ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન

આપની બીજી ઇનિંગ્સ એક સાહસથી જરાય કમ ન હોવી જોઇએ

GET A QUOTE

ઇમિજિયેટ એન્યુઇટી પ્લાનની રચના આપને નિવૃત્તિ પછી પણ આપની પસંદગીની જીવનશૈલી જાળવી રાખવામાં મદદરૂપ થવા માટે થઈ છે. તે આપને આપના સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓને પહોંચી વળવામાં તથા ફુગાવાથી આગળ રહેવામાં મદદરૂપ થાય છે.

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન ખરીદવાના કારણો

 • આપની નિવૃત્તિની વય 40થી 80 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આપનું સશક્તિકરણ કરે છે

 • આપની નિવૃત્તિના સમગ્ર વર્ષો દરમિયાન નિયમિતપણે નિશ્ચિત માસિક/ત્રિમાસિક/છમાસિક/વાર્ષિક આવક પ્રાપ્ત કરી આપની નાણાકીય સ્વતંત્રતાનો સંપૂર્ણ આનંદ માણો

 • આપની પાસે એન્યુઇટી (વાર્ષિકી)ના 4 અલગ-અલગ વિકલ્પ ઉપલબ્ધ રહે છે, જે છે, લાઇફ એન્યુઇટી (વાર્ષિકી), ખરીદકિંમત પરત કરનાર લાઇફ એન્યુઇટી (વાર્ષિકી), જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યુઇટી (વાર્ષિકી) ફૉર લાઇફ અને એન્યુઇટી (વાર્ષિક) સર્ટેઇન.

 • એન્યુઇટીની આવક મારફતે આપના જીવનસાથીને મદદરૂપ થવા (આપની ગેરહાજરીમાં પણ) જોઇન્ટ લાઇફનો વિકલ્પ પસંદ કરો

 • આપના નોમીનીની સુરક્ષા માટે ખરીદકિંમત પરત મેળવવાનો વિકલ્પ પસંદ કરો, જેના હેઠળ તેમને રોકાણની રકમ પરત મળે છેો

 • એક સમયગાળા અને તેના પછીના જીવન માટે એન્યુઇટી (વાર્ષિકી) સર્ટેઇનના વિકલ્પ હેઠળ, એક નિશ્ચિત સમયગાળા માટે આરામદાયક નિવૃત્તિનો આનંદ માણો

 • વ્યક્તિગત, ડીફર્ડ અને ગ્રૂપ ડીફર્ડ એન્યુઇટી (વાર્ષિકી) ધરાવતા વર્તમાન પૉલિસીધારકો / સભ્યો/ લાભાર્થીઓ 0થી 99 વર્ષ દરમિયાન કોઇપણ સમયે આ પ્લાનના લાભ મેળવી શકે છે

પાત્રતાના માપદંડો કયા છે?

 • નવા સભ્યો માટે અરજી કરવાની લઘુત્તમ વય (પ્રથમ વખત વાર્ષિકી મેળવનાર) 40 વર્ષ છે; ઇન્ડિયાફર્સ્ટ ઇન્શ્યોરેન્સના વર્તમાન પેન્શન સભ્ય/લાભાર્થી માટે 0 વર્ષ છે

 • અરજી કરવાની લઘુત્તમ વય (બીજી વખત વાર્ષિકી મેળવનાર) 18 વર્ષ છે

 • અરજી કરવાની મહત્તમ વય (પ્રથમ/બીજી વખત વાર્ષિકી મેળવનાર) 80 વર્ષ છે

 • લઘુત્તમ પ્રીમિયમ રૂ. 3,00,000 છે જ્યારે મહત્તમ પ્રીમિયમની કોઈ મર્યાદા નથી

 • એન્યુઇટી (વાર્ષિકી)નો લઘુત્તમ હપ્તો પ્રતિ માસ રૂ. 1000 અને વર્ષ માટે રૂ. 12,500 છે

 • એન્યુઇટી (વાર્ષિકી)ના હપ્તાનું આવર્તન માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક છે.

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન


આખું જીવન આપની મનની શાંતિ અને સુરક્ષા માટે આકરી મહેનત કર્યા બાદ કામ અને જવાબદારીઓમાંથી નિવૃત્ત થવું એ જાણે કે સપના જેવું છે. આ સપના રોળાઈ ન જાય તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે.નિવૃત્તિનું આયોજન કરવાથી તે આપની વૃદ્ધાવસ્થાને સોનેરી વર્ષોમાં પરિવર્તિત કરવામાં આપને મદદરૂપ થઈ શકે છે. ભારતમાં યોગ્ય રીટાયરમેન્ટ પ્લાનને પસંદ કરીને તમે ફુગાવાથી આગળ રહેવા, આપની આરોગ્ય સંબંધિત જરૂરિયાતોનું આયોજન કરવા તથા બાંધછોડ કર્યા વગર આપનું જીવનધોરણ જાળવી રાખવા માટેના તમારા પ્રયાસો કરી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનની મદદથી આપ આપની વધતી જઈ રહેલી વયને અનુલક્ષ્યા વગર આપના ભવિષ્ય પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવી શકો છો.ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનને પસંદ કરીને આપ આપ મનની શાંતિ, આર્થિક સુરક્ષા અને આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પરિવારની જરૂરિયાતોનું રક્ષણ કરવા માટે જીવન વીમાકવચ પણ મેળવો છો.

આપની નિવૃત્તિ દરમિયાન નિયમિત અંતરાલે આપને ચૂકવવામાં આવતી બાંયધરીપૂર્વકની આવક મેળવો અને આપે આપની જરૂરિયાતો માટે અગોતરું આયોજન કર્યું હોવાની ખાતરીની સાથે આપના સોનેરી દિવસોનો પ્રારંભ કરો.

પેન્શન પ્લાન્સ એટલે શું?


નિવૃત્તિનું આયોજન એ સૌના જીવનકાળનું એક મહત્વનું ઘટક છે. ફુગાવો કેટલા દરે વધી રહ્યો છે અને તબીબી ક્ષેત્રમાં સાધવામાં આવેલા વિકાસને કારણે લોકોની વધેલી આવરદાને ધ્યાનમાં લેતાં નિવૃત્તિનું આયોજન આપના આર્થિક ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ખૂબ જ મહત્વનું કાર્ય બની જાય છે. આ માટે ભારતમાં ઘણાં પ્રતિષ્ઠિત પેન્શન પ્લાન ઉપલબ્ધ, જેની રચના આપની નિવૃત્તિ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવામાં આપને મદદરૂપ થવા માટે થઈ છે.

પેન્શન પ્લાન્સ એ નિવૃત્તિ સંબંધિત લાભ પૂરો પાડતાં પ્લાન છે, જે જીવન વીમાકવચ અને રોકાણનો બમણો લાભ આપે છે. એક લાક્ષણિક પેન્શન વીમા પ્લાનમાં, પસંદ કરવામાં આવેલા ચોક્કસ વર્ષો માટે એક સ્થિર ગતિએ નાણાંની બચત કરવાનો સમાવેશ થાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિની મદદથી આ ભંડોળને મોટું અને વધુ સારું બનાવવામાં આવે છે. જ્યારે તમે તમારી નિવૃત્તિની વયે પહોંચો છો અને જ્યારે તમારી વ્યાવસાયિક આવક બંધ થઈ જાય છે, ત્યારે એન્યૂઇટી પેન્શન પ્લાન તમને આવકની સૌથી વધુ જરૂર હોય ત્યારે આવકનો સ્થિર પ્રવાહ પ્રાપ્ત થાય તેની ખાતરી કરે છે.

ભારતમાં રીટાયરમેન્ટ પૉલિસી બે તબક્કા ધરાવે છે - સંચય અને વેસ્ટિંગ. સંચયના તબક્કા દરમિયાન પૉલિસીધારક જ્યાં સુધી તે નિવૃત્તિ ન થઈ જાય ત્યાં સુધી એક નોંધપાત્ર ભંડોળ ઊભું કરવા માટે સમયાંતરે પ્રીમિયમ ચૂકવે છે.નિવૃત્ત થવા પર આપ બીજા તબક્કાને શરૂ કરવાનું પસંદ કરી શકો છો, એટલે કે, વેસ્ટિંગ. આ તબક્કો પ્લાનના નિવૃત્તિના લાભ આપ કઈ વયે મેળવવાની શરૂઆત કરો છો, તેને સંદર્ભિત કરે છે. આપનો આ બાંયધરીપૂર્વકનો રીટાયરમેન્ટ પ્લાન વેસ્ટિંગ દરમિયાન જ્યારે આપ નિશ્ચિત પગાર ન રળી રહ્યાં હો ત્યારે સમયાંતરે આપના ખાતામાં એક બાંયધરીપૂર્વકની રકમ જમા કરાવે છે. પેન્શન વીમા પૉલિસી મેળવીને તમે પરંપરાગત વીમાકવચ મેળવવા પર પણ ભરોસો રાખી શકો છો, જે આપના અકાળે અવસાનના કિસ્સામાં તમારા પરિવારની નાણાકીય જરૂરિયાતોની સુરક્ષા કરશે.

ભારતમાં વિવિધ પ્રકારની રીટાયરમેન્ટ પેન્શન સ્કીમ અને પેન્શન પ્લાન ઉપલબ્ધ છે. આપના માટે શ્રેષ્ઠ રીટાયરમેન્ટ પૉલિસી એ છે, જે આપને નિવૃત્તિ બાદ આવશ્યક આર્થિક મદદ પૂરી પાડે છે. તેના કેટલાક સર્વસામાન્ય પ્રકારોમાં સમાવિષ્ટ છેઃ

 • ડીફર્ડ એન્યૂઇટી પ્લાન્સઃ આપ પ્રીમિયમના ચૂકવણી કરવાના સમયગાળા દરમિયાન પ્રીમિયમની ચૂકવણી એક જ વારમાં અથવા તો સમયાંતરે કરી શકો છો.
 • ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન્સઃ તે એક સિંગલ પ્રીમિયમ પૉલિસી છે. ઇમિજિયેટ પેન્શન પ્લાન્સમાં આપ રીટાયરમેન્ટ પૉલિસીને શરૂ કરવા માટે પ્રીમિયમની એકસામટી ચૂકવણી કરો છો અને આપની પેન્શનની નિયમિત ચૂકવણી તરત શરૂ થઈ જાય છે.

તમારે શા માટે પેન્શન પ્લાન મેળવવો જોઇએ?


લાંબુ જીવન જીવવું એ લાંબા અને ખુશહાલ જીવન જીવવાથી વિશેષ મહત્વનું નથી. આજે, આપની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપની પાસે સાધનો છે, કારણ કે, આપ નિયમિત આવક રળી રહ્યાં છો. જોકે, નિવૃત્તિ બાદ આપની પાસે આપની નવી જરૂરિયાતોને પૂરી કરવા માટે તથા અણધારી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આર્થિક ક્ષમતા નહીં હોય. આવા સમયે પેન્શન પ્લાન મદદરૂપ થાય છે. આવતીકાલે આપને શેની જરૂરિયાત વર્તાઈ શકે છે તેનું આજે આયોજન કરીને આપ એ વાતની ખાતરી કરો છો કે, આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જવાથી આપના જીવનની ગુણવત્તા ઘટી નહીં જાય. એક પેન્શન પ્લાન તમારા માટે શા માટે જરૂરી છે, તેના માટેના ઘણાં કારણો છે.

તબીબી કટોકટીઓને પહોંચી વળવા

આપ તંદુરસ્ત જીવન જીવતા હો તેમ છતાં વૃદ્ધાવસ્થામાં વ્યાધિઓ આવતી જ હોય છે. આરોગ્યની ચિંતાઓની સાથે આપે આપના તબીબી ખર્ચાઓ પણ પૂરાં કરવાના હોય છે. આપ જો નિવૃત્ત થઈ ગયાં હો અને આપની પાસે કોઈ આવક ન હોય તો આ સ્થિતિ ઘણી કપરી બની જાય છે. એક સારી રીટાયરમેન્ટ પૉલિસી એ વાતની ખાતરી કરે છે કે, તમે તમારી બચતને તોડાવ્યાં વગર તમારી આરોગ્ય સંબંધિત ચિંતાઓનું સમાધાન કરી શકો.

ફુગાવાને બેઅસર બનાવવા

આજથી બે દાયકા પહેલાં 50 રૂપિયા નોંધપાત્ર ખરીદશક્તિ ધરાવતા હતા. આજે, આ રકમનું મૂલ્ય ઘટી ગયું છે. ફુગાવો કે કિંમતોમાં વધારો એ એક સાર્વત્રિક સત્ય છે અને આપ જો નિવૃત્તિ બાદ શાંતિપૂર્ણ જીવન જીવવા માંગતા હો તો આપે ફુગાવા સામે લડત આપવા આગોતરું આયોજન કરવું જરૂરી છે. આપ આપના સોનેરી વર્ષોમાં કોઈ મોટા ખર્ચાઓ માટેનું આયોજન ભલે ન કરો પરંતુ આપે આપની દૈનિક જરૂરિયાતની ચીજો, દવાઓ, કરિયાણું વગેરે ખરીદવા પડશે અને બિલો ચૂકવવા પડશે. એક સારો પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાન ભવિષ્યમાં આપને શેની જરૂરિયાત પડશે તે અંગે વિચારમાં અને તેના માટેની જોગવાઈ કરવામાં મદદરૂપ થશે.

આપના બાળક પરથી ભારણ ઘટાડવા

એક સમય એવો હતો જ્યારે લોકો મોટા સંયુક્ત કટુંબમાં રહેતા હતા. વૃદ્ધો એકથી વધુ પરિવારજનોના નૈતિક અને આર્થિક સમર્થન પર આધાર રાખી શકતા હતા. આજે આવા સંયુક્ત કુટુંબ વિભક્ત થઈ ગયા છે અને આજે કોઈ ઘરમાં ત્રણથી વધારે બાળકો જોવા દુર્લભ છે. આગામી થોડા દાયકાઓમાં જ એક સીનિયર સિટિઝન તરીકે આપને આવશ્યક સપોર્ટ નહીં હોય.

આ કારણસર, પરિવારના એકથી વધારે સભ્યોમાં આપના ખર્ચાઓ વહેંચાઈ જવાને બદલે આપની કાળજી અને સંભાળના ખર્ચનું ભારણ આપના બાળકો પર આવી પડશે. જેના પરિણામે તેમના નાણાં તેમના સપના પૂરાં કરવા પાછળ નહીં પરંતુ આપના ખર્ચાઓને પહોંચી વળવા તરફ ખર્ચાઈ જશે. એક એન્યૂઇટી પેન્શન પ્લાન તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોઇના પર પણ આધાર રાખ્યાં વગર તમને તમારી નિવૃત્તિના વર્ષો તમારી મરજી મુજબ જીવવામાં મદદરૂપ થાય છે.

આપના સોનેરી વર્ષોમાં સ્વાવલંબી બનવા

ઘરમાં આવક રળનારી મુખ્ય વ્યક્તિ તરીકે આપ ઘરમાં તમામ નિર્ણયો લેવા માટે ટેવાયેલા હો છો અને અન્ય કોઈ હસ્તક્ષેપ કરી પરિસ્થિતિને સંભાળે તે આપને પસંદ પડતું નથી. આપની વૃદ્ધાવસ્થામાં પણ આ સ્થિતિ શા માટે બદલાવી જોઇએ? આપે આપના માટે દવાઓ ખરીદવી હોય કે પછી તમારી અને તમારા જીવનસાથી માટે એક જોડી ચશ્મા ખરીદવા હોય, એક રીટાયરમેન્ટ પૉલિસી આપ જેને હંમેશાથી માણવા માંગતા હતા, તે સ્વાવલંબન પૂરું પાડે છે. આપને ટેકો પૂરો પાડનારા રીટાયરમેન્ટ બેનિફિટ પ્લાનની મદદથી આપના નિવૃત્ત જીવનને ગૌરવભેર અને આત્મસન્માનપૂર્વક જીવો.

નિવૃત્તિનું આયોજન કરવાના સ્ટેપ્સ કયા છે?


નિવૃત્તિનું આયોજન એ ટોપીમાંથી સસલું કાઢવા જેવી કોઈ જાદુઈ પ્રક્રિયા નથી. તે એક પ્રયોગમૂલક પ્રક્રિયા છે, જેમાં તમારી ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની આર્થિક જરૂરિયાતો પૂરી કરનારા પ્લાન અંગે નિર્ણય લેવા માટે તમારે વિવિધ આવશ્યક ચર બાબતોને ધ્યાન પર લેવી જોઇએ. તે નિવૃત્તિના આયોજનનો શ્રેષ્ઠ તબક્કાવાર અભિગમ છે.

સ્ટેપ 1: નાણાકીય લક્ષ્યાંક નિર્ધારિત કરવું

તમારી નિવૃત્તિના વર્ષો દરમિયાન તમે સંતુષ્ટીભર્યું જીવન જીવવા માંગો છો, તેમ કહેવું યોગ્ય નથી. જરાં વિચારો કે, આ પ્રકારનું સંતુષ્ટીભર્યું જીવન જીવવા માટે તમારે કેટલા નાણાંની જરૂર પડશે? નિવૃત્તિ દરમિયાન તમારી જરૂરિયાતોને પૂરી કરવા જરૂરી વાસ્તવિક રકમનો અંદાજ કાઢવા માટે ફુગાવાને ધ્યાન પર લેવો જરૂરી છે. આ સ્ટેપ તમારી નાણાકીય જરૂરિયાતો અને મર્યાદાઓને ઓળખી કાઢવા તથા તમારા નિવૃત્તિના લક્ષ્યાંકોને સ્થાપવા અંગે છે.

સ્ટેપ 2: તમારી વર્તમાન પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવી

તમારી વર્તમાન નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરો. શું કોઈ ઋણ ચૂકવવાનું બાકી છે, કોઈ જવાબદારીઓને ધ્યાન પર લેવાની છે અને ભવિષ્યમાં આવનારા કોઈ ચોક્કસ ખર્ચા અંગે આયોજન કરવું પડે તેમ છે? ભારતમાં પેન્શન પ્લાન્સમાં રોકાણ કરવા માટે તમારી પાસે કેટલા નાણાં બચે છે, તેની જાણકારી મેળવવા માટે આ બધી ચૂકવણીઓ માટેની જોગવાઈ કરો.

સ્ટેપ 3: જોખમ લેવાની તમારી ક્ષમતા તપાસો

રોકાણ-કમ-વીમા પેન્શન પ્લાન તમારા માટે તમારા નાણાંનું રોકાણ કરે છે. રોકાણ ક્યાં કરવામાં આવે તેનો સંપૂર્ણ આધાર તમારી જોખમ લેવાની ક્ષમતા પર રહેલો છે. તમે જો થોડું જોખમ લઈ શકો એવી સ્થિતિમાં હો તો, એવા પેન્શન પ્લાન પસંદ કરો, જે ઇક્વિટીમાં રોકાણ કરતા હોય. પરંતુ જો તમે જોખમ લેવા માંગતા ન હો તો, ડેટ ઇન્વેસ્ટમેન્ટ પેન્શન પ્લાન અથવા તો સરકારી સિક્યુરિટીઝ અને બોન્ડ્સમાં રોકાણ કરતાં હોય તેવા પ્લાન તમારા માટે વધુ યોગ્ય છે.

સ્ટેપ 4: નાણાંની ફાળવણી

નિવૃત્તિના આયોજન માટે એક ચોક્કસ રકમ નિર્ધારિત કરો. ભારતમાં સિંગલ પ્રીમિયમના ઇમિજિયેટ એન્યૂઇટી પેન્શન પ્લાનની મદદથી તમે એક જ વારમાં એક નોંધપાત્ર રકમને બાજુ પર મૂકી શકો છો અને આમ કર્યા પછી તરત બાંયધરીપૂર્વકના માસિક પેન્શનના લાભને માણી શકો છો. કેટલાક પીરિયોડિક પ્રીમિયમ પેન્શન પ્લાન્સ તમને ડીફર્ડ એન્યૂઇટીનો વિકલ્પ પૂરો પાડે છે, જેથી કરીને તમે તમારી જરૂરિયાત મુજબ તમારી વેસ્ટિંગની વય નક્કી કરી શકો. પેન્શન પ્લાન્સની સાથે તમે તમારી નિવૃત્તિના આયોજનના ભાગરૂપે અન્ય નાણાકીય સાધનોમાં પણ રોકાણ કરી શકો છો-તે મુજબ નાણાં ફાળવી શકો છો.

સ્ટેપ 5: નિરીક્ષણ અને પુનઃમૂલ્યાંકન

કોઇપણ પણ બાબત શાશ્વત નથી હોતી. પછી તે તમારા નાણાકીય લક્ષ્યાંક હોય કે વ્યક્તિગત પ્રાથમિકતાઓ હોય, તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ઉપાયની પ્રગતિનું નિરીક્ષણ કરવા અને તેની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે સમયાંતરે પાછા વળીને જોવું જરૂરી બની જાય છે.

 

તમારે નિવૃત્તિનું આયોજન ક્યારે શરૂ કરવું જોઇએ?


નિવૃત્ત થવાની કોઈ યોગ્ય વય નથી હોતી. આપ આપની 50થી 60 વર્ષની વય દરમિયાન જ્યાં સુધી સ્વસ્થ હો ત્યાં સુધી કામ કરવાનું ચાલું રાખી શકો છો કે પછી 40 વર્ષની વયે નિવૃત્ત થઈ શકો છો. આપે નિવૃત્ત ક્યારે થવું છે તે આપે નક્કી કરવાનું છે. નિવૃત્તિ માટેનું યોગ્ય આયોજન કરીને આપ આપની આર્થિક સ્થિરતા પ્રભાવિત થતી નથી તેની ખાતરી કરી શકો છો. આ બાબતને ધ્યાનમાં રાખીને આપે આપની નિવૃત્તિનું આયોજન વહેલીતકે શરૂ કરવું જોઇએ. સંપત્તિનું સર્જન કરવું એ કોઈ ટૂંકાગાળાની પ્રક્રિયા નથી. આપ જેટલી વહેલીતકે સંપત્તિનું સર્જન કરવાનું શરૂ કરશો, આપના રોકાણોને વધવા અને આપને લાભ પૂરાં પાડવા માટે એટલો જ વધારે સમય પ્રાપ્ત થશે.

વહેલીતકે આયોજન શરૂ કરવાથી તમને તમામ બાબતોનો શ્રેષ્ઠ લાભ મળે છે - દિર્ઘાયુષ્ય સંબંધિત જોખમને સરળતાથી મેનેજ કરી શકાય છે, ડિવિડન્ડ્સ પાકી શકે તે માટે ચક્રવૃદ્ધિ વ્યાજને પૂરતો સમય મળી રહે છે અને આક્રામક રોકાણ કરવાનું શક્ય બને છે.

વહેલી શરૂઆત કરવાના ફાયદા તો છે જ પરંતુ જો આપ આ તક ચૂકી ગયાં તો શું? શું આપ હજુ પણ આપની નિવૃત્તિ માટે આયોજન કરી શકો છો? હા, કેમ નહીં! મોડી શરૂઆત કરવાથી પ્રક્રિયા થોડી જટિલ બની જઈ શકે છે અને તમને જે વળતર મળે છે, તે મહત્તમ સ્તરે પહોંચી શકતું નથી પરંતુ તેમ છતાં તે એક યોગ્ય પ્રક્રિયા છે. ઇમિજિયેટ એન્યૂઇટી પેન્શન પ્લાનમાં તમે એક જ વારમાં પ્રીમિયમ ચૂકવી પેન્શનની આવકને તરત મેળવવાનું શરૂ કરી શકો છો.આપ જો મોડી શરૂઆત કરો છો તો, રોકાણના એવા સાધનો પસંદ કરો, જે આપને ઊંચું વળતર આપે, આપના એકંદર ખર્ચાઓને ઘટાડો, આપ આપની આવકની સાથે આપના જીવનસાથીની પણ આવકને જોડી શકો છો કે કેમ તેની શક્યતા ચકાસો, આવકનું સર્જન કરનારા અન્ય સ્રોતો શોધો અને હમણાં જ શરૂઆત કરો.

પેન્શન પ્લાનને પસંદ કરતી વખતે કયા પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ?


સમય પસાર થવાની સાથે લોકોના આયુષ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં લોકો સામાન્ય રીતે 90-100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. જોકે, આયુષ્ય વધવાની સાથે ભવિષ્ય માટે આયોજન કરવાનું તથા ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય વીમા યોજના પસંદ કરવાનું ખૂબ જ મહત્વનું બની જાય છે.આપની વૃદ્ધાવસ્થા માટેના આયોજની શરૂઆત આજથી થાય છે. આપ કેટલું લાંબુ જીવો છો તેને અનુલક્ષ્યા વગર આપની વૃદ્ધાવસ્થામાં આપને સારી રીતે ટેકારૂપ થાય તેના માટે પૂરતું મોટું ભંડોળ ઊભું કરવા શ્રેષ્ઠ રીટાયરમેન્ટ એન્યૂઇટી પ્લાનમાં રોકાણ કરો. પેન્શન લાઇફ ઇન્શ્યોરેન્સના વિકલ્પોની વચ્ચે પસંદગી કરતી વખતે અહીં આપવામાં આવેલા કેટલાક પ્રશ્નો પૂછાવા જોઇએ.

આપ ક્યારે નિવૃત્ત થવા માંગો છો?

ભારતમાં નિવૃત્ત થવાની સામાન્ય વય 60 વર્ષ છે પરંતુ આપ ઇચ્છો તો તેનાથી વહેલા પણ નિવૃત્ત થઈ શકો છો. આપે જો આપની નિવૃત્તિ માટે આવકના વૈકલ્પિક સ્રોતની જોગવાઈ કરી રાખી હોય તો, તમે ઇચ્છો તો 45 વર્ષની વયે પણ નિવૃત્ત થઈ શકો છો.

શું પેન્શન પ્લાન આપને મદદરૂપ થઈ શકે તેમ છે?

આપ જો સરકારી કર્મચારી હો, તો આપને નિવૃત્તિ બાદ એક નિશ્ચિત રકમ પેન્શન પેટે મળશે. ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ તેમની રજાઓના નાણાં અને ગ્રેજ્યુઇટીની ચૂકવણી મેળવી શકે છે પરંતુ તેમના માટે કોઈ માસિક પેન્શનની જોગવાઈ નથી. આપને આપના નિયોક્તા પાસેથી પેન્શન પ્રાપ્ત થવાનું હોય કે ન હોય, વધારાની આવકનો સ્રોત હંમેશા મદદરૂપ થાય છે.

નિવૃત્ત થવા પર આપ કેટલી રકમ મેળવવા ઇચ્છો છો?

આપના દ્વારા પસંદ કરવામાં આવેલા પેન્શન પ્લાનની યોગ્યતા, આપની નિવૃત્તિ બાદ તે આપને કેટલા નાણાં પૂરાં પાડે છે, તેના દ્વારા નક્કી થાય છે. જો આપની રીટાયરમેન્ટ પૉલિસી આપને પૂરતી માસિક આવક પૂરી ન પાડે તો, આપે પૂરક રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પૉલિસી લેવાની જરૂર વર્તાય છે. આપની આવકનું મૂલ્યાંકન કરો, નિવૃત્તિ બાદ આપ કેટલી માસિક આવક મેળવવા માંગો છો તેનો અંદાજ માંડો અને ફુગાવાને ધ્યાન પર લો. તમે જે રકમ પર આવો છો, એટલી જ રકમ તમને તમારો પેન્શન પ્લાન ભવિષ્યમાં આપતો હોવો જોઇએ.

કયા પ્રકારના પેન્શન ઇન્શ્યોરેન્સ તમને ઉપયોગી સાબિત થઈ શકે છે?

વાત જ્યારે પેન્શન ઇન્શ્યોરેન્સના પ્રકારોની થઈ રહી હોય ત્યારે, વિકલ્પોની જરાયે ખોટ પડતી નથી. ડીફર્ડ એન્યૂઇટી અને ઇમિજિયેટ એન્યૂઇટી એ પેન્શન ઇન્શ્યોરેન્સના બે મૂળભૂત પ્રકારો છે. ડીફર્ડ એન્યૂઇટી એ એક લાક્ષણિક પેન્શન પ્લાન છે, જેમાં પૉલિસીધારક નિવૃત્ત થાય તેના થોડાં વર્ષો પહેલાં પ્રીમિયમની ચૂકવણી મારફતે ભંડોળ ભેગું થાય છે અને માસિક ચૂકવણી શરૂ થઈ શકે છે. તો ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન, જેમ કે, ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન એ એક એવી રીટાયરમેન્ટ પૉલિસી છે, જેમાં પ્રીમિયમની ચૂકવણી એક જ વારમાં કરવાની હોય છે. આ પેન્શન પ્લાનમાં તરત ચૂકવણીઓ મેળવવાનું શરૂ કરવા માટે પ્રીમિયમ પેટે એક જ વારમાં એકસામટી રકમ ચૂકવવાની રહે છે.

આપના નિવૃત્તિના ભંડોળને વધારવા માટે આપ બીજું શું કરી શકો છો?

યોગ્ય પેન્શન પ્લાન એ આપના નિવૃત્તિના આયોજનનો પાયો છે. આપના નિવૃત્તિના ભંડોળને વધારવા માટે આપની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખી આપે પીપીએફ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ (બાંધી મુદતની થાપણો), કિસાન વિકાસપત્ર કે અન્ય સરકારી યોજનાઓ તથા યુલિપનો સમાવેશ કરી આપના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા અંગે વિચારો.

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનની વિશેષતાઓ કઈ છે?


ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન એ એક નોન-પાર્ટિસિપેટિંગ, નોન-લિંક્ડ, ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન છે, જેને એસામટી રકમ ચૂકવીને ખરીદી શકાય છે. આપને આપની નિવૃત્તિની વય પસંદ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે અને આપને આપના દ્વારા પસંદ કરવામાં આવ્યાં મુજબ માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક/વાર્ષિક આધારે નિશ્ચિત એન્યૂઇટી (વાર્ષિકી) પ્રાપ્ત થાય છે.

એક નોન-પાર્ટિસિપેટિંગ પેન્શન પ્લાન તરીકે ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન માર્કેટ સંબંધિત ફંડના મૂલ્યોની અસ્થિરતાથી પ્રભાવિત થતો નથી. આ જોખમમુક્ત રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પૉલિસી, એક ઇમિજિયેટ પેન્શન પ્લાન છે, જે આપને રીટાયરમેન્ટની એન્યૂઇટી વર્ષો બાદ નહીં પરંતુ તત્કાલ આપે છે.

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનની મુખ્ય વિશેષતાઓ

 • આપ આપની જરૂરિયાત મુજબ નિવૃત્તિની વયને પસંદ કરી શકો છો; આપ 40થી 80 વર્ષની વચ્ચે કોઇપણ સમયે વળતર મેળવવાનું શરૂ કરી શકો છો.
 • આપને આપના નિવૃત્તિના વર્ષો દરમિયાન નિશ્ચિત નિયમિત માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક/વાર્ષિક આવક પ્રાપ્ત થશે.
 • આપની ગેરહાજરીમાં પણ એન્યૂઇટી મળવાનું ચાલું રહેતું હોવાથી આપના જીવનસાથીને આર્થિક ટેકો પૂરો પાડવા માટે જોઇન્ટ લાઇફનો વિકલ્પ પસંદ કરો.
 • આપ હયાત ન હો ત્યારે પણ આપના પ્રિયજનોને સંરક્ષિત રાખવા માંગો છો? રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઇઝનો વિકલ્પ પસંદ કરો અને આપના નોમીનીઓનું સંરક્ષણ કરો, કારણ કે, તેમને રોકવામાં આવેલી સમગ્ર રકમ પરત મળે છે.
 • એન્યૂઇટી સર્ટેનના વિકલ્પ હેઠળ નિર્ધારિત સમયગાળા અને ત્યારપછીના જીવન માટે આપના નિવૃત્ત જીવનને આરામદાયક બનાવો.
 • વર્તમાન ઇન્ડિવિડ્યૂઅલ ડીફર્ડ અને ગ્રૂપ ડીફર્ડ એન્યૂઇટી પૉલિસીધારકો/સભ્યો/લાભાર્થીઓ 0થી 99 વર્ષની વચ્ચે કોઇપણ સમયે ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનનો લાભ મેળવી શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન હેઠળ પેન્શન એન્યૂઇટીના વિકલ્પો

આ રીટાયરમેન્ટ પૉલિસી હેઠળ પ્રીમિયમની ચૂકવણી એક જ વારમાં કરવાની હોવાથી આપને પેન્શનની એન્યૂઇટીના ચાર અલગ-અલગ વિકલ્પ પ્રાપ્ત થાય છેઃ

 • લાઇફ એન્યૂઇટી (આજીવન વાર્ષિકી)
 • ખરીદકિંમતને પરત મેળવવાની સાથે લાઇફ એન્યૂઇટી (આજીવન વાર્ષિક)
 • આજીવન માટે જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યૂઇટી
 • 5/10/15 વર્ષના સમયગાળા અને ત્યારપછીના જીવન માટે એન્યૂઇટી સર્ટેઇન

સિંગલ લાઇફ એન્યૂઇટીના કિસ્સામાં પેન્શન એન્યૂઇટી આપ જીવિત રહો ત્યાં સુધી ચૂકવવામાં આવે છે. જોઇન્ટ લાઇફ એન્યૂઇટીમાં પેન્શન એન્યૂઇટી ત્યાં સુધી ચૂકવવામાં આવે છે, જ્યાં સુધી એન્યૂઇટી મેળવનારી બેમાંથી કોઇપણ એક વ્યક્તિ જીવિત હોય, એટલે કે, આપનું મૃત્યુ થવા પર જોઇન્ટ લાઇફ હેઠળ નામાંકિત કરવામાં આવેલ આપના જીવનસાથીને, તે/તેણી જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી એન્યૂઇટી પ્રાપ્ત થશે.

ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન માટે પાત્રતાના માપદંડ કયા છે?


 • આ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન ઇન્શ્યોરેન્સ હેઠળ નવા સભ્ય માટે અરજી કરવા માટેની લઘુત્તમ વય (વાર્ષિકી મેળવનારી પ્રથમ વ્યક્તિ) 40 વર્ષ છે; ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પાસેથી પેન્શન પ્રાપ્ત કરનારા વર્તમાન સભ્ય/લાભાર્થીઓ માટેની લઘુત્તમ વય 0 વર્ષ છે.
 • આ ઇન્ડિયાફર્સ્ટ પેન્શન પ્લાનમાં અરજી કરવા માટેની લઘુત્તમ વય (વાર્ષિકી મેળવનારી બીજી વ્યક્તિ) 18 વર્ષ છે.
 • આ ઇન્ડિયાફર્સ્ટ રીટાયરમેન્ટ પ્લાનમાં અરજી કરવા માટેની મહત્તમ વય (વાર્ષિકી મેળવનારી પ્રથમ/બીજી વ્યક્તિ) 80 વર્ષ છે.
 • આ ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનમાં ચૂકવવાપાત્ર લઘુત્તમ પ્રીમિયમ રૂ. 3,00,000 છે, જ્યારે મહત્તમ પ્રીમિયમની કોઈ મર્યાદા નથી.
 • આ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પેન્શન પ્લાન હેઠળ પ્રતિ માસ લઘુત્તમ એન્યૂઇટી ઇન્સ્ટોલમેન્ટ રૂ. 1000 છે અને પ્રતિ વર્ષ રૂ. 12,500 છે.
 • આ રીટાયરમેન્ટ એન્યૂઇટી પ્લાન હેઠળ એન્યૂઇટીના ઇન્સ્ટોલમેન્ટની ફ્રીક્વન્સી માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક છે.

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

 • પેન્શન પ્લાન એટલે શું?

  પેન્શન પ્લાન જીવન વીમાકવચ અને રોકાણ એમ નિવૃત્તિના વીમાનો બેવડો લાભ પૂરો પાડે છે. તે તમને એક એવું ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જે તમારી નિવૃત્તિ દરમિયાન આર્થિક ટેકો પૂરો પાડશે. સામાન્ય રીતે, નિવૃત્ત થવા પર એક ઊચક રકમ તરીકે આંશિક રકમને ઉપાડી શકાય છે. જ્યારે બાકીની રકમ નિયમિત માસિક આવક કે એન્યૂઇટી (વાર્ષિકી) તરીકે ચૂકવવામાં આવે છે.

  તમે તમારી પૉલિસીના વિકલ્પો અને વ્યક્તિગત પ્રાથમિકતાઓના આધારે ચૂકવણીની ફ્રીક્વન્સી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક રાખવી છે, તે પસંદ કરી શકો છો.

  નિવૃત્તિની પૉલિસીમાં આવરી લેવામાં આવેલા સમયગાળા દરમિયાન પૉલિસીધારકનું અકાળે અવસાન થવા જેવી કમનસીબ ઘટનાના કિસ્સામાં લાભાર્થીને પેન્શન પ્લાન ખરીદતી વખતે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ વીમાકૃત રકમ પ્રાપ્ત થાય છે. પેન્શન પ્લાન તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવે છે અને તમારા નિવૃત્તિના વર્ષો દરમિયાન નિયમિત આવક મેળવવાનું શક્ય બનાવે છે. તે તમારા સુવર્ણ વર્ષો દરમિયાન આર્થિક સ્વાતંત્ર્ય ભોગવવાનું એક ઉત્તમ સાધન છે.

 • હું કયા પ્રકારના પેન્શન ઇન્શ્યોરેન્સના વિકલ્પ પસંદ કરી શકું છું?

  રોકાણની પ્રકૃતિ પર આધાર રાખી પેન્શન ઇન્શ્યોરેન્સના પ્રકારોમાં ફક્ત બચત કરનારા પ્લાન અને રોકાણના સાધનો તરીકે ઉપયોગમાં લેવાતાં પ્લાનનો સમાવેશ થાય છે.

  તમે એન્યૂઇટી પ્લાન પર આધાર રાખીને પણ પસંદગી કરી શકો છો. ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનમાં તમે પ્રીમિયમ એક જ વારમાં ચૂકવી શકો છો અને તમારા બાકીના જીવન માટે તરત ચૂકવણીઓ મેળવવાનું શરૂ કરી શકો છો. તો ડીફર્ડ એન્યૂઇટી પ્લાનમાં તમે લાંબાગાળે એક ભંડોળ ઊભું કરી શકો છો અને તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ભવિષ્યની કોઈ તારીખથી ચૂકવણીઓ મેળવવાનું શરૂ કરી શકો છો.

  જોઇન્ટ લાઇફ એન્યૂઇટી પ્લાન એ પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાન્સનો એક પ્રકાર છે, જેમાં પ્રાથમિક એન્યૂઇટેન્ટના મૃત્યુ બાદ પેન્શનની રકમ તેમના જીવનસાથી/પાર્ટનરને આજીવન મળતી રહે છે.

 • પેન્શન પ્લાન ખરીદવાનો યોગ્ય સમય કયો છે?

  નિવૃત્તિ બાદ એક સલામત આર્થિક ભવિષ્યની ખાતરી કરવા માટે સૌ કોઇએ પોતાની નિવૃત્તિનું યોગ્ય રીતે આગોતરું આયોજન કરવાની જરૂર છે. આપ જ્યારે નિયમિત આવક રળી રહ્યાં હો ત્યારે આપને લાગે છે કે, નિવૃત્તિ અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, નિવૃત્તિનું આયોજન કરતી વખતે આપે આપની વર્તમાન સ્થિતિ, ભવિષ્યમાં આરામદાયક રીતે જીવવા માટે આપને કેટલા નાણાંની જરૂર પડશે તેનું અનુમાન, ફુગાવો અને વધી રહેલા આયુષ્યકાળ જેવા પરિબળોને ધ્યાન પર લેવા જોઇએ.

  પેન્શન પ્લાન ખરીદવાનો શ્રેષ્ઠ સમય આપ જ્યારે યુવાન હો ત્યારે ગણાય છે. વહેલી શરૂઆત કરવાથી રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સના ઘણાં લાભ મળી રહે છે અને તેનાથી તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો શક્ય એટલો વધારે લાભ મળે છે. તમારી પાસે થોડાં નાણાં હોય તો પણ વહેલીતકે શરૂઆત કરવી જ સૌથી લાભદાયી ગણાય છે. તેનો અર્થ જરાયે એ નથી કે, આપ આ તક ચૂકી ગયાં હો તો રીટાયરમેન્ટનું આયોજન શરૂ કરવું જ ન જોઇએ. તમે જે પણ પરિસ્થિતિમાં હો, તમારી પાસે જેટલા પણ નાણાં હોય, તેની સાથે શરૂઆત કરો. પેન્શન પ્લાન ખરીદવાનો બીજો શ્રેષ્ઠ સમય જ હમણાં જ છે.

 • રીટાયરમેન્ટ પૉલિસીના લાભ કયા છે?

  તમારા દ્વારા પસંદ કરવામાં આવેલાં એન્યૂઇટી ઇન્શ્યોરેન્સ પેન્શન પ્લાન પર આધાર રાખી, તમને અનેકવિધ લાભ મળી શકે છેઃ

  • નિવૃત્તિ બાદ આપની આર્થિક સ્વતંત્રતાની ખાતરી કરવા માટે બાંયધરીપૂર્વકની આવક.
  • આપના અવસાનના કિસ્સામાં આપના જીવનસાથીને પેન્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવાનો મોકો
  • મૃત્યુ સંબંધિત લાભ અથવા તો તમારા પરિવારને પ્રાપ્ત થતી વીમાકૃત રકમ
  • પ્રીમિયમની ચૂકવણીની સ્થિતિસ્થાપક શરતો
  • રાઇડર્સને ઉમેરવાની શક્યતાઓ
  • પ્રવર્તમાન કર સંબંધિત કાયદાઓ હેઠળ કરકપાત અને અન્ય લાભ

 • ઇમિજિયેટ અને ડીફર્ડ એન્યૂઇટી પેન્શન પ્લાન વચ્ચે શું તફાવત છે?

  ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન એ સિંગલ પ્રીમિયમ ઇન્શ્યોરેન્સ પ્લાનની સમાન જ છે. આપે રીટાયરમેન્ટ પેન્શન પ્લાનને શરૂ કરવા અને તરત માસિક ચૂકવણીઓ મેળવવા માટે પ્રીમિયમની ચૂકવણી એક જ વાર કરવાની રહે છે. ડીફર્ડ એન્યૂઇટી પેન્શન પ્લાનમાં આપે પ્રીમિયમની ચૂકવણી કરવા માટેની મુદતને પસંદ કરવાની રહે છે, જે દરમિયાન આપ ગેરેન્ટીડ પેન્શન પ્લાનમાં યોગદાન આપશો. આ પ્રકારના પેન્શન ગેરેન્ટીડ પ્લાન હેઠળ, આપ ભવિષ્યમાં કયા સમયથી ચૂકવણી મેળવવા માંગો છો, તેની શરૂ થવાની ભવિષ્યની તારીખને નક્કી કરી શકો છો.

 • શું હું એકથી વધારે પેન્શન પ્લાન ખરીદી શકું?

  હા, આપ આપની જરૂરિયાત મુજબ ખાનગી વીમાકંપનીઓ પાસેથી અન્ય રીટાયરમેન્ટ પ્લાન પણ ખરીદી શકો છો. જોકે, તમે નેશનલ પેન્શન સ્કીમ જેવા સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવતાં એકથી વધુ પેન્શન પ્લાન ખરીદી શકતાં નથી.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

આપને રસ પડી શકે તેવા અન્ય ઉત્પાદનો