ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી
જીવનનું રક્ષણ, મૂલ્યોનું સર્જન
અમારા ‘સોલ્યુશન ફૉર ગ્રૂપ્સ’ની મદદથી સૌ કોઈ જીતે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરાં પાડવામાં આવતો ગ્રૂપ ઇન્શ્યોરેન્સ એ ગ્રૂપ્સ માટે ઇન્શ્યોરેન્સ સોલ્યુશન્સનો એક સમુહ છે. કર્મચારીઓની સુરક્ષા માટેના ગ્રૂપ ઇન્શ્યોરેન્સથી માંડીને કર્મચારીઓની નિવૃત્તિના ગ્રોથ સોલ્યુશન અને વધારાના રાઇડર્સ સુધી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સની રચના સમજદારીભરી અને હેરાનગતિથી મુક્ત પારસ્પરિક ક્રિયાની સાથે આપની તમામ જરૂરિયાતોને આવરી લેવા, જીવનનું રક્ષણ કરવા અને મૂલ્યનું સર્જન કરવા માટે થઈ છે.
કોઇપણ ગ્રૂપના સભ્ય એક સંપત્તિ હોય છે. તેમનું રક્ષણ અને તેમના પ્રિયજનોની નાણાકીય સુરક્ષા તેઓ જે સંગઠન કે ગ્રૂપ સાથે સંકળાયેલા છે, તેમના માટે પ્રાથમિકતા હોવી જોઇએ. ગ્રૂપના સભ્યોને સુરક્ષા અને લાભ પૂરાં પાડવા તથા સંગઠન પર રહેલી ડીફૉલ્ટ દેણદારીઓ સામે સંરક્ષણ પૂરું પાડવા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સને ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યાં છે.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ એટલે શું?
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન લોકોના અગાઉથી નિર્ધારિત ગ્રૂપની ચોક્કસ વીમા જરૂરિયાતોને એક જ પ્લાનમાં આવરી લે છે. કર્મચારીઓ-નિયોક્તા, વ્યાવસાયિક સંગઠનો, બેંકો, ક્લબો અને હાઉસિંગ સોસાયટીઓ વગેરે જેવા ગ્રૂપોની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વિવિધ પ્રકારની ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ ધરાવે છે.
ઇન્ડિવિડ્યૂઅલ પૉલિસીમાં જેમના જીવનને વીમાકવચ પૂરું પાડવામાં આવ્યું હોય છે, તે પૉલિસીધારક હોય છે. પ્લાનમાં સૂચિબદ્ધ થયેલ નોમીની લાભાર્થી છે, જેમને પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં જીવન વીમાના લાભની ચૂકવણી પ્રાપ્ત થશે. તો ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીમાં પૉલિસી ખરીદનાર નિયોક્તા કર્મચારીઓને સેવાનો લાભ પૂરો પાડે છે. આથી, તેમાં નિયોક્તા એ પૉલિસીધારક હોય છે અને કર્મચારીઓ આ પૉલિસીની જોગવાઇઓ અને લાભના લાભાર્થી બની જાય છે.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલ ગ્રૂપના દરેક સભ્ય જોખમ જેટલું જ વીમાકવચ મેળવે છે. આ પ્રકારની ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી પ્લાન હેઠળ આવરી લેવામાં આવેલ તમામ લોકોને એકસમાન શરતો પૂરી પાડતી હોવાથી તે કોઈ સંગઠન કે ગ્રૂપમાં દરેક સભ્ય માટે અલગ-અલગ વીમા પૉલિસી લેવાની જરૂરિયાતને દૂર કરી દે છે.
ઇન્શ્યોરેન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ, ગ્રૂપને સત્તાવાર રીતે લોકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે, જેઓ એક સર્વસામાન્ય હેતુ માટે એકઠાં થયાં હોય છે અથવા તો એવા લોકો કે જેઓ એકસમાન આર્થિક પ્રવૃત્તિમાં ભાગ લે છે. આ માર્ગદર્શિકા મુજબ, આવા ગ્રૂપની રચના ફક્તને ફક્ત ગ્રૂપ વીમા યોજના કે પૉલિસીઓના લાભ લેવાના એકમાત્ર હેતુ માટે જ કરવામાં આવતી નથી. મેનેજર અને ગ્રૂપના સંદિગ્ધ સભ્યની વચ્ચે સેવાની સ્પષ્ટ કનેક્ટિંગ લિંક હોવી જોઇએ.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન અલગ-અલગ પ્રકારના ઘણાં બધાં હોય છે. તમે વ્યક્તિગત વીમો, જીવન વીમાકવચ અને આરોગ્ય વીમો પૂરાં પાડનારી ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી અથવા તો ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમ મેળવી શકો છો.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન કેવી રીતે કામ કરે છે?
