ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન

સરળ જીવન, સુખી જીવન!

GET A QUOTE

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ પ્યોર ટર્મ વીમા પૉલિસી છે, જેની રચના કોઈ કમનસીબ ઘટના/ઓ ઘટવાના કિસ્સામાં આપના પરિવારની નાણાકીય સુખાકારીની ખાતરી કરવા માટે કરવામાં આવી છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન ખરીદવા માટેના કારણો

 • પરવડે તેવી કિંમતે જીવન વીમાકવચની મદદથી આપના પરિવાર માટે નાણાકીય સુરક્ષાકવચ મેળવો

 • પૉલિસીમાં 40 વર્ષ સુધી આપના પ્રિયજનોને સુરક્ષાકવચ પૂરું પાડો

 • આપ રૂ. 50 લાખ સુધીનું વીમાકવચ પ્રાપ્ત કરતાં હોવાથી આપ પૂરતું વીમાકવચ ધરાવો છો તેની ખાતરી કરો

 • આપની અનુકૂળતા મુજબ પ્રીમિયમ ચૂકવો; એકવારમાં, મર્યાદિત સમયગાળા માટે અથવા નિયમિત રીતે

 • કોવિડ-19 સામે આપના પ્રિયજનોને સુરક્ષા પૂરી પાડો. કોવિડ-19 કારણે મૃત્યુ થવાના કિસ્સામાં પણ અમે એકસામટી રકમની ચૂકવણી કરીશું

 • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવેલ લાભ પર કર# સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે.

 • પ્રીમિયમના સેમ્પલના દરો જોવા માટે અહીં ક્લિક કરો

પાત્રતાના માપદંડો કયા છે?

 • અરજી કરવા માટેની લઘુત્તમ વય 18 વર્ષ છે અને અરજી કરવા માટેની મહત્તમ વય 65 વર્ષ છે

 • પ્લાનના અંતે લઘુત્તમ વય 23 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ હોવી જોઇએ

 • લઘુત્તમ વીમાકૃત રકમઃ રૂ. 5,00,000. મહત્તમ વીમાકૃત રકમઃ રૂ. 50,00,000

 • લઘુત્તમ પ્રીમિયમ વાર્ષિક રૂ. 1,300, અર્ધ વાર્ષિક રૂ. 665, માસિક રૂ. 113 અને સિંગલ પ્રીમિયમ પૉલિસી પર રૂ. 5,200 છે.

 • મહત્તમ પ્રીમિયમ વાર્ષિક રૂ. 3,18,000, અર્ધ વાર્ષિક રૂ. 1,62,784, માસિક રૂ. 27,666 અને સિંગલ પ્રીમિયમ પૉલિસી પર રૂ. 10,72,000 છે.

Product Brochure

DOWNLOAD BROCHURE FILE

ઇન્ડિયાફર્સ્ટ સરલ જીવન બીમા પ્લાન


રજૂ કરી રહ્યાં છીએ, આપને સુરક્ષા અને મનની શાંતિ આપનારો પ્યોર પ્રોટેક્શન ટર્મ પ્લાન, ઇન્ડિયાફર્સ્ટ સરલ જીવન બીમા પ્લાન. કોઇપણ કમનસીબ ઘટના/ઓના કિસ્સામાં આપના પ્રિયજનોની રક્ષા કરવા માટે તૈયાર કરવામાં આવેલી સરલ જીવન બીમા યોજના ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા સમર્થિત છે. IRDAI દ્વારા સમર્થિત ‘સરલ’ પ્લાન્સ ખૂબ જ સરળ વીમા ઉત્પાદનો છે, જે લોકોની વિવિધ જરૂરિયાતોને સંતોષે છે.

ઇન્ડિયાફર્સ્ટ સરલ જીવન પ્લાનની રચના એ જ સીધીસાદી રીતે કરવામાં આવી છે. એક પ્યોર પ્રોટેક્શન ટર્મ પ્લાન હોવાથી આ જીવન સરલ પૉલિસીનો ઉદ્દેશ્ય, ઘર ચલાવનારી મુખ્ય વ્યક્તિ તરીકે આપ જ્યારે આપની જવાબદારીઓ પૂરી કરવા માટે આપના પ્રિયજનો સાથે ન હો ત્યારે તેમની નાણાકીય સુરક્ષા અકબંધ રહેશે એવી ખાતરી આપી આપને મનની શાંતિ આપવાનો છે.

ઇન્ડિયાફર્સ્ટ સરલ બીમા યોજનામાં આપ કોઇપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં આ પ્લાનની સમૃદ્ધ વિશેષતાઓ અને લાભને માણી શકો તે માટે આપે ખૂબ જ નજીવી રકમ ચૂકવવાની રહે છે.

ઇન્ડિયાફર્સ્ટ સરલ જીવન બીમા પ્લાન શું છે?


આપ જો ભારતમાં ખટપટથી મુક્ત ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાનને શોધી રહ્યાં હો તો, આ માટેના ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે. વીમાની સેવા પૂરી પાડનારી કંપની પર આધાર રાખી આપને ઘણી બધી વિશેષતાઓ, લાભ, સ્થિતિસ્થાપક સુવિધાઓ અને પાકતી મુદતના વિકલ્પો પ્રાપ્ત થઈ શકે છે.

જોકે, પૉલિસીધારકે પૉલિસી ખરીદતા પહેલાં પૉલિસીના લાભને સમજવા માટે આ બધી જ વિગતો, નિયમો અને શરતો તથા બાકાતીઓ અંગે જાણકારી મેળવવાની સમસ્યાભરી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આપને પસંદગી કરવા માટે વ્યાપક વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આપ મૂંઝાઈ જાઓ તે સ્વાભાવિક છે.

સૌ કોઇને વીમાકવચ સુધીની પહોંચ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે IRDAIએ સરલ બીમા યોજના અને સરલ પેન્શન યોજના રજૂ કરી છે. IRDAIની માર્ગદર્શિકા મુજબ, વીમાકંપનીઓએ 1 જાન્યુઆરી, 2021થી લોકોને સરલ પૉલિસીઓ ઉપલબ્ધ કરાવવી આવશ્યક છે. IRDAI દ્વારા સમર્થિત ઇન્ડિયાફર્સ્ટ સરલ જીવન બીમા પ્લાન એ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સરલ જીવન બીમા પૉલિસી છે.

ઇન્ડિયાફર્સ્ટ સરલ જીવન બીમા પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ પ્યોર ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જેનો ઉદ્દેશ્ય, કોઇપણ કમનસીબ ઘટના/ઓના કિસ્સામાં આપના પરિવારજનો'ની નાણાકીય સુખાકારીની ખાતરી કરવાનો છે. આપ આ સરલ જીવન બીમા પૉલિસીની મદદથી પરવડે તેવા દરોએ જીવન વીમાકવચ મેળવીને આપના પરિવારની નાણાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરી લો છો. જીવન સરલ પ્લાન આપને એક પૉલિસીમાં 40 વર્ષ સુધી લાભ, સુવિધાઓ અને જીવન વીમાકવચ પૂરાં પાડે છે.

આ પૉલિસી દ્વારા પૂરાં પાડવામાં આવતાં જીવન સરલના લાભ ઉપરાંત, આપને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સની પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે, જેની પર આપ ભરોસો મૂકી શકો છો. આથી, આપની અનુકૂળતા મુજબ પ્રીમિયમની ચૂકવણી કરો અને આપના અકાળે અવસાનના કિસ્સામાં આપનું વીમાકવચ આપના પરિવારને સારી સ્થિતિમાં રાખશે તે અંગે નિશ્ચિંત થઈ જાઓ.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?


ભારતીય માર્કેટમાં ટર્મ ઇન્શ્યોરન્સ અને પેન્શન પ્લાનને રજૂ કરવા માટે IRDAIએ પ્લાન અને તેના લાભાલાભને વર્ણવવા માટે ‘સરલ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. સરલ શબ્દનો અર્થ આપણે સૌ જાણીએ છીએ તેમ સીધું-સરળ તેમ થાય છે અને સરલ બીમા પ્લાન્સની રચના આ માપદંડને પૂરાં કરવા માટે થઈ છે. આપ જો પ્યોર પ્રોટેક્શન ટર્મ પ્લાનને ખરીદવા માંગતા હો તો, કોઈ પણ પસંદગી કરતાં પહેલાં વીમા ઉદ્યોગની શબ્દજાળ સમજવી જરૂરી છે.

તો ચાલો, ઇન્ડિયાફર્સ્ટ સરલ જીવન બીમા યોજના આપને શું આપે છે, તે પહેલાં વિગતવાર સમજીએઃ

નોન-લિંક્ડ જીવન સરલ પૉલિસીના લાભઃ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન એ એક નોન-લિંક્ડ પ્લાન છે, જે કેપિટલ માર્કેટ (મૂડી બજાર)ના ચઢાવ-ઉતાર સાથે જોડાયેલ નથી. આ બાબત જીવન સરલ પ્લાનને જોખમ નહીં લેવા માંગતા રોકાણકારો માટે પર્ફેક્ટ બનાવે છે. ટર્મ પ્લાનમાં આપનું લક્ષ્ય નાણાં રળવાનું કે આપની બચતને વધારવાનું નથી.

સરલ જીવન બીમા પૉલિસીમાં આપ નજીવી રકમ ચૂકવીને પૉલિસીની મુદત દરમિયાન જીવન વીમાકવચ મેળવો છો. જીવન સરલ પૉલિસી માર્કેટ સાથે જોડાયેલી નહીં હોવાથી ભારતના મૂડીબજારમાં આવતાં ચઢાવ-ઉતારથી તેના મૂલ્યમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી, એટલે, આપ જે જુઓ છો, તે જ મેળવો છો.

નોન-પાર્ટિસિપેટિંગ જીવન સરલના લાભઃ

એક પાર્ટિસિપેટિંગ પ્લાનમાં પ્લાન દ્વારા આવરી લેવામાં આવેલ સમય દરમિયાન વીમાકંપનીએ કેવું સારું પ્રદર્શન કર્યું છે, તેના પર આધાર રાખી વીમાકંપની ચોક્કસ બૉનસ કે વધારાની આવકના વિકલ્પોને જાહેર કરી શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન એ એક નોન-પાર્ટિસિપેટિંગ નફા સિવાયનો પ્લાન છે, જે જીવન સરલ યોજના પ્લાનની શરૂઆતમાં બાંયધરી આપવામાં આવેલ જીવન સરલ પૉલિસીના લાભ જ પૂરાં પાડે છે.

ઇન્ડિવિડ્યૂઅલ પ્યોર પ્રોટેક્શન સરલ જીવન બીમા પ્લાનઃ

આપ કેટલીક ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે વીમા ઉત્પાદન ખરીદો છો. ઉદાહરણ તરીકે, આપ દર થોડા વર્ષે આપની બચતનો થોડો હિસ્સો પરત આપતાં મની-બૅક પ્લાનને શોધી રહ્યાં હો તો, કૅશ-બૅક એન્ડોવમેન્ટ પૉલિસી આપના માટે શ્રેષ્ઠ રહેશે. તે જ રીતે, આપને જો રીટાયરમેન્ટ પ્લાન જોઇતો હોય તો, ઘણાં ઇન્શ્યોરન્સ ઇન્સ્ટ્રૂમેન્ટ આપને નિવૃત્તિ માટેનું ભંડોળ રચવાનો મોકો આપે છે, જેમાં પ્લાન ચાલું હોવાની સાથે-સાથે જ આપ જીવન વીમાકવચનો લાભ પણ મેળવી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન એ એક પ્યોર ટર્મ પ્લાન છે, જેની રચના એક પ્રાથમિક હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે છે - તમામ આર્થિક વર્ગો, જ્ઞાતિ, પંથ, જાતિ અને જીવનના તબક્કાને ધ્યાનમાં રાખીને પ્યોર પ્રોટેક્શન લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન પૂરો પાડવો.

આ જીવન સરલ યોજનાની સાથે આપ પ્રીમિયમની ચૂકવણીની નિશ્ચિત મુદત માટે માસિક, અર્ધ-વાર્ષિક અથવા સિંગલ પ્રીમિયમની ફ્રીક્વન્સીએ આપ નિશ્ચિત પ્રીમિયમની ચૂકવણી કરો છો. તેના બદલામાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીની નિશ્ચિત મુદત દરમિયાન વ્યાપક જીવન વીમાકવચ પૂરું પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનની વિશેષતાઓ

 • પરવડે તેવી કિંમતે જીવન વીમાકવચની સાથે આપના પરિવાર માટે નાણાકીય સુરક્ષા મેળવો.
 • સરલ જીવન બીમા પૉલિસીનો ઉપયોગ કરીને 40 વર્ષ સુધી આપના પ્રિયજનો માટે સુરક્ષાકવચ ઊભું કરો.
 • આપ રૂ. 50 લાખ સુધીની મહત્તમ બાંયધરીપૂર્વકની રકમની સાથે પૂરતું વીમાકવચ ધરાવતા હો તેની ખાતરી કરો.
 • એક જ વારમાં ચૂકવણી, મર્યાદિત સમયગાળા માટે ચૂકવણી કે પછી માસિક કે અર્ધ-વાર્ષિક રીતે નિયમિત ચૂકવણીના વિકલ્પોની મદદથી આપની અનુકૂળતા મુજબ પ્રીમિયમ ચૂકવો.
 • કોવિડ-19ને કારણે મૃત્યુ થાય તો, લમસમ જીવન સરલ ડેથ બિનિફિટની મદદથી કોવિડ-19 સામે આપના પ્રિયજનો માટે સુરક્ષાકવચ ઊભું કરો.
 • દેશમાં પ્રવર્તમાન કર સંબંધિત કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મેળવેલા લાભ પર ઉપલબ્ધ કર સંબંધિત લાભ અને બાકાતીઓનો લાભ ઉઠાવો.
 • આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સરલ જીવન બીમા પૉલિસી ખરીદો તે પહેલાં પ્રીમિયમના સેમ્પલના દરો, જીવન સરલ પૉલિસીના લાભ અને જીવન સરલ પ્લાન્સની પાકતી મુદતે શું થશે, તે તમામ બાબતોની સમજણ મેળવો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનની પાત્રતાના માપદંડો કયા છે?


સરલ જીવન બીમા પ્લાનને સરળ અને સીધોસાદો રાખવા માટે આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન ખરીદો તે પહેલાં સ્પષ્ટપણે વ્યખ્યાયિત કરવામાં આવેલ માપદંડોની યાદીની જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી છે.

 • તેના માટે અરજી કરવાની લઘુત્તમ વય 18 વર્ષ છે અને અરજી કરવાની મહત્તમ વય 65 વર્ષ છે.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનના અંતે લઘુત્તમ વય 23 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ હોવી જોઇએ.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન હેઠળ, લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 5,00,000 રાખવામાં આવી છે, જ્યારે મહત્તમ વીમાકૃત રકમ રૂ. 50,00,000 સુધીની હોઈ શકે છે.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન હેઠળ ચૂકવવાના પ્રીમિયમની લઘુત્તમ રકમ વાર્ષિક રૂ. 1,300, અર્ધ-વાર્ષિક રૂ. 665 અથવા માસિક 113 છે. આ ઉપરાંત, આપ સિંગલ પ્રીમિયમ પૉલિસી તરીકે પણ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન મેળવી શકો છો, જેમાં આપે રૂ. 5,200નું લઘુત્તમ પ્રીમિયમ એક જ વારમાં ચૂકવવાનું રહે છે.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન હેઠળ ચૂકવી શકાતી પ્રીમિયમની મહત્તમ રકમ વાર્ષિક રૂ. 3,18,000, અર્ધ-વાર્ષિક રૂ. 1,62,784 અને માસિક રૂ. 27,666 છે. આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનને સિંગલ-પ્રીમિયમ સરલ જીવન બીમા પૉલિસી તરીકે પણ મેળવી શકો છો, જેમાં આપ રૂ. 10,72,000ની મહત્તમ ચૂકવણી એક જ વારમાં કરી છો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન શા માટે લેવો જોઇએ?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન એ એક સરળ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે પૉલિસીધારકના મૃત્યુ બાદ આપના દ્વારા નિમવામાં આવેલ નોમીનીને એકસામટી એક નિશ્ચિત રકમની ચૂકવણી કરે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનની જરૂર ક્યારે પડી શકે છે અને આ સરળ વીમા પ્લાન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, તેના કેટલાક ઉદાહરણો જોઇએ.

કામકાજી મહિલાઓ માટે

એક મહિલા તરીકે આપના પરિવાર માટે આપનું મૂલ્ય શું હોય છે તેની અવગણના કરવી સરળ હોય છે. પરંતુ એક કામકાજી મહિલા ઘરને સંભાળવાની સાથે-સાથે તેના કુટુંબની માસિક આવકમાં નોંધપાત્ર નાણાકીય યોગદાન પણ આપતી હોય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન એ એક ટર્મ પ્લાન છે, જે આપની ગેરહાજરીમાં પણ આપના પ્રિયજનોને આર્થિક સુરક્ષાકવચ પૂરું પાડે છે.

ખેડૂતો માટે

કુટુંબની આવક રળનારી મુખ્ય વ્યક્તિને ગુમાવી દેવા જેવી કમનસીબ ઘટનામાં આપના પ્રિયજનો બે પ્રકારે દુઃખમાં સરી પડે છે, એક તો, આપને ગુમાવવાનું દુઃખ અને બીજું આપના નાણાકીય યોગદાનને ગુમાવી દેવું. પરવડે તેવા વીમાકવચની મદદથી આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવી આપ આ કપરાં સમયમાં આપના પ્રિયજનોને મદદરૂપ થવા જીવન સરલ ડેથ બેનિફિટના સ્વરૂપે એક માતબર રકમ ચૂકવવામાં આવશે, તેની ખાતરી કરી શકો છો.

પગારદાર કર્મચારીઓ માટે

એકવાર આપ પગારદાર કર્મચારી તરીકે કામ કરવાનું શરૂ કરો તે પછી આપના પરિવારના સભ્યો ઘરના ખર્ચાઓનું વ્યવસ્થાપન કરવા માટે આપના દ્વારા આપવામાં આવતી એક નિશ્ચિત રકમ પર નિર્ભર થઈ જાય છે. પરંતુ આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પ્રિયજનોને દર મહિને મળતી નિશ્ચિત રકમ મળતી બંધ થઈ જશે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનની મદદથી આપ જીવન વીમાના વ્યવહારુ અને સીધાસાદા વિકલ્પો દ્વારા આપના પરિવારના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવી શકો છો.

બિઝનેસના માલિકો માટે

એક બિઝનેસના માલિક તરીકે આપ જાણો છો કે, આપના નાણાંનું આગોતરું આયોજન કરવું એ કેટલું મહત્વનું છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનની સાથે આપ એ બાબતે નિશ્ચિંત રહી શકો છો કે, આપના દ્વારા આકરી મહેનતથી રળવામાં આવેલા નાણાંનો ઉપયોગ આપના પરિવારને જ્યારે આપની સૌથી વધુ જરૂરિયાત હશે, ત્યારે તેમના આર્થિક ભવિષ્યની સુરક્ષા કરવા માટે થઈ રહ્યો છે. આથી, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન ખરીદો અને આજે જ આપના પરિવારના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનના બાકીના નિયમો અને શરતો તો એકસમાન જ છે પરંતુ આપના દ્વારા મેળવી શકાતી તેની મહત્તમ વીમાકૃત રકમની ટોચમર્યાદા IRDAI રૂ. 25,00,000 રાખવાની ભલામણ કરે છે, તેની સામે રૂ. 50,00,000 રાખવામાં આવી છે, જેથી કરીને આપ આપના પરિવારના સભ્યો માટે વધુ સારી જોગવાઇઓ કરી શકો.

પહેલીવાર વીમો ખરીદી રહેલા લોકો માટે

જીવન વીમા ઉત્પાદનો અને વીમાકંપનીઓ વચ્ચે પસંદગી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. જીવન સરલ પૉલિસીના લાભના સ્ટાન્ડર્ડાઇઝ સ્વરૂપને કારણે પસંદગીની પ્રક્રિયા ઘણી સરળ બની જાય છે, કારણ કે, તમામ વીમાકંપનીઓ જીવન સરલના એકસમાન જ લાભ પૂરાં પાડે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનમાં સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવેલા શબ્દોને સમજવા ખૂબ સરળ છે, જેથી કરીને આપ સરલ જીવન બીમા પૉલિસી ખરીદતી વખતે સૂચિત પસંદગી કરી શકો.

સંભવિત પૉલિસીધારક માટે

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનને જાતિ, વ્યવસાય, રહેઠાણના રાજ્ય, શૈક્ષણિક પાત્રતા, કે નોકરીમાં પદને ધ્યાન પર લીધાં વિના સૌ કોઇને આપવામાં આવે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનના પ્રીમિયમના દરો આપની આવક, જાતિ અને વય જેવા પરિબળો પર આધાર રાખીને નક્કી કરવામાં આવશે. જોકે, તમામ વીમાકંપનીઓમાં પૉલિસીના નિયમો અને શરતો તો એકસમાન જ રહે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનના લાભ કયા છે?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન પૉલિસીધારકને અનેકવિધ લાભ પૂરાં પાડે છે. અહીં આ જીવન સરલ પૉલિસીના કેટલાક લાભ જણાવવામાં આવ્યાં છે, જેને સરલ જીવન પ્લાન ખરીદ્યાં બાદ આપ મેળવી શકો છો.

આપના પરિવાર માટે નાણાકીય સુરક્ષા મેળવો

જીવનમાં એક જ બાબત નિશ્ચિત છે, કે બધું જ અનિશ્ચિત છે. આથી જ, આપણા જીવનનો મોટો હિસ્સો અનિશ્ચિતતાઓથી ભરેલો છે અને તેના માટે આયોજન કરવું જરૂરી છે. સૌ કોઈએ એક દિવસો તો મૃત્યુ પામવાનું જ છે, તે નક્કી હોવા છતાં આપ એ જાણતા નથી કે આપના પરિવારની સાથે આ દુઃખદ ઘટના ક્યારે ઘટવાની છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનમાં આપ આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પ્રિયજનો માટે નાણાકીય સુરક્ષા અને આર્થિક સ્વતંત્રતા મેળવી શકો છો..

જીવન સરલ ડેથ બેનિફિટ

45 દિવસના રાહ જોવાના સમયગાળા દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થવું

 • પ્રીમિયમની નિયમિત/મર્યાદિત ચૂકવણી ધરાવતી પૉલિસીમાં પૉલિસીધારકનું આકસ્મિક મૃત્યુ થવાના કિસ્સામાં નોમીનીને વાર્ષિક પ્રીમિયમની 10 ગણી વધારે વીમાકૃત રકમ, પૉલિસીધારકના મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલ તમામ પ્રીમિયમના 105% અથવા તો મૃત્યુ થવા પર અગાઉથી પસંદ કરેલ બાંયધરીપૂર્વકની સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવશે.
 • અકસ્માત સિવાયના અન્ય કોઈ કારણોસર મૃત્યુ થાય તો, કર (જો કોઈ હોય તો)ને બાદ કરતાં તમામ પ્રીમિયમના 100% જેટલી રકમ પૉલિસીને બંધ કરતાં પહેલાં મૃત્યુ સંબંધિત લાભ તરીકે ચૂકવવામાં આવશે.

જીવન સરલ પ્લાનના રાહ જોવાના સમયગાળા બાદ પરંતુ પાકતી મુદત પહેલાં મૃત્યુ થઈ જવું

 • નિયમિત/મર્યાદિત પ્રીમિયમના પ્લાનના કિસ્સામાં એકસામટી રકમ તરીકે ચૂકવવાપાત્ર થતી જીવન સરલની મૃત્યુ સંબંધિત લાભની રકમ વાર્ષિક પ્રીમિયમની મહત્તમ 10 ગણી, મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવવામાં આવેલ તમામ પ્રીમિયમના 105% અથવા અથવા મૃત્યુ થવા પર અગાઉથી પસંદ કરેલ બાંયધરીપૂર્વકની સંપૂર્ણ રકમ નોમીનીને ચૂકવવામાં આવશે.
 • સિંગલ પ્રીમિયમ જીવન સરલ ડેથ બેનિફિટના કિસ્સામાં સિંગલ પ્રીમિયમના મહત્તમ 125% અથવા મૃત્યુ થવા પર અગાઉથી પસંદ કરેલ બાંયધરીપૂર્વકની સંપૂર્ણ રકમ નોમીનીને ચૂકવવામાં આવશે

આ એક પ્યોર પ્રોટેક્શન ટર્મ પ્લાન હોવાથી જીવન સરલની પાકતી મુદતે પાકતી મુદત સંબંધિત કોઈ લાભ ચૂકવવામાં આવતો નથી.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનના કર સંબંધિત લાભ

દેશમાં પ્રવર્તમાન કર સંબંધિત કાયદાઓ પર આધાર રાખી ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે. તે સરકારના હુકમનામા દ્વારા નક્કી થયેલા કર સંબંધિત કાયદાઓ મુજબ સમયાંતરે બદલાવાને આધિન છે.

સરલ જીવન પ્લાન હેઠળ પૉલિસીની મુદતની પસંદગી

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન હેઠળ આપ તદનરુપ PPT અથવા પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદતની સાથે 5થી 40 વર્ષની વચ્ચે પૉલિસીની મુદત પસંદ કરી શકો છો.

 • નિયમિત પ્રીમિયમની જીવન સરલ યોજના માટે PPT, પૉલિસીની મુદતને સમાન છે.
 • મર્યાદિત પ્રીમિયમ માટે PPT, પૉલિસીની 10 વર્ષની લઘુત્તમ મુદતની સાથે 5 વર્ષ હોઈ શકે છે અથવા તો પૉલિસીની 15 વર્ષની લઘુત્તમ મુદતની સાથે 10 વર્ષ હોઈ શકે છે.
 • તો, સિંગલ પ્રીમિયમ માટે પૉલિસીની શરૂઆતમાં એક જ વારમાં ચૂકવણી કરવાની રહેશે.

કોઇપણ પ્રકારના પ્રતિબંધો વગરની સરળ પ્રક્રિયા

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાનમાં તમે શૈક્ષણિક પાત્રતા, વ્યવસાય, રહેઠાણના સ્થળ કે જાતિ જેવા કોઇપણ પ્રકારના પ્રતિબંધો વગર આ સીધાસાદા જીવન સરલ પ્લાનને ખરીદી શકો છો.