શ્રી નરેન્દ્ર ઓસ્તાવાલ - ડિરેક્ટર

શ્રી નરેન્દ્ર ઓસ્તાવાલ

ડિરેક્ટર

શ્રી ઓસ્તાવાલ વર્ષ 2007માં વૉરબર્ગ પિનકસમાં જોડાયા હતા અને ત્યારથી તેઓ આ કંપની સાથે તેના ભારતીય એફિલિયેટ તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ આ કંપનીની ભારતમાં ચાલી રહેલી રોકાણ સલાહકાર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તથા ભારતમાં નાણાકીય સેવાઓ અને હેલ્થકૅર સેક્ટરમાં રહેલી તકોનું મૂલ્યાંકન કરે છે.

વૉરબર્ગ પિનકસમાં જોડાયા પૂર્વે શ્રી ઓસ્તાવાલ 3આઈ ઇન્ડિયા અને મેકિન્ઝી એન્ડ કંપની સાથે જોડાયેલા હતા.

તેઓ લૉરસ લેબ્સ લિમિટેડ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ, ડી. બી. પાવર એન્ડ ગ્રૂપ કંપનીઝ, કમ્પ્યૂટર એજ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રા. લિ., સ્ટર્લિંગ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ અને ફ્યુઝન માઇક્રોફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે.

શ્રી ઓસ્તાવાલ ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી અને ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી એમ.બી.એ.ની ડિગ્રી ધરાવે છે.

શ્રી જૉયદીપ દત્તા રૉય - ડિરેક્ટર

શ્રી જૉયદીપ દત્તા રૉય

ડિરેક્ટર

બેંકર તરીકેની 25 વર્ષની કારકિર્દી ધરાવતા જૉયદીપ દત્તા રૉય હાલમાં ભારતની પ્રમુખ પબ્લિક સેક્ટર બેંકો પૈકીની એક એવી બેંક ઑફ બરોડામાં એમડી ઑફિસ, સબસિડરીઝ અને જોઇન્ટ વેન્ચર્સના ચીફ જનરલ મેનેજર તરીકે સેવા આપી રહ્યાં છે.

એચઆર સ્પેશિયાલિસ્ટ તરીકે બેંક ઑફ બરોડામાં જોડાનારા શ્રી જૉયદીપે બેંકમાં વિવિધ સ્તરે એચઆરની વિવિધ પ્રકારની કામગીરી સંભાળી છે તથા બેંક માટે ઘણાં મોટા એચઆર પ્રોજેક્ટ અને વિવિધ પહેલની આગેવાની કરવામાં સાધનરૂપ રહ્યાં છે. તેમણે બેંક માટે વિવિધ પ્રકારના બિઝનેસ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કર્યા છે અને તેનું અમલીકરણ કર્યું છે, જેમ કે, બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ નવનિર્માણ, પ્રોજેક્ટ ઉડાન, ‘સ્પર્શ’ તરીકે ઓળખાતા વ્યાપક એચઆર ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ વગેરે.

આ ઉપરાંત બેંકના દહેરાદૂન અને બરેલી રીજનના રીજનલ હેડ તરીકે તેમણે ઘણી સફળ કારકિર્દી ભોગવી છે.

કાયદાના અનુસ્તાન હોવાની સાથે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઑનર્સ ડિગ્રી મેળવી છે અને તેમણે મુંબઈ સ્થિત નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએ કર્યું છે. આ ઉપરાંત તેઓ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ)ના વાર્ષિક એચઆર એક્સીલેન્સ એવોર્ડ્સ માટે પ્રમાણિત આકલનકર્તા પણ છે.

