જીવન વીમો એટલે શું?
જીવનવીમા પોલિસી મૂળભૂતરૂપે જીવનવીમા પ્રદાતા અને પોલિસી ધારક વચ્ચે સહી થયેલો એક કરાર છે.
એક ભારતીય નાગરિક તરીકે આપ કેટલાક એવા અધિકારો ધરાવો છો, જે તબદીલ થઈ શકાતા નથી. જોકે, આપનો અધિકાર ફક્ત સિક્કાની એક જ બાજુ છે. અધિકારો અને જવાબદારીઓ સિક્કાની બે બાજુ છે. આપ ઇન્ડિવિડ્યૂઅલ હો કે બિઝનેસ એન્ટિટી, પગાર અને અન્ય કમાણીમાંથી આવકવેરો ચૂકવવો એ એક અનિવાર્ય જવાબદારી છે.
આવકવેરો ચોક્કસ નાણાકીય વર્ષમાં આપના દ્વારા રળવામાં આવેલ કુલ આવક પર વસૂલવામાં આવે છે. આપે આપની આવકવેરાની ગણતરીમાં પગારના રૂપે પ્રાપ્ત થયેલી આવક અને અન્ય સ્રોતોમાંથી પ્રાપ્ત થયેલી આવકને પણ ગણતરીમાં લેવી જોઇએ. આવકવેરાની ચૂકવણીમાંથી પ્રાપ્ત થતી છૂટ અને કરકપાત એ આવકની ગણતરી કરતી વખતે ધ્યાન પર લેવાના અન્ય મહત્વના પાસાં છે. કેટલાક લોકોને આ પ્રકારે ITaxની ગણતરી કરવી જટિલ લાગી શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર જેવા સચોટ ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરની મદદથી આવકવેરાની ઓનલાઇન ગણતરી કરવી એ સૌથી સ્માર્ટ વ્યવસ્થા છે.
ITaxની ગણતરી કરવાનું આ ઉપયોગી ટૂલ અહીં નીચે જણાવ્યાં મુજબ આપને મદદરૂપ થઈ શકે છેઃ
કેન્દ્રીય બજેટ 2020માં નાણાં મંત્રાલયે કરદાતાઓને કરવેરાની નવી અને જૂની વ્યવસ્થામાંથી કોઈ એકની પસંદગી કરવાનો વિશિષ્ટ મોકો આપ્યો છે. આમ, આપ એ નક્કી કરી શકો છો કે, આપને આ બેમાંથી કઈ વ્યવસ્થા અનુકૂળ આવે તેમ છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફનું નવું ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર આપને આપના કરવેરાનું આયોજન કરવામાં, કર સંબંધિત મહત્તમ લાભ મેળવવામાં, તમામ સંભવિત કરકપાત અને છૂટછાટોને ધ્યાન પર લેવામાં તથા આવકવેરાની ઓનલાઇન ગણતરી કરવામાં મદદરૂપ થાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર એ એક ઓનલાઇન ટૂલ છે, જે આપને કરવેરાની ઓનલાઇન ગણતરી કરવામાં મદદરૂપ થવા મૂળભૂત પરંતુ ખૂબ જ મહત્વની માહિતીનો ઉપયોગ કરે છે. ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરનો ઉપયોગ કરીને Itaxની ગણતરી કરવા માટે આપના વાર્ષિક પગાર, આપે ચૂકવેલા ભાડાની રકમ, આપે ચૂકવેલા પ્રીમિયમો, ટ્યુશન/સ્કુલના ખર્ચા, શૈક્ષણિક લૉન પર આપે ચૂકવેલ કોઈ વ્યાજ અને નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22)માં આપે કરેલી બચત વગેરેને જેવી માહિતીને હાથવગી રાખો. આ મૂળભૂત માહિતીને દાખલ કરીને આપ કર ચૂકવવાની આપની કુલ જવાબદારીને સમજી શકો છો અને ક્ષણવારમાં જ આપના આવકવેરાની ગણતરી ઓનલાઇન કરી શકો છો.
નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22)ની ગણતરી કરવા માટે આ ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર જીવનરક્ષક છે. કેન્દ્રીય બજેટમાં રજૂ કરવામાં આવેલા નવા નિયમો અને નિયમનો મુજબ, આપના ITaxની ગણતરી કરતી વખતે આપે જૂની વ્યવસ્થા પ્રમાણે જ નહીં પરંતુ નવી વ્યવસ્થા પ્રમાણે પણ આપના પગારમાંથી કેટલો આવકવેરો ભરવાનો રહે છે, તેને ધ્યાન પર લેવાનું રહે છે. નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22) માટેનું આ ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર આપને આ પ્રમાણે ગણતરી કરવામાં મદદરૂપ થશે. આ કરપાત્ર આવકનું કેલક્યુલેટર આપને ઝડપથી અને સરળ રીતે નવી અને જૂની વ્યવસ્થાઓમાં આપ કર ચૂકવવાની કુલ કેટલી જવાબદારી ધરાવો છો, તેની ગણતરી કરવામાં મદદરૂપ થનારું ટૂલ છે.
આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરનો ઉપયોગ વિનામૂલ્યે કરી શકો છો. ઇન્કમ ટેક્સનો ફોર્મ્યુલા સાચો પડશે કે નહીં તેની ચિંતા કર્યા વગર આપ પગારમાંથી કરપાત્ર આવકની ગણતરી કરવા, કુલ આવકની ગણતરી કરવા, કરકપાત અને કરમાંથી પ્રાપ્ત થતી છૂટછાટની ગણતરી કરવા તથા આવકવેરાના વ્યાજની ગણતરી કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. આમ, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર એ કરની બચત કરનારું કેલક્યુલેટર છે, જે આપની કર સંબંધિત તમામ કામગીરી ચપટી વગાડતા કરી આપે છે અને તે પણ વિનામૂલ્યે.
આ ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર નવી અને જૂની વ્યવસ્થા હેઠળ કરની ચૂકવવાપાત્ર થતી કુલ રકમની ગણતરી કરી આપે છે. ITaxની ગણતરી ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરથી થતી હોવાથી કોઇપણ વ્યક્તિ ફક્ત થોડા બટન દબાવીને તેમની કર ચૂકવવાની જવાબદારીની ગણતરી કરવા માટે આ સરળ અને સુવિધાજનક ટૂલનો ઉપયોગ કરી શકે છે.
નાણાકીય વર્ષ 2020-2021 (આકારણી વર્ષ 2021-22) માટે આવકવેરાની ગણતરી કરવા આપે કરવેરાની ગણતરી કરવા માટેની આપની કેટલીક નાણાકીય વિગતોને હાથવગી રાખવી પડશે. પગારદાર વ્યક્તિ માટેનું ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર નિયોક્તા પાસેથી પ્રાપ્ત થયેલી માસિક આવકને આવકના પ્રાથમિક સ્રોત તરીકે ધ્યાન પર લે છે. એક વ્યક્તિના કુલ પગારમાં સામાન્ય રીતે, મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થાં, ગ્રેજ્યુઇટીના લાભ, એન્યુઇટીના લાભ અને અન્ય કોઇપણ વિશેષ ભથ્થાંનો સમાવેશ થાય છે. આ કુલ આવકના એક હિસ્સો કરકપાત થયાં બાદ કરપાત્ર આવક છે.
આવકના અન્ય સ્રોતો કે જેને ધ્યાન પર લેવાની જરૂર છે, તેમાં વ્યવસાય કે વ્યાવસાયિક સંલગ્નતામાંથી રળવામાં આવેલ આવક, ટૂંકાગાળા અને લાંબાગાળાના મૂડીગત લાભ, આવાસીય સંપત્તિ પર ભાડામાંથી મળતી આવક તથા ડિવિડન્ડની આવક, કમાવામાં આવેલ વ્યાજ, એફડી પરના વ્યાજ તથા કરપાત્ર ભેટસોગાદો જેવા આવકના અન્ય સ્રોતોનો સમાવેશ થાય છે.
આપ જો આવકવેરાની જૂની વ્યવસ્થાને પસંદ કરો છો, તો આઇટી એક્ટ આપને કર ચૂકવવામાંથી વિવિધ પ્રકારની છુટછાટો આપે છે, જેને ટેક્સ ડીડક્શન કેલક્યુલેટર ગણતરીમાં લેશે, જેમાં ઘરના ભાડાનું ભથ્થું, રજાના પ્રવાસનું ભથ્થું અને બીજી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. સ્ટાન્ડર્ડ કરકપાતને સૌપ્રથમ વખત વર્ષ 2018ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં રૂ. 40,000ની કરકપાતને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019ના બજેટમાં આ રકમને વધારીને રૂ. 50,000 કરવામાં આવી હતી. જોકે, આ નવી કર વ્યવસ્થામાં આમાંથી કોઇપણ કરકપાતનો લાભ મેળવી શકાશે નહીં.
આ નવી કરવ્યવસ્થાને સરળીકૃત કરવામાં આવેલ વ્યક્તિગત કરવ્યવસ્થા તરીકે જોવામાં આવી રહી છે. જે લોકો ચોક્કસ કરકપાત અને છુટછાટો મેળવવા નથી માંગતા, તેમના માટે નવી કરવ્યવસ્થા કરવેરાના નવા દરોની સાથે કરની ગણતરી કરવાના ફોર્મ્યુલાને સરળ બનાવી દે છે, જે આ મુજબ છેઃ
|
---|
ઉદાહરણ તરીકે, આપ જો વાર્ષિક રૂ. 15 લાખ કમાતા હો અને જો કોઇપણ પ્રકારની કરકપાત કે છુટછાટો ન મેળવો, તો કુલ આવકની ગણતરી કર્યા બાદ આપે જૂની કરવ્યવસ્થા પ્રમાણે રૂ. 2,73,000નો આવકવેરો તથા નવી કરવ્યવસ્થા પ્રમાણે રૂ. 1,95,000નો કરવેરો ચૂકવવાનો રહે છે.
((https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1601475)
આપ નવી કરવ્યવસ્થાને પસંદ કરો તે પહેલાં, અહીં એ બાબત સમજી લેવી જરૂરી છે કે, એવી ઘણી કરકપાત અને છુટછાટો છે, જેના માટે ઇન્ડિવિડ્યૂઅલ કે એચયુએફ હવે પછીથી આ કરની નવી ગણતરીમાં દાવો કરી શકશે નહીં. ઇન્કમ ટેક્સ એક્ટમાં નવી ઉમેરાયેલ કલમ 115બીએસી હેઠળ આપ જો કુલ આવકની ગણતરી કરવાનું પસંદ કરો છો તો, હવે પછીથી આપ અહીં જણાવવામાં આવેલ કેટલીક છુટછાટો મેળવવા માટે હકદાર રહેતા નથીઃ
જીવનવીમા પોલિસી મૂળભૂતરૂપે જીવનવીમા પ્રદાતા અને પોલિસી ધારક વચ્ચે સહી થયેલો એક કરાર છે.
આપ નવી અને જૂની કરવ્યવસ્થામાં કરવેરાના કયા સ્લેબ હેઠળ આવો છો, તેના પર આધાર રાખી પગારમાંથી કરવેરાની ગણતરી કરી શકો છો. જૂની કરવ્યવસ્થામાં આવકવેરાની ગણતરી આપની કુલ આવકને અને ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી હેઠળ મેળવવામાં આવેલ કોઇપણ છુટછાટો/કરકપાતને ધ્યાનમાં લેશે. સેલરી ટેક્સ કેલક્યુલેટર આપના માટે આવકવેરાની ગણતરીની પ્રક્રિયાને સરળ બનાવી કરવેરાની ઓનલાઇન ગણતરી કરવામાં મદદરૂપ થાય છે.
નવી કરવ્યવસ્થામાં પગારમાંથી આવકવેરાની ગણતરી કરવાની પ્રક્રિયા એકસમાન જ રહે છે. જોકે, નવું ઇન્કમ ટેક્સ કેલક્યુલેટર આપ કરવેરાના જે સ્લેબ હેઠળ આવો છો, તેને અને નવી કરવ્યવસ્થા હેઠળ સ્વીકાર્ય હોય તેવી મર્યાદિત છુટછાટોને જ ફક્ત ધ્યાન પર લેશે.
આપ પગારમાંથી આવકની ગણતરી કરવા માટે આવકવેરાની ગણતરીના ફોર્મ્યુલાને લાગુ કરીને ગણિત માંડી શકો છો. જોકે, આ પ્રક્રિયા કંટાળાજનક અને સમય માંગી લેનારી હોઈ શકે છે. ગણતરીની ક્ષણોમાં કરવેરાની ગણતરી કરવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરનો ઉપયોગ કરો. આવક અને કરવેરાની ગણતરી કરવાના ઓનલાઇન કેલક્યુલેટરનો ઉપયોગ વિનામૂલ્યે કરી શકાય છે અને તે આપને ખૂબ જ ઝડપથી ગણતરી કરી આપે છે.
આવકની ગણતરી કર્યા બાદ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરની મદદથી કરવેરાની ગણતરી ઓનલાઇન કરો. તે આપને એ જાણવામાં મદદરૂપ થશે કે, બેમાંથી કઈ કરવ્યવસ્થા આપના માટે વધુ લાભદાયી છે. બજેટ 2020માં કરદાતાઓ માટે બંને કરવ્યવસ્થાના વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યાં છે. નવી કરવ્યવસ્થાનું પ્રાથમિક લક્ષ્ય વ્યક્તિગત ITaxની ગણતરી અને ચૂકવણીને સરળ બનાવવાનો છે. જેઓ કોઈ છુટછાટ કે કરકપાત પર દાવો કરતાં નથી, તેમને નવી કરવ્યવસ્થા હેઠળ ઇન્કમ ટેક્સના સ્લેબ પર આધાર રાખીને કરવેરાનો દર ઓછો ચૂકવવો પડે છે.b
જોકે, આમ કરવા માટે કરદાતાએ અનેકવિધ છુટછાટો અને કરકપાતના લાભ જતાં કરવા પડી શકે છે, જેમાં રૂ. 50,000ની સ્ટાન્ડર્ડ કરકપાત, એચઆરએ, એલટીએ, હાઉસ લૉનનું વ્યાજ, પીપીએફમાં યોગદાન, જીવન વીમા પૉલિસીઓ માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમો, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS)માં કરવામાં આવેલ રોકાણ વગેરેનો સમાવેશ થાય છે. જૂની કરવ્યવસ્થામાં આ તમામ કરકપાત આપની નોંધપાત્ર રકમની બચત કરી શકે છે.
કરવ્યવસ્થા કઈ સારી, નવી કે જૂની? આ પ્રશ્નનો કોઈ એક ઉત્તર હોઈ શકે નહીં. તેનો આધાર આપના વર્તમાન ટેક્સ સ્લેબ પર અને આપ જૂની કરવ્યવસ્થાના લાભને છોડવા માટે તૈયાર છો કે નહીં તેના પર રહેલો છે. આ બંને વિકલ્પનું મૂલ્યાંકન કરો અને આપના માટેના શ્રેષ્ઠ વિકલ્પ પર પહોંચવા ઓનલાઇન ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરની મદદથી આવકવેરાની ઓનલાઇન ગણતરી કરો.
હા, વ્યક્તિગત કરદાતા સાલ-દર-સાલ જૂની અને નવી એમ બેમાંથી કોઈ એક કરવ્યવસ્થા પર પરિવર્તિત થવાનો વિકલ્પ ધરાવે છે. આપ જો પગારદાર વ્યાવસાયિક કે પેન્શનર હો તો, આપ બંને કરવ્યવસ્થામાં કેટલી બચત કરી શકો છો, તેની ચકાસણી કરવા માટે આ નવા ટેક્સ કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. ઓનલાઇન ટેક્સેબલ ઇન્કમ કેલક્યુલેટરનો પરામર્શ કર્યા બાદ આપ સૂચિત વિકલ્પ પસંદ કરી શકો છો.
આપ જો આગામી વર્ષે આપનો વિચાર બદલો છો તો, આપ કરવ્યવસ્થાના અન્ય વિકલ્પ પર પરિવર્તિત થઈ શકો છો અને આગામી નાણાકીય વર્ષમાં ફરી પાછા અગાઉના વિકલ્પ પર પરિવર્તિત થઈ શકો છો. જોકે, વ્યાવસાયિક આવક ધરાવતા કરદાતાઓ પાસે આ પ્રકારે પરિવર્તિત થવાનો વિકલ્પ રહેતો નથી.
ના. કલમ 80સી હેઠળ આપ જે કરકપાતોને મેળવી શકો છો, તેને રદ કરવામાં આવેલ નથી. જે લોકો જૂની કરવ્યવસ્થા હેઠળ તેમના ઇન્કમ ટેક્સ રીટર્નને ફાઇલ કરવા માંગતા હોય, તેમના માટે તે હજુ પણ ઉપલબ્ધ છે. જોકે, નવા ઇન્કમ ટેક્સ કેલક્યુલેટરનો ઉપયોગ કરીને આપની કર સંબંધિત જવાબદારીઓની ગણતરી કર્યા બાદ આપ જો નવી કરવ્યવસ્થા હેઠળ રીટર્ન ફાઇલ કરવાનું પસંદ કરો છો તો, તે ટેક્સ વર્ષમાં આપ કલમ 80સી હેઠળ કરકપાતના લાભ મેળવી શકશો નહીં.
GET A QUICK QUOTE
You're a few steps away from your customised quote.