પેન્શન પ્લાન

મજલ ઘણી લાંબી છે આયોજનની જરૂર તાતી છે

નિવૃત્તિ પછી પણ આપે હંમેશાથી જે પ્રકારે જીવન જીવવાની આકાંક્ષા રાખી છે, તે જ પ્રમાણે જીવો. ફક્ત ત્રણ શિસ્તનું પાલન કરો - આપના લક્ષ્યાંકોનું આયોજન કરો, સમજદારીપૂર્વક રોકાણ કરો અને આપના રોકાણ પર નજર રાખો.

અમારા રિટાયરમેન્ટ પ્લાન પર એક નજર નાંખો અને ચિંતામુક્ત જીવન જીવો!

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં રિટાયરમેન્ટ પ્લાનને શા માટે પસંદ કરવા જોઇએ?

 • આજીવન બાંયધરી

  આપના દ્વારા પ્રારંભિક વર્ષો દરમિયાન ચૂકવવામાં આવતાં કુલ પ્રીમિયમ પર બાંયધરીપૂર્વકનું વળતર મેળવો અને આપના ભવિષ્યને સુરક્ષિત બનાવો

 • નિવૃત્ત ક્યારે થવું તે નક્કી કરો

  આપ જો જીવનમાં વહેલીતકે રોકાણ કરવાનું શરૂ કરશો તો આપ નાની વયે જ મોટું ભંડોળ એકઠું કરી શકશો. તેનાથી આપને આપની નિવૃત્તિની વય નક્કી કરવામાં મદદ મળી રહેશે અને આપ જીવનની અનિશ્ચિતતાઓ સાથે કામ પાર પાડી શકશો.

 • ચૂકવણીમાં સ્થિતિસ્થાપકતા

  આપ પૉલિસીના સમગ્ર સમયગાળા દરમિયાન પ્રીમિયમની એક જ વખતમાં ચૂકવણી કરી શકો છો અથવા તો મર્યાદિત સમયગાળા માટે પણ ચૂકવી શકો છો. આપની પાસે વાર્ષિક, ત્રિમાસિક અને માસિક રીતે ચૂકવણી કરવાના પણ વિકલ્પ રહે છે.

 • નિયમિત આવક

  આપની નિવૃત્તિના સમગ્ર વર્ષો દરમિયાન વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે નિશ્ચિત આવક મેળવો.

 • આપની નિવૃત્તિની વય નક્કી કરો

  આપ આપની જરૂરિયાતો મુજબ આપની નિવૃત્તિની વય પસંદ કરી શકો છો અને 40થી 80 વર્ષના વયજૂથ દરમિયાન આપની નિયમિત આવક મેળવવાનું શરૂ કરી શકો છો.

 • વધારાનું વીમાકવચ

  આપની જરૂરિયાત અને આવશ્યકતા મુજબ એન્યુઇટી (વાર્ષિકી)ના વિવિધ વિકલ્પો પસંદ કરવાની સ્થિતિસ્થાપકતા.

વિચારવા જેવી કેટલીક બાબતો

 • વહેલીતકે શરૂઆત કરો

 • આપની નિવૃત્તિની સંભવિત રકમ કેટલી હોવી જોઇએ તેની પર કામ કરો

 • આપના જીવનના તબક્કા પર આધારિત પ્લાન

 • એન્યુઇટી પ્લાન

પેન્શન પ્લાન્સ


નિવૃત્તિનું આયોજન આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જાય ત્યારે આપે આપના જીવનધોરણમાં બાંધછોડ કરવી પડે તેની ખાતરી કરવા માટેનું એક મહત્વનું પગલું છે. ભારતમાં ઉપલબ્ધ ભરોસેમંદ પેન્શન પ્લાનની મદદથી આપ આપની વૃદ્ધાવસ્થાનમાં આપે શેની જરૂરિયાત છે, તેની સાથે બાંધછોડ કર્યા વગર પોતાનું જીવનધોરણ જાળવી રાખી શકો છો. આપ જો જીવનનિર્વાહના સતત વધતાં જઈ રહેલાં ખર્ચાઓને તેમજ ફુગાવાના પ્રભાવને ધ્યાન પર લો, તો આપને સમજાશે કે આજે નિવૃત્તિનું આયોજન કરવું અગાઉ કરતાં ઘણું જટિલ બની ગયું છે.

કામમાંથી નિવૃત્ત થવું આજીવન સેવાની પરાકાષ્ઠા છે. આપ આપના પ્રિયજનો પ્રત્યેની જવાબદારીઓમાંથી પરવારી ગયાં હો છો તથા આરામદાયક અને નિશ્ચિંત રીતે જીવવા માટે આપે પૂરતી રકમ કમાઈ લીધી હોય છે. આદર્શ રીતે જોવા જઇએ તો, નિવૃત્તિ આપના જીવનના મનોરંજક અને ખુશહાલ સમયગાળાને સૂચવતી હોવી જોઇએ, જેમાં કોઈ જવાબદારીઓ હોય, આપ જે કંઈ કરવા માંગતા હોય તેની સ્વતંત્રતા હોય અને મનની શાંતિ હોય. આથી ભવિષ્યમાં પ્રકારે આનંદદાયક રીતે નિવૃત્તિને માણવા માટે નિવૃત્તિનું આયોજન આપના જીવનનો એક ગંભીર અને આવશ્યક હિસ્સો છે, જેને આજે કરવાની જરૂર છે.

આપે હંમેશાથી કલ્પ્યું હોય તેવું જીવન જીવવાનું ચાલું રાખો, નિવૃત્તિ પછી પણ છે. આપના નિવૃત્તિના લક્ષ્યોને રેખાંકિત કરો, ભારતમાં શ્રેષ્ઠ રીટાયરમેન્ટ પ્લાનમાં રોકાણ કરો અને આપનું રોકાણ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે, તેની ખાતરી કરવા માટે આપના રોકાણની વૃદ્ધિ પર નજર રાખો.

પેન્શન પ્લાન શું છે?


જીવનમાં કોઇપણ બાબતની મહત્વતાનો આધાર આપ તેનું કેટલું મૂલ્ય આંકો છો તેના પર રહેલું છે. આપના મતે નિવૃત્તિનો અર્થ શું છે? મોટાભાગના લોકો માટે નિવૃત્તિનો અર્થ છે, 9થી 5ના કામકાજી જીવનમાંથી મુક્તિ. એવો સમય છે, જ્યારે આપ જીવનમાં બધી બાબતોને માણવા ચાહો છો, જેને આપ જીવનમાં અગાઉ ક્યારેય માણી શક્યાં નથી.

આપ જો મુક્તિના સમયના તમામ લાભને માણવા માંગતા હો તો, પ્રથમ ડગલું તેના વ્યવહારિક અને તર્કસંગત પાસાંને આગોતરા સંભાળવામાં આવે તેની ખાતરી કરવાનું છે. આપ જો આપની નિવૃત્તિનું આયોજન યોગ્ય રીતે કરો છો, તો આપે આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જવા અંગે કે પછી નિવૃત્ત થયાં બાદ નવા અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવાની આપની ક્ષમતા અંગે ચિંતા કરવાની રહેતી નથી.

ફુગાવો (મોંઘવારી) સતત કેટલો વધી રહ્યો છે, તેને આપ જ્યારે ધ્યાન પર લો છો ત્યારે રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્રોડેક્ટ્સના લાભ આપને સ્પષ્ટ થઈ જાય છે. રીટાયરમેન્ટના લાભ આપનારા પ્લાનની મદદથી આપની નિવૃત્તિનું જીવન તણાવમુક્ત બની જાય તેની ખાતરી કરો.

એક રીટાયરમેન્ટ પ્લાન કે પેન્શન પ્લાન પ્રોડક્ટની રચના આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જાય તે પછી આપની નાણાકીય સુરક્ષાની નિશ્ચિત જરૂરિયાતોને સંતોષવા માટે કરવામાં આવી હોય છે. ભારતમાં એક લાક્ષણિક પેન્શન પ્લાનની મદદથી આપ હાલમાં જે કમાણી કરી રહ્યાં છો, તેમાંથી થોડી રકમ લાંબા સમય સુધી બાજુ પર મૂકી શકો છો. પ્રકારે ભેગું થયેલું ભંડોળ ચક્રવૃદ્ધિના લાભ દ્વારા વૃદ્ધિ પામે છે અને આપ જ્યારે વ્યાવસાયિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ જાઓ ત્યારે માસિક આવક તરીકે ભંડોળનો ઉપયોગ કરી શકો છો.

ભારતમાં કયા પ્રકારના રીટાયરમેન્ટ પ્લાન ઉપલબ્ધ છે?


ભારતમાં અનેક પ્રકારના રીટાયરમેન્ટ પ્લાન ઉપલબ્ધ છે, જે સામાન્ય રીતે લાઇફ/ઇમિજિયેટ/ડીફર્ડ એન્યૂઇટી, નેશનલ પેન્શન સ્કીમ, પેન્શન ફંડ્સ અને યુલિપ જેવી કેટેગરીઓ હેઠળ વર્ગીકૃત થયેલા છે.

જીવન વીમાકવચ ધરાવતા/નહીં ધરાવતા પેન્શન પ્લાન

એક પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાનમાં આપને એ બાબતે મનની શાંતિ રહે છે કે, આપ આપના ભવિષ્ય માટે બચત તો કરી જ રહ્યાં છો, પરંતુ તેની સાથે આપને જીવન વીમાકવચ પણ પ્રાપ્ત થાય છે. કોઈ કમનસીબ ઘટનાના કિસ્સામાં આપની ઇન્શ્યોરેન્સ રીટાયરમેન્ટ પૉલિસીમાં સૂચિબદ્ધ થયેલા લાભાર્થીઓને વીમાકૃત રકમ મુજબ એકસામટી રકમ પ્રાપ્ત થાય છે.

ભારતમાં કેટલાક પેન્શન પ્લાન જીવન વીમાનું ઘટક ધરાવતા નથી. આ પ્રકારના પ્લાન આપના અકાળે અવસાનના કિસ્સામાં પ્લાનની મુદત દરમિયાન આપના દ્વારા સંચિત કરવામાં આવેલ રકમને આપના લાભાર્થીઓને એકસામટી ચૂકવે છે. આ કિસ્સામાં આપના નોમીનીઓને કોઈ વીમાકૃત રકમ કે જીવન વીમાકવચ ચૂકવવાપાત્ર રહેતું નથી.

એન્યૂઇટી ઇન્શ્યોરેન્સ પેન્શન પ્લાન

એન્યૂઇટી પ્લાન એક એવી પૉલિસી છે, જેમાં આપ એક ઊચક રકમનું સર્જન કરવા માટે પેમેન્ટ્સ એક જ વારમાં અથવા તો સમયાંતરે કરી શકો છો, જેમાં વ્યાજ અને બોનસ (જો કોઈ હોય તો) પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ ભંડોળનો ઉપયોગ પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત પૂરી થયાં બાદ તરત અથવા તો ભવિષ્યમાં કોઈ સમયે નિયમિત આવકની ચૂકવણી કરવા માટે થઈ શકે છે.

ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનમાં આપે પ્લાનની શરૂઆતમાં પ્રીમિયમની એકસામટી રકમ ચૂકવવાની રહે છે, આપને એન્યૂઇટી (વાર્ષિકી) તરત મળવાની શરૂ થાય છે અને રકમ મેળવવા માટે આપે પેમેન્ટની ફ્રીક્વન્સી પસંદ કરવાની રહે છે.

ડીફર્ડ એન્યૂઇટી પ્લાનમાં સંચય અને આવક એમ બે અલગ-અલગ તબક્કાઓ હોય છે. આ પ્રકારના પેન્શન પ્લાનની મદદથી આપ પૉલિસીની મુદત દરમિયાન એક ભંડોળની રચના કરી શકો છો અને સમયાંતરે એન્યૂઇટી (વાર્ષિકી)ની ચૂકવણીના સ્વરૂપે પેન્શન મેળવી શકો છો, જે ભવિષ્યમાં આપે પસંદ કરેલા સમયથી શરૂ થશે.

લાઇફ એન્યૂઇટી પ્લાન પૉલિસીધારકને તેમના નિધન સુધી પેન્શનની રકમની ચૂકવણી કરે છે. ‘વિથ પાર્ટનર’નો વિકલ્પ પસંદ કરીને આપ આપના નિધન બાદ આપના જીવનસાથીને પેન્શનની રકમ પ્રાપ્ત થતી રહે તેની ખાતરી કરી શકો છો.

પરંપરાગત પેન્શન ફંડ્સ

એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એ ભારતમાં પેન્શન ફંડ્સના બે જાણીતા ઉદાહરણો છે. ઇપીએફમાં તમામ પગારદાર કર્મચારીઓને તેમના નિયોક્તા તરફથી પેન્શન ફંડમાં યોગદાન તરીકે પોતાના પગારની એક નિશ્ચિત ટકાવારી પ્રાપ્ત થાય છે. પીપીએફ એ બચતનું ખૂબ જ જાણીતું સાધન છે, જેમાં ઘણો લાંબો લૉક-ઇન પીરિયડ હોય છે, ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ પ્રાપ્ત થાય છે અને આપના દ્વારા એકઠી કરવામાં આવેલી મૂડીને જાળવી રાખવાની તક મળે છે.

નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)

ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ એનપીએસ એવા લોકોને ઉપયોગી સાબિત થાય છે, જેઓ નિવૃત્તિ માટેની રકમ ઊભી કરવા માંગે છે. આ પારદર્શક સાધનમાં આપ ઑટો અથવા એક્ટિવ મૉડમાંથી કોઈ એક પસંદ કરી શકો છો. ઑટો મૉડમાં રોકાણના માર્ગોમાં કૉર્પોરેટ બોન્ડ્સ, સરકારી બોન્ડ્સ અને ઇક્વિટીનો સમાવેશ થાય છે. તો એક્ટિવ મૉડમાં 50% રોકાણ ઇક્વિટીમાં અને બાકીનું રોકાણ બોન્ડમાં કરવામાં આવે છે.

યુલિપ પેન્શન પ્લાન

યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન એ માર્કેટ-લિંક્ડ પ્રોડક્ટ્સ છે, જે આપના જીવનને સંરક્ષિત કરવાના અને આપના નાણાંનું સક્રિય રીતે રોકાણ કરવાના બેવડા હેતુને સર કરે છે. આપના દ્વારા જે પ્રીમિયમ ચૂકવવામાં આવે છે, તેને આપની જોખમ લેવાની ક્ષમતા મુજબ બોન્ડ્સ, સિક્યુરિટીઝ અને સ્ટોક્સમાં રોકવામાં આવે છે.

રીટાયરમેન્ટ પ્લાન ખરીદવાના ફાયદા કયા છે?


તબીબી ક્ષેત્રમાં પ્રગતિ સાધવાને કારણે અને આરોગ્યસુવિધાઓમાં વધારો થવાને કારણે ભારતીયોના આયુષ્યમાં વધારો થયો છે. આપ જો નિવૃત્તિનો સમયગાળો આરામદાયક રીતે પસાર ન કરી શકો તો લાંબુ આયુષ્ય ભોગવવાનો કોઈ અર્થ સરતો નથી. અહીં લક્ષ્ય નિવૃત્તિના સમયને આર્થિક રીતે સુરક્ષિત બનાવવાનો છે. આ માટે રીટાયરમેન્ટ બેનિફિટ પ્લાન ઉપયોગી સાબિત થાય છે.

તબીબી ક્ષેત્રમાં પ્રગતિ સાધવાને કારણે અને આરોગ્યસુવિધાઓમાં વધારો થવાને કારણે ભારતીયોના આયુષ્યમાં વધારો થયો છે. આપ જો નિવૃત્તિનો સમયગાળો આરામદાયક રીતે પસાર ન કરી શકો તો લાંબુ આયુષ્ય ભોગવવાનો કોઈ અર્થ સરતો નથી. અહીં લક્ષ્ય નિવૃત્તિના સમયને આર્થિક રીતે સુરક્ષિત બનાવવાનો છે. આ માટે રીટાયરમેન્ટ બેનિફિટ પ્લાન ઉપયોગી સાબિત થાય છે.

નિવૃત્તિનું આયોજન કરવા અને એક પેન્શન પ્લાન ખરીદવા માટેના ઘણાં અનિવાર્ય કારણો છે.

બાંધછોડ કરવાની કોઈ જરૂરિયાત નથી

નિવૃત્તિનું યોગ્ય રીતે આયોજન કરીને આપ નિવૃત્તિ દરમિયાન આપની પાસે ક્યારેય નાણાં ખૂટી પડે નહીં તેની ખાતરી કરો છો, ભલે પછી આપનો પગાર બંધ થઈ ગયો હોય. ભારતમાં રીટાયરમેન્ટ પ્લાનમાં બચત અને રોકાણ કરીને આપ વર્તમાન સમયમાં નાની-નાની રકમને પદ્ધતિસર રીતે અલગ મૂકો છો, જેથી કરીને ભવિષ્યમાં આપે ક્યારેય આપના જીવનધોરણમાં બાંધછોડ ન કરવી પડે તેની ખાતરી થઈ શકે.

