શ્રી દેબદત્તા ચાંદ
ચેરપર્સન
બેંક ઑફ બરોડાના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે શ્રી દેબદત્તા ચાંદની નિમણૂંક બાદ, 1 જૂલાઈ, 2023ના રોજ તેમણે ભાર સંભાળ્યો. બેંકિંગ અને ફાયનાન્શિયલ ઉદ્યોગમાં શ્રી ચાંદ 29 વર્ષોથી પણ વધુનો અનુભવ ધરાવે છે.
એમડી અને સીઈઓ તરીકેની તેમની નિમણૂંક પહેલાં, શ્રી ચાંદ બેંક ઑફ બરોડા ખાતે એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે જેમાં તેઓ કોર્પોરેટ અને ઈન્સ્ટિટ્યૂશનલ ક્રેડિટ, કોર્પોરેટ એન્ડ ઈન્સ્ટિટ્યૂશનલ બેંકિંગ, ટ્રેઝરી અને ગ્લોબલ માર્કેટ્સ, મિડ-કોર્પોરેટ બિઝનેસ અને ટ્રેડ એન્ડ ફોરેન એક્સચેન્જનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. આ ઉપરાંત, તેમણે બેંકમાં આંતરરાષ્ટ્રીય બેંકિંગ વ્યાપાર, ડોમેસ્ટીક સબસિડીઅરીઝ/જોઈન્ટ વેન્ચર્સ, વેલ્થ મેનેજમેન્ટ, કેપિટલ માર્કેટ્સ, એનઆરઆઈ બિઝનેસ તેમજ, ચાવીરૂપ પ્લેટફોર્મ કાર્યભાર જેવા કે એચઆરએમ, ફાયનાન્સ એન્ડ પ્લાનિંગ, રીસ્ક મેનેજમેન્ટ, ઑડિટ અને ઈન્સ્પેક્શન, ક્રેડિટ મોનિટરીંગ, કલેક્શન્સ, લીગલ, કમ્પ્લાયન્સ, લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ, શિસ્ત કાર્યવાહીઓ, ઈન્ફર્મેશન સિક્યોરિટી અને એસ્ટેટ મેનેજમેન્ટ એન્ડ સિક્યોરિટી વગેરે વિભાગો પણ સફળતાપૂર્વક સંભાળ્યા છે.
શ્રી ચાંદે 1994માં અલાહાબાદ બેંક ખાતે એક અધિકારી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં 1998થી 2005 દરમ્યાન સ્મૉલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઑફ ઈન્ડિયામાં મેનેજરનો પદભાર સંભાળ્યો. 2005માં, તેઓ પંજાબ નેશનલ બેંક(પીએનબી)માં ચીફ મેનેજર તરીકે જોડાયા અને મક્કમ રીતે ચીફ જનરલ મેનેજર તરીકે વૃદ્ધિ પામ્યા. પીએનબી ખાતે તેમના 15 વર્ષના કાર્યકાળમાં, તેમણે પટનામાં ઝોનલ ઑડિટના હેડ, બરેલી ક્ષેત્રમાં સર્કલ હેડ, ઈન્ટીગ્રેટેડ ટ્રેઝરી ઑપરેશન્સના હેડ અને મુંબઈ ઝોનના હેડ સહિત અનેક કાર્યભાર સંભાળ્યા.
હાલમાં શ્રી ચાંદ બીઓબી કેપિટલ માર્કેટ્સ લિ., ઈન્ડિયા ઈન્ફ્રાડેટ લિમિટેડ, બરોડા ફાયનાન્શિયલ સોલ્યુશન્સ લિમિટેડ, બેંક ઑફ બરોડા(ટાંઝાનિયા) લિ., બેંક ઑફ બરોડા(યુગાન્ડા) લિ. અને બેંક ઑફ બરોડા(કેન્યા) લિ.ના બોર્ડ્સમાં પણ સેવા આપી રહ્યા છે. આ પહેલાં, તેઓ પીએનબી પ્રિન્સીપાલ મ્યૂચ્યુઅલ ફંડના અને સ્વીફ્ટ ઈન્ડિયા પ્રા.લિ.માં બોર્ડમાં પંજાબ નેશનલ બેંક તરફથી નોમિની ડિરેક્ટર તરીકે રહી ચૂક્યા છે.
તેઓ બી.ટેકની પદવી અને એમબીએ અને સીએઆઈઆઈબીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. આ ઉપરાંત, ઈક્વિટી રીસર્ચમાં શ્રી ચાંદ પીજી ડિપ્લોમાની પદવી ધરાવે છે અને તે સર્ટિફાઈડ પોર્ટફોલિયો મેનેજર છે.