ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન તમારા અકાળ મૃત્યુના કિસ્સામાં તમારા પરિવારને ઊચક રકમ સુનિશ્ચિત કરી આપે છે.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન ખરદીવા માટેના કારણો
40 વર્ષ સુધીના ગાળા માટે જીવન કવચ મેળવો
વીમાધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં સુનિશ્ચિત લાભ
ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર કરવેરાના લાભો ઉપલબ્ધ છે અને પ્રવર્તમાન વેરા કાયદા મુજબ લાભો મળે છે.
પાત્રતા માપદંડ શું છે?
અરજી કરવા માટેની લઘુત્તમ વય 18 અને મહત્તમ વય 60 છે.
પ્લાનના અંતે મહત્તમ વય 70 વર્ષની છે.
લઘુત્તમ સુનિશ્ચિત રકમ (સમ એસ્યોર્ડ): રૂ।. 1,00,000. મહત્તમ સુનિશ્ચિત રકમ: રૂ।. 5,00,00,000
મારે ટર્મ ઇન્શ્યોરેન્સ શા માટે લેવો જરૂરી છે?
આપને ટર્મ ઇન્શ્યોરેન્સની જરૂરિયાત શા માટે છે, તે જાણતા પહેલાં ચાલો કેટલાક આત્મખોજ કરનારા પ્રશ્નો અંગે વિચારીએઃ
- શું આપને લાગે છે કે, આપે આપની ગેરહાજરીમાં આપના પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરી લીધી છે?
- જ્યારે આપનો પરિવાર આપની માસિક આવક પર નિર્ભર ન હોય ત્યારે આપનું રોકાણ અને/અથવા બચત તેમને ટેકો પૂરો પાડવા માટે પૂરતાં છે?
- આપનું નિધન થઈ જવાના કિસ્સામાં શું આપનો પરિવાર આપની આર્થિક જવાબદારીઓ અને ઋણની ચૂકવણીઓમાંથી મુક્ત હશે?
આમાંથી કોઇપણ પ્રશ્નનો ઉત્તર ના હોય તો, આપના માટે ટર્મ પ્લાન ખરીદવો એ એક આવશ્યક રોકાણ બની જાય છે. આ રહ્યાં તેના માટેના કારણોઃ
આપ આપના પરિવારની મુખ્ય વ્યક્તિ હો, સિંગલ પેરેન્ટ હો, બિઝનેસના માલિક હો અથવા પગારદાર કર્મચારી હો... આપની જરૂરિયાતોને અનુરૂપ ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદવો એ આપના પરિવારના આર્થિક ભવિષ્યની ખાતરી કરવાનો સૌથી સ્માર્ટ રસ્તો છે.
આપના પરિવારની આર્થિક સ્થિરતાની સુરક્ષા કરવી
પરિવારની કમાણી કરનારી વ્યક્તિને ગુમાવી દેવાનો આર્થિક પ્રભાવ આશ્રિતોના જીવનધોરણને ખોરવી નાંખે છે અને ભવિષ્ય માટેના તેમના સપનાં રોળાઈ જાય છે. આપના પ્રિયજનોના સપનાંને નવી પાંખો આપો, આપની ગેરહાજરીમાં પણ...
સજ્જ રહેવા માટે
નિષ્ફળ ન થવાય તેના માટે આયોજન કરો. આયોજન કરવામાં નિષ્ફળ થશો નહીં. જીવનમાં કોઈ બાબત નિશ્ચિત હોય તો તે અનિશ્ચિતતા છે. તમામ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું એ જીવનની અનિશ્ચિતતાઓ સાથે કામ પાર પાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રૂ. 1 કરોડના ટર્મ ઇન્શ્યોરેન્સ જેવું નોંધપાત્ર જીવન વીમાકવચ જીવનની અનિશ્ચિતતા સામે આપના પરિવારનું રક્ષણ કરી શકે છે.
આપની સંપત્તિનું રક્ષણ કરવા માટે
આપે જો કાર કે હૉમ લૉન ચૂકવવાની હોય તો, આપના અકાળે અવસાનના કિસ્સામાં આ આર્થિક જવાબાદારીઓ આપના પરિવારજનોના માથે આવી પડે છે. એક ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. અકાળે અવસાનના કિસ્સામાં સામટી ચૂકવવામાં આવતી રકમનો લાભ આ આર્થિક જવાબદારીઓ, ઋણની ચૂકવણી કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે તથા આપના પરિવારને કોઇપણ પ્રકારના તણાવમાં નાંખ્યા વગર આપની સંપત્તિની સુરક્ષા કરે છે.
જીવનધોરણમાં શક્ય એટલા ઓછા ફેરફાર કરવા માટે
આપનો પરિવાર ચોક્કસ જીવનધોરણથી ટેવાઈ ગયો હોય છે. આપના આશ્રિતોએ તેમની આંખમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાં આંજી રાખ્યાં હોય છે, જેમ કે, શિક્ષણ, લગ્ન અને શાંતિપૂર્ણ જીવન માટેનું આયોજન. ઘરમાં કમાણી કરનાર મુખ્ય વ્યક્તિનું નિધન થઈ જવાથી આ આયોજનો ઝડપથી ખોરવાઈ જઈ શકે છે અને આપના પ્રિયજનો માટે અગાઉની જેમ આરામદાયક રીતે જીવવાનું દુષ્કર બની જાય છે. એક ટર્મ કવર જે લાભ પૂરાં પાડે છે, તેની મદદથી તેમનું આર્થિક ભવિષ્ય સરળ અને સલામત બની જઈ શકે છે.
મારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન શા માટે ખરીદવો જોઇએ?
40 વર્ષના સમયગાળા સુધી જીવન વીમાકવચના ફાયદાઓનો આનંદ માણો
ટર્મ ઇન્શ્યોરેન્સને ખરીદવાનો શ્રેષ્ઠ સમય હમણાં જ છે. આપ જો હમણાં જ ટર્મ પૉલિસી મેળવવાનો વિકલ્પ પસંદ કરો છો, તેનાથી આપને પ્રીમિયમના સૌથી ઓછા દર અને આપની ઇચ્છા મુજબની મુદત મેળવવાની ખાતરી થઈ શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન આપને 5 વર્ષથી માંડીને 40 વર્ષ સુધીનો સમયગાળો પૂરો પાડે છે, જેમાં પ્લાનની મુદતના અંતે મહત્તમ વય 70 વર્ષની છે.
પરવડે તેવા દરોએ મહત્તમ ટર્મ કવરની સાથે આપના પ્રિયજનોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છેે
યુટિલિટી બિલ, ભાડું અને અન્ય માસિક ખર્ચાઓની ચૂકવણી કર્યા બાદ વીમાનું ભારે પ્રીમિયમ ચૂકવવું ઘણું મુશ્કેલીભર્યું બની શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન આપને પરવડે તેવા પ્રીમિયમે વીમાકવચ પૂરું પાડે છે, જે આપના બજેટને હચમચાવતું નથી. આ સ્માર્ટ ટર્મ પ્લાન આપને મનની શાંતિ આપે છે અને આપના ખીસાના ભારને હળવો કરતો નથી. પ્રીમિયમની રકમનો આધાર વીમાકૃત વ્યક્તિની ઉંમર, પ્લાનની મુદત અને વીમાકૃત રકમ પર રહે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનના પ્રીમિયમની શરૂઆત પ્રતિ માસ ફક્ત રૂ. 100 જેટલી નજીવી રકમથી થાય છે.
આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારની આર્થિક સ્થિરતાની ખાતરી કરે છે
મોટાભાગના લોકો જીવનના આયોજનના ભાગરૂપે હૉમ લૉન ધરાવતા હોય છે અને તેમણે બાળકોના શિક્ષણ માટે ચૂકવણી કરવાની હોય છે. પરિવારની કમાણી કરનારી મુખ્ય વ્યક્તિનું મૃત્યુ આવા તમામ આયોજનોને ખોરવી નાંખી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનની મદદથી આપ આપના પરિવારના સપનાંઓને પ્રાથમિકતા આપવા આગોતરું આયોજન કરી શકો છો.
એકસામટી પ્રાપ્ત થતી નોંધપાત્ર રકમ વડે આપના પરિવારના જીવનધોરણને જાળવી રાખો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન રૂ. 1,00,000થી રૂ. 50 કરોડ સુધીનાં જીવન વીમાકવચના વિકલ્પો પૂરાં પાડે છે. વીમાકવચની મુદત દરમિયાન વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તેમના નોમિનીને વીમાકવચમાં રહેલી વીમાકૃત રકમ જેટલી એકસામટી રકમ પ્રાપ્ત થશે. નોમિનીને ચૂકવવાપાત્ર થતો મૃત્યુ સંબંધિત લાભ કોઇપણ સમયે ચૂકવેલા તમામ પ્રીમિયમના 105%થી પણ વધારે થશે.
લાગુ થતાં કર સંબંધિત કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કરબચતના લાભ મેળવો
આવકવેરાના પ્રવર્તમાન કાયદા હેઠળ આપ ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કર સંબંધિત લાભ મેળવવા માટે પાત્ર ગણાઓ છો.
15 દિવસનો ફ્રીલૂક
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આપને 15 દિવસનો ફ્રીલૂકનો સમયગાળો આપે છે, જેથી આપ જો નિયમો અને શરતો સાથે સંમત ન હો તો પ્લાનને પરત કરી શકો છો. તેનાથી આપને ટર્મ પ્લાનને અજમાવવાની પૂરેપૂરી સુગમતા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપ અગાઉથી પૉલિસીનો નમૂનાનો દસ્તાવેજ ડાઉનલૉડ પણ કરી શકો છો.
મારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન ટર્મ ઇન્શ્યોરેન્સ શા માટે ખરીદવો જોઇએ?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન એ કોઇપણ પ્રકારની અતિશ્યોક્તિ વગરનું ટર્મ કવર છે અને તેમાં જે કહેવામાં આવ્યું છે, તે જ તે કરે છે. જીવનના દરેક તબક્કા અને વિવિધ વયજૂથોને સમાવતી આ ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી એ આપના પરિવારને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ આવશ્યક છે, આપની વિદાય પછી પણ.
એકલા અને અપરણિત
આપ એકલા અને અપરણિત હો તો પણ આપના પર આશ્રિત આપના માતા-પિતા અને અન્ય પરિવારજનોની જવાબદારી તો હોય જ છે, ખાસ કરીને નિવૃત્તિ બાદ. આપની ગેરહાજરીમાં આપના આશ્રિતોને સહાયરૂપ થવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ ખરીદો.
પરણિત છો પરંતુ બાળક નથી
સપ્તપદીના સાત ફેરામાં એક વચન આપ આપના જીવનસાથીને હંમેશા સાથ નિભાવવાનું અને કાળજી લેવાનું પણ આપો છો. કોઇપણ પરિસ્થિતિમાં આપના પ્રિયજનના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટેના આપની પાસે બેકઅપ પ્લાન હોય તે સુનિશ્ચિત કરી આપના જીવનસાથી પ્રત્યેની આપની જવાબદારીઓ પૂરી થાય તેની ખાતરી કરો.
પરણિત છો અને બાળકો પણ ધરાવો છો
આપના જીવનસાથીને આર્થિક સહાય પૂરી પાડવાની સાથે આપની ઉપર આપના બાળકોની કાળજી લેવાની, તેમના શિક્ષણના ખર્ચની તથા તેમના લગ્નની પણ જવાબદારીઓ રહેલી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન ટર્મ કવર આપના આશ્રિતોને આપના નિધન પછી પણ સહાયરૂપ થશે તથા તેમનું જીવનધોરણ જાળવી રાખવામાં મદદરૂપ થશે.
મારે કેટલા ટર્મ કવરેજની જરૂર છે?
શું રૂ. 50,00,000ની વીમાકૃત રકમ પૂરતી છે કે આપે રૂ. 1 કરોડના ટર્મ પ્લાનને પસંદ કરવો જોઇએ? આ પ્રકારના પ્લાનને પસંદ કરવા માટે એક સર્વસામાન્ય નિયમ એ છે કે, આપના ટર્મ પ્લાનની વીમાકૃત રકમ આપની વર્તમાન વાર્ષિક આવકથી ઓછામાં ઓછી 10-20 ગણી હોવી જોઇએ, આ બાબતને ધ્યાને લીધા બાદ આપ કોઈ ઋણ, ચૂકવવાની બાકી લૉન અને અન્ય આર્થિક જવાબદારીઓ ધરાવો છો કે કેમ તેના અંગે વિચારો
આથી, જો આપની વાર્ષિક આવક રૂ. 10 લાખની આસપાસ હોય તો, આપે રૂ. 1 કરોડ કે તેનાથી વધુનો ટર્મ પ્લાન ખરીદવો જોઇએ. ઘણીવાર લોકો આ સમગ્ર પ્રક્રિયાની ઊલટી કરી નાંખે છે અને પરવડે તેવા પ્રીમિયમ ધરાવતી વીમાકૃત રકમ રાખે છે. જોકે, આપને કેટલા ટર્મ કવરેજની જરૂર છે તે નક્કી કરવાની આ યોગ્ય પદ્ધતિ નથી. આપે આપના ભવિષ્યના ખર્ચા, ફુગાવા અને આશ્રિતોને ધ્યાનમાં રાખીને આ અંગે તાર્કિક રીતે નિર્ણય લેવો જોઇએ.
આપે ધ્યાનમાં લેવા જેવી બાબતોમાં સમાવિષ્ટ છેઃ
- આપના પરિવારનાં જીવનધોરણને જાળવી રાખવું
- લૉન અને ઋણની ચૂકવણી
- ભવિષ્યમાં આવનારા ખર્ચા, જેમ કે, બાળકોનું શિક્ષણ, લગ્ન વગેરે.
- ભવિષ્યમાં કરવાના રોકાણો
- ફુગાવો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન ટર્મ ઇન્શ્યોરેન્સ મેળવવાની પાત્રતાઓ કઈ છે?
કોઇપણ ભારતીય નાગરિક ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ મેળવી શકે છે, જ્યાં સુધી તેઓ અહીં જણાવેલા પાત્રતાના મૂળભૂત માપદંડોનું પાલન કરેઃ
- અરજી કરવાની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઇએ
- અરજી કરવાની મહત્તમ વય 60 વર્ષ હોવી જોઇએ
- પ્લાનના અંતે મહત્તમ વય 70 વર્ષ હોવી જોઇએ.
- લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 1,00,000 છે; અને મહત્તમ વીમાકૃત રકમ રૂ. 50,00,00,000 છે.
ટર્મ ઇન્શ્યોરેન્સના દરોને પ્રભાવિત કરનારા પરિબળો કયા છે?
આપે ચૂકવવાની થતી પ્રીમિયમની રકમનો આધાર આ બાબતો પર છેઃ
વય
જીવનમાં શક્ય એટલી નાની વયે ટર્મ પ્લાન ખરીદી લો. યુવાનોને જીવન માટે ખતરારૂપ હોય તેવી માંદગીનું જોખમ ઓછું હોય છે. આથી વિશેષ, યુવાનો વૃદ્ધોની સરખામણીએ વધારે પ્રીમિયમ ચૂકવતા હોય છે. જેનો અર્થ એ થયો કે, આપ જ્યારે ટર્મ પૉલિસી ખરીદો ત્યારે આપની વય જેટલી ઓછી હશે, આપના પ્રીમિયમની રકમ પણ એટલી જ ઓછી હશે.
જાતિ
સંશોધન અભ્યાસો સૂચવે છે કે, સામાન્ય રીતે સ્ત્રીઓનું આયુષ્ય પુરુષો કરતાં વધારે હોય છે. એ બાબતની વધારે સંભાવના છે કે, સ્ત્રીઓ લાંબાગાળે પુરુષો કરતાં વધારે પ્રીમિયમ ચૂકવે અને આથી જ, સ્ત્રીઓ પ્રમાણમાં પ્રીમિયમની ઓછી રકમ ચૂકવે છે.
વ્યક્તિગત અને કૌટુંબિક તબીબી પૂર્વવિગત
આપના ટર્મ ઇન્શ્યોરેન્સના પ્રીમિયમના દરો નક્કી કરવામાં આપની તબીબી પૂર્વવિગત નિઃશંકપણે મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્સર અથવા હૃદયરોગ જેવી બીમારીઓની પૂર્વવિગતો આપના વીમાના દરો વધારી દે તેની પૂરેપૂરી સંભાવના છે. તે જ રીતે, આપના આરોગ્ય પર જો પહેલેથી જ કોઈ મોટું જોખમ રહેલું હોય તો, તેની અસર આપના પ્રીમિયમના દરો પર પડશે.
ધૂમ્રપાનની ટેવ
ધ્યાન પર લેવાની પ્રાથમિક બાબતોમાં આપ ધૂમ્રપાન કરો છો કે નહીં તે પણ છે. આપે જો આગલા વર્ષમાં જરાયે ધૂમ્રપાન કર્યું ન હોય તો, આપ પોતાને નોન-સ્મોકર જાહેર કરી શકો છો. જેઓ ધૂમ્રપાન નથી કરતાં તેમના દરો ઓછા હોય છે.
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન ટર્મ કવર કેવી રીતે કામ કરે છે?
ટર્મ લાઇફ કવર એ ખૂબ જ સરળ અને સૌથી સીધોસાદું જીવન વીમા ઉત્પાદન છે, જે દરેક વ્યક્તિ પાસે હોવું જોઇએ. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન એ પ્યોર ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે નોન-લિંક્ડ અને નોન-પાર્ટિસિપેટિંગ છે. આ પ્રકારના પ્યોર પ્રોટેક્શન પ્લાનમાં ટર્મ પૉલિસી દ્વારા આવરી લેવામાં આવેલા સમયગાળા દરમિયાન પૉલિસીધારકના નિધનના કિસ્સામાં એક સામટી રકમની ચૂકવણી કરવામાં આવે છે. પૉલિસીના સમયગાળા દરમિયાન વીમાકૃત વ્યક્તિનું અકાળે નિધન થઈ જવાના કિસ્સામાં તેમના નોમીનીને આ પ્રકારની એકસામટી રકમ તરીકે મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણી કરવામાં આવે છે.
-
ટર્મ પ્લાન-ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનના 3 મુખ્ય ફાયદા કયા છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન 3 ફાયદા પૂરાં પાડે છેઃ
- પ્યોર પ્રોટેક્શન પ્લાન ખૂબ જ પરવડે તેવો હોય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન આપને પરવડે તેવા દરોએ ઊંચું વીમાકવચ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે, આપ ઇન્ડિયાફર્સ્ટ પાસેથી પ્રતિ માસ ફક્ત રૂ. ___*માં રૂ. 1 કરોડનું લાઇફ ઇન્શ્યોરેન્સ ટર્મ કવર મેળવી શકો છો.
- આપ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી હેઠળ ચૂકવેલા પ્રીમિયમ અને મેળવેલા લાભ પર કરબચતનો લાભ મેળવી શકો છો.
- ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓમાંથી પ્રાપ્ત થતી આવક/મૃત્યુ સંબંધિત લાભ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 10(10ડી) હેઠળ કરમુક્ત છે.
-
ટર્મ કવર મેળવવું શા માટે મહત્વપૂર્ણ છે?
આપની ગેરહાજરીમાં પણ આપના પરિવાર/આશ્રિતોનું આર્થિક હિત સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે આપે ટર્મ ઇન્શ્યોરેન્સ ખરીદવો જોઇએ. આજે તેમની આથિક સુરક્ષાની બાંયધરી આપ છો - આપ તેમના જીવનધોરણની કાળજી રાખો છો, તેમના શિક્ષણ અને લગ્ન માટેના નાણાંની વ્યવસ્થા કરો છો અને તેમને મનની શાંતિ આપો છો, કારણ કે, તેઓ જાણે છે કે તેમનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત છે.
આપ જો ટર્મ કવર ખરીદો છો તો, કવરેજના સમયગાળા દરમિયાન આપનું અકાળે અવસાન આપના પરિવારના જીવનધોરણમાં આર્થિક વિક્ષેપ પાડશે નહીં, કારણ કે, તેમને મૃત્યુ સંબંધિત લાભ તરીકે એક નોંધપાત્ર રકમ પ્રાપ્ત થશે. એકસામટી પ્રાપ્ત થયેલી આ રકમનો ઉપયોગ આપની ગેરહાજરીમાં આપના પરિવાર દ્વારા આર્થિક જવાબદારીઓની ચૂકવણી કરવામાં તથા રોજબરોજના ખર્ચાઓ માટે થઈ શકે છે.
-
આપ જો 30 વર્ષના હો અને આપની વાર્ષિક આવક રૂ. 5 લાખ હોય તો તમારે કેટલું ટર્મ કવરેજ ખરીદવું જોઇએ?
આપના દ્વારા પસંદ કરવામાં આવેલ ટર્મ કવરની વીમાકૃત રકમનો આધાર ઘણાં બધાં પરિબળો પર રહેલો છે. જેમ કે, નિવૃત્ત થવાની વય 60 વર્ષ છે. આપ જો 30 વર્ષના હો તો, આપની પાસે કમાણી કરવાના બીજા 30 વર્ષ રહેલા છે. મોટાભાગની નોકરીઓમાં આપ દર થોડા વર્ષે જીવનધોરણમાં વધારો થવાનો અને તેમાં પરિવર્તન આવવાની અપેક્ષા રાખી શકો છો. આથી આપને વધારાની આર્થિક જવાબદારીઓ અને ફુગાવાને ધ્યાનમાં રાખી આપની વાર્ષિક આવકના ઓછામાં ઓછા 10-20 ગણું ટર્મ કવર ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. આ કિસ્સામાં આ પરિસ્થિતિઓને જોતાં રૂ. 1 કરોડની ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસી આપની જરૂરિયાતોને પૂરી કરશે.
-
મારી કંપનીએ મારા માટે વીમાકવચ લીધેલું છે, તો મારે શા માટે અલગથી ટર્મ પ્લાન ખરીદવો જોઇએ?
આપને આપની કંપનીનું વીમાકવચ અદભૂત લાગી શકે છે, પરંતુ શું તે ખરેખર પૂરતું છે? સંશોધન દર્શાવે છે કે, મોટાભાગના નોકરી પ્રદાતાઓ જે કવરેજ પૂરું પાડે છે, તે કર્મચારીની વાર્ષિક આવક જેટલું હોય છે, જે વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં આપના પરિવાર/આશ્રિતોની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતું નથી. કંપનીના વીમાકવચમાં બીજી એક મર્યાદા એ છે કે, તમે જ્યાં સુધી કંપનીના કર્મચારી રહો છો ત્યાં સુધી જ આ વીમાકવચ માન્ય ગણાય છે.
આપ જો નોકરી છોડી દો, આપને કાઢી મૂકવામાં આવે, આપ ફ્રીલાન્સ કરવાનું વિચારો કે પછી કંપની પોતે જ બંધ થઈ જાય તો આવા કિસ્સામાં આપની પાસે કોઈ વીમાકવચ બચતું નથી. આ દરમિયાન વર્ષો વિતતા જાય છે અને આપની વય વધી જવાને કારણે આપના માટે ટર્મ પ્લાનની કિંમત પણ ઘણી વધી જાય છે. આથી જ, આપની પાસે કંપનીનું વીમાકવચ હોય કે ન હોય આપના પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરો.
-
જો પૉલિસીધારક વીમાકવચના સમયગાળા દરમિયાન જીવિત રહે તો શું થશે?
એક પ્યોર પ્રોટેક્શન પ્લાન આપના દ્વારા ચૂકવવામાં આવતાં નિશ્ચિત પ્રીમિયમની સામે આપને ચોક્કસ સમયગાળા માટે વીમાકવચ પૂરું પાડે છે. આ સમયગાળા દરમિયાન જેનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે વ્યક્તિનું મૃત્યુ થઈ જવાના કિસ્સામાં આવી વ્યક્તિના નોમીનીને મૃત્યુ સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનની પૉલિસીની મુદત દરમિયાન જો વીમાકૃત વ્યક્તિ જીવિત રહે તો, વીમાકૃત વ્યક્તિના નોમીનીને કોઈ રકમ ચૂકવવાપાત્ર રહેતી નથી.
-
જો હું ક્યારેક-ક્યારેક જ ધૂમ્રપાન કરતો હોઉં તો મારે ‘હું તમાકુનો ઉપયોગ કરું છું’ તેમ જાહેર કરવું જરૂરી છે?
હા. જો આપે છેલ્લાં 12 મહિનામાં નિકોટિનનો ઉપયોગ કર્યો હોય તો, આપે સ્પષ્ટપણે પોતાને ‘ટોબેકો યુઝર’ એટલે કે ‘તમાકુનો ઉપયોગ કરનાર’ તરીકે જાહેર કરવાનું રહે છે. આ માહિતી જાહેર નહીં કરવાથી તે પાછળના તબક્કે ક્લેઇમના સેટલમેન્ટની પ્રક્રિયામાં અવરોધરૂપ બની શકે છે.
-
ધૂમ્રપાનની ટેવ ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સનાં પ્રીમિયમની રકમને નક્કી કરવામાં શા માટે એક મહત્વનું પરિબળ છે?
નિકોટિનનો ઉપયોગ એ ટર્મ પ્લાનના પ્રીમિયમની રકમ નક્કી કરતી વખતે એક સંબંધિત પરિબળ છે, કારણ કે, સંશોધને દર્શાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં ધૂમ્રપાન કરનારા લોકોની સરખામણીએ જેઓ ધૂમ્રપાન નથી કરતાં તેમનું આયુષ્ય લાંબુ હોય છે. ધૂમ્રપાન કરતી વ્યક્તિનો વીમો ઉતારતી વખતે વીમાકંપની વધુ જોખમ લે છે અને આથી, ધૂમ્રપાન કરનારાઓ દ્વારા ચૂકવવાનું પ્રીમિયમ, ધૂમ્રપાન નહીં કરનારા લોકો કરતાં વધારે હોય છે.
-
હું ટર્મ ઇન્શ્યોરેન્સ ક્યારે ખરીદી શકું?
જેટલો બને એટલો વહેલો. ટર્મ ઇન્શ્યોરેન્સ ખરીદવાનો શ્રેષ્ઠ સમય હમણાં જ છે. ટર્મ પ્લાન ખરીદતી વખતે આપની વય જેટલી નાની હશે, પ્રીમિયમનો દર એટલો જ ઓછો હોવાની સંભાવના છે.
-
શું પ્રીમિયમની રકમ સમય સાથે બદલાય છે?
તેનો આધાર આપ કયા પ્રકારનો ટર્મ પ્લાન ખરીદો છો તેના પર છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનના કિસ્સામાં, ટર્મ પૉલિસીના સમયગાળા દરમિયાન મૂળ કિંમત, આવશ્યકતાઓ, પ્રીમિયમના દરો, વીમાકૃત રકમ અને વીમાકવચની મર્યાદા બદલાતા નથી.
-
જો પ્રીમિયમની ચૂકવણી ન કરવામાં આવે તો?
આપ જો આપના ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનના પ્રીમિયમની ચૂકવણી કરવાનું ચૂકી જાઓ છો તો, આપને અર્ધ-વાર્ષિક અને વાર્ષિક પ્રીમિયમના મૉડ માટે 30 દિવસનો અને માસિક પ્રીમિયમના મૉડ માટે 15 દિવસનો છૂટનો સમયગાળો મળે છે; આ છૂટનો સમયગાળો પ્રીમિયમની ચૂકવણીની નિયત તારીખથી શરૂ થાય છે. આ છૂટના સમયગાળા દરમિયાન આપના પ્લાનના લાભ ચાલું રહે છે પરંતુ આ સમયગાળો પૂરો થયાં પહેલાં પ્રીમિયમની ચૂકવણી કરવામાં ન આવે તો આપનું જીવન વીમાકવચ બંધ થઈ જાય છે. ત્યારબાદ, આ પ્લાન રદબાતલ થઈ ગયેલો ગણાશે.
-
જ્યારે ટર્મ પ્લાન રદબાતલ થઈ જાય ત્યારે શું થાય છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન માટે આપની પાસે રદબાતલ થયેલી ટર્મ પૉલિસીને ફરીથી શરૂ કરવા માટે આપને પાંચ વર્ષનો સમય આપવામાં આવે છે. ચૂકવવાના બાકી પ્રીમિયમની રકમને વ્યાજ વગર ચૂકવીને અને ત્યારબાદ પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરીને આ પ્લાનને ફરીથી શરૂ કરી શકાય છે. પ્લાનની ફરીથી શરૂઆત કેટલીક તબીબી અને નાણાકીય આવશ્યકતાઓને આપ પૂરી કરો, તેને આધિન છે.
-
શું હું બે ટર્મ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ ધરાવી શકું?
ટર્મ પૉલિસીઓની રચના આપની વીમાની જરૂરિયાતો પૂરી કરવા માટે અને આપની ગેરહાજરીમાં આપના પરિવારના સભ્યોની આર્થિક સુરક્ષાની ખાતરી કરવા માટે થઈ છે. આપ જો ઇચ્છતા હો તો આપ એકથી વધુ ટર્મ પ્લાન ખરીદી શકો છો. આપ અલગ-અલગ પૉલિસીઓના અલગ-અલગ લાભાર્થીઓ/નોમીનીઓને નિમી શકો છો.
-
ટર્મ ઇન્શ્યોરેન્સના ક્લેઇમની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવે છે?
ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સના ક્લેઇમની પ્રક્રિયા ત્યારે હાથ ધરવામાં આવે છે, જ્યારે પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારક અથવા વીમાકૃત વ્યક્તિનું નિધન થઈ જાય. આ સમયે વીમાકંપનીને આ અંગે જાણ કરવામાં આવે છે, જેથી મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણી કરવાની પ્રક્રિયા વહેલીતકે શરૂ કરી શકાય.
-
કઈ બાબતથી ટર્મ લાઇફનો ક્લેઇમ નકારી કાઢવામાં આવી શકે છે?
જો આપે છેતરપિંડી કરી હોય, વાસ્તવિક માહિતી ખોટી રીતે રજૂ કરી હોય અથવા સાચી માહિતી છુપાવી હોય, તો આપનો ટર્મ લાઇફનો ક્લેઇમ નકારી કાઢવામાં આવી શકે છે.
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન ટર્મ કવરમાં ચૂકવણીના કયા વિકલ્પો ઉપલબ્ધ છે?
પ્લાનની મુદત દરમિયાન વીમાકૃત વ્યક્તિનું નિધન થઈ જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નોમીનીને વીમાકૃત રકમને સમકક્ષ રકમ એકસામટી પ્રાપ્ત થશે. નોમીનો(ઓ)ને ચૂકવવાપાત્ર થતો મૃત્યુ સંબંધિત લાભ એ કોઇપણ સમયે ચૂકવવામાં આવેલ તમામ પ્રીમિયમના 105%થી વધુ થશે.
-
શું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન કર સંબંધિત લાભ પૂરાં પાડે છે?
ઇન્કમ ટેક્સના પ્રવર્તમાન કાયદા મુજબ, આપ ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને પ્રાપ્ત થયેલા લાભ પર કરબચતનો લાભ મેળવવાને હકદાર છો. જોકે, તે સરકારના કર સંબંધિત કાયદાઓ મુજબ, સમયાંતરે બદલાવાને આધિન છે.
-
શું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનમાં આત્મહત્યાને કારણે થયેલ મૃત્યુને સમાવવામાં આવે છે?
ઘણાં ટર્મ પ્લાન આત્મહત્યાને કારણે થયેલાં મૃત્યુના કિસ્સામાં કવરેજને સંપૂર્ણપણે સમાપ્ત કરી દે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનની પૉલિસી સંબંધિત શરતો હેઠળ, જો પૉલિસી ચાલું હોય તો, ચૂકવણી મળવાપાત્ર ગણાય છે, ભલે પછી મૃત્યુ આત્મહત્યાને કારણે થયું હોય. પૉલિસીની શરૂઆત/ફરીથી શરૂઆત થયાંના 12 મહિનાની અંદર જો મૃત્યુ થાય તો, લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમના અથવા તો મૃત્યુની તારીખના રોજ સુધી ઉપલબ્ધ સરેન્ડર વેલ્યૂના (બેમાંથી જે કોઇપણ વધારે હોય) ઓછામાં ઓછા 80% મેળવવાને હકદાર છે, પરંતુ શરત એ છે કે, પૉલિસી ચાલું હોવી જોઇએ.
-
હું કેટલા વર્ષની વયે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાનને શરૂ કરી શકું છું?
આપ 18 વર્ષની વયથી આ પ્લાન શરૂ કરી શકો છો. જોકે, ટર્મ પ્લાન ખરીદતી વખતે આપની વય આપની છેલ્લી જન્મતારીખના રોજ 60 વર્ષથી વધારે ન હોવી જોઇએ.
-
વીમાકૃત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને કેટલાં નાણાં પ્રાપ્ત થશે?
વીમાકૃત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં પૉલિસીધારકના પરિવારને પૉલિસીના દસ્તાવેજમાં જણાવેલ એકસામટી રકમ પ્રાપ્ત થશે.
-
શું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન સિંગલ પ્રીમિયમનો વિકલ્પ ધરાવે છે?
હા, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન માટે પ્રીમિયમને બે પ્રકારે ચૂકવી શકાય છે. આપ આપની અનુકૂળતા પર આધાર રાખી રેગ્યુલર પ્રીમિયમ (માસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક) ચૂકવી શકો છો અથવા સિંગલ પ્રીમિયમ (ફક્ત એક જ વખત ચૂકવણી) પણ ચૂકવી શકો છો.
-
શું હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન હેઠળ લૉન લઈ શકું?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન એ એક નિશ્ચિત હેતુ ધરાવતો પ્યોર પ્રોટેક્શન પ્લાન છે, જે પૉલિસીધારકના અકાળએ અવસાનના કિસ્સામાં આપના પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરે છે. આ પ્લાન હેઠળ લૉનના લાભ ઉપલબ્ધ નથી.
-
ટર્મ ઇન્શ્યોરેન્સ એ રોકાણ છે કે ખર્ચ?
ટર્મ કવરને આપના પરિવારના આર્થિક ભવિષ્યમાં રોકાણ કરવા તરીકે ખરીદો. એક સક્ષમ ટર્મ પ્લાન એ આપના આશ્રિતો માટે સુરક્ષાજાળ તરીકે કામ કરે છે અને તે આપના દ્વારા લેવામાં આવેલ સમજાદારીભર્યો નિર્ણય ગણાય છે. જો પૉલિસી ચાલું હોય તો, પૉલિસીની મુદત દરમિયાન કોઇપણ સમયે પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં ટર્મ પ્લાન વીમાકૃત રકમની ચૂકવણીનું વચન આપે છે.
ઉત્પાદન માર્ગદર્શિકા