ઇન્ડિયાફર્સ્ટ માઇક્રો બચત પ્લાન

પગલું દ્વારા પગલું બચત ઉજ્જવળ આવતીકાલ માટે

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન એ નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, મર્યાદિત ચૂકવણી, માઇક્રો લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જેની રચના આપના ભવિષ્યના લક્ષ્યો માટે આપને શિસ્તબચત બચતો પૂરી પાડવા કરવામાં આવી છે, જેમાં આપે પ્રીમિયમ ફક્ત 5 વર્ષ માટે જ ચૂકવવાનું છે. આ પ્લાન એ પણ સુનિશ્ચિત કરશે કે, આપના પ્રિયજનો દુર્ઘટનાના સંભવિત કિસ્સામાં જીવનવીમા કવચ વડે સુરક્ષિત રહે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન ખરીદવા માટેના કારણો

  • આપના લાંબાગાળાના લક્ષ્યોને હાંસલ કરવા માટે ફક્ત પાંચ વર્ષ માટે પ્રીમિયમ ચૂકવો

  • આપ જો એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી પણ જાઓ તો પૂરેપૂરા એક વર્ષ માટે જીવનવીમા કવચનો લાભ મેળવવાનું ચાલુ રાખો (આપે સંપૂર્ણ એક વર્ષના પ્રીમિયમ ચૂકવી દીધા હોય તે પછી જ લાગુ થાય છે)

  • વાર્ષિક બૉનસ (જો કોઈ હોય તો)ના વધારાની સાથે આપની બચતને પ્રોત્સાહન આપો

  • મુદતના અંતે આપને પાકતી મુદતની વીમાકૃત રકમ વત્તા પ્રાપ્ત કરેલું બૉનસ (જો કોઈ હશે તો) પ્રાપ્ત થશે

  • આકસ્મિક મૃત્યુના લાભનો વિકલ્પ પસંદ કરો અને આપના પ્રિયજનોને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પ્રતિકૂળ પ્રભાવો સામે સુરક્ષા પૂરી પાડો.

  • એક જ વારની ચૂકવણી અથવા તો 5 વર્ષના સમયગાળાના હપ્તાઓમાં ચૂકવણી કરી મૃત્યુ સંબંધિત લાભ મેળવવાનો વિકલ્પ પસંદ કરો

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ તથા પ્રાપ્ત કરવામાં આવેલા લાભ પર કરબચતના લાભ ઉપલબ્ધ થઈ શકે છે.

  • પ્રીમિયમના નમૂનાના દરો જોવા માટે અહીં ક્લિક કરો

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન


કેટલાક ખર્ચાઓ ભવિષ્યમાં ચોક્કસપણે આવવાના જ છે, તે તમે જાણતા હોવા છતાં તેના માટે બચત કરવી એ તમારી કમાણી કરવાની ક્ષમતા સાથે સંકળાયેલી બાબત છે. જો તમારી કમાણી મર્યાદિત હશે તો તમારા પરિવારના ભવિષ્ય માટે બચત કરવાની તમારી ક્ષમતા પણ મર્યાદિત હશે - પરંતુ આમ જ હોવું જરૂરી નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન તમને તમારી મહત્વકાંક્ષાઓને હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેના નામ પ્રમાણે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન એક બચત વીમા પ્લાન છે, જેની રચના તમને પદ્ધતિસર રીતે તમારા બચતના લક્ષ્યોની નજીક લઈ જવા માટે કરવામાં આવી છે.

ઇન્ડિયાફર્સ્ટ માઇક્રો બચત પ્લાન શું છે?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન એ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, મર્યાદિત ચૂકવણીનો માઇક્રો જીવન વીમા પ્લાન છે. આ પ્લાન હેઠળ, તમે પાંચ વર્ષના મર્યાદિત સમયગાળા માટે સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે બચત કરો છો. પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 5 વર્ષની ટૂંકી હોવા છતાં પૉલિસીની મુદત 10 કે 15 વર્ષ સુધી લંબાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાનની મદદથી તમારા સપનાને સાકાર કરો - આ બચત પ્લાનની રચના તમને એક વીમા પ્લાનના લાંબાગાળાની બચતના તમામ લાભ પૂરાં પાડવા માટે કરવામાં આવી છે.

