શ્રી.નરસિંહન રાજશેકરન
સ્વતંત્ર નિયામક
શ્રી.રાજશેકરને 1985 માં વૈશ્વિક બેન્કર તરીકે પોતાની સફર શરૂ કરી અને 39 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે છેલ્લા 24 વર્ષોમાં 6 દેશોમાં સિટી બેન્કમાં સેવા આપી હતી. ભારતમાં તેઓ બોર્ડના સ્વતંત્ર નિયામક રહ્યા છે અને તેમણે સિટી લિગલ વેહિકલ અને ઇન્ડસ્ટ્રી ચેમ્બરના બોર્ડમાં (ચેરમેન તરીકે પણ) પણ સેવા આપી છે. તેઓ ફિનટેક સલાહકાર છે અને પર્કિન્સ સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડની ઇન્ડિઆ એડવાઈઝરી કાઉન્સિલમાં સેવા આપે છે. તેઓ સમગ્ર ભારત, ચીન, થાઈલેન્ડ, કોરિયા, જાપાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ચીફ એક્ઝેક્યુટિવ તરીકે વ્યાપાર માટે દેશો સાથે જોડાણ કરવા માટે અને ઉપભોક્તા સંબંધિત ધંધા માટે કામ કરતા હતા અને વિકાસ, ડિજિટલ ક્રાંતિ માટે, ખર્ચમાં કરકસર કરવા માટે ધીરાણ મેળવવા માટે કટોકટીનો સામનો કરી રહેલા પોર્ટફોલિયોના ટર્નઅરાઉન્ડ માટેની વ્યૂહરચનાઓ નક્કી કરવા માટે અને તેનો અમલ કરવા માટે કામ કરી રહ્યા હતા. તેમણે જે વ્યવસાયનું નેતૃત્વ કર્યું છે તે પૈકી કેટલાકનું પુનઃસ્થાપન કરવાના ભાગરૂપે તેમણે પોર્ટફોલિયોના મર્જર અને વિનિવેશ બન્નેનો અમલ કર્યો છે. ગતિશીલ, નિશ્ચયપૂર્વક સક્રિયતાથી, ઉત્સાહપૂર્વક કારભાર સંભાળીને તેમણે વ્યાપાર સંબંધિત જોખમનું સંચાલન કર્યું હતું, જેમાં વ્યૂહાત્મક નીતિઓ,પ્રતિષ્ઠા, બેલેન્સ શીટ, બજાર, ક્રેડિટ, ઓપરેશનલ અને જોખમ સંબંધિત અનુપાલનના પરિબળોનો સમાવેશ થાય છે. તેમણે ગ્રાહકોને ઉત્તમ સેવા આપવા માટે અને ડિજીટલ ક્રાંતી માટે અમલીકરણ કર્યું છે. જેમાં બન્નેનો સમાવેશ થાય છે, યક્તિગત ગ્રાહકો અને સંસ્થાકીય ગ્રાહકોનો. તેઓ માટે ડિજીટલ ઉકેલો તેમણી પ્રથમ વખત આપ્યા હતા. આ ઉકેલો ટ્રેઝરી મેનેજમેન્ટન, ગ્રાહક સાથે સંદેશાવહેવાર કરવા માટેની પદ્ધતિ અને ભાગીદારોના પ્રસ્તાવો સુધી પહોંચવા સંબંધિત હતા. ઉચ્ચ કાર્યક્ષમતા, સુસંગત ગોઠવણી, ટીમવર્ક માટે, અને નૈતિક સંસ્કાર અત્યુત્તમ સંસ્કાર માટે અને ભાષા સંબંધિત અવરોધોનું સંચાલન કરીને તેમણે 3,000 થી વધુ લોકોની ટીમનું નેતૃત્વ કર્યું છે અત્યંત સંતોષજનક ટીમો બનાવી છે. તેમણે ગ્રાહકો, નિયંત્રકો, સરકાર, સમુદાયો અને અન્ય હિતસંબંધ ધરાવતાઓ સાથે મજબૂત સંબંધો બનાવ્યા છે, જેમાં વ્યાપાર કરવામાં સરળતા અને FDIની હિમાયતનો સમાવેશ થાય છે. તેમણે ઇન્ડિઅન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી MBA અને દિલ્હી કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી BE (મિકેનિકલ) કર્યું છે. તેણે IICA તરફથી (કમ્પની બાબતો સંબંધિત મંત્રાલયના નેજા હેઠળ) સ્વતંત્ર નિયામક તરીકે પ્રાવીણ્ય સંબંધિત પ્રમાણપત્ર મેળવ્યું છે.