જીવન વીમાના
પ્લાન અને પૉલિસી

આપના પ્રિયજનો માટે નિશ્ચિત અને સલામત ભવિષ્યની ખાતરી કરો

લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ એ ભારતની અગ્રણી જીવન વીમા કંપની છે, જે આપના પ્રિયજનોના રક્ષણ અને નાણાકીય સલામતીની ખાતરી કરવા માટે અનેકવિધ પ્રકારના જીવન વીમા પ્લાન અને પૉલિસીઓ પૂરી પાડે છે. જીવન વીમા પૉલિસીઓને સમજવી ખાસ અઘરી નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે અમે ખૂબ જ સરળ, પરવડે તેવા અને અસરકારક હોય તેવા જીવન વીમાના ઉપાયોનું સર્જન કરવામાં ગર્વ અનુભવીએ છીએ.

ખાસ આપની જરૂરિયાતને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલા જીવન વીમા પૉલિસીના વિવિધ વિકલ્પોમાંથી આપ પસંદ કરી શકો છો. ભારતમાં જીવન વીમાનું ક્ષેત્ર ખૂબ જ મજબૂત છે અને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ આપના જીવનના દરેક તબક્કાની જરૂરિયાતને અનુરૂપ જીવન વીમા પૉલિસી પૂરી પાડે છે.

જીવન વીમો એટલે શું?

ટૂંકમાં કહીએ તો, જીવન વીમા પૉલિસી એ જીવન વીમો પૂરો પાડનારી કંપની અને પૉલિસીધારકની વચ્ચેનો એક કરાર છે. જીવન વીમાના પ્લાન એક બાંયધરીપૂર્વકની રકમના સ્વરૂપમાં એક નોંધપાત્ર જીવન વીમાકવચ પૂરું પાડે છે. જીવન વીમા પૉલિસીની મુદત દરમિયાન જો વીમાકૃત વ્યક્તિનું નિધન થઈ જાય તો, વીમાકંપની આ જીવન વીમાકવચને જીવન વીમા પૉલિસીમાં સૂચિબદ્ધ થયેલ નોમીનીઓ/લાભાર્થીઓને ચૂકવે છે. આ બાંયધરીના બદલામાં પૉલિસીધારક તેમના જીવનકાળ દરમિયાન નિશ્ચિત અંતરાલે પ્રીમિયમની એક ચોક્કસ રકમ ચૂકવવા માટે સંમત થાય છે.

જીવન વીમાકવચના કરારના કાનૂની રીતે બાધ્યકારી સ્વરૂપનું સંરક્ષણ કરવા માટે પૉલિસીધારક તેમના આરોગ્યની ભૂતકાળ અને વર્તમાન સ્થિતિ અંગેની તમામ વિગતો સચોટતાપૂર્વક જાહેર કરે તે ખૂબ જ જરૂરી છે. કોઇપણ મેડિકલ જીવન વીમા પ્લાન આપને મેડિકલ ટેસ્ટ કરાવ્યાં વગર જીવન વીમો શરૂ કરવાની મંજૂરી આપતાં નથી. જોકે, યોગ્ય વિગતો સચોટતાપૂર્વક જાહેર કરવી ફરજિયાત છે.

એક ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી એક ચોક્કસ મુદત માટે જીવન વીમો પૂરો પાડે છે, જ્યારે પર્મેનેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી કોઇપણ વયે પૉલિસીધારકના મૃત્યુ સુધી, જીવન વીમાના પ્રીમિયમની ચૂકવણી જ્યાં સુધી બંધ ન થાય અથવા તો જ્યાં સુધી જીવન વીમાનું રોકાણ સરેન્ડર કરવામાં ન આવે ત્યાં સુધી ચાલું રહે છે.

આપને જીવન વીમાની જરૂરિયાત શા માટે છે?

જીવન વીમો આપના નિધન બાદ આપના પ્રિયજનોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આપ જીવનના કયા તબક્કે છો તેના પર આધાર રાખી જીવન વીમો ખરીદવાના ઘણાં કારણો છે. વિવિધ પ્રકારની જીવન વીમા પૉલિસીઓ વિવિધ પ્રકારની જરૂરિયાતોને પૂરી કરે છે. જોકે, જીવન વીમાનો મુખ્ય લાભ એવી બાંયધરી છે, કે આપના આશ્રિતોને ભવિષ્યમાં જરૂરી નાણાકીય સહાય મળી રહેશે.

દરેક વ્યક્તિ મુખ્યત્વે બે ભય ધરાવતી હોય છે - વહેલા મૃત્યુ પામવાનો ભય અને ખૂબ લાંબું જીવન જીવવાનો. આપ જો વહેલા મૃત્યુ પામો છો તો, આપના આશ્રિતો પાસે પોતાની કાળજી લેવા માટેના નાણાકીય સાધન રહેતા નથી. આપ જો ખૂબ લાંબુ જીવો છો તો, આપની પાસે નાણાં ખાલી થઈ જાય અને આપ પોતાના પર નિર્ભર થઈ જાઓ તેમ બની શકે છે. એક જીવન વીમા પ્લાન આ બંને ભયને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

 • આપને આપના આશ્રિતો માટે જીવન વીમા પૉલિસીની જરૂર છે.

  આપનું અકાળે અવસાન થવાના કિસ્સામાં આપના નોમીનીઓ અથવા પરિવારના નિકટના સભ્યોને નાણાકીય સમર્થન મળી રહે એ જીવન વીમો ખરીદવાના મૂળભૂત કારણો પૈકીનું એક છે. ઘણીવાર આપના અવસાન પછી પણ જવાબદારીઓ પૂરી થતી નથી. આપના મૃત્યુ પછી પણ આપના પરિવારની ગુમાવી દેવામાં આવેલી આવકનું સ્થાન અન્ય કોઈ આવક લઈ શકે, આપના બાળકોના શિક્ષણ માટેની ચૂકવણીઓ થઈ શકે તથા આપના જીવનસાથીને નાણાકીય સપોર્ટ પૂરો પાડી શકો તેની ખાતરી કરવા માટે જીવન વીમા પૉલિસીના અનેકવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.

 • આપે આપના ઋણ સાથે કામ પાર પાડવા માટે જીવન વીમા પૉલિસીની જરૂર છે.

  મોટા ભાગના લોકોની એકાદ-બે ઋણ ચૂકવવાના હોય છે. આપની જો હૉમ લૉન, કાર લૉન, ક્રેડિટ કાર્ડ્સના બાકી નાણાં અથવા પર્સનલ લૉનની ચૂકવણીઓ કરવાની બાકી હોય તો, આપ દેવામાં છો તેમ કહી શકાય. આપના અકાળે અવસાનના કિસ્સામાં આ નાણાકીય જવાબદારીઓનો બોજો આપના પરિવારજનો પર આવી પડશે. જીવન વીમા પૉલિસીના પ્લાન મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણીને એકસામટી ચૂકવે છે અને જીવન વીમાકવચ આપના મૃત્યુ પછી આ પ્રકારના ઋણની ચૂકવણી કરવાની કાળજી લે છે.

 • ભારતમાં આપની પાસે આપના ભવિષ્ય માટે પર્મેનેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કે હોલ લાઇફ ઇન્શ્યોરન્સ હોવો જોઇએ.

  જીવન વીમા પૉલિસી આપ જ્યારે મૃત્યુ પામો ફક્ત ત્યારે જ ઉપયોગી સાબિત થાય છે, તે એક ખોટી વાત છે. આપ જો લાંબુ જીવો તો શું? તબીબી ક્ષેત્રમાં સાધવામાં આવેલી પ્રગતિ અને તબીબી સુવિધાઓ સુધીની પહોંચ વધવાને કારણે મોટાભાગના લોકો આજે 80 વર્ષથી વધુનું આયુષ્ય ભોગવે છે. આપ જો 60 વર્ષની વયે નિવૃત્ત થાઓ છો તો, શું આપની પાસે આપનું જીવનધોરણ જાળવી રાખવા માટે અને નિવૃત્ત પછીના 3-4 દાયકામાં ફુગાવાને માત આપવા માટે પૂરતી બચત છે?એક પર્મેનેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી જ્યાં સુધી આપ જીવો અને જીવન વીમાના પ્રીમિયમની ચૂકવણી કરવાનું ચાલું રાખો અથવા જ્યાં સુધી પર્મેનેન્ટ લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસીને સરેન્ડર કરાવો નહીં ત્યાં સુધી ચાલું રહે છે. હોલ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી એ પર્મેનેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સનો એક પ્રકાર છે, જે પૉલિસીના વર્ષો દરમિયાન રોકડ મૂલ્ય ઉપાર્જિત કરે છે. આમ, એક હોલ લાઇફ પૉલિસી ઇન્શ્યોરેન્સ કોઇપણ વયે જીવન વીમાકવચનો આકર્ષક વિકલ્પ બની રહે છે. તો રીટાયરમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ આપના સોનેરી વર્ષોની આર્થિક સુરક્ષાની ખાતરી કરવા માટે દર મહિને ચૂકવણીની બાંયધરી પૂરી પાડે છે.

 • આપને આપના લાંબાગાળાના લક્ષ્યોને હાંસલ કરવા માટે જીવન વીમામાં રોકાણ કરવાના વિકલ્પોની જરૂર છે.

  એક જીવન વીમા ઇન્વેસ્ટમેન્ટ પૉલિસીની રચના એ પ્રકારે કરવામાં આવે છે કે, આપનું રોકાણ લાંબાગાળા સુધી વ્યવસ્થિત રીતે જળવાઈ રહે. જીવન વીમાના વિવિધ પ્રકારના પ્લાન રોકાણના વિવિધ સાધનો સાથે જોડાયેલા છે. જીવન વીમાના કેટલાક પ્લાન ઊંચા વળતર માટે માર્કેટ સાથે જોડાયેલા હોય છે, જ્યારે જીવન વીમા પૉલિસીઓના અન્ય કેટલાક પ્રકારો નફામાં ભાગીદારી અને બોનસ પૂરાં પાડે છે. આપ જો કૅશબૅક આપનારા જીવન વીમાને પસંદ કરો છો તો, આપને જીવન વીમાકવચ અને આપના ખર્ચાઓને પહોંચી વળવા માટે સમયાંતરે કૅશબૅકનો બેવડો લાભ મળે છે.

 • આપની નિવૃત્તિની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપને લાઇફ ઇન્શ્યોરેન્સ હોલ લાઇફ પૉલિસીની જરૂર છે.

  નિવૃત્તિ માટેની બચત કરતી વખતે આપ આશા રાખો છો કે, આપની બચત આપ જીવો ત્યાં સુધી ટકે. પરંતુ આપ જ્યારે આરોગ્ય સંબંધિત વધતાં જઈ રહ્યાં ખર્ચાઓ અને ફુગાવા અંગે વિચારો છો ત્યારે આપને સમજાય છે કે, આપની જરૂરિયાતો પૂરી કરવા માટે ફક્ત આપની બચત પૂરતી નથી. હોલ લાઇફ ઇન્શ્યોરેન્સ ભારતમાં આ અંતરને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને આપના નિવૃત્તિના ભંડોળને પૂરક બની રહે છે. યોગ્ય પ્રકારના જીવન વીમા પ્લાનની મદદથી આપ નિવૃત્તિ બાદ આપની વ્યાવસાયિક આવકનું સ્થાન લેવા માટે આવકના બીજા પ્રવાહનું સર્જન થઈ શકે તેની ખાતરી કરી શકો છો.

 • આકસ્મિક ખર્ચાઓએ પહોંચી વળવા માટે આપને કૅશબૅક ધરાવતા જીવન વીમાની જરૂર છે.

  જીવનમાં અનિશ્ચિતતા જ એક નિશ્ચિત બાબત છે. કૅશ બૅકની સાથે જીવન વીમો પૂરો પાડનારા પ્લાન આપને વીમાકૃત રમકની એક નિશ્ચિત ટાકાવારીની સમયાંતરે ચૂકવણી કરે છે, જેનો ઉપયોગ આપ આકસ્મિક ખર્ચાઓને અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે કરી શકો છો. ભારતમાં આપના દ્વારા પસંદ કરવામાં આવેલા જીવન વીમા પ્લાનના પ્રકાર પર આધાર રાખીને આપ આપની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા જીવન વીમાના અનેક લાભ મેળવી શકો છો.

 • આપને આપના બાળકની જરૂરિયાતને પૂરી કરવા માટે જીવન વીમા પ્લાનની જરૂર છે.

  આપના બાળકની ઉંમર કેટલી પણ હોય, તેઓ આપના માટે હંમેશા એક જવાબદારી બની રહે છે. આપના બાળકો જ્યારે નાના હોય ત્યારે લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને કૅશ બૅક ધરાવતો જીવન વીમો આપના બાળકના શિક્ષણના ખર્ચાઓ અને જીવનશૈલી સંબંધિત અન્ય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થાય છે. આપના નાણાં એક બાંયધરીપૂર્વકની ગતિએ વૃદ્ધિ પામે તેની ખાતરી કરવા માટે ચક્રવૃદ્ધિની શક્તિ લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોના કિસ્સામાં તેમની વયને ધ્યાન પર લીધા વિના તેમને આજીવન શારીરિક અને નાણાકીય મદદની જરૂરિયાત પડી શકે છે. જીવન વીમા કવચ એ બાબતની ખાતરી કરે છે કે, તેમની કાળજી લેનારી પ્રાથમિક વ્યક્તિ/માતા-પિતાનું મૃત્યુ થઈ જાય તે પછી પણ તેમની જરૂરિયાતોની કાળજી લેવામાં આવે.

 • આપના બાળક પર ભારણ ન આવે તે માટે આપને હોલ લાઇફ ઇન્શ્યોરેન્સના લાભની જરૂર છે.

  આપની વૃદ્ધાવસ્થામાં જીવનચક્ર જાણે પૂરું થાય છે. જે બાળકોને આપે ઉછેર્યા તેમની પર આપની કાળજી લેવાની જવાબદારી આવી પડે છે. જોકે, માતા-પિતા તરીકે આપનો ઉદ્દેશ્ય તેમની ઉન્નતિ જોવાનો હોય છે, તેમના માટે ભારરૂપ બની રહેવાનો નહીં. હોલ લાઇફ પૉલિસીના વિવિધ પ્રકારો એ બાબતની ખાતરી કરે છે કે, આપના જીવન વીમાના પ્રીમિયમનો એક હિસ્સો રોકડ મૂલ્ય અને વ્યાજની કમાણી કરવા તરફ નિર્દેશિત કરવામાં આવે, જે નાણાંને આપ ઉપાડી શકો અથવા તો, તેની સામે લૉન લઈ શકો. કૅશ બૅક અને રીટાયરમેન્ટ લાઇફ કવર ધરાવતો જીવન વીમો આવકના પ્રવાહની ખાતરી કરે છે, જે આપને આર્થિક સ્વાતંત્ર્ય આપે છે.

આપે જીવન વીમાના કયા શબ્દો જાણવા જરૂરી છે?

જીવન વીમા પૉલિસીની વિગતોને સમજવા માટે અને જીવન વીમાને ખરીદવા માટે આપે જીવન વીમાના કેટલાક મૂળભૂત શબ્દોને જાણી લેવા જરૂરી છે.

 • પૉલિસીધારકઃ આપ જ્યારે જીવન વીમો ખરીદો છો અને જીવન વીમાના પ્રીમિયમની સમયાંતરે ચૂકવણી કરો છો, ત્યારે આપ જીવન વીમા પૉલિસીધારક બની જાઓ છો. આપ પૉલિસી ધરાવતા હો ત્યારે જીવન વીમાકવચમાં વીમાકૃત વ્યક્તિ અન્ય કોઈ હોઈ શકે છે.
 • લાઇફ એશ્યોર્ડ - વીમાકૃત વ્યક્તિ કે જે જીવન વીમા પૉલિસીની વિગતોમાં ઉલ્લેખ કર્યા મુજબ જીવન વીમો ધરાવે છે.
 • જીવન વીમાનું પ્રીમિયમ - જીવન વીમો ખરીદવા માટે અને પૉલિસીને સક્રિય રાખવા માટે આપના દ્વારા ચૂકવવામાં આવતી રકમ.
 • વીમાકૃત રકમ - જીવન વીમા પૉલિસી ધરાવનારી વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેમના નોમીનીઓ/લાભાર્થીઓને પ્રાપ્ત થનારી બાંયધરીપૂર્વકની રકમ.
 • મૃત્યુ સંબંધિત લાભ - પૉલિસીની મુદત દરમિયાન જો પૉલિસીધારકનું મૃત્યુ થાય તો આ રકમ નોમીનીને ચૂકવવામાં આવે છે. મૃત્યુ સંબંધિત લાભ અને વીમાકૃત રકમ એ બે એક જ બાબત નથી - મૃત્યુ સંબંધિત લાભ વીમાકૃત રકમ કરતાં વધુ હોઈ શકે છે, કારણ કે, તેમાં રાઇડરના લાભ અને બોનસ (જો કોઈ હોય તો)નો સમાવેશ થાય છે.
 • જીવિત રહેવા સંબંધિત/પાકતી મુદતના લાભઃ જીવન વીમા પૉલિસીની મુદતની એક પૂર્વ-નિર્ધારિત રકમ પૂરી કરી લેવા પર પૉલિસીધારકને આ લાભની ચૂકવણી કરવામાં આવે છે. તેનાથી વિપરિત, પાકતી મુદતને ત્યારે ચૂકવવામાં આવે છે, જ્યારે વીમાકૃત વ્યક્તિ જીવન વીમા પૉલિસીની મુદત દરમિયાન જીવિત રહી જાય. તો વળી, પ્યોર પ્રોટેક્શન પ્લાન કે ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન આ બેમાંથી કોઈ લાભની ચૂકવણી કરતાં નથી.
 • રાઇડર્સ - રાઇડર્સ એ વધારાની વિશેષતાઓ છે, જેને જીવન વીમા પૉલિસીના બેઝના વ્યાપને વિસ્તારવા માટે ફી ચૂકવીને જીવન વીમા પ્લાનમાં ઉમેરી શકાય છે. એક લાક્ષણિક લાઇફ ઇન્શ્યોરેન્સ રાઇડરના વિકલ્પોમાં અકસ્માતમાં મૃત્યુ પામવા સંબંધિત લાભના રાઇડર, અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી વિકલાંગતા આવી જવા સંબંધિત લાભના રાઇડર, ગંભીર બીમારી સંબંધિત વીમાકવચનાં રાઇડર તથા જીવન વીમાના પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ સંબંધિત રાઇડરનો સમાવેશ થાય છે.

જીવન વીમાના પ્લાનના કર સંબંધિત લાભ કયા છે?

જીવન વીમાના પ્લાન કરની ચૂકવણીમાંથી રાહત આપતા સાધનો છે.

 • જીવન વીમાના પ્રીમિયમની રકમ પર કર સંબંધિત લાભ

  આઇટી એક્ટની કલમ 80સીની જોગવાઇઓ હેઠળ આપ ભારતના જીવન વીમા માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર રૂ. 1.5 લાખ સુધીની કરકપાતનો લાભ મેળવી શકો છો. પેન્શન લાઇફ ઇન્શ્યોરેન્સ કવરના પ્રીમિયમ પર આપ કલમ 80સીસીસી હેઠળ કરકપાતનો લાભ મેળવવા પાત્ર ગણાઓ છો. હેલ્થ ઇન્શ્યોરેન્સ પ્લાન માટે કલમ 80ડી હેઠળ આપને મહત્તમ રૂ. 25,000ની કરકપાત મળી શકે છે.

 • લાઇફ ઇન્શ્યોરેન્સ કવરના ક્લેઇમ પર કર સંબંધિત લાભ

  આપના દ્વારા મેળવવામાં આવેલા ક્લેઇમ કલમ 10(10ડી) હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે, જે લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનના શ્રેષ્ઠ લાભ પૈકીનો એક છે.

 • કૉમ્યુટેડ પેન્શન ટેક્સ બેનિફિટ્સ

  આઇટી એક્ટની કલમ 10(10એ) હેઠળ ડીફર્ડ એન્યુઇટી લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી પ્લાનમાંથી રોકડ તરીકે ઉપાડવામાં આવેલ 1/3 રકમ કૉમ્યુટેડ પેન્શન ટેક્સ બેનિફિટ કહેવામાં આવે છે અને તે કરમુક્ત હોય છે.

લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓના પ્રકારો કયા છે?

ભારતમાં અનેક પ્રકારના લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન ઉપલબ્ધ છે, જેમાંથી આપ આપની જરૂરિયાત મુજબનો પ્લાન પસંદ કરી શકો છો.

 • ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ પ્યોર પ્રોટેક્શન પ્લાન તરીકે પણ ઓળખાય છે. તે એક નિશ્ચિત પ્રીમિયમે જીવન વીમાકવચ પૂરું પાડે છે. ટર્મ લાઇફ કવર પ્લાનમાં કોઈ જીવિત રહેવા સંબંધિત કે પાકતી મુદતનો કોઈ લાભ મળતો નથી.
 • યુલિપ અથવા તો યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ માર્કેટમાં રોકાણ કરે છે તથા મૃત્યુ થવા પર અથવા પાકતી મુદતે લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોના મૂલ્યની ચૂકવણી કરે છે.
 • એન્ડોવમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન પાકતી મુદતના અને મૃત્યુ સંબંધિત લાભ પૂરાં પાડે છે. લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટમાંથી સમયાંતરે એન્ડોવમેન્ટ્સ મેળવવા માટે કૅશ બૅક પ્લાન ધરાવતા ઘણાં એન્ડોવમેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ઉપલબ્ધ છે.
 • પર્મેનેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ અને હોલ લાઇફ પૉલિસીના પ્રકારો વીમાકૃત વ્યક્તિને આજીવન વીમાકવચ પૂરું પાડે છે અને તે રોકડ મૂલ્યનું ઘટક પણ ધરાવે છે..
 • રિટાયરમેન્ટ પ્લાન્સ એ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ છે, જે આપને આપના ભવિષ્ય માટે એક ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થાય છે.
 • ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપના બાળકનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થાય છે અને નિશ્ચિત સમયાંતરે નિયમિત ચૂકવણી કરે છે.

યોગ્ય લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનને કેવી રીતે પસંદ કરવો?

લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ એ કરબચત કરનારા સાધનો છે .

 • આપની જરૂરિયાતનું વિશ્લેષણ કરો

  શ્રેષ્ઠ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનને પસંદ કરવાનું પ્રથમ પગથિયું આપની જરૂરિયાતોને ધ્યાન પર લેવાનું છે. આપના બજેટ, આપ પૉલિસીની મુદત કેટલી રાખવા માંગો છો તે, આપના ભવિષ્યના લક્ષ્યો, જવાબદારીઓ અને આશ્રિતોને ધ્યાન પર લો.

 • ફુગાવાને ધ્યાન પર લો

  આપ આજે જે જીવનશૈલી ભોગવી રહ્યાં છો, તેને થોડા દાયકા પછી ભોગવવા માટે આપે ઘણો વધારે ખર્ચ કરવો પડશે. આપ વીમાકૃત રકમ અંગે નિર્ણય લો તે પહેલાં ફુગાવાના દરને ધ્યાન પર લો.

 • લાઇફ ઇન્શ્યોરેન્સ ઓનલાઇન ખરીદો

  વચેટિયાઓને દૂર કરીને આપ જીવન વીમા પૉલિસીની શ્રેષ્ઠ ડીલ મેળવવાની ખાતરી કરી શકો છો. એજન્ટ્સ દ્વારા વેચવામાં આવતાં ઑફલાઇન પ્લાનની સરખામણીએ ઓનલાઇન લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી પ્રમાણમાં ઘણી સસ્તી હોય છે.

 • લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીની વિગતોને સમજો

  જીવન વીમા પ્લાનને ખરીદો તે પહેલાં વીમા પૉલિસીની વિગતો, ઑફર પર રહેલા જીવન વીમા પૉલિસીના વિકલ્પોના પ્રકારો તથા જીવન વીમાના લાભને આપ બરોબર સમજો છો, તેની ખાતરી કરો.

આપને કેટલાં જીવન વીમાકવચની જરૂર છે?

આપ જીવન વીમો ખરીદો તે પહેલાં આપની નાણાકીય સ્થિતિ - આવક, જવાબદારીઓ અને ભવિષ્યની જવાબદારીઓનું વિશ્લેષણ કરો. આપની વર્તમાન આવક, પગારના સંદર્ભમાં સંભવિત વૃદ્ધિની ક્ષમતા, આપનું વર્તમાન જીવનધોરણ અને ખર્ચાઓ, ભવિષ્યમાં જીવન નિર્વાહનો અનુમાનિત ખર્ચ, આર્થિક જવાબદારીઓ, જેમ કે, લૉન તથા બાળકોના શિક્ષણ અને લગ્ન જેવી અન્ય જવાબદારીઓ વગેરે પર આધાર રાખીને આપના જીવન વીમાકવચની ગણતરી કરો.

જીવન વીમાના પ્રીમિયમને પ્રભાવિત કરનારા પરિબળો કયા છે?

આપના દ્વારા ચૂકવવામાં આવતાં જીવન વીમાનાં પ્રીમિયમનો આધાર અનેકવિધ પરિબળો પર રહેલો છે, જેમ કેઃ

 • વય - આપ જેટલી નાની વયે ઓનલાઇન કે ઑફલાઇન જીવન વીમો ખરીદશો, આપનું જીવન વીમાનું પ્રીમિયમ એટલું જ ઓછું હશે.
 • જાતિ - સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ જીવે છે અને તેમની પાસેથી જીવન વીમાના પ્રીમિયમના દરો પ્રમાણમાં ઓછા વસૂલવામાં આવે છે.
 • તબીબી પૂર્વવિગત - આપની પાસે કોઇપણ મેડિકલ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી ન હોય તો પણ આપે આપની તબીબી પૂર્વવિગત અને બીમારીઓની કૌટુંબિક પૂર્વવિગત જાહેર કરવાની રહે છે, કારણ કે, તે આપના જીવન વીમાના પ્રીમિયમને પ્રભાવિત કરે છે.
 • ધૂમ્રપાનની ટેવ - ધૂમ્રપાન કરનારા લોકોનો મૃત્યુદર ઘણો ઊંચો હોય છે અને ધૂમ્રપાન નહીં કરનારા લોકોની સરખામણીએ તેમને બીમારીઓ થવાની સંભાવના વધારે હોય છે. જીવન વીમાના પ્રીમિયમની રકમ જોખમને પ્રતિબિંબિત કરે છે, આથી ધૂમ્રપાન કરનારા લોકોએ જીવન વીમાનું ઊંચું પ્રીમિયમ ચૂકવવું પડે છે.
 • વીમાકંપની - ભારતમાં જીવન વીમાના પ્લાન આપનારી પારદર્શક અને વિશ્વસનીય કંપની પસંદ કરો, જેથી કરીને આપને સૌથી સ્પર્ધાત્મક દરો પ્રાપ્ત થાય તેની ખાતરી થઈ શકે.

જીવન વીમાના પ્લાનને ઑફલાઇનની વિરુદ્ધ ઓનલાઇન ખરીદવાના લાભ કયા છે?

જીવન વીમો ઓનલાઇન ખરીદવાના અનેક ફાયદા છે. આપ જો જીવન વીમો ઓનલાઇન ખરીદો છો તો, આપ કોઇપણ વચેટિયાઓને કમિશન ચૂકવ્યાં વગર સીધો કંપની પાસેથી વીમો ખરીદો છો. આપ જીવન વીમા પૉલિસીની ઓનલાઇન સમીક્ષાઓ ચકાસીને, જીવન વીમા પૉલિસીના પ્રકારો અને જીવન વીમા પ્લાનના લાભની સરખામણી કરીને એક સૂચિત પસંદગી કરી શકો છો. આપ જ્યારે ઓનલાઇન જીવન વીમા પૉલિસી પ્લાન ખરીદો છો ત્યારે આપને ઓનલાઇન સેવાઓ સુધીની પહોંચ પ્રાપ્ત થાય છે અને 24X7 કસ્ટમર સપોર્ટ મળે છે. ઑફલાઇન ખરીદીની સરખામણીએ આપ જીવન વીમાને ઝડપથી, સરળતાથી અને કાગજી કાર્યવાહી કર્યા વગર ખરીદી શકો છો.

જીવન વીમાના પ્લાન માટે ઇન્ડિયાફર્સ્ટમાં કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ હોલ લાઇફ એશ્યોરેન્સ પૉલિસી, પર્મેનેન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ, પ્યોર પ્રોટેક્શન લાઇફ કવર અને લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સહિત વિવિધ પ્રકારના જીવન વીમા પૉલિસીના વિકલ્પો પૂરાં પાડે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરાં પાડવામાં આવતાં જીવન વીમા પ્લાનની પ્રાથમિક કેટેગરીઓ અથવા પ્રકારોમાં સમાવિષ્ટ છેઃ

 • ટર્મ પ્લાન્સ અથવા પ્યોર પ્રોટેક્શન લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસી પ્લાન્સ - ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન
 • લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ અથવા યુલિપ - ઇન્ડિયાફર્સ્ટ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન અને ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન
 • સેવિંગ્સ પ્લાન - ઇન્ડિયાફર્સ્ટ મહાજીવન પ્લાન, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પે પ્લાન, ઇન્ડિયાફર્સ્ટ સિમ્પલ બેનિફિટ પ્લાન
 • ઇન્શ્યોરેન્સ હોલ લાઇફ પૉલિસી પ્લાન્સ - ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન
 • પેન્શન અથવા રીટાયરમેન્ટ પ્લાન્સ - ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન, ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન અને ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન
 • ચાઇલ્ડ પ્લાન્સ - ઇન્ડિયાફસ્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન
 • માઇક્રો-ઇન્શ્યોરેન્સ પ્લાન્સ - ઇન્ડિયાફર્સ્ટ માઇક્રો બચત પ્લાન અને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ખાતા પ્લાન
 • કૉમન સર્વિસ સેન્ટર પ્લાન્સ (સીએસસી) - ઇન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન
 • ઓનલાઇન લાઇફ ઇન્શ્યોરેન્સ - ઓનલાઇન ટર્મ પ્લાન, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ પ્રોટેક્શન પ્લાન, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન અને ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાન
 • કૅશ બૅક પ્લાન્સ ધરાવતો લાઇફ ઇન્શ્યોરેન્સ - ઇન્ડિયાફર્સ્ટ લાઇફ કૅશ બૅક પ્લાન

ઑલ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ પ્રોટેક્શન પ્લાન

ઓનલાઇન ટર્મ પ્લાન

ઓનલાઇન ખરીદો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ પ્રોટેક્શન પ્લાન

ઓનલાઇન ખરીદો
બચત પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન

વળતો કૉલ મળવો
ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ

બચત પ્લાન

વળતો કૉલ મળવો
નિવૃત્તિના પ્લાન્સ

ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ

વળતો કૉલ મળવો
રોકાણના પ્લાન્સ - યુલિપ્સ

નિવૃત્તિના પ્લાન્સ

વળતો કૉલ મળવો
રોકાણના પ્લાન્સ - યુલિપ્સ

રોકાણના પ્લાન્સ - યુલિપ્સ

વળતો કૉલ મળવો

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

 • હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સનો સંપર્ક કેવી રીતે કરી શકું?

  • customer.first@indiafirstlife.com પર અમને -મેઇલ કરો
  • અમને કૉલ કરોઃ 1800-209-8700
  • અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાની રૂબરૂમાં મુલાકાત લો.

 • કોઇપણ વિનંતી માટે દસ્તાવેજો મોકલવા માટે વિવિધ પ્રકારના કયા મૉડ ઉપલબ્ધ છે?

  • customer.first@indiafirstlife.com પર અમને -મેઇલ કરો
  • કુરિયરઃ આપના દસ્તાવેજો અમારી હેડઑફિસ ખાતે અથવા ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ બ્રાન્ચના સરનામે મોકલો.
   • ક્લેઇમ વિભાગને સંબોધીને ક્લેઇમ્સ સંબંધિત વિનંતી કરો.
   • અન્ય કોઇપણ વિનંતી અથવા પ્રશ્ન માટે કસ્ટમર સર્વિસને સંબોધિત કરો
  • ફેક્સઃ 022 33259600
  • અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાની રૂબરૂમાં મુલાકાત લો

 • મારી વિનંતી માટે મને જો પુષ્ટીનો પત્ર ન મળે તો મારે શું કરવું જોઇએ?

  પુષ્ટીના પત્રને વિનંતીની પ્રોસેસિંગની તારીખથી 7-10 કાર્યદિવસોની અંદર આપના નોંધણી પામેલા સરનામે મોકલી આપવામાં આવશે. તેમ છતાં જો આપને નિશ્ચિત સમયગાળાની અંદર પુષ્ટીનો પત્ર પ્રાપ્ત થાય તો, આપ પુષ્ટીનો પત્ર ફરીથી મોકલવા માટે અમને વિનંતી કરવા અમારો સંપર્ક સાધી શકો છો.

 • મારા યુલિપ પ્લાન પર કયા ચાર્જિસ લાગુ થાય છે અને તેને ક્યારે/કેવી રીતે કાપવામાં આવે છે?

  આપના યુલિપ પ્લાન પર લાગુ ચાર્જિસ અહીં નીચે મુજબ છેઃ

  • પ્રીમિયમની ફાળવણીનો ચાર્જઃ અમે કોઇપણ રોકાણ કરીએ અથવા તો અન્ય કોઈ ચાર્જ લાગુ કરીએ તે પહેલાં પ્રીમિયમની ફાળવણીનો ચાર્જ કાપીએ છીએ.
  • ફંડ મેનેજમેન્ટનો ચાર્જ (FMC): ફન્ડ મેનેજમેન્ટનો ચાર્જ અને લાગુ થતો સર્વિસ ટેક્સ એનએવી (નેટ એસેટ વેલ્યૂ)ની ગણતરી કરતાં પહેલાં ફંડના મૂલ્યમાંથી દૈનિક ધોરણે કાપવામાં આવે છે.
  • પૉલિસીના એડમિનિસ્ટ્રેશનનો ચાર્જઃ યુનિટ્સને આગોતરા કેન્સલ કરીને અમે દરેક પ્લાન મહિનાના કામગીરીના પ્રથમ દિવસે એડમિનિસ્ટ્રેશનનચાર્જ અને લાગુ થતો સર્વિસ ટેક્સ કાપીએ છીએ. અમે દર મહિને પ્લાનની માસિક તિથિની શરૂઆતે આમ કરીએ છીએ. માસિક
  • માસિક ચાર્જઃ યુનિટ્સને કેન્સલ કરીને અમે દરેક પ્લાન મહિનાના કામગીરીના પ્રથમ દિવસે આ ચાર્જ અને લાગુ થતો સર્વિસ ટેક્સ કાપીએ છીએ.
  • એક કેલેન્ડર મહિનામાં બે વખત સ્વિચ કરવા પર જ આપે સ્વિચિંગનો ચાર્જ ચૂકવવાનો રહે છે. હાલમાં અમે કોઈ સ્વિચિંગ ચાર્જ વસૂલતા નથી. જોકે, અમે અગાઉથી જાણ કરીને આ પ્રકારનો સ્વિચિંગ ચાર્જ લાગુ કરવાનો અધિકાર ધરાવીએ છીએ.

  આપ લાગુ થતાં ચાર્જિસની વિગતો માટે આપની પૉલિસીના દસ્તાવેજનો સંદર્ભ લઈ શકો છો.

 • હું મારી પૉલિસીના ફંડનું મૂલ્ય કેવી રીતે જાણી શકું?

  • ઓનલાઇનઃ કસ્ટમર પોર્ટલમાં લૉગઇન કર્યા બાદ આપ ડૅશબૉર્ડ પર અને પૉલિસીની વિગતોના પેજ પર આપની પૉલિસીની ફંડ વેલ્યૂ જોઈ શકો છો.
  • અમને -મેઇલ કરોઃ ફંડ વેલ્યૂ જોવા માટે આપના નોંધણી પામેલા -મેઇલ એડ્રેસ પરથી customer.first@indiafirstlife.com પર અમને વિનંતી મોકલતી વખતે આપની પૉલિસીના નંબરનો ઉલ્લેખ કરો.
  • અમને કૉલ કરોઃ
   • અમારા ટૉલ ફ્રી નંબર 1800-209-8700 પર અને આઇવીઆર પર વિકલ્પ 1ને દબાવો.
   • ટૉલ ફ્રી નંબર પર કૉલ કરો અને અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ સાથે વાત કરો.
  • એસએમએસ કરોઃ 92444 92444 પર આપની ફંડ પૉલિસીનો નંબર

 • કોઇપણ વિનંતી માટે દસ્તાવેજો મોકલવાના વિવિધ ઉપલબ્ધ મૉડ કયા છે?

  • customer.first@indiafirstlife.com પર અમને -મેઇલ કરો
  • કુરિયરઃ આપના દસ્તાવેજો અમારી હેડઑફિસ ખાતે અથવા ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ બ્રાન્ચના સરનામે મોકલો.
   • ક્લેઇમ વિભાગને સંબોધીને ક્લેઇમ્સ સંબંધિત વિનંતી કરો.
   • અન્ય કોઇપણ વિનંતી અથવા પ્રશ્ન માટે કસ્ટમર સર્વિસને સંબોધિત કરો
  • ફેક્સઃ 022 33259600
  • અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાની રૂબરૂમાં મુલાકાત લો

 • જીવન વીમાનો ઉપયોગ શું છે?

  પૉલિસી ચાલું હોય ત્યારે વીમાકૃત વ્યક્તિના અવસાનના કિસ્સામાં આપના આશ્રિતોને વીમાકૃત રકમના સ્વરૂપે પૂરી પાડવામાં આવતી આર્થિક સુરક્ષા જીવન વીમા પૉલિસીનો પ્રાથમિક લાભ છે. અનેકવિધ પ્રકારના જીવન વીમા પ્લાન ઉપલબ્ધ છે, જે શ્રેણીબદ્ધ લાભ પૂરાં પાડે છે.

  ઉદાહરણ તરીકે, ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સ પરવડે તેવા દરોએ જીવન વીમાકવચ પૂરું પાડે છે, જેથી કરીને આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત રહેશે તે બાબતે આપ નિશ્ચિંત રહી શકો. એન્ડોવમેન્ટ પ્લાન જીવન વીમાનાં ઘટકની સાથે જોખમથી મુક્ત એક પરંપરાગત બચત પ્લાન છે, જેથી તે બચત અને વીમાની જરૂરિયાતો માટેનું સાધન હોવાનો બેવડો હેતુ પાર પાડે છે. તો હોલ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન આપના બાકીના જીવન માટે આપને લાક્ષણિક વીમાકવચ પૂરું પાડે છે.

  ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાનને આપની ચોક્કસ જરૂરિયાતો મુજબ, કસ્ટમાઇઝ કરી શકાય છે, જેથી કરીને આપ આપની જીવન વીમા પૉલિસીમાંથી ઇચ્છિત લાભ મેળવી શકો છો.

   

 • શું મારે 30 વર્ષની વયે જીવન વીમો લઈ લેવો જોઇએ?

  જીવન વીમા પ્લાનના વિવિધ પ્રકારોને ચકાસવા અને 30 વર્ષની વયે જીવન વીમાકવચ મેળવવું એક સ્માર્ટ અને પ્રેક્ટિલ વિચાર છે. આપને પ્રમાણમાં ઘણી નાની વયે જીવન વીમો ખરીદવાનો લાભ પ્રાપ્ત થશે, કારણ કે, હાલમાં આપના પ્રીમિયમના દરો સૌથી ઓછા હોય છે.

  વયે આપ જેટલું કમાઓ છો તેની સરખામણીએ આપનો ખર્ચ ઓછો હોય છે અને આપ એક પરિવાર ધરાવતા હો છો અથવા તો તેનું આયોજન કરી રહ્યાં હો છો. સિવાય, આપનું આરોગ્ય પણ આપના દ્વારા ચૂકવવામાં આવનારા પ્રીમિયમને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નાની વયે તંદુરસ્ત વ્યક્તિ વીમાકંપની માટે ઓછું જોખમ ધરાવતા હોય છો, આમ તેમની પાસેથી ઓછા દરો વસૂલવામાં આવે છે. આપ જ્યારે તંદુરસ્ત હો અને વ્યાવસાયિક આવક કમાઈ રહ્યાં હો ત્યારે વાજબી દરોએ વીમો મેળવી લેવો એક ચતુરાઇભર્યો નિર્ણય છે.

 • હું જીવન વીમાની મહત્તમ કેટલી રકમ મેળવી શકું?

  મોટાભાગના જીવન વીમા પ્લાન્સ માટે આપ જેનો લાભ મેળવી શકો છો, તેવી જીવન વીમાની રકમ પર કોઈ ઉપલી ટોચમર્યાદા હોતી નથી. મહત્તમ વીમાકૃત રકમ સામાન્ય રીતે અંડરરાઇટિંગને આધિન હોય છે. લક્ષ્ય છે કે, આપ આપની જરૂરિયાતોને સંતોષી શકે તેવું જીવન વીમાકવચ મેળવો અને તે આર્થિક રીતે મેનેજ થઈ શકે તેમ હોય, તેની ખાતરી કરવાનો છે. સામાન્ય રીતે, આપની વાર્ષિક આવકના 10-20 ગણાની બોલપાર્ક મર્યાદાની ભલામણ કરવામાં આવે છે.

 • કયા પરિબળો આપના જીવન વીમાના પ્રીમિયમને પ્રભાવિત કરે છે?

  આપ જીવન વીમા પૉલિસી ઑફલાઇન ખરીદવા માંગો છો કે ઓનલાઇન, જેવા કેટલાક પરિબળો આપના જીવન વીમાના પ્રીમિયમની રકમને નિર્ધારિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. વય પ્રાથમિક પરિબળ છે, કારણ કે, આપની વય જેટલી નાની હશે, વીમાકંપની માટે આપ એટલું ઓછું જોખમ પેદા કરશો. જાતિ જીવન વીમાનું વધુ એક મહત્વનું પરિબળ છે, કારણ કે, સ્ત્રીઓ સામાન્ય રીતે પુરુષો કરતાં વધુ જીવે છે, આથી તેમણે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડે છે.

  પ્રભાવિત કરનારા અન્ય પરિબળોમાં વ્યક્તિગત આરોગ્યની પૂર્વવિગત, બીમારીઓની કૌટુંબિક પૂર્વવિગત, ધૂમ્રપાનની ટેવ, જોખમી શોખ અથવા વ્યવસાયો તથા આપના દ્વારા પસંદ કરવામાં આવેલ વિવિધ પ્રકારના જીવન વીમાનો સમાવેશ થાય છે. જીવન વીમાના પ્રીમિયમની ગણતરી કરનારું ઓનાઇન કેલક્યુલેટર આપના જીવન વીમાના પ્લાનને પરિબળો કેવી રીતે પ્રભાવિત કરી શકે છે, તે સમજવામાં તથા આપ યોગ્ય કિંમતે યોગ્ય જીવન વીમા પૉલિસી મેળવવા માટે શું કરી શકો છો, તે જાણવામાં આપને મદદરૂપ થઈ શકે છે.

   

નૉલેજ સેન્ટર