બચત અને વીમાનું અદભૂત મિશ્રણ ધરાવતી આ પૉલિસી તમને મનની શાંતિ આપે છે, કારણ કે, આ પ્લાનમાં તમે પ્રીમિયમની મર્યાદિત ચૂકવણી કરી વધારે બચત તો કરો જ છો પરંતુ તેની સાથે-સાથે પ્લાનની મુદત દરમિયાન તમને વીમાકવચ પણ પૂરું પાડવામાં આવે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાનની ટૂંકાગાળાની ચૂકવણીની કટિબદ્ધતા, જીવન વીમાકવચ અને બચતની સુવિધાનો ઉપયોગ કરો. વધુમાં, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન અનેકવિધ વિશેષતાઓ અને લાભ પણ પૂરાં પાડે છે, જેમ કે, જીવન વીમાકવચ ચાલું રહેવાનો લાભ અને ઉમેરવામાં આવેલ બૉનસ (જો કોઈ જાહેર કરવામાં આવ્યાં હોય તો).

તમારે ઇન્ડિયાફર્સ્ટ માઇક્રો બચત પ્લાન ખરીદવાની જરૂર શા માટે છે?


જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું હોવાથી દરેક વ્યક્તિને સુરક્ષાકવચની જરૂર પડે છે. થોડાં નાણાંને બાજુ પર રાખો, જેથી કરીને તમને એવી હૈયાધારણ મળી શકે કે તમારી પાસે ભરોસો કરવા લાયક કંઇક છે. વાત જ્યારે નાની-નાની રકમની બચત કરવાની આવે ત્યારે મોટાભાગના લોકો એવું ધારી લે છે કે, આટલી અમથી રકમ તમારા પરિવારના સપનાઓને પૂરાં કરવા માટે ખાસ કંઈ કરી શકશે નહીં. તમારા આ સપનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે આવી ગયો છે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન, જેમાં તમારે એક સમયે એક નાનકડી રકમ ચૂકવવાની રહે છે.

જીવનમાં અનિશ્ચિતતા જ એક એવી બાબત છે, જે નિશ્ચિત છે. આથી, તેના માટે આગોતરું આયોજન કરી રાખવું એ સમજદારીભર્યું પગલું છે. જો તમે પહેલેથી જ પૉલિસીનું એક વર્ષનું સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી દીધું હોય, તો આ પૉલિસીની મદદથી તમને પૂરેપૂરાં એક વર્ષ માટે જીવન વીમાકવચ પ્રાપ્ત થાય છે, ભલે પછી તમે એક પ્રીમિયમ ભરવાનું ચૂકી જાઓ. વૈકલ્પિક રાઇડરોને ઉમેરીને તમે ખૂબ જ નજીવી કિંમતે તમારા પરિવારના નાણાકીય ભવિષ્યની સુરક્ષાની ખાતરી કરી શકો છો.

આથી વિશેષ, ટર્મ લાઇફ પૉલિસીઓથી વિપરિત જ્યારે તમે પૉલિસીની મુદત પછી પણ જીવિત હો ત્યારે તમે પાકતી મુદતના લાભ મેળવવા હકદાર ગણાઓ છો. આ પૉલિસી એક પાર્ટિસિપેટિંગ પ્લાન છે, જેનો અર્થ એ છે કે, જો વીમાકંપની કોઈ સાદું રીવર્ઝનરી અને ટર્મિનલ બૉનસ જાહેર કરે છે, તો તમે તે મેળવવા હકદાર ગણાઓ છો, આમ તમે તમારા બચત વીમા પ્લાનમાંથી થોડું એક્સ્ટ્રા મેળવી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ માઇક્રો બચત પ્લાનની વિશેષતાઓ કઈ છે?


