આપે અહીં નીચે જણાવેલા કોઈ કિસ્સામાં નોમનીની વિગતોને અપડેટ કરવાની અથવા તો તેને બદલાવવાની જરૂર પડી શકે છેઃ

 • નોમીનીના નામના સ્પેલિંગમાં ફેરફાર
 • નોમીની સાથેના સંબંધમાં ફેરફાર થવાના કિસ્સામાં (પ્રસ્તાવના ફૉર્મમાં ત્રુટિ રહી ગઈ હોવાને કારણે),
 • નોમીનીની જન્મતારીખમાં ફેરફારના કિસ્સામાં (પ્રસ્તાવના ફૉર્મમાં ત્રુટિ રહી ગઈ હોવાને કારણે),
 • નોમીનીમાં ફેરફાર કરવાના કિસ્સામાં

તો, આપ શું કરવા માંગો છો?

 • અહીંનોમિનેશન ચેન્જ ફૉર્મ (નોમીનેશન બદલાવવા માટેનું પત્રક) ને જમા કરાવોઃ
  • નોમીનીનું નામ
  • સરનામું
  • જન્મતારીખ
  • પૉલિસીધારક સાથેનો સંબંધ
 • નોમીની સગીર હોવાના કિસ્સામાં નિમાયેલી વ્યક્તિની વિગતો ફરજિયાતપણે પૂરી પાડવાની રહેશે. નિમાયેલી વ્યક્તિનું નામ, જન્મતારીખ, સરનામા જેવી વિગતોની પણ જરૂર પડશે.

આ પ્રકારના ફેરફાર કરાવવા માટે આપ અરજી કેવી રીતે કરશો?

       

અમને ઈ-મેઇલ કરોઃ

 1. આપના નોંધાયેલા ઈ-મેઇલ આઇડી પરથી અમને customer.first@indiafirstlife.com, પર લેખિતમાં જણાવો.
 2. યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ નોમિનેશન ચેન્જ ફૉર્મ (નોમીનેશન બદલાવવા માટેનું પત્રક)ની નકલ બીડો

અમારી મુલાકાત લોઃ

ટપાલ/કુરિયરઃ

પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલા ફીઝિકલ નોમિનેશન ચેન્જ ફૉર્મ (નોમીનેશન બદલાવવા માટેનું પત્રક)ને અમને અહીં નીચે જણાવેલા સરનામે મોકલી આપોઃ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે,
ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.