Power of Compounding

  • yr
    1 yr 99 yrs
  • yr
    1 yrs 99 yrs
  • %
    |
    1%
    |
    30%

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એટલે શું? 

ચક્રવૃદ્ધિ વ્યાજની વિભાવના ખૂબ જ સરળ છે, જે તેની મલ્ટિપ્લાયર ઇફેક્ટને કારણે તેને એક વિશ્વસનીય વેલ્થ જનરેટર બનાવે છે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ રોકાણને વધારવા અને વધુ નાણાં રળવાની ક્ષમતાને સંદર્ભિત કરે છે, કારણ કે, તે મુદ્દલની રકમનીસાથે-સાથે અગાઉના સમયગાળામાંથી રળવામાં આવેલા સંચિત વ્યાજ પર પણ વ્યાજ રળી આપે છે. 

સરળ શબ્દોમાં કહીએ તો, પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો અર્થ છે, વ્યાજ પર વ્યાજ રળવું, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. આ સંચિત અસર તમારા રોકાણમાં વધારો કરીને તમને ઊંચું વળતર આપે છે અને તમે જેટલા લાંબા સમય સુધી તમારું રોકાણ જાળવી રાખો એટલું જ વધારે તમને કમાઈ આપે છે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર તમને તમારા રોકાણ પરના અપેક્ષિત વળતરને નિર્ધારિત કરવામાં સરળતાથી મદદરૂપ થાય છે.

ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ કેવી રીતે કામ કરે છે? 

ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ લાંબાગાળાના રોકાણની વ્યૂહરચના તરીકે સૌથી વધુ પ્રભાવશાળી છે. તે તમારી મુદ્દલની રકમ પર રળવામાં આવેલા વ્યાજ કે ડિવિડન્ડ્સનું નિરંતર ફરીથી રોકાણ કરીને તમને વધુ નાણાં રળી આપી શકે છે.વાસ્તવમાં તે તમારા નાણાંને સંપત્તિનું સર્જન કરનારા સ્રોતમાં ફેરવી નાંખે છે. જો તમે યોગ્ય એસેટમાં રોકાણ કરો છો તો, પાવર ઓફ કમ્પાઉન્ડિંગની મદદથી તમે અઢળક વળતર કમાઈ શકો છો. 

તેની શ્રેષ્ઠ બાબત એ છે કે, જો તમે તમારી મૂડીની એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો અને એક નિશ્ચિત વ્યાજદરે ચોક્કસ સમયગાળા માટે વ્યાજ ઉપાર્જિત થવા દો છો, તો તમને કેટલું ઊંચું વળતર પ્રાપ્ત થશે, તેને નિર્ધારિત કરવા માટે તમે આ ચક્રવૃદ્ધિ વ્યાજના કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર એ એક શક્તિશાળી સાધન છે, જે તમારા નાણાકીય આયોજનમાં ખાતરી અને સ્પષ્ટતા લાવે છે. 

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ/કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો? 

કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર તમને એ જોવામાં મદદરૂપ થઈ શકે છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ લાંબાગાળે સંપત્તિનું સર્જન કરવામાં કેવી રીતે યોગદાન આપી શકે છે. 

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ફોર્મ્યુલા ફક્ત મૂળ મૂડી પર વ્યાજ રળી આપનારા સાદા વ્યાજદરોની સરખામણીએ વધારે ઝડપથી વધારાની કમાણી કરવામાં મદદરૂપ થાય છે. 

તમારી મુદ્દલ પર જ્યારે પણ વ્યાજ રળવામાં આવે છે, ત્યારે-ત્યારે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર આ સમગ્ર રકમને નવી મુદ્દલ તરીકે ગણતરીમાં લે છે. આ પ્રકારે ગણતરી કરવાનું ચૂકવણીના દરેક સમયગાળા માટે ચાલું રહે છે અને આમ તમારી રકમ વધતી રહે છે.

ચક્રવૃદ્ધિ વ્યાજના કેલક્યુલેટરની મદદથી તમે આ ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી ઓનલાઇન કરી શકો છો. 

A = P (1+r/n) ^nt  

A =પાકતી મુદતે રોકાણની રકમ 

P =રોકાણ કરવામાં આવેલી મુદ્દલની રકમ 

r =વ્યાજદર 

n =પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ રીતે ઉમેરાતા વ્યાજની સંખ્યા 

t =રોકાણની મુદત અથવા સમયગાળો 

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરને સમજવા માટે તમારે ફક્ત અહીં નીચે જણાવેલા સ્ટેપ્સને અનુસરવાના છેઃ 

સ્ટેપ 1:તમારી રોકાણની રકમને નિર્ધારિત કરો. જો તમને તમારું પાકતી મુદતનું ઇચ્છિત મૂલ્ય ખબર હોય તો, તમારે આ મૂલ્યની કમાણી કરવા માટે મુદ્દલની કેટલી રકમનું રોકાણ કરવું પડશે તે જાણવા ફક્ત કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર પરના સ્લાઇડરને એડજેસ્ટ કરવાનું છે. 

સ્ટેપ 2:તમે કેટલીવાર રોકાણ કરશો તેની ફ્રીક્વન્સી પસંદ કરો - તમે વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક કે માસિક ધોરણે ચૂકવણી કરશો? 

સ્ટેપ 3:તમે કેટલા સમયગાળા માટે નિયમિત રોકાણ કરશો તે સમયગાળો પસંદ કરો - જેમ કે, 5 વર્ષ, 10 વર્ષ અને તેનાથી વધુ. 

સ્ટેપ 4:તમે જેટલા સમય માટે તમારું રોકાણ જાળવી રાખવા માંગતા હો એટલો સમયગાળો પસંદ કરો. ઉદાહરણ તરીકે તમે 5 વર્ષ માટે તમારા રોકાણમાં ચૂકવણી કરી શકો છો પરંતુ આ રોકાણને 10 વર્ષ માટે જાળવી રાખી શકો છો. 

સ્ટેપ 5:વળતરનો અપેક્ષિત દર પસંદ કરો, એટલે કે, વ્યાજદર. 

તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરની શક્તિ હવે તમને તમારા વળતરનું પાકતી મુદતનું મૂલ્ય આપશે. 

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભ 

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર એ તમારા વળતરનો અંદાજ કાઢવાનું એક વિશ્વસનીય નાણાકીય સાધન છે. તે તમારો રોકણનો તણાવ ઘટાડી દે છે, કારણ કે, તે તમને તમારા નાણાકીય લક્ષ્યો પૂરાં કરવા માટે તમારે કેટલું રોકાણ કરવું પડે તેમ છે અને કેટલા સમયગાળા માટે રોકાણ જાળવી રાખવું પડે તેમ છે, તેનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે. 

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર તમને નીચે મુજબના લાભ પૂરાં પાડે છેઃ 

નાણાકીય આયોજનને સરળ બનાવી દે છેઃ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલક્યુલેટર ઇન્ડિયા તમને તરત જ રોકાણનું પાકતી મુદતનું સચોટ મૂલ્ય આપી દે છે. તે તમને તમારા વિકલ્પોની છણાવટ કરવામાં અને તમારા લક્ષ્યોને હાંસલ કરનારા યોગ્ય વિકલ્પને શોધવામાં મદદરૂપ થઈ શકે છે. 

રોકાણોની સરખામણી કરોઃ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર તમને રોકાણના એકથી વધારે પરિદ્રશ્યોનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે.તમે રોકાણની રકમ, મુદત કે વળતરના દરમાં ફેરફાર કરવા માટે મેટ્રિકમાં ફેરફાર કરી શકો છો અને કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર તમને એ દર્શાવશે કે પ્રત્યેક પરિસ્થિતિ તમારા પરિણામોને કેવી રીતે અસર કરે છે. આ માહિતી તમને તમારા લાંબાગાળાના લક્ષ્યોને અનુરૂપ શ્રેષ્ઠ પરિદ્રશ્યને પસંદ કરવામાં મદદરૂપ થાય છે. 

સમજદારીભર્યો નિર્ણય લેવોઃ ચક્રવૃદ્ધિ વ્યાજના કેલક્યુલેટરની શક્તિની મદદથી તમને પારદર્શક અને સચોટ પરિણામો પ્રાપ્ત થાય છે. કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરની શક્તિ તમારી રોકાણની યાત્રાને રેખાંકિત પણ કરે છે, જે તમને તમારા લક્ષ્યોની યોજના બનાવવામાં મદદરૂપ થાય છે. 

તમારી સંપત્તિને વધતી જુઓઃ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરની શક્તિ તમને એ દર્શાવે છે કે, નાનકડું રોકાણ લાંબાગાળે કેટલું નોંધપાત્ર રીતે વધી શકે છે. તે તમને વધુને વધુ બચત કરવા અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વધુને વધુ ચક્રવૃદ્ધિ વ્યાજનો અર્થ છે વધારે વૃદ્ધિ અને તે એક ભંડોળ ઊભું કરવાની પ્રક્રિયાને ઝડપી પણ બનાવે છે. 

ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કેવી રીતે થઈ શકે, તેની ઉદાહરણની સાથે સમજણ?

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરને વધુ સારી રીતે સમજવા માટે અહીં પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ઉદાહરણ આપવામાં આવ્યું છે

કલ્પના કરો કે તમે વાર્ષિક 10% વ્યાજ ચૂકવનારા ઇન્સ્ટ્રૂમેન્ટમાં રૂ. 1000નું રોકાણ કરો છો. 1 વર્ષના અંતે તમે રૂ. 1100 કમાઓ છો. હવે બીજા વર્ષમાં વ્યાજની ગણતરી રૂ. 1100ની આ સમગ્ર રકમ પર 10%ના દરે કરવામાં આવશે, જે તમને 1210 રૂપિયા કમાઈ આપશે. ત્રીજા વર્ષમાં તમે રૂ. 1210 પર 10% વ્યાજ કમાશો, જે તમને રૂ. 1331 કમાઈ આપશે અને તમારી સંપત્તિની સર્જનયાત્રા આમ જ આગળ વધતી રહેશે

તમે ચક્રવૃદ્ધિ વ્યાજના લાભની મદદથી તમારી બચતને કેવી રીતે વધારી શકો છો? 

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ લાંબાગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિનો મહત્તમ લાભ લેવા માટે શક્ય એટલી વહેલીતકે શરૂઆત કરવાની સલાહ છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો સંપૂર્ણ લાભ મેળવવા માટે નાણાં નહીં ઉપાડવાની સલાહ છે. તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરનો ઉપયોગ કરો તે પહેલાં તમારી પ્રાથમિકતાઓને વ્યાખ્યાયિત કરી લેવી, તમારા રોકાણના લક્ષ્યો ઓળખી લેવા અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કરતાં પહેલાં તમારી જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરી લેવું હિતાવહ છે.

રોકાણ અને બચતના પ્લાન્સ

Knowledge Centre

Power of Compounding - Compound Interest Calculator FAQs
  • ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલી વખત ઉમેરવામાં આવે છે?

    કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલક્યુલેટર ઇન્ડિયા દૈનિક, માસિક, ત્રિમાસિક, દ્વિ-વાર્ષિક કે વાર્ષિક ફ્રીક્વન્સીના શિડ્યૂલે ચક્રવૃદ્ધિ વ્યાજને ઉમેરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજના ટૂંકા અંતરાલને પસંદ કરવાથી તમારું વળતર ઝડપથી અનેકગણું વધશે. 

  • ચક્રવૃદ્ધિ વ્યાજને ઉમેરવાનો વધુ સારો વિકલ્પ કયો છે, દૈનિક કે માસિક?

    એક સામાન્ય નિયમ મુજબ ચક્રવૃદ્ધિ વ્યાજને દૈનિક ધોરણે ઉમેરવાનું પસંદ કરવું વધુ યોગ્ય છે. માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં દૈનિક ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ થોડી વધારે હોય છે, કારણ કે, વ્યાજની ગણતરી દરરોજ કરવામાં આવે છે. આથી ઉમેરવામાં આવેલા વ્યાજ પર આધાર રાખીને રકમમાં દરરોજ ઊંચો વધારો થશે. ચક્રવૃદ્ધિ વ્યાજનો સમયગાળો જેટલો ટૂંકો હશે, વળતર એટલું જ વધારે હશે. તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરથી તમારી જાતે તે જોઈ શકો છો, જે તમને તમારા નાણાંના ભવિષ્યના મૂલ્યનો અંદાજ કાઢવામાં મદદરૂપ થશે.

  • વ્યાજદર કેટલીવાર ચક્રવૃદ્ધિ રીતે ઉમેરાય છે?

    કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલક્યુલેટર ઇન્ડિયા દૈનિક, માસિક, ત્રિમાસિક, દ્વિ-વાર્ષિક કે વાર્ષિક ફ્રીક્વન્સીના શિડ્યૂલે ચક્રવૃદ્ધિ વ્યાજને ઉમેરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજના ટૂંકા અંતરાલને પસંદ કરવાથી તમારું વળતર ઝડપથી અનેકગણું વધશે.   

  • શેને પ્રાથમિકતા આપવી જોઇએ, દૈનિક ધોરણે કે માસિક ધોરણે ઉમેરાતા ચક્રવૃદ્ધિ વ્યાજને?

    એક સામાન્ય નિયમ મુજબ ચક્રવૃદ્ધિ વ્યાજને દૈનિક ધોરણે ઉમેરવાનું પસંદ કરવું વધુ યોગ્ય છે. માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં દૈનિક ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ થોડી વધારે હોય છે, કારણ કે, વ્યાજની ગણતરી દરરોજ કરવામાં આવે છે. આથી ઉમેરવામાં આવેલા વ્યાજ પર આધાર રાખીને રકમમાં દરરોજ ઊંચો વધારો થશે. ચક્રવૃદ્ધિ વ્યાજનો સમયગાળો જેટલો ટૂંકો હશે, વળતર એટલું જ વધારે હશે. તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરથી તમારી જાતે તે જોઈ શકો છો, જે તમને તમારા નાણાંના ભવિષ્યના મૂલ્યનો અંદાજ કાઢવામાં મદદરૂપ થશે.

  • પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરીને કરોડપતિ કેવી રીતે બની શકાય?

    પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરીને કરોડપતિ બનવા માટે તમારે શક્ય એટલી વહેલીતકે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂરાં પાડનારા સાધનોમાં રોકાણ કરવું જોઇએ. લાંબા સમયગાળા સુધી તમારું રોકાણ જાળવી રાખો અને તેમાંથી નાણાં ઉપાડવાની તમારી ઇચ્છા પર ધ્યાન આપશો નહીં, તમારા ખર્ચાઓને ઘટાડવાનો અને તેમાંથી બચેલા નાણાંને ચક્રવૃદ્ધિ વ્યાજ આપનારા સાધનોમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરો. તેનાથી નોંધપાત્ર સાઇઝનું ભંડોળ ઊભું કરવામાં મદદ મળી રહેશે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટર તમને રોકાણ પરના વળતરને નિર્ધારિત કરવામાં મદદરૂપ થશે.  

  • ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે?

    ચક્રવૃદ્ધિ વ્યાજના કેલક્યુલેટરની મદદથી તમે આ ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી ઓનલાઇન કરી શકો છો. 

    A = P (1+r/n) ^nt  

    • A =પાકતી મુદતે રોકાણની રકમ
    • P =રોકાણ કરવામાં આવેલી મુદ્દલની રકમ
    • r =વ્યાજદર
    • n =પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ રીતે ઉમેરાતા વ્યાજની સંખ્યા
    • t =રોકાણની મુદત અથવા સમયગાળો
  • કઈ બાબત ચક્રવૃદ્ધિ વ્યાજને સાદા વ્યાજથી અલગ પાડે છે?

    સાદા વ્યાજની ગણતરી ફક્ત મુદ્દલની રકમ અથવા તો લૉનની રકમ પર કરવામાં આવે છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી મુદ્દલની રકમ તેમજ અગાઉના સમયગાળામાં સંચિત થયેલા વ્યાજ પર કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ એટલે વ્યાજ પર વ્યાજ રળવું. 

  • ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજના દરની ગણતરી કેવી રીતે કરવી?

    તમે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજદરની ગણતરી કરી શકો છો. આ માટે તમારે અહીં નીચે જણાવેલી બાબતને જાણવી જરૂરી છેઃ 

    1. રોકાણ કરેલી તમારી મુદ્દલની રકમ 

    2. તમને આપવામાં આવતો વ્યાજદર 

    3. વર્ષમાં કેટલી વખત ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરાય છે 

    4. તમે કેટલા વર્ષ સુધી તમારા રોકાણને જાળવી રાખવા માંગો છો 

    પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કેલક્યુલેટરનો ઉપયોગ કરવો એ તેનો સરળ રસ્તો છે, જેની મદદથી તમે તમામ વેરિયેબલ્સને ઉમેરવામાં અને ત્યારબાદ તમને તમારા વળતરની રકમ પૂરી પાડવા આપમેળે ગણતરી કરવામાં મદદરૂપ થાય છે.

  • ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કેવી રીતે કરી શકાય?

    ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આ મુજબ છેઃ 

    A = P (1+r/n) ^nt  

    •  A =રોકાણનું ભવિષ્યનું મૂલ્ય 

    •  P =રોકાણ કરવામાં આવેલી મુદ્દલની રકમ 

    •  r =વ્યાજદર 

    •  n =પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ રીતે ઉમેરાતા વ્યાજની સંખ્યા 

    •  t =રોકાણની મુદત અથવા સમયગાળો 

    જ્યારે રકમ ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ થાય છે, ત્યારે તેનો અર્થ એ છે કે રકમ વર્ષમાં 4 વખત ચક્રવૃદ્ધિ થઈને ઉમેરાય છે. આથી, અહીં n =4 છે. આથી આ કિસ્સામાં ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર હશેઃ 

    A = P (1 + r/4)4t