પ્રીમિયમની મર્યાદિત સમય માટે ચૂકવણી કરવાના આ પાર્ટિસિપેટિંગ પ્લાનમાં તમારે પાંચ વર્ષના ટૂંકા સમયગાળા માટે જ પ્રીમિયમ ભરવાનું રહે છે, જેમાં તમને બચત અને જીવન વીમા એમ બંનેના લાભ એક જ પ્લાનમાં મળી જાય છે. આ પ્લાન તમારા પરિવારના ભવિષ્યની સુરક્ષા કરવાની સાથે-સાથે તમારા જીવનના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થવા માટેનું એક ઉત્તમ બચત ઇન્સ્ટ્રૂમેન્ટ છે.

પ્રીમિયમની ચૂકવણી કરવાની મર્યાદિત મુદત

મોટાભાગના બચત વીમા પ્લાનમાં તમારે જ્યાં સુધી પૉલિસી ચાલું રહે ત્યાં સુધી પ્રીમિયમ પણ ભરવાનું ચાલું રાખવું પડે છે. જોકે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાનમાં તમને પ્રીમિયમની મર્યાદિત મુદત માટે ચૂકવણી કરવાની તક પ્રાપ્ત થાય છે. તમે પૉલિસીની મુદત 10 વર્ષની પસંદ કરો કે 15 વર્ષની, તમારી પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત પાંચ વર્ષની જ રહે છે. આ પૉલિસીમાં પાંચ વર્ષ માટે શિસ્તબદ્ધ રહીને બચત કરવાથી તમે તમારા લાંબાગાળાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવાના માર્ગ આગળ વધી શકો છો.

જીવન વીમાકવચનો લાભ ચાલું રહે છે

જીવનમાં આવેલી અણધારી પરિસ્થિતિઓને કારણે એમ બની શકે કે તમે કોઈ એક વર્ષના પ્રીમિયમની ચૂકવણી ન કરી શકો. આ પૉલિસીમાં તમને જીવન વીમાકવચનો લાભ ચાલું રહેવાની મહત્વની વિશેષતા પ્રાપ્ત થાય છે, જે મુજબ, તમે એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી ગયાં હો, તો પણ તમે જીવન વીમાકવચનો લાભ મેળવવાનું ચાલું રાખી શકો છો. જોકે, તમે એક વર્ષનું સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી દો તે પછી જ તમે આ વિશેષતાનો ઉપયોગ કરી શકો છો.

વાર્ષિક બોનસ

આ એક પાર્ટિસિપેટિંગ પૉલિસી હોવાથી, જો વીમાકંપની કોઈ બોનસ જાહેર કરે તો, આ પ્લાન તેને મેળવવા માટે પાત્ર ગણાય છે. તેમાં સાદા રીવર્ઝનરી બોનસ અથવા એસઆરબી (જેની ગણતરી પાકતી મુદતે બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમ પર કરવામાં આવે છે) (જો જાહેર કરવામાં આવ્યું હોય તો) અને ટર્મિનલ બોનસ કે ટીબી (જો કોઈ હોય તો)નો સમાવેશ થાય છે. વીમાકંપની તેના રોકાણના અનુભવ પર આધાર રાખીને આ બોનસો જાહેર કરી શકે છે.

પાકતી મુદતના લાભ

આ એક બચત વીમા પ્લાન છે, જે પાકતી મુદતના અથવા તો જીવિત રહેવાના લાભની સાથે જીવન વીમાકવચ પૂરું પાડે છે. પૉલિસીની સમગ્ર મુદતના અંતે તમે બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમ, સંચિત થયેલું સાદું રીવર્ઝનરી બોનસ (જો કોઈ હોય તો) અને ટર્મિનલ બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો) મેળવવા હકદાર રહો છો.

વધારાના રાઇડર્સ

આ પૉલિસીમાં તમને વધારાના રાઇડર્સ ઉમેરીને તમારું વીમાકવચ વધારવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે. એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ મેળવો અને તમારા પ્રિયજનોનું આ પ્રકારની કમનસીબ ઘટનાના પ્રતિકૂળ પ્રભાવો સામે રક્ષણ કરો. તમારી પાસે રાઇડરની પ્રીમિયમની ચૂકવણી કરવા પર વેવર ઑફ પ્રીમિયમ રાઇડર ઉમેરવાનો પણ વિકલ્પ રહે છે. જો પૉલિસીધારકનું અકાળે અવસાન થઈ જાય, અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જાય કે કોઈ ગંભીર બીમારીનું નિદાન થાય તો આ રાઇડર તમારા પ્રિયજનોને ભવિષ્યના તમામ પ્રીમિયમની ચૂકવણી કરવાના ભારણમાંથી મુક્ત કરી દે છે અને વળી પ્લાનના લાભ તો ચાલું જ રહે છે.

મૃત્યુ સંબંધિત લાભ

પૉલિસીધારક પ્રીમિયમની ચૂકવણીની મર્યાદિત મુદત માટે પ્રીમિયમ ચૂકવી દે તે પછી પૉલિસી, પ્લાનની શરૂઆત વખતે પસંદ કરવામાં આવેલ 10 કે 15 વર્ષની પૉલિસીની મુદતના અંત સુધી ચાલું રહે છે. તેનો અર્થ એ થયો કે, પાંચ વર્ષ પછી પ્રીમિયમ ચૂકવવાનું તો બંધ થઈ જાય છે પરંતુ પૉલિસીના જીવન વીમાકવચના લાભ પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન મેળવી શકાય છે. પૉલિસી ચાલું હોય ત્યારે પૉલિસીધારકનું મૃત્યુ થઈ જવા જેવી કમનસીબ ઘટનામાં તેમના નોમીની પ્લાનની શરૂઆત વખતે પસંદ કરવામાં આવેલી વીમાકૃત રકમના સ્વરૂપમાં મૃત્યુ સંબંધિત લાભ મેળવવા માટે હકદાર ગણાય છે. તમારા પરિવારજનો આ મૃત્યુ સંબંધિત લાભને એક જ વારમાં કરવામાં આવતી એકસામટી ચૂકવણી તરીકે અથવા તો આગામી પાંચ વર્ષમાં ટુકડે-ટુકડે હપ્તાઓના સ્વરૂપમાં મેળવવાનું પસંદ કરી શકે છે.

કર સંબંધિત લાભ

પ્રવર્તમાન કર સંબંધિત કાયદાઓ હેઠળ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવેલા લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ માઇક્રો બચત પ્લાનના લાભ કયા છે?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન પૉલિસીધારક અને તેમના પ્રિયજનોને અનેકવિધ લાભ પૂરાં પાડે છે.

માઇક્રો બચત પૉલિસી શરૂ કરવા પર

પ્લાનની શરૂઆત વખતે તમારે પ્રીમિયમની ચૂકવણી કરવાની પાંચ વર્ષની મુદતની સાથે તમારી પૉલિસીની મુદત પસંદ કરવાની રહે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન મુજબ, પૉલિસીધારક પૉલિસીના પ્રથમ પાંચ વર્ષનું પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક ધોરણે ચૂકવી શકે છે. ત્યારબાદ, તમે કોઇપણ વધારાનું પ્રીમિયમ ચૂકવ્યાં વગર પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન પ્લાનના લાભ મેળવી શકો છો.

પૉલિસી પાકવા પર

ચાલું પૉલિસીની પાકતી મુદતે તમે પાકતી મુદતના લાભ તરીકે વીમાકૃત રકમ મેળવવા માટે પાત્ર ગણાઓ છો. આ રકમને પૉલિસી શરૂ થતી વખતે પસંદ કરવામાં આવી હોય છે અને તે પાકતી મુદતે ચૂકવવાપાત્ર થતો ઓછામાં ઓછો લાભ છે.

પાકતી મુદતે વીમાકૃત રકમ ઉપરાંત, તમે વીમાકંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વધારાના બોનસો (સાદું રીવર્ઝનરી બોનસ અને ટર્મિનલ બોનસ) મેળવવા માટે પણ હકદાર ગણાઓ છો. પ્લાન મુજબ, લઘુત્તમ મૂળભૂત વીમાકૃત રકમ રૂ. 10,000 છે, જ્યારે બૉર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી અંડરરાઇટિંગની નીતિ મુજબ, મહત્તમ મૂળભૂત વીમાકૃત રકમની ટોચમર્યાદા રૂ. 2,00,000 નિર્ધારિત કરવામાં આવી છે.

પૉલિસીમાં રિસ્ક કવરના વિકલ્પોની સાથે

મૃત્યુને આવરી લેનારા લાઇફના વિકલ્પની મદદથી તમે મૃત્યુ થવા પર બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમને સમકક્ષ લાભ (વાર્ષિક પ્રીમિયમના 10 ગણા) વત્તા સંચિત થયેલા બોનસ (જો કોઈ હોય તો) અને ટર્મિનલ બૉનસ (જો કોઈ જાહેર કરવામાં આવ્યું હોય તો) મેળવવા માટે હકદાર રહો છો. મૃત્યુ સંબંધિત લઘુત્તમ લાભ મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના ઓછામાં ઓછા 105% હશે.

મૃત્યુ અને આકસ્મિક મૃત્યુને આવરી લેનાર એક્સ્ટ્રા લાઇફના વિકલ્પની મદદથી તમે અહીં ઉપર જણાવેલા મૃત્યુ સંબંધિત લાભ અને આકસ્મિક રીતે મૃત્યુ થવાના કિસ્સામાં મૃત્યુ સંબંધિત વધારાના લાભ મેળવવા માટે હકદાર ગણાઓ છો, જે મૃત્યુ સમયે બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમને સમાન હોય છે.

પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં

જો પૉલિસીધારક પૉલિસીની મુદત પૂરી થવા સુધી જીવિત ન રહે તો, તેમના નોમીનીને એકસામટી રકમ તરીકે અથવા તો આગામી પાંચ વર્ષમાં માસિક આવક તરીકે મૃત્યુ સબંધિત લાભ ચૂકવવામાં આવે છે.

ઇન્ડિયાફર્સ્ટ માઇક્રો બચત પ્લાન ખરીદવાના પાત્રતાના માપદંડો કયા છે?


  • 10 અને 15 વર્ષની પૉલિસીની મુદત માટે પૉલિસીમાં પ્રવેશતી વખતે લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઇએ.
  • 10 વર્ષની પૉલિસીની મુદત માટે પૉલિસીમાં પ્રવેશતી વખતે મહત્તમ વય 45 વર્ષ અને 15 વર્ષની પૉલિસીની મુદત માટે પૉલિસીમાં પ્રવેશતી વખતે મહત્તમ વય 50 વર્ષ હોવી જોઇએ.
  • 10 વર્ષની પૉલિસીની મુદત માટે પ્લાનની મુદત સમાપ્ત થતી વખતે મહત્તમ વય 55 વર્ષ હોવી જોઇએ અને 15 વર્ષની પૉલિસીની મુદત માટે 65 વર્ષ હોવી જોઇએ.
  • તમે 10 અને 15 વર્ષની પૉલિસીની મુદત માટે 5 વર્ષ પ્રીમિયમ ચૂકવો છો.
  • લઘુત્તમ મૂળભૂત વીમાકૃત રકમ રૂ. 10,000 છે અને બૉર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી અંડરરાઇટિંગની નીતિ મુજબ મહત્તમ મૂળભૂત વીમાકૃત રકમ રૂ. 2,00,000 છે.
  • અરજીકર્તાઓ માટેનું લઘુત્તમ પ્રીમિયમ રૂ. 1,000 (વાર્ષિક), રૂ. 512 (અર્ધ-વાર્ષિક), રૂ. 259 (ત્રિમાસિક) અને રૂ. 87 (માસિક) છે, જ્યારે ચૂકવી શકાતા મહત્તમ પ્રીમિયમની કોઈ મહત્તમ મર્યાદા નથી અને તે બૉર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી અંડરરાઇટિંગની નીતિને આધિન છે.

FAQs

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન કોણે ખરીદવો જોઇએ?

    જે લોકો ચૂકવણી કરવાની નિશ્ચિત ક્ષમતા ધરાવતા હોય, જેઓ શિસ્તબદ્ધ રીતે બચત કરવાના, જીવન વીમાના, પ્રીમિયમની ચૂકવણી કરવાની મર્યાદિત મુદત અને વધારાના બોનસ જેવા લાભ મેળવવા માંગે છે તેમના માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન એ ઉત્તમ બચત વીમા પ્લાન છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફની આ પૉલિસીની મદદથી તમે પ્લાનમાં પૂરાં પાડવામાં આવતાં મૂળભૂત વીમાકવચને વધારવા માટે રાઇડર્સ પણ ઉમેરી શકો છો.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન હેઠળ રિસ્ક કવરના કયા વિકલ્પો ઉપલબ્ધ થાય છે?

    આ પ્લાન હેઠળ રિસ્ક કવરના બે વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે છે - લાઇફ અને એક્સ્ટ્રા લાઇફ. લાઇફના વિકલ્પ હેઠળ, તમે મૃત્યુ થવા પર બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમ (વાર્ષિક પ્રીમિયમના 10 ગણા) અને સંચિત બોનસો (જો કોઈ હોય તો) અને ટર્મિનલ બોનસ (જો કોઈ હોય તો) જેવા લાભની સાથે મૃત્યુ માટેનું મૂળભૂત રિસ્ક કવરેજ મેળવો છો. મૃત્યુ સંબંધિત લઘુત્તમ લાભ મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના ઓછામાં ઓછા 105% હશે.

    એક્સ્ટ્રા લાઇફના વિકલ્પ હેઠળ, તમને ઉપર જણાવેલા મૃત્યુ સંબંધિત લાભ અને આકસ્મિક મૃત્યુ થવા પર મૃત્યુ સંબંધિત વધારાના લાભ, કે જે મૃત્યુ થવા પર મળતી બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમને સમકક્ષ હોય છે, તેની સાથે ડેથ અને એક્સિડેન્ટલ ડેથ કવરેજ પ્રાપ્ત થાય છે.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન હેઠળ કોઈ રાઇડર્સ ઉપલબ્ધ છે?

    હા, તમે આ પ્લાન હેઠળ પૂરાં પાડવામાં આવતાં મૂળભૂત વીમાકવચને વધારવા માટે રાઇડર્સ મેળવી શકો છો. તમે મૃત્યુ થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી માફી (ડબ્લ્યુઓપી) આપતું રાઇડર, આકસ્મિક રીતે સંપૂર્ણ કાયમી વિકલાંગતા આવી જવા પર કે ગંભીર બીમારીનું નિદાન થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી માફી આપતું રાઇડર તથા મૃત્યુ કે આકસ્મિક રીતે કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવા કે ગંભીર બીમારી થવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી માફી આપતા રાઇડર્સને પસંદ કરી શકો છો.

  • શું હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન પર લૉન મેળવી શકું?

    હા, તમે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ માઇક્રો બચત પ્લાન પર લૉન મેળવી શકો છો. નાણાકીય કટોકટીના સમયમાં તમારે તમારી પૉલિસીને સરેન્ડર કરાવવાની કે બંધ કરવાની જરૂર રહેતી નથી. આ પ્લાનના દસ્તાવેજમાં રેખાંકિત કરવામાં આવ્યાં મુજબ, તમે લૉનની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તમે કોઇપણ સમયે લૉનની જે રકમ મેળવી શકો છો, તેનો આધાર સરેન્ડરના મૂલ્ય પર રહેશે. તમે ઉપલબ્ધ સરેન્ડર મૂલ્યના 90% જેટલી લૉનની રકમ મેળવી શકો છો. લૉનની લઘુત્તમ રકમ રૂ. 1,000 હોવી જોઇએ.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK