ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન

જ્યારે જીવન આપને માંગ્યા કરતાં અનેક ગણું વધારે આપે

GET A QUOTE

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક યુનિટ લિંક્ડ એન્ડોવમેન્ટ પૉલિસી છે, જે જીવન વીમાકવચ અને રોકાણ એમ બંનેના લાભ પૂરાં પાડે છે. ✓જીવન વીમાકવચ અને મૃત્યુ સંબંધિત લાભ ✓કર સંબંધિત લાભ. વધુ જાણો!

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન ખરીદવા માટેના કારણો

 • અમારી ‘ઓટોમેટિક ટ્રિગર-આધારિત’ રોકાણનીતિની મદદથી આપના રોકાણને ઇષ્ટત્તમ બનાવો.

 • પ્રીમિયમની ચૂકવણીના સિંગલ (એક જ વારમાં), લિમિટેડ (મર્યાદિત રીતે) અથવા રેગ્યુલર (નિયમિત રીતે) વિકલ્પો મારફતે આપનું પ્રીમિયમ ચૂકવો.

 • વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં જીવન વીમાકવચ મારફતે આપના પરિવારના ભવિષ્યને સલામત બનાવે છે

 • આંશિક ઉપાડ મારફતે આપના નાણાંને સરળતાથી ઉપયોગમાં લો

 • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવતાં પ્રીમિયમ અને મેળવવામાં આવતા લાભ પર કરબચતના લાભ પ્રાપ્ત થઈ શકે છે

પાત્રતાના માપદંડો કયા છે?

 • પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 5 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 65 વર્ષ છે.

 • સગીર માટેનું જીવન વીમાકવચ પ્લાનના પ્રારંભની તારીખથી બે વર્ષના અંતે અથવા તો વયસ્કતા પ્રાપ્ત કર્યા બાદ પ્લાનની પ્રથમ માસિક તિથિએ, બેમાંથી જે પહેલું આવે, ત્યારથી શરૂ થાય છે.

 • જ્યારે રેગ્યુલર (નિયમિત) રીતે પ્રીમિયમ ચૂકવી રહ્યાં હો ત્યારે 10થી 70 વર્ષ સુધી, લિમિટેડ (મર્યાદિત) રીતે પ્રીમિયમ ચૂકવી રહ્યાં હો ત્યારે 10થી 25 વર્ષ સુધી અને સિંગલ (એક જ વખતમાં) રીતે પ્રીમિયમ ચૂકવી રહ્યાં હો ત્યારે 5થી 20 વર્ષ સુધી રોકાણ કરો.

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન


તમે હાલમાં જીવનમાં જે કંઈ હાંસલ કર્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે આકરી મહેનત લાગે છે. તમારા દ્વારા આકરી મહેનતથી કમાયેલા એક-એક રૂપિયાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો જ આ મહેનતનો અર્થ સરે છે. માર્કેટમાં રોકાણ કરવા માટે તમારી જોખમ લેવાની ક્ષમતા વધારે હોવી જોઇએ, કારણ કે, માર્કેટમાં આવતો ચઢાવ-ઉતાર તમારા રોકાણને સીધો પ્રભાવિત કરે છે. આ સ્થિતિમાં અસુરક્ષાની ભાવના પેદા થાય છે.

તમને જો રોકાણનું એવું સાધન પ્રાપ્ત થાય, જે આકરી મહેનત પછી કમાયેલા તમારા નાણાંનું સારું વળતર તો આપે જ પરંતુ તેની સાથે-સાથે તમારી ભવિષ્યની જરૂરિયાતો માટે તેને સુરક્ષિત પણ રાખે તો કેવું? ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ તમારા માટે એક આવશ્યક યુલિપ પ્લાન છે. આ ઇન્ટેલિજેન્ટ ટૂલની મદદથી તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવો, જે તમારા રોકાણ અને સુરક્ષા એમ બંને હેતુને પાર પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન શું છે?


ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક યુનિટ-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યોરન્સ એન્ડોવમેન્ટ પૉલિસી છે, જે માર્કેટના ચઢાવ-ઉતારથી પ્રભાવિત થવાનું જોખમ ઘટાડી ભવિષ્ય માટે સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે. ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનની મદદથી તમને માર્કેટમાં રોકાણ કરી માર્કેટ સંબંધિત વળતર રળવાનો તથા જીવન વીમાકવચની સુરક્ષા પ્રાપ્ત કરવાનો બેવડો લાભ થાય છે.

ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી (ATBIS) જેવી સાહજિક વિશેષતાઓની સાથે ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન આપને પદ્ધતિસર રીતે બચત કરવામાં મદદરૂપ થાય છે અને તમારી બચત પર રળવામાં આવેલા વળતરને પ્રમાણમાં સલામત ફંડમાં ટ્રાન્સફર કરીને સાતત્યપૂર્ણ રીતે વળતર મેળવી આપે છે. રોકાણ કરતી વખતે બજારના ટોચ પર રહેવાની જરૂરિયાતને દૂર કરીને ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન અટકળબાજીના તત્વને દૂર કરી દે છે, જેથી કરીને તમે શાંતિથી તમારા નાણાંને વૃદ્ધિ પામતાં જોઈ શકો.

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?


ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક યુલિપ પૉલિસી છે, જે જીવન વીમાકવચ અને રોકાણ એમ બંનેના લાભ પૂરાં પાડે છે.

ફંડના વિકલ્પો

આ યુલિપ પ્લાન હેઠળ પૉલિસીધારક રોકાણ માટે બે યુનિટ-લિંક્ડ ફંડ્સમાંથી પસંદગી કરી શકે છે. ફંડના બંને વિકલ્પો અલગ-અલગ પ્રકારનું જોખમ ધરાવે છે અને અલગ-અલગ પ્રકારનું વળતર પૂરું પાડે છે.

ઇક્વિટી1 ફંડ ઇક્વિટી ફંડ્સમાં તમારા રોકાણના 80-100%ની ફાળવણી કરે છે. બાકીના 0-20% મની માર્કેટમાં રોકવામાં આવે છે. યુલિપ પ્લાન ફંડના આ વિકલ્પનો ઉદ્દેશ્ય ઇક્વિટી માર્કેટમાં ભારે રોકાણ કરીને લાંબાગાળે ઊંચું વળતર મેળવી સંપત્તિનું સર્જન કરવાનો છે. તેમાં નકારાત્મક વળતર પ્રાપ્ત થવાની ઊંચી સંભાવના છે, ખાસ કરીને ટૂંકાગાળામાં.

ડેટ1 ફંડ તમારા રોકાણના 70-100%ને ડેટ ફંડમાં ફાળવે છે. બાકીના 0-30%ને તે મની માર્કેટમાં રોકે છે. યુલિપ પ્લાનના આ વિકલ્પનો ઉદ્દેશ્ય, લાંબાગાળે ફુગાવાના દરથી વધુ રોકાણનું વળતર મેળવવાનો છે. ડેટ1 ફંડમાં મધ્યમ સ્તરનું જોખમ રહેલું હોવાથી ટૂંકાગાળામાં નકારાત્મક વળતર પ્રાપ્ત થવાની સંભાવના ઓછી છે.

રોકાણ કરવાની સ્માર્ટ વ્યૂહરચના

ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી (ATBIS)ની મદદથી આ યુલિપ પ્લાન તમારા રોકાણને ઑપ્ટિમાઇઝ કરવાનું શક્ય બનાવે છે. સાતત્યપૂર્ણ વળતર આપતાં પ્રમાણમાં સલામત ફંડ્સમાં ઑટોમેટિક ટ્રાન્સફર મારફતે તમે જે કંઈ કમાઓ છો તેને સુરક્ષિત બનાવી પદ્ધતિસર રીતે તમારી બચતનું નિર્માણ કરો.

યુલિપ પ્લાન ખરીદતી વખતે જો તમે ATBIS પસંદ કરી રહ્યાં છો તો, ઇક્વિટ1માં રોકેલા ફંડ્સમાંથી પ્રાપ્ત થતું વળતર 10%ના અગાઉથી નિર્ધારિત કરેલા ટ્રિગર દર પર આધાર રાખી આપોઆપ ડેટ1માં ટ્રાન્સફર થઈ જાય છે. પૉલિસીધારક વીમાકંપનીને એક ઔપચારિક વિનંતી કર્યા બાદ ભવિષ્યના ટ્રાન્ઝેક્શન માટે ATBISમાંથી બહાર નીકળી શકે છે.

પ્રીમિયમની ચૂકવણીના સ્થિતિસ્થાપક મૉડ્સ

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન યુલિપ પૉલિસીમાં તમે મર્યાદિત સમય માટે નિયમિત અંતરાલે પ્રીમિયમ ચૂકવી શકો છો અથવા એક જ વારમાં પ્રીમિયમની મોટી રકમ ચૂકવી શકો છો. પ્રીમિયમના નિયમિત અને મર્યાદિત મૉડમાં તમે માસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક રીતે પ્રીમિયમ ચૂકવી શકો છો. સિંગલ પ્રીમિયમના વિકલ્પમાં તમે પ્રીમિયમ ફક્ત એક જ વારમાં ચૂકવી શકો છે.

