
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ મહાજીવન પ્લસ પ્લાન એ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ, લિમિટેડ પે, મની બૅક એન્ડોવમેન્ટ પ્લાન છે, જેની મદદથી આપ આપની વધતી જઈ રહેલી નાણાકીય જરૂરિયાતો માટે સમજદારીપૂર્વક આયોજન કરી શકો છો અને તેની સાથે-સાથે આપને લિક્વિડિટી તેમજ આર્થિક સુરક્ષાની ખાતરી પણ પ્રાપ્ત થાય છે!
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ મહાજીવન પ્લસ પ્લાનને ખરીદવાના કારણો
આ પૉલિસીમાં સમયસર પ્રાપ્ત થતી બાંયધરીપૂર્વકની ચૂકવણીઓની મદદથી મોટા લક્ષ્યો નિર્ધારિત કરો અને તેને હાંસલ કરો.
આ પૉલિસીનું ત્રીજું, સાતમું અને અગિયારમું વર્ષ પૂરું થવા પર આપના વાર્ષિક પ્રીમિયમની 103% રકમ પ્રાપ્ત કરો.
આપના બેઝ પ્લાનના લાભને વધારવા માટે ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડર અથવા તો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેવર ઑફ પ્રીમિયમ રાઇડરને પસંદ કરો.
પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જવાય તેમ છતાં સંપૂર્ણ એક વર્ષ સુધી આપના પરિવાર પર જીવન વીમાકવચનું છત્ર જળવાઈ રહે છે (આપે બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમની ચૂકવણી કરી દીધાં બાદ લાગુ થાય છે).
વાર્ષિક બોનસ (જો જાહેર કરવામાં આવે)ની સાથે સારી કમાણીનો લાભ માણો.
આપની સમયસીમાને અનુરૂપ વિકલ્પોની મદદથી પ્રમાણમાં ટૂંકા સમગાળા માટે ચૂકવણી કરો અને આપના લાંબાગાળાના લક્ષ્યો પૂરાં કરો.
દર વર્ષે આપના રીન્યૂઅલ પ્રીમિયમને ચૂકવવા પર ડિસ્કાઉન્ટ મેળવો.
કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ આપના દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કર સંબંધિત લાભ ઉપલબ્ધ થઈ શકે છે.
પાત્રતાના માપદંડો કયા છે?
પ્લાન લેતી વખતે લઘુત્તમ વય 1 મહિનો (પૉલિસીની 20 વર્ષની મુદત માટે) અને 3 વર્ષ (પૉલિસીની 15 વર્ષની મુદત માટે) છે તથા પ્લાન લેતી વખતે મહત્તમ વય 55 વર્ષ છે.
પ્લાનની મુદતના અંતે લઘુત્તમ વય 20 વર્ષ (પૉલિસીની 20 વર્ષની મુદત માટે) છે અને 18 વર્ષ (પૉલિસીની 15 વર્ષની મુદત માટે) છે તથા પ્લાનની મુદતના અંતે મહત્તમ વય 75 વર્ષ છે.
પૉલિસીની અનુક્રમે 15 અને 20 વર્ષની લઘુત્તમ અને મહત્તમ મુદત માટે 12 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવો.
પાકતી મુદતે બાંયધરીપૂર્વકની લઘુત્તમ વીમાકૃત રકમઃ રૂ. 1,10,280 (50 વર્ષ સુધીની પ્રવેશની વય માટે) અને રૂ. 2,18,880 (51થી 55 વર્ષની પ્રવેશની વય માટે). મહત્તમ વીમાકૃત રકમની કોઈ મર્યાદા નથી.
50 વર્ષ કે તેનાથી ઓછી પ્રવેશની વય ધરાવતા અરજીકર્તાઓ માટે લઘુત્તમ પ્રીમિયમ રૂ. 12,000 (વાર્ષિક), રૂ. 6,143 (અર્ધ-વાર્ષિક), રૂ. 3,108 (ત્રિમાસિક), રૂ. 1,044 (માસિક) છે તથા 50 વર્ષથી વધુની પ્રવેશ વય ધરાવતા અરજીકર્તાઓ માટે લઘુત્તમ પ્રીમિયમ રૂ. 24,000 (વાર્ષિક), રૂ. 12,286 (અર્ધ-વાર્ષિક), રૂ. 6,216 (ત્રિમાસિક), રૂ. 2,088 (માસિક) છે, જ્યારે મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી.
આપને રસ પડી શકે તેવા અન્ય ઉત્પાદનો
ઉત્પાદન માર્ગદર્શિકા