ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન

આપના સ્મિતને ખુશાલીમાં પરિવર્તિત થતી જુઓ

GET A QUOTE

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન એ નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, મર્યાદિત પ્રીમિયમ, જીવન વીમા પ્લાન છે, જે આપની પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત અને અંતરાલના વર્ષ (જો પસંદ કરવામાં આવેલ હોય તો) પૂરી થયાં બાદ આપને બાંયધરીપૂર્વક નિયમિત માસિક ચૂકવણી પૂરી પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન ખરીદવા માટેના કારણો

  • અમે આપને દર મહિને બાંયધરીપૂર્વકની આવક પ્રાપ્ત થવાની ખાતરી આપીએ છીએ

  • આપ ચૂકવો છો તેના કરતા વધુ મેળવો! અમે ચૂકવણીઓ મારફતે નિયમિત માસિક સહાય પૂરી પાડવાની ખાતરી આપી રહ્યાં છીએ ત્યારે આપને મળે છે વાર્ષિક રીતે આપના પ્રીમિયમના 105%થી 125% સુધીનું વળતર

  • આ પૉલિસીમાં બાંયધરીપૂર્વકની સમયસર ચૂકવણીઓની મદદથી મોટા લક્ષ્યો નિર્ધારિત કરો અને તેને હાંસલ કરો

  • આપની આવકનું સારી રીતે આયોજન કરો. આપ બાંયધરીપૂર્વકની આપની માસિક રકમ ચૂકવણીના વર્ષો બાદ તરત મેળવવા માંગો છો કે થોડા વર્ષોની રાહ જોવા માંગો છો તે પસંદ કરી શકો છો

  • ઑફર પર આપવામાં આવતી વિવિધ સ્થિતિસ્થાપકતાઓની સાથે આપ આ પ્લાનને આપની જરૂરિયાત મુજબ અનુકૂળ બનાવી શકો છો, કારણ કે, આપને પ્રીમિયમની ચૂકવણીની વિવિધતા, પૉલિસીની મુદતના વિકલ્પો અને પ્રીમયમની ચૂકવણીની પદ્ધતિના વિકલ્પો પ્રાપ્ત થાય છે.

  • કોઇપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં જીવન વીમાકવચ મારફતે આપના પ્રિયજનોનું રક્ષણ કરવાની સાથે પાકતી મુદતે પ્રાપ્ત થતાં બૉનસની મદદથી આપની બચતમાં વધારો કરો.

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કરબચતના લાભ પ્રાપ્ત થઈ શકે છે

પાત્રતાના માપદંડો શું છે?

  • પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 50 વર્ષ છે

  • પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 8થી 11 વર્ષની વચ્ચેની છે. પૉલિસીની મુદત એ પ્રીમિયમની ચૂકવણીની મુદત, અંતરાલના વર્ષ તથા બાંયધરીપૂર્વકની નિયમિત આવકની મુદતનો સરવાળો છે.

  • મૂળભૂત વીમાકૃત રકમની ગણતરી આપની (વીમાકૃત વ્યક્તિની) વય, જાતિ, વાર્ષિક પ્રીમિયમ, પ્રીમિયમની ચૂકવણીની મુદત અથવા પૉલિસીની મુદત તથા પસંદ કરવામાં આવેલા અંતરાલના વર્ષના આધારે કરવામાં આવશે.

ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાન શું હોય છે?


 

ગેરેન્ટી એટલે કે બાંયધરી શબ્દ ખૂબ શક્તિશાળી શબ્દ છે - તે સુરક્ષા, સલામતી અને નિશ્ચિતતાની લાગણી જન્માવે છે. આજના ઝડપી જીવનમાં બાંયધરીઓ એટલે જેની પર ભરોસો મૂકી શકાય તેની દ્રઢ પ્રતીતિ. ખર્ચા અને જીવનની રોજબરોજની મથામણોને પહોંચી વળવામાં આપણે જીવનની નાની-નાની ખુશીઓને માણવાનું ચૂકી જઇએ છીએ, કારણ કે, આપણને સતત બાબતની ચિંતા રહેતી હોય કે, ખુશીઓને માણવા કેટલા નાણાં ખર્ચવા પડશે. જોકે, નાની-નાની ક્ષણોમાં રહેલો આનંદ અતુલ્ય છે. જોકે, સમજવામાં ઘણો સમય લાગી જાય કે, જે ખુશીઓને આપણે નાની સમજીએ છીએ તે વાસ્તવમાં ઘણી મોટી છે.

આપ ખર્ચાઓની ચિંતામાંથી મુક્ત કેવી રીતે થઈ શકો છો? આવકનો વધારાનો સ્રોત કે જેની પર આપ ભરોસો મૂકી શકો, તે ઘણો મોટો તફાવત સર્જી શકે છે. આજે લીધેલો એક સમજદારીભર્યો નિર્ણય આપને ભવિષ્યની ચિંતાઓમાંથી મુક્ત બનાવી શકે છે. ગેરેન્ટીડ ઇન્કમ સેવિંગ્સ પ્લાન વીમાનો એક એવો વિકલ્પ છે, જેને મેળવીને આપ ભવિષ્યમાં હાંશકારો અનુભવી શકો છો. ચિંતામાંથી મુક્તિ મેળવો તથા આપના અને આપના પરિવારના લક્ષ્યોને સરળતાથી હાંસલ કરો.

ગેરેન્ટીડ પ્લાન હોય છે, જે આપને બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડે છે. આપને જે રકમ પ્રાપ્ત થવાની છે, તે બાંયધરીપૂર્વકની, નિશ્ચિત હોય છે અને આપ જ્યારે ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદો છો ત્યારે આપને રકમ અંગે જણાવી દેવામાં આવે છે. પ્રકારનો પરંપરાગત વીમા બચત પ્લાન આપને જીવન વીમાકવચ પૂરું પાડવાની સાથે-સાથે બાંયધરીપૂર્વકની એકસામટી રકમ અને બોનસ (જો લાગુ થતું હોય તો) પણ ચૂકવે છે.

ખાતરીપૂર્વકની ચૂકવણીઓ કરીને એક ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાન આપને ખરેખર જેની જરૂર છે, તે પૂરી પાડે છે, એટલે કે, આર્થિક સુરક્ષા.

આપે ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદવો જોઇએ, જો આપઃ

  • બાંયધરીપૂર્વકના લાભ મેળવવા માંગતા હો - કોઈ આશ્ચર્યો, જોખમો ઇચ્છતા ન હો.
  • માસિક/સમયાંતરે થતી ચૂકવણીઓ મેળવા માંગતા હો, જેથી કરીને આપને પૂરક આવકનો સ્થિર પ્રવાહ પ્રાપ્ત થતો રહે.
  • આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પરિવારના આર્થિક ભવિષ્યને સુલામત બનાવવા જીવન વીમાકવચ અને મૃત્યુ સંબંધિત લાભ મેળવવા માંગતા હો.
  • કર સંબંધિત લાભ મેળવવા ઇચ્છતા હો, જેથી કરીને આપની પૉલિસીમાંથી આપને સંચિત કમાણી પ્રાપ્ત થઈ શકે.
  • પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદતને અને પૉલિસીના સમયગાળાને પસંદ કરવાની સ્વતંત્રતા મેળવવા માંગતા હો.

એન્ડોવમેન્ટ પ્લાન એ અન્ય બચત વીમા પ્લાનથી અલગ કેવી રીતે છે?


 

શું એન્ડોવમેન્ટ પૉલિસી યુલિપ કરતાં વધુ યોગ્ય છે? આપે મની-બૅક પ્લાન ખરીદવો જોઇએ કે એન્ડોવમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી? શું પ્યોર પ્રોટેક્શન ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન આપની જરૂરિયાતોને વધારે અનુકૂળ આવશે? અન્યની સરખામણીએ કોઈ એક વીમાના વિકલ્પને પસંદ કરતાં પહેલાં નાણાકીય સાધનો જે સિદ્ધાંત પર કામ કરે છે, તેને સમજવો જરૂરી છે.

પરંપરાગત વીમા પ્લાનમાં એન્ડોવમેન્ટ પૉલિસી, મની-બૅક પ્લાન, ટર્મ ઇન્શ્યોરેન્સ અને હોલ લાઇફ પૉલિસીઓનો સમાવેશ થાય છે. પરંપરાગત બચત વીમા પ્લાનને સામાન્ય રીતે જોખમથી મુક્ત માનવામાં આવે છે. વધુમાં તે, એક પ્લાનમાં અનેકવિધ લાભ પૂરાં પાડે છે. પરંપરાગત વીમાકવચની સાથે પ્લાન્સ મૃત્યુ થવા પર કે પાકતી મુદતે એક બાંયધરીપૂર્વકની ચોક્કસ રકમ પૂરી પાડે છે.

આથી વિશેષ, પ્લાન્સને પાર્ટિસિપેટિંગ પ્લાન્સ અને નોન-પાર્ટિસિપેટિંગ પ્લાન્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે, જેમાં પાર્ટિસિપેટિંગ પ્લાન્સમાં પૉલિસીધારકને વીમાકંપની દ્વારા રળવામાં આવેલા નફામાં હિસ્સો પ્રાપ્ત થાય છે જ્યારે નોન-પાર્ટિસિપેટિંગ પ્લાન્સમાં પૉલિસીધારકને વીમાકૃત રકમ તરીકે અગાઉથી નિર્ધારિત કરવામાં આવેલ એક નિશ્ચિત રકમ પ્રાપ્ત થાય છે, જેમાં નફા સંબંધિત વધારાના બોનસ પ્રાપ્ત થતાં નથી.

એન્ડોવમેન્ટ પ્લાન્સ વિરુદ્ધ મની-બૅક પૉલિસીઓ

એન્ડોવમેન્ટ અને મની-બૅક પૉલિસીઓ ઘણી બધી રીતે સમાન છે પરંતુ તેમની વચ્ચે કેટલાક મહત્વના તફાવતો પણ છે. પરંપરાગત બચત વીમા પ્લાનના બંને પ્રકારો વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં વીમાકૃત રકમના સ્વરૂપે મૃત્યુ સંબંધિત લાભ તેમજ જો કોઈ બોનસ લાગુ થતું હોય તો તેની ચૂકવણી કરે છે.

મની-બૅક પૉલિસીમાં આપને સમયાંતરે વીમાકૃત રકમની એક અગાઉથી નિર્ધારિત થયેલી ટકાવારી પ્રાપ્ત થાય છે. વીમાકૃત રકમનો બાકીનો હિસ્સો તેમજ પૉલિસીની મુદત દરમિયાન જો કોઈ બોનસ ઉપાર્જિત થયું હોય તો તે બંનેને પાકતી મુદતના લાભ તરીકે પૉલિસીના સમયગાળાના અંતે ચૂકવવામાં આવે છે.

તો એન્ડોવમેન્ટ પ્લાનમાં આપને સમયાંતરે કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી. આપે એક નિશ્ચિત સમય માટે પ્રીમિયમની ચૂકવણી કરવાની રહે છે અને પૉલિસીની પાકતી મુદતે આપને બાંયધરીપૂર્વકની રકમ તેમજ વીમાકંપની દ્વારા જો કોઈ બોનસ જાહેર કરવામાં આવ્યું હોય તો તે એકસામટી રકમ તરીકે પ્રાપ્ત થાય છે.

એન્ડોવમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાનના પ્રકાર પર આધાર રાખીને આપે મર્યાદિત સમય માટે આપના પ્રીમિયમની ચૂકવણી કરવી પડી શકે છે, જેના બાદ આપનું પરંપરાગત વીમાકવચ ચાલું રહે છે અને આપને એક વારમાં એકસામટી રકમ ચૂકવવાને બદલે બાંયધરીપૂર્વકની માસિક આવક ચૂકવવામાં આવે છે.

પોતાના ટૂંકાગાળાના ખર્ચાઓને સરળતાથી પહોંચી વળવા માટે આપનું લક્ષ્ય નિયમિત અંતરાલે નાણાં પાછા મળે તે રીતે નાણાંની બચત કરવાનું હોય તો, મની-બૅક પૉલિસી આપના માટે સારો વિકલ્પ છે. આપનું ધ્યાન નાણાંની બચત કરવા, તેને વૃદ્ધિ પામતા જોવા અને લાંબાગાળે એક નોંધપાત્ર રકમ મેળવવા પર હોય તો, એન્ડોવમેન્ટ પ્લાન આપના માટે શ્રેષ્ઠ છે.

એન્ડોવમેન્ટ પૉલિસી વિરુદ્ધ યુલિપ

યુલિપ કે યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસી વીમા-કમ-રોકાણ પ્લાન છે, જે ફંડ્સના કાર્યદેખાવ અને તેના બજારમૂલ્ય પર આધાર રાખે છે. એન્ડોવમેન્ટ પ્લાન પ્રાથમિક રીતે નોન-લિંક્ડ વીમા-કમ-બચત પૉલિસીઓ છે.

સામાન્ય રીતે યુલિપ આપના નાણાંને 5 વર્ષ કે તેનાથી વધુ સમય માટે લૉક કરી દે છે. આપની પૉલિસીમાં ખરીદવામાં આવેલ યુનિટ્સનું મૂલ્ય, ફંડ્સ માર્કેટમાં કેવું પર્ફોમન્સ કરી રહ્યાં છે, તેના પર આધાર રાખે છે. પરંપરાગત નોન-લિંક્ડ પ્લાન્સ માટે જોખમ લેવાની આપની ક્ષમતા કરતાં પ્રકારના પ્લાનમાં આપની જોખમ લેવાની ક્ષમતા વધુ હોવી જોઇએ.

એક એન્ડોવમેન્ટ પ્લાન 2-3 વર્ષ માટે આપના નાણાંને લૉક કરી દે છે, જેથી કરીને આપની પૉલિસી પેઇડ-અપ મૂલ્ય હાંસલ કરી લે. પૉલિસીની પાકતી મુદતે અથવા તો વીમાકૃત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં એક એન્ડોવમેન્ટ પ્લાન જીવિત રહેનારા પૉલિસીધારક અથવા તો લાભાર્થીને અનુક્રમે સમગ્ર વીમાકૃત રકમ અને જો કોઈ બોનસ જાહેર કરવામાં આવ્યાં હોય તો તેની રકમને એકસામટી ચૂકવી દે છે. એન્ડોવમેન્ટ પ્લાન સાથે કોઈ જોખમ સંકળાયેલું નથી અને આથી તે બાંયધરીપૂર્વકનું વળતર આપે છે.

એન્ડોવમેન્ટ પૉલિસી વિરુદ્ધ ટર્મ પ્લાન્સ

ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન પ્યોર પ્રોટેક્શન ઇન્શ્યોરેન્સ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ છે, જે આપને મૂળભૂત વિશેષતાઓ ધરાવતું પરંપરાગત વીમાકવચ પૂરું પાડે છે. જ્યારે એક એન્ડોવમેન્ટ પ્લાન આપને જીવન વીમાકવચ અને ભવિષ્ય માટે નાણાંની બચત કરવાના બેવડા હેતુને પાર પાડે છે.

પ્યોર લાઇફ કવર તરીકે પણ જાણીતો ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન આપને એક ચોક્કસ સમયગાળા માટે જીવન વીમાકવચ પૂરું પાડે છે, જે દરમિયાન આપે પ્રીમિયમની ચૂકવણી કરવાની રહે છે. પ્રકારના વીમા પ્લાન ફક્ત મૃત્યુ સંબંધિત લાભ પૂરાં પાડતાં હોવાથી તેનું પ્રીમિયમ ખાસ મોંઘું હોતું નથી અને અન્ય વીમા પૉલિસીઓ કરતાં ઘણું ઓછું હોય છે. આપ જો પૉલિસીની મુદત દરમિયાન જીવિત રહો છો તો, આપને કોઈ નાણાં કે વીમાકૃત રકમની કોઈ ટકાવારી પ્રાપ્ત થતાં નથી.

એક એન્ડોવમેન્ટ પૉલિસી પ્લાનની મુદત દરમિયાન આપને જીવન વીમાકવચ પૂરું પાડે છે. આપના અકાળે અવસાનના કિસ્સામાં વીમાકંપની આપના નોમીનીઓને વીમાકૃત રકમ તેમજ જો કોઈ બોનસ જાહેર કરવામાં આવ્યું હોય તો તેની ચૂકવણી કરે છે. પરંતુ જો આપ પૉલિસીમાં આવરી લેવામાં આવેલા સમયગાળા દરમિયાન જીવિત રહો છો તો, આપ પાકતી મુદતે પ્રાપ્ત થતાં લાભ મેળવવા હકદાર ગણાઓ છો, જેમાં વીમાકૃત રકમ અને જો કોઈ બોનસ ઉપાર્જિત કરવામાં આવ્યું હોય તો તેનો સમાવેશ થાય છે.

એન્ડોવમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાન વિરુદ્ધ ફિક્સ્ડ ડીપોઝિટ (બાંધી મુદતની થાપણ)

ફિક્સ્ડ ડીપોઝિટ (બાંધી મુદતની થાપણ) જેવા પરંપરાગત સ્થિર બચત પ્લાનને પસંદ કરવાની સરખામણીએ ગેરેન્ટીડ એન્ડોવમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાન વધુ સારો વિકલ્પ છે.

આપ કેટલા સમય માટે નાણાંને લૉક રાખો છો તેના પર આધાર રાખી ફિક્સ્ડ ડીપોઝિટમાં આપને વ્યાજની એક નિશ્ચિત રકમ પ્રાપ્ત થાય છે. પાકતી મુદતના મૂલ્યને આપને પહેલેથી જણાવી દેવામાં આવતું હોવા છતાં બાબત ધ્યાનમાં રાખો કે, ફિક્સ્ડ ડીપોઝિટ કોઈ જીવન વીમાકવચ પૂરી પાડતી નથી અને આપને પ્રાપ્ત થતી રકમ ટેક્સના સ્લેબ મુજબ કરપાત્ર હોય છે.

તો ગેરેન્ટીડ એન્ડોવમેન્ટ ઇન્શ્યોરેન્સ પૉલિસીમાં આપને ખાતરીપૂર્વકની આવક પ્રાપ્ત થાય છે, જેના અંગે અગાઉથી બાંયધરી આપી દેવામાં આવે છે, ચૂકવવામાં આવેલ પ્રીમિયમ પર કર સંબંધિત લાભ મળે છે અને પાકતી મુદતે પ્રાપ્ત થતી રકમ/મૃત્યુ સંબંધિત લાભ કરમુક્ત (પ્રવર્તમાન કર કાયદાઓ મુજબ) ગણાય છે.

શું એક ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ એન્ડોવમેન્ટ પ્લાન મારા માટે યોગ્ય છે?


 

આપ જ્યારે પરંપરાગત વીમા બચત પ્લાન ખરીદો છો ત્યારે આપનું લક્ષ્ય પરંપરાગત વીમાકવચ મેળવવાનું અને થોડી બચત કરવાનું હોય છે. એન્ડોવમેન્ટ પ્લાનમાં આપ પ્રીમિયમને સમયાંતરે ચૂકવી શકો છો અને ચક્રવૃદ્ધિ વ્યાજની મદદથી આપના નાણાંને વૃદ્ધિ પામતાં જોઈ શકો છો તથા કોઈ કમનસીબ ઘટના ઘટે તો આપના પરિવારના આર્થિક ભવિષ્યને પણ સુરક્ષિત કરી શકો છો.

એન્ડોવમેન્ટ પ્લાન એક પ્રચલિત પરંપરાગત બચત વીમાના સાધનો છે, જેમાં આપને પહેલેથી જાણકારી રહે છે કે, આપને પૉલિસીની મુદતના અંતે કેટલા નાણાં પ્રાપ્ત થશે. બાંયધરીપૂર્વકનું વળતર મેળવવામાં આપને નાણાં મેળવવા માટેના બે વિકલ્પ પ્રાપ્ત થાય છે. આપ એકસામટી ચૂકવણીના સ્વરૂપે એક નોંધપાત્ર વીમાકૃત રકમ મેળવી શકો છો અથવા તો સ્ટેગર્ડ મોડલને પસંદ કરી શકો છો, જેમાં આપને એક નિશ્ચિત સમયગાળા માટે બાંયધરીપૂર્વકની માસિક આવક પ્રાપ્ત થાય છે.

શું આપ પૉલિસીની મુદતના અંતે આપને ચૂકવવામાં આવતી એકસામટી રકમ (વત્તા જો કોઈ બોનસ જાહેર કરવામાં આવે તો) મેળવવા માંગો છો? ભંડોળનો ઉપયોગ મોટા ખર્ચાઓની ચૂકવણી કરવા અથવા તો આપની નિવૃત્તિનું આયોજન કરવા માટે થઈ શકે છે.

કે પછી વધારાની આવકની જેમ દર મહિને પ્રાપ્ત થતી બાંયધરીપૂર્વકની રકમ આપને વધુ સુરક્ષાની અનુભૂતિ કરાવે છે? બાંયધરીપૂર્વકની માસિક આવક આપતા એન્ડોવમેન્ટ પ્લાનની રચના વધારાના આર્થિક ટેકા તરીકે કરવામાં આવી છે, જેથી કરીને આપ નિયમિત માસિક આવકની મદદથી આપના નાણાકીય લક્ષ્યોને પૂરાં કરી શકો.

આપ જો જીવન વીમાકવચ, પૉલિસીની મુદતમાં સ્થિતિસ્થાપકતા અને ખાતરીપૂર્વકની માસિક આવકનું સંયોજન મેળવવા ઇચ્છતા હો તો, બાંયધરીપૂર્વકની માસિક આવક આપતો ઇન્ડોવમેન્ટ પ્લાન આપના માટે શ્રેષ્ઠ ગણાશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન કેવી રીતે કામ કરે છે?


 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, મર્યાદિત પ્રીમિયમ, એન્ડોવમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે આપની પ્રીમિયમ ચૂકવવાની મુદત અને ગેપ વર્ષ (જો પસંદ કરવામાં આવ્યું હોય તો) પૂરાં થયાં બાદ બાંયધરીપૂર્વકની માસિક ચૂકવણી કરે છે. તો ચાલો સમજીએ બાબત આપને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છેઃ

નોન-લિંક્ડનો અર્થ શું થાય છે?

એક નોન-લિંક્ડ પ્લાન યુનિટ્સ કે ફંડ્સના બજારમૂલ્ય પર આધારિત હોતો નથી. શેરબજારની અસ્થિરતાનો આપની પૉલિસીના મૂલ્ય પર કોઈ પ્રભાવ પડતો નહીં હોવાથી આપને બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડવાનું શક્ય બને છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાનમાં આપ પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત પસંદ કરી શકો છો, પ્રીમિયમને મર્યાદિત રીતે ચૂકવી શકો છો તથા ત્યારબાદ જીવન વીમાકવચ અને પૉલિસીની બાકીની મુદત દરમિયાન બાંયધરીપૂર્વકની માસિક આવકને માણી શકો છો. જે લોકો જોખમ લેવા નથી માંગતા તેમના માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન જેવી નોન-લિંક્ડ પૉલિસીઓ શ્રેષ્ઠ વિકલ્પ છે.

પાર્ટિસિપેટિંગનો અર્થ શું થાય છે?

એન્ડોવમેન્ટ પૉલિસીઓ પાર્ટિસિપેટિંગ/નફા સાથેની અથવા નોન-પાર્ટિસિપેટિંગ/નફા વગરની હોઈ શકે છે. તે આપના દ્વારા પસંદ કરવામાં આવેલા પ્લાનમાંથી આપ જે બોનસ મેળવવા હકદાર ગણાઓ છો, તેના પર તેનો સીધો પ્રભાવ પડે છે. તો નોન-પાર્ટિસિપેટિંગ પ્લાનમાં કોઈ બોનસ પ્રાપ્ત થતું નથી, કારણ કે, વીમાકંપની તેમના દ્વારા રળવામાં આવેલ નફામાંથી કોઇપણ હિસ્સો પૉલિસીધારકને ચૂકવતી નથી.

Iપાર્ટિસિપેટિંગ પ્લાન્સમાં વીમાકંપની તેમના દ્વારા રળવામાં આવેલ કોઇપણ નફામાંથી પૉલિસીધારકને નિશ્ચિત હિસ્સો આપે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન જેવો પાર્ટિસિપેટિંગ પ્લાન બાંયધરીપૂર્વકની માસિક આવક તેમજ સાદું રીવર્ઝનરી અને ટર્મિનલ બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો) પૂરાં પાડે છે.

મર્યાદિત પ્રીમિયમનો અર્થ શું થાય છે?

મર્યાદિત પ્રીમિયમના બચત વીમા પ્લાનમાં આપે મર્યાદિત સમય સુધી પ્રીમિયમ ચૂકવવાનું હોવા છતાં આપને પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન સંપૂર્ણ પરંપરાગત વીમાકવચ પ્રાપ્ત થાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાનમાં આપને પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન પરંપરાગત વીમાકવચ પ્રાપ્ત થવાની સાથે-સાથે આપે પાકતી મુદતના લાભ માણવા માટે પૉલિસી પૂરી થવાની રાહ જોવી પડતી નથી. આપની પ્રીમિયમની ચૂકવણી કરવાની મર્યાદિત મુદત પૂરી થઈ જાય, તે પછી આપને બાંયધરીપૂર્વકની માસિક આવકની ચૂકવણી શરૂ થાય છે. પૉલિસીની પાકતી મુદતે આપને બાંયધરીપૂર્વકની માસિક આવકની છેલ્લી ચૂકવણી તથા જો કોઈ બોનસ જાહેર કરવામાં આવ્યું હોય તો તે ચૂકવવામાં આવે છે.

પૉલિસી કેવી રીતે કામ કરે છે?

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાનમાં આપ 16થી 27 વર્ષની વચ્ચે પૉલિસીની મુદત પસંદ કરી શકો છો. પૉલિસીની મુદતમાં પ્રીમિયમની ચૂકવણીની મર્યાદિત મુદત, ગેપ વર્ષ(ર્ષો) અને બાંયધરીપૂર્વકની નિયમિત આવકની મુદતનો સમાવેશ થાય છે.

પ્રીમિયમની ચૂકવણીના વર્ષો આપ જે વર્ષો દરમિયાન બાંયધરીપૂર્વકની આવક મેળવો છે, તે વર્ષોને સમાન છે. 0, 3 કે 5 વર્ષનો ગેપનો સમયગાળો પ્રીમિયમની ચૂકવણીનો સમયગાળો પૂરો થવાની અને આવકની પ્રથમ ચૂકવણી શરૂ થવાની વચ્ચેનો સમય હશે. ગેપના સમયગાળા દરમિયાન કોઈ બાંયધરીપૂર્વકની નિયમિત આવક ચૂકવવામાં આવશે નહીં, પરંતુ ચાલું પૉલિસી માટે મૃત્યુ સંબંધિત લાભ તો ચાલું રહેશે અને બોનસ પણ ઉપાર્જિત થતું રહેશે.

પૉલિસીમાં પ્રવેશવાની આપની વય 18થી 35ની વચ્ચેની હોય તો, આપની પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 8-11 વર્ષ હશે. પૉલિસીમાં પ્રવેશતી વખતે 35થી 45 વર્ષની વચ્ચેની વ્યક્તિ માટે પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 9-11 વર્ષ હશે અને પ્રવેશતી વખતે 46થી 50 વર્ષની વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ માટે પ્રીમિયમની ચૂકવણીની મુદત 9-10 વર્ષની હશે.

બાંયધરીપૂર્વકની માસિક આવકની ચૂકવણી વાર્ષિક પ્રીમિયમના 105%થી 125%ની રેન્જમાં હશે. પૉલિસીમાં આપની પ્રીમિયમની ચૂકવણીની મુદત પૂરી થઈ ગયાં બાદ તેના જીવિત રહેવા સંબંધિત લાભની ચૂકવણીની શરૂઆત થાય છે. આપને જીવિત રહેવા સંબંધિત લાભ આપની પૉલિસીના છેલ્લાં મહિના સુધી અથવા તો મૃત્યુની તારીખ સુધી, બેમાંથી જે પહેલાં આવે ત્યાં સુધી પ્રાપ્ત થશે.

વધુમાં, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાનમાં સાદું રીવર્ઝનરી બોનસ અને ટર્મિનલ બોનસ (જો કોઈ હોય તો) પણ આપવામાં આવી શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?


 

  • આપને દર મહિને બાંયધરીપૂર્વકની આવક પ્રાપ્ત થાય છે.
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાનમાં આપ ચૂકવો છો તેના કરતાં વધુ મેળવો છે. આપને માસિક ચૂકવણીના નિયમિતપણે પ્રાપ્ત થતાં લાભની સાથે આપના વાર્ષિક પ્રીમિયમના 105-125%ની વચ્ચે મેળવવાને હકદાર રહો છો.
  • આ પૉલિસીમાંથી પ્રાપ્ત થતી સમયસર બાંયધરીપૂર્વકની ચૂકવણીઓની મદદથી મોટા લક્ષ્યો નિર્ધારિત કરો અને તેને હાંસલ કરો.
  • આપની આવકનું વધુ સારી રીતે આયોજન કરો. આપે પ્રીમિયમની ચૂકવણીના વર્ષો બાદ તરત બાંયધરીપૂર્વકની માસિક રકમ મેળવવાનું શરૂ કરવું છે કે થોડા વર્ષો પછી તે નક્કી કરો.
  • આ પ્લાન અત્યંત સ્થિતિસ્થાપક હોવાથી આપ તેમાં આપની જરૂરિયાતો મુજબ ફેરફાર કરી શકો છો, કારણ કે, આપને પ્રીમિયમની ચૂકવણી કરવાની વિવિધતા મળે છે, પૉલિસીની મુદતના વિકલ્પ પ્રાપ્ત થાય છે તથા આપ પ્રીમિયમની ચૂકવણી વિવિધ મૉડ મારફતે કરી શકો છો.
  • દર મહિને બાંયધરીપૂર્વકની આવકના સ્વરૂપમાં જોખમથી મુક્ત વળતર અને વાર્ષિક બૉનસ (જો કોઈ હોય તો) મેળવો.
  • આપને એ ખાતરી પ્રાપ્ત થાય છે કે, આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પરિવારની કાળજી લેવામાં આવશે.
  • કર સંબંધિત કાયદાઓ મુજબ, આપના દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમ અને મેળવવામાં આવતાં લાભ પર કર સંબંધિત લાભ મેળવો.

 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાનની મુદતના અંતે આપને શું પ્રાપ્ત થાય છે?


 

પ્રીમિયમ ચૂકવવાની મુદત અને ગેપનું વર્ષ (જો પસંદ કરવામાં આવ્યું હોય તો) પૂરું થયાં બાદ આપે જેટલા વર્ષ પ્રીમિયમની ચૂકવણી કરી હોય એટલા વર્ષોના સમયગાળા માટે આપને બાંયધરીપૂર્વકની માસિક આવક પ્રાપ્ત થાય છે. પૉલિસીની મુદતના અંતે આપ આપની બાંયધરીપૂર્વકની માસિક આવકનો છેલ્લો હપ્તો તથા સાદું રીવર્ઝનરી અને ટર્મિનલ બૉનસ (જો કોઈ હોય તો) મેળવવા માટે હકદાર રહો છો.

પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં લાભાર્થીઓને વીમાકૃત રકમ અને જાહેર કરવામાં આવેલ કોઈ બોનસ અથવા તો ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમના 105% (કર અને અંડરરાઇટિંગ એક્સ્ટ્રા સિવાય) બેમાંથી જેની રકમ વધારે હશે, તે પ્રાપ્ત થશે.

નોમીની() પાસે મૃત્યુ સંબંધિત લાભ એક વારમાં એકસામટી રકમ તરીકે મેળવવાનો અથવા તો પ્લાનની શરૂઆત વખતે પસંદ કરવામાં આવ્યાં મુજબ, 5, 10 કે 15 વર્ષના સમયગાળામાં માસિક હપ્તાઓ તરીકે મેળવવાનો વિકલ્પ રહે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન ખરીદવાના પાત્રતાના માપદંડો કયા છે?


 

  • આ પ્લાનમાં પ્રવેશવાની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 50 વર્ષ છે.
  • પાકતી મુદતે લઘુત્તમ વય 34 વર્ષ અને પાકતી મુદતે મહત્તમ વય 75 વર્ષ છે.
  • પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 8થી 11 વર્ષની વચ્ચે છે. પૉલિસીની મુદત એ પ્રીમિયમની ચૂકવણીની મુદત, ગેપ વર્ષ અને બાંયધરીપૂર્વકની નિયમિત આવકની મુદતનો સરવાળો છે.
  • લઘુત્તમ બેઝિક વીમાકૃત રકમ રૂ. 75,000 છે અને બૉર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલ અંડરરાઇટિંગ નીતિને આધિન મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. આપની (વીમાકૃત વ્યક્તિ)ની વય, જાતિ, વાર્ષિક પ્રીમિયમ, પ્રીમિયમની ચૂકવણીની મુદત કે પૉલિસીની મુદત અને પસંદ કરવામાં આવેલ ગેપના વર્ષ પર આધાર રાખીને મૂળભૂત વીમાકૃત રકમની ગણતરી કરવામાં આવે છે.

 

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK