વર્ષ
હાલમાં ઘરના વાર્ષિક ખર્ચા (ઇએમઆઈ સહિત)
50 વર્ષ 70 વર્ષ
વર્ષ

Time to Retirement
વર્ષ

લાંબાગાળાનો વ્યાજદર

%
4% 14%

લાંબાગાળાનો ફુગાવાનો દર

% %
4% 14%

RRR (રીયલ રેટ ઑફ રીટર્ન (વળતરનો વાસ્તવિક દર) = ફુગાવાને એડજેસ્ટ કરેલ વળતર)

%
પેન્શનની જરૂર
60 વર્ષ 90 વર્ષ
વર્ષ

નિવૃત્તિનો સમયગાળો

વર્ષ
નિવૃત્તિનું ભંડોળ
અત્યાર સુધીના પીએફનું કુલ મૂલ્ય
અત્યાર સુધીની કુલ બચત
પીએફનું ભવિષ્યનું મૂલ્ય + બચત (નિવૃત્તિની વય સુધી ઉપાડવામાં આવેલ ન હોય તો)
નિવૃત્તિના ભંડોળમાં ચોખ્ખો ગેપ
જરૂરિયાત માટે આવશ્યક વાર્ષિક બચત
જરૂરિયાત માટે આવશ્યક માસિક બચત

હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ. અને તેના પ્રતિનિધિઓને કૉલ, ઈ-મેઇલ, એસએમએસ કે વૉટ્સએપ મારફતે મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. આ સંમતિ ડીએનસી / એનડીએનસી (તેનો અર્થ એ થયો કે, આપ કોઇપણ ડુ નોટ ડિસ્ટર્બ લિસ્ટ હેઠળ નોંધણી પામેલા હો તો પણ અમે આપનો સંપર્ક કરીશું) હેઠળ થયેલી મારી નોંધણીને રદ કરે છે.

રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેટર શું છે?

નિવૃત્તિનું આયોજન એ એક વિજ્ઞાન છે, જે શાંતિપૂર્ણ રીતે નિવૃત્ત થવા માટે જરૂરી ભંડોળનો અંદાજ કાઢવા માટે પેન્શન કેલક્યુલેશન ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. છેલ્લી ઘડીએ મૂંઝાવાને બદલે પેન્શન પ્લાનરનો ઉપયોગ કરો અને નિવૃત્તિ માટે નોંધપાત્ર ફંડ ઊભું કરવા માટે આજે જ આવશ્યક પગલાં લો. એવું જરાયે વિચારશો નહીં કે, આપના વૃદ્ધાવસ્થાના વર્ષોનું આયોજન કરવાની હજુ વાર છે.

રીટાયરમેન્ટ કેલક્યુલેટર આપને જીવનમાં અગાઉથી જ આપની નિવૃત્તિ માટે બચતના લાભને દર્શાવવા માટે પેન્શનની ગણતરી કરવાના ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ આપે આપના ભવિષ્ય માટે બાજુ પર રાખેલી રકમમાં વધારો કરે છે. આથી, આપ જો જીવનમાં નાની વયે ઓછી રકમથી પણ શરૂઆત કરો છો, તો રોકાણની રકમ આપની નિવૃત્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે ખૂબ જ ઝડપથી પૂરતા મોટા ભંડોળમાં ફેરવાઈ જાય છે.

રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેશન અથવા પેન્શન કેલક્યુલેટર એ પેન્શનનું આયોજન કરનારું એક ઉપયોગી સાધન છે, જે આપની આજની સ્થિતિ શું છે અને નિવૃત્તિ બાદ એક સારું જીવન જીવવા માટે આપે કેટલા નાણાં જોઇશે તે દર્શાવે છે. રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેટર આપને નિવૃત્તિના સમયે આપને કેટલું ફંડ જોઇશે તે હાંસલ કરવા માટે યોગ્ય રોકાણનું આયોજન કરવામાં મદદરૂપ પણ થાય છે.

નિવૃત્તિના સમયે આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જાય છે પરંતુ આપનો જીવનસંઘર્ષ તો ચાલું જ રહે છે અને હજુ પણ ખર્ચાઓની ચૂકવણી તો કરવી જ પડશે. પેન્શન પ્લાન કેલક્યુલેટર આપના ભવિષ્યના ખર્ચા અને નાણાકીય જરૂરિયાતોનો અંદાજ લગાવે છે. રીટાયરમેન્ટ કૉર્પસ કેલક્યુલેટરનો ઉપયોગ કરીને આપ એક ચોક્કસ સંખ્યા પર પહોંચો છો, જેને આપ આપના રોકાણથી રીવર્સ એન્જિનિયર કરી શકો છો.