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ પરવડે તેવા દરોએ ગ્રૂપના તમામ સભ્યોને સ્ટાન્ડર્ડાઇઝ કરેલ વીમાકવચ પૂરું પાડે છે. જોખમ લોકોના એક મોટા જૂથ પર ફેલાયેલું હોવાથી ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ માટે વસૂલવામાં આવતા પ્રીમિયમના દરો પ્રમાણમાં ઘણાં સસ્તાં હોય છે. ખૂબ મોટા પાયે ઘણાં લોકોને ખૂબ જ સરળતાથી વીમાકવચ પૂરું પાડીને ગ્રૂપ મેનેજર ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમના લાભ રળે છે.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ હેઠળ આવરી લેવામાં આવેલ ગ્રૂપના પ્રકારો
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી હેઠળ બે પ્રકારના ગ્રૂપને આવરી લેવામાં આવેલ છેઃ
એમ્પ્લોઈ-એમ્પ્લોયર ગ્રૂપ્સ (કર્મચારી-નિયોક્તાનું ગ્રૂપ)
એમ્પ્લોઈ-એમ્પ્લોયર ગ્રૂપ (કર્મચારી-નિયોક્તાનું ગ્રૂપ) એ એક એવું ગ્રૂપ છે, જેના તમામ સભ્યો એક જ માલિક દ્વારા નોકરી કે કામ પર રાખવામાં આવ્યાં હોય છે. આ પ્રકારના ગ્રૂપ ફોર્મલ ગ્રૂપ (ઔપચારિક ગ્રૂપ) તરીકે પણ ઓળખાય છે અને તેમાં કંપનીઓ, વ્યાવસાયિક સંસ્થાપનો અને વ્યવસાયોનો સમાવેશ થાય છે. ફોર્મલ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ માટે નિયોક્તા અથવા માલિક પૉલિસી ખરીદે છે.
નોન-એમ્પ્લોઈ-એમ્પ્લોયર ગ્રૂપ્સ (બિન-કર્મચારી-નિયોક્તા ગ્રૂપ)
ઇન્ફોર્મલ ગ્રૂપ (અનૌપચારિક ગ્રૂપ) તરીકે પણ ઓળખાતા આ ગ્રૂપમાં આ પ્રકારના સેટઅપના તમામ સભ્યો કોઈ એક જ માલિક કે નિયોક્તા માટે કામ કરતાં નથી. ઇન્ફોર્મલ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ માટે ગ્રૂપના વહીવટકર્તા સભ્યો વતી ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી ખરીદે છે. આ પ્રકારના ગ્રૂપમાં સાંસ્કૃતિક સંગઠનો, હાઉસિંગ સોસાયટી, બેંકના ખાતાધારકો અને સમાન ક્રેડિટ કાર્ડ્સના માલિકોનો સમાવેશ થાય છે.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સની મૂળભૂત કામગીરી
- ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ
- ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરેન્સ
- ગ્રૂપ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ
- ગ્રૂપ પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ
- ગ્રૂપ રીટાયરમેન્ટ સેવિંગ્સ પ્લાન્સ
સામાન્ય રીતે ભારતમાં વીમાકંપનીઓ ચોક્કસ જોખમોને આવરી લેવા માટે વિવિધ પ્રકારના ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ પૂરાં પાડે છે. જેમાં સમાવિષ્ટ છેઃ
આ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ કેટલીક વિશેષતાઓ ધરાવે છે, જે તેમને વ્યક્તિગત વીમાકવચ પૂરું પાડનારા તેમની સમકક્ષના પ્લાન્સથી અલગ પાડે છે.
- ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી માટે એક માસ્ટર પૉલિસી ઇશ્યૂ કરવામાં આવે છે. આ પૉલિસી ગ્રૂપના નામે હોય છે અને તેને ગ્રૂપના મેનેજર કે વહીવટકર્તાને ઇશ્યૂ કરવામાં આવે છે. તમામ સભ્યોને વીમાનું પ્રમાણપત્ર પૂરું પાડવામાં આવે છે.
- ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ ગ્રૂપના કદને ધ્યાન પર લીધા વિના એક જ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી હેઠળ તમામ સભ્યોને વીમાકવચ પૂરું પાડે છે.
- વય, આર્થિક સ્થિતિ અને ગ્રૂપના સભ્યોની વ્યક્તિગત સ્થિતિને ધ્યાન પર લીધા વિના તમામને એક જ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમ હેઠળ એકસમાન પ્રમાણભૂત વીમાકવચ પૂરું પાડવામાં આવે છે.
