Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની મુખ્ય વિશેષતાઓ

વ્યાજબી કિંમતે લાઈફ કવર

ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ PMJJBY પ્લાન વ્યાજબી કિંમતે નાણાકીય સુરક્ષા માટે પોલિસીધારકો માટે પોસાય તેવા ભાવે ફિક્સ-રેટ લાઈફ કવર ઓફર કરે છે.

cover-life

કવરની અવધિ માટે વિવિધ વિકલ્પો

કવરની અવધિ એક મહિનાથી લઈને 10 વર્ષ સુધીના વિકલ્પોમાંથી પસંદ કરો

wealth-creation

સેવિંગ્સ એકાઉન્ટ માટે પર્યાપ્ત કવર

સહભાગી બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટના ધારકો અત્યંત વાજબી કિંમતે લાઈફ કવર સુરક્ષિત કરી શકે છે, જે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

secure-future

મૃત્યુના કિસ્સામાં લાઈફ કવર

જીવન વીમાધારકની અકાળે મૃત્યુની ઘટનામાં, PMJJBY યોજના હેઠળ નોમિનીને રૂ. 2 લાખ સુધીની વીમાની રકમ ચૂકવવાપાત્ર છે.

many-strategies

પ્રીમિયમ પર કર લાભો

આ હેઠળના સભ્યો અને કોર્પોરેટ માટેનો ટર્મ પ્લાન આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર કર લાભોનો આનંદ માણી શકે છે.

many-strategies

ગ્રુપ ઇન્શ્યોરન્સ કવરેજ

આ યોજના એક જ પોલિસી કોન્ટ્રાક્ટ હેઠળ વ્યક્તિઓના મોટા જૂથને આવરી લેતા જૂથ માટે પ્રોટેક્શન પ્લાન તરીકે કાર્ય કરે છે.

many-strategies

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે ઉંમર

Answer

ન્યૂનતમ

  • 18 વર્ષ

મહત્તમ

  • 50 વર્ષ

મેચ્યોરિટી પર ઉંમર

Answer

મહત્તમ

  • 55 વર્ષ

જૂથમાં સભ્યોની સંખ્યા

Answer

ન્યૂનતમ

  • 50

મહત્તમ

  • કોઈ મર્યાદા નહી

વીમાની રકમ

Answer

સભ્ય દીઠ ₹2 લાખનો નિશ્ચિત કવરનો વિકલ્પ

પ્રીમિયમની પાત્રતા

Answer

એ) જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં નોંધણી પર - રૂ.436/-નું સંપૂર્ણ વાર્ષિક પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે.

 

બી) સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં નોંધણી પર - રૂ. 342/-નું પ્રો રેટા પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે

 

સી) ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નોંધણી માટે - રૂ. 228/-નું પ્રો રેટા પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે.

 

ડી) માર્ચ, એપ્રિલ અને મેમાં નોંધણી માટે - રૂ. 114/- નું પ્રો રેટા પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે.

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

આ યોજના કેવી રીતે કામ કરે છે?

Answer

પ્રક્રિયા

કોઈપણ સહભાગી બેંકો/પોસ્ટ ઓફિસમાં પ્રથમ વખત પ્રવેશ વખતે 18 થી 50 વર્ષની ઉંમરની વચ્ચેના તમામ સેવિંગ્સ એકાઉન્ટ ધારકો નોંધણી માટે પાત્ર હશે. જો એક વ્યક્તિના એક અથવા જુદી જુદી બેંકો/પોસ્ટ ઓફિસમાં વિવિધ સેવિંગ્સ બેંક એકાઉન્ટ હોય, તો તે વ્યક્તિ ફક્ત એક સેવિંગ્સ બેંક એકાઉન્ટ દ્વારા આ યોજનામાં જોડાવા માટે પાત્ર હશે. બેંક એકાઉન્ટ માટે આધાર એ પ્રાથમિક KYC દસ્તાવેજ હશે. રસ ધરાવતા સભ્યો માસ્ટર પોલિસીધારક પાસે ઉપલબ્ધ સબ્સ્ક્રિપશન ફોર્મ ભરીને નોંધણી કરાવી શકે છે.

