ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન

આપની શરતો પર જીવન જીવો, આખરે તે આપની મહેનતનું ફળ છે!

ઓનલાઇન ખરીદો

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન એ આપની બીજી ઇનિંગ્સ માટેની બાંયધરીપૂર્વકની આર્થિક સુરક્ષા યોજના છે. તે આપને પ્લાનના પ્રારંભિક વર્ષોમાં બાંયધરીપૂર્વકનું વળતર રળવાનો વિકલ્પ આપે છે અને ત્યારબાદ બૉનસ મારફતે આપને નિવૃત્તિનું ભંડોળ ઊભું કરવાની તક પૂરી પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન ખરીદવાના કારણો

  • બાંયધરીપૂર્વકની માનસિક શાંતિ - ખાતરીપૂર્વકનું વળતર મેળવો અને આપની આર્થિક સ્થિતિને સુદ્રઢ બનાવો

  • પાછલા વર્ષોમાં પ્રાપ્ત થતાં બૉનસની સાથે આપના સતત વધતા જતાં નિવૃત્તિના ભંડોળ મારફતે હંમેશા ફુગાવાથી આગળ રહો.

  • આપની પોતાની અનુકૂળતા મુજબ રોકાણ કરવાના અનેકવિધ વિકલ્પો - નિયમિત, મર્યાદિત અથવા તો એક જ વારમાં ચૂકવવામાં આવતું પ્રીમિયમ

  • વહેલી શરૂઆત કરો અને ભવિષ્ય માટે ભંડોળ ઊભું કરો

  • 40 વર્ષની પૉલિસીની મુદત સુધી રોકાણ કરી આપના નિવૃત્તિના ભંડોળને મહત્તમ સ્તરે લઈ જાઓ

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ ચૂકવવામાં આવતા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવતા ફાયદા પર કરબચતના લાભ પ્રાપ્ત થઈ શકે છે

પાત્રતાના માપદંડો કયા છે?

  • પ્રીમિયમની નિયમિત ચૂકવણીના વિકલ્પ માટે અરજી કરવાની લઘુત્તમ વય 25 વર્ષ અને મહત્તમ વય 55 વર્ષ છે

  • પ્રીમિયમની મર્યાદિત ચૂકવણીના વિકલ્પ માટે અરજી કરવાની લઘુત્તમ વય 25 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ છે

  • પ્રીમિયમની એક જ વખત કરવામાં આવતી ચૂકવણીના વિકલ્પ માટે અરજી કરવાની લઘુત્તમ વય 0 વર્ષ અને મહત્તમ વય 75 વર્ષ છે

  • પૉલિસીની મુદત પૂરી થવાના સમયે લઘુત્તમ અને મહત્તમ વય અનુક્રમે 40 વર્ષ અને 80 વર્ષ હોવી જોઇએ

  • પ્રીમિયમની નિયમિત અને મર્યાદિત ચૂકવણીના વિકલ્પ માટે લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 5,00,000 છે અને મહત્તમ મર્યાદા અંડરરાઇટિંગને આધિન છે

  • પ્રીમિયમની એક જ વખત કરવામાં આવતી ચૂકવણીના વિકલ્પ માટે લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 1,00,000 છે અને મહત્તમ મર્યાદા અંડરરાઇટિંગને આધિન છે

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન


ભારતમાં આપ પેન્શન પ્લાન્સની મદદથી આપના ભવિષ્યને સુરક્ષિત કરવા કમાણી કરવાની સાથે-સાથે બચત પણ કરી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન એ એક ઇન્શ્યોરેન્સ-ઇન્વેસ્ટમેન્ટ એન્ડોવમેન્ટ પેન્શન પ્લાન છે, જે આપને લાંબા સમય સુધી નાની-નાની રકમની બચત કરવામાં મદદરૂપ થાય છે, જેથી આપ આપના સોનેરી વર્ષો દરમિયાન બાંયધરીપૂર્વકની આવક મેળવી શકો.

સૌ કોઈ જાણે છે કે, જીવનના કપરાં સમય માટે બચત કરવી કેટલી જરૂરી છે. આપ જ્યારે પહેલેથી જ એ જાણો છો કે, જીવનના એક નિશ્ચિત સમયમાં વધારે ધ્યાન રાખવું પડશે, ત્યારે તેના વિશે અગાઉથી વિચારવું અને તેના માટે આયોજન કરવું સરળ બની જવું જોઇએ. જોકે, આપણે આપણી રોજબરોજની જરૂરિયાતોને પૂરી કરવામાં અને ખર્ચાઓને પહોંચી વળવામાં એટલા અટવાઈ જઇએ છીએ કે, આપણા નિવૃત્તિના વર્ષો માટેનું આયોજન જાણે કે ખોરંભે મૂકાઈ જાય છે. નિવૃત્તિનું આયોજન આપ કામ કરવાનું બંધ કરી દો તે પછી પણ નાણાકીય સુરક્ષાના લાભ મેળવવાનું ચાલું રાખો તેની ખાતરી કરીને આપના ભવિષ્યને યોગ્ય દિશામાં લઈ આવે છે.

આપની બીજી ઇનિંગ દરમિયાન બાંયધરીપૂર્વકની નાણાકીય સુરક્ષાની મદદથી આપ એ બાબતે નિશ્ચિંત થઈ જઈ શકો છો કે, આપે ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનની સાથે આપે જે નાણાકીય સુરક્ષાનું કવચ રચ્યું છે, તે આપની વૃદ્ધાવસ્થામાં આપની અને નાણાકીય સમસ્યાઓની વચ્ચે અડીખમ ઊભું રહી આપની સુરક્ષા કરતું રહેશે. નિવૃત્તિનો સમય એ નિરાંતે આરામ કરવાનો અને આપે આખા જીવન દરમિયાન જે આકરી મહેનત કરી છે, તેના મીઠાં ફળ ચાખવાનો છે. નિવૃત્તિ માટેની એક યોગ્ય પૉલિસી આપને આપના સપનાં સાકાર કરવા માટે આવશ્યક પાંખો આપે છે.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન નિવૃત્તિનું આયોજન કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે?


નિવૃત્તિ માટેના વીમા પ્લાન જેમ કે, ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન એ અન્ય મૂળભૂત વીમા ઉત્પાદનોથી અલગ છે. એક પ્યોર પ્રોટેક્શન ટર્મ પૉલિસીમાં આપને પસંદ કરવામાં આવેલા પૉલિસીના સમયગાળામાં જીવન વીમાકવચ પ્રાપ્ત થાય છે. પાકતી મુદતે સર્વાઇવલના કોઈ લાભ કે ચૂકવણી પ્રાપ્ત થતાં નથી. જોકે, પૉલિસીના સમયગાળા દરમિયાન જો આપનું નિધન થઈ જાય તો, આપના આશ્રિતો આપની જીવન વીમા પૉલિસીની વીમાકૃત રકમ જેટલી એકસામટી રકમ મેળવવા માટે હકદાર રહે છે.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા નિવૃત્તિમાં લાભ પૂરાં પાડતાં પ્લાન આપને સાતત્યપૂર્ણ રીતે બચત કરવાની તથા આપ જ્યાં સુધી જીવો ત્યાં સુધી નિયમિત આવકના સ્વરૂપે બાંયધરીપૂર્વકનું વળતર આપતા વીમા ઉત્પાદનોમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. આથી વિશેષ, પૉલિસીના સમયગાળા દરમિયાન આપનું અકાળે અવસાન થઈ જવાના કિસ્સામાં આપના આશ્રિતોને ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન હેઠળ એકસામટી રકમના સ્વરૂપે મૃત્યુ સંબંધિત લાભ તથા નિયમિત માસિક આવક પ્રાપ્ત થાય છે.

નિવૃત્તિ માટેનું આયોજન એ આપના ટૂંકાગાળાના અને લાંબાગાળાના લક્ષ્યો પૂરાં થાય તે રીતે આપના નાણાંનું અસરકારક રીતે આયોજન કરવાની પ્રક્રિયા છે. આપની નિવૃત્તિનું યોગ્ય રીતે આયોજન કરવાથી આપ જ્યારે કામ કરી રહ્યાં હો તેમજ આપના નિવૃત્તિના સમય દરમિયાન પણ આપની આર્થિક સ્થિરતા જળવાઈ રહે, તેની ખાતરી કરી શકાય છે. આપની વર્તમાન આર્થિક સ્થિતિ, ભવિષ્ય માટેના આપના હેતુઓ અને નિવૃત્તિ દરમિયાન આપને પ્રાપ્ત થનારી રોકડ રકમને ધ્યાનમાં લઇને કરવામાં આવતું નિવૃત્તિનું આયોજન આપને આપના ભવિષ્યનો ચતુરાઈ અને સમજદારીભર્યો રોડમેપ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે.

ભારતમાં નિવૃત્તિનું આયોજન ફક્ત સ્વતંત્ર નિવૃત્ત જીવનશૈલી માટેના આયોજન સાથે સંકળાયેલ નથી. તેમાં આપની નિયમિત આવક આવતી ન હોય ત્યારે લાંબાગાળે ઉદભવી શકનારી આર્થિક જવાબદારીઓ માટે સજ્જ થવાનો પણ સમાવેશ થાય છે.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા યોગ્ય પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાનની મદદથી આપ આપના સોનેરી વર્ષોમાં આપની નાણાકીય સુરક્ષા માટેનું આયોજન કરી શકો છો, સમય સાથે ઉદભવી શકનારા જીવનના મહત્વના લક્ષ્યો માટે નાણાં બાજુ પર મૂકી શકો છો તથા અણધારી ઘટનાઓ અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ માટે આયોજન પણ કરી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન કયા લાભ પૂરાં પાડે છે?


રોકાણ માટેના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યારે આપને પ્રશ્ન થાય કે, મારે નિવૃત્તિનું આયોજન શા માટે શરૂ કરવું જોઇએ અને મારે ભારતમાં પેન્શન પ્લાનમાં રોકાણ શા માટે કરવું જોઇએ. રોકાણ માટેની દરેક પ્રોડક્ટ કંઇક નિશ્ચિત બાબત પૂરી પાડે છે. ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા પેન્શન પ્લાન રોકાણ અને વીમાનો બેવડો હેતુ પાર પાડે છે.

જીવનના પાછળના તબક્કામાં આપ કોઈ બાબતથી વંચિત ન રહી જાઓ તેની ખાતરી કરવા માટે આકસ્મિક સ્થિતિ માટેનું આયોજન કરવામાં આવે છે. નિવૃત્તિનો સમયગાળો ચિંતામુક્ત થઇને પસાર કરવા માટે આપે આજે જ ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટની મદદથી નિવૃત્તિનું આયોજન શરૂ કરવું જોઇએ.

પેન્શન પ્લાન વિવિધ પ્રકારના લાભ પૂરાં પાડે છે. બાંયધરીપૂર્વકની માસિક આવકથી માંડીને હાઈ વેસ્ટિંગ એજ સુધી પ્રત્યેક પેન્શન પ્લાન આપના ઉપયોગ માટે વિવિધ પ્રકારના લાભની વિશેષતાઓ ધરાવે છે.

રોકાણના વિકલ્પો

ભારતમાં જ્યારે આપ પેન્શન પ્લાન પસંદ કરી રહ્યાં હો ત્યારે આપે આપની જોખમ લેવાની ક્ષમતાને સમજવી ખૂબ જ જરૂરી છે. આપ જો જોખમ લેવાની ક્ષમતા ધરાવતા હો તો, આપ ઇક્વિટીમાં રોકાણ કરનારા પેન્શન પ્લાન પસંદ કરી શકો છો. તો બીજી તરફ, જે લોકો ખાસ જોખમ લેવા માંગતા નથી તેમણે રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ પસંદ કરવા જોઇએ, જેમ કે, નોન-લિંક્ડ ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન, જે સલામત સરકારી બોન્ડ અને સિક્યુરિટીમાં રોકાણ કરે છે. આપની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આપના રોકાણના વિકલ્પ પસંદ કરો.

આકસ્મિક પરિસ્થિતિઓ માટેની બચત

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવી રીટાયરમેન્ટ પૉલિસીઓ અન્યૂઇટી (સાલિયાણા/વાર્ષિક)ની રચના કરે છે, જેને આપ ભવિષ્યમાં રોકાણ કરવા માટે પસંદ કરી શકો છો. બચતના એક સાધન તરીકે પેન્શન પ્લાનમાં આપે એક નિશ્ચિત સમયગાળામાં પદ્ધતિસર રીતે એક નિશ્ચિત રકમ બાજુ પર મૂકવાની રહે છે. લાંબાગાળે આપને ચક્રવૃદ્ધિ વ્યાજ રળી આપે તેવું ભંડોળ ઊભું કરવું એ આપના માટે મહત્વપૂર્ણ હોય તો, ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન એક સારો વિકલ્પ છે.

જીવન વીમાકવચ મેળવો

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન આપને બચત કરવાની અને વ્યાજ રળવાની, આપના નાણાંનું રોકાણ કરવાની તથા પૉલિસીની મુદત દરમિયાન જીવન વીમાકવચનો લાભ ઉઠાવવાની તક પૂરી પાડે છે. આ પ્રકારે આપ એ બાબતની ખાતરી કરી શકો છો કે, આપની નિવૃત્તિનો સમયગાળો સંરક્ષિત રહે અને આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના આશ્રિતોને એક મોટી રકમ પ્રાપ્ત થાય.

ફુગાવાને બેઅસર બનાવે છે

આપ ફુગાવાની અસરને નકારી કે નાબુદ કરી શકતા નથી ત્યારે પેન્શન પ્લાન એ નિવૃત્તિના લાભ સંબંધિત પ્લાન છે, જે વ્યાપકપણે ફુગાવાની અસરોને બેઅસર બનાવે છે. ઇન્ડિયાફર્સ્ટ પેન્શન પૉલિસીની મદદથી આપ પૉલિસીની શરતો હેઠળ પૉલિસીના 2/4/6 વર્ષ માટે બાંયધરીપૂર્વકના ઉમેરણો તરીકે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમનો 9 ટકા નિશ્ચિત લાભ તેમજ જો કોઈ બોનસ હોય તો તે મેળવી શકો છો.

તારીખ પસંદ કરો

પેન્શન પ્લાનમાં આપ વિલંબિત એન્યૂઇટી (વાર્ષિકી) અને તાત્કાલિક એન્યૂઇટીમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા વિલંબિત એન્યૂઇટી પ્લાનમાં આપે આપનું ભંડોળ વીમાકંપનીને આપવાનું રહે છે, જેથી આપ જ્યાં સુધી માસિક આવક મેળવવા માટે તૈયાર થઈ ન જાઓ ત્યાં સુધી તે વ્યાજ રળવાનું ચાલું રાખી શકે. આપ ક્યારે નિવૃત્ત થવા માંગો છો તે પસંદ કરો અને ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન પાસેથી આપનું પેન્શન મેળવવાનું શરૂ કરો.

શું ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન આપની જરૂરિયાતો પૂરી કરે છે?


આપને જો આપની જરૂરિયાતો અંગે યથાર્ય રીતે ખબર હોય તો ભારતમાં પેન્શન પ્લાન ખરીદવા એ ખાસ અઘરું નથી. નિવૃત્તિના આયોજનની શરૂઆત પોતાને કેટલાક મહત્વના પ્રશ્નો પૂછવાથી અને આપને પ્રાપ્ત થતાં ઉત્તરોને ધ્યાનમાં રાખી આપના જીવનનું આયોજન કરવાની સાથે થાય છે. ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનનું મૂલ્યાંકન કરવામાં આપને મદદરૂપ થવા અહીં કેટલાક પ્રશ્નોનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.

આપના નિવૃત્તિના લક્ષ્યો શું હોવા જોઇએ?

પ્રથમ ડગલું આપના નિવૃત્તિના લક્ષ્યોને ઓળખવાનું છે. આપ સમગ્ર વિશ્વની યાત્રાએ જવા માંગો છો કે પછી આપના પ્રિયજનો સાથે ઘરે શાંતિપૂર્વક રહેવા માંગો છો? શું આપને જીવનના પાછલા તબક્કામાં નોંધપાત્ર ખર્ચાઓ માટે ફંડ્સની જરૂરિયાત છે? આપના નિવૃત્તિના લક્ષ્યોની યાદી બનાવો અને આ યાદીને ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાના આર્થિક લક્ષ્યોમાં અલગ પાડી દો. આ જરૂરિયાતોને પૂરી કરવા માટે કેવા પ્રકારના નાણાકીય સંસાધનોની આપને જરૂર પડશે તે નક્કી કરો.

આપની વર્તમાન સ્થિતિ શું છે?

આ પગલું કોઇપણ બચત નહીં હોવાથી કે ખૂબ ઓછી બચત હોવાથી દુઃખમાં સરી જવા માટે નથી. આપ કેટલું કમાઓ છો, આપનું જીવનધોરણ શું છે, આપ નિવૃત્તિની બચત માટે કેટલા નાણાં બાજુ પર મૂકી શકો છો અને આપની જવાબદારીઓ શું છે, તેના સંબંધમાં આપની વર્તમાન આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરો. આપની પાસે ખાસ બચત ન હોય તો પણ આપના લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં આગળ વધવા અને આપના ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનને શરૂ કરવા માટે આ જ શ્રેષ્ઠ સમય છે.

નિવૃત્તિ વખતે આપે કેટલી રકમની જરૂર પડશે?

આપના વર્તમાન જીવનધોરણ અને નિવૃત્તિના વર્ષો દરમિયાન આપ જે પ્રકારના જીવનધોરણને જાળવવા માંગો છો, તેના પર આધાર રાખી આપ આર્થિક રીતે સલામત નિવૃત્ત જીવનને માણવા માટે જરૂરી એક નિશ્ચિત રકમની જાણકારી મેળવી શકશો. આપ એકવાર આ રકમ નક્કી કરી લો તે પછી આપ ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા પેન્શન પ્લાનમાં આપે આજે કેટલું રોકાણ કરવાની જરૂર છે, તેની જાણકારી મેળવી શકશો.

આપ આપનું પેન્શન કેવી રીતે મેળવવા માંગો છો?

એક પગારદાર વ્યક્તિ તરીકે મોટાભાગના લોકો માસિક આવક ધરાવતા હોય છે. નિવૃત્તિ માટેના યોગ્ય આયોજન અને ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા સ્માર્ટ વિકલ્પોની મદદથી આપ વિલંબિત અથવા તાત્કાલિક એન્યૂઇટી પેન્શન પ્લાનને પસંદ કરી શકો છો, જે આપના દ્વારા પસંદ કરવામાં આવેલ નિશ્ચિત અંતરાલે બાંયધરીપૂર્વકની આવક પૂરી પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનની સાથે નિવૃત્તિનું આયોજન ક્યારે શરૂ કરવું જોઇએ?


કોઇપણ આયોજનનો સાર એ છે કે, તે અગાઉથી કરવામાં આવે છે. નિવૃત્તિનું આયોજન પણ આ સંબંધે જરાયે અલગ નથી. તેને પણ અગાઉથી કરવું જરૂરી છે, જેથી યોગ્ય પેન્શન પ્લાનમાં રોકાણ કરવા માટે પૂરતો સમય મળી રહે, ચક્રવૃદ્ધિ વ્યાજ મારફતે વ્યાજ કમાઈ શકાય અને આપ આપના નાણાંને વૃદ્ધિ પામતાં જોઈ શકો. નિવૃત્તિના એક સારા આયોજન માટે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવું જરૂરી છે, એ બાબતને ધ્યાનમાં રાખી આપની વીસી (20થી 29 વર્ષનો સમયગાળો)માં આયોજનની શરૂઆત કરવી શ્રેષ્ઠ ગણાશે.

ભારતમાં નિવૃત્ત થવા માટેની સામાન્ય વય 60 વર્ષની આસપાસની છે. તેનો અર્થ એ થયો કે, આપ 30-40 વર્ષની વચ્ચેના સરેરાશ સમય માટે આવક રળશો. આ સમયગાળો ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનની સાથે એક આરામદાયક ભવિષ્ય માટે રોકાણ શરૂ કરવાની આપની વિન્ડો છે. આપ જે વયથી શરૂઆત કરો છો તે, લાંબાગાળે આપ જે ભંડોળ ભેગું કરો છો તેમાં ઘણો મોટો તફાવત સર્જે છે. થોડા વર્ષોનો નાનકડો વિલંબ પણ આપની રીટાયરમેન્ટ પૉલિસીના ભંડોળની રકમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનની સાથે નિવૃત્તિના આયોજનને ત્રણ તબક્કામાં વિભાજીત કરી શકાય છેઃ

રોકાણનો તબક્કો, જેમાં આપ આપના નાણાંને પેન્શન પ્લાનમાં અને રીટાયરમેન્ટ પેન્શન યોજનાઓમાં સક્રિયપણે રોકવાનું શરૂ કરો છો. આ તબક્કો સામાન્ય રીતે આપ રોકાણની શરૂઆત કરો ત્યારથી આપના વન પ્રવેશ (50 વર્ષની વય) સુધી લંબાય છે. આ સમયગાળાની શરૂઆત વખતે આપની પર ઓછા ઉત્તરદાયિત્વો અને જવાબદારીઓ હોય છે, જેનો અર્થ એ થયો કે, આપની પાસે બચત અને રોકાણ કરવા માટે વધુ નાણાં હોય છે.

આપની વય વધવાની સાથે આપનો પગાર વધે તો છે પરંતુ તેની સાથે-સાથે આપના ખર્ચા પણ વધે છે. આપે અન્ય મહત્વના ખર્ચાઓને પણ ધ્યાન પર લેવા પડે છે, જેમ કે, હૉમ લૉન, બાળકોના શિક્ષણના ખર્ચા વગેરે. આ તબક્કા દરમિયાન ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનમાં યોગદાન આપવા માટે યોગ્ય સમયગાળો અને રકમને પસંદ કરો.

સંચયનો તબક્કો, જેમાં આપે કરેલા રોકાણનું વળતર આવવાનું શરૂ થાય છે, જે આપના ભંડોળમાં વધારો કરે છે. નિવૃત્તિના આયોજનમાં આવરી લેવામાં આવેલ છેલ્લો તબક્કો ઉપાડ (વિડ્રોઅલ)નો અથવા તો વિતરણનો તબક્કો છે. આ એ સમયગાળો છે, જ્યારે આપ નિવૃત્તિના આરે આવી જાઓ છો અને આપે ભેગા કરેલા ભંડોળમાંથી માસિક આવક મેળવવા ઇચ્છો છો.

આપ નિવૃત્તિ થવાને આરે આવો છો તેની સાથે જ, આપે આપના ભંડોળને જોખમી રોકાણ પરથી સલામત રોકાણ તરફ વાળવાનું શરૂ કરી દેવું જોઇએ. નિવૃત્ત થવા પર આપે એકસામટી નોંધપાત્ર ચૂકવણી જોઇએ છે કે થોડાઘણાં ઉપાડ જોઇએ છે કે માસિક આવકનો સ્રોત જોઇએ છે, તે પસંદ કરો.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા ગેરેન્ટીડ પેન્શન પ્લાનની મદદથી આપ આપની પેન્શનની એન્યૂઇટી ક્યારે મેળવવા માંગો છો તે નિર્ધારિત કરી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન ખરીદતી વખતે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઇએ?


ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન એ એક પેન્શન લાઇફ કવર પ્લાન છે, જે આપને જીવન વીમાકવચ અને રોકાણનો બેવડો લાભ પૂરો પાડે છે. ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનમાં કેટલું રોકાણ કરવું તે આપ નક્કી કરો તે પહેલાં આપે કેટલાક પરિબળોને ધ્યાન પર લેવા જોઇએ.

માસિક ખર્ચ

નિવૃત્તિનું આયોજન કરવા માટે આપની માસિક આવક અને ખર્ચાઓ એ પ્રભાવિત કરનારી બે પ્રાથમિક બાબતો છે, જે પેન્શનલ પ્લાન અને નિવૃત્તિ માટેના વીમામાં આપે કેટલું રોકાણ કરવાની જરૂર છે, તે નક્કી કરે છે. આ માટેના સર્વસામાન્ય નિયમ મુજબ, નિવૃત્તિ બાદ આપને આપના વર્તમાન ખર્ચાઓના અંદાજે 60-80% રકમ આવક તરીકે પ્રાપ્ત થવી જોઇએ. એકવાર આપનો વ્યાવસાયિક પગાર આવવાનો બંધ થઈ જાય તે પછી, માસિક ચૂકવણીઓ માટે આ નાણાં આવશે ક્યાંથી? જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો, આ નાણાં ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન રીટાયરમેન્ટ એન્યૂઇટી પ્લાનમાંથી આવશે.

કિંમતોમાં વધારો/ફુગાવો

કિંમતોમાં વધારો એ એક સાર્વત્રિક રીતે નિશ્ચિત બાબત છે. ફુગાવાનો દર સતત વધતો જઈ રહ્યો છે, જેનો અર્થ એ થયો કે, આજે રૂ. 1 લાખની ખરીદશક્તિ થોડા દાયકાઓમાં જ ઘટી જશે. આપ પેન્શન પ્લાન ખરીદો તે પહેલાં ફુગાવાના પરિબળને ધ્યાન પર લેવું જોઇએ. જો આપના નિવૃત્તિના આયોજનમાં ફુગાવાના પરિબળને ધ્યાન પર લેવામાં આવ્યું હોય તો, નિવૃત્તિ વખતે આપ ભોંઠપ અનુભવશો નહીં. આ ગણતરી કરવા માટે ઓનલાઇન રીટાયરમેન્ટ પ્લાનરનો ઉપયોગ કરો, જેથી કરીને આપને આપના ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનમાંથી શ્રેષ્ઠ મૂલ્ય પ્રાપ્ત થાય.

આપનું સંશોધન કરો

સીનિયર સિટિઝનો માટે ઘણાં બધાં વીમા પ્લાન અને રીટાયરમેન્ટ એન્યૂઇટી પ્લાનના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આપ પસંદગી કરવામાં ગૂંચવાઈ જઈ શકો છો. વાત જ્યારે નિવૃત્તિના આયોજનની હોય ત્યારે અન્ય પરિવારોએ શું કર્યું, તેનું આપ આંધળું અનુકરણ કરી શકો નહીં, કારણ કે, આપની જરૂરિયાતો, આવક અને ખર્ચાઓ તેમનાથી અલગ હોઈ શકે છે. રીટાયરમેન્ટ પ્લાન ઓનલાઇન ખરીદતાં પહેલાં પેન્શન વીમાના વિકલ્પોના પ્રકારો અંગે વાંચીને તથા ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનની સમીક્ષાઓ અંગે પૂરતી જાણકારી મેળવીને પૂરતું સંશોધન કરો. આ સંશોધન આપને આપની ભવિષ્યની જરૂરિયાતો માટેની સૂચિત પસંદ કરવામાં મદદરૂપ થશે.

જોખમ સંબંધિત પ્રોફાઇલ

આપની જોખમ સંબંધિત પ્રોફાઇલ રોકાણ કરતી વખતે જોખમ લેવાની આપની ક્ષમતાને સૂચવે છે. આપ જો જોખમ લેવા ન માંગતા હો તો, નોન-લિંક્ડ ઇન્ડિયા ફર્સ્ટ રીટાયરમેન્ટ પ્લાનને પસંદ કરો, જે આપને આપની નિવૃત્તિ વખતે બાંયધરીપૂર્વકની આવક પૂરી પાડે છે. માર્કેટ સાથે જોડાયેલા નાણાકીય સાધનો યુવાન રોકાણકારો અને જેઓ મોટું જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે, તેમના માટેનો સારો વિકલ્પ છે. ગેરેન્ટીડ પેન્શન પ્લાન, પેન્શન લાઇફ કવર અને અન્ય વધુ જોખમી સાહસોનો સમાવેશ કરવા માટે આપના પોર્ટફોલિયોનું વૈવિધ્યીકરણ કરવું એ એક સમજદારી ભર્યો વિચાર છે.

નિવૃત્ત જીવનનો સમયગાળો

નિવૃત્તિનો આનંદ માણવા માટે ખાસ વર્ષો મળતાં નથી એ એક ખોટી માન્યતા છે. આજે જ્યારે તબીબી સુવિધા અને આરોગ્યના ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધવામાં આવી છે ત્યારે આપણી આવરદામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આપ 60 વર્ષે પણ નિવૃત્તિ થાઓ તો, આપની પાસે નિવૃતિ માણવાના બેથી ચાર દાયકા છે. આ દાયકાઓ આરામથી, ચિંતામુક્ત પસાર થાય તેની ખાતરી કરવા માટેની આવશ્યક રકમને ભારતમાં વિવિધ પ્રકારના પેન્શન પ્લાનની મદદથી ઊભી કરી શકાય છે, જેમ કે, ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?


ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન એ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, એન્ડોવમેન્ટ ડીફર્ડ પેન્શન પ્લાન છે. આ ગેરેન્ટીડ પેન્શન પ્લાનની રચના આપને ફુગાવાથી આગળ રાખવામાં, આરોગ્ય પાછળ થતાં મોટા ખર્ચાઓની વ્યવસ્થા કરવામાં, નિયમિત પગારના અભાવમાં આપને સજ્જ રહેવામાં તથા નિવૃત્તિ પછી પણ આપના વર્તમાન જીવનધોરણને જાળવી રાખવામાં મદદરૂપ થવાનો છે.

એક નોન-લિંક્ડ પ્લાન હોવાથી ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન માર્કેટની અસ્થિરતાથી પ્રભાવિત થતો નથી. આ બાબત આ પેન્શન ગેરેન્ટીડ પ્લાનને જોખમ નહીં લેવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. આથી વિશેષ, તે એક પાર્ટિસિપેટિંગ પ્લાન હોવાથી ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનની મદદથી પૉલિસીધારક વીમાકંપની દ્વારા રળવામાં આવેલ નફામાંથી જાહેર કરવામાં આવેલ બોનસનો લાભ મેળવી શકે છે.

  • પ્રીમિયમની ચૂકવણીની મુદત પર આધાર રાખી પ્રીમિયમના નિયમિત અને મર્યાદિત વિકલ્પ હેઠળ 2/4/6 પૉલિસી વર્ષો માટે ગેરેન્ટીડ એડિશન્સ તરીકે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના 9%નો નિશ્ચિત લાભ મેળવો.
  • ખાતરીપૂર્વકનો નિર્ધારિત લાભ મેળવો, જે લઘુત્તમ આશ્વાસન સેટ કરવામાં આવે તેની ખાતરી કરે છે.
  • પાછળના વર્ષોમાં બોનસની મદદથી નિવૃત્તિ માટેના સતત વધતાં જઈ રહેલા ભંડોળ મારફતે ફુગાવની અસરથી બચો.
  • આપની પોતાની ગતિ રોકાણ કરવા માટે નિયમિત, મર્યાદિત અથવા એક જ વારમાં પ્રીમિયમની ચૂકવણી જેવા અનેકવિધ વિકલ્પોમાંથી પસંદગી કરો.
  • 40 વર્ષની પૉલિસીની મુદત સુધી રોકાણ કરી આપના નિવૃત્તિના ભંડોળને મહત્તમ સ્તરે લઈ જાઓ.
  • આપની વયને ધ્યાનમાં લીધા વિના આપની નિવૃત્તિનું આયોજન શરૂ કરવાની તકને ઝડપી લો.
  • આ રીટાયરમેન્ટ પૉલિસીને આપની અનુકૂળતાએ ઓનલાઇન પ્લાન તરીકે ખરીદી શકાય છે.
  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, કર સંબંધિત લાભ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને મેળવવામાં આવેલા લાભ પર મેળવી શકાય છે.

ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન માટે પાત્રતાના માપદંડો કયા છે?


  • આ ગેરેન્ટીડ પેન્શન પ્લાનમાં નિયમિત પ્રીમિયમ માટે અરજી કરવાની લઘુત્તમ વય 25 વર્ષ છે અને મહત્તમ વય 55 વર્ષ છે.
  • આ ગેરેન્ટીડ પેન્શન પ્લાનમાં મર્યાદિત પ્રીમિયમ માટે અરજી કરવા માટેની લઘુત્તમ વય 25 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ છે.
  • ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન પેન્શન ઇન્શ્યોરેન્સ સ્કીમમાં એક જ વારમાં ચૂકવવામાં આવતાં પ્રીમિયમ માટે અરજી કરવા માટેની લઘુત્તમ વય 0 વર્ષ અને મહત્તમ વય 75 વર્ષ છે.
  • આ પેન્શન ગેરેન્ટીડ પ્લાનમાં પૉલિસીના મુદતના અંતે લઘુત્તમ અને મહત્તમ વય અનુક્રમે 40 વર્ષ અને 80 વર્ષ હોવી જોઇએ.
  • આ રીટાયરમેન્ટ બેનિફિટ પ્લાનમાં નિયમિત અને મર્યાદિત પ્રીમિયમ માટે લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 5,00,000 છે અને તેની મહત્તમ મર્યાદા અંડરરાઇટિંગને આધિન છે.
  • આ રીટાયરમેન્ટ એન્યૂઇટી પ્લાનમાં એક જ વારમાં ચૂકવવામાં આવતાં પ્રીમિયમ માટે લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 1,00,000 છે અને તેની મહત્તમ મર્યાદા અંડરરાઇટિંગને આધિન છે.

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

  • શું હું ગવર્મેન્ટ પેન્શન પ્લાન અને ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન બંનેને એકસાથે મેળવી શકું?

    હા. ભારતમાં ખાનગી વીમાકંપનીઓ, કૉમર્શિયલ પેન્શન પ્લાન પ્રોવાઇડરો, ખાનગી બેંકો અને સરકારી એન્ટિટીઓ દ્વારા પૂરાં પાડવામાં આવતાં અનેક રીટાયરમેન્ટ પેન્શન સ્કીમ અને પેન્શન પ્લાન છે. આપ પ્રતિષ્ઠિત વીમાકંપનીઓ પાસેથી પેન્શન પ્લાનને ઓનલાઇન પણ ખરીદી શકો છો. આપ ખાનગી વીમાકંપનીઓ પાસેથી કેટલી સંખ્યામાં કે કેટલા પ્રકારના પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદી શકો છો, તેની પર કોઈ મર્યાદા નથી પરંતુ આપ ભારત સરકાર પાસેથી નેશનલ પેન્શન સ્કીમ જેવી પેન્શન સ્કીમ એકથી વધુ મેળવી શકો નહીં.

  • ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનમાં પેન્શન એન્યૂઇટી એટલે શું?

    એન્યૂઇટી (વાર્ષિકી) એ ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન જેવા પેન્શન પ્લાનની સૌથી સુસંગત વિશેષતા છે. તે પેન્શન પ્લાનમાં આપના દ્વારા કરવામાં આવેલા રોકાણમાંથી આપને સમયાંતરે પ્રાપ્ત થતી ચૂકવણીને સંદર્ભિત કરે છે. આપ જ્યારે રીટાયરમેન્ટ પ્લાન ખરીદો છો ત્યારે આપે રીટાયરમેન્ટ પૉલિસીમાં એક જ વારમાં અથવા તો આવર્તક પ્રીમિયમની ચૂકવણી કરવાની રહે છે. આપ એકવાર નિવૃત્ત થઈ જાઓ તે પછી આપને નિયમિત ચૂકવણી તરીકે એન્યૂઇટી (વાર્ષિકી) પ્રાપ્ત થાય છે, જેને આપ પેન્શન પ્લાનમાંથી મેળવો છો. આ પ્લાનમાં આપ એક જ વારમાં, મર્યાદિત રીતે (5/10 વર્ષ) અથવા નિયમિત રીતે પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કરી શકો છો અને વિલંબિત એન્યૂઇટી (વાર્ષિકી) વત્તા બોનસ (જો કોઈ હોય તો) પણ મેળવી શકો છો.

  • ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન હેઠળ વેસ્ટિંગ એજ કેટલી છે?

    ભારતમાં કર્મચારીઓની નિવૃત્તિ થવાની સામાન્ય વય 60 વર્ષ છે. જોકે, આપ ઇચ્છો ત્યારે નિવૃત્ત થઈ શકો છો. પેન્શન પ્લાનમાં વેસ્ટમેન્ટની વય અગાઉથી નક્કી કરવામાં આવેલ વયને સંદર્ભિત કરે છે, જ્યાંથી આપ આપના પેન્શન પ્લાનમાંથી ચૂકવણી મેળવવાનું શરૂ કરશો. ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પૉલિસી હેઠળ વેસ્ટમેન્ટની વય 40થી 80 વર્ષની વચ્ચે કોઇપણ હોઈ શકે છે.

  • ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન એ એક પાર્ટિસિપેટિંગ પેન્શન પ્લાન છે - આ બાબત સાથે મારે શું સંબંધ?

    ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન એ ભારતમાં પાર્ટિસિપેટિંગ પેન્શન પ્લાન પૈકીનો એક છે. પાર્ટિસિપેટિંગ પ્લાનમાં પૉલિસીધારકને બોનસ (જો કોઈ હોય તો) કે ડિવિડન્ડના સ્વરૂપે વીમાકંપની દ્વારા રળવામાં આવેલા નફામાંથી હિસ્સો પ્રાપ્ત થાય છે. નોન-પાર્ટિસિપેટિંગ પ્લાનમાં પૉલિસીધારકને કોઈ બોનસ કે ડિવિડન્ડ ચૂકવવામાં આવતાં નથી. જોકે, આ પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાનના બંને પ્રકારો ચોક્કસ વળતર પૂરું પાડે છે અને આપ જ્યારે પેન્શન પ્લાન ખરીદો છો ત્યારે તેની બાંયધરી આપવામાં આવે છે.

  • ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન ઓનલાઇન ખરીદવો એ શું યોગ્ય ગણાશે?

    આપના દ્વારા પસંદ કરવામાં આવેલ પેન્શન પ્લાન પ્રતિષ્ઠિત પેન્શન પ્લાન સર્વિસ પ્રોવાઇડર અને વીમાકંપનીના હોય તો, આ પ્રકારના પેન્શન પ્લાન ઓનલાઇન ખરીદવામાં કોઈ સમસ્યા નથી. આજના ઇન્ટરનેટ-ફ્રેન્ડલી વિશ્વમાં તે એક અનુકૂળ આવે તેવો અને ઝડપી વિકલ્પ છે. પેન્શન પ્લાનને કોઇપણ પ્રકારની મુશ્કેલી કે વિલંબ વગર ઓનલાઇન ખરીદી શકાય છે. ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનને આપની અનુકૂળતા મુજબ ઓનલાઇન મૉડ મારફતે ખરીદી શકાય છે.

  • જો હું પીએફ ખાતું ધરાવતો હોઉં તો પણ મારે ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન રીટાયરમેન્ટ પૉલિસીની જરૂર છે?

    આપ જ્યારે સતત વધતા જઈ રહેલા ફુગાવા, વધી નિર્વાહખર્ચ તેમજ આરોગ્ય અને તબીબી સહાયના ખર્ચા અંગે વિચારો તો આપને ખ્યાલ આવશે કે પીએફ ખાતા દ્વારા ઊભું કરવામાં આવેલ ભંડોળ નિવૃત્તિ બાદની આપની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતું નથી. રીટાયરમેન્ટના કવર તથા આપ જ્યારે નિવૃત્ત થાઓ ત્યારે આપને જરૂર પડનારા ફુગાવાને સમાયોજિત કરનારા ભંડોળને સમજવા માટે ઓનલાઇન રીટાયરમેન્ટ પ્લાનરનો ઉપયોગ કરો. આપના ભવિષ્યના નાણાકીય લક્ષ્યોને પૂરાં કરવા માટે આ ઇન્ડિયાફર્સ્ટ પેન્શન પ્લાનનો ઉપયોગ કરો.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

નિવૃત્તિ પછી પણ આપે હંમેશાથી જે પ્રકારે જીવન જીવવાની આકાંક્ષા રાખી છે, તે જ પ્રમાણે જીવો. ફક્ત ત્રણ શિસ્તનું પાલન કરો - આપના લક્ષ્યાંકોનું આયોજન કરો, સમજદારીપૂર્વક રોકાણ કરો અને આપના રોકાણ પર નજર રાખો.

અમારા રિટાયરમેન્ટ પ્લાન પર એક નજર નાંખો અને ચિંતામુક્ત જીવન જીવો!