- ગ્રૂપમાં 100 સભ્ય હોય કે 1000, તે અપ્રસ્તુત છે. એક ગ્રૂપ ઇશ્યોરેન્સ સ્કીમ તમામ કદના સભ્યોને આવરી લે છે.
- અહીં પૂરું પાડવામાં આવતું વીમાકવચ ત્યાં સુધી જ ચાલું રહે છે, જ્યાં સુધી આપ જે-તે ગ્રૂપના સભ્ય તરીકે ચાલું રહો છો. આપ જો આ ગ્રૂપ છોડી દો છો, તો સંબંધિત વીમાકવચ પણ બંધ થઈ જશે.
- આ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીના પ્રીમિયમને ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમની જોગવાઇઓ પર આધાર રાખી સમગ્ર ગ્રૂપ પાસેથી એકસામટું અથવા તો વ્યક્તિગત સભ્યો પાસેથી વસૂલવામાં આવી શકે છે.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનના ફાયદા કયા છે?
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ ગ્રૂપના મેનેજર તેમજ સભ્યોના દ્રષ્ટિકોણથી વ્યાવહારિક સમજ કેળવે છે. કર્મચારીઓ માટેના ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ અને ગ્રૂપ ઇન્શ્યોરેન્સના અનેકવિધ ફાયદા છે, જે કર્મચારીઓ અને નિયોક્તાઓની જરૂરિયાતોને પૂરી કરે છે.
મેનેજર ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીના લાભ
પ્રીમિયમના સ્ટાન્ડર્ડાઇઝ કરેલા દરો
સંગઠનના પ્રત્યેક સભ્ય માટે વ્યક્તિગત પૉલિસીમાં જે ખર્ચ થાય છે, તેની સરખામણીએ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમનું પ્રીમિયમ ઘણું સસ્તું હોય છે. વીમાકંપની આટલા ઓછા દરો એટલા માટે પૂરાં પાડી શકે છે, કારણ કે, વીમો આપતી વખતે લેવામાં આવતું એકંદર જોખમ ગ્રૂપના તમામ સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે. આ વ્યાપ વીમાકંપનીના ઉત્તરદાયિત્વને ઘટાડી દે છે અને પ્રમાણમાં ઘણાં નીચા દરો સ્વરૂપે સંગઠનને લાભ પૂરો પાડે છે.
કસ્ટમાઇઝ કરી શકાય તેવી ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી
સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને વીમાકવચ પૂરું પાડવા માટે આપનું સંગઠન ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી પસંદ કરી રહ્યું હોય કે ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમ, આપને તેને કસ્ટમાઇઝ કરવાનો લાભ મળે છે. ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન ગ્રૂપના સભ્યોની સંગઠનમાં સ્થિતિ, તેમની વૈવાહિક સ્થિતિ અથવા પગારના સ્લેબ પર આધાર રાખી ગ્રૂપની અંદરના તમામ સબ-સેટ્સની જરૂરિયાતોને અનુરૂપ રહી કસ્ટમાઇઝ કરી શકાય છે.
મૂલ્યનું સર્જન
કર્મચારીઓ માટે ગ્રૂપ ઇન્શ્યોરેન્સ ખરીદી રહેલ સંગઠન ગ્રૂપના તમામ સભ્યો માટે કેટલું મૂલ્ય ચૂકવે છે, તે દર્શાવે છે. તે ગ્રૂપ પ્રત્યે વફાદારીની ભાવનાનું સર્જન કરવાની સાથે-સાથે સેવાના લાભને પણ ઉમેરે છે, જે કર્મચારીઓને સંગઠનમાં જાળવી રાખવા અને ઘર્ષણને નિયંત્રિત કરવાના હેતુને પણ પાર પાડે છે.
ઉત્પાદકતામાં સુધારો
તણાવમુક્ત લોકો શ્રેષ્ઠ ઉત્પાદક સાબિત થાય છે. ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીને કારણે ગ્રૂપના સભ્યો એ બાબતે નિશ્ચિંત થઈ જાય છે કે, તેમનું જીવન અને તેમના પરિવારની નાણાકીય સુરક્ષાની જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે. એક ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમ કર્મચારીઓને આકરી મહેનત કરવામાં, વધુ સારો કાર્યદેખાવ આપવામાં અને વધુ ઉત્પાદક બનવામાં મદદરૂપ થાય છે.
કર સંબંધિત લાભ
પૉલિસીધારકો ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ અને અન્ય ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર કરરાહત અને કરકપાતના લાભ મેળવવા માટે ઇન્કમ ટેક્સ એક્ટ, 1961માં રહેલી જોગવાઇઓનો ઉપયોગ કરી શકે છે.
