શ્યોરેન્સ-કમ-ચાઇલ્ડ સેવિંગ પ્લાન છે, જેની મદદથી આપ આપના બાળકની ભવિષ્યની જરૂરિયાતો માટે ભંડોળની રચના કરી શકો છો.

આપે પસંદ કરેલા ચાઇલ્ડ સેવિંગ પ્લાન પર આધાર રાખીને આપ પાકતી મુદતે એકસામટી રકમ મેળવવા માટે અથવા તો આપની ચાઇલ્ડ પ્લાન પૉલિસીના સમયગાળા દરમિયાન સમયાંતરે એક નિશ્ચિત રકમ (એન્ડોવમેન્ટ્સ) મેળવવાને હકદાર છો. પાકતી મુદતે પ્રાપ્ત થતી એકસામટી રકમ ઉચ્ચ શિક્ષણ કે લગ્નના ખર્ચા જેવા લાંબાગાળાના સીમાચિહ્નોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો સમયાંતરે થતી ચૂકવણીઓ આપના બાળકના જીવનના વિવિધ તબક્કે આર્થિક સહાય પૂરી પાડે છે.

જીવન વીમાની નોંધપાત્ર વીમાકૃત રકમ એ બાળક/બાળકો માટેના જીવન વીમાના વિવિધ લાભ પૈકીનો એક લાક્ષણિક લાભ છે. પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં બાળકને આ રકમ મૃત્યુ સંબંધિત લાભ તરીકે પ્રાપ્ત થાય છે. મોટાભાગના ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન વાર્ષિક પ્રીમિયમની રકમ કરતાં ઓછામાં ઓછી 10 ગણી રકમને કવર કરે છે. ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સના આ લાભાલાભની સાથે આપ એ બાબતે પણ નિશ્ચિંત રહો છો કે, આપની ચાઇલ્ડ પૉલિસી અચાનક જ બંધ થઈ જશે નહીં, આપના નિધન પછી પણ. ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સના લાભ તરીકે આપને એ વાતની ખાતરી પ્રાપ્ત થાય છે કે, પૉલિસીધારકના મૃત્યુ પછી વીમાકંપની પોતે પ્રીમિયમની ચૂકવણી કરવાનું ચાલું રાખશે અને ત્યારબાદ ચાઇલ્ડ પ્લાનની મુદત પૂરી થવા પર બાળક/નોમીનીને પાકતી મુદતના લાભ પણ ચૂકવશે.

બાળકોની પૉલિસી માટેના કેટલાક વીમા મૃત્યુ સંબંધિત લાભની એકસામટી રકમ ઉપરાંત માસિક ચૂકવણીઓનો વિકલ્પ પણ આપે છે. ચાઇલ્ડ પૉલિસીમાંથી પ્રાપ્ત થતી માસિક આવક આપના રોજબરોજના ખર્ચાઓનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે. ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સના આ તમામ લાભને જોતાં એક ચાઇલ્ડ સેવિંગ પ્લાન ખરેખર સ્માર્ટ આઇડિયા છે અને આપના બાળકો માટે કરવામાં આવતાં નાણાકીય આયોજનનો તે ચોક્કસપણે એક હિસ્સો હોવો જોઇએ.

ચાઇલ્ડ પ્લાન ખરીદવાના લાભ કયા છે?


ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન પૉલિસીધારક અને બાળકને જીવન વીમાકવચની સાથે વિશિષ્ટ લાભ પૂરાં પાડે છે. અહીં આપના બાળક માટે જીવન વીમાના કેટલાક લાભ જણાવવામાં આવ્યાં છે, જે આપના ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોનું સુંદર ઘરેણું બની રહેશે.

ચાઇલ્ડ પ્લાન આપના બાળકના શિક્ષણ માટે સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે.