રીટાયરમેન્ટ પ્લાનરનો ઉપયોગ કરીને ઓનલાઇન ગણતરી

રીટાયરમેન્ટ કેલક્યુલેટર ઓનલાઇનનો ઉપયોગ કરીને નાણાકીય આયોજન કરવાનું ખૂબ જ સરળ બની જાય છે - આપની વર્તમાન અને ભવિષ્યની આવકની મૂળભૂત વિગતો દાખલ કરો અને પેન્શન કેલક્યુલેટર આપની ચોક્કસ સ્થિતિને આધારે પેન્શનની ગણતરી કરવાના ફોર્મ્યુલાને લાગુ કરે ત્યાં સુધી રાહ જુઓ. પેન્શન પ્લાનરનો ઉપયોગ કરવાના પરિણામે આપને આપના નિવૃત્તિના વર્ષો દરમિયાન વાર્ષિક કેટલી આવકની જરૂર છે તથા શાંતિપૂર્ણ અને સ્વતંત્ર ભવિષ્યની ખાતરી કરવા માટે આપે આજે કેટલી રકમ બાજુ પર મૂકવી પડે તેમ છે, તે જાણવા મળશે. એક રીટાયરમેન્ટ કેલક્યુલેટર નાણાકીય સાધનોના પ્રકારો પર પણ પ્રકાશ પાડે છે, જે આપને આપના નિવૃત્તિના આયોજનના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

પેન્શનની ગણતરી કરવાનો ફોર્મ્યુલા

પેન્શનની ગણતરીનો ફોર્મ્યુલા આવકના વર્તમાન મૂલ્ય, ફુગાવાનો અનુમાનિત દર અને નિવૃત્ત થતાં પહેલાં આપની પાસે બચત કરવાનો કેટલો સમય બાકી છે, તેને ધ્યાન પર લે છે. પેન્શનની ગણતરી કરવાના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેટર આપને આપની નિવૃત્તિના વર્ષોમાં કેટલી વાર્ષિક આવક અથવા ભવિષ્યના મૂલ્યનું સર્જન કરવાની જરૂરિયાત છે, તે દર્શાવે છે. પેન્શનની ગણતરી કરવાનો મૂળભૂત ફોર્મ્યુલા છેઃ FV=PV(1+r) ^n, જેમાં FV એટલે ભવિષ્યનું મૂલ્ય/આવક છે, PV એટલે વર્તમાન મૂલ્ય/આવક છે, r એ ફુગાવાનો અપેક્ષિત દર છે અને n નિવૃત્ત થતાં પહેલાં બાકી બચેલો સમય છે.

આપ આ ગણિત કરવા માટે આ ફોર્મ્યુલાનો મેન્યુઅલ રીતે પણ ઉપયોગ કરી શકો છો, જ્યારે પેન્શન પ્લાનર સમય અને ઊર્જા બચાવે છે. માસિક પેન્શન કેલક્યુલેટર આ ગણિત ખોટું પડવાના જોખમને દૂર કરી દે છે, કારણ કે, આ પ્રક્રિયા રીટાયરમેન્ટ કેલક્યુલેટર ઓનલાઇનની સાથે સંપૂર્ણપણે સ્વચાલિત છે. એકવાર આપ આપની વિગતો દાખલ કરો તે પછી સ્માર્ટ રીટાયરમેન્ટ કેલક્યુલેટર આપ આપની નિવૃત્તિના સમય સુધીમાં આપે કેટલી બચત ભેગી કરશો તે દર્શાવવા ફુગાવા માટે આપના ભંડોળ પર આપના વળતરના દરને એડજેસ્ટ કરશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટર એ એક હાથવગું સાધન છે, જેની મદદથી આપ જો આપની વર્તમાન જીવનશૈલી જાળવી રાખવા માંગતા હો તો, આપે વાર્ષિક કેટલી આવકની જરૂર પડશે તેની ગણતરી કરી શકો છો. બેકએન્ડ પર પેન્શન કેલક્યુલેટર ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટર પેન્શનની આયોજનની કામગીરીમાંથી અટકળબાજીને દૂર કરી છે. ફક્ત જરૂરી માહિતીને તેમાં દાખલ કરો અને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કૉર્પસ કેલક્યુલેટરને આપનું રીટાયરમેન્ટ પ્લાનર અને માર્ગદર્શક બનાવો.

રીટાયરમેન્ટ પ્લાનર ઓનલાઇન ઉપયોગમાં લેવાના સ્ટેપ્સઃ

 • આ ક્ષણે આપની વયને વર્ષોમાં દાખલ કરો.
 • આપની નિવૃત્તિની ઇચ્છિત વય પૂરી પાડો.
 • આપના અનુમાનિત આયુષ્યને દાખલ કરો, જેથી કરીને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન કેલક્યુલેટર આપને કેટલા વર્ષ સુધી પેન્શનની આવક મળવી જોઇએ તે નક્કી કરી શકે.
 • આપની વર્તમાન આવક અને નિવૃત્તિ પછીને જરૂરી માસિક/વાર્ષિક આવક દાખલ કરો.
 • ફુગાવાના અપેક્ષિત દરને પસંદ કરીને ફુગાવાને એડજેસ્ટ કરો.

નિવૃત્તિ બાદ આપને કેટલી વાર્ષિક આવકની જરૂર પડશે તે નક્કી કરવા માટે રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેટરને પેન્શનની ગણતરી કરવાના ફોર્મ્યુલાને લાગુ કરવા દો. નિવૃત્તિનું વર્તમાન રોકાણ અને તેના વળતરના સંભવિત દરો (જેમ કે માસિક પ્રોવિડેન્ટ ફંડના યોગદાનો, શૅર, સોનામાં રોકાણ, જમીન/સંપત્તિમાં રોકાણો, મ્યુચ્યુઅલ ફંડના વળતર) જેવી વિગતો ઉમેરીને તમે નિવૃત્તિના પ્લાનરની વધુ સચોટ સલાહ મેળવી શકો છો.

આ તમામ વિગતોને ધ્યાન પર લીધા બાદ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેટર આપને આપના બાકી બચેલા સમયમાં નિવૃત્તિના ભંડોળમાં હજી કેટલું વધારે રોકાણ અને બચત કરવાની જરૂર છે, તે સૂચવશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ પ્લાનર ઓનલાઇનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને વિનામૂલ્યે તેનો ઉપયોગ કરી શકાય છે. આપ આ પેન્શન કેલક્યુલેટરની મદદથી એકથી વધુ ગણતરીના અંતિમ પરિણામો ચકાસી શકો છો. આપે ફક્ત નિયત ખાનાઓમાં મૂલ્યો દાખલ કરીને રીટાયરમેન્ટ કેલક્યુલેટર ઓનલાઇન દ્વારા પૂછવામાં આવેલા મૂળભૂત પ્રશ્નોના ઉત્તર આપવાના છે. રીટાયરમેન્ટ પ્લાનર કેલક્યુલેટર ફોર્મ્યુલાને લાગુ કર્યા બાદ ક્ષણવારમાં પેન્શનની ગણતરી કરવાના મૂલ્યોને દર્શાવશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન પ્લાનર અને રીટાયરમેન્ટ કેલક્યુલેટર એ એક ભરોસેમંદ ટૂલ છે, જેને આપ આજથી શરૂ કરી દર મહિને નિવૃત્તિ માટે કેટલી ચોક્કસ રકમની બચત કરવી જરૂરી છે, તેની ગણતરી કરવામાં આપને મદદરૂપ થવા માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આપની નિવૃત્તિ માટેનું આયોજન પ્રયોગો અને ભૂલોનું પરિણામ ન હોવું જોઇએ. પ્રથમ પ્રયત્ને જ આપના પેન્શન પ્લાનરના લક્ષ્યોને નિર્ધારિત કરવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટરનો ઉપયોગ કરો.

રીટાયરમેન્ટ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાના ફાયદા શું છે?

એક સચોટ પેન્શન પ્લાનર એ સરળતાથી અને ચિંતામુક્ત રીતે નિવૃત્ત થવા માટે આપને આયોજનમાં મદદરૂપ થનારું એક આવશ્યક સાધન છે. નિવૃત્તિની ગણતરી કરનારું આ ટૂલ ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી અને વિનામૂલ્યે તેનો ઉપયોગ થઈ શકતો હોવાથી આપનો રીટાયરમેન્ટ પ્લાન ક્ષણવારમાં તૈયાર થયેલો મળી જશે. આપની નિવૃત્તિને સુખમય બનાવવા માટે આ રીટાયરમેન્ટ પ્લાન પર આધાર રાખીને આપના નાણાંનું રોકાણ કરો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટર ઓનલાઇનનો ઉપયોગ કરવાના ઘણાં ફાયદા છે, જેમ કેઃ

સ્માર્ટ રીટાયરમેન્ટ પ્લાનરનો ઉપયોગ કરી શકો છો

રીટાયરમેન્ટ ફંડ કેલક્યુલેટર આપના નિવૃત્તિના નાણાંનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે. આપ આપના નિવૃત્તિના વર્ષો દરમિયાન સમગ્ર વિશ્વમાં ફરવા માગતા હો કે પછી કોઈ શાંત વિસ્તારમાં ફરીથી વસવા માગતા હો, આપની પાસે આપના સપનાને સાકાર કરવા માટે એક ચોક્કસ રકમ હોવી જરૂરી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન પ્લાનર એ આપની વ્યાવસાયિક આવક બંધ થયાં પછી પણ આપનું શ્રેષ્ઠ જીવન જીવવા માટે આપને કેટલા નાણાંની જરૂર પડશે તેને સમજવા માટેનું એક હાથવગું સાધન છે.

આપના નાણાંનું સ્પષ્ટ ચિત્ર મેળવો

એક સંપૂર્ણ રકમ, છુટી-છવાયેલી રકમના સરવાળા કરતાં વધુ લાભદાયી સાબિત થાય છે. આજે આપ કેટલું કમાઈ રહ્યાં છો, નિવૃત્તિ પછી આરામદાયર રીતે જીવવા માટે આપની પાસે કેટલા નાણાં હોવા જોઇએ અને ભવિષ્યમાં આપના અને આપના પ્રિયજનોના શાંતિપૂર્ણ જીવનનું સર્જન કરવામાં આપે કેટલા નાણાંનું રોકાણ કર્યું છે, તે આપ પહેલેથી જ જાણો છો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કૉર્પસ કેલક્યુલેટર આ તમામ વિખેરાયેલી વિગતોને ભેગી કરીને પેન્શનની ગણતરી કરવાનો ફોર્મ્યુલા તેની પર લાગુ કરે છે અને રોકાણના વળતરના સમગ્ર પરિદ્રશ્યનું સ્પષ્ટ ચિત્ર આપની સમક્ષ રજૂ કરે છે.

ઉપયોગમાં ખૂબ જ સરળ રીટાયરમેન્ટ પ્લાનિંગ કેલક્યુલેટરના લાભ રળો

આપણાંમાંથી મોટાભાગના લોકો ગણિતના ખેરખાં નથી. આથી, કોઇપણ રીટાયરમેન્ટ પ્લાનર ટૂલ ઉપયોગમાં સરળ અને સીધુંસાદું હોય તે જરૂરી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન પ્લાનર આ જરૂરિયાતોને પૂરી કરે છે. તેના માટે રોકાણકારોની ખૂબ જ સરળ અને સીધીસાદી વિગતોની જરૂર છે, જે આપને મોંઢે હોય છે, જેમ કે - આપની વર્તમાન વય, નિવૃત્તિની સંભવિત વય, માસિક આવક, માસિક ખર્ચા અને વર્તમાન રોકાણો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન કેલક્યુલેટરમાં પેન્શનની ગણતરી કરવાનો ફોર્મ્યુલા ફક્ત સેકન્ડોમાં પરિણામ આપી દે છે.

આપનો સમય અને ઊર્જા બચાવો

આપ જાતે પણ નિવૃત્તિનું આયોજન કરી શકો છો પરંતુ તેની પાછળ ખાસો સમય લાગી શકે છે અને તે થકવી દેનારી પ્રક્રિયા છે. આપે સૌપ્રથમ તો એ ગણવાનું રહે છે કે, આપે શાંતિપૂર્ણ રીતે નિવૃત્ત થવા માટે કેટલા નાણાંની જરૂર છે અને ત્યારબાદ કયા પ્રકારનું રોકાણ આ નાણાકીય લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. પેન્શન કેલક્યુલેટર આ તમામ વિગતોને ગણતરીમાં લે છે અને ખૂબ જ લાંબી ગણતરીને થોડી જ સેકન્ડોમાં કરી આપે છે.

તુલનાત્મક વિશ્લેષણ કરો

નિવૃત્તિના આયોજનનું અંતિમ લક્ષ્ય તો એકસમાન જ છે - એટલે કે, આપ જે જીવનશૈલીથી જીવન જીવવવા માટે ટેવાયેલા છો તે જ પ્રકારે આપનું બાકીનું જીવન જીવવા માટે આપની પાસે પૂરતાં નાણાં છે, તેની ખાતરી કરવી. જોકે, આપની નિવૃત્તિનું આયોજન કરવાના બીજા ઘણાં માર્ગો છે.

 • શું ઓછું જોખમ ધરાવતા પીપીએફમાં રોકાણ કરવું પૂરતું છે?
 • શું આપ એસઆઇપી કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધુ આક્રામક રીતે રોકાણ કરવા ઇચ્છો છો?
 • શું ગેરેન્ટીડ પેન્શન પ્લાન આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે?

વાત જ્યારે નિવૃત્તિનું આયોજન કરવાની હોય ત્યારે રીટાયરમેન્ટ કૉર્પસ કેલક્યુલેટર એ આપનો પાકો મિત્ર છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ પ્લાનર આપને વિવિધ નાણાકીય સાધનોની સરખામણી કરવાનો લાભ પૂરો પાડે છે, જેથી આપ એ નક્કી કરી શકો કે કયો વિકલ્પ આપના નિવૃત્તિના લક્ષ્યોથી વધુ નજીક છે. આપ આપના વર્તમાન રોકાણમાં કેવી રીતે સુધારો કરી શકો છો તે જણાવીને આ પેન્શન પ્લાન આપને આપની નિવૃત્તિની જરૂરિયાતને અનુકૂળ આવે તેવા વધુ સારા નાણાકીય સાધનો તરફ નિર્દિષ્ટ કરે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટરનો ફ્રી પયોગ કરો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટર ફ્રી હોવાથી આપ તેનો ઉપયોગ જેટલી વખત કરવા ઇચ્છો તેટલી વખત કરી શકો છો, તમે રીટાયરમેન્ટ કેલક્યુલેટરનો ઓનલાઇન ઉપયોગ કરીને તેનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો. આપના ભવિષ્યના લક્ષ્યોને અનુરૂપ રહી આપના વર્તમાન રોકાણને ફરીથી સંગઠિત કરવા માટે આપ જેટલી વખત ઇચ્છો એટલી વખત માસિક પેન્શન કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.

નિવૃત્તિ માટે કેટલી બચત કરવી જોઇએ?

સામાન્ય નિયમ એવો છે કે, કામકાજી વ્યક્તિએ નિવૃત્તિના રોકાણ માટે તેમની માસિક આવકમાંથી ઓછામાં ઓછી 10-15% રકમને બાજુ પર મૂકવી જોઇએ. આપની નિવૃત્તિનું આયોજન કરવા માટે આ આંકડો ખૂબ જ સારો હોવા છતાં તે નિવૃત્તિ પછીની આપની તમામ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતો ન હોય તેમ બની શકે.

આપે એ બાબતને પણ ધ્યાન પર લેવી જોઇએ કે, આપની નિવૃત્તિ પછી આપની માસિક આવક કેટલી ઘટી જશે? નિવૃત્ત થયાં પછી મોટાભાગના લોકોની આવક 75% જેટલી ઘટી જાય છે. ફુગાવાના દર, સંભવિત ખર્ચા અને રીટાયરમેન્ટના પ્લાનરમાં આવકમાં અપેક્ષિત ઘટાડાને ગણતરીમાં લઈ તમે ચિંતામુક્ત રીતે નિવૃત્ત જીવન જીવવા માટે આપે કેટલી બચત કરવી જરૂરી છે, તે રકમ પર પહોંચી શકો છો.

મોટાભાગના નાણાકીય નિષ્ણાતો એ બાબતે સંમત થાય છે કે, નિવૃત્તિ માટે રાખવામાં આવેલ રૂ. 1 કરોડના ભંડોળનું લક્ષ્ય એ ખૂબ જ યોગ્ય છે. જોકે, આપના ચોક્કસ ખર્ચા, આવક અને ભવિષ્ય માટેની આશાઓ એ ધ્યાન પર લેવા જેવા મહત્વના પરિબળો છે, જેથી કરીને આપની જરૂરિયાતને અનુરૂપ નિવૃત્તિના ભંડોળનું મૂલ્ય મેળવી શકાય.

નિવૃત્તિ યોજનાઓ અંગે જાણો

ઇન્ડિયાફર્સ્ટ
ગેરેન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન

Buy Online

ઇન્ડિયાફર્સ્ટ
ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન

GET A QUOTE

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ
ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન

BUY ONLINE

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ પ્લાનર/કેલક્યુલેટર શા માટે સંભવિત આયુષ્ય અંગે શા માટે પૂછે છે?

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન પ્લાનર, આપ નિવૃત્તિ પછી આરામદાયક રીતે જીવન જીવી શકો તે માટે આપને નિવૃત્તિનું કેટલું ભંડોળ જોઇશે તેની ગણતરી કરે છે. આમ કરવા માટે, રીટાયરમેન્ટના કેલક્યુલેટરે આ ભંડોળ આપની કેટલી વય સુધી ચાલશે તે બાબતને ગણતરીમાં લેવી પડે છે. ધારો કે આપ 60 વર્ષની વયે નિવૃત્ત થાઓ છો અને આપના સંભવિત આયુષ્યને 85 વર્ષનું ધારી લો છો. આ કિસ્સામાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટર નિવૃત્તિના 25 વર્ષના સમયની વ્યવસ્થા કરવા માટે આપની પાસે કેટલું ભંડોળ હોવું જોઇએ તેની ગણતરી કરવી પડે છે.

મારે પેન્શન કેલક્યુલેટરનો ઉપયોગ શા માટે કરવો જોઇએ?

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટર જેવું એક ભરોસેમંદ રીટાયરમેન્ટ પ્લાનર સુવ્યવસ્થિત રીતે આપની નિવૃત્તિના લક્ષ્યોનું આયોજન કરવા માટે ખૂબ જ જરૂરી છે. એક રીટાયરમેન્ટ પ્લાનર આપની વર્તમાન જીવનશૈલી અને ખર્ચાઓ પર આધાર રાખી ભવિષ્યમાં પોતાને ટકાવી રાખવા માટે આપને કેટલા નાણાંની જરૂર પડશે, તેની પર કામ કરે છે. આપને લાગે કે આપના માટે જરૂરી ભંડોળ આપે પ્રારંભિક રીતે ધાર્યા કરતાં ઘણું વધારે છે, તો આપ આપના રોકાણ પર ફરીથી કામ કરી શકો છો, જેથી કરીને તે આપની નિવૃત્તિની જરૂરિયાતોને અનુરૂપ થઈ શકે તેની ખાતરી કરી શકાય. પેન્શનની ગણતરીના ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો એ ખૂબ જ સમય માંગી લેતી પ્રક્રિયા છે, જોકે આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રીટાયરમેન્ટ કેલક્યુલેટર ઓનલાઇનને અપનાવીને તેની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો.

રીટાયરમેન્ટ કેલક્યુલેટરનો ઉપયોગ કરવા માટે કઈ વિગતો પૂરી પાડવી જરૂરી છે?

રીટાયરમેન્ટ પ્લાનર દ્વારા ખૂબ જ સરળ અને મૂળભૂત વિગતો માગવામાં આવે છે. જેમાં સમાવિષ્ટ છેઃ

 • આપની હાલની વય
 • નિવૃત્તિ સમયે આપની વય
 • આપનું સંભવિત આયુષ્ય
 • આપની વર્તમાન વાર્ષિક આવક
 • આપની આવક વાર્ષિક કેટલા દરે વધવી જોઇએ
 • હાલમાં આપની પાસે રહેલી નિવૃત્તિની બચત અને રોકાણનું ભંડોળ
 • આપની પાસે હાલમાં રહેલ રોકાણના પ્રકારો
 • કુલ માસિક આવક
 • ફુગાવાનો અનુમાનિત દર

એકવાર આપ આ અંદાજ પૂરો પાડો તે પછી, રીટાયરમેન્ટ ફંડ કેલક્યુલેટર ક્ષણવારમાં જ આપના માટે આકરી મહેનત કરે છે. પૂરાં પાડવામાં આવેલા ડેટા પર પેન્શનની ગણતરીના ફોર્મ્યુલાને લાગુ કરીને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પેન્શન પ્લાનર આપને આપના નિવૃત્તિના ભંડોળના લક્ષ્યનો અંદાજ આપે છે. વળી, આપને આપની નિવૃત્તિની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપના માસિક બચતના લક્ષ્યાંક, વિવિધ પ્રકારના પેન્શન પ્લાન અને રોકાણ માટેના રસ્તાની સૂજ પણ પ્રાપ્ત થાય છે