આ કવર 1લી જૂનથી 31મી મે સુધીના એક વર્ષના સમયગાળા માટે હશે જેના માટે નિર્ધારિત સેવિંગ્સ બેંક/પોસ્ટ ઓફિસ ખાતામાંથી નિયત ફોર્મ પર ઓટો-ડેબિટ દ્વારા જોડાવાનો/ચુકવણી કરવાનો વિકલ્પ દર વર્ષની 31મી મે સુધીમાં આપવાનો રહેશે અને પ્રારંભિક વર્ષ માટે ઉપર મુજબ અપવાદ સામેલ હશે. સરકારી યોજનાના નિયમો અને/અથવા ભાવિ કવર માટે સમય-સમય પર પ્રીમિયમની ચુકવણી સાથે વિલંબિત નોંધણી શક્ય છે, જેના માટે રિસ્ક, પ્રીમિયમના ઓટો-ડેબિટની તારીખથી, યોજનાના નિયમો અને/અથવા સમય-સમય પર સરકારી સૂચના અનુસાર સારા સ્વાસ્થ્યનું સ્વ-પ્રમાણપત્ર, જો કોઈ હોય તો સબમિટ કરીને શરૂ થશે.

પ્રથમ વખત નોંધણી કરાવનારા સબ્સ્ક્રાઇબર્સ માટે, યોજનામાં નોંધણીની તારીખથી પ્રથમ 30 દિવસ દરમિયાન થતા મૃત્યુ (અકસ્માતને કારણે સિવાય) માટે ઇન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ રહેશે નહીં (પૂર્વાધિકારની અવધિ) અને પૂર્વાધિકાર સમયગાળા દરમિયાન મૃત્યુના કિસ્સામાં (અકસ્માત સિવાય), કોઈ દાવો માન્ય રહેશે નહીં.

જો વ્યક્તિ કોઈપણ સમયે યોજનામાંથી બહાર નીકળી જાય, તો તેઓ ભવિષ્યના વર્ષોમાં યોજનાના નિયમો અને/અથવા સમય-સમય પર સરકારની સૂચના અનુસાર સારા સ્વાસ્થ્યની ઘોષણા સબમિટ કરીને, જો કોઈ હોય, તો યોજનામાં ફરીથી જોડાઈ શકે છે. પૂર્વાધિકાર સમયગાળા દરમિયાન વીમા લાભોનું સમાવેશ ન થવું, એવા સબ્સ્ક્રાઇબર્સને પણ લાગુ પડશે જેઓ પ્રથમ વર્ષ દરમિયાન અથવા પછી યોજનામાંથી બહાર નીકળે છે અને કોઈપણ તારીખે ફરીથી જોડાય છે. ભવિષ્યના વર્ષોમાં, પાત્ર શ્રેણીમાં નવા પ્રવેશકર્તાઓ અથવા હાલમાં પાત્ર વ્યક્તિઓ કે જેઓ અગાઉ જોડાયા ન હોય અથવા તેમનું સબ્સ્ક્રિપ્શન બંધ કર્યું હોય તેઓ 30 દિવસના પૂર્વાધિકાર સમયગાળાને આધિન અને સારા સ્વાસ્થ્યના સ્વ-પ્રમાણપત્ર, જો કોઈ હોય તો, યોજનાના નિયમો અને/અથવા વીમાદાતાના વિવેકબુદ્ધિ પર સમય-સમય પર સરકારી સૂચના મુજબ સબમિટ કરીને, યોજના ચાલુ હોય ત્યારે જોડાઈ શકશે.