ગુણવત્તાયુક્ત શિક્ષણનો ખર્ચ દિનપ્રતિદિન વધતો જવાનો છે. આપના બાળકના જીવનમાં આવતાં મહત્વના સીમાચિહ્નોએ આપને ઉપયોગી થઈ શકે તેવા ભંડોળના સ્વરૂપમાં સંપત્તિના પ્રવાહનું સર્જન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપે આ બાબત ચોક્કસપણે ધ્યાન પર લેવી જ જોઇએ. ચાઇલ્ડ પ્લાનમાં આપ ફ્લેક્સિબલ હપ્તાઓમાં પ્રીમિયમની રકમ ચૂકવી શકો છો અને એક ભંડોળની રચના કરી શકો છો, જેને આપના બાળકના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

ચાઇલ્ડ સેવિંગ પ્લાન બાળકની તબીબી જરૂરિયાતો માટે એક ભંડોળની રચના કરે છે

આપના દ્વારા પસંદ કરવામાં આવેલા એન્ડોવમેન્ટ પ્લાન પર આધાર રાખીને આપને જે ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સના લાભ પ્રાપ્ત થાય છે, તેમાંનો એક લાભ એટલે વીમાકૃત રકમની એક ચોક્કસ ટકાવારીના સ્વરૂપમાં સમયાંતરે પ્રાપ્ત થતો વળતરનો પ્રવાહ. આ બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ જે-તે સમયે આપના બાળકની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ ભંડોળનો ઉપયોગ બાળકના શિક્ષણ પાછળ થતાં ખર્ચા તેમજ કોઇપણ સમયે આવી પડતી તબીબી જરૂરિયાતો માટે થઈ શકે છે.

એક ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન કોઇપણ સંભવિત ઘટનામાં આપના બાળકની નાણાકીય સુરક્ષાની ખાતરી કરે છે.

માતા-પિતામાંથી કોઇને પણ ગુમાવવા એ બાળકોને એક માનસિક અને આર્થિક તણાવ આપી જાય છે, જેનો સામનો કરવા માટે તેઓ સજ્જ હોતા નથી. આ પ્રકારની કમનસીબ ઘટનામાં કોઇપણ પ્રકારની તૈયારીઓ બાળકના મન પર થયેલા કુઠારાઘાતને દૂર કરવા માટે પૂરતી નહીં હોવાથી આપ એ બાબતની ખાતરી કરી શકો છો કે, આપના જીવનમાં કોઇપણ પ્રકારની ઘટના ઘટે આપના બાળકની આર્થિક સુરક્ષા જળવાઈ રહે.

આપને પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ આપે તેવા શ્રેષ્ઠ ચાઇલ્ડ પ્લાનની પસંદગી કરો, જેથી કરીને પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં પ્રીમિયમની ચૂકવણીનું ભારણ વીમાકંપની પોતે ઉઠાવી લે છે. આ પ્રકારના કિસ્સામાં બાળકને એકસામટી રકમ તો પ્રાપ્ત થાય છે પરંતુ તેની સાથે-સાથે તેને/તેણીએ ભવિષ્યના પ્રીમિયમની ચૂકવણી કરવાની ચિંતામાંથી મુક્તિ પણ મળી જાય છે. પાકતી મુદતે બાળકને પાકતી મુદતની રકમ અને બોનસ (જો ચાઇલ્ડ પૉલિસીમાં તેને મંજૂરી આપવામાં આવી હોય તો) પ્રાપ્ત થાય છે, જેથી કરીને કોઇપણ પ્રકારની ઘટનામાં આપના બાળકની આર્થિક સુરક્ષાની ખાતરી કરી શકાય.

ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સની મદદથી બચત અને વીમાનું કાર્યક્ષમ મિશ્રણ મેળવો

શ્રેષ્ઠ ચાઇલ્ડ પ્લાન બચત અને વીમાનું શ્રેષ્ઠ મિશ્રણ પૂરું પાડે છે. આપને આપના બાળકોના સપના પૂરાં કરવા માટે બાંયધરીપૂર્વકની નિયમિત ચૂકવણીઓ પ્રાપ્ત થવાની સાથે-સાથે આપ વ્યાપક નાણાકીય સુરક્ષાની સાથે આપના બાળકના ભવિષ્યને સુરક્ષિત પણ બનાવી શકો છો, ભલે પછી આપ હાજર ન હો.