શ્રી અરુણ ચોગલે - સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી અરુણ ચોગલે

સ્વતંત્ર ડિરેક્ટર

ગ્રાહક અને માર્કેટિંગ કેન્દ્રી સબળ અભિગમ ધરાવનારા પીઢ એફએમસીજી વ્યાવસાયિક શ્રી ચોગલે કન્ઝ્યુમર અને રીટેઇલ ક્ષેત્રમાં તેમની પોતાની બ્રાન્ડ એડવાઇઝરી અને સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ પ્રેક્ટિસ ચલાવી રહ્યાં છે, જેઓ એસએમઈ, મોટી ભારતીય કંપનીઓ અને એમએનસીમાં ક્લાયેન્ટ્સ (ગ્રાહકો) ધરાવે છે.

તેમની કન્સલ્ટિંગ પ્રેક્ટિસ પહેલાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતમાં 30 વર્ષ લાંબી વૈવિધ્યસભર અને સફળ માર્કેટિંગ કારકિર્દી ધરાવતા હતા. તેમણે જનરલ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર માર્કિંગમાં વરિષ્ઠ નેતૃત્વના પદો પર કામ કર્યું છે, જેમના સાથી-જૂથોમાં બે સૌથી શ્રેષ્ઠ કંપનીઓ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ તથા બ્રિટીશ અમેરિકનનો સમાવેશ થાય છે.

હાલમાં તેઓ રીટેઇલ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં તજજ્ઞતા ધરાવતા સલાહકાર અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, જેઓ નીલસન અને અન્ય સંગઠનો જેવા ક્લાયેન્ટ્સ (ગ્રાહકો) ધરાવે છે.

શ્રી કે. એસ. ગોપાલકૃષ્ણનન - સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી કે. એસ. ગોપાલકૃષ્ણનન

સ્વતંત્ર ડિરેક્ટર

35 વર્ષની વાઇબ્રન્ટ કારકિર્દીમાં શ્રી કે. એસ. ગોપાલકૃષ્ણનને જીવન વીમામાં સીઇઓ/સીએફઓ/એક્ચૂરી તથા રીઇન્શ્યોરન્સમાં સીઇઓ તરીકેની અગ્રણી ભૂમિકાઓ ભજવી છે.

પોતાની કારકિર્દીના પ્રારંભમાં એલઆઇસી ઑફ ઇન્ડિયામાં એક્ચૂઅરિયલ એપ્રેન્ટિસથી શરૂઆત કરી આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, ભારતી એક્ઝા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની અને એગોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની જેવી વીમા કંપનીઓમાં ટોચના પદો સુધી શ્રી ગોપાલકૃષ્ણનનની કારકિર્દીનો ગ્રાફ ફાઇનાન્સ, એક્ચૂઅરિયલ, પ્રાઇઝિંગ, પ્રોડક્ટ ડીઝાઇન, નિયમનો, અંડરરાઇટિંગ, ક્લેઇમ્સ તેમજ શાસન તથા બૉર્ડ અને શૅરધારક જેવી બાબતોમાં તેમની હથોટીની સાક્ષી પૂરે છે. આરજીએ રીઇન્શ્યોરન્સ કંપનીમાં ભારતીય બિઝનેસના સીઇઓ તરીકેનો સફળ કાર્યકાળ પૂરો કર્યા બાદ શ્રી ગોપાલકૃષ્ણનને વીમાની વ્યાપક ઇકોસિસ્ટમમાં પરામર્શક અને સલાહકાર તરીકેની સેવાઓ આપવાનું ચાલું રાખ્યું હતું. તેમણે ઇન્ડસ્ટ્રીના સીમાચિહ્નરૂપ યુનિટ લિંક્ડ પ્રોડક્ટ્સ, ઓનલાઇન ટર્મ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને વિવિધ ગ્રાહકલક્ષી પહેલમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

શ્રી ગોપાલકૃષ્ણનન ચેન્નઈમાં આવેલી વિવેકાનંદ કૉલેજમાંથી ગણિત વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે તથા તેઓ ભારત, યુકે અને કેનેડાની એક્ચૂઅરિયલ બૉડીઝમાંથી એક્ચૂઅરી થયેલા છે. તેમણે ડ્યુક યુનિવર્સિટી, સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી, એમઆઇટી અને INSEAD જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી વ્યૂહરચના અને ડિજિટલ ટેકનોલોજીમાં અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે. તેઓ ભારતીય વીમા ઉદ્યોગ અને IRDAIમાં ઘણી કમિટીઓના સભ્ય પણ છે. હાલમાં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્ચૂઅરિઝ ઑફ ઇન્ડિયાની કાઉન્સિલના ચૂંટાયેલા સભ્ય છે.

