નમન ગુપ્તા
ઈવીપી એન્ડ હેડ - નિરંતરતા, શાખા કામગીરી અને ગ્રાહક શ્રેષ્ઠતા
નમન ગુપ્તા ઈવીપી એન્ડ હેડ - ઈન્ડિયા ફર્સ્ટ લાઈફમાં પર્સિસ્ટન્સી, બ્રાન્ચ ઑપ્સ અને ગ્રાહક શ્રેષ્ઠતા છે. તેમની ભૂમિકામાં ગ્રાહકના નવીકરણ સંગ્રહને સુનિશ્ચિત કરવાનો, શાખા કામગીરીનું સંચાલન કરવાનો અને ગ્રાહકોને તેમના સમગ્ર પોલિસી જીવન ચક્ર દરમિયાન સમયસર ચૂકવણીની ખાતરી કરવાનો સમાવેશ કરે છે. તેમની ભૂમિકાના ભાગરૂપે, તેઓ સંચાલનકીય પ્રક્રિયાઓ પર મજબૂત નિયંત્રણ માટે પ્રક્રિયા શ્રેષ્ઠતા, ગ્રાહક સંભાળ એકમ, વિતરણ કામગીરી, સંચાલનકીય જોખમ અને ગુણવત્તાયુક્ત ટીમોનું સંચાલન કરે છે.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફના સ્થાપક સભ્ય તરીકે, તેઓએ કંપનીના સંચાલનો અને સર્વિસ વિભાગોની સ્થાપના તેમજ નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગ્રાહકને આનંદ પહોંચાડવા માટે ઉત્સાહી, નમન અમારી #ગ્રાહકપ્રથમ ફિલસૂફીના મજબૂત હિમાયતી છે.
નમને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે પોતાની શરૂઆત એક્ બિઝનેસ એનાલિસ્ટ તરીકે કરી હતી અને પછી તેઓ નવા વ્યવસાય અંગેની કામગીરીના વિભાગના વડાના હોદ્દા સુધી પહોંચ્યા. પોતાના વર્તમાન હોદ્દા પહેલાં, તેઓ હેડ – ગ્રાહક સેવા અને ચેનલ સર્વિસિસના વડા હતા.
તેમના વિશાળ અનુભવમાં સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ અને રિલાયન્સ રિટેલમાં કાર્યનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે બહુવિધ શાખાઓ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમજ શાખાની કામગીરીનું ખંતપૂર્વક સંચાલન પણ કર્યું હતું.
નમન કોમર્સ ગ્રેજ્યુએટ છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઈઝ, હૈદરાબાદમાંથી ફાઈનાન્સ અને માર્કેટિંગમાં વિશેષજ્ઞતા સાથે મેનેજમેન્ટ સ્ટડીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે.