શ્રી લલિત ત્યાગી, જેઓએ 1996માં બેંક ઑફ બરોડામાં પ્રોબેશનરી ઑફિસર તરીકે કારકિર્દીનો શુભારંભ કર્યો, જે કોમર્શિયલ બેંકિંગ ખાસ કરીને કોર્પોરેટ ફાયનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ, ઈન્ટરનેશનલ બેંકિંગ અને એડમિનિસ્ટ્રેટીવ ભૂમિકાઓમાં 28 વર્ષનો દળદાર અનુભવ ધરાવે છે. તેઓ એક કાર્યરત બેંકર છે જે બેંકની વિદેશી કામગીરી એટલે કે બ્રસેલ્સ, બેલ્જીયમ અને ન્યૂયોર્ક, અમેરિકામાં બે કાર્યભાર સહિત ભારત અને વિદેશમાં અલગ અલગ શાખાઓ/ઑફિસોમાં કામ કરવાનો સઘન અનુભવ ધરાવે છે.
બેંગલોર ક્ષેત્રના પ્રાદેશિક હેડ, મુંબઈ ખાતે બેંકની સૌથી મોટી કોર્પોરેટ ફાયનાન્શિયલ સર્વિસીઝના જનરલ મેનેજર અને બ્રાંચ હેડ અને ન્યૂયોર્ક ખાતે બેંકના સૌથી વિશાળ વિદેશી યુએસ ઓપરેશન્સના ચીફ જનરલ મેનેજર(ચીફ એક્ઝીક્યૂટીવ) જેવા મહત્વપૂર્ણ એકમોના સફળ નેતૃત્વનો અનુભવ તેઓ ધરાવે છે.
21 નવેમ્બર, 2022ના રોજ બેંક ઑફ બરોડાના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર તરીકેની તેમની નિમણૂંક પહેલાં તેઓ ન્યૂયોર્કમાં બેંકના યુએસ ઓપરેશન્સના ચીફ એક્ઝીક્યૂટીવનો પદભાર સંભાળી ચૂક્યા છે. ભૂતકાળમાં, તેમણે કેનબેંક કોમ્પ્યુટર સર્વિસીઝ લિમિટેડના(સીસીએસએલ – કેનેરા બેંકની સંપૂર્ણ માલિકીની સબસિડીઅરી) ડિરેક્ટર તરીકે અને બેંક ઑફ બરોડા(ગુયાના) ઈન્ક.ના નોન-એક્ઝીક્યૂટીવ ચેરમેન તરીકે પણ સેવા આપી છે. હાલમાં, તેઓ બીઓબી કેપિટલ માર્કેટ્સ લિ., ઈન્ડિયા ઈન્ફ્રાડેટ્ટ લિ., ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિ., ઈન્ડો ઝાંબિયા બેંક લિ., બેંક ઑફ બરોડા(યુગાન્ડા) લિમિટેડ અને બેંક ઑફ બરોડા(યુકે) લિ.ના નોમિની ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
બેંક ઞફ બરોડાના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર તરીકે, તેઓ કોર્પોરેટ અને ઈન્સ્ટિટ્યૂશનલ બેંકિંગ, ટ્રેઝરી એન્ડ ગ્લોબલ માર્કેટ્સ, મિડ-કોર્પોરેટ બિઝનેસ, ઈન્ટરનેશનલ બેંકિંગ, ડોમેસ્ટિક સબસિડીઅરીઝ/જોઈન્ટ વેન્ચર્સનું કાર્ય સંભાળી રહ્યા છે.
ભૂતકાળમાં, તેઓ કોમ્પ્લાયન્સ, રિસ્ક મેનેજમેન્ટ, ઑડિટ એન્ડ ઈન્સ્પેક્શન, ક્રેડિટ મોનિટરીંગ, કલેક્શન્સ, લીગન અને એચઆરએમ જેવા ચાવીરૂપ પ્લેટફોર્મની કામગીરી સંભાળી ચૂક્યા છે.
શ્રી ત્યાગી તેમના નેતૃત્વ અને પ્રેરણાત્મક કૌશલ્ય માટે ખ્યાતનામ છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બેંક મેનેજમેન્ટ(એનઆઈબીએમ), પૂના ખાતેથી તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન બેંકિંગ એન્ડ ફાયનાન્સ(પીજીડીબીએફ)ની પદવી ધરાવે છે. બેંકના બોર્ડ બ્યૂરો(હાલમાં ફાયનાન્શિયલ સર્વિસીઝ ઈન્સ્ટિટ્યૂશન બ્યૂરો તરીકે જાણીતું) દ્વારા ભાવિ નેતૃત્વલક્ષી ભૂમિકાઓ માટે તેમને પબ્લિક સેક્ટરના બેંકર્સમાંના એક તરીકે ઓળખવામાં આવ્યા છે.