શ્રી હેમંત કૌલ - સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી હેમંત કૌલ

સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી હેમંત કૌલ યુનિવર્સિટી ઑફ રાજસ્થાનમાંથી એમબીએ થયેલાં છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત વર્ષ 1977માં સ્ટેટ બેંક ઑફ બિકાનેર એન્ડ જયપુરમાં પ્રોબેશનરી ઑફિસર તરીકે કરી હતી. તેઓ યુટીઆઈ/એક્સિસ બેંકની સ્ટાર્ટ-અપ ટીમનો હિસ્સો હતા, જ્યાં તેમણે રીટેઇલ બેંકિંગ ડિવિઝનની સ્થાપના કરી અને તેનું નેતૃત્વ કર્યું. આ ઉપરાંત, શ્રી હેમંત બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરેન્સના એમડી અને સીઇઓ પણ હતા. તેઓ ફિનટૅક સેક્ટર અંગે ખૂબ જ પેશનેટ છે, જેમાં તેઓ હાલમાં એક માર્ગદર્શક અને એન્જલ ઇન્વેસ્ટર તરીકે સેવા આપી રહ્યાં છે.

શ્રી હેમંતને ફરવાનો અને વાંચનનો ખૂબ શોખ છે. તેઓ અને તેમના પત્ની અનુ જયપુરમાં રહે છે.

સુશ્રી હરિતા ગુપ્તા - સ્વતંત્ર ડિરેક્ટર

સુશ્રી હરિતા ગુપ્તા

સ્વતંત્ર ડિરેક્ટર

સુશ્રી હરિતા આઇઆઇટી દિલ્હીમાંથી માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે અને ગુડગાંવમાં તેમના પતિ સાથે રહે છે. તેઓ વર્ષ 2017માં એન્ટરપ્રાઇઝ બિઝનેસના ગ્લોબલ હેડ તરીકે સધરલેન્ડમાં જોડાયાં હતાં. તેઓ ડિજિટલ અને આઇટી સર્વિસિઝ સેક્ટરમાં ત્રણ દાયકાનો બહોળો વૈશ્વિક અનુભવ ધરાવે છે. તેમની વર્તમાન ભૂમિકામાં તેઓ સધરલેન્ડને ગ્રાહકો માટેના સાચા અર્થમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇનોવેશન પાર્ટનર તરીકે સ્થાપવા એપીએસી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે.

સધરલેન્ડ પહેલાં તેઓ માઇક્રોસોફ્ટ ઇન્ડિયા માટે કામ કરતાં હતાં, જેમાં તેઓ કસ્ટમર સર્વિસના ગ્રોથનું તથા સમગ્ર ભારત અને બૃહદ ચાઇનાના એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટેના સપોર્ટ ઓપરેશનોનું નેતૃત્વ કરતાં હતાં. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત એનઆઇઆઇટી ટેકનોલોજિસથી કરી હતી, જ્યાં તેમણે વિવિધ પોર્ટફોલિયો અને ટેકનોલોજી સેન્ટર્સ ઑફ એક્સિલેન્સનું વ્યવસ્થાપન કર્યું હતું. કોવિડ રોગચાળા બાદ નવા વ્યવસાયો અને કામના મોડલોની શોધખોળ ચલાવવા માટે તેઓ તેમની ટીમની આગેવાની કરી રહ્યાં છે.

સુશ્રી હરિતા આઇઆઇટી દિલ્હીમાંથી માસ્ટર્સ ગ્રેજ્યુએટ થયાં છે અને હાલમાં તેઓ ગુડગાંવમાં તેમના પતિ સાથે રહે છે. સીએસઆર અંગે અત્યંત જોશીલા સુશ્રી હરિતા તેમની વર્તમાન ભૂમિકામાં અવનવા પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે અને બે એનજીઓમાં સેવા આપે છે.

