ઓનલાઇન જીવન વીમો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ, ઓનલાઇન જીવન વીમા પ્લાનની વ્યાપક રેન્જ પૂરી પાડી જીવન વીમાને ઓનલાઇન ખરીદવાનું સરળ બનાવી દે છે. સુરક્ષા, બચત, રોકાણ અને નિવૃત્તિ જેવી કેટેગરીઓને આવરી લેનારા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઓનલાઇન લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન્સની રચના આપની વીમાકવચની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવી છે અને તેને આપની પ્રાથમિકતાઓને અનુરૂપ કસ્ટમાઇઝ કરવામાં આવેલ છે.

આપ જ્યારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પાસેથી જીવન વીમા પ્લાન ખરીદો છો ત્યારે તેના વિવિધ લાભ પૈકીનો એક મુખ્ય લાભ હેરાનગતિથી મુક્ત ખરીદી અને રીન્યૂઅલનો છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ઓનલાઇન વીમા પ્લાન ખરીદો અને આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવો.

અમારા વીમા ઉત્પાદનોના સમુહમાંથી પસંદ કરો

ઓનલાઇન જીવન વીમા પ્લાન ખરીદવાના લાભ કયા છે?

 • કોઈ વચેટિયા નહીં

  આપ જ્યારે જીવન વીમા પૉલિસીઓ ઓનલાઇન ખરીદો છો ત્યારે આપે પ્રક્રિયાને શરૂ કરવા માટે કોઈ એજન્ટને મળવું પડતું નથી કે વીમાકંપનીની ઑફિસે જવું પડતું નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફની વેબસાઇટમાં લૉગઇન કરીને સીધું જ ઓનલાઇન જીવન વીમાકવચ ખરીદો. આપને ઓનલાઇન જીવન વીમા ઉત્પાદન અંગે સૂચિત નિર્ણય લેવા માટે જરૂરી તમામ વિગતો પ્રાપ્ત થવાની સાથે-સાથે આપ કોઇપણ વચેટિયાઓ વગર પૉલિસીને ઓનલાઇન ખરીદવાની નિર્બાધ પ્રક્રિયાનો પણ લાભ ઉઠાવી શકો છો.

 • નાણાંની બચત કરો

  ઓનલાઇન જીવન વીમા પૉલિસી ખરીદો અને પ્રીમિયમ પર નાણાંની બચત કરો. એક ઑફલાઇન જીવન વીમા પ્લાનમાં વિતરણ અને પ્રક્રિયા હાથ ધરવાની ફીનો સમાવેશ થાય છે. ઓનલાઇન લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન્સના પ્રીમિયમ પ્રમાણમાં નીચા હોય છે, કારણ કે, ઓનલાઇન જીવન વીમા પ્લાનમાં એજન્ટોને ચૂકવણી કે અન્ય કોઈ વધારાના ટાળવા યોગ્ય ખર્ચા કરવા પડતાં ન હોવાથી બિઝનેસ પાછળ થતો ખર્ચ ઘટી જાય છે.

 • ટ્રેકિંગ કરવું ખૂબ સરળ

  કાગજીકાર્યવાહી ઘણી બધાં ચિહ્નો છોડી જાય છે અને તેને સમજવામાં ઘણો સમય અને શક્તિ ખર્ચાય છે. ઓનલાઇન જીવન વીમા પ્લાનમાં આપ આપની તમામ પૉલિસીઓને ઓનલાઇન ટ્રેક કરી શકો છો. ઓનલાઇન જીવન વીમા પ્લાનને સરળતાથી ટ્રેક કરવા માટે આપની પૉલિસીના આંકડાંઓ હાથવગા રાખો.

 • ઈ-કેવાયસી

  ઓનલાઇન જીવન વીમા પ્લાનમાં પ્લાનને શોધવાની, કસ્ટમાઇઝ કરવાની, ખરીદવાની, તેને ટ્રેક કરવાની અને તેને રીન્યૂ કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થાય છે. ઓછામાં ઓછી કાગજી કાર્યવાહી અને કોઇપણ પ્રકારની હેરાનગતિ વગર આપની કેવાયસીની ઔપચારિકતાઓ પૂરી કરો. આવશ્યક આઇડી અને રહેઠાણના પુરાવાને તરત અપલૉડ કરો.

 • એક ક્લિક પર સહાય મેળવો

  જીવન વીમાને ઓનલાઇન ખરીદવા માટે આપે ટેકનોલોજીના નિષ્ણાત હોવાની જરૂર નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આપને લાઇવ ચેટની વિશેષતા અને ટૉલ-ફ્રી નંબરની સેવા પૂરી પાડે છે, આથી આપ એક જ ક્લિક કરીને તમામ સહાય મેળવી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઓનલાઇનની સાથે ચેટિંગ કરવા ઉપરાંત આપ ઈ-મેઇલ પણ કરી શકો છો અને મદદ માટે એફએક્યૂના વિભાગને પણ જોઈ શકો છો.

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

 • શું હું જીવન વીમો ઓનલાઇન ખરીદી શકું?

  હા. આપ ભારતમાં જીવન વીમોને ઝડપથી અને સુરક્ષિત રીતે ઓનલાઇન ખરીદી શકો છો. એક ઓનલાઇન જીવન વીમા પૉલિસી આપ જ્યારે જીવન વીમા પ્લાન ખરીદો છો, ત્યારે તેમાં પ્રાપ્ત થનારા તમામ લાભ પૂરાં પાડે છે, જેમાં કોઈ કાગજી કાર્યવાહી નહીં, કોઈ વિલંબ નહીં, કોઈ કમિશન નહીં અને એજન્ટના શારીરિક સંસર્ગમાં આવવાથી મુક્તિ જેવા વધારાના લાભ પણ પ્રાપ્ત થાય છે. ઘણાં ઓનલાઇન જીવન વીમા પૉલિસી પ્રદાતાઓ ઓનલાઇન ચૂકવણી કરવા પર ડિસ્કાઉટ પણ આપતાં હોય છે.

 • શું જીવન વીમો ખરીદવો એ સારું રોકાણ કહેવાય?

  જીવન વીમો ખરીદવો એ સારું રોકાણ હોવા માટેના ઘણાં કારણો છે. આપ જ્યારે જીવન વીમો ઓનલાઇન ખરીદો છો ત્યારે આપને પરવડે તેવા પ્રીમિયમે ઊંચું વીમાકવચ પ્રાપ્ત થાય છે, કોઇપણ કમનસીબ ઘટનામાં આપનો વીમો ઉતરાવેલો છે, તેવી મનની શાંતિ પ્રાપ્ત થાય છે તથા અકાળે અવસાનના કિસ્સામાં આર્થિક જવાબદારીઓ સામે રક્ષણ મળી રહે છે. તેની સાથે-સાથે આપને કર સંબંધિત લાભ અને જીવન વીમા પૉલિસીને ઓનલાઇન ખરીદવાની સુગમતા પણ પ્રાપ્ત થાય છે.

 • મારે કેટલી વયે જીવન વીમો ખરીદવો જોઇએ?

  આપ જીવનમાં વહેલી તકે જીવન વીમો ખરીદી લો તેવી હંમેશા ભલામણ કરવામાં આવે છે. આપ જ્યારે નાની વયે જીવન વીમો ખરીદો છો ત્યારે આપના પ્રીમિયમના દરો ઘણાં નીચા હોય છે, કારણ કે, ત્યારે આપ તંદુરસ્ત હો છો અને વીમાકંપની માટે ઓછું જોખમ ધરાવતા હો છો. તે સિવાય જીવન વીમા પ્લાન ખરીદવાનો બીજો શ્રેષ્ઠ સમય એ આ જ ક્ષણ છે.

 • હું ઓનલાઇન જીવન વીમા પૉલિસી કેવી રીતે ખરીદી શકું?

  આપ જ્યારે ભારતમાં ઓનલાઇન જીવન વીમા પૉલિસી ખરીદો છો ત્યારે આપને ઝડપી અને પરવડે તેવી પ્રક્રિયાનો લાભ મળે છે. ઇન્ડિયાફર્સ્ટની વેબસાઇટ પર જીવન વીમા પ્લાનને ‘ઓનલાઇન ખરીદો’ના બટન પર ક્લિક કરો તથા આપની રોજગારીની સ્થિતિ, વાર્ષિક આવક, જન્મતારીખ, ધૂમ્રપાન સંબંધિત ટેવો અને જાતિ અંગેના પ્રશ્નોના ઉત્તર આપો. એકવાર આપને આપની ઓનલાઇન જીવન વીમા પૉલિસીનો ક્વૉટ મળી જાય તે પછી આપ તરત આપના ઓનલાઇન જીવન વીમા માટે ચૂકવણી કરી શકો છો. આજે જ ઓનલાઇન જીવન વીમા પ્લાન ખરીદીને આપના પરિવારની સુરક્ષાની ખાતરી કરી લો.