મેમ્બર ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીના લાભ
પરવડે તેવા દરો
જે સભ્યોને વ્યક્તિગત વીમા પૉલિસી પરવડે તેમ નથી, તેમને ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનમાંથી નોંધપાત્ર લાભ મળી શકે છે. ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન ખૂબ જ નીચા દરોએ ગ્રૂપના તમામ સભ્યોને વ્યાપક વીમાકવચ પૂરું પાડે છે. ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ ખૂબ જ નીચું હોય છે અથવા તો, સભ્યો માટે તે સંપૂર્ણ ફ્રી હોય છે, કારણ કે, તેના પ્રીમિયમની ચૂકવણી નિયોક્તા અથવા તો ગ્રૂપના માલિક દ્વારા કરવામાં આવતી હોય છે.
તમામ માટે સ્ટાન્ડર્ડાઇઝ કરેલ વીમાકવ
ભારતમાં વીમાનો વ્યાપ ઓછો જ રહ્યો છે. વીમાના ઊંચા દરોને કારણે નીચી આવક ધરાવતા જૂથનાં લોકો માટે વ્યક્તિગત વીમાકવચ મેળવવું મુશ્કેલ બની જાય છે. ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં તમામ સભ્યોને તેમની વય, આવકના વર્ગ, જાતિ અને સંગઠનમાં સ્થિતિને ધ્યાન પર લીધા વિના ગ્રૂપના અન્ય સભ્યોને સમાન સ્ટાન્ડર્ડાઇઝ કરેલ વીમાકવચ પ્રાપ્ત થાય છે.
પરિવારના સભ્યોનો સમાવેશ
ઘણાં ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ સભ્યોના પરિવારજનોનો પણ સમાવેશ કરવા માટે પૉલિસીના વીમાકવચને વિસ્તારતા હોય છે. સામાન્ય રીતે, સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને વીમાકવચ પૂરું પાડનારા ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ આ જ પૉલિસીમાં ગ્રૂપના સભ્યોના જીવનસાથી, બાળકો અને તેમના માતા-પિતાને આવરી લે છે.
કોઈ પૂર્વ-જરૂરિયાતો નહીં
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી દ્વારા પૂરાં પાડવામાં આવતાં લાભ મેળવવતા પહેલાં ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનની કોઈ પૂર્વ-જરૂરિયાતો પૂરી કરવાની રહેતી નથી. ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમમાં પ્રવેશતી વખતે મેડિકલ ટેસ્ટ જેવી પૉલિસીમાં સામેલ થયાં પૂર્વેની જરૂરિયાતો ફરજિયાત હોતી નથી. તો બીજી તરફ, મોટાભાગના વ્યક્તિગત પ્લાન અગાઉથી નિર્ધારિત કરેલ પૂર્વ-જરૂરિયાતો ધરાવે છે, જેને પૉલિસીધારકે વીમાકવચ મેળવતાં પહેલાં પૂરી કરવાની રહે છે.
ગ્રૂપથી વ્યક્તિગત કવર પર જવાની પોર્ટેબિલિટી
જો આપ ગ્રૂપમાંથી બહાર નીકળી રહ્યાં હો તો, વીમાકંપની અને ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનના પ્રકાર પર આધાર રાખી આપને આપની ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીને વ્યક્તિગત પૉલિસીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી શકે છે. આ પ્રકારના કેસમાં રૂપાંતરણ સંબંધિત ફી વસૂલવામાં આવી શકે છે પરંતુ ગ્રૂપ છોડતી વખતે આપ આપનું જીવન વીમાકવચ કે આરોગ્યકવચ ગુમાવશો નહીં.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ દ્વારા કયા ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન પૂરાં પાડવામાં આવે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીના વ્યાપક વિકલ્પો પૂરાં પાડે છે, જે મોટા અને નાના ગ્રૂપોને સમાન રીતે આવરી લે છે. અહીં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ દ્વારા પૂરાં પાડવામાં આવતાં વિવિધ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન અને સોલ્યુશન્સની ઝાંખી આપવામાં આવી છે.
એમ્પ્લોઈ પ્રોટેક્શન સોલ્યુશન્સ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સના કર્મચારીઓ માટેના ગ્રૂપ ઇન્શ્યોરેન્સ અને ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સની મદદથી આપના કર્મચારીઓ/સભ્યોના જીવનને સુરક્ષિત બનાવવાનું ખૂબ જ સરળ બની ગયું છે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
- દર વર્ષે રીન્યૂ થતી જીવન વીમા પૉલિસી
- બચત બેંક ખાતું ધરાવતી કોઇપણ વ્યક્તિને ઉપલબ્ધ છે
- ઓટીસીની ફાળવણી
- રૂ. 2,00,000નું જીવન વીમાકવચ
- ઓછામાં ઓછું દસ્તાવેજીકરણ
- કર સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ ક્રેડિટ લાઇફ પ્લસ પ્લાન
- ગ્રૂપ ક્રેડિટ લાઇફ ઇન્શ્યોરેન્સ
- વીમાના 4 અલગ-અલગ વિકલ્પો
- લેવલ અથવા ઘટતા જતાં ટર્મ કવર પ્લાનમાંથી પસંદગી
- નિયમિત, મર્યાદિત અથવા એક જ વખતમાં પ્રીમિયમની ચૂકવણી
ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ ટર્મ પ્લાન
- કર્મચારીઓ માટે ગ્રૂપ ઇન્શ્યોરેન્સ
- દર વર્ષે રીન્યૂ થઈ શકતી ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી
- જીવન વીમાકવચનો લાભ
- સ્વૈચ્છિક અથવા ઓટોમેટિક ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમના વિકલ્પો
- ગ્રૂપનું લઘુત્તમ કદ - 50; દર વર્ષે નવા સભ્યને ઉમેરી શકાય છે
- કર સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ માઇક્રો ઇન્શ્યોરેન્સ પ્લાન
- નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ગ્રૂપ માઇક્રો-ઇન્શ્યોરેન્સ પ્લાન
- વ્યાપક સંરક્ષણ પૂરું પાડતી ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી
- મૃત્યુ, એટીપીડી, સીઆઈની સામે સુરક્ષાકવચ
- વીમાકવચના 4 અલગ-અલગ વિકલ્પ
- લેવલ અથવા ઘટતા જતાં કવરના વિકલ્પમાંથી પસંદગી
- વીમાકવચનો સ્થિતિસ્થાપક સમયગાળો
- પ્રીમિયમ પર કોઈ જીએસટી નહીં
ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ લૉન પ્રોટેક્ટ પ્લાન
- ગ્રૂપ ક્રેડિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ
- વીમાકવચના વિવિધ 5 વિકલ્પ
- પ્રારંભિક લૉનના 120% સુધીનું વીમાકવચ
- 4 વ્યક્તિઓ માટે કૉ-શૅરિંગ જીવન વીમાકવચ
- લેવલ અથવા ઘટતા જતાં કવરના વિકલ્પમાંથી પસંદગી
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ હોસ્પિકૅર (માઇક્રોઇન્શ્યોરેન્સ) પ્લાન
- નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ગ્રૂપ માઇક્રો-ઇન્શ્યોરેન્સ પ્લાન
- કોવિડ-19 સંબંધિત નાણાકીય સમર્થન
- નિશ્ચિત લાભ
- કર સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લિવિંગ બેનિફિટ્સ પ્લાન
- નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી
- ગ્રૂપ ફિક્સ્ડ બેનિફિટ હેલ્થ ઇન્શ્યોરેન્સ પ્લાન
- એકસામટી ચૂકવણીનો વિકલ્પ
- કોવિડ-19 સંબંધિત નાણાકીય સમર્થન
- વીમાકવચના 6 વિકલ્પ
- કસ્ટમાઇઝ કરેલા હેલ્થ ઇન્શ્યોરેન્સ પ્લાન
- નિશ્ચિત લાભ
- કર સંબંધિત લાભ
કર્મચારીઓની નિવૃત્તિ અને વૃદ્ધિ સંબંધિત ઉપાયો
જીવન વીમા અને હેલ્થ ઇન્શ્યોરેન્સ ઉપરાંત ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સનો કર્મચારીઓ માટેનો ગ્રૂપ ઇન્શ્યોરેન્સ એક ડગલું આગળ વધીને ગ્રેજ્યુઇટી અને પેન્શન પ્લાન મારફતે ગ્રૂપના સભ્યો માટે એક સસ્ટેનેબલ પોસ્ટ-રીટાયરમેન્ટ પ્લાનની રચના કરવામાં મદદરૂપ થાય છે.
ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ સુપરએન્યુએશન પ્લાન
- રોકાણ પર ઓછામાં ઓછું વાર્ષિક 0.5%નું બાંયધરીપૂર્વકનું વળતર
- સભ્યો સાથે સંપૂર્ણ અથવા આંશિક યોગદાન આપો
- બિઝનેસના ખર્ચાઓનું કપાતયોગ્ય યોગદાન
- કર સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ ન્યૂ કૉર્પોરેટ બેનિફિટ પ્લાન
- ગ્રેજ્યુઇટી, રજાઓ વટાવવી વગેરે માટે અલગ પ્લાન
- રોકાણ પર ઓછામાં ઓછું વાર્ષિક 0.5%નું બાંયધરીપૂર્વકનું વળતર
- પારદર્શક અને નાણાંનું પૂરેપૂરું વળતર આપતો પ્લાન
- વધારાનું વળતર અને બોનસ (જાહેર કરવામાં આવ્યાં મુજબ)
- મૃત્યુ અને ગ્રેજ્યુઇટી સંબંધિત લાભ
- ભેગી થયેલી રજાઓને વટાવવાનો લાભ
ઇન્ડિયાફર્સ્ટ એમ્પ્લોઈ બેનિફિટ પ્લાન
- માર્કેટ સાથે જોડાયેલા વિકલ્પોમાં કર્મચારીઓ પ્રત્યેની ભવિષ્યની જવાબદારીઓમાં રોકાણs
- એકસમાન જીવન વીમાકવચ
- એસેટ ક્લાસમાં 4 ફંડ્સ
- બિઝનેસના ખર્ચાઓનું કપાતયોગ્ય યોગદાન
- મૃત્યુ અને ગ્રેજ્યુઇટી સંબંધિત લાભ
- કર સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એમ્પ્લોઈ વેલફેર પ્લાન
- નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ફંડ-આધારિત ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન
- ગ્રેજ્યુઇટી, રજાઓ વટાવવી વગેરે માટે અલગ પ્લાન
- રોકાણ પર ઓછામાં ઓછું વાર્ષિક 1%નું બાંયધરીપૂર્વકનું વળતર
- જાહેર કરવામાં આવ્યાં મુજબ નોન-ઝીરો પોઝિટિવ વ્યાજદર
- ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ ટર્મ પ્લાનનો વધારાનો વિકલ્પ
- પ્રારંભિક યોગદાન પર વધારાના ફન્ડિંગનો વિકલ્પ
- કર સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન
- સભ્યોને આજીવન નિયમિત આવક
- ખરીદકિંમતના 100% વળતરની સાથે લાઇફ એન્યુઇટીનો વિકલ્પ
- સભ્યો માટે જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યુઇટીનો વિકલ્પ
- એન્યુઇટીના ત્રણ અલગ-અલગ વિકલ્પ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એમ્પ્લોઈ પેન્શન પ્લાન
- નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ પરિવર્તનશીલ ફંડ-આધારિત પ્લાન
- ગ્રૂપ પેન્શન/સુપરએન્યુએશન સ્કીમ
- રોકાણ પર ઓછામાં ઓછું વાર્ષિક 1%નું બાંયધરીપૂર્વકનું વળતર
- જાહેર કરવામાં આવ્યાં મુજબ નોન-ઝીરો પોઝિટિવ વ્યાજદર
- પ્રારંભિક યોગદાન પર વધારાના ફન્ડિંગનો વિકલ્પ
- વ્યક્તિગત સભ્યના લેવલે ખાતાનો વિકલ્પ
- કર સંબંધિત લાભ
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન માટે પાત્રતાના માપદંડ કયા છે?
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સની રચના કોઈ ચોક્કસ ગ્રૂપની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે થાય છે. પૂરું પાડવામાં આવતું વીમાકવચ, ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસીની વિગતો અને વિવિધ પૉલિસીઓના પાત્રતાના ચોક્કસ માપદંડો અલગ-અલગ હોઈ શકે છે. જોકે, તમામ ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન અને અન્ય ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમોમાં પાત્રતાની કેટલીક મૂળભૂત જરૂરિયાતો પૂરી થવી જરૂરી છે.
- ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીના તમામ સભ્યો ફૂલ-ટાઇમ સભ્યો હોવા જોઇએ.
- ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી અને અન્ય ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં પ્રવેશ માટે લઘુત્તમ વયમર્યાદા સામાન્ય રીતે 18 વર્ષ છે.
- મહત્તમ વયમર્યાદા ચોક્કસ પૉલિસી પર આધારિત છે. કેટલાક ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ 60 વર્ષે મહત્તમ વયમર્યાદા રાખે છે, જ્યારે કેટલાક પ્લાન્સમાં સભ્યો મહત્તમ 80 વર્ષ સુધી પ્રવેશી શકે છે.
- ગ્રૂપ ઇન્શ્યોરેન્સ સ્કીમની વિશિષ્ટતા પર આધાર રાખી કોઈ એક ગ્રૂપમાં લોકોની લઘુત્તમ સંખ્યા સાતથી માંડીને 50ની વચ્ચે કોઈ પણ હોઈ શકે છે. ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ ટર્મ પ્લાન જેવા કેટલાક ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી ખરીદવા માટે ગ્રૂપનું લઘુત્તમ કદ 50 લોકોનું હોવું જરૂરી છે.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદવા માટે કયા દસ્તાવેજો હોવા જરૂરી છે?
- પૉલિસીનું સંપૂર્ણપણે ભરેલું ફૉર્મ, જેમાં પૉલિસી સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે અને ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ ખરીદવા માટે અન્ય માહિતીની જરૂર પડે છે.
