ફરિયાદ નિવારણ અમે આપની કોઇપણ સમસ્યાને ઉકેલવા માટે તત્પર છીએ. આપ ફક્ત આટલું કરવાનું છેઃ

સ્ટેપ 1: અમારો સંપર્ક કરો

ઓનલાઇનઃ

  • કસ્ટમર પૉર્ટલ પર લૉગ ઇન કરો. આપની પાસે જો લૉગઇન આઇડી અને પાસવર્ડ ન હોય તો આપ અહીં તેને બનાવી શકો છો.
  • ક્યૂઆરસી (ક્વેરીઝ, રીક્વેસ્ટ્સ એન્ડ કમ્પલેઇન્ટ્સ-પ્રશ્નો, વિનંતીઓ અને ફરિયાદો)ના વિભાગમાં જાઓ અને વિનંતી/ફરિયાદ નોંધાવો.

અમને ઈ-મેઇલ કરોઃ

જીવનવીમા પૉલિસી માટેઃ

ઈ-મેઇલ આઇડીઃ customer.first@indiafirstlife.com

અમને કૉલ કરોઃ

  • સોમવારથી શનિવાર સવારે 9 વાગ્યાથી રાત્રે 7 વાગ્યા દરમિયાન અમારા ટૉલ ફ્રી નંબર1800-209-8700
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફની અમારી કોઇપણ શાખાની મુલાકાત લો. નજીકમાં આવેલી શાખાને અહીં શોધો.

અમારી મુલાકાત લોઃ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ની અમારી કોઇપણ શાખાની મુલાકાત લો અને આપની ફરિયાદ નોંધાવો.

આપના શહેરમાં અમારા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરવા અહીં ક્લિક કરો

ટપાલ/કુરિયરઃ

અહીં નીચે જણાવેલા સરનામે અમને આપની સમસ્યા લખી મોકલો.

કસ્ટમર કૅર
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર, પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે,
ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.

 

આપની ફરિયાદ મેળવ્યાં બાદ તેની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અંદર અમે તેના નિરાકરણ અથવા નકારી કાઢવા સંબંધિત કારણો સાથે આપને લેખિતમાં પ્રતિક્રિયા આપીશું.

આપ અમારી ફરિયાદ નિવારણ નીતિને અહીં . જોઈ શકો છો.

સ્ટેપ 2: આપની ફરિયાદને આગળ લઈ જાઓ

અમને ઈ-મેઇલ કરોઃ

ફરિયાદના નિવારણ અથવા અસ્વીકાર માટેના કારણો સાથેનો લેખિત સંદેશાવ્યવહાર આપની ફરિયાદ પ્રાપ્ત થયાંની તારીખથી 15 (પંદર) દિવસની અંદર આપને મોકલી આપવામાં આવશે. અમારો પ્રતિભાવ આપને પ્રાપ્ત થયાંના 8 અઠવાડિયાની અંદર જો અમને આપની તરફથી કોઈ વળતી પ્રતિક્રિયા પ્રાપ્ત નહીં થાય તો, અમે ફરિયાદને બંધ થઈ ગયા તરીકે લેખીશું.

પરંતુ જો આપ અમારા દ્વારા પૂરાં પાડવામાં આવેલા ઉકેલથી સંતુષ્ટ ન હો અથવા આપને 15 (પંદર) દિવસની અંદર અમારા તરફથી કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત ન થાય તો, આપ અમારી કોઇપણ શાખા ખાતેના અમારા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરી શકો છો અથવા આપ અમારા ફરિયાદ નિવારણ અધિકારીને આ અંગે grievance.redressal@indiafirstlife.com પર લેખિતમાં જણાવી શકો છો.

આ પ્રકારની તમામ ફરિયાદોની પ્રાપ્તિની સ્વીકૃતિ ફરિયાદ પ્રાપ્ત થયાંના 3 (ત્રણ) કાર્યદિવસમાં મોકલી આપવામાં આવશે.

આપ વૈકલ્પિક રીતે અહીં નીચે જણાવેલા સ્ટેપનું પણ પાલન કરી શકો છોઃ

ટપાલ/કુરિયરઃ

અહીં નીચે જણાવેલા સરનામે અમને આપની ફરિયાદ લખી મોકલોઃ

કે. આર. વિશ્વનારાયણ
ફરિયાદ નિવારણ અધિકારી
ઇન્ડિયાલાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ [સી]વિંગ, ટાવર 4,
નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર, પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે,
ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.

કૃપા કરીને આપની ફરિયાદ/સર્વિસ રિક્વેસ્ટ આઇડીનો ઉલ્લેખ કરો. જે આપને સ્ટેપ 1માં ફરિયાદની નોંધણી કરાવવા પર પૂરો પાડવામાં આવ્યો હશે.

સ્ટેપ 3: આઇઆરડીએઆઈ ફરિયાદ નિવારણ વિભાગનો સંપર્ક કરો

આપ જો અમારા પ્રતિભાવથી સંતુષ્ટ ન હો અથવા તો 15 દિવસની અંદર આપને કોઈ પ્રતિભાવ પ્રાપ્ત ન થાય તો, આપ અહીં નીચે જણાવેલ સંપર્કની વિગતો પર ઇન્શ્યોરેન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઈ)ના ફરિયાદ નિવારણ વિભાગનો સંપર્ક કરી શકો છોઃ

આઇઆરડીએઆઈ ગ્રીવન્સ કૉલ સેન્ટર (આઇજીસીસી) ટૉલ ફ્રી નં: 18004254732 ઈ-મેઇલ આઇડીઃ complaints@irda.gov.in

આપ અહીં આપની ફરિયાદને ઓનલાઇન પણ નોંધાવી શકો છોઃ http://www.igms.irda.gov.in/

આપ વૈકલ્પિક રીતે અહીં નીચે જણાવેલા સ્ટેપનું પણ પાલન કરી શકો છોઃ

ટપાલ/કુરિયરઃ

અહીં નીચે જણાવેલ સરનામે આપની ફરિયાદ અંગેનો સંદેશાવ્યવહાર કરીને અમને લખી જણાવોઃ

કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટવિભાગ)
ઇન્શ્યોરેન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા,
સરવે નં. 115/1, ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ,
નાનાક્રામગુડા ગચીબોવલી, હૈદરાબાદ-500032, તેલંગણા

ફેક્સ:

91- 40 – 6678 9768

સ્ટેપ 4: વીમા લોકપાલનો સંપર્ક કરો

આપ જો ફરિયાદ નિવારણથી અસંતુષ્ટ હો અથવા તો આપની સમસ્યા વણઉકેલાયેલી રહે તો આપ વીમા લોકપાલનો સીધો સંપર્ક કરી શકો છો સરનામું મેળવવા માટે અહીં ક્લિક કરો

ફરિયાદની સંપૂર્ણ વિગતો અને ગ્રાહક / ફરિયાદકર્તાની સંપર્ક વિગતોની સાથે ગ્રાહક/ફરિયાદકર્તા અથવા તેમના કાનૂની ઉત્તરાધિકારી દ્વારા ફરિયાદને યોગ્ય રીતે હસ્તાક્ષર કરીને લેખિતમાં કરવાની રહેશે.

રીડ્રેસલ ઑફ પબ્લિક ગ્રીવન્સિસ રુલ્સ, 1998ની જોગવાઈ 13(3) મુજબ, લોકપાલને ફરિયાદ કરી શકાય છે

  • વીમા કંપનીના ફરિયાદ નિવારણ તંત્ર દ્વારા જો ફરિયાદને નકારી કાઢવામાં આવી હોય તો જ
  • વીમા કંપની દ્વારા ફરિયાદને નકારી કાઢવામાં આવ્યાંની તારીખથી એક વર્ષના સમયગાળાની અંદર
  • જો સમાતંર રીતે તેની પર કોઈ મુકદમો ચાલી રહ્યો ન હોય તો