 

પ્રીમિયમની ચુકવણીઇન્શ્યોરન્સ Example
પ્રીમિયમ તમારા, માસ્ટર પોલિસીધારક દ્વારા કંપનીને ચૂકવવામાં આવશે. તે જ તમારા સભ્યો પાસેથી એકત્રિત કરવામાં આવે છે. એકવાર પ્રીમિયમ પ્રાપ્ત થઈ જાય અને તમામ અન્ડરરાઈટિંગ માપદંડ, જો કોઈ હોય તો, પૂર્ણ થઈ જાય તે પછી શરૂ થાય છે

Master Policyholder: Bank

Members: Savings account customers

Premium: Paid by the bank by directly deducting the same from the members savings account after taking their consent

આ યોજના હેઠળ કર લાભો શું છે?

Answer

હાલમાં તમે નીચે જણાવેલ કર લાભો માટે પાત્ર છો. આ સરકારના કરવેરા કાયદા મુજબ સમય-સમય પર બદલી શકે છે. જો કે, તમને તમારા કર સલાહકારની સલાહ લેવાનું સૂચવવામાં આવે છે.

ચૂકવેલ પ્રીમિયમ પર કર લાભો શું છે?

ચૂકવેલ પ્રીમિયમ લાગુ કર કાયદા મુજબ, યોજના હેઠળ પ્રીમિયમ ચૂકવનારના આધારે કર મુક્તિ માટે પાત્ર હશે.

પ્રીમિયમ ચૂકવનાર
સભ્ય
તમે, એટલે કે માસ્ટર પોલિસીધારક પ્રીમિયમ ચૂકવો છો અને તે સભ્યો પાસેથી વસૂલ કરો છો. માસ્ટર પોલિસીધારક પર કોઈ કપાત લાગુ પડતી નથી. જો કે, તમારા સભ્યો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ કપાતનો દાવો કરી શકે છે.


શું મૃત્યુ લાભો કરમુક્ત છે? 

હા, આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 10(10) D હેઠળ મૃત્યુ લાભો પણ કરમુક્ત છે, જે કરવેરા કાયદા અનુસાર સમય-સમય પર બદલાતા રહે છે.

ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?

Answer

ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક પાર્ટીસિપેટિંગ, નોન-લિંક્ડ, એન્યુઅલ રિન્યુએબલ ગ્રૂપ પ્રોટેક્શન પ્લાન છે જે બેંક/પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોના જૂથને ઓફર કરવામાં આવે છે.

આ પોલીસીનો ભાગ કોણ બની શકે છે?

Answer

આ પોલિસીમાં ‘માસ્ટર પોલિસીધારક’ અને ‘સભ્ય’નો સમાવેશ થાય છે.

2એ. માસ્ટર પોલિસીધારક કોણ છે?

માસ્ટર પોલિસીધારક એટલે કે તમે, બેંક અથવા નાણાકીય સંસ્થાઓ અથવા પોસ્ટ ઓફિસ છે કે જેઓ તેમના સભ્યો/ગ્રાહકોને કોઈપણ અનિશ્ચિતતાઓ સામે તેમના પરિવારને સુરક્ષિત રાખવા માટે આ પોલિસી પ્રદાન કરે છે. માસ્ટર પોલિસીધારક પોલિસી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. જો કે, વ્યક્તિઓ આ પોલિસી હેઠળ નોંધણી કરાવવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનો પણ સંપર્ક કરી શકે છે.

2 બી. સભ્ય કોણ છે?

સભ્ય, પ્રથમ વખત કવર માટે અરજી કરતી વખતે, 18 થી 50 વર્ષની, જૂથની કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે, જે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવે છે. સભ્ય આ પોલિસી હેઠળ જીવન વીમાધારક છે. લાભો સભ્યના જીવન પર ચૂકવવાપાત્ર હોય છે.

સભ્ય માટેની વય મર્યાદા નીચે મુજબ છે -   
 

પ્રવેશ સમયે મહત્તમ ઉંમરપ્રવેશ સમયે મહત્તમ ઉંમરMaximum age at maturity
ગયા જન્મદિવસ મુજબ 18 વર્ષ50 વર્ષ (નજીકના જન્મદિવસની ઉંમર) 55 years (age nearest birthday)

શું તમે તમારી પોલિસી રદ કરી શકો છો?