- પાન કાર્ડ, ડ્રાઇવરના લાઇસેન્સ, આધાર કાર્ડ અથવા મતદાન ઓળખકાર્ડના સ્વરૂપમાં ઓળખનો પુરાવો
- વીમાના ખરીદનાર દ્વારા પૂરો પાડવામાં આવેલ આવકનો પુરાવો
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ અને તેની વિશેષતાઓ કઈ છે?
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ ચોક્કસ જોખમો માટે લોકોના અગાઉથી નિર્ધારિત કરવામાં આવેલા ગ્રૂપને વીમાકવચ પૂરું પાડે છે. એક ગ્રૂપમાં કામના સ્થળ, વ્યાવસાયિક સંગઠનો, સાંસ્કૃતિક સંગઠનો, હાઉસિંગ સોસાયટી, બેંકોના સભ્યો તથા એકસમાન ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોનો સમાવેશ થઈ શકે છે.
એક ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ, આરોગ્ય વીમાકવચ, વ્યક્તિગત અકસ્માત વીમો અને ગ્રૂપ ટ્રાવેલ વીમો પૂરો પાડી શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ પૂરાં પાડે છે, જે વીમા અને રોકાણ એમ બંનેનો હેતુ પાર પાડે છે.
વિવિધ પ્રકારના ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન અલગ-અલગ રીતે કામ કરતાં હોય છે, અહીં આ પ્લાન્સની કેટલીક મૂળભૂત વિશેષતાઓ જણાવવામાં આવી છેઃ
- ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીમાં કર્મચારી ગ્રૂપનો હિસ્સો હોય ત્યારે જો તેનું અકાળે અવસાન થઈ જાય તો કર્મચારી/લાભાર્થીના પરિવારજનોને અગાઉથી નિર્ધારિત વીમાકૃત રકમ ચૂકવવામાં આવે છે.
- ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી ચાલું હોય ત્યારે સભ્યનું નિધન થઈ જવાના કિસ્સામાં મૃત્યુ સંબંધિત લાભ તરીકે પ્રાપ્ત થયેલી વીમાકૃત રકમનો ઉપયોગ ચૂકવવાની બાકી લૉન કે નાણાં જેવી દેણદારીઓને ચૂકતે કરવા માટે થઈ શકે છે.
- સુપરએન્યુએશનના ઘટકનો સમાવેશ કરતો ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન રીટાયરમેન્ટ પ્લાનના લાભ પૂરાં પાડે છે, જેનો ઉપયોગ કર્મચારી/સભ્ય નિવૃત્ત થાય તે પછી થઈ શકે છે.
- ગ્રૂપ રીટાયરમેન્ટ અને ગ્રોથ સોલ્યુશન નિવૃત્તિ પછીના કર્મચારીઓના નાણાકીય લક્ષ્યો માટે એક ભંડોળ ઊભું કરવા માટે કર્મચારીઓ પ્રત્યેની ભવિષ્યની દેણદારીઓ (જેમ કે, રજાઓને વટાવવી અને ગ્રેજ્યુઇટી)માં રોકાણ કરે છે.
- સંબંધિત કાયદાઓ મુજબ, સેવાના પાંચ વર્ષ બાદ કર્મચારીની ગ્રેજ્યુઇટીની રકમ તેમને ચૂકવવાની બાકી બોલતી થઈ જાય છે. ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ રોકાણના માર્ગો સર્જવામાં મદદરૂપ થાય છે, જેથી ગ્રેજ્યુઇટીનું ભંડોળ વૃદ્ધિ પામી શકે.
-
ગ્રૂપ ઇન્શ્યોરેન્સના પ્રકારો કયા છે?
- ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી, સભ્યો જ્યારે ગ્રૂપનો સક્રિય હિસ્સો હોય ત્યારે તેમને ટર્મ પ્લાનના લાભ પૂરાં પાડે છે. તે ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાનના સૌથી વધુ પસંદગીનો પ્રકાર છે અને સામાન્ય રીતે દર વર્ષે તેને રીન્યૂ કરવામાં આવે છે.
- ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસી ગ્રૂપના સભ્યોને તબીબી વીમાકવચ પૂરું પાડે છે અને તે તેમના પરિવારના સભ્યો સુધી વિસ્તરી શકે છે. આ પ્રકારની પૉલિસી હોસ્પિટલમાં દાખલ થવાના સતત વધતા જઈ રહેલા ખર્ચાઓ અને અન્ય તબીબી ખર્ચાઓ સાથે કામ પાર પાડવામાં મદદરૂપ થાય છે.
- અકસ્માત વીમો ધરાવનારો ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન ગંભીર બીમારીનું નિદાન થવાના અને આકસ્મિક રીતે મૃત્યુ થવાના કે વિકલાંગ થઈ જવાના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.
- ગ્રૂપ રીટાયરમેન્ટ પ્લાન સુપરએન્યુએશનના લાભ અને પેન્શન એન્યુઇટીના એકથી વધુ વિકલ્પો પૂરાં પાડે છે.
-
ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સના પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
વ્યક્તિગત વીમાના પ્રીમિયમની સરખામણીએ ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સના પ્રીમિયમના દરો ખૂબ નીચા હોય છે, કારણ કે, વીમાકંપનીનું જોખમ લોકોની ઘણી મોટી સંખ્યા વચ્ચે વહેંચાઈ જાય છે. ધારો કે પૉલિસી ખરીદનાર એટલે કે, માલિક કે મેનેજર ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીના પ્રીમિયમની ચૂકવણી કરે છે અને તેને સભ્યોને સેવાના લાભ તરીકે પૂરી પાડે છે. આ કિસ્સામાં ગ્રૂપના સભ્યોએ તેના માટે કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી.
ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સનાં પ્રીમિયમની ગણતરી ક્લેઇમની કુલ અપેક્ષિત કિંમત, ખર્ચાઓ, કમિશન, કર, ગ્રૂપની સાઇઝ, આવશ્યક જોખમ અને નફાના માર્જિન તથા લાગુ થતાં ડિસ્કાઉન્ટ્સ જેવા પરિબળો પર આધાર રાખીને કરવામાં આવે છે.
-
શું ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સમાં કર સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે?
જે કોઇપણ ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ ચૂકવે છે, તેઓ તેમના કરને ફાઇલ કરતી વખતે કરકપાત માટે અરજી કરવાને પાત્ર છે. જો નિયોક્તા પ્રીમિયમની સંપૂર્ણ રકમ ચૂકવે છે, તો સંગઠન ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સના પ્રીમિયમની રકમ પર કર સંબંધિત લાભ મેળવવાનો દાવો કરી શકે છે. આ કિસ્સામાં કર્મચારીઓ કે ગ્રૂપના સભ્યોએ પ્રીમિયમની ચૂકવણીમાં કોઈ યોગદાન આપ્યું ન હોવાથી તેઓ તેમને ટેક્સ રીટર્નમાં આ રકમ પર દાવો કરી શકતાં નથી.
-
એક ગ્રૂપ ઇન્શ્યોરેન્સ મેળવવા માટે કેટલા કર્મચારીઓ હોવા જરૂરી છે?
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી માટે પાત્ર ઠરવા માટે જરૂરી કર્મચારીઓની લઘુત્તમ સંખ્યા આપે પસંદ કરેલા ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પ્લાન મુજબ અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક પ્લાનમાં ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી કે હેલ્થ પ્લાન ઇશ્યૂ કરવા માટે ઓછામાં ઓછા 7-10 સભ્ય હોવા જરૂરી હોય છે. તો અન્યમાં ગ્રૂપ ઇન્શ્યોરેન્સ પૉલિસી આપવા માટે ઓછામાં ઓછા 50 લોકો જેટલું મોટું ગ્રૂપ હોવું જરૂરી છે.
-
શું પતિ-પત્ની ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરેન્સ મેળવી શકે?
હા, એકથી વધુ કર્મચારી ધરાવતી એકમાત્ર માલિકીની અને સહભાગીદારીની બિઝનેસ એન્ટિટીઓ ગ્રૂપ ગણવામાં આવે છે. જો તેઓ ભારતમાં ‘નાના બિઝનેસ’ તરીકે પાત્ર થવા માટેના વીમાના માપદંડો પૂરાં કરે છે, તો તેઓ ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરેન્સના લાભ મેળવવા માટે પાત્ર ગણાઈ શકે છે.
IRDAI દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં મુજબ, કોઈ ગ્રૂપ ફક્ત ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન કે ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરેન્સ મેળવવાના ઇરાદાથી જ રચાયેલું ન હોવું જોઇએ. આથી, આપ અને આપના જીવનસાથી બીજા કોઈ કર્મચારી વગર કૌટુંબિક વ્યવસાય ચલાવી રહ્યાં હો તો, આપ ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરેન્સ મેળવવા માટે પાત્ર ગણાશો નહીં. જોકે, આપ જો ફક્ત એક વધારે કર્મચારી ધરાવતા હો (કુટુંબની વ્યક્તિ હોય કે ન હોય) તો, આપ ચોક્કસ પૉલિસીની વિગતો પર આધાર રાખી આ ત્રણેય લોકો માટે ગ્રૂપ હેલ્થના લાભ મેળવી શકો છો.