આપે ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન શા માટે ખરીદવો જોઇએ?


ઘણીવાર બાળઉછેર અને ચિંતા એ સિક્કાની બે બાજુઓ બની જાય છે. એક વાલી તરીકે આપ આપના બાળકના વિકાસ અને સુખાકારી અંગે હંમેશા ચિંતિત રહો છો. આપ આપના બાળકના વર્તમાન અને ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં આવે તેની ખાતરી કરવા અથાગ પ્રત્યત્નો કરો છો. આપ ઇચ્છો છો કે આપનું બાળક એક જવાબદાર અને સુખી વ્યક્તિ તરીકે ઉછરે.

આપ આપના બાળકની સુખાકારીની ખાતરી કરવા માટે તેની આસપાસ ન હો, તેવી ઘટનાની કલ્પના માત્રથી જ આ તમામ ચિંતાઓ અનેકગણી વધી જાય છે. આથી, માતા-પિતાના મનની શાંતિ માટે ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન મેળવવો આવશ્યક બની જાય છે. બાળકો માટેનો જીવનવીમો એ ખાતરી કરે છે કે, આપ આપની ગેરહાજરીમાં પણ આપના બાળક પ્રત્યેની જવાબદારીઓ પૂરી કરી શકો.

એક ચાઇલ્ડ સેવિંગ આપને શિક્ષણના વધતાં જઈ રહેલાં ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે

આપનું બાળક ભવિષ્યના એલન મસ્ક હોય કે વેન ગોઘ, જ્યારે પણ તેમના શિક્ષણના ખર્ચાઓને પહોંચી વળવાની વાત આવે ત્યારે આપની પાસે નાણાં ખૂટી ન પડે તેની ખાતરી કરવાની જવાબદારી આપની છે. વળી, જ્યારે આપના બાળકના સપના સાકાર કરવાની વાત હોય ત્યારે બાંધછોડ કરવી એ કોઈ વિકલ્પ નથી. જોકે, ફુગાવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણના વધતા જઈ રહેલા ખર્ચને જોતાં આપ જો આપના બાળકને શ્રેષ્ઠ ખાનગી સ્કુલમાં અને પ્રતિષ્ઠિત કૉલેજમાં ભણવા મોકલવા માંગતા હો તો આર્થિક આયોજન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.

આ સ્થિતિમાં એક ચાઇલ્ડ સેવિંગ પ્લાન જીવનરક્ષક સાબિત થાય છે. ઇત્તર પ્રવૃત્તિઓ માટે નાણાં ચૂકવવાથી માંડીને આપના બાળકના ઉભરતા શોખને પૂરાં કરવા, તેમની પ્રતિભાને નિખારવા અને તેમના સર્વોચ્ચ લક્ષ્યોને હાંસલ કરવા તેમને પ્રોત્સાહિત કરવા સુધી ચાઇલ્ડ પ્લાનમાંથી એકઠું કરવામાં આવેલ ભંડોળ આપનું બાળક અભાવમાં ન રહી જાય તેની ખાતરી કરે છે.

એક ચાઇલ્ડ પ્લાન આપને નોંધપાત્ર ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થાય છે.

એક સમય એવો હતો જ્યારે બાળકના વિકાસ અને ભવિષ્યનું અનુમાન લગાવી શકાતું હતું. આજે આપનું બાળક ભવિષ્યમાં શું કરવા માગશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. શું આપનું બાળક લગ્ન કરવા ઇચ્છશે કે પોતાની સ્વતંત્રતા માણવા માટે ઘર ખરીદવા ઇચ્છશે? આપનું બાળક વિજ્ઞાન પ્રવાહમાં કે સામાન્ય પ્રવાહમાં શિક્ષણ મેળવવાનું પસંદ કરશે? આપે કાર ખરીદવા માટે ખર્ચો કરવો પડશે કે પછી આપના બાળકના વિશ્વનું ભ્રમણ કરવાના સપનાને પૂરું કરવા માટે નાણાંની મદદ કરવી પડશે? આપનું બાળક જીવનમાં શું હાંસલ કરવા માંગે છે તેને અનુલક્ષ્યા વગર બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ અને વીમાકૃત રકમ જેવા ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સના લાભ આપને આ તમામ ખર્ચાઓને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં રાખશે.

ચાઇલ્ડ પૉલિસી આપના બાળકને જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ થાય છે.

બાળકો આપણા ગર્વ અને રાજીપાનું કારણ હોય છે. માતા-પિતા તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે અને આશા રાખે છે કે તેમના બાળક એક જવાબદાર નાગરિક બને તથા સમાજને ઉપયોગી બને. બાળકો આપ કહો તેમ જ કરે તે જરૂરી નથી પરંતુ આપ એ હકીકત પર વિશ્વાસ કરી શકો છો કે, તેઓ આપ જેવું કરો છો તેવું જ કરશે, જેમ કે- તેમની સમક્ષ ઉદાહરણ અને આદર્શ રજૂ કરવા એ માતા-પિતાની જવાબદારી છે. બાળકો પોતાના માતા-પિતા જે કંઇપણ કરે છે, તેને ઝડપથી શીખે છે અને તેનું અનુકરણ કરે છે.

આપ આપના નાણાં, બચત, રોકાણ અને વીમા સંબંધિત જે કોઇપણ નિર્ણય લો છો તે આપના બાળકના દિમાગમાં નાણાકીય માળખાંની રચના કરશે. ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદવાથી આપના બાળકના ભવિષ્યના ખર્ચ અંગેની આપની મોટાભાગની ચિંતાઓ શમી જાય છે અને તે આપનું બાળક અનુકરણ કરી શકે તેવા નાણકીય આયોજનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.

શ્રેષ્ઠ ચાઇલ્ડ પ્લાન કેવી રીતે ખરીદવો?


ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં ઘણાં વિકલ્પ ઉપલબ્ધ છે. આપને જો આપ શું મેળવવા માંગો છો તેનો ખ્યાલ હોય તો, ચાઇલ્ડ પ્લાનને ખરીદવાની પ્રક્રિયા ઘણી સરળ છે. અહીં આપની સગવડ માટે ચાઇલ્ડ પ્લાન ખરીદવાની ક્રમશઃ પ્રક્રિયા આપવામાં આવી છે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરવા ચાઇલ્ડ પ્લાન ખરીદવા માટે આ માર્ગદર્શિકામાં આપવામાં આવેલ સૂચનોને અનુસરો.

વહેલીતકે ચાઇલ્ડ પૉલિસી ખરીદો

ચાઇલ્ડ પ્લાન ક્યારે ખરીદવો, એ પ્રશ્ન જેટલો મહત્વનો છે, એટલો જ મહત્વનો પ્રશ્ન ચાઇલ્ડ પ્લાન કેવી રીતે ખરીદવો એ પણ છે. અન્ય કોઇપણ વીમા અને બચત પ્લાનની જેમ જ, આપને ચાઇલ્ડ પ્લાન પણ શક્ય એટલી વહેલીતકે ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. એક નોંધપાત્ર ભંડોળ ઊભું કરવા અને ફુગાવાને માત આપવા આપે લાંબા સમય સુધી આપનું રોકાણ જાળવી રાખવું જરૂરી છે. જો આપ વહેલીતકે આ પ્લાન મેળવો છો તો, ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાનમાંથી પ્રાપ્ત થતાં લાભ આપને ઘણું ઊંચું વળતર આપશે. બાળપણ એ એક મર્યાદિત સમયગાળો છે અને આપ દર વર્ષે આ પ્લાન ખરીદવામાં જેટલો વિલંબ કરશો, આપે એટલો જ વધારે ખર્ચ કરવો પડશે.

એવું ધારી લઇએ કે, આપનું સંતાન 18 વર્ષનું થાય ત્યારે તેને કૉલેજના ખર્ચ માટે નાણાંની જરૂર પડશે, હવે આપનું સંતાન જ્યારે 5 વર્ષનું હોય ત્યારે રોકાણ કરવાથી આપને ચક્રવૃદ્ધિ વ્યાજ રળવાનો 13 વર્ષનો મોટો સમયગાળો મળે છે, તેની સરખામણીએ જો આપ આપનું સંતાન 10 વર્ષનું થાય ત્યારે જો રોકાણ કરો છો તો આપને ફક્ત 8 વર્ષ જ મળે છે. હવે જ્યારે આપ એ બાબત ધ્યાનમાં લો છો કે, ચક્રવૃદ્ધિ વ્યાજ આપના રોકાણમાં કેટલો વધારો કરે છે, ત્યારે આપને સમજાશે કે આ 5 વર્ષનો અંતરાલ આપને કેટલો મોંઘો પડે છે.

ફુગાવાને ધ્યાન પર લો

ચાઇલ્ડ પ્લાન ખરીદવા માટેનું આગામી પગલાંમાં આપે પ્રભાવિત કરનારા આર્થિક પરિબળોને સમજવાની તથા આપના નાણાકીય આયોજનમાં વધતાં જઈ રહેલા ખર્ચ અને ફુગાવાને ધ્યાન પર લેવાની જરૂર છે. આપ જેટલી વીમાકૃત રકમ પસંદ કરો છો, તે આગામી એક કે બે દાયકા બાદ પૂરતી હોવી જોઇએ. ફુગાવો એ એક વાસ્તવિકતા છે, જેને આપના બાળકના ભવિષ્ય માટે બચત કરતી વખતે ધ્યાન પર લેવી જોઇએ. એક વ્યાવસાયિક કૉર્સની ફી માટે આજે જે રકમ યોગ્ય ગણાય છે, તે આજથી 15-20 વર્ષ બાદ પૂરતી ગણાશે નહીં. એક શ્રેષ્ઠ ચાઇલ્ડ પ્લાન એ છે, જે આપના બાળકની ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે યોગ્ય ભંડોળ ઊભું કરે.

યોગ્ય વિચારણા કરો

એકવાર આપ ફુગાવાને અને આપના બાળકને કેટલા નાણાંની જરૂર પડશે, તે ધ્યાન પર લઈ લો, તે પછી આપના બજેટ તથા આપ કેટલું રોકાણ કરવાનું પરવડે તેમ છે, તેના અંગે વિચારો. હવે ચાઇલ્ડ પ્લાન ખરીદવા માટેના આગામી પગલાંમાં ચાઇલ્ડ વીમા પૉલિસીના લાભાલાભ અંગે પૂરતું સંશોધન કરવાનો તથા નિયમો અને શરતોને ધ્યાનપૂર્વક વાંચવાનો પૂરતો પરિશ્રમ કરો. શ્રેષ્ઠ ચાઇલ્ડ પ્લાન એ છે, જેને આપ સારી રીતે સમજો અને પોતાની મંજૂરી આપો.

ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાનના લાભને ઉપયોગમાં લો

આપના દ્વારા પસંદ કરવામાં આવેલ ચાઇલ્ડ પૉલિસી પર આધાર રાખી કેટલાક લાભને આપ પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, આપની ચાઇલ્ડ પૉલિસી આપને પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિનો લાભ આપે છે કે નહીં. આપે જો પ્રીમિયમ વેવર ચાઇલ્ડ બેનિફિટ પસંદ કર્યો હોય તો, ચાઇલ્ડ પૉલિસીની મુદત દરમિયાન આપના અકાળે અવસાનના કિસ્સામાં વીમાકંપની પોતે આપના વતી પ્રીમિયમ ભરે છે.

પૉલિસીની સામે લૉન મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં, આપના દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર આપને કર સંબંધિત લાભ મળે છે કે નહીં, ચાઇલ્ડ પ્લાન કયા ફંડ્સમાં નાણાં રોકશે તથા વીમાકંપની આંશિક રીતે ઉપાડની સુવિધા પૉલિસીમાં આપે છે કે નહીં તે ચકાસો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરાં પાડવામાં આવતાં ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ કયા છે?


એક ચાઇલ્ડ પ્લાન એ ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોનું એક મહત્વનું તત્વ છે. બાળકો માટેના વીમા, વ્યક્તિની પ્રાથિકતાઓ અને જરૂરિયાતો પર કેન્દ્રીત માપદંડોની વિવિધતા પર આધાર રાખી અલગ-અલગ હોઈ શકે છે. આપ એક ચાઇલ્ડ પ્લાનને આપની પ્રાધાન્યતાઓ મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો. ભારતમાં સામાન્ય રીતે કેટલાક અલગ-અલગ પ્રકારના ચાઇલ્ડ પ્લાન ઉપલબ્ધ છે.

રેગ્યુલર પ્રીમિયમ ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન

ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાનના વિવિધ પ્રકારોમાંથી એક વિકલ્પ રેગ્યુલર પ્રીમિયમ ચાઇલ્ડ પ્લાનનો છે. આ પ્રકારના ચાઇલ્ડ પ્લાનમાં આપે અગાઉથી નક્કી કરવામાં આવેલા નિશ્ચિત અંતરાલે પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરવાની રહે છે. ચાઇલ્ડ પૉલિસી પર આધાર રાખીને આપની પાસે માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવવાના વિકલ્પ પ્રાપ્ત થાય છે.

સિંગલ પ્રીમિયમ ચાઇલ્ડ પૉલિસી

સિંગલ પ્રીમિયમ ચાઇલ્ડ પ્લાનમાં આપે પૉલિસીની મુદત શરૂ થતી વખતે એક જ પ્રીમિયમ તરીકે એકસામટી રકમ ચૂકવવાની રહે છે. આ પ્રકારના ચાઇલ્ડ પ્લાનમાં એક વારમાં કરવામાં આવેલ પ્રીમિયમની ચૂકવણી પૉલિસીની સમગ્ર મુદતને આવરી લે છે.

યુલિપ ચાઇલ્ડ પ્લાન

આપની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખી આપ યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસી અથવા તો યુલિપ ચાઇલ્ડ પ્લાનને પસંદ કરી શકો છો. આ પ્રકારના ચાઇલ્ડ પ્લાનમાં સામાન્ય રીતે જીવન વીમાકવચ ઊંચું હોય છે, આપને સમયાંતરે ચૂકવણી કરવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે અને તે ઇક્વિટી માર્કેટમાં આપના નાણાંનું રોકાણ કરે છે.

પરંપરાગત એન્ડોવમેન્ટ ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસી

ચાઇલ્ડ સેવિંગ પ્લાનનું જાણીતું ઉદાહરણ એટલે પરંપરાગત એન્ડોવમેન્ટ ચાઇલ્ડ પ્લાન, આર્થિક સુરક્ષા અને બચતના લાભનું સંયોજન છે. આ પ્રકારના ચાઇલ્ડ પ્લાનમાં આપે અગાઉથી નક્કી કરેલા સમયગાળા અથવા તો પ્રીમિયમની ચૂકવણીની મુદત માટે સાતત્યપૂર્ણ રીતે પ્રીમિયમની ચૂકવણી કરવાની રહે છે. પાકતી મુદતે બાળકને એકસામટી રકમ પ્રાપ્ત થાય છે. પાર્ટિસિપેટિંગ એન્ડોવમેન્ટ ચાઇલ્ડ પ્લાનમાં પાકતી મુદતે જો વીમાકંપની દ્વારા બોનસ જાહેર કરવામાં આવ્યું હોય તો, તેને પણ ચૂકવવામાં આવી શકે છે. આ પ્રકારના ચાઇલ્ડ પ્લાનમાં રોકાણ ઓછું જોખમ ધરાવતા ડેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં કરવામાં આવે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન

 • નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન
 • નિયમિત બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ
 • ઇન-બિલ્ટ પ્રીમિયમની ચૂકવણીઓમાંથી મુક્તિ
 • મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણીનો વિકલ્પ - એકસામટી રકમ અથવા નિયમિત આવક
 • વીમાકૃત રકમના બાંયધરીપૂર્વકના 101-125% પૂરાં પાડનાર ચૂકવણીના 8 વિકલ્પ
 • કર સંબંધિત લાભ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરાં પાડવામાં આવતાં ચાઇલ્ડ પ્લાનને શા માટે પસંદ કરવો જોઇએ?


આપના બાળકો તેમના સપનાને સાકાર કરી શકે તે માટે

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વિવિધ લાભને ધ્યાનમાં રાખીને ચાઇલ્ડ પ્લાનની રચના કરે છે તથા આપના અને આપના સંતાન દ્વારા ભેગા મળીને નક્કી કરવામાં આવેલા સીમાચિહ્નોને હાંસલ કરવા આપને સમર્થ બનાવે છે.

આપના પ્રિયજનોની સલામતીની ખાતરી કરવા

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પ્લાન એ બાબતની ખાતરી કરે છે કે, કોઈ અણધારી ઘટનામાં પણ આપના બાળકની આર્થિક સુરક્ષા જીવન વીમાકવચની મદદથી જળવાઈ રહે.

આપના બાળકનો લક્ષ્યોની સલામતી માટે

ઇન-બિલ્ટ પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિની મદદથી (વીમાકૃત વ્યક્તિના મૃત્યુ/વિકલાંગ થઈ જવાના કિસ્સામાં) ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન આપના બાળના લક્ષ્યોને સુરક્ષા પ્રદાન કરે છે અને કોઇપણ પરિસ્થિતિમાં તે પ્રભાવિત થાય નહીં, તેની ખાતરી કરે છે.

સ્થિતિસ્થાપકતા અને નાણાકીય સહાય સુધીની પહોંચ પ્રાપ્ત કરવા

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પ્લાન આપને ફ્લેક્સિબલ પૉલિસી અને ચૂકવણીની મુદતની સાથે-સાથે વિવિધ પ્રકારના સુરક્ષાકવચો અને ચૂકવણીના વિકલ્પો પૂરાં પાડે છે, જે આપને આપના પરિવારને શ્રેષ્ઠ આર્થિક ટેકો પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.

કર સંબંધિત લાભ મેળવવા માટે

કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ આપના દ્વારા ચૂકવવામાં આવનારા પ્રીમિયમ અને આપને પ્રાપ્ત થતાં લાભ પર કર સંબંધિત લાભ મેળવો.

FAQs

 • ભવિષ્યમાં મારા બાળકની જરૂરિયાતોની કાળજી લેવા માટે હું ન હોઉં તો શું? આ પ્લાન ખરીદવો જોઇએ?

  હવે આપના બાળકની જરૂરિયાતોની કાળજી લેવા માટે અમે આપની સાથે છીએ, ભવિષ્યમાં આપ તેની સાથે ન હો, તો પણ અમે તો હંમેશા સાથે જ રહીશું. આપની સાથે કોઈ અણધારી ઘટના ઘટે તો પણ અમે આપે આયોજિત કરેલી ચૂકવણીઓ આપના બાળકને પૂરી પાડીએ જ છીએ. પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિના વિકલ્પ હેઠળ, આપના બાળકે ભવિષ્યમાં કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેતુ નથી પરંતુ પૉલિસી તો ચાલું જ રહે છે.

 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ચાઇલ્ડ પ્લાન હેઠળ કયા જોખમોને આવરી લેવામાં આવે છે? ભવિષ્યમાં હાજર ન હોઉં તો શું?

  ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ચાઇલ્ડ પ્લાન હેઠળ અનેક જોખમોને આવરી લેવામાં આવે છે. જીવન વીમાકવચમાં મૃત્યુ, આકસ્મિક મૃત્યુ, અકસ્માતને કારણે વિકલાંગ થઈ જવું અને આ ત્રણેયના સંયોજનનો સમાવેશ થાય છે. રિસ્ક કવર પર આધાર રાખીને પ્રીમિયમની રકમ બદલાઈ શકે છે. આપ મૃત્યુ સંબંધિત વીમાકવચ, મૃત્યુ વત્તા આકસ્મિક મૃત્યુ સંબંધિત વીમાકવચ (ADB), મૃત્યુ વત્તા અકસ્માતમાં કાયમી સંપૂર્ણ વિકલાંગતા (ATPD) અને મૃત્યુ વત્તા ADB વત્તા ATPD કે જે કૉમ્પ્રિહેન્સિવ કવર એટલે કે, વ્યાપક વીમાકવચ તરીકે પણ ઓળખાય છે, તેમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો.

 • આપની પાસે ચૂકવણીના કેટલા વિકલ્પ ઉપલબ્ધ છે? લેવામાં આવ્યાં છે?

  આપને આપના બાળકની જરૂરિયાત પર આધાર રાખીને ચૂકવણીના 8 અલગ-અલગ વિકલ્પ આપવામાં આવે છે, જે આપને વીમાકૃત રકમ 101%થી 125% સુધીનું વળતર આપશે. કેટલાક વિકલ્પોમાં આપ પૉલિસીની મુદત દરમિયાન વાર્ષિક ચૂકવણી અને ઉપાર્જિત થતાં બોનસ (જો કોઈ હોય તો)ની સાથે પાકતી મુદતના લાભ મેળવવાનું પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ સમયાંતરે થતી ચૂકવણીઓ મેળવવાનું ટાળી પાકતી મુદતે એક બાંયધરીપૂર્વકની કુલ મોટી રકમને સાદા રીવર્ઝનરી બોનસ અને ટર્મિનલ બોનસ (જો જાહેર કરવામાં આવ્યાં હોય તો)ની સાથે પણ મેળવી શકો છો.

 • શું મને બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ સિવાય પણ કંઈ મળે છે? મને બીજું કંઇક પ્રાપ્ત થાય છે?

  હા, આપની પૉલિસીમાં આપને દર વર્ષે બોનસ આપવામાં આવશે અને આપને પૉલિસીની મુદત દરમિયાન ઉપાર્જિત થયેલા તમામ બોનસ (જો કોઈ હોય તો) પાકતી મુદતે છેલ્લા હપ્તાની સાથે ચૂકવવામાં આવશે. પાર્ટિસિપેટિંગ ચાઇલ્ડ પૉલિસીમાં આપને ચાઇલ્ડ પૉલિસીની પાકતી મુદતની તારીખ સુધીમાં ઉપાર્જિત થયેલા સાદા રીવર્ઝનરી બોનસ (જો જાહેર કરવામાં આવ્યાં હોય તો) અને ટર્મિનલ બોનસ (જો જાહેર કરવામાં આવ્યાં હોય તો) પણ પ્રાપ્ત થઈ શકે છે.

 • શું મને બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ સિવાય પણ કંઈ મળે છે?

  હા, આપની પૉલિસીને દર વર્ષે બૉનસ પ્રાપ્ત થાય છે અને આ પ્રકારે ભેગું થયેલું આપનું તમામ બૉનસ આપને પાકતી મુદતે ચૂકવણીના છેલ્લાં હપ્તાની સાથે પ્રાપ્ત થશે.