ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી

જીવનના સૌથી વધુ મહત્વ ધરાવતા લોકો પ્રત્યે પ્રતિબદ્ધતા

જીવનમાં જે કંઈપણ બને તેની પર આપણું નિયંત્રણ નથી હોતું પરંતુ ઘણી એવી બાબતો છે જેને કાબૂમાં રાખી શકાય છે. ટર્મ પ્લાન બસ તેમ કરવામાં મદદરૂપ થાય છે.

અહિં કેટલીક પ્રોડક્ટ્સ છે જે તે શ્રેણીમાં આવે છે. જીવનને નિયંત્રણમાં રાખવાનો આ સમય છે!

ઈન્ડિયાફર્સ્ટના ટર્મ પ્લાનને કેમ પસંદ કરવા?

 • સંપૂર્ણ અનુકૂળતા

  ચુકવણીનો એવો વિકલ્પ પસંદ કરો કે જે પ્રીમિયમ ચુકવણીના વિકલ્પો સાથે તમારા રોકડ પ્રવાહને અનુકૂળ હોય.

 • ઝડપી ક્લેઈમ સેવા

  તમારા સમય અને અનુકૂળતાને પૂરેપૂરું મહત્વ.

 • મનની શાંતિ

  પરિવારને નાણાકીય રીતે સુરક્ષિત કરીને તમને મનની સંપૂર્ણ શાંતિ મળે છે અને તમારી હાજરીમાં તેમનું જે ગુણવત્તાસભર જીવન હોય છે તે જ રહે છે.

 • તમારી જરૂરિયાતો પૂર્ણ કરવાનું રક્ષણ

  દરેક પરિવાર અનન્ય છે અને તેવી જ તેમની નાણાકીય જરૂરીયાતો હોય છે! અમારા પ્લાન તમારી જરૂરીયાત અનુસાર હોય છે.

 • કરવેરા લાભ

  પ્રવર્તમાન આવકવેરા કાયદા મુજબ કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ તમે જે પ્રીમિયમનું રોકાણ કરો છો અને તેની જે પાકતી રકમ છે તેના પર કરવેરાના લાભ મેળવો છો.

વિચારવા જેવા કેટલાક પરિબળો

 • કવરેજની જરૂરિયાત

 • તમારા જીવન-તબક્કા અંગે વિચારો

 • પોલિસીના ફાયદા સમજો

 • ક્લેઈમ સેટલમેન્ટ

 • ગ્રાહક સેવા

Know More

કવરેજની જરૂરિયાત

ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવાનું સૌથી મહત્વનું પગલું છે તમને જરૂરી કવરેજની રકમની ગણતરી. ઓછી રકમનો વીમો લેવાની ભૂલ તમારે ટાળવી જોઈએ કારણ કે તેનાથી ટર્મ પ્લાન ખરીદવા પાછળનો ઉદ્દેશ સિદ્ધ નહિ થાય. તમારી જેમ જેમ ઉંમર વધે અને તમારી જીવનની જરૂરીયાત તે અનુરૂપ થાય તેમ પર્યાપ્ત જીવન કવચ મેળવીને તમારા પરિવાર ને સુરક્ષિત અને સલામત રાખવું એ દૂરંદેશીભર્યું પગલું છે. તમારે કેટલી રકમનું કવચ મેળવવું જોઈએ તે અંગે જાણકારી મેળવવા માટે અમારા ટર્મ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

તમારા જીવન-તબક્કા અંગે વિચારો

જીવનના જુદા-જુદા તબક્કે તમારી જીવન વીમાની જરૂરીયાતો અને પ્રાથમિકતાઓ અલગ-અલગ હોય છે, આથી, ટર્મ-પ્લાન ખરીદતા પહેલા તમે જીવનના કયા તબક્કે છો તે સમજવું જરૂરી છે. તમારા પરિવારના તમારા પર આધારીત સભ્યોને ગણતરીમાં લો જેથી રોકાણ કરવાની રકમ અગે તમે ખાતરી મેળવી શકો. અપરણિત વ્યક્તિની સરખામણીએ પરણિત વ્યક્તિની જવાબદારીઓ સ્વાભાવિક રીતે વધુ હોય છે. તે જ રીતે, જો તમારે બાળકો હોય અને તમારા માતા-પિતા તમારા પર નિર્ભર રહેતા હોય તો નાણાકીય જવાબદારી વધુ રહેવાની છે.

પોલિસીના ફાયદા સમજો

એક વખત તમે તમારી જરૂરીયાત અનુસાર પોલિસી અને કંપનીના ટ્રેક રેકોર્ડ પર ધ્યાન આપવાનું શરૂ કરો પછી પોલિસીની વિશેષતાઓને સમજવા સમય લો.  પોલિસીની મુદત, પ્રીમિયમ ચુકવણીની મુદત, વીમાની સુનિશ્ચિત રકમ (સમ એસ્યોર્ડ) અને લાભો સબંધિત વિશેષતાઓ ચકાસો અને તેનું મૂલ્યાંકન કરો. પોલિસીની માહિતી પુસ્તિકા/ ઓફર દસ્તાવેજો પર માત્ર નજર જ નથી નાંખવાની પરંતુ વિગતવાર વાંચવાનુ છે.

ક્લેઈમ સેટલમેન્ટ

ટર્મ પ્લાન ખરીદતા પહેલા, વીમા કંપનીના ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો પર સંપૂર્ણ સંદર્ભ ચકાસણી કરો. અમે, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ, સરળ અને અવરોધમુક્ત રીતે અસરકારક ક્લેઈમ સેટલમેન્ટ કરીએ છીએ.

ગ્રાહક સેવા

અમૂર્ત પ્રોડક્ટ સાથે સંકળાયેલા કોઈપણ કારોબારમાં ગ્રાહક સેવા મહત્વપૂર્ણ બાબત છે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ ગ્રાહકલક્ષી બનવા પ્રયત્નશીલ છે. અમારા દરેક ગ્રાહકને હકારાત્મક અનુભવ પૂરો પાડવા અમે ગ્રાહકસેવા માટે સરળ અને હેરાનગતિથી મુક્ત પ્રક્રિયા ધરાવીએ છીએ.

અમારા ગ્રાહકો શું કહે છે

FAQs