
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ તરલતા અને જીવન વીમાકવચની સાથે શિસ્તબદ્ધ રીતે કરવામાં આવતી બચતનું શ્રેષ્ઠ મિશ્રણ છે, જે આપના અને આપના પરિવાર માટે ઉત્તમ લાભ પૂરાં પાડે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન ખરીદવા માટેના કારણો
આપની સમયમર્યાદાને અનુરૂપ વિકલ્પો ધરાવતા ટૂંકાગાળા માટે ચૂકવણી કરો અને આપના લાંબાગાળાના લક્ષ્યોને હાંસલ કરો
એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જવાના કિસ્સામાં પણ જીવન વીમાકવચનો લાભ મેળવવાનું ચાલુ રાખો (આપના દ્વારા બે સંપૂર્ણ વર્ષના પ્રીમિયમ ચૂકવી દેવામાં આવ્યાં બાદ લાગુ થાય છે)
વાર્ષિક બોનસ (જો કોઈ હોય તો)ની સાથે સર્વોચ્ચ કમાણીનો આનંદ માણો
આપના એક વાર્ષિક પ્રીમિયમનું 103% જેટલું વળતર સર્વાઇવલ બેનીફિટ (જીવિત રહેવા સંબંધિત લાભ) તરીકે પરત મેળવો
મુદતના અંતે આપને પાકતી મુદતની વીમાકૃત રકમની સાથે સંચિત કરેલું બોનસ (જો કોઈ હોય તો) પણ મળે છે
આપના બેઝ પ્લાનના લાભને વધારવા માટે પ્રીમિયમની છુટની અનુવૃદ્ધિને પસંદ કરો
કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને મેળવવામાં આવેલા લાભ પર કરબચતના લાભ ઉપલબ્ધ થઈ શકે છે.
Click here to view the sample premium rates
પાત્રતાના માપદંડો કયા છે?
અરજી કરવાની લઘુત્તમ વયમર્યાદા 3 વર્ષ (પૉલિસીની મુદત 15 વર્ષ) અને 8 વર્ષ (પૉલિસીની મુદત 10 વર્ષ) છે તથા અરજી કરવાની મહત્તમ વયમર્યાદા 50 વર્ષ છે
પ્લાનને 10 કે 15 વર્ષની પૉલિસી મુદત માટે ખરીદો
10 વર્ષની પૉલિસી મુદત માટે 5 વર્ષ પ્રીમિયમ ચૂકવો અને 15 વર્ષની પૉલિસી મુદત માટે 5/6/7/8 વર્ષ પ્રીમિયમ ચૂકવો
લઘુત્તમ મૂળભૂત વીમાકૃત રકમ રૂ. 1,50,000 છે અને મહત્તમ વીમાકૃત રકમ પર કોઈ મર્યાદા નથી
લઘુત્તમ વાર્ષિક પ્રીમિયમ રૂ. 18,000, અર્ધવાર્ષિક રૂ. 9,215, ત્રિમાસિક રૂ. 4,662 અને માસિક આવર્તન પર તે રૂ. 1,566 છે, જેના મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન કેવી રીતે કામ કરે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ એક મની-બૅક પૉલિસી છે. આ પ્લાન આપને નિશ્ચિત અંતરાલે નાણાં પરત મળે તેની ખાતરી કરે છે. પ્રીમિયમની ચૂકવણીના સમયગાળા દરમિયાન જ આપને નાણાં પરત કરીને આપના નાણાકીય લક્ષ્યોને પૂરાં કરવા માટે આ પ્લાનની રચના કરવામાં આવી છે. પૉલિસીની મુદતના અંતે પાકતી મુદતના લાભને એકસામટી રકમ તરીકે ચૂકવવામાં આવે છે. આ રકમમાં બાકી બચેલી વીમાકૃત રકમ અને પૉલિસીની મુદત દરમિયાન જો કોઈ બોનસ ઉપાર્જિત થયું હોય તો તેનો સમાવેશ થાય છે.
પૉલિસી ચાલું હોય તે દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થઈ જવાના કિસ્સામાં પૉલિસીની મુદત દરમિયાન ચૂકવણીઓ થઈ હોવા છતાં લાભાર્થીઓને સંપૂર્ણ વીમાકૃત રકમ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની મની બૅક પૉલિસીઓ પાર્ટિસિપેટિંગ/નફા સાથેની અથવા તો નોન-પાર્ટિસિપેટિંગ/નફા વગરની હોઈ શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પ્લાન જેવા પાર્ટિસિપેટિંગ પ્લાનમાં વીમાકંપની પૉલિસીની મુદત દરમિયાન રળવામાં આવેલા નફામાંથી એક ચોક્કસ હિસ્સો પૉલિસીધારકને ઉપાર્જિત કરવામાં આવેલા બોનસ (જો કોઈ હોય તો)ના સ્વરૂપે ચૂકવે છે.
આપ આપના વીમાકવચને વિસ્તારવા માટે આપની પૉલિસીમાં રાઇડરો પણ ઉમેરી શકો છો. સામાન્ય રીતે, પૉલિસીની મુદત દરમિયાન જીવિત રહેવા સંબંધિત લાભના સ્વરૂપે વીમાકૃત રકમની એક નિશ્ચિત ટકાવારીની નિયમિત અંતરાલે ચૂકવણી કરવામાં આવે છે. જીવિત રહેવા સંબંધિત લાભ તરીકે ચૂકવવામાં આવેલ વાસ્તવિક ટકાવારી અને અંતરાલનો સમયગાળો પૉલિસીની સ્થિતિ પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં આપને જીવિત રહેવા સંબંધિત લાભ તરીકે વાર્ષિક પ્રીમિયમના 103% જેટલી રકમ પ્રાપ્ત થાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન ભારતમાં ઉપલબ્ધ અન્ય પરંપરાગત વીમા પ્લાનથી કઈ રીતે અલગ છે?
વીમાને પરિવારની કમાણી કરનારી મુખ્ય વ્યક્તિના અકાળે અવસાન જેવી અણધારી ઘટનાઓના કિસ્સામાં એક સુરક્ષાકવચ પૂરું પાડનારા ઉત્પાદન તરીકે જોવામાં આવે છે. વીમા બચત યોજના પરંપરાગત વીમાકવચ સાથે સંકળાયેલા ઓછા જોખમ અને મનની શાંતિની સાથે આપને આપના નાણાંની બચત તેમજ રોકાણ કરવાનો એક સારો વિકલ્પ પૂરો પાડે છે. ભારતમાં અનેક રોકાણ અને બચત પ્લાન ઉપલબ્ધ હોવાથી આપને તેમના વિશે યોગ્ય માહિતી પ્રાપ્ત થાય તે ખૂબ જ જરૂરી છે, જેથી આપ પોતાની અને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા માટે યોગ્ય પસંદગી કરી શકો.
કેટલાક પ્રચલિત વીમા બચત પ્લાનમાં મની બૅક પૉલિસીઓ, ટર્મ ઇન્શ્યોરેન્સ, એન્ડોવમેન્ટ પૉલિસીઓ, હોલ લાઇફ સેવિંગ્સ પ્લાન્સ અને યુલિપનો સમાવેશ થાય છે. તો ચાલો, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની સરખામણી અન્ય પ્લાન સાથે કરીએ.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન વિરુદ્ધ પરંપરાગત લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ પ્લાન
ટર્મ પૉલિસી, પ્યોર પ્રોટેક્શન ઇન્શ્યોરેન્સ પ્લાન તરીકે પણ જાણીતી છે. આ પ્રકારના પ્લાનમાં આપ વીમાકંપનીને માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક ધોરણે એક નિશ્ચિત મુદત માટે એક નિશ્ચિત અને પરવડે તેવું પ્રીમિયમ ચૂકવો છો, જેના બદલામાં આપને વીમાકવચ પ્રાપ્ત થાય છે. પૉલિસીધારકના નિધનના કિસ્સામાં એક ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી લાભાર્થીઓને એકસામટી રકમના સ્વરૂપમાં મૃત્યુ સંબંધિત લાભ ચૂકવે છે.
સામાન્ય રીતે ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનના પ્રીમિયમ પ્રમાણમાં ઓછું હોય છે પરંતુ તેની સામે તેની વીમાકૃત રકમ પ્રમાણમાં ઘણી મોટી હોય છે. જોકે, તમે જો પૉલિસીની મુદતના અંતે જીવિત રહો છો તો, આપને જીવિત રહેવા સંબંધિત કે પાકતી મુદતના કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેતા નથી.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન મની બૅક સેવિંગ્સ પ્લાનમાં આપને પૉલિસીની મુદતના સમયગાળા દરમિયાન જીવન વીમાકવચ પ્રાપ્ત થવાની સાથે-સાથે ટૂંકાગાળાની ચૂકવણીની કટિબદ્ધતાઓની સ્થિતિસ્થાપકતા પણ મેળવી શકો છો. વધુમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની પૉલિસીની મુદતના અંતે આપને પાકતી મુદતે બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમ, સાદું રીવર્ઝનરી બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો) અને ટર્મિનલ બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો) પ્રાપ્ત થાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં આપને આપે પસંદ કરેલ પ્રીમિયમની ચૂકવણીની મુદતને આધારે 4/5/6/7મા વર્ષના અંતે જીવિત રહેવા સંબંધિત લાભ તરીકે એક વાર્ષિક પ્રીમિયમના 103% જેટલી રકમ પરત કરવામાં આવે છે. જો વીમાકૃત વ્યક્તિ પૉલિસીની મુદતના અંત સુધી જીવિત ન રહે તો તેમના નોમીનીઓને જીવિત રહેવા સંબંધતિ લાભ ચૂકવવામાં આવ્યાં હોય કે ન હોય, તેઓ સંપૂર્ણ વીમાકૃત રકમ અને બોનસ (જો કોઈ હોય તો) મેળવવા માટે હકદાર રહે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન વિરુદ્ધ એન્ડોવમેન્ટ પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન જેવા મની બૅક સેવિંગ્સ પ્લાન એન્ડોવમેન્ટ પૉલિસીઓના વર્ગમાં આવે છે. એક પ્યોર એન્ડોવમેન્ટ પૉલિસીમાં આપને જીવન વીમાકવચના સંદર્ભમાં પરંપરાગત વીમા પ્લાનના તમામ લાભ પ્રાપ્ત થાય છે. વધુમાં, આપ પૉલિસીની મુદતના અંતે આપને પાકતી મુદતના લાભ તરીકે ચૂકવવામાં આવતી એક નોંધપાત્ર રકમ એકસામટી મેળવવા માટે પણ હકદાર રહો છો. પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં નોમીનીઓને એકસામટી રકમ તરીકે મૃત્યુ સંબંધિત લાભ અથવા તો પસંદ કરવામાં આવેલ પૉલિસીની સ્થિતિ પર આધાર રાખી વિવિધ અંતરાલે માસિક ચૂકવણીઓ ચૂકવવામાં આવે છે.
અહીં આપણે સરખામણી કરીએ તો, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન મની બૅક સેવિંગ્સ પ્લાન એ એક એન્ડોવમેન્ટ પ્લાન છે, જે લિક્વિડિટી (નાણાંની પ્રવાહિતા)નો લાભ પૂરો પાડે છે. પૉલિસીની મુદતના અંતે ફક્ત એક મોટી રકમ પ્રાપ્ત થવાને બદલે આપને પૉલિસીની મુદત દરમિયાન એક નિશ્ચિત તબક્કે જીવિત રહેવા સંબંધિત લાભ તરીકે આપના નાણાં પાછા પણ મળે છે. આ પ્રકારે આપને ફક્ત પૉલિસીની મુદતના અંતે જ નહીં પરંતુ પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન જીવિત રહેવા સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે. એક જ પૉલિસીમાં સંયોજિત કરવામાં આવેલ જીવન વીમા અને લિક્વિડિટીના લાભની મદદથી આપના બચતના લક્ષ્યો પૂરાં કરો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન વિરુદ્ધ હોલ લાઇફ સેવિંગ્સ પ્લાન
પરંપરાગત લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ પ્લાન અને એન્ડોવમેન્ટ પૉલિસીઓ આપને 60-70 વર્ષ સુધીનું જીવન વીમાકવચ પૂરું પાડે છે, જ્યારે હોલ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન આપ જીવિત રહો ત્યાં સુધી અથવા તો 99/100 વર્ષની અગાઉથી નિર્ધારિત કરવામાં આવેલ વય સુધી, બેમાંથી જે પહેલી આવે ત્યાં સુધી પરંપરાગત જીવનવીમા કવચ પૂરું પાડે છે. હોલ લાઇફ સેવિંગ્સ પ્લાનમાં આપ પૉલિસીને પાકતી મુદત સુધી લંબાવી શકો છો અથવા તો, જીવિત રહેવા સંબંધિત લાભ અને જો કોઈ બોનસ હોય તો તેનો દાવો કરી શકો છો.
સ્થિતિસ્થાપક ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન મની બૅક સેવિંગ્સથી અલગ એક હોલ લાઇફ સેવિંગ્સ પ્લાનમાં સમયાંતરે ચૂકવણીઓ કરવામાં આવતી નથી. જો નાણાંની પ્રવાહિતા અને નાણાંનો નિયમિત પ્રવાહ આપના માટે સવિશેષ મહત્વ ધરાવતા હોય તો, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન આપને જરૂરિયાતોને વધુ અનુકૂળ આવશે. આપને પૉલિસીની મુદત દરમિયાન જીવિત રહેવા સંબંધિત લાભ તરીકે એક વર્ષના પ્રીમિયમના 103% જેટલી રકમ પ્રાપ્ત થવાની સાથે આપ પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન જીવન વીમાકવચની સાથે ટૂંકાગાળા માટેની બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ પણ માણી શકો છો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન વિરુદ્ધ યુલિપ
એક પરંપરાગત વીમા-કમ-બચત પ્લાન તરીકે મની બૅક પૉલિસીઓ માર્કેટ સાથે જોડાયેલ નથી. જે લોકો જોખમ લેવા નથી માંગતા, તેમના માટે તે શ્રેષ્ઠ નાણાકીય સાધન છે. યુલિપ અથવા યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ એવા લોકો માટે છે, જેમની જોખમ લેવાની ક્ષમતા પ્રમાણમાં થોડી વધારે છે. યુલિપ એ ઇન્શ્યોરેન્સ-કમ-ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, જે માર્કેટની હિલચાલ પર નિર્ભર છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં પાકતી મુદતે બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમ ચૂકવવામાં આવે છે અને તેની પર માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારનું કોઈ જોખમ રહેલું નથી.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની મહત્વની વિશેષતાઓ કઈ છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ જીવન વીમાકવચની સાથે શિસ્તબદ્ધ રીતે થતી બચત અને નાણાંની પ્રવાહિતાનું શ્રેષ્ઠ સંયોજન છે. આ મર્યાદિત પ્રીમિયમ પ્લાન સમયાંતરે બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ તથા પ્રીમિયમની ચૂકવણીના સમયગાળામાં આપના નાણાં સુધીની પહોંચ પણ પૂરી પાડે છે.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની મદદથી આપની સમયમર્યાદાને અનુરૂપ આવનારા વિકલ્પોની સાથે ટૂંકાગાળા માટે ચૂકવણી કરો અને આપના લાંબાગાળાના લક્ષ્યોને પૂરાં કરો.
- આપ જો એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો પણ જીવન વીમાકવચના લાભ મેળવવાનું ચાલું રાખો (આપ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી દો તે પછી લાગુ થાય છે).
- વાર્ષિક બોનસ (જો જાહેર કરવામાં આવે તો) મેળવીને વધારાની કમાણી કરો.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન હેઠળ જીવિત રહેવા સંબંધિત લાભ તરીકે એક વર્ષના પ્રીમિયમના 103% જેટલી રકમને પરત મેળવો.
- પ્લાનની મુદતના અંતે પાકતી મુદતે આપની વીમાકૃત રકમ વત્તા ઉપાર્જિત કરવામાં આવેલ બોનસ (જો જાહેર કરવામાં આવેલ હોય તો) મેળવો.
- ભવિષ્યના પ્રીમિયમની ચૂકવણીના ભારણમાંથી આપના પ્રિયજનોને સુરક્ષિત રાખવા વેવર ઑફ પ્રીમિયમ રાઇડરને ઉમેરવાનો વિકલ્પ.
- સરળતાથી અને સુવિધાજનક રીતે ઓનલાઇન ખરીદવાનો વિકલ્પ.
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવેલા લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે.
મારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની શા માટે જરૂર છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ એક મની બૅક સેવિંગ્સ પ્લાન છે. જેઓ વીમાના રોકાણમાંથી નિયમિત આવકની સાથે-સાથે જીવન વીમાકવચ પણ મેળવવા માંગે છે, તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આપ જો આશ્રિતો ધરાવતા હો તો, એ સમજી શકાય એમ છે કે, આપ આપની ગેરહાજરીમાં તેમની આર્થિક સુરક્ષા માટે ચિંતિત હો. ફુગાવા અને જીવનનિર્વાહની વધતી જઈ રહેલી કિંમતોને ધ્યાન પર લઇએ તો, આજે જેટલું પૂરતું છે, તે આવનારા વર્ષોમાં જીવનના બે છેડાં ભેગા કરવા માટે પૂરતું ગણાશે નહીં. એક વીમા બચત પ્લાનમાં આપ વધતી જઈ રહેલી કિંમતો તેમજ આપના અકાળે અવસાનના કિસ્સામાં આવક ગુમાવી દેવાની સામે સંરક્ષણ મેળવી શકો છો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ એક મની બૅક સેવિંગ્સ પ્લાન છે, જે ઓછું જોખમ, બાંયધરીપૂર્વકના વળતર, ટૂંકાગાળાની ચૂકવણીઓની કટિબદ્ધતા અને નાણાંની પ્રવાહિતા જેવી વિશેષતાઓ ધરાવે છે.
પરંપરાગત વીમાકવચની મનની શાંતિ માટે
પૉલિસી દરમિયાન જીવન વીમાકવચ પૂરું પાડતાં મની બૅક સેવિંગ્સ પ્લાન ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની મદદથી પરંપરાગત વીમાકવચનો લાભ મેળવો. પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં એકસામટી રકમ તરીકે પૂરાં પાડવામાં આવતાં મૃત્યુ સંબંધિત લાભ આપની ગેરહાજરીમાં આપના પરિવારને નાણાંકીય સુરક્ષા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં આપ જો એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ, તો પણ આપનું વીમાકવચ ચાલું જ રહે છે (આપ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવી દો તે પછી લાગુ થાય છે).
જીવિત રહેવા સંબંધિત લાભ અને પાકતી મુદતના લાભ મેળવવા
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન મની બૅક પૉલિસીમાં આપ પરંપરાગત વીમાકવચ પર આધાર રાખવાની સાથે-સાથે જીવિત રહેવા સંબંધિત લાભ પણ મેળવી શકો છો. ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીથી અલગ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન કોઇપણ પ્રકારની પ્રતિકૂળ ઘટનામાં નાણાકીય સુરક્ષાની ખાતરી કરે છે. પૉલિસીની પાકતી મુદતે આપ જો જીવિત રહો છો તો, આપ પાકતી મુદતે બાંયધરીપૂર્વકની વીમાકૃત રકમ તથા ઉપાર્જિત કરવામાં આવેલ બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો) મેળવવાને હકદાર ગણાઓ છો.
જોખમથી મુક્ત વળતર મેળવવા માટે
કેટલાક લોકો જોખમ લેવાની વધારે ક્ષમતા ધરાવતા હોય છે, જ્યારે કેટલાક લોકો જોખમથી દૂર રહેતા હોય છે. જે લોકો જોખમ લેવાની વધારે ક્ષમતા ધરાવે છે, તેઓ માર્કેટ સાથે જોડાયેલા પ્લાન, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. જોકે, એનો અર્થ એ નથી કે, જે લોકો જોખમ લેવા નથી માંગતા તેમના માટે રોકાણ કરવાના કોઈ વિકલ્પ નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની મદદથી આપ જોખમથી મુક્ત વળતરના લાભ મેળવી શકો છો.
નાણાંની પ્રવાહિતાના લાભ મેળવવા માટે
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનને અન્ય બચત સાધનોથી અલગ પાડનાર પ્રાથમિક પરિબળોમાંનું એક પરિબળ નાણાંની પ્રવાહિતાનો લાભ છે, જે આ પૉલિસી પૂરો પાડે છે. પૉલિસીની મુદત દરમિયાન અગાઉથી નિર્ધારિત કરવામાં આવેલ અંતરાલે આપને એક વર્ષના પ્રીમિયમની રકમના 103% જેટલી રકમ પ્રાપ્ત થશે. આપ આ રકમને ઉપાડવાનું અથવા તો તેને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનના પ્રીમિયમની ચૂકવણી તરીકે ફરીથી રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. આ સર્વાઇવલ બેનીફિટ આપને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનને તોડાવ્યાં કે સરેન્ડર કર્યા વગર આપના વર્તમાન ખર્ચાઓને પહોંચી વળવામાં નાણાંની પ્રવાહિતા પૂરી પાડે છે.
આપના માટે, આપના દ્વારા
આપને જ્યારે પણ કોઈ નવા ખર્ચાઓ આવે ત્યારે કોઈ આપની મદદે આવે અને આપના આ ખર્ચાઓની જવાબદારી સંભાળી લે તો કેવું? ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનને પસંદ કરીને આપ પોતે જ પોતાની મદદ કરી શકો તેમ છો. આ પ્લાન એ આપના દ્વારા પોતાને જ આપવામાં આવેલી એક સુંદર ભેટ છે. મર્યાદિત વર્ષો માટે પ્રીમિયમ ચૂકવો અને પૉલિસીની મુદતના અંત સુધી જીવન વીમાકવચ, જીવિત રહેવા સંબંધિત લાભ અને પાકતી મુદતના લાભની સાથે-સાથે જો કોઈ બોનસ જાહેર કરવામાં આવ્યું હોય તો તેનો લાભ પણ મેળવો. અને સૌથી મહત્વની બાબત, પૉલિસીના સમયગાળા દરમિયાન કોઇપણ કમનસીબ ઘટના ઘટે તો, મૃત્યુ સંબંધિત લાભ દ્વારા આપના પ્રિયજનોની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનના લાભ કયા છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, મર્યાદિત ચૂકવણી ધરાવતો, મની બૅક લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જેની રચના પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત દરમિયાન નાણાં પરત કરીને આપના નાણાકીય લક્ષ્યો પૂરાં કરવા, આપ જો એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો પણ આપનું જીવન વીમાકવચ ચાલું રાખવા, પાકતી મુદતે બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો)ની કમાણી કરવા, પૉલિસીધારકના અવસાનના કિસ્સામાં જીવન વીમાકવચની મદદથી આપના પ્રિયજનોનું રક્ષણ કરવા માટે થઈ છે.
ખાતરીપૂર્વકનું વળતર
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની મદદથી આપ એ વાતની ખાતરી રાખી શકો છો કે, આપના દ્વારા બચત કરવામાં આવેલ નાણાંમાંથી આપ વધુ જ ઉપજાવી શકશો. છેલ્લાં વર્ષના પ્રીમિયમની ચૂકવણી પહેલાં આપ આ પૉલિસી હેઠળ આપના વાર્ષિક પ્રીમિયમથી 103% જેટલો જીવિત રહેવા સંબંધિત લાભ મેળવો છે.
કોઈ જોખમ નહીં
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ એક નોન-લિંક્ડ પ્લાન હોવાથી રોકાણકારને તેમાં કોઈ જોખમ રહેલું નથી. આપની વીમાકૃત રકમ અને જીવિત રહેવા સંબંધિત/પાકતી મુદતે પ્રાપ્ત થતાં/મૃત્યુ સંબંધિત લાભ માર્કેટ ફંડના મૂલ્યમાં આવતાં ચઢાવ-ઉતારથી જરાયે પ્રભાવિત થતાં નથી. જ્યાં સુધી પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરીને પૉલિસીને ચાલું રાખવામાં આવે, ત્યાં સુધી આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવેલ લાભ મેળવવાને હકદાર ગણાઓ છો.
અનેકવિધ ફાયદા
પરંપરાગત વીમાકવચ + મની બૅક તરીકે વાર્ષિક પ્રીમિયમના 103% + પાર્ટિસિપેટરી બોનસ (જો કોઈ હોય તો) + કરની બચત... ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એક એવો પ્લાન છે, જે અઢળક ફાયદા આપે છે.
જીવન વીમાકવચ ચાલું રહેવું
આપની પૉલિસી એકવાર પેઇડ-અપ મૂલ્ય પ્રાપ્ત કરી લે તે પછી જો આપ એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો પણ આપની પૉલિસી ચાલું જ રહે છે. આપની પૉલિસી નહીં ચૂકવવામાં આવેલા પ્રથમ પ્રીમિયમની તારીખથી એક વર્ષ સુધી ચાલું રહે છે.
સ્થિતિસ્થાપકતા
વાત જ્યારે પ્રીમિયમની ચૂકવણી કરવાના સમયગાળા અને મૉડની આવે ત્યારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન આપને સંપૂર્ણ સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. આપ આપની મરજી પ્રમાણે પ્લાનની 10થી 15 વર્ષની મુદત તથા 10 વર્ષની પૉલિસી માટે 5 વર્ષની પ્રીમિયમની ચૂકવણી મુદત અને 15 વર્ષની પૉલિસી માટે 5/6/7/8 વર્ષની પ્રીમિયમની ચૂકવણી મુદત પસંદ કરી શકો છો. પૉલિસીની મુદત દરમિયાન વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં નોમીનીને ચૂકવવામાં આવતા મૃત્યુ સંબંધિત લાભ એકસામટી રકમના સ્વરૂપમાં અથવા તો આગામી 5/10/15 વર્ષમાં માસિક આવકની ચૂકવણી સ્વરૂપે હોઈ શકે છે.
વૈકલ્પિક એડ-ઑન રાઇડર્સ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં આપની પૉલિસી આપની જરૂરિયાતોને અનુરૂપ હોય તેની ખાતરી કરવા માટે આપની પાસે એડવાન્સ્ડ રાઇડર્સ ઉમેરવાનો વિકલ્પ રહે છે. આ પ્લાન હેઠળ, ઉપલબ્ધ રાઇડર્સમાં મૃત્યુ થતાં પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ, આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવા પર પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ તથા મૃત્યુ અથવા આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા કે ગંભીર બીમારી આવવા પર પ્રીમિયમની ચૂકવણી કરવામાંથી મુક્તિનો સમાવેશ થાય છે.
પાર્ટિસિપેટરી બોનસ
ઇન્ડિયાફ્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન જેવા પાર્ટિસિપેટિંગ અથવા તો નફા સાથેના બચત પ્લાનના કરાર હેઠળ વીમાકંપની સાદું રીવર્ઝનરી બોનસ અને/અથવા ટર્મિનલ બોનસ જાહેર કરી શકે છે. આ રકમ પૉલિસીની પાકતી મુદતે આપને પ્રાપ્ત થતી અંતિમ ચૂકવણીમાં વધારો કરી શકે છે.
લૉનની સુવિધા
આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનની સામે લૉન મેળવી શકો છો. કોઇપણ સમયે આપને કેટલી લૉન મળી શકે છે, તેનો આધાર સરેન્ડર વેલ્યૂ પર રહેલો છે અને આપને લૉન સરેન્ડર વેલ્યૂના 90% જેટલી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
કર સંબંધિત લાભ
કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત થતાં લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે. જોકે, તે સરકારના કર સંબંધિત કાયદા મુજબ સમયાંતરે બદલાવાને આધિન છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન માટેના પાત્રતાના માપદંડ કયા છે?
- પૉલિસીની 10 વર્ષની મુદત માટે પૉલિસી લેતી વખતે લઘુત્તમ વય 8 વર્ષ અને પૉલિસીની 15 વર્ષની મુદત માટે લઘુત્તમ વય 3 વર્ષ હોવી જોઇએ.
- પાકતી મુદતે મહત્તમ વય 65 વર્ષ હોવી જોઇએ.
- 10 કે 15 વર્ષની પૉલિસીની મુદત માટે પ્લાન ખરીદો અને 10 વર્ષની પૉલિસી માટે 5 વર્ષની મર્યાદિત મુદત માટે પ્રીમિયમ ચૂકવો અથવા 15 વર્ષની પૉલિસી માટે 5/6/7/8 વર્ષની મર્યાદિત મુદત માટે પ્રીમિયમ ચૂકવો.
- લઘુત્તમ મૂળભૂત વીમાકૃત રકમ રૂ. 1,50,000 છે. તો મહત્તમ વીમાકૃત રકમ પર કોઈ મર્યાદા નથી.
- લઘુત્તમ પ્રીમિયમ વાર્ષિક રૂ. 18,000, અર્ધવાર્ષિક રૂ. 9,215, ત્રિમાસિક રૂ. 4,662 અથવા માસિક રૂ. 1,566 છે, જેમાં મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી.
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં કોઈ રાઇડર્સ ઉપલબ્ધ છે?
હા, પૉલિસીધારક/વીમાકૃત વ્યક્તિના મૃત્યુ, આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવા કે ગંભીર બીમારી થઈ જવાના કિસ્સામાં આપની બેઝિક પૉલિસીના ભવિષ્યના પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ મેળવી પોતાને ટેકારૂપ થવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેવર ઑફ પ્રીમિયમ (WOP)ને પસંદ કરી શકો છો. ચોક્કસ મુદતનો આધાર આપની પૉલિસીમાં ઉમેરવા માટે આપે પસંદ કરેલ રાઇડરના વિકલ્પ પર રહેલો છે.
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં પ્રીમિયમની ચૂકવણી કયા મૉડ્સથી શકે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં આપને પ્રીમિયમની ચૂકવણી કરવા માટે એકથી વધુ મૉડ્સ પ્રાપ્ત થાય છે, જેમ કે, માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક.
-
જો હું મારું પ્રીમિયમ સમયસર ન ચૂકવું તો મને કોઈ દંડ થાય છે?
ચૂકી જવામાં આવેલા પ્રીમિયમની ચૂકવણીની નિયત તારીખથી આપને ગ્રેસનો સમયગાળો આપવામાં આવે છે, જે દરમિયાન પૉલિસી ચાલું ગણવામાં આવે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક ફ્રીક્વન્સી માટે પ્રીમિયમની ચૂકવણીની નિયત તારીખથી 30 દિવસનો ગ્રેસનો સમયગાળો આપવામાં આવે છે, જ્યારે માસિક ફ્રીક્વન્સી માટે 15 દિવસનો ગ્રેસનો સમયગાળો આપવામાં આવે છે. જો પૉલિસીએ પેઇડ-અપ વેલ્યૂ મેળવી લીધી હોય તો આપનું જીવન વીમાકવચ ચાલું રહેશે.
-
જો હું મારા નવા ખરીદેલા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાનથી નાખુશ હોઉં તો હું શું કરી શકું?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પૅ પ્લાન એ એક ફ્લેક્સિબલ પૉલિસી છે, જેને આપ ફ્રી લૂકના સમયગાળા દરમિયાન અજમાવી શકો છો. આપ જો પૉલિસીના કોઇપણ નિયમો અને શરતો સાથે સંમત ન થાઓ તો આપને પૉલિસી પ્રાપ્ત થયાંની તારીખથી 15 દિવસની અંદર પૉલિસીને પરત કરી શકો છો. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા તો ઇલેક્ટ્રોનિક મૉડ મારફતે ખરીદવામાં આવેલ પૉલિસીઓ માટે ફ્રીલૂકનો સમયગાળો 30 દિવસનો રહેશે.
-
આ પૉલિસીમાં હું લૉન મેળવી શકું?
હા, આપ આ પ્લાન હેઠળ લૉનની સુવિધાનો લાભ મેળવી શકો છો. કોઇપણ સમયે આપને કેટલી લૉન મળી શકે છે, તેનો આધાર સરેન્ડર વેલ્યૂ પર રહેલો છે. આપને લૉન સરેન્ડર વેલ્યૂના 90% જેટલી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લૉનની લઘુત્તમ રકમ રૂ. 1,000 હોવી જોઇએ.
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
ઉત્પાદન માર્ગદર્શિકા