મોટા લક્ષ્યની દિશામાં નાના-નાના ડગલાં

લાખો માઇલની મુસાફરીની શરૂઆત પણ નાના-નાના ડગલાંઓથી જ થાય છે. પેન્શન પ્લાન એ લાંબાગાળાના રોકાણ સાધનો છે, જે આપને લાંબાગાળા સુધી નાની-નાની રકમને નિયમિતપણે રોકવામાં મદદરૂપ થાય છે. નિયમિતપણે કરવામાં આવતી આ બચત નોંધપાત્ર ભંડોળ ઊભું કરે છે, જેમાં ચક્રવૃદ્ધિ અને બોનસની સંભવિત રકમ ઉમેરો કરે છે. આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરવા માટે આજે જ શરૂઆત કરો.

નિયમિત આવકના પ્રવાહનું સર્જન

ઘણાં લોકો જીવનમાં આવનારા કપરાં દિવસો માટે નાની-નાની રકમની બચત કરવામાં પાવરધા હોય છે. જોકે, એક નોંધપાત્ર ભંડોળને યોગ્ય રીતે સંભાળવું એ પણ ઘણું મહત્વનું છે. આપને આપના નિવૃત્તિના સમયગાળા દરમિયાન વ્યાવસાયિક આવકના સ્થાને નિયમિત આવકના પ્રવાહની જરૂર વર્તાય છે. પેન્શન પ્લાન આપને આપની નિવૃત્તિના સમયગાળા દરમિયાન બાંયધરીપૂર્વકની આવકનું સર્જન કરવા માટે આપના ભંડોળનું રોકાણ કરવામાં તથા તેને ફરીથી રોકવામાં મદદરૂપ થાય છે. ભારતમાં રીટાયરમેન્ટ પ્લાન્સ આપને આપના પગારનો અભાવ વર્તાવા દેશે નહીં.

આપના પ્રિયજનો માટે સિક્યુરિટી પ્લાન

એક યોગ્ય પેન્શન પ્લાનમાં આપને જીવન વીમાકવચ પ્રાપ્ત થાય છે, જે આપના અકાળે અવસાન થઈ જવાના કિસ્સામાં આપના પરિવારનું રક્ષણ કરે છે. આપ એન્યૂઇટી પ્લાન પણ પસંદ કરી શકો છો, જે આપનું અવસાન થયાં બાદ આપના આશ્રિતોને નિવૃત્તિની એક સલામત આવક પૂરી પાડે છે.

પ્રોવિડેન્ટ ફંડની બચત પૂરક બની રહે છે એક સમય હતો જ્યારે બેઝિક પ્રોવિડેન્ટ ફંડ્સ અને ગ્રેજ્યૂઇટીની બચત આપની નિવૃત્તિના સમય માટે પૂરતી ગણાતી હતી પરંતુ એ દિવસો હવે ગયાં. આ પ્રકારની ફરજિયાતપણે કરવામાં આવતી નિવૃત્તિની બચત આપના જીવનધોરણને જાળવી રાખવા અને નિવૃત્તિ પછીની આપની જરૂરિયાતોને પૂરી કરવા માટે હવે પૂરતી રહી નથી.

વધુમાં મોટાભાગના પ્રોવિડેન્ટ ફંડ્સ આપને લગ્ન કે આપના બાળકના જન્મ જેવા મહત્વના સીમાચિહ્નો માટે આંશિક રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. અને આ પ્રકારે નાણાં ઉપાડવાથી આપનું ભંડોળ ઘટી જાય છે, જે બાબત તેને વધુ અયોગ્ય બનાવે છે.

પેન્શન પ્લાન પ્રોવિડેન્ટ ફંડ્સની જરૂરિયાતને પૂરક બની રહે છે અને એટલું જ નહીં સંપૂર્ણપણે તેનું સ્થાન પણ લઈ શકે છે. જો આપના નિવૃત્તિના આયોજનની કાળજી લેવામાં આવે તો, પ્રોવિડેન્ટ ફંડ્સ અને ગ્રેજ્યૂઇટીમાંથી પ્રાપ્ત થતી ચૂકવણીઓનો ઉપયોગ આપ ઇચ્છો તેના માટે કરી શકો છો.

આપના બાળકના ખભા પરથી ભારણ દૂર કરે છે

ભૂતકાળમાં કુટુંબો મોટા હતાં અને માતા-પિતાએ કોઈ એક બાળક પર નિર્ભર રહેવું પડતું નહોતું. તેનાથી એ બાબતની પણ ખાતરી થતી હતી કે, નિવૃત્ત માતા-પિતાની કાળજી લેવા માટે બાળકો પરનો આર્થિક બોજો વહેંચાઈ જતો હતો અને ઘટી જતો હતો. આજે, સંયુક્ત કુટુંબો વિભક્ત થઈ ગયાં છે અને કુટુંબોનું કદ પણ પ્રમાણમાં ઘણું નાનું થઈ ગયું છે.

જો નિવૃત્તિનું યોગ્ય રીતે આયોજન કરવામાં ન આવે તો નિવૃત્તિના દિવસોમાં આપની જરૂરિયાતો પૂરી કરવા માટે આપના બાળક પર અતિશય આર્થિક ભારણ આવી પડશે. તેના પરિણામસ્વરૂપ નાણાંના અભાવે તેમણે તેમના સપનાઓ અને મહત્વકાંક્ષાઓ સાથે બાંધછોડ કરવી પડી શકે છે. એન્યૂઇટી ઇન્શ્યોરેન્સ રીટાયરમેન્ટ પૉલિસી આપની આર્થિક સ્વતંત્રતા તથા આપના બાળકની મનની શાંતિનું લાંબા સમય સુધી રક્ષણ કરી શકે છે.

કરબચતના લાભ મેળવો

ભારતમાં આવક વેરા સંબંધિત કાયદાઓને આધિન રહી આપ રીટાયરમેન્ટ પૉલિસીમાં ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર કર સંબંધિત લાભ મેળવી શકો છો. રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સના લાભને માણો તથા આપના દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર તેમજ પેન્શન પ્લાનની મુદત પૂરી થતાં પ્રાપ્ત થતી પાકતી મુદતની રકમ પર કરકપાતનો દાવો કરો.

મારે નિવૃત્તિનું આયોજન ક્યારે શરૂ કરવું જોઇએ?


આપના જીવનનો પ્રત્યેક તબક્કો અલગ જ પડકારો લઇને આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં આપણો સમય વર્તમાન સમયના પડકારોનો સામનો કરવામાં જ વીતી જાય છે. યુવાનો નિવૃત્તિના આયોજન અંગે ખાસ વિચારતા નથી. મોટાભાગના યુવાન વ્યાવસાયિકો માનતા હોય છે કે, નિવૃત્તિ એક સમસ્યા છે, જેના અંગે હાલમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, વર્તમાન સમયમાં જ નિવૃત્તિનું આયોજન કરી લેવામાં આવે તો, તેના ઘણાં ફાયદા થઈ શકે તેમ છે. આપ જેટલી નાની વયમાં નિવૃત્તિનું આયોજન શરૂ કરશો, આપને એટલો જ વધારે લાભ મળશે, આ રહ્યાં તેના કારણોઃ:

ઓછી જવાબદારીઓ

આપની વય જેટલી નાની હશે, આપની પર જવાબદારીઓનો બોજો પણ એટલો ઓછો હશે. તગડો પગાર મળવાનું શરૂ થાય ત્યાં સુધી રોકાણ કરવા માટે રાહ જોવી એ આમ તો તર્કસંગત લાગે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, આપનો પગાર વધવાની સાથે-સાથે આપની જવાબદારીઓ પણ ઘણી વધી જાય છે. આપની વય વધવાની સાથે હૉમ લૉનથી માંડીને લગ્નના ખર્ચાઓ, આર્થિક જવાબદારીઓ પણ વધી જાય છે. નાની વયે નિવૃત્તિનું આયોજન કરવું એ મોટી વયે નિવૃત્તિનું આયોજન કરવાની સરખામણીએ ઘણું ઓછું જટિલ છે.

નાની રકમની બચત કરવી ઘણી સહેલી છે

પેન્શન પ્લાન શરૂ કરવા માટે તમારે કોઈ મોટી રકમ બાજુ પર મૂકવાની જરૂર પડતી નથી. સાતત્યપૂર્ણ રીતે નાની-નાની રકમની બચત કરવાથી ઘણો મોટો ફરક પડી શકે છે. આપ ભારતમાં રીટાયરમેન્ટ પ્લાનમાં રોકાણ કરવા માટે એક નોંધપાત્ર મોટી રકમની બચત થવાની રાહ જોવા કરતાં આપની પાસે હાલમાં જેટલી પણ નાની રકમ હોય તેનાથી શરૂઆત કરો.

ચક્રવૃદ્ધિની શક્તિનો મહત્તમ લાભ લો

રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાનના સૌથી નોંધપાત્ર લાભ પૈકીનો એક લાભ એ છે કે, આપને ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિનો ફાયદો મળે છે. ભારતમાં પેન્શન પ્લાનમાં લાંબાગાળા માટે સાતત્યપૂર્ણ રીતે રોકવામાં આવેલી નાનામાં નાની રકમ પણ આપને ચક્રવૃદ્ધિ વ્યાજ રળી આપે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ આપના સમય અને આપે રોકેલા નાણાં માટે શ્રેષ્ઠ મૂલ્યનું સર્જન કરી આપે છે.

દિર્ઘાયુષ્ય માટે બચત

એક સમય એવો હતો જ્યારે મનુષ્યનું આયુષ્ય લગભગ 60-70 વર્ષનું રહેતું હતું. પરંતુ આજે શતાયુ ભોગવવું એ કંઈ અશક્ય બાબત નથી. આપ જો નિવૃત્ત થવાની સામાન્ય વય 60 વર્ષ ગણતા હો અને આપ જો તેના પછી ત્રણથી ચાર દાયકા જીવો છો તો, રીટાયરમેન્ટ પ્લાનને વહેલીતકે શરૂ કરવો એ ચોક્કસપણે સમજદારીભર્યો નિર્ણય ગણાશે.

કરકપાતના લાભ ભોગવો

ભારતમાં મોટાભાગના પેન્શન પ્લાન ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને પાકતી મુદતે પ્રાપ્ત થતાં લાભ પર કર સંબંધિત લાભ પૂરાં પાડે છે.

હું પેન્શન પ્લાન કેવી રીતે ખરીદી શકું?


ભવિષ્યમાં આપની આર્થિક સુરક્ષાની ખાતરી કરનારા પેન્શન પ્લાનને ખરીદવા માટે અહીં એક હાથવગી માર્ગદર્શિકા આપવામાં આવી છે.

હમણાં જ શરૂઆત કરો

નાની વયે નિવૃત્તિનું આયોજન શરૂ કરવું એ સૌથી લાભદાયી સાબિત થાય છે. આપના ભવિષ્યમાં રોકાણ શરૂ કરવાનો બીજો સૌથી શ્રેષ્ઠ સમય આજે જ છે, કારણ કે, આપ જેટલી નાની વયે શરૂઆત કરશો, આપને ભવિષ્યમાં એટલો જ વધુ લાભ પ્રાપ્ત થશે.

આપના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવો

જે લોકો ખાસ જોખમ લેવા નથી માંગતા તેમના માટે માર્કેટ સાથે જોડાયેલા ન હોય તેવા પરંપરાગત પ્લાન શ્રેષ્ઠ ગણાય છે. નિવૃત્તિના આયોજન માટે આપના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા અંગે વિચારો અને કોઇપણ સંભાવ્ય ઘટના સામે પાળ બાંધવા માટે તેમાં પરંપરાગત બચત પ્લાન, યુલિપ, ઇક્વિટી ફંડ્સ અને રોકાણના અન્ય સાધનોનો સમાવેશ કરો.

આપની નિવૃત્તિની વયને પસંદ કરો

નિવૃત્ત થવાની લાક્ષણિક વય 60 વર્ષ છે પરંતુ તેનો અર્થ જરાયે એવો નથી કે આપ 45 વર્ષે કે તેનાથી પણ વહેલા નિવૃત્ત ન થઈ શકો. વાત જ્યારે વળતર, જોખમ લેવાની ક્ષમતા, મુદત અને વેસ્ટિંગની વય (આપને જ્યારે એન્યૂઇટીના પ્લાનમાંથી પેન્શન મળવાનું શરૂ થાય છે) થઈ રહી હોય ત્યારે ભારતમાં આપની જરૂરિયાતોને અનુરૂપ હોય તેવા પેન્શન પ્લાનને પરખો.

ફક્ત પરંપરાગત ફંડ્સ પર નિર્ભર રહેશો નહીં

ઇપીએફ અને પીપીએફ તથા એનપીએસ જેવી નિવૃત્તિની પરંપરાગત યોજનાઓ અજમાવેલા અને પરખેલા વિકલ્પો છે. જોકે, આપને આ પરંપરાગત ફંડ્સમાંથી પ્રાપ્ત થતી નિવૃત્તિની આવક આપની આર્થિક સુરક્ષાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી સાબિત થતી નથી. ઇક્વિટી-આધારિત પેન્શન પ્લાન અને યુલિપ અંગે સંશોધન કરો અને આપના નાણાંનું રોકાણ કરતાં પહેલાં પેન્શન પ્લાન ખરીદવા માટે આપે શેની જરૂરિયાત છે, તે અંગે જાણો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા કેવા પ્રકારના પેન્શન પ્લાન્સ પૂરાં પાડવામાં આવે છે?


આપના નિવૃત્તિના આયોજનની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફે પેન્શન પ્લાનના એક આખો સંગ્રહ ઊભો કર્યો છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન પ્લાન્સની મદદથી ચિંતામુક્ત જીવન જીવો. અહીં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરાં પાડવામાં આવતાં વિવિધ પ્રકારના પેન્શન ઇન્શ્યોરેન્સના વિકલ્પો પૂરાં પાડવામાં આવ્યાં છેઃ

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન

 • નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, એન્ડોવમેન્ટ ડીફર્ડ પેન્શન પ્લાન
 • ગેરેન્ટીડ એન્યૂઇટી ઇન્શ્યોરેન્સ
 • નિયમિત રીતે, મર્યાદિત રીતે અથવા એક જ વારમાં પ્રીમિયમ ચૂકવવાના વિકલ્પો
 • પૉલિસીની 40 વર્ષની મુદત

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન

 • નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન
 • 40-80 વર્ષની વચ્ચેની વેસ્ટમેન્ટ વયનો વિકલ્પ
 • આપના જીવનસાથીની સુરક્ષા માટે જોઇન્ટ લાઇફનો વિકલ્પ
 • ખરીદકિંમત પરત મેળવવાનો વિકલ્પ

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન

 • નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ એન્યૂઇટી પ્લાન
 • એન્યૂઇટી (વાર્ષિકી)ના 12 વિકલ્પ, જેમાં લાઇફ એન્યૂઇટીડીફર્ડ લાઇફ એન્યૂઇટી, ખરીદકિંમત પરત કરવી, એન્યૂઇટી સર્ટેઇન અને એસ્કેલેટિંગ લાઇફ એન્યૂઇટીનો સમાવેશ થાય છે.
 • આજીવન આવકની ખાતરી
 • આપના જીવનસાથીની સુરક્ષા માટે જોઇન્ટ લાઇફનો વિકલ્પ

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

 • રિટાયરમેન્ટ પ્લાનમાં રોકાણ કરવાની યોગ્ય વય કઈ છે?

  એક રિટાયરમેન્ટ પ્લાન આપની નિવૃત્તિ પછી પણ આપની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તે આપના દ્વારા કરવામાં આવેલા રોકાણ પર આધાર રાખી લાંબાગાળે એક સ્થિર અને સંરચિત આવક પૂરી પાડે છે.

 • હું નિવૃત્તિના આયોજનની શરૂઆત કેવી રીતે કરું?

  જેટલી વહેલીતકે રોકાણ શરૂ કરવામાં આવે તેટલું સારું ગણાય છે. રોકાણનો લાંબો ગાળો મેળવવા માટે વહેલી શરૂઆત કરો. આપ વહેલામાં વહેલા 18 વર્ષથી રિટાયરમેન્ટ પ્લાનમાં રોકાણ કર<ી શકો છો.

 • કર સંબંધિત કેવા લાભ પ્રાપ્ત થાય છે?

  આપ આપની નિવૃત્તિના આયોજનની શરૂઆત કરો તે પહેલાં આપ આપની ભવિષ્યની જરૂરિયાતો તેમજ આપની વર્તમાન આવકને સમજતા હો તે સુનિશ્ચિત કરો. વેલ્ધીફાઈનો ઉપયોગ કરી આપની નિવૃત્તિનું આયોજન સ્પષ્ટતાપૂર્વક શરૂ કરો. વેલ્ધીફાઈ એ રોકાણને સુગમ બનાવનારું સાધન છે અને તે રોકાણ કરવાને પરવડે તેવું અને સરળ બનાવે છે.

 • કર સંબંધિત કેવા લાભ પ્રાપ્ત થાય છે?

  આપને આવક વેરાના પ્રવર્તમાન કાયદાઓ મુજબ કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ આપના દ્વારા પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવેલી રકમ અને પાકતી મુદતે તેના વળતર પર કરબચતનો લાભ પ્રાપ્ત થાય છે.

 • હું પીએફ ખાતું ધરાવતો હોઉં તો પણ મારે રીટાયરમેન્ટ પૉલિસી લેવી જોઇએ?

  હા. નિવૃત્તિનું આયોજન કરતી વખતે ફુગાવો તથા આરોગ્યની સુવિધાઓ વધવાને કારણે વધેલા આયુષ્ય જેવા પરિબળોને ધ્યાન પર લો. આપને ખ્યાલ આવશે કે, આપના પીએફના ભંડોળની રકમ નિવૃત્તિ સમયે આપને જે નાણાંની જરૂર પડશે, તેના માટે પૂરતી નથી. નિવૃત્તિ બાદ આપની આર્થિક સુરક્ષાની ખાતરી કરવા માટે આપની બચતો અને રોકાણના પોર્ટફોલિયોમાં વૈવિધ્યતા લાવો.

 • રીટાયરમેન્ટ પૉલિસીઓમાં જણાવવામાં આવેલ વેસ્ટિંગ/વેસ્ટમેન્ટની વય શું હોય છે?

  વેસ્ટિંગ વય એ એવી વય છે, જ્યારે આપને આપના પેન્શનનું વળતર મળવાનું શરૂ થાય છે. આપે પસંદ કરેલા પેન્શન પ્લાનના પ્રકાર પર આધાર રાખીને આપ આપને જ્યારે વધારે જરૂર હોય તેવી ભવિષ્યની કોઈ તારીખે ચૂકવણીઓને વિલંબિત કરી શકો છો.

 • મારે મારા નિવૃત્તિના આયોજનમાં ફુગાવાને ધ્યાન પર લેવાની શા માટે જરૂર છે?

  કિંમતોમાં વધારો એ સમગ્ર વિશ્વમાં ટાળી ન શકાય તેવી એક અનિવાર્ય ઘટના છે. ટૂંકાગાળાને ધ્યાનમાં રાખીને મૂલવવામાં આવે ત્યારે ફુગાવાની અસર ખાસ જણાતી નથી પરંતુ લાંબાગાળે વિચાર કરવામાં આવે તે ઘણો મોટો પ્રભાવ પાડી શકે છે. ઉદાહરણ તરીકે, આપ રૂ. 100 જેવી નાની રકમ પર ફુગાવાના 5%ના દરનો પ્રભાવ જોશો તો આપની આ રકમ ઘટીને રૂ. 95 થઈ જશે. હવે દર વર્ષે 5%ના ફુગાવાના દરને ધ્યાન પર લો. બે દાયકામાં આપની ખરીદશક્તિ રૂ. 20 લાખની માતબર રકમમાંથી ઘટીને રૂ. 7 લાખ થઈ જશે, અને આગળ તેનાથી પણ ઘટતી જશે.

  આથી વિશેષ, ફુગાવો એ વ્યાપક છે. આપ જો આપની નિવૃત્તિના સમયમાં મોટી ખરીદીઓ કરવા ન માંગતા હો તો પણ આપે ખાદ્યચીજો, દવાઓ, આરોગ્ય સેવાઓ, કરિયાણું, યુટિલિટી બિલો વગેરે જેવી મૂળભૂત ચીજો પાછળ નાણાં ખર્ચવા જ પડશે. એક સ્માર્ટ પેન્શન પ્લાન આપના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

 • મારી બચતમાંથી મારે નિવૃત્તિના આયોજન માટે કેટલા નાણાં ફાળવવા જોઇએ?

  નિવૃત્તિ માટે આપે ચોક્કસ કેટલી રકમ અલગ કરવી જોઇએ, તેનો આધાર આપની માસિક આવક, આપના ભવિષ્યના અનુમાનિત ખર્ચા, ફુગાવાનું અનુકૂલન અને આપની ચોક્કસ જરૂરિયાતો પર છે. જોકે, એક સર્વસામાન્ય સિદ્ધાંત મુજબ, આપે આપની માસિક આવકના ઓછામાં ઓછા 15% નાણાં નિવૃત્તિના આયોજન માટે અલગ રાખવા જોઇએ.

 • ભારતમાં કયા પ્રકારના પેન્શન પ્લાન્સ ઉપલબ્ધ છે?ભારતમાં કયા પ્રકારના પેન્શન પ્લાન્સ ઉપલબ્ધ છે?

  આપ ભારતમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પેન્શન પ્લાનમાંથી પસંદ કરી શકો છો. પ્રાથમિક કેટેગરીઓમાં સમાવિષ્ટ છેઃ

  ડીફર્ડ એન્યૂઇટી પ્લાન્સ - તે રોકાણ માટેનું લાંબાગાળાનું સાધન છે, જેમાં આપે ઘણાં વર્ષો સુધી પ્રીમિયમમાં યોગદાન આપવાનું રહે છે, જેથી આપ આપની નિવૃત્તિ બાદ આંશિક રીતે એકસામટી રકમ ઉપાડી શકો અને ત્યારપછી પણ માસિક ચૂકવણીઓ પ્રાપ્ત કરવાનું ચાલું રાખી શકો. પરંપરાગત ડીફર્ડ એન્યૂઇટી પ્લાન્સ ખાસ જોખમ નહીં લેવા માંગતા લોકોને અનુકૂળ આવે છે, કારણ કે, તે ડેટ્સ અને સરકારી સિક્યુરિટીઓમાં રોકાણ કરે છે. યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ અથવા યુલિપ રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ કર સંબંધિત સારા લાભ પૂરાં પાડે છે પરંતુ તે માર્કેટમાં રોકાણ કરે છે.

  ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન - રોકાણના આ સાધનમાં આપે પ્રીમિયમની એક જ વારમાં ચૂકવણી કરવાની રહે છે, જેથી આપને માસિક ચૂકવણી તરત જ મળવાની શરૂ થાય છે.

  એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ - ઇપીએફ એ ઇપીએફઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમોનું પાલન કરે છે અને તે તમામ પગારદાર કર્મચારીઓ માટેનો એક વિકલ્પ છે. ઇપીએફમાં નિયોક્તા અને કર્મચારી એમ બંને, કર્મચારીના નામે રહેલા રીટાયરમેન્ટ ફંડમાં કર્મચારીના પગારની એક નિશ્ચિત ટકાવારીનું યોગદાન આપે છે.

  પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ - પીપીએફમાં આપ પ્રતિ વર્ષ મહત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો, જેનો લૉક-ઇનનો સમયગાળો 15 વર્ષ છે.

  નેશનલ પેન્શન સ્કીમ - એનપીએસમાં રોકાણ કરવાની શરૂઆત 18 વર્ષની વયથી થઈ શકે છે. આપ આપની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખીને, એક્ટિવ મૉડ અને ઑટો મૉડ હેઠળ રોકાણ કરવાનું પસંદ કરી શકો છો.

 • હું ભારતમાં નિવૃત્તિનું આયોજન કેવી રીતે કરી શકું?

  આપને જો ખુશહાલ અને ચિંતામુક્ત નિવૃત્ત જીવનની અપેક્ષા હોય તો, નિવૃત્તિનું આયોજન ચોક્કસપણે કરવું જ જોઇએ. આપની વર્તમાન માસિક આવક, આપની નિવૃત્તિની પ્રસ્તાવિત વય, પેન્શનની રકમ તરીકે આપ કેટલા નાણાં મેળવવા ઇચ્છો છો અને ફુગાવો (મોંઘવારી) જેવા પરિબળોને ધ્યાન પર લો.

  પેન્શન પ્લાન્સ એ નિવૃત્તિમાં લાભ પૂરો પાડનારા પ્લાન છે, જે આપને જીવન વીમાકવચ અને રોકાણનો બેવડો લાભ પૂરો પાડે છે. એક લાક્ષણિક પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાનમાં નિશ્ચિત વર્ષો માટે એક સ્થિર ગતિએ નાણાંની બચત કરવામાં આવે છે. ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે આ ભંડોળ મોટું અને સમૃદ્ધ બનતું જાય છે. આપ જ્યારે આપની નિવૃત્તિની વયે પહોંચી જાઓ છો અને જ્યારે આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જાય છે ત્યારે એક એન્યૂઇટી પેન્શન પ્લાન આપને આવકનો એક સ્થિર પ્રવાહ પ્રાપ્ત થતો રહે તેની ખાતરી કરે છે, કારણ કે, આ સમયે તમારે તેની સૌથી વધારે જરૂરિયાત હોય છે.

 • શું હું બે પેન્શન પ્લાન ધરાવી શકું?

  એનપીએસ (નેશનલ પેન્શન સ્કીમ) અને એપીવાય (અટલ પેન્શન યોજના) જેવી સરકારી પેન્શન યોજનાઓ ઉપરાંત આપ ખાનગી કંપનીઓ અને વીમા પ્રદાતાઓ દ્વારા પૂરાં પાડવામાં આવતાં એકથી વધુ પેન્શન ઇન્શ્યોરેન્સ મેળવી શકો છો. જોકે, કોઈ એક વ્યક્તિ તેમના નામે બે સમાન સરકારી પેન્શન ખાતા ધરાવી શકે નહીં, જેમ કે, એક વ્યક્તિના નામે બે એનપીએસ ખાતા હોઈ  શકે નહીં. આ ઉપરાંત, આપના દ્વારા રોકવામાં આવેલા નાણાં પર આપે જો કરકપાતનો લાભ મેળવવો હોય તો, પેન્શન સ્કીમમાં આપના દ્વારા આપવામાં આવતાં કુલ યોગદાન પર એક ટોચમર્યાદા પણ હોય છે.

 • સુપરએન્યુએશન અને રીટાયરમેન્ટ વચ્ચે શું તફાવત છે??

  સુપરએન્યુએશન નિવૃત્તિનો એક પ્રકાર છે. જ્યારે નિવૃત્તિ (રીટાયરમેન્ટ) કોઇપણ વયે કામમાંથી પ્રાપ્ત થતી વ્યાવસાયિક આવક બંધ થઈ જવાને સંદર્ભિત કરે છે. આપ જ્યારે પણ ઇચ્છો ત્યારે નિવૃત્ત થઈ શકો છો. સુપરએન્યુએશન ખાસ કરીને નિવૃત્તિ થવાને સંદર્ભિત કરે છે, કારણ કે, આપ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નિવૃત્તિની વયે પહોંચી ગયાં હો છો. ભારતમાં સુપરએન્યુએશન 60થી 65 વર્ષની વચ્ચે આવે છે. સુપરએન્યુએશનના લાભ નિવૃત્તિના લાભનો એક પ્રકાર છે, જે નિયોક્તાઓ દ્વારા તેમના કર્મચારીઓને ઓર્ગેનાઇઝેશન રીટાયરમેન્ટ પ્રોગ્રામ અથવા કંપની પેન્શન પૉલિસીના સ્વરૂપે આપવામાં આવે છે.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

No Data Available