વ્યક્તિગત વીમા પૉલિસીઓ અને પ્લાન

ખાસ આપને અનુકૂળ આવે તેવા ઉપાયો

અમે એ સમજીએ છીએ કે, એક વ્યક્તિ તરીકે આપ સુરક્ષા, નિવૃત્તિ, બચત અને સંપત્તિ સંબંધિત ચોક્કસ પ્રકારની જરૂરિયાતો ધરાવો છો. અમારું લક્ષ્ય ઉત્પાદનોના સમુહની મદદથી આપની આ જરૂરિયાતોને પૂરી કરવાનો છે, જેથી કરીને આપ આપનું જીવન આપની પોતાની શરતો પર જીવી શકો. જોખમ લેવાની આપની ક્ષમતા મુજબ, આપ યુનિટ-લિંક્ડથી માંડીને પરંપરાગત પ્લાનમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો.

અમારા વ્યક્તિગત પ્લાન પર નજર નાંખો. હમણાં જ આયોજન કરવાનું શરૂ કરો!

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો

  • વીમાકવચની જરૂરિયાત

  • આપના જીવનના તબક્કાને ધ્યાન પર લો

  • પૉલિસીની મુદત અને પ્રીમિયમ ચૂકવવાની મુદત

  • પૉલિસીના કવરનો પ્રકાર

  • પૉલિસીની મુદત અને પ્રીમિયમ ચૂકવવાની મુદત

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

FAQs

  • મારે પ્લાનમાં કેટલું જીવનવીમા કવચ ખરીદવું જોઇએ?

    આપનું જીવનવીમા કવચ આપની લૉન સહિત આપના તમામ ઋણ ચૂકતે કરી શકે અને આપની આવકનું સ્થાન લઈ શકે તેટલું પૂરતું હોવું જોઇએ, ખાસ કરીને જ્યારે આપ આપના પરિવારના આવક રળનારા એકમાત્ર સભ્ય હો. આપની વાર્ષિક આવકને આપની પૉલિસીમાં ઉમેરવાથી તે ફુગાવા સામે એક પ્રભાવશાળી રક્ષક તરીકે કામ કરી શકે છે. આપની ભવિષ્યની જવાબદારીઓને ધ્યાનમાં રાખો - જેમ કે, આપના બાળકનું શિક્ષણ અને આપના જીવનસાથીનું સ્વાસ્થ્ય.

  • જીવનવીમો ખરીદવા પાછળ કેટલો ખર્ચ થાય છે?

    જીવનવીમો ખરીદવા પાછળ થતાં ખર્ચનો આધાર આપના દ્વારા લેવામાં આવતી પૉલિસીના પ્રકાર, વીમાકૃત રકમ, આપની વય અને આપની પૉલિસી જ્યારે પાકે ત્યારે આપના દ્વારા જે લાભ મેળવવાની અપેક્ષા રાખવામાં આવે તેની પર રહેલો છે.

  • જીવનવીમા પૉલિસીમાં રોકાણ કરવાના લાભ શું છે?

    • જીવનવીમા પૉલિસીમાં રોકાણ કરવાથી તે આપને એ ભંડોળની રચના કરવામાં મદદરૂપ થાય છે તથા તે આપને અને આપના પરિવારને આર્થિક સ્થિરતા બક્ષે છે.
    • જીવનવીમા પૉલિસી મારફતે આપ આવકવેરાના પ્રવર્તમાન કાયદાની કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ કરબચતના લાભ મેળવી શકો છો.