ડૉ. પૂનમ ટંડન
મુખ્ય રોકાણ અધિકારી ઈન્ડિયાફર્સ્ટ લાઈફ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે મુખ્ય રોકાણ અધિકારી રૂપે, ડૉ. પૂનમ ટંડન સંસ્થા માટે રોકાણ વ્યવસ્થાપનનું નેતૃત્વ કરે છે. પૂનમ બીએફએસઆઈ ક્ષેત્રમાં નાણાકીય બજારો અને રોકાણ વ્યવસ્થાપન પર ઊંડી સમજ સાથે એક કુશળ અનુભવ ધરાવે છે.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સાથેના પોતાના 14-વર્ષ લાંબા કાર્યકાળમાં, પૂનમે અનેક પોર્ટફોલિયોઝ સંભાળ્યા છે જેવાંકે કોર્પોરેટ ગ્રુપ બિઝનેસ, યુલિપ અને પરંપરાગત ફંડમાં ડેટ પોર્ટફોલિયો, લિકવિડિટી મેનેજમેન્ટ, પરંપરાગત પોરફોલિયોમાં ઈક્વિટીમાં રોકાણ માટે એસેટ અલોકેશન અને એસેટ લાયબિલીટી કમિટી (એએલસીઓ) માં યોગદાન.
બીએફએસઆઈ ક્ષેત્રમાં 30 વર્ષની પોતાની કારકિર્દીમાં, પૂનમે અનેક અગ્રણી સંસ્થાઓ સાથે કામ કર્યું છે, જેમાં સામેલ છે મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, પેટર્નોસ્ટર એલએલસી, સિક્યોરિટીઝ ટ્રેડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એસટીસીઆઈ) અને ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઑફ ઈન્ડિયા (આઈડીબીઆઈ). પૂનમની નોંધનીય સિદ્ધિઓમાં 2001માં કોર્પોરેટ બોન્ડ ડેસ્ક અને 2004માં એસટીસીઆઈ ખાતે સ્વેપ્સ ડેસ્કની સ્થાપના કરનાર ટીમનો એક ભાગ હોવાનો સમાવેશ થાય છે.
પૂનમે આરબીઆઈ બેંકર્સ ટ્રેનિંગ કૉલેજ, એનએમઆઈએમએસ (મુંબઈ), અને યુટીઆઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કેપિટલ માર્કેટ્સ સહિત અનેક સંસ્થાઓમાં ઘણાં અતિથિ પ્રવચનો આપ્યાં છે. તેમણે આંતરરાષ્ટ્રીય સામયિકોમાં નિશ્ચિત આવક બજારો પર બે પેપર લખ્યાં છે.
નવી દિલ્હીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી બી.કોમ. (ઓનર્સ) સ્નાતક એવાં, પૂનમ એક્સએલઆરઆઈ, જમશેદપુરનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાંથી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ (પીજીડીબીએમ) ની ડિગ્રી મેળવેલ છે. તેમણે એનએમઆઈએમએસ, મુંબઈમાંથી નાણાકીય વ્યવસ્થાપનમાં પીએચડી કર્યું છે.