સુશ્રી આર. એમ. વિશાખા - એમડી અને સીઇઓ

સુશ્રી આર. એમ. વિશાખા

એમડી અને સીઇઓ

આર. એમ. વિશાખા માર્ચ 2015 થી ઇન્ડિયાફર્સ્ટ લાઇફના એમડી અને સીઇઓ તરીકે સંચાલન કરી રહ્યાં છે. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ કંપનીએ નોંધપાત્ર વૃદ્ધિદર હાંસલ કર્યો છે અને ઇન્ડસ્ટ્રીના રેન્કિંગમાં સ્થિરપણે ઉન્નતિ થઈ છે. અગ્રહરોળમાં રહીને નેતૃત્વ કરનારા વિશાખાએ ભૂતપૂર્વ સહયોગી લીગલ એન્ડ જનરલમાંથી વૉરબર્ગ પિનકસમાં શૅરહોલ્ડિંગના નિર્બાધ રૂપાંતરણનું નેતૃત્વ કર્યું હતું.

સુશ્રી વિશાખા સતત ત્રણ વખતથી (વર્ષ 2017, 2018 અને 2019) ફોર્ચ્યુન ઇન્ડિયાની બિઝનેસના ક્ષેત્રની ટોચની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સ્થાન પામે છે. આ ઉપરાંત તેમને બિઝનેસ વર્લ્ડ મેગેઝિન દ્વારા ‘સૌથી પ્રભાવશાળી મહિલા’નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમની સિદ્ધીઓને ધ્યાન પર લઈ આઇસીએઆઈએ સુશ્રી વિશાખાને સીએ બિઝનેસ લીડર – વિમેન (2017) નામના પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજ્યાં હતાં. સુશ્રી વિશાખાને ફોર્બ્સ ઇન્ડિયા અને બિઝનેસ ટુડે જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનો દ્વારા તેમના સમકાલીનોમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી ગણાવવામાં આવ્યાં છે.

એક વિચારવંત અગ્રણી સુશ્રી વિશાખા સીઆઇઆઈની પેન્શન એન્ડ ઇન્શ્યોરેન્સ કમિટીના સહ-અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ નેશનલ કાઉન્સિલ ઑન ઇન્શ્યોરેન્સ (એસોચેમ)ના સન્માનિત સભ્ય છે, એફઆઈસીસીઆઈના સમિતિના સભ્ય તથા એઆઇડબ્લ્યુએમઆઈની એક્સક્વૉલિફાઈના મૂળભૂત સભ્ય છે. તેઓ એનઆરબી બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના બૉર્ડના સ્વતંત્ર નિદેશક છે. વળી, તેઓ લાઇફ ઇન્શ્યોરેન્સ કાઉન્સિલની કારોબારી સમિતિમાં પણ છે.

સુશ્રી વિશાખા હાલમાં પણ નવી પેઢીના વિચારકો અને અગ્રણીઓને માર્ગદર્શન અને પરામર્શ આપી રહ્યાં છે. તેમના કેટલાક પ્રતિષ્ઠિત માર્ગદર્શક મંડળોમાં ઇન્ટરનેશનલ ઇન્શ્યોરેન્સ સોસાયટી ( આઇઆઇએસ ) મેન્ટર પ્રોગ્રામ, ડબ્લ્યુડબ્લ્યુબી લીડરશિપ એન્ડ ડાઇવર્સિટી ફૉર ઇનોવેશન પ્રોગ્રામ, આરજીએ લીડર્સ ફૉર ટુમોરો અને વિલ ફૉરમ નો સમાવેશ થાય છે.

તેઓ કમ્પ્યૂટર સિસ્ટમ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સુશ્રી વિશાખા ઇન્શ્યોરેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ફેલો પણ છે.