સૌથી વધુ વેચાતા પ્લાન્સ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ડિસ્ટિન્ક્શન

 • વ્યવસાયના દિગ્ગજો દ્વારા પ્રેરિતઃ બેંક ઑફ બરોડા, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા અને કારમેલ પોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.
 • અમારા ઉત્પાદનો આપના વર્તમાન અને ભવિષ્યના જીવનલક્ષ્યોને હાંસલ કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.
ABOUT US INDIAFIRST LIFE INSURANCE

વિશે
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ

ગ્રાહકોને સેવા પૂરી પાડવાની ઉત્કટતાની સાથે અમે માનીએ છીએ કે, અનિશ્ચિતતાઓ કરતાં નિશ્ચિતતાઓનું પલડું હંમેશા ભારે જ રહે છે અને અમે ઇચ્છિએ છીએ કે આપ આવી ક્ષણો માટે સજ્જ રહો. અમને આનંદ છે કે, આપે અમને વધુ સારી રીતે જાણવા માંગો છો.

મુંબઈમાં વડુંમથક ધરાવતી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) રૂ. 663 કરોડની ભરપાઈ થયેલી શૅર મૂડીની સાથે દેશની સૌથી નવોદિત વીમાકંપનીઓ પૈકીની એક છે.

Know More

પુરસ્કારો અને સન્માનો

IndiaFirst Life Insurance Company Limited

2022

GREAT PLACE TO WORK CERTIFIED

For successfully completing the assessment conducted by GPTW Institute.

Best Customer Centric Company

2023

16th Best Customer Centric Company

16th Customer Fest Leadership Awards 2023

Leader in Customer Engagement Initiative award

2023

Leader in Customer Engagement Initiative award

Elets BFSI Tech Innovation Awards

top

LET'S HELP YOU FIND THE

BEST INSURANCE PLAN!

Protect Your Loved Ones. Save Tax Under 80 C.

top

નૉલેજ સેન્ટર

અમારી સાથે જોડાઓ
તમારી સુવિધા મુજબ

 • પ્રીમિયમ ચૂકવો
 • ફન્ડના કાર્યદેખાવ પર નજર રાખો
 • પૉલિસીનું પ્રમાણપત્ર ડાઉનલૉડ કરો
અને બીજું ઘણું બધ…
HTML

 

જીવનવીમો

જીવનવીમો એ પૉલિસીધારક અને વીમા કંપનીની વચ્ચે થયેલો એક કરાર છે, જે પૉલિસીધારકનું નિધન થઈ જવાની ઘટનામાં તેમના પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. પૉલિસીધારક ‘વીમાકૃત રકમ’ તરીકે પણ ઓળખાતા ‘જીવન વીમાકવચ’ના બદલામાં વીમા કંપનીને ‘પ્રીમિયમ’ની ચૂકવણી કરે છે. આ રકમ પૉલિસી ખરીદતી વખતે અગાઉથી નક્કી થયેલી હોય છે અને ચૂકવવાના થતાં પ્રીમિયમો પર આધારિત હોય છે. આ પ્રીમિયમની ચૂકવણી એક નિશ્ચિત સમયગાળા દરમિયાન કરવાની હોય છે, જેને ‘પૉલિસીની મુદત’ કહેવામાં આવે છે, જે બે વર્ષથી માંડીને ઘણાં દાયકા સુધીનો હોઈ શકે છે. કિંમત અને વીમાકવચની વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વનું છે, કારણ કે, ખૂબ ઓછું જીવન વીમાકવચ ખરીદવાથી તમારા આકસ્મિક નિધનના કિસ્સામાં તમારા પરિવારની આર્થિક સુરક્ષા જોખમમાં મૂકાઈ શકે છે. જીવનવીમો એ વાતની ખાતરી કરે છે કે તમારા આશ્રિતો તમારા નિધન પછી પણ આરામદાયક રીતે જીવી શકે. જો તમે પૉલિસીની સમગ્ર મુદત પૂરી થયાં પછી પણ.

જીવિત રહો છો તો, જીવનવીમાના કેટલાક પ્લાનતમને વીમાકૃત રકમની સાથે-સાથે ‘પાકતી મુદતના લાભ’ની પણ ચૂકવણી કરે છે. જેના કારણે જીવનવીમો સારો બચત પ્લાન પણ બની જાય છે.

1. જીવનવીમાના લાભ

એક જીવનવીમા પૉલિસી આર્થિક સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્લાન્સ હોય છે, કારણ કે, તે ઘણાં બધાં લાભ પૂરાં પાડે છે.

નાણાકીય સુરક્ષાઃ જો તમે મોટું જીવન વીમાકવચ ખરીદો છો, તો તે તમારા આકસ્મિક મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા આશ્રિતોને મૃત્યુ સંબંધિત લાભ તરીકે એકસામટી રકમની ચૂકવણી કરશે. આથી જો, તેમની પાસે કોઈ આવકનો સ્રોત ન હોય તથા નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતાનું પાલનપોષણ કરવાનું હોય તો તે તેમને આરામદાયક રીતે જીવવામાં મદદરૂપ થઈ શકે છે.

સંપત્તિનું સર્જનઃ જીવનવીમાના કેટલાક પ્લાન રોકાણ અને વીમા બંનેના લાભ આપે છે. વીમાકંપની તમારા દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમનો એક હિસ્સો ઇક્વિટી ફન્ડમાં રોકે છે, જેથી તમારા નાણાંની વૃદ્ધિ થાય અને બાકીની રકમને જીવનવીમા પ્રત્યેની ચૂકવણી તરીકે સ્વીકારવામાં આવે છે.

જીવનના દરેક તબક્કા માટે સુરક્ષાઃ તમારા બાળકોના ભવિષ્યની આર્થિક સુરક્ષાની વાત હોય, ઘરની આવક રળનારી મુખ્ય વ્યક્તિના નિધન પછી આવકનો સ્થિર સ્રોત હોય, નિવૃત્તિના આયોજનની વાત હોય કે પછી લાંબાગાળા માટે બચત કરવી હોય, તમારી દરેક જરૂરિયાત માટે જીવનવીમા પૉલિસી હોય છે.

કરબચત: ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી પ્રીમિયમની ચૂકવણીઓને કરમુક્ત બનાવે છે, જે તમારા કરપાત્ર રકમને ઘટાડી દે છે. આથી વિશેષ, કલમ 10(10ડી) એ વાતની ખાતરી કરે છે કે, જીવનવીમામાંથી તમને આવક પેટે પ્રાપ્ત થનારી રકમ પણ કરમુક્ત જ રહે. કરવેરા સંબંધિત આ કાયદા જીવનવીમાને રોકાણનો એક યોગ્ય વિકલ્પ બનાવે છે.

નિવૃત્તિનું આયોજનઃ તમારું કામકાજી જીવન પૂરું થઈ શકે છે પરંતુ જીવનમાં જે રોજબરોજના ખર્ચાઓ થાય છે, તે તો ચાલું જ રહેવાના છે. નિવૃત્તિ માટેની જીવનવીમા પૉલિસી વીમાકવચ પૂરું પાડવાની સાથે આવકનો સ્થિર સ્રોત પણ ઊભો કરી આપે છે, જેની મદદથી તમે તમારા રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળી શકો છો, નાનો બિઝનેસ ઊભો કરી શકો છો અથવા તો આ નાણાંનું અન્ય કોઈ નાણાકીય સાધનોમાં ફરીથી રોકાણ પણ કરી શકો છો.

સલામત રોકાણઃ માર્કેટ સાથે જોડાયેલું વળતર પૂરું પાડનારા નાણાકીય ઉત્પાદનો માર્કેટના ચઢાવઉતારને આધિન હોય છે, જેના કારણે તે જોખમી બની જાય છે. જોકે, જીવનવીમો એ તમને પ્રીમિયમની ચૂકવણીના બદલામાં બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડે છે.

લૉનના વિકલ્પો: અણધારી આર્થિક કટોકટી આવી પડવાના કિસ્સામાં જીવનવીમાની મદદથી તમે પૉલિસીના નિયમો અને શરતો પર આધાર રાખી વીમાકૃત રકમ પર ઋણ લઈ શકો છો.

રાઇડર: રાઇડર્સ એ વધારાના લાભ છે, જેને તમે તમારી જીવનવીમા પૉલિસીને વધુ સક્ષમ બનાવવા માટે ખરીદી શકો છો. રાઇડર્સ તમારું અનિશ્ચિતતા સામે રક્ષણ કરે છે, જેમ કે, ગંભીર બીમારી, આકસ્મિક મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ/આંશિક વિકલાંગતા વગેરે, જેનાથી તમારી આવકને નુકસાન પહોંચી શકે છે.

2. જીવનવીમાના પ્રકારો

ભારતમાં એક જીવનવીમા કંપની ઘણાં બધાં વિકલ્પો પૂરાં પાડે છે અને તમને તમારી જરૂરિયાતને સૌથી યોગ્ય રીતે પૂરી કરી શકે તેવા જીવનવીમાના પ્લાન મળી જાય છે.

 1. ટર્મ ઇન્શ્યોરન્સઃટર્મ ઇન્શ્યોરન્સ એ એક પરવડે તેવો પ્યોર રિસ્ક કવરેજ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે તમારી ભવિષ્યની કમાવવાની ક્ષમતા તથા અકસ્માત, બીમારી કે કુદરતી કારણોસર મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા પરિવારની આર્થિક સુરક્ષાનું રક્ષણ કરે છે. પૉલિસીની મુદત પૂરી થાય તે પહેલાં તમારું નિધન થઈ જાય છે, તો તમારા લાભાર્થીને મૃત્યુ સંબંધિત લાભ તરીકે વીમાકૃત રકમ પ્રાપ્ત થશે. .
 2. એન્ડોવમેન્ટ પ્લાન:એન્ડોવમેન્ટ થોડા બાંયધરીપૂર્વકના વળતરની સાથે જીવનવીમા અને બચતનો બેવડો લાભ આપે છે. તે ભવિષ્યની જરૂરિયાતો માટે એક ભંડોળ ઊભું કરવાની ડીલ છે. જો વીમાધારક પૉલિસીની મુદત પછી પણ જીવિત રહે છે તો, તેમને પાકતી મુદતની રકમ ચૂકવવામાં આવે છે. જો તેઓ જીવિત રહેતા નથી તો, તેમના લાભાર્થીને મૃત્યુ સંબંધિત લાભ તરીકે વીમાકૃત રકમ પ્રાપ્ત થાય છે.
 3. યુલિપ: યુલિપ (યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન) એ જીવનવીમાનો જ એક પ્રકાર છે, જે વીમાકવચ તો પૂરું પાડે છે, પરંતુ તેની સાથે-સાથે તમારી સંપત્તિ માર્કેટ સાથે જોડાયેલા રોકાણમાં વૃદ્ધિ પણ પામતી જાય છે. યુલિપ તમને કસ્ટમાઇઝ કરેલા વિકલ્પો પૂરાં પાડે છે, જેને તમે તમારી બદલાતી જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો.
 4. નિવૃત્તિના પ્લાન: આ પ્રકારના પ્લાન વીમાકવચ આપે છે અને તમારા નિવૃત્તિના ખર્ચાઓને પહોંચી વળવા માટે એક ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જેના કારણે તે વરિષ્ઠ નાગરિકો માટે જીવનવીમાનો એક સારો વિકલ્પ છે.
 5. એન્યુઇટી પ્લાન: તેનિવૃત્તિના પ્લાન નો જ એક પ્રકાર છે, જેમાં વીમાકંપની પ્રીમિયમ પેટે એકસામટી રકમ લે છે, તેનું રોકાણ કરે છે અને નિયમિત આવક તરીકે તમને ઊંચું વળતર ચૂકવે છે.
 6. બાળકો માટેના પ્લાન: તે જીવનવીમાની સાથે એક રોકાણ પ્લાન છે, જે તમારા બાળકના ભવિષ્યની જરૂરિયાતો માટે એક ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થાય છે. તમારું નિધન થઈ જવાના કિસ્સામાં તમારા બાળકને એકસામટી રકમ તરીકે અથવા તો હપ્તાઓમાં વીમાકૃત રકમ પ્રાપ્ત થાય છે.

3. જીવનવીમો ખરીદતા પહેલા ધ્યાન પર લેવાના પરિબળો

જીવનવીમો એ તમારા પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરવા માટે ખૂબ જ જરૂરી હોવાથી પૉલિસીને ખરીદતી વખતે આ પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએઃ

 1. તમને પરવડે તેટલું જ વીમાકવચ લોઃ જીવન વીમાકવચ ચૂકવવામાં આવેલા પ્રીમિયમને પ્રમાણસર હોય છે, આથી જેટલું વધારે પ્રીમિયમ એટલું જ વધારે વીમાકવચ મળે છે. તેના માટેની રકમને નિર્ધારિત કરતાં પહેલાં તમામ ઘરગથ્થુ ખર્ચાઓ અને ઋણ અંગે વિચારી લો. પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન તમને પ્રીમિયમ પરવડશે તેની ખાતરી કરી લો, કારણ કે પ્રીમિયમ ચૂકી જવાથી તમારું જીવન વીમાકવચ પ્રભાવિત થઈ શકે છે.
 2. પૉલિસીની મુદત: વીમાકૃત રકમ તમારા પરિવારના ભવિષ્યના ખર્ચાઓને પહોંચી વળે તેટલી હોવી જોઇએ, જેમ કે, તમારા બાળકનું શિક્ષણ, તમારા વૃદ્ધ માતા-પિતાના તબીબી ખર્ચાઓ તેમજ નિવૃત્ત પછી રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે આવકનો સ્થિર સ્રોત. મહત્તમ મુદત ધરાવતો જીવનવીમો પસંદ કરવાથી તમને લાંબાગાળાની નાણાકીય સુરક્ષા પ્રાપ્ત થાય છે.
 3. પ્લાનની સરખામણી કરો: અલગ-અલગ વીમાકંપનીઓ અલગ-અલગ પ્રકારના વીમા ઉત્પાદનો પૂરી પાડતી હોય છે. વિવિધ પ્રકારના પ્લાન દ્વારા પૂરી પાડવામાં આવતી ઑફરિંગ્સ, લાભ, ક્લેઇમ સેટલમેન્ટનો રેશિયો, જીવનવીમાના ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા તથા પૉલિસી ખરીદવાની અને તેને રીન્યૂ કરવાની સુગમતા જેવા પરિબળો પર આધાર રાખીને વિવિધ પ્લાનની સરખામણી કરો. પ્રતિષ્ઠિત કંપનીને પસંદ કરો અને ઓનલાઇન જોવા મળતી બનાવટી કંપનીઓથી સાવધ રહો.
 4. તમારા અંગેના તથ્યોને પ્રમાણિકતાપૂર્વક જણાવો: જો તમે અગાઉથી કોઈ તબીબી સમસ્યા ધરાવતા હો કે પછી જીવન માટે જોખમી હોય તેવી કોઈ ટેવ ધરાવતા હો તો, પૉલિસીને ખરીદતી વખતે તેને જાહેર કરી દો, કારણ કે, ભારતમાં દરેક વીમા કંપની છેતરપિંડી ભરેલા જીવનવીમાના ક્લેઇમને નકારી કાઢે છે.
 5. ક્લેઇમનું સેટલમેન્ટ: જીવનવીમાનો ક્લેઇમ કરતી વખતે તમારા પરિવારને ભાવનાત્મક અને નાણાકીય તણાવ સહન ન કરવો પડે એટલા માટે ક્લેઇમની ચૂકવણીની પ્રક્રિયા અને સેટલમેન્ટના રેશિયોને ચકાસો. સતત સારો રેશિયો હોવો એ જીવનવીમા કંપનીનો ક્લેઇમની ચૂકવણી કરવાનો સારો ઇરાદો હોવાનું સૂચવે છે.

4. જીવનવીમાના પ્રીમિયમને પ્રભાવિત કરનારા પરિબળો

જીવનવીમાના પ્રીમિયમની રકમ અહીં નીચે જણાવેલા પરિબળો પર આધાર રાખીને નિર્ધારિત થાય છેઃ

 1. વય: જીવનવીમા પૉલિસી ખરીદવાની શ્રેષ્ઠ વય તમે જ્યારે શક્ય એટલી નાની વયના હો ત્યારે છે, કારણ કે નાની વયમાં તમે તંદુરસ્ત હો છો અને લાંબુ આયુષ્ય ભોગવશો તેની સંભાવના હોય છે. તેનાથી વીમાકંપની પર તમારું ખાસ ઉત્તરદાયિત્વ આવતું નથી અને તમને ઓછું પ્રીમિયમ ચૂકવવું પડે છે.
 2. જાતિ: વૈજ્ઞાનિક અને સ્ટેટિસ્ટિકલ ડેટાઓએ એ સાબિત કર્યું છે કે, સ્ત્રીઓ પુરુષોની સરખામણીએ અંદાજે 5 વર્ષ વધારે જીવે છે. તેનાથી તેમની જીવનવીમા પૉલિસીની મુદત વધી જાય છે અને તેમને ઓછું પ્રીમિયમ ચૂકવવાનો લાભ મળે છે.
 3. તબીબી પૂર્વવિગતઃ અગાઉથી રહેલી કોઇપણ બીમારી કે કોઈ ચોક્કસ આનુવંશિક તબીબી સ્થિતિના કૌટુંબિક ભૂતકાળને કારણે વધારે પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. શ્રેષ્ઠ જીવનવીમા પૉલિસી મેળવવા માટે વીમાકંપની તમારા તબીબી ટેસ્ટ કરાવી શકે છે.
 4. જીવનશૈલી સંબંધિત સ્થિતિ: આલ્કોહોલ અને તમાકુના સેવનનો સમાવેશ કરતી તણાવપૂર્ણ જીવનશૈલી તમારા જીવનવીમાના પ્રીમિયમને પ્રભાવિત કરી શકે છે.

વારંવાર પૂછાતાં પ્રશ્નો

1. જીવનવીમો કોણે ખરીદવો જોઇએ?

કોઇપણ વયની, કોઇપણ વ્યવસાય કરતી કે લગ્ન સંબંધિત કોઇપણ સ્થિતિ ધરાવતી દરેક વ્યક્તિએ જીવન વીમો ખરીદવો જોઇએ. જીવનવીમો આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. તે તમારી ભવિષ્યની મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે તમારી બચતમાં વધારો પણ કરે છે.

 1. યુવાન કામકાજી વ્યવસાયિકો ઓછું પ્રીમિયમ ચૂકવવાનો લાભ લેવા માટે જીવનના વહેલા તબક્કે જીવનવીમો ખરીદી શકે છે. તે તેમને જીવનના પાછળના તબક્કામાં આવતી જવાબદારીઓને પૂરી કરવામાં મદદરૂપ થશે.
 2. નવપરણિત યુગલો પર આખરે બાળકોની અને અન્ય નાણાકીય જવાબદારીઓ આવી પડવાની છે. જો તેઓ વહેલીતકે જીવનવીમો ખરીદી લે છે, તો તેનાથી તેમને તેમની જવાબદારીઓ સરળતાથી પૂરી કરવામાં મદદ મળી રહેશે.
 3. યુવાન વયના માતા-પિતા એ જાણે છે કે બાળકો એ એક પ્રકારનું રોકાણ છે. જીવનવીમો તેમને બાળકોને લગતાં તમામ ભવિષ્યના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થઈ શકે છે, જેમ કે, તેમનું ઉચ્ચ શિક્ષણ, લગ્ન અને અન્ય.
 4. આશ્રિતો ધરાવતી વ્યક્તિઓ જેમ કે વૃદ્ધ માતા-પિતા, અપરણિત ભાઈ-બહેન અથવા શારીરિક કે માનસિક વિકલાંગ બાળકો વગેરે જેવા આશ્રિતો ધરાવતી વ્યક્તિએ તેમની આર્થિક સુરક્ષા માટે જીવનવીમો ખરીદવો જોઇએ.
 5. ઋણ ધરાવતા લોક કે જેમણે લૉન લીધેલી છે, તેઓ જીવનવીમો ખરીદીને આ ઋણને પરત ચૂકવવાના ભારણમાંથી તેમના પરિવારને મુક્ત રાખી શકે છે.
 6. નિવૃત્ત થવા જઈ રહેલ લોકો જીવનવીમામાંથી કમાયેલી આવકની મદદથી નિવૃત્તિ પછી થનારા ખર્ચાઓને પહોંચી વળી શકે છે.

2. મારે કેટલા જીવનવીમાની જરૂર છે?

2. મારે કેટલા જીવનવીમાની જરૂર છે? ઓછામાં ઓછું જીવનવીમા કવચ કેટલું લેવું જોઇએ તે જાણવું ખૂબ જ સરળ છે. જો તમે 55 વર્ષથી નાની વયના હો તો, તમારે તમારી વર્તમાન વાર્ષિક આવકથી 10થી 15 ગણું જીવન વીમાકવચ લેવું જોઇએ. ઉદાહરણ તરીકે, જો તમારો વર્તમાન વાર્ષિક પગાર ₹ 10 લાખ હોય તો, તમારે ઓછામાં ઓછા ₹ 1-1.5 કરોડનો જીવનવીમો ખરીદવો જોઇએ. તમારા જીવન વીમાકવચનો આધાર ઘણાં બધાં પરિબળો પર રહેલો છે, જેમ કે, વય, તમારા પર આશ્રિત લોકોની સંખ્યા, તમારું ઋણ અને તમારા નાણાકીય લક્ષ્યાંકો. આથી તમે જ્યારે પણ જીવનવીમો ખરીદતા હો ત્યારે આ પરિબળોને ધ્યાનમાં રાખો.

3. જીવનવીમો કેવી રીતે કામ કરે છે?

અલગ-અલગ જીવનવીમા ઉત્પાદનો અલગ-અલગ લાભ પૂરાં પાડે છે. જીવનવીમાનું સૌથી સરળ અને સૌથી સામાન્ય સ્વરૂપ છે, ટર્મ ઇન્શ્યોરન્સ, જે પરવડે તેવા પ્રીમિયમે વધારે વીમાકવચ પૂરું પાડે છે. આ પ્રીમિયમને માસિક અથવા વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં પૉલિસીધારકનું મૃત્યુ થવા પર આશ્રિતોને જીવન વીમાકવચ મૃત્યુ સંબંધિત લાભ તરીકે ચૂકવવામાં આવે છે. જો વીમાધારક પૉલિસીની મુદત પૂરી થવા સુધી જીવિત રહે છે, તો કોઈ વળતર કે પેમેન્ટની ચૂકવણી કરવામાં આવતી નથી. હોલ લાઇફ પ્લાન્સ જેવા કેટલાક વીમા ઉત્પાદનો પૉલિસીધારક પ્લાનની મુદત પૂરી થવા સુધી જીવિત રહે છે, તો પાકતી મુદતના લાભ પૂરાં પાડે છે

4. જીવનવીમો શા માટે મહત્વનો છે?

જીવનવીમો ખૂબ જ મહત્વનો છે, કારણ કે, તે તમારું આકસ્મિક મૃત્યુ થઈ જવાના કિસ્સામાં તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, કર સંબંધિત કાયદા તમને જે-તે પ્લાનમાંથી પ્રાપ્ત થતી આવક અને તમારા દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમને કરમુક્તિ આપતાં હોવાથી તમારી કરપાત્ર આવક ઘટી જાય છે. એવી ઘણાં પ્રકારની જીવનવીમા પૉલિસી છે, જે વિવિધ પ્રકારના લાભ પૂરાં પાડે છે. યુલિપ જેવા કેટલાક પ્લાન તમારી બચતને વધારવામાં મદદરૂપ થાય છે

5. શું મારી જીવનવીમા પૉલિસીના ઉત્તરજીવિતાને લગતાં લાભ મને લાગુ થાય છે?

ભારતમાં કેટલીક જીવનવીમા પૉલિસીઓ પૉલિસીધારકને ઉત્તરજીવિતાના લાભ પૂરાં પાડે છે, જો પૉલિસીધારક પૉલિસીની મુદત પૂરી થયાં પછી પણ જીવિત રહે છે. ઉદાહરણ તરીકે પ્રીમિયમની પરત ચૂકવણીનો વિકલ્પ ધરાવતી ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી, પાકતી મુદતે ઉત્તરજીવિતાના લાભ તરીકે પૉલિસીધારકે ચૂકવેલા તમામ પ્રીમિયમને પરત ચૂકવી દે છે. જોકે, પ્યોર ટર્મ પ્લાનમાં આવા કોઈ લાભ હોતા નથી.

6. જો જીવનવીમાના પ્રીમિયમને સમયસર ચૂકવવામાં ન આવે તો, શું થાય છે?

પ્રીમિયમની ચૂકવણી નિયત તારીખ સુધીમાં થઈ જાય તે ખૂબ જ મહત્વનું છે, ખાસ કરીને ટર્મ ઇન્શ્યોરન્સમાં. કેટલીક જીવનવીમા કંપનીઓ આવી નિયત તારીખ બાદ 30 દિવસનો છુટનો સમયગાળો આપે છે. જો આ સમયગાળામાં પણ પ્રીમિયમની ચૂકવણી કરવામાં ન આવે તો, પૉલિસી બંધ થઈ જશે અને તમે તમારા રોકાણ સહિતના તમામ લાભ ગુમાવી દેશો. .

7. જીવનવીમા હેઠળ યોગ્ય વીમાકૃત રકમને પસંદ કેવી રીતે કરવી?

તમારી વીમાકૃત રકમ તમારું આકસ્મિક મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા પરિવારના ભવિષ્યના ખર્ચાઓને આવરી લેતી હોવી જોઇએ. યોગ્ય રકમ પર પહોંચવા માટે અહીં નીચે જણાવેલા પરિબળો ધ્યાન પર લોઃ

 • કારકિર્દીના અપેક્ષિત વર્ષો
 • હાલના નિયમિત વાર્ષિક ખર્ચાઓ
 • જીવનમાં ભવિષ્યના લક્ષ્યો અને મહત્વકાંક્ષાઓ
 • વર્તમાન દેણદારીઓની સામે બચત અને રોકાણો

યુલિપ એ એક સારો જીવનવીમા પ્લાન છે, કારણ કે, તે વીમા અને રોકાણનો બેવડો લાભ પૂરો પાડે છે.

8. તમે જ્યારે જીવનવીમો ખરીદો છો, ત્યારે શું થાય છે?

જીવનવીમો તમને મનની શાંતિ આપે છે, કારણ કે તમને જાણતા હો છો કે, તમારું આકસ્મિક મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા પરિવારની નાણાકીય સુરક્ષા પ્રભાવિત થશે નહીં. યુલિપ અથવા તો એન્ડોવમેન્ટ પ્લાન એ શ્રેષ્ઠ જીવનવીમા પ્લાન છે, કારણ કે, તે તમને વીમાની સાથે રોકાણનો પણ લાભ પૂરો પાડે છે, જે તમને સંપત્તિનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.

9. જીવનવીમો કોણે ખરીદવો જોઇએ?

જીવનવીમો એ કોઇપણ વયની, કોઇપણ વ્યવસાય કરી રહેલી વ્યક્તિ કે પરણિત/અપરણિત વ્યક્તિ સૌ કોઇના માટે જરૂરી છે. તે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાની સાથે-સાથે તમારા લાંબાગાળાના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેવા સાધનોમાં તમારા નાણાંનું રોકાણ કરવાની તક પણ પૂરી પાડે છે. એક નિવૃત્તિનો પ્લાન પણ તમને પૂરતી આવક રળી આપે છે, જે તમને નિવૃત્તિ પછીના વર્ષોમાં તમારું જીવનધોરણ જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે, જે આ જીવનવીમાને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી દે છે.

10. ઇન્ડિયાફર્સ્ટને શા માટે પસંદ કરવી જોઇએ?

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એ ભારતમાં શ્રેષ્ઠ વીમાકંપનીઓમાંથી એક છે, કારણ કે, તેના જીવનવીમા ઉત્પાદનો દરેક વ્યક્તિની જરૂરિયાતો અને જીવનના લક્ષ્યોને પૂરાં કરે છે. તેનું સંચાલન ટેકનોલોજીની મદદથી થતું હોવાથી તે જીવનવીમાને ઓનલાઇન ખરીદવાનું સમસ્યાઓથી મુક્ત અને સરળ બનાવી દે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફને જાહેર ક્ષેત્રની બે મોટી બેંકો - બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયાનું સમર્થન પ્રાપ્ત છે. જે તેને એક વિશ્વસનીય કંપની બનાવે છે. .

11. હું જીવનવીમાનો ક્લેઇમ કેવી રીતે દાખલ કરી શકું?

જીવનવીમાના ક્લેઇમને વીમા કંપનીની શાખાએ દાખલ કરી શકાય છે, તેની વેબસાઇટ પર અપલૉડ કરી શકાય છે અથવા તો કંપનીને ક્લેઇમનો ઈ-મેઇલ કરી શકાય છે. જોકે, ક્લેઇમની પ્રક્રિયા હાથ ધરવા માટે અહીં નીચે જણાવેલા દસ્તાવેજો પૂરાં પાડવાના રહેશે. .

 • ક્લેઇમનું ફૉર્મ
 • મૃત્યુનું પ્રમાણપત્ર
 • વીમા પૉલિસીનો દસ્તાવેજ
 • દાવેદારનું આઇડી અને સરનામાનો પુરાવો

જો જરૂર પડે તો, વીમાકંપની આ સિવાયના વધુ કેટલાક પુરાવાઓ પણ માંગવાનો અધિકાર ધરાવે છે.