નિયમિત અને મર્યાદિત પ્રીમિયમના યુલિપ પ્લાનમાં લઘુત્તમ પ્રીમિયમ અનુક્રમે વાર્ષિક રૂ. 12,000 અને રૂ. 15,000 નિર્ધારિત કરવામાં આવ્યું છે. અંડરરાઇટિંગને આધિન પ્રીમિયમની કોઈ મહત્તમ મર્યાદા નથી.

જીવન વીમાકવચ અને મૃત્યુ સંબંધિત લાભ

આ યુલિપ વીમા પ્લાન જીવન વીમાકવચધારકના અકાળે અવસાનના કિસ્સામાં જીવન વીમાકવચ પૂરું પાડે છે. કોઇપણ સમયે આ મૃત્યુ સંબંધિત લાભ ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ 105%થી ઓછો નહીં હોય. મહત્તમ વીમાકૃત રકમનો આધાર પ્રીમિયમની ચૂકવણીના મૉડ અને પૉલિસીધારકની વય પર રહેલો છે.

આંશિક ઉપાડ

લૉક-ઇન પીરિયડ પૂરો થયાં બાદ, કોઈ નાણાકીય કટોકટીની સ્થિતિમાં તમે આંશિક ઉપાડના વિકલ્પની મદદથી તમારા આ નાણાંનો ઉપયોગ કરી શકો છો.

પાકતી મુદતે કરવામાં આવતી ચૂકવણી

આ યુલિપ વીમા પૉલિસીમાં તમને તમારી પાકતી મુદતની ચૂકવણીને પસંદ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે. તમે એકસામટી ચૂકવણી તરીકે તમારા ફંડનું સમગ્ર મૂલ્ય મેળવવાનું પસંદ કરી શકો છો અથવા તો, સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કરી 5 વર્ષના સમયગાળા સુધી તેને પ્રાપ્ત કરી શકો છો.

એપોઇન્ટમેન્ટ્સ

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ, પૉલિસીધારક તેમની ગેરહાજરીમાં તેમની પૉલિસીના ફંડનું વ્યવસ્થાપન કરવા માટે એપોઇન્ટી અને નોમીનીને પસંદ કરી શકે છે.

ઓનલાઇન યુલિપ પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનને તમે તમારી સવિશેષ સુવિધા માટે ઓનલાઇન ખરીદી શકો છો.

કર સંબંધિત લાભ

લાગુ થતાં કર સંબંધિત કાયદાઓ મુજબ, કર સંબંધિત લાભ અને છુટછાટો મેળવો. પૉલિસીધારક કલમ 80સી હેઠળ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર અને ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ, પ્રાપ્ત કરેલા પાકતી મુદતના/મૃત્યુ સંબંધિત લાભ પર કર સંબંધિત લાભ અને છુટછાટ મેળવી શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન કેવી રીતે કામ કરે છે?


ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક યુનિટ-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ જીવન વીમા એન્ડોવમેન્ટ પૉલિસી છે. આ યુલિપ પ્લાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય, માર્કેટના ચઢાવઉતાર સામે તમારું રક્ષણ કરી માર્કેટ સાથે જોડાયેલ વળતર રળી આપીને ભવિષ્ય માટે બચત કરવામાં તમને મદદરૂપ થવાનો છે. આ ઉપરાંત, તમને પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન જીવન વીમાકવચ હોવાની મનની શાંતિ પ્રાપ્ત થાય છે અને જો તમે ચૂકવણીનો સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કરો છો, તો વધુ 5 વર્ષ માટે જીવન વીમાકવચનો સાથે રહે છે.

પાકતી મુદતે

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનની મુદતના અંતે પૉલિસીધારકને તે સમયે ફંડનું જે મૂલ્ય હોય તે પ્રાપ્ત થાય છે. તમે એકસામટી ચૂકવણીમાં ફંડના સમગ્ર મૂલ્યને મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો અથવા તો સેટેલમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો.

યુલિપ પ્લાનના સેટલમેન્ટના વિકલ્પની મદદથી તમે પાંચ વર્ષના સમયગાળામાં ફેલાયેલી તમારી પાકતી મુદતની રકમને મેળવી શકો છો. આ વિકલ્પ હેઠળ, હપ્તાઓને પાકતી મુદતની તારીખથી ચૂકવવાના રહે છે. તમારું જીવન વીમાકવચ આ પાંચ વર્ષ દરમિયાન ચાલું રહે છે અને આ સમયગાળા દરમિયાન જો તમે ચૂકવણીની રકમ સંપૂર્ણપણે ઉપાડી લો તો જ વીમાકવચ બંધ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ આંશિક ઉપાડ થઈ શકતો નથી કે ફંડને સ્વિચ કરી શકાતા નથી.

અવસાન થવા પર

યુલિપ પ્લાન ચાલું હોય ત્યારે જો પૉલિસીધારકનું અવસાન થાય તો, આવા કિસ્સામાં નોમીનીને મૃત્યુની તારીખે ઊંચા ફંડ મૂલ્યને સમકક્ષ મૃત્યુ સંબંધિત લાભ અથવા એકસામટી રકમ તરીકે વીમાકૃત રકમ અથવા સેટેલમેન્ટના વિકલ્પ હેઠળ માસિક હપ્તાઓમાં ચોક્કસ રકમ પ્રાપ્ત થાય છે.

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ યુલિપનું રોકાણ કેવી રીતે કામ કરે છે?


ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક મૂળભૂત યુલિપ પ્લાન છે, જે જીવન વીમાકવચ અને માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ એમ બંનેનો લાભ પૂરો પાડે છે. યુલિપ પ્લાન માટે ચૂકવવામાં આવેલા દરેક નવા પ્રીમિયમ અથવા રીન્યૂઅલની રકમને ફાળવણીનો ચાર્જ કાપી લીધાં બાદ ઇક્વિટી1 અને ડેટ1 ફંડ્સમાં ફાળવવામાં આવે છે.

જો તમારા ફંડ્સ ઇક્વિટી1માં હોય અને જો તમે ATBISનો વિકલ્પ પસંદ કર્યો હોય તો, તમારી કમાણી દિવસના અંતે અગાઉથી નિર્ધારિત 10%ના ટ્રિગર દર પર આધાર રાખી આપોઆપ ડેટ1માં ટ્રાન્સફર થઈ જશે. આમ કરીને પૉલિસીધારકને સુરક્ષાની લાગણી પ્રાપ્ત થાય છે અને કરેલી કમાણીને પ્રમાણમાં સલામત ફંડમાં ટ્રાન્સફર કરીને માર્કેટમાં આવતાં ચઢાવનો લાભ મેળવી શકે છે.

શું તમે એક ફંડમાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકો છો?


હા, પૉલિસીધારક ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનમાં રહેલ સ્વિચિંગ ફેસિલિટીનો ઉપયોગ કરીને એક ફંડમાંથી બીજા ફંડમાં ટ્રાન્સફર થઈ શકે છે. સ્વિચિંગના વિકલ્પ હેઠળ, તમે તમારા યુનિટનો થોડો હિસ્સો અથવા તમામ યુનિટને એક ફંડમાંથી અન્ય ફંડમાં ટ્રાન્સફર કરી શકો છો. સ્વિચિંગની લઘુત્તમ રકમ રૂ. 5,000 છે. એક મહિનામાં તમને વિનામૂલ્યે બે વખત સ્વિચ કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ વિનામૂલ્યે થતી સ્વિચિઝ આગામી મહિને ટ્રાન્સફર થઈ શકતી નથી.

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનના લાભ કયા છે?


યુલિપ ઇન્શ્યોરન્સ પ્લાન્સ અનેક વિશિષ્ટ લાભ પૂરાં પાડે છે, જે તેને સૌ કોઇના નાણાકીય પોર્ટફોલિયો માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ બનાવે છે. ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક યુનિટ-લિંક્ડ પ્લાન છે, જે વીમા અને રોકાણ બંનેના લાભ પૂરાં પાડે છે, આથી જે લોકો બજારની અનિશ્ચિતતાઓને આધિન રહ્યાં વગર સંપત્તિનું સર્જન કરવા માંગે છે, તેમના માટે તે ખૂબ જ આકર્ષક બની રહે છે.

પારદર્શકતા

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનમાં ચાર્જિસના માળખાં, રોકાણનું મૂલ્ય અને પદ્ધતિ, વળતરનો સંભવિત દર અને યુલિપ પૉલિસીની સુવિધાઓ સહિત પ્લાનની તમામ સુસંગત વિગતો યુલિપ પ્લાન ખરીદતી વખતે તમને જણાવવામાં આવે છે. આથી વિશેષ, સંપૂર્ણ સમાનતા જાળવવા માટે તમને NAV રીપોર્ટિંગ અને ખાતાના વાર્ષિક સ્ટેટમેન્ટ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સ્થિતિસ્થાપકતા

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ સંપત્તિનું સર્જન કરનારું એક પારદર્શક સાધન હોવાની સાથે-સાથે પૉલિસીધારકને ખૂબ જ સ્થિતિસ્થાપકતા પણ પૂરી પાડે છે. આ યુલિપ પ્લાનની મદદથી તમારા નાણાં તમને કેટલો લાભ પૂરો પાડી શકશે તે નક્કી કરી શકો છો. તમને ગમતા ફંડના વિકલ્પને પસંદ કરો, જ્યારે પણ તમને જરૂરિયાત લાગે ત્યારે અલગ રિસ્ક પ્રોફાઇલ પર સ્વિચ થઈ જાઓ અને પોતાના માટે દરરોજ રોકાણના વધુ સારા વિકલ્પ પસંદ કરવા માટે ATBIS પર ભરોસો મૂકો.

આ ઉપરાંત, ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન પૉલિસીની મુદત અને પ્રીમિયમની ચૂકવણીના મામલે પણ ઘણી સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. તમે પૉલિસીની 10-70 વર્ષની સમગ્ર મુદત માટે નિયમિત પ્રીમિયમ ચૂકવી શકો છો અથવા તો 5-7 વર્ષ માટે મર્યાદિત રીતે પ્રીમિયમ ચૂકવી શકો છો અને 10-25 વર્ષના સમયગાળા માટે પૉલિસીના લાભને માણી શકો છો.

આખરે, તમે 5-20 વર્ષના કવરેજ માટે એક જ વારમાં સિંગલ ચૂકવણી કરવાનું પણ પસંદ કરી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનને તમારી મરજી મુજબ કસ્ટમાઇઝ કરો, જેથી આ પ્લાન તમારા સપનાંને સાકાર કરવાની નજીક લઈ આવી શકે.

લિક્વિડિટી

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સનું માનવું છે કે, જીવનની અનિશ્ચિતતાઓને ટાળી શકાતી નથી. સારી રીતે ઘડી કાઢવામાં આવેલી યોજના પણ નાણાકીય કટોકટી આવવા પર ખોરવાઈ જઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન આંશિક ઉપાડની સુવિધા પૂરી પાડે છે. વીમાકૃત વ્યક્તિ સગીર હોવાના કિસ્સામાં આ સગીર વ્યક્તિ 18 વર્ષની વયની થાય તે પછી તેને આંશિક ઉપાડની મંજૂરી આપવામાં આવે છે.

નિયમિત અને મર્યાદિત પ્રીમિયમના યુલિપ પ્લાન માટે આંશિક ઉપાડની સુવિધા ઓછામાં ઓછાં 5 વર્ષ માટેના પ્રીમિયમની ચૂકવણી થયાં પછી જ પૂરી પાડવામાં આવે છે. એક જ પ્રીમિયમની પૉલિસી યુલિપ પૉલિસીનું પાંચમું વર્ષ પૂરું થયાં પછી જ આંશિક ઉપાડ કરવાની મંજૂરી આપે છે.

તમારી જોખમ લેવાની ક્ષમતાને કસ્ટમાઇઝ કરો

શેર બજારમાં સક્રિયપણે ભાગ લેવો એ કંઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ માટે તમારી જોખમ લેવાની ક્ષમતા ખૂબ વધારે હોવાની સાથે-સાથે તમારે આ બજારમાંથી માતબર લાભ રળવા માટે ઘણો બધો પરિશ્રમ પણ કરવો પડે છે. ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનની મદદથી તમે માર્કેટમાં વાસ્તવિક રીતે ભાગ લીધાં વિના માર્કેટ સાથે સંકળાયેલી વૃદ્ધિની સાથે સંપત્તિનું સર્જન કરવાનો લાભ મેળવો છે. ઇક્વિટી અને ડેટ ફંડ્સની વચ્ચે તમારા જોખમને ફેલાવીને ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન પૉલિસીની મુદત દરમિયાન તમને જીવન વીમાકવચ પ્રાપ્ત થાય તેની ખાતરી પણ કરે છે.

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન માટે પાત્રતના માપદંડ કયા છે?


 • પ્લાનમાં પ્રવેશતી વખતે લઘુત્તમ વય છેલ્લાં જન્મદિવસ મુજબ 5 વર્ષ હોવી જોઇએ, જ્યારે પાકતી મુદતે લઘુત્તમ વય છેલ્લાં જન્મદિવસ મુજબ 18 વર્ષ હોવી જોઇએ.
 • પ્લાનમાં પ્રવેશતી વખતે મહત્તમ વય છેલ્લાં જન્મદિવસ મુજબ 65 વર્ષ હોવી જોઇએ, જ્યારે પાકતી મુદતે મહત્તમ વય છેલ્લાં જન્મદિવસ મુજબ 75 વર્ષ હોવી જોઇએ.
 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનના રેગ્યુલર પ્રીમિયમના મૉડમાં લઘુત્તમ પ્રીમિયમ માસિક રૂ. 1,000, અર્ધ-વાર્ષિક રૂ. 6,000 અથવા વાર્ષિક રૂ. 12,000 છે. પૉલિસીની મુદત 10થી 70 વર્ષની વચ્ચે નિર્ધારિત કરવામાં આવી છે.
 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનના લિમિટેડ પ્રીમિયમ મૉડમાં લઘુત્તમ પ્રીમિયમ માસિક રૂ. 1,250 છે, અર્ધ-વાર્ષિક રૂ. 7,500 છે અથવા વાર્ષિક રૂ. 15,000 છે. પૉલિસીની મુદતની ટોચમર્યાદા 10-25 વર્ષની વચ્ચે નિર્ધારિત કરવામાં આવી છે, જે મર્યાદિત પ્રીમિયમની ચૂકવણીના મામલે 5-7 વર્ષ છે.
 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનના સિંગલ પ્રીમિયમના મૉડમાં લઘુત્તમ પ્રીમિયમ રૂ. 45,000 છે. એક જ વખતમાં પૉલિસીના પ્રીમિયમની ચૂકવણી માટે પૉલિસીની મુદતની ટોચમર્યાદા 5-20 વર્ષની નિર્ધારિત કરવામાં આવી છે.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

FAQs

 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન શું છે?

  ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક નોન-પાર્ટિસિપેટિંગ યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ છે, જે બચત, રોકાણ અને વીમાના હેતુઓને પાર પાડે છે. ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનનું લક્ષ્ય ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અથવા ATBIS નામની વિશિષ્ટ રોકાણ વ્યૂહરચનાનો ઉપયોગ કરી માર્કેટ સાથે સંકળાયેલા વૃદ્ધિના લાભને મહત્તમ સ્તરે લઈ જઇને સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થવાનું છે. તેની મદદથી તમે પૉલિસી જ્યારે ચાલું હોય ત્યારે બાંયધરીપૂર્વકનું જીવન વીમાકવચ મેળવવાની સાથે-સાથે વૃદ્ધિની ઊંચી ક્ષણતાઓને પણ માણી શકો છો.

 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી શું છે?

  ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કે ATBISની સાથે આવે છે, જેને તમે પસંદ કરી શકો છો. ATBIS દિવસના અંતે કમાયેલી તમામ રકમને 10%ના ટ્રિગર રેટ પર આધાર રાખી પ્રમાણમાં સલામત ડેટ1 ફંડમાં ટ્રાન્સફર કરી દે છે. આ ટ્રાન્સફર ત્યારે કરવામાં આવે છે, જ્યારે ઇક્વિટી1 ફંડમાં રાખવામાં આવેલી ચોખ્ખી રકમ પરનું સાદું સંપૂર્ણ વળતર, ચાર્જિસ કાપ્યાં બાદ 10%ના લક્ષિત દરને પાર કરી જાય.

 • શું હું ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનમાં ATBISનો વિકલ્પ પસંદ કરી શકું?

  ATBIS કે ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તમારી કમાણીને ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનની અંદર જ પ્રમાણમાં સલામત ફંડમાં આપમેળે ટ્રાન્સફર કરીને તમારી બચતને પદ્ધતિસર રીતે વધારવામાં મદદરૂપ થાય છે. તમારી પાસે ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન માટે અરજી કરતી વખતે અથવા તો તેને રીન્યૂ કરતી વખતે ATBISને પસંદ કરવાનો વિકલ્પ રહે છે. પૉલિસી ખરીદતી વખતે અને ઇક્વિટી1 ફંડમાં રોકાણ કરતી વખતે જો તમે ATBISને પસંદ કરો અને જો તમારી કમાણી અગાઉથી નિર્ધારિત કરવામાં આવેલ 10%ના ટ્રિગર રેટને પાર કરી જાય છે, તો આ કમાણી આપમેળે જ ઇક્વિટી1માંથી ડેટ1 ફંડમાં ટ્રાન્સફર થઈ જશે.

 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ રોકેલા નાણાંને આંશિક રીતે ઉપાડી શકાય છે?

  ઇમર્જન્સીની સ્થિતિમાં ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન નાણાંને આંશિક રીતે ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે. જો તમે નિયમિત અથવા મર્યાદિત પ્રીમિયમનો ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન ધરાવતા હો અને જો તમે પ્રથમ 5 વર્ષ માટે તમારા તમામ પ્રીમિયમ ચૂકવી દીધાં હોય તો, તમે પાંચમા વર્ષ પછી આંશિક ઉપાડ માટે અરજી કરી શકો છો. તે જ રીતે, સિંગલ પ્રીમિયમના ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન માટે તમે પૉલિસીનું પાંચમું વર્ષ પૂરું થયાં પછી નાણાં ઉપાડી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ આંશિક ઉપાડ માટે કોઈ ચાર્જિસ લાગતાં નથી.

  આંશિક ઉપાડની લઘુત્તમ રકમ રૂ. 5,000 છે. ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. નિયમિત અને મર્યાદિત પ્રીમિયમના પ્લાનમાં આંશિક ઉપાડની મહત્તમ ટોચમર્યાદા ફંડના મૂલ્યના 25% જેટલી નિર્ધારિત કરવામાં આવી છે (ઉપાડ બાદ જો તમારા ફંડનું ઓછામાં ઓછું બેલેન્સ તમારા વાર્ષિક પ્રીમિયમના 110% જેટલું હોય તો જ). તો સિંગલ પ્રીમિયમના પ્લાનમાં આંશિક ઉપાડની મહત્તમ ટોચમર્યાદા ફંડના મૂલ્યના 25% જેટલી નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ શરત એ છે કે, ઉપાડ બાદ ફંડનું મૂલ્ય રૂ. 45,000થી ઓછું ન થઈ જતું હોવું જોઇએ.

 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનમાં આંશિક રીતે નાણાં ઉપાડવામાં આવે તો, તેનાથી મૃત્યુ સંબંધિત લાભમાં કેવો ફેરફાર આવે છે?

  પૉલિસીની મુદત દરમિયાન, પૉલિસીધારકના અકાળે અવસાન થઈ જવાના કિસ્સામાં ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન મૃત્યુ સંબંધિત નોંધપાત્ર લાભ પૂરો પાડે છે. વીમાકૃત વ્યક્તિના મૃત્યુની તારીખ તરતના 24 મહિના પહેલાં જો કોઈ રકમ આંશિક રીતે ઉપાડવામાં આવી હોય તો, વીમાકૃત રકમ અથવા તો પેઇડ-અપ વીમાકૃત રકમ તમે આંશિક રીતે ઉપાડેલા નાણાંની રકમ જેટલી ઘટી જશે.

 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ શું કોઈ કર સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે?

  યુલિપ પ્લાનને ઘણાં લાંબા સમયથી કરની બચત કરનારા ઉત્તમ સાધન તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. આ કર સંબંધિત લાભ ભારતમાં પ્રવર્તમાન આવકવેરાના કાયદા મુજબ, ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને તેમાંથી પ્રાપ્ય લાભ પર મળી શકે છે. તે સમયાંતરે સરકારના કર સંબંધિત કાયદા મુજબ બદલાઈ શકે છે.

 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ કયા ચાર્જિસ ચૂકવવા પડે છે?

  ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન એ એક પારદર્શક અને સ્થિતિસ્થાપક યુલિપ પ્લાન છે, જેની રચના સંપત્તિના સર્જન, રોકાણ અને વીમાકવચ જેવી તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈ છે. અન્ય યુલિપ પ્લાનની જેમ જ, આ પૉલિસી સાથે પણ કેટલાક ચાર્જિસ સંકળાયેલા છે. આ ચાર્જિસમાં સમાવિષ્ટ છેઃ

  • પ્રીમિયમની ફાળવણીના ચાર્જિસ (રોકાણ કરતાં પહેલાં કપાઈ જાય છે)
  • ફંડનું મેનેજમેન્ટ કરવાના ચાર્જિસ (NAVની ગણતરી કરતાં પહેલાં દરરોજ કપાઈ જાય છે)
  • પૉલિસીનો વહીવટ કરવાના ચાર્જ (દર મહિને કપાય છે)
  • મોર્ટાલિટીના ચાર્જિસ (યુનિટને રદ કરીને દર પૉલિસી માસના પ્રથમ કાર્યદિવસે કપાઈ જાય છે)

  ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી સુવિધાઓ પર આધાર રાખી અન્ય જે ચાર્જિસ લાગુ થાય છે, તે આ મુજબ છેઃ

  • બંધ કરવા સંબંધિત ચાર્જ (પૉલિસીના પાંચમા વર્ષથી આ ચાર્જ લાગુ થતો નથી)

  આ પૉલિસીમાં સ્વિચિંગ કે આંશિક રીતે નાણાં ઉપાડવાના કોઈ ચાર્જ વસૂલવામાં આવતાં નથી. જો સ્વિચિંગના ચાર્જ પાછળથી લાગુ કરવામાં આવે છે, તો તેના માટે IRDAI પાસેથી અગાઉથી મંજૂરી મેળવવામાં આવશે.

 • ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ વીમાકૃત રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

  મૃત્યુ સંબંધિત લાભ તરીકે ચૂકવવાપાત્ર થતી વીમાકૃત રકમની ગણતરીનો આધાર તમારી પાસે જે પ્રકારની પૉલિસી છે, તેની પ્રીમિયમની ચૂકવણીની મુદત અને પૉલિસીની મુદત પર રહેલો છે.

  કોઇપણ સમયે મૃત્યુ સંબંધિત લાભ તમારા દ્વારા ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમની રકમના 105%થી ઓછો નહીં હોય ત્યારે, નિયમિત અને મર્યાદિત પ્રીમિયમના પ્લાનના કિસ્સામાં લઘુત્તમ વીમાકૃત રકમને વાર્ષિક પ્રીમિયમની 7 ગણી અને સિંગલ પ્રીમિયમના પ્લાનના કિસ્સામાં તે સિંગલ પ્રીમિયમના 125% નિર્ધારિત કરવામાં આવી છે.

  ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ મહત્તમ વીમાકૃત રકમની ટોચમર્યાદા તમારી પાસે રહેલી પૉલિસીના પ્રકાર પર આધાર રાખી વાર્ષિક પ્રીમિયમના ગુણકો પર નિર્ધારિત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, 31થી 35 વર્ષની વયજૂથમાં રહેલા પૉલિસીધારક માટે મહત્તમ વીમાકૃત રકમને નિયમિત પ્રીમિયમની પૉલિસી માટે વાર્ષિક પ્રીમિયમના 40 ગણી નિર્ધારિત કરવામાં આવી છે. આ જ વયજૂથ માટે જો મર્યાદિત (7-વર્ષ) પ્રીમિયમની પૉલિસી હોય તો, મહત્તમ વીમાકૃત રકમની ટોચમર્યાદા વાર્ષિક પ્રીમિયમના 20 ગણી તથા સિંગલ પ્રીમિયમની 5 વર્ષની મુદતની પૉલિસી હોય તો, વાર્ષિક પ્રીમિયમના 10 ગણી નિર્ધારિત કરવામાં આવી છે.

 • શું મને ચૂકી ગયેલા પ્રીમિયમો માટે છૂટનો સમયગાળો મળે છે?

  ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાનના પૉલિસીધારકોને અર્ધ-વાર્ષિક અને વાર્ષિક મૉડ હેઠળ તમામ પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો છૂટનો સમયગાળો અને માસિક મૉડ હેઠળ 15 દિવસનો છૂટનો સમયગાળો પૂરો પાડવામાં આવે છે. આ સમયગાળાની શરૂઆત પ્રીમિયમની ચૂકવણીની પ્રત્યેક નિયત તારીખથી થાય છે. આ છૂટના સમયગાળા દરમિયાન તમારા પ્લાનના તમામ લાભ ચાલું રહે છે.

 • શું ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન હેઠળ કોઈ ફ્રી-લૂકનો સમયગાળો આપવામાં આવે છે?

  હા, જો તમે આ પ્લાનના નિયમો અને શરતો સાથે સંમત ન હો તો, આ ફ્રી-લૂકના સમયગાળાની અંદર તમે આ પૉલિસી વીમાકંપનીને પરત કરી શકો છો. આ ફ્રી-લૂકના સમયગાળાની ટોચમર્યાદા પૉલિસી પ્રાપ્ત થયાંની તારીખથી 15 દિવસની નિર્ધારિત કરવામાં આવી છે. જો પૉલિસીને ડિસ્ટન્સ માર્કેટિંગ કે ઇલેક્ટ્રોનિક મૉડ મારફતે ખરીદવામાં આવી હોય તો, ફ્રી-લૂકનો સમયગાળો 30 દિવસનો હશે.