Answer

જો તમે ડિસ્ટન્સ માર્કેટિંગ સિવાયની તમામ ચેનલો માટે પહેલા 15 દિવસ (ફ્રી લૂક પિરિયડ)ની અંદર કોઈપણ નિયમો અને શરતો સાથે અસંમત હો તો તમે તમારી પોલિસીને રદ કરી શકો છો ડિસ્ટન્સ માર્કેટિંગ માટે આ સમયગાળો તમારા પ્લાન દસ્તાવેજની પ્રાપ્તિના 30 દિવસ સુધીનો છે. તમે તેના માટેના તમારા કારણો જણાવતા અમને પોલિસી પરત કરી શકો છો. અમે સ્ટેમ્પ ડ્યુટી, પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને મેડિકલ તપાસ પર કંપની દ્વારા કરવામાં આવેલ ખર્ચ, જો કોઈ હોય તો બાદ કર્યા પછી તમારું યોગદાન પરત કરીશું.

જો કોઈ સભ્ય પોલિસી વર્ષ દરમિયાન યોજનામાં પ્રવેશવાનું પસંદ કરે તો શું થાય છે?

Answer

સભ્યોને પોલિસી વર્ષ દરમિયાન ગમે ત્યારે યોજના જોડાવા માટે મંજૂરી આપવામાં આવશે અને સભ્ય માટે કવરેજm પોલિસી હેઠળ સભ્યની નોંધણીની તારીખથી ચૂકવવામાં આવેલ પ્રો રેટા પ્રીમિયમ મુજબ હશે.

આ કવર જૂથમાં કેટલા સભ્યોને ઓફર કરી શકાય છે?

Answer
ન્યૂનતમ સંખ્યા મહત્તમ સંખ્યા
50 સભ્યો કોઈ મર્યાદા નથી

આ યોજના હેઠળ ચૂકવવાપાત્ર મેચ્યોરિટી બેનીફીટ શું છે?

Answer

ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈ મેચ્યોરિટી અથવા સરેન્ડર બેનીફીટ ચૂકવવાપાત્ર નથી.

માસ્ટર પોલિસી ધારક ન્યૂનતમ અને મહત્તમ કેટલું કવર ઓફર કરી શકે છે?

Answer

આ યોજનામાં સભ્ય દીઠ રૂ. 2 લાખનું ફિક્સ કવર વિકલ્પ છે. તમામ સભ્યોને પોલિસીમાં સમાન રકમનું રિસ્ક કવર મળશે.

આ યોજના હેઠળ ચૂકવવાપાત્ર સરેન્ડર બેનીફીટ શું છે?

Answer

તમે, એટલે કે માસ્ટર પોલિસીધારક ગમે ત્યારે યોજનાને સરન્ડર કરી શકો છો. જો કે, સભ્ય વીમા પ્રમાણપત્રમાં દર્શાવેલ સભ્યની વ્યક્તિગત કવરેજ અવધિના અંત સુધી વ્યક્તિગત સભ્ય તરીકે કવરેજ ચાલુ રાખવાનું પસંદ કરી શકે છે. આ યોજના હેઠળ કોઈ સરેન્ડર અથવા પૈડ અપ વેલ્યુ ચૂકવવાપાત્ર નથી.

પોલિસીની મુદત શું છે?

Answer

આ એન્યુઅલ રિન્યુએબલ ટર્મ પ્લાન છે. તે જૂથના સભ્યો માટે નોંધણીની તારીખ અને પ્રો-રેટા પ્રીમિયમ શુલ્કના આધારે ઉપલબ્ધ છે.

કવર ક્યારે બંધ/સમાપ્ત થાય છે?

Answer
  1. 55 વર્ષની ઉંમરે પહોંચવા પર (નજીકના જન્મદિવસ મુજબ ઉંમર) તે તારીખ સુધીના એન્યુઅલ રીન્યુઅલ આધીન છે (જો કે, 50 વર્ષની ઉંમર પછી પ્રવેશ શક્ય નહીં હોય).

  2. બેંક/પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ બંધ કરવું અથવા વીમાને અમલમાં રાખવા માટે બેલેન્સ ન હોવી.

  3. જો કોઈ સભ્ય PMJJBY હેઠળ ઈન્ડિયાફર્સ્ટ/અન્ય કંપની સાથે એક કરતાં વધુ એકાઉન્ટ દ્વારા આવરી લેવામાં આવ્યો હોય અને ઈન્ડિયાફર્સ્ટ/અન્ય કંપની દ્વારા અજાણતામાં પ્રીમિયમ પ્રાપ્ત થાય, તો ઇન્શ્યોરન્સ કવર રૂ. 2 લાખ સુધી મર્યાદિત રહેશે અને પ્રીમિયમ જપ્ત કરવામાં આવશે.

  4. જો નિયત તારીખે અપૂરતી બેલેન્સને કારણે અથવા યોજનામાંથી બહાર નીકળવાના કારણે ઇન્શ્યોરન્સ કવર બંધ થઈ જાય, તો તેને સંપૂર્ણ પ્રીમિયમની પ્રાપ્તિ અને સરકારી યોજનાના નિયમો અને/અથવા સમયાંતરે સરકારી સૂચના મુજબ સારા સ્વાસ્થ્યનું સંતોષકારક નિવેદન, જો કોઈ હોય તો અથવા પૂર્વાધિકાર કલમ, જો લાગુ હોય તો તેને પુનઃસ્થાપિત કરી શકાય છે.

  5. સહભાગી બેંક/પોસ્ટ ઑફિસ દર વર્ષે 30મી જૂનના રોજ અથવા તે પહેલાં નિયમિત નોંધણીના કિસ્સામાં અને અન્ય કિસ્સાઓમાં પ્રાપ્ત થાય ત્યારે તે જ મહિનામાં પ્રીમિયમ વીમા કંપનીઓને મોકલશે.

જો તમે (માસ્ટર પોલિસીધારક) તમારા પ્રિમીયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો શું થાય છે?

Answer

અમે તમને, એટલે કે માસ્ટર પોલિસીધારકને પોલીસીની શરૂઆતની તારીખથી એક વર્ષ પછી અથવા રીન્યુઅલની છેલ્લી તારીખ માટે રીન્યુઅલ માટે તમામ પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ પ્રદાન કરીએ. તમારા સભ્યો યોજના/કવરનો લાભ લેતા રહે તેની ખાતરી કરવા માટે તમારે ગ્રેસ પીરિયડના અંત પહેલા પ્રીમિયમની ચુકવણી કરવી જરૂરી. જો ગ્રેસ પીરિયડમાં બાકી પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો કવર બંધ થઈ જાય છે અને યોજના/સબ્સ્ક્રિપશન સમાપ્ત થઈ જાય છે.

પ્રીમિયમની ચુકવણીની આવર્તન કેટલી છે?

Answer

આ એક સિંગલ પ્રીમિયમ પેમેન્ટ પ્લાન છે જે સૂચવે છે કે તમારે વર્ષમાં માત્ર એક જ વાર ચૂકવણી કરવાની જરૂર છે અને પછી પોલિસીની સમગ્ર મુદત દરમિયાન યોજનાના લાભોનો આનંદ માણી શકો છો.

પોલિસી હેઠળ લઘુત્તમ અને મહત્તમ પ્રીમિયમ કેટલું છે?

Answer

એ) જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં નોંધણી પર - રૂ.436/-નું સંપૂર્ણ વાર્ષિક પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે.

બી) સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં નોંધણી પર - રૂ. 342/-નું પ્રો રેટા પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે

સી) ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નોંધણી માટે - રૂ. 228/-નું પ્રો રેટા પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે.

ડી) માર્ચ, એપ્રિલ અને મેમાં નોંધણી માટે - રૂ. 114/- નું પ્રો રેટા પ્રીમિયમ ચૂકવવાપાત્ર છે.

સભ્ય/જીવન વીમાધારકની અકાળે મૃત્યુની ઘટનાના કિસ્સામાં શું થાય છે?

Answer

પૉલિસીની મુદત દરમિયાન સભ્ય/ જીવન વીમાધારકની અકાળે મૃત્યુના કિસ્સામાં, અમે નોમિની/અપોઈન્ટી/કાનૂની વારસદારોને વીમાની નિશ્ચિત રકમ ચૂકવીશું. 1લી જૂન 2021 ના ​​રોજ અથવા તે પછી પ્રથમ વખત નોંધણી કરાવનારા સબ્સ્ક્રાઇબર્સ માટે, યોજનામાં નોંધણીની તારીખથી પ્રથમ 30 દિવસ દરમિયાન મૃત્યુના (અકસ્માતને કારણે સિવાય) કિસ્સામાં ઇન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ રહેશે નહીં અને પૂર્વાધિકાર અવધિ દરમિયાન મૃત્યુના (અકસ્માતને કારણે સિવાય) કિસ્સામાં કોઈ દાવો માન્ય રહેશે નહીં. દાવાની ચુકવણી વીમાધારક સભ્ય અથવા નોમિની/અપોઈનીતિ/કાનૂની વારસદારોના નામે, વીમાધારક અથવા નોમિની/અપોઈન્ટી/કાનૂની વારસદારના બેંક એકાઉન્ટમાં ચુકવણીના કોઈપણ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા કરવામાં આવે, તેની  ખાતરી કરવાની સંપૂર્ણ જવાબદારી અમારી છે.

ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી રજૂ કરવાના કિસ્સામાં શું થાય છે?

Answer

છેતરપિંડી/ખોટી નિવેદન સામે સમય સમય પર સુધારેલ વીમા અધિનિયમ 1938 ની કલમ 45 ની જોગવાઈઓ અનુસાર વ્યવહાર કરવામાં આવશે.

સમય-સમય પર સુધારેલ વીમા અધિનિયમ 1938 ની કલમ 45 કહે છે કે:

  • પૉલિસીની તારીખથી ત્રણ વર્ષની મુદત પૂરી થયા પછી, એટલે કે, પૉલિસી જારી કરવાની તારીખથી અથવા જોખમની શરૂઆતની તારીખથી અથવા રિવાઇવલની તારીખથી અથવા પોલિસીના રાઇડરની તારીખથી, જે પણ પછીથી હોય, કોઈપણ આધાર પર જીવન વીમાની પૉલિસી પર કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવશે નહીં.
  • પૉલિસી જારી કર્યાની તારીખથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે જીવન વીમાની પૉલિસી અથવા જોખમ શરૂ થવાની તારીખ અથવા રિવાઇવલની તારીખ, પૉલિસીની અથવા પૉલિસીના રાઇડરની તારીખથી, બેમાંથી જે પણ પછીથી હોય, છેતરપિંડીના આધાર પર, કોઈપણ સમયે પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે: જો કે વીમાદાતાએ વીમાધારકને લેખિતમાં અથવા વીમાધારકના કાનૂની પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇનીઓને તે આધારો અને સામગ્રીઓ કે જેના પર આવો નિર્ણય આધારિત છે, તેની જાણ કરવી પડશે.
  • પેટા-કલમ (2) માં સમાવિષ્ટ કંઈપણ હોવા છતાં, જો વીમાધારક સાબિત કરે છે કે ભૌતિક હકીકતનું ખોટું નિવેદન અથવા તેને છુપાવવાનું, તેની જાણ અને માન્યતા મુજબ શ્રેષ્ઠ હતું અથવા તે હકીકતને છુપાવવાનો કોઈ ઈરાદાપૂર્વકનો ઈરાદો ન હતો અથવા કોઈ ભૌતિક તથ્યનું આવું ખોટું નિવેદન અથવા તેને છુપાવવાની બાબતની જાણ વીમાદાતાના છે, તો કોઈ પણ વીમાદાતા છેતરપિંડીનાં આધારે જીવન વીમા પૉલિસીનો અસ્વીકાર કરશે નહીં. જો કે છેતરપિંડીના કિસ્સામાં, પોલિસીધારક જીવિત ન હોય તો, આ સાબિત કરવાની જવાબદારી લાભાર્થીઓ પર રહે છે.
  • જીવન વીમાની પૉલિસી પર પૉલિસી જારી કર્યાની તારીખથી અથવા જોખમની શરૂઆતની તારીખથી અથવા પૉલિસીના રિવાઇવલની તારીખથી અથવા પૉલિસીમાં રાઇડરની તારીખથી, જે પછીથી હોય, ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે, વીમાધારકના જીવનની અપેક્ષા અંગેની હકીકત સંબંધિત કોઈપણ નિવેદન અથવા તેને છુપાવવું એ પોલિસી જારી કરવામાં આવી હોય અથવા તેને રિવાઇવ કરવામાં આવી હોય અથવા રાઇડર જારી કરવામાં આવ્યું હોય તેવા પ્રોપોસલ અથવા અન્ય દસ્તાવેજમાં ખોટી રીતે કરવામાં આવ્યું હતું, તે આધાર પર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે:
    પરંતુ વીમાદાતાએ વીમાધારકને અથવા વીમાધારકના કાનૂની પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇનીઓને તે આધારો અને માહિતી વિશે જણાવવું પડશે કે જેના પર જીવન વીમાની પોલિસીને રદ કરવાનો આવો નિર્ણય આધારિત છે. વધુમાં, ખોટા નિવેદન અથવા ભૌતિક હકીકતને છુપાવવાના આધારે, અને છેતરપિંડીના આધારે નહીં, પોલિસીના અસ્વીકારના કિસ્સામાં, અસ્વીકારની તારીખ સુધી પોલિસી પર એકત્રિત થયેલ પ્રીમિયમ, આવા અસ્વીકારની તારીખથી નેવું દિવસની અંદર વીમાધારકના પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇની અથવા કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે.
  • આ અનુભાગમાં કંઈપણ બાબત વીમાદાતાને કોઈપણ સમયે ઉંમરના પુરાવા માંગવાથી અટકાવશે નહીં, જો તે આમ કરવા માટે હકદાર હોય, અને પોલિસીની શરતો, જીવન વીમાધારકની ઉંમર પ્રોપોસલમાં ખોટી રીતે જણાવવામાં આવી હતી, તેવા અનુગામી પુરાવા પર સમાયોજિત કરવામાં આવી છે, તેવા કારણે કોઈપણ પોલિસી પ્રશ્ન ઉઠાવવામાં નહીં આવે.

You are prohibited from accepting rebate in any form

Answer

Prohibition of Rebate: Section 41 of the Insurance Act, 1938 as amended from time to time-

  • No person shall allow or offer to allow, either directly or indirectly, as an inducement to any person to take or renew or continue an insurance in respect of any kind of risk relating to lives or property in India, any rebate of the whole or part of the commission payable or any rebate of the premium shown on the policy, nor shall any person taking out or renewing or continuing a policy accept any rebate, except such rebate as may be allowed in accordance with the published prospectus or tables of the insurer. Provided that acceptance by an insurance agent of commission in connection with a policy of life insurance taken out by himself on his own life shall not be deemed to be acceptance of a rebate of premium within the meaning of this sub-section if at the time of such acceptance the insurance agent satisfies the prescribed conditions establishing that he is a bonafide insurance agent employed by the insurer.
  • Any person making default in complying with the provisions of this section shall be liable for a penalty which may extend